Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

2 resultsfor “desh · clear

desh
અંશ; હિસ્સો; થોડો ભાગ. | કુદરતી હદવાળો જમીનનો મોટો ભાગ; કુદરતી ભૂભાગ; જનપદ; પૃથ્વીનો એક વિભાગ, જેમાં વસનાર ઘણું કરીને એકસરખી બોલી, ધર્મ અને એકસરખી રીતભાત રાખે છે ને ઘણું કરીને એક સત્તા તળે હોય છે. દેશ ત્રણ પ્રકારના છેઃ જાંગલ્ય, અનૂપ અને સાધારણ. વળી બીજી રીતે પણ દેશ ત્રણ પ્રકારના છેઃ દેવમાતૃક એટલે વરસાદના પાણીથી જ્યાં ખેતી વગેરે બધાં કામ થાય છે તેવો દેશ, નદીમાતૃક અને ઉભયમાતૃક. વધુ + | ક્ષેત્ર; પ્રદેશ. ૧ ચોરસ હાથ = આસન ૧૬ આસન = ગોચર્મ ૬૪ ગોચર્મ = કાકણી ૪ કાકણી = માષ ૪ માષ = વર્તનિકા ૫ વર્તનિકા = વાટી અથવા વાડી ૪ વાટી = કુટુંબ ૧૦૦ કુટુંબ = ગ્રામ ૧૦૦ ગ્રામ = જનપદ ૧૦૦ જનપદ = દેશ | ( સંગીત ) ખમાજ થાટમાંથી ઉત્પન્ન થતો એ નામનો એક રાગ. આ રાગમાં શુદ્ધ તેમ જ કોમળ નિષાદનો પ્રયોગ થાય છે. તે સિવાય સર્વ શુદ્ધ સ્વરો છે. આરોહ ધૈવત વર્જ્ય છે અને ગંધાર દુર્બળ છે. વાદી સ્વર પંચમ અને સંવાદી રિષભ છે. આ રાગ સોરઠને પ્રત્યેક રીતે મળતો આવે છે, તેથી શ્રોતાઓને સોરઠને બદલે દેશ અને દેશને બદલે સોરઠની ભ્રાંતિ થાય છે. | ખંડનો એક ભાગ; રાષ્ટ્ર; મુલક; પ્રદેશ. હિંદુસ્તાનના અઢાર દેશ નીચે પ્રમાણે ગણવામાં આવેલ છેઃ (૧) બાલ્હીક, (૨) સૌવીર, (૩) કેક્ય અથવા શૂરસેન, (૪) મગધ અથવા કોસલ, (૫) માલવ અથવા કુરુજાંગલ, (૬) અંગ, (૭) વંગ, (૮) કલિંગ, (૯) કાંબોજ, (૧૦) વિદર્ભ અથવા વિદેહ, (૧૧) લાટ, (૧૨) સુરાષ્ટ્ર, (૧૩) આરટ્ટ, (૧૪) રામસૃષ્ટિ, (૧૫) વિશ્વામિત્રસૃષ્ટિ, (૧૬) પાંડ્ય, (૧૭) ચૌલ અને (૧૮) મદ્ર. | ગ્રામસમૂહ. | ( જૈન ) ચોથું પંચક. તેનાથી તપસ્યાની વૃદ્ધિ થાય છે. | દેશકાલ; જમાનો. | ( જૈન ) દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક. | મૂળ વતન; જન્મભૂમિ. વધુ + | રોગીનું શરીર. | વહીવટની સગવડતા માટે પાડેલો ભૌગોલિક વિભાગ. | વિષય; વાત; બાબત. | વિસ્તાર; સ્થાન. ન્યાય અને વૈશેષિક મત અનુસાર જેનાથી આગળપાછળ, ઉપરનીચે, ઉત્તરદક્ષિણ વગેરેનું જાણપણું થાય તે દેશ કે દિગ્દ્રવ્ય કહેવાય છે. કાળની માફક સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ અને વિભાગ એ દેશના પણ ગુણ છે. દેશના વિભુ અને એક હોવા છતાં પણ ઉપાધિભેદથી ઉત્તર દક્ષિણ, આગળ પાછળ વગેરે ભેદ માને છે. દેશ સંબંધી પૂર્વ અને પર એવો વિપર્યય થઈ શકે છે, પણ કાળ સંબંધી તેમ થતું નથી. પશ્ર્ચિમ દેશના કેન્ટ વગેરે દાર્શનિકોએ દેશ અને કાળને મનની બહારની કોઈ વસ્તુ માની નથી, અંતઃકરણનો આરોપ માત્ર કહેલો છે. | શરીરનો કોઈ ભાગ; અંગ; અવયવ. | ( જૈન ) સમસ્ત ગુણોનો પિંડ. | ( યોગ ) સર્વત્ર પરિપૂર્ણપણે આત્મા રહેલ છે એવી સમજની મનની સ્થિતિ. | સાત ક્ષેત્રો પૈકીના ભરતક્ષેત્રમાંના અઠ્ઠાણું માંહેનો દરેક દેશ. પ્રાચીન જૈન સાહિત્યમાં નીચે પ્રમાણે દેશ ગણાવેલા છેઃ (૧) કશ્મીર, (૨) કીર, (૩) કાબેર, (૪) કાંબોજ, (૫) કમલ, (૬) ઉત્કલ, (૭) કરહાટ, (૮) કુરુ, (૯) કવાણ, (૧૦) ક્રધ, (૧૧) કૌશક, (૧૨) કોસલ, (૧૩) કેસી, (૧૪) કાસત, (૧૫) કારષ, (૧૬) કછ, (૧૭) કર્ણાટ, (૧૮) કીકટ, (૧૯) કેકી, (૨૦) કૌલગિરિ, (૨૧) કામરૂપ, (૨૨) કુંકણ, (૨૩) કુંતલ, (૨૪) કાલિંગ, (૨૫) કરકુટ, (૨૬) કરકંઠ, (૨૭) કેરલ, (૨૮) ખસ, (૨૯) ખર્વટ, (૩૦) ખેટ, (૩૧) ગૌડ, (૩૨) અંગ, (૩૩) ગૌપ્ય, (૩૪) ગંડક, (૩૫) ઔડ, (૩૬) ચિલ્લર, (૩૭) ચૈત્ય, (૩૮) જાલંધર, (૩૯) ટંકણ, (૪૦) કોડિયાણ, (૪૧) ડાહણ, (૪૨) નુંગ, (૪૩) તાજિક, (૪૪) તોરલ, (૪૫) દશાર્ણ, (૪૬) દંડક, (૪૭) દેવસભ, (૪૮) નેપાલ, (૪૯) નર્તક, (૫૦) પંચાલ, (૫૧) પલ્લવ, (૫૨) પુંડ્ર, (૫૩) પાંડુ, (૫૪) પ્રત્યગ્રથ, (૫૫) અર્બુદ, (૫૬) બભ્ર, (૫૭) બંભિર, (૫૮) ભટ્ટીય, (૫૯) માહિષ્યક, (૬૦) મહોદય, (૬૧) મરુંડ, (૬૨) મુરલ, (૬૩) મેદ, (૬૪) મરુ, (૬૫) મુદ્ર, (૬૬) મંકર, (૬૭) મલ્લવર્ત, (૬૮) મહારાષ્ટ્ર, (૬૯) યવન, (૭૦) રોમ, (૭૧) રાટક, (૭૨) લાટ, (૭૩) બ્રહ્મોત્તર, (૭૪) બ્રહ્માવર્ત, (૭૫) બ્રાહ્મણવાહક, (૭૬) વિદેહ, (૭૭) વંગ, (૭૮) વૈરાટ, (૭૯) વનવાસ, (૮૦) વનાયુજ, (૮૧) વાલ્હીક, (૮૨) વલ્લવ, (૮૩) અવંતી, (૮૪) વહ્નો, (૮૫) શક, (૮૬) સિંહલ, (૮૭) સૂમ્હ, (૮૮) સૂર્વર, (૮૯) સૌવીર, (૯૦) સુરાષ્ટ્ર, (૯૧) સુહડ, (૯૨) અસ્મક, (૯૩) હૂણ, (૯૪) હર્યોક, (૯૫) હર્મોજ, (૯૬) હંસ, (૯૭) હુહુક અને (૯૮) હેરક. કેટલાકના મત પ્રમાણે નીચે મુજબ દેશ છેઃ (૧) ગૌડ, (૨) કાન્યકુબ્જ, (૩) કોલાક, (૪) કલિંગ, (૫) અંગ, (૬) વંગ, (૭) કુરગ, (૮) આચાલ્ય, (૯) કામાક્ષ, (૧૦) ઓષ્ટ્ર, (૧૧) પુંડ્ર, (૧૨) ઉડીશ, (૧૩) માલવ, (૧૪) લોહિત, (૧૫) પશ્ર્ચિકાછ, (૧૬) વાલભ, (૧૭) સૌરાષ્ટ્ર, (૧૮) કુંકણ, (૧૯) લાટ, (૨૦) શ્રીમાલ, (૨૧) અર્બુદ, (૨૨) મેદપાટ, (૨૩) મરુ, (૨૪) વરેંદ્ર, (૨૫) યમુનાતીર, (૨૬) ગંગાતીર, (૨૭) અંતર્વેદિ, (૨૮) માગધ, (૨૯) મધ્યકુરુ, (૩૦) કાહલ, (૩૧) કામરૂપ, (૩૨) કાંચી, (૩૩) અવંતી, (૩૪) પાપાંતક, (૩૫) કિરાત, (૩૬) સૌવીર, (૩૭) ઔશીર, (૩૮) વાકાણ, (૩૯) ઉત્તરાપથ, (૪૦) ગુર્જર, (૪૧) સિંધુ, (૪૨) કેકાણ, (૪૩) નેપાલ, (૪૪) ટક્ક, (૪૫) તુરષ્ક, (૪૬) તાઈકાર, (૪૭) બર્બર, (૪૮) જર્જર, (૪૯) કશ્મીર, (૫૦) હિમાલય¸ (૫૧) લોહ, (૫૨) પુરુષ, (૫૩) શ્રીરાષ્ટ્ર, (૫૪) દક્ષિણાપથ, (૫૫) સિંધલ, (૫૬) ચૌલ, (૫૭) કૌશલ, (૫૮) પાંડુ, (૫૯) અંધ્ર, (૬૦) વિંધ્ય, (૬૧) કર્ણાટ, (૬૨) દ્રવિડ, (૬૩) શ્રીપર્વત, (૬૪) વિદર્ભ, (૬૫) ધારા, (૬૬) ઉર, (૬૭) લાજી, (૬૮) તાપી, (૬૯) મહારાષ્ટ્ર, (૭૦) આભીર, (૭૧) નર્મદાતટ, (૭૨) દ્વીપદેશ. પ્રાચીન કાળમાં નીચે પ્રમાણે બાર દેશોની ગણના કરવામાં આવી છેઃ લાટ, કર્ણાટક, માલવ, કનોજ, ગોલ્લ, કરપ, મહારાષ્ટ્ર, સોરઠ, ઢક્ક, કિર, અંગ, સિંધ. | સો હાથ માપેલી જમીન. | ( જૈન ) સ્કંધનો અમુક કલ્પેલ વિભાગ. | સ્થાન; જગ્યા. | હરકોઈ પદાર્થે રોકેલી જગા; આકાશ; અવકાશ.
updesh
અનુશાસન; નિયમ. | આજ્ઞા; હુકમ. | આદ્ય ઉચ્ચારણ. | ( વેદાંત ) ઇચ્છેલ અર્થ સાબિત કરતા પુસ્તકના સારનું વાચન. | કેળવણી; શિક્ષણ; જ્ઞાન. | ગુરુમંત્ર આપવો તે. | ચેતવણી. | છાની વાતનું કથન. | દરખાસ્ત; સૂચના. | નક્કીપણે જણાવવાપણું; સ્થિતકથન. જેમકે, રાતના જાગવું ન જોઈએ અને દિવસના સૂવું ન જોઈએ. | નજીકનો મુલક; પાસેનો દેશ; પડોશ. | નાગરમોથ નામની વનસ્પતિ. | નામ આપવું તે; ઓળખાણ. | પ્રવર્તક વાક્ય; ઉશ્કેરણી. | બતાવવું તે. | બહાનું; કારણ. | બોધ; શિક્ષા; શિખામણ; સલાહ; શીખ. ઉપદેશના પ્રકાર: (૧) પ્રભુસંચિત એટલે રાજા માફક આજ્ઞા કરવી તે. (૨) મિત્રસંચિત એટલે સ્નેહીની જેમ સમજાવીને કહેવું તે. (૩) કાંતાસંચિત એટલે સુંદરીની પેઠે મધુર ભાષણથી અસર કરે તે. | શબ્દ; વચન; બોલ. | શાસ્ત્ર; સિદ્ધાંત.