Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “deh” · clear
- deh
- ( જ્યોતિષ ) કુંડલીમાંનું એ નામનું એક લગ્નસ્થાન. | ઘાસચારો ચરવાનો મળે એવો ડુંગરાઉ મુલક. | ચોપડવું તે. | જરથોસ્તી વર્ષનો એ નામનો દશમો મહિનો. | જીવન; જિંદગી. | મૂર્તિ; ચિત્ર. | લેપવું તે; ખરડવું તે; લેપન. | વિગ્રહ. | શરીર; તન; કાયા; બદન. શરીર આંરભકાળમાં અમુક વખત સુધી બરાબર વધે છે. તેથી તેનું નામ દિહ એટલે વૃદ્ધિ ઉપરથી દેહ પડ્યું છે. ન્યાય મત પ્રમાણે પાર્થિવ દેહ બે પ્રકારનો છેઃ (૧) યોનિજ અને (૨) આયોનિજ. જરાયુજ અને અંડજ એ યોનિજ કહેવાય છે તથા સ્વેદજ અને ઉદ્ભિજ્જ આયોનિજ કહેવાય છે. શુક્ર, શોણિત વગેરેની યોજનાથી સ્વતંત્ર અલૌકિક દેહને પણ અયોનિજ કહે છે. આ પ્રમાણે સાંખ્ય આદિ મતમાં સ્થૂલ અને સૂક્ષ્મ વગેરે પણ શરીરના ભેદ માન્યા છે. વધુ + | શરીરનું કોઈ અંગ. | શરીરનું કોઈ ચિહ્ન. જેમકે, મસ, તલ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | તબિયત; તાસીર. | ( જૈન ) એક પ્રકારનું પિશાચ. પિશાચના પંદર ભેદઃ કુષ્માંડ, પટક, જોષ, આન્હક, કાલ, મહાકાલ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્મારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક અને જાનપિશાચ. | ગામડું; દેહાત.