Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

10 resultsfor “dev · clear

adhidev
ઇષ્ટદેવ; કુળદેવ; રક્ષક દેવ. | ઉપરી દેવતા; અમુક વસ્તુ કે સ્થળનો દેવ; અધિષ્ઠાતા દેવ. અગિયાર ઇંદ્રિયોમાંથી દરેકને એક એક ઉપરી દેવ છે એવી માન્યતા છે. જેમકે, આંખનો સૂર્ય, જીભનો વરુણ, વગેરે. વધુ + | સર્વોપરી દેવ; પરમાત્મા; પરમેશ્વર. | વરુણદેવ.
Agni-Dev
અગ્નિ પૂજનાર માણસ. | જુઓ અગ્નિદેવતા ૧.
dev
આર્ય લોકોની એ નામની એક સર્વશ્રેષ્ઠ જાતિ. આ લોકો વિદ્વાન, હુન્નરકલાસંપન્ન, ઈશ્વરભક્ત, દાની, પરોપકારી, સજ્જન અને ગૌર વર્ણના હતા. તેમનાં લગ્નજીવન શિથિલ હતાં. મોજશોખ અને સ્વચ્છંદથી આખરે આ ઉત્તમ જાતિનો નાશ થયો. | ઇંદ્રિય. | ઈશ્વરી અંશવાળું સ્વર્ગમાં રહેનાર ઉત્તમ જન; સુર; અમર; અજર; સ્વર્ગમાં રહેતું દિવ્ય સત્ત્વ; દેવતા. ૮ વસુ, ૧૧ મરુત, ૧૨ આદિત્ય, ઇંદ્ર અને પ્રજાપતિ મળી દેવ ૩૩ મનાય છે. જૈન મતે દેવોના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છેઃ (૧) દ્રવ્યદેવ એટલે શુભ કર્મ દ્વારા દેવગતિ સંબંધી આયુષ્યનો બંધ પાડી દીધો હોય તે મનુષ્ય અથવા તિર્યંચ પંચેદ્રિય. (૨) નરદેવ એટલે સાર્વભૌમ ચક્રવર્તી રાજા, જેને ચૌદ રત્ન, નવનિધિ તેમ જ છ ખંડનું સ્વામિત્વ પ્રાપ્ત થયેલ હોય. તે અન્ય મનુષ્યો કરતાં પૌદ્રગલિક ઋદ્ધિમાં સર્વોત્તમ વર્તે છે. (૩) ધર્મદેવ એટલે જેઓશ્રી તારક જિનેશ્વર દેવના પુનિત પ્રવચનના અર્થને અનુસરનારા અને ઉત્તમ પ્રકારના શાસ્ત્રોક્ત આચારને પાળનારા આચાર્ય વગેરે. (૪) દેવાધિદેવ એટલે તીર્થંકર નામકર્મના ઉદયથી જેઓ પોતાની સુધા સમી વાણીથી ભવ્યાત્માઓ ઉપર અસીમ ઉપકાર કરે છે તેવા પરમ પૂજ્ય સર્વોત્તમ આત્માઓ. (૫) ભાવદેવ એટલે જેઓ નાના નાના પ્રકારની ક્રીડા કરવામાં લુબ્ધ છે અને દેવગતિ પામેલા છે. ક્ષુધાતૃષા દેવોને ઘણીજ ઓછી લાગે છે, દીપ્યમાન વૈક્રિય શરીર હોવા સાથે તેઓ સર્વાંગ સુંદર હોય છે. તેમને નિમેષોન્મેષ થતી નથી. જ્યોતિરૂપ દેહ હોવાથી તેમનો પડછાયો પડતો નથી. પૃથ્વી ઉપર આવતાં ભોંયને તેનો પાદસ્પર્શ થતો નથી. દેવ શબ્દ દિવ્ એટલે પ્રકાશવું ધાતુમાંથી ઉત્પન્ન થયેલ છે. પરમાત્મા રશ્મિ, વિભૂતિ, કિરણ, શક્તિ વડે વ્યક્ત થઈ શકે છે. ભુર્લોકના પ્રધાન દેવતા અગ્નિ, ભુવઃ અંતરિક્ષના વાયુ, સ્વર એટલે દ્યૌ સ્વર્ગના સૂર્ય અને ભૂર્ભુવ સ્વઃ એ ત્ર્યૈલોક્યના પ્રજાપતિ છે. તેના પેટામાં બીજા દેવતાઓનો સમાસ થઈ જાય છે. પરમાત્મા જે શક્તિઓ વડે આ વિશ્વયજ્ઞ કરી રહેલ છે તે શક્તિઓ જ તે દેવ દેવતાઓ. દેવતાઓ સૂક્ષ્મ શરીરવાળા હોવાથી સ્થૂળ અન્ન ખાઈ શકતાં નથી. યજ્ઞના ધૂમ્ર દ્વારા હુતદ્રવ્ય દેવોને મળે છે. ઉપાસક કે સાધક દેવની પાસે રહી પોતાની ઉત્કૃષ્ટ ભાવનાના સંક્રમણ મુજબ પોતાના દેવને ઘડીને તે દેવ સાથે ઐક્ય કરી, તે દેવરૂપ કળાકાર થઈ રહે છે. પોતાના અંતઃશરીરનાં ચક્રોમાં તે દેવનું જ ધ્યાન ધરી તૃપ્ત થાય છે. દેવની ઉપાસનામાં દેવરૂપ થઈ જવાની ભાવના છે. તેત્રીશ દેવોમાં અગ્નિ, પૃથ્વી, આદિત્ય, ચંદ્રમા અને નક્ષત્રો એ પાંચ વસુ મૂર્તિમાન અર્થાત્ દેહધારી સાકાર છે. અગિયાર રુદ્ર, બાર આદિત્ય, મન, પંચ જ્ઞાનેંદ્રિય, વાયુ, અંતરિક્ષ, દ્યૌ અને વેદમંત્રો એ શરીર રહિત નિરાકાર અર્થાત્ અમૂર્ત દેવતા છે. એ જ પ્રમાણે વીજળી અને વિધિયજ્ઞ એ બે સાકાર તથા નિરાકાર એ બે પ્રકારના દેવ છે. આ સર્વે ફક્ત વ્યવહારોપયોગી છે. માતા, પિતા, આચાર્ય તથા અતિથિ એ દેવો વ્યવહારોપયોગી હોઈ પરમાર્થનો પ્રકાશ કરનારા પણ છે. માત્ર ઈશ્વર જ ઇષ્ટોપયોગી હોવાથી સર્વનો ઉપાસ્ય દેવ છે. વેદદૃષ્ટિએ જોતાં પરમાત્મા જ એક ઉપાસ્ય દેવ છે. અગ્નિદેવ વાણીરૂપે મુખમાં, વાયુદેવ પ્રાણરૂપ થઈ નાસિકામાં, આદિત્યદેવ ચક્ષુરૂપે થઈને મનઃછિદ્રમાં, ઔષધિ અને વનસ્પતિઓ અર્થાત્ તેમના અધિષ્ઠાતા દેવો લોમરૂપ થઈ એટલે સ્પર્શેંદ્રિયરૂપ થઈ ત્વચામાં, ચંદ્રમાં મનરૂપે થઈ હૃદયમાં, મૃત્યુ અપાનરૂપ થઈ નાભિમાં, વરુણદેવ હેતોરૂપ થઈ શિશ્નમાં રહેતા મનાય છે. અશના એટલે ક્ષુધા અને પિપાસા એ આ સર્વ દેવોને મળતા ભાગમાં ભાગીદાર હોય છે. વધુ + | ઋત્વિજ; આચાર્ય. | એ નામે એક ઋષિ. | એક જાતનો કપાસ. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે સંસ્કૃતિ છંદનો એક ભેદ છે. તેને મહાભુજંગપ્રયાત, મહાભુજંગ, ભુજંગ, સુધાપ, મહાનાગ, સવૈયા પણ કહે છે. તેમાં આઠ યગણ મળી ૨૪ વર્ણ હોય છે. તેમાં બારમા અક્ષર પછી યતિ કે વિસામો આવે છે. વધુ + | કૃષ્ણ. | તેજોમય વ્યક્તિ. | તેત્રીશ સૂચક સાંકેતિક શબ્દ. વાસ્તવિક રીતે દેવ તેત્રીશ છે. | ત્રિવષ્ટપ્રમાં એટલે તિબેટમાં રહેનારા લોકો. વધુ + | દાન આપનાર માણસ. | દિયેર; દેર; પતિનો નાનો ભાઈ. | દેવદાર. | દૈત્ય; રાક્ષસ; પિશાચ. | ધર્મ. | પતિ; ધણી; ભરથાર. | પંડિત; વિદ્વાન. વધુ + | પારો. | પ્રભુની પ્રતિમા; મૂર્તિ. | બાળક. | બ્રહ્મા. | બ્રાહ્મણને માન આપવા વપરાતો શબ્દ. | ભગવાન; ઈશ્વર; પરમેશ્વર; દેવાધિદેવ; પરમાત્મા; વિશ્વેશ. જે પોતાના સ્વરૂપમાં આનંદથી પોતે જ ક્રીડા કરે છે, કોઈની સહાયતા વિના ક્રીડાવત્ સહજ સ્વભાવથી સર્વ જગતને બનાવે છે, સર્વ ક્રીડાઓના આધાર છે, સર્વને જીતનારા અને જેને કોઈ જીતી શકે નહિ એવા છે, ન્યાય અને અન્યાયરૂપ વ્યવહારોના જાણનાર અને ઉપદેષ્ટા છે, સર્વના પ્રકાશક છે, સર્વ મનુષ્યને પ્રશંસા કરવા યોગ્ય છે અને નિંદાને યોગ્ય નથી, જે સ્વયં આનંદસ્વરૂપ અને બીજાને આનંદ કરાવે છે, જેને લેશ પણ દુઃખ નથી, જે સદા હર્ષિત, શોક રહિત અને બીજાને હર્ષિત કરવા અને દુઃખોથી પૃથક્ રાખવાવાળા છે, જે પ્રલય સમયે અવ્યક્તમાં સર્વ જીવોને સુવાડે છે, જે સર્વમાં વ્યાપ્ત અને જાણવા યોગ્ય છે એવા પરમેશ્વરનું નામ દેવ છે દેવ શબ્દમાં દિવ્ ધાતુ છે. આ ધાતુના દશ અર્થ છેઃ (૧) ક્રીડા, (૨) વિજિગીષા, (૩) વ્યવહાર, (૪) દ્યુતિ, (૫) સ્તુતિ, (૬) મોદ, (૭) મદ, (૮) સ્વપ્ન, (૯) કાંતિ, (૧૦) ગતિ. દેવો તેત્રીશ ગણાય છે, એટલે જેમાં આમાંના જેટલા ગુણો હોય તે પ્રમાણે તેનું દેવત્વ વધારે ઓછું કહેવાય છે. પરંતુ ઈશ્વરમાં સર્વ ગુણો હોવાથી તે જ દેવ ઉપાસ્ય છે. | ( જૈન ) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતા. દેવોના ચાર નિકાય છેઃ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક કલ્પોપપન્ન દેવ સુધીના ચતુર્નિકાયિક દેવોના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદ છે. ચતુર્નિકાયના ઉપરના દશઆદિ એકેક ભેદ ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિંશ, પારિષદ્ય, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલ્બિષિક રૂપે છે. વ્યંતર અને જ્યોતિષ્ક ત્રાયસ્ત્રિંશ તથા લોકપાલ રહિત છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા તથા બીજા સ્વર્ગના વૈમાનિક આટલા દેવો મનુષ્યની માફક કામસુખનો અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે. બાકીના દેવો બે બે કલ્પોમાં ક્રમથી સ્પર્શ, રૂપ, શબ્દ અને સંકલ્પ દ્વારા વિષયસુખ ભોગવે છે. બીજા બધા દેવો વૈષયિક સુખની રહિત હોય છે. | મૂર્ખ માણસ. | મેઘ; વાદળ. | ( નાટ્ય ) રાજા. | રૂપ, ગુણ વગેરેથી પૂર્ણ સારો માણસ; સુંદર જન. | વરસાદનો દેવ ઇંદ્ર. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નમ. તે સૃષ્ટિ વગેરેથી ક્રીડા કરે છે, દૈત્યો વગેરેને જીતવા ઇચ્છે છે, સર્વ ભૂતોમાં વ્યવહાર કરે છે, અંતરાત્મારૂપથી પ્રકાશિત થાય છે, સ્તુત્ય પુરુષોથી સ્તવન કરાય છે અને સર્વત્ર જાય છે, તેથી તે દેવ કહેવાય છે. | શિવનાં હજાર માંહેનું એક નામ. | સાધુ; મુનિ. | સ્વામી; શેઠ; માલિક. | હિંદી સાહિત્યનો એ નામનો એક પ્રખ્યાત કવિ. વધુ + | એ નામની એક બંગાળી અટક. | દેણગી; આપવું તે. | લલિત વિસ્તરમાં જણાવેલ ચોસઠ માંહેની એ નામની એક લિપિ. | આકાશ. | ( જૈન ) ઇંદ્રક વિમાનનું નામ. | એ નામની અટકનું માણસ. | એ નામની અટકનું. | દીપનાર; તેજસ્વી; દેદીપ્યમાન. | પૂજ્ય.
devi
( સંગીત ) અનુષ્ટુપ છંદનો એક ભેદ. | ( પિંગળ ) આર્યા છંદનો એક ભેદ; વૈદેહી. તેમાં ૧૫ લઘુ અને ૨૧ ગુરુ મળી ૩૬ વર્ણ હોય છે. | અળસી. | ઈશ્વરી; ઈશ્વરની સ્ત્રીરૂપ શક્તિ; પાર્વતી; અંબિકા; શંકર ભગવાનની સ્ત્રી અને હિમવાનની પુત્રી. શક્તિ તરીકે એના બે રૂપ છેઃ એક શાંત અને બીજું ઉગ્ર. એના ઉગ્ર રૂપની બહુધા પૂજા થાય છે. આ વિશ્વમાં દીપતી પરમેશ્વરની એ શક્તિ ત્રણ તરેહની છેઃ (૧) જે આ વિશ્વમાં એક નદીની માફક વહ્યા કરે છે તે વિદ્યા અથવા સરસ્વતી. (૨) આ વિશ્વમાં પથરાયેલી સુંદરતા, જે પ્રભુનું ચિહ્ન છે, જેનાથી આપણને પ્રભુનું ભાન થાય છે તે લક્ષ્મી. (૩) આ વિશ્વમાં સુંદરતા સાથે જે વિકરાળતા રહેલી છે, જે સર્વ પદાર્થોનું ભક્ષણ કરે છે, તે કાળી યા ચંડી. ગૌરી, પાર્વતી, હિમવતી, જગન્માતા અને ભવાની એ એનાં શાંત રૂપો છે. દુર્ગા, કાલી, શ્યામા, ચંડી, ચંડિકા, ભૈરવી, મહાકાલી એ એનાં ઉગ્ર રૂપો છે. પશુનાં બલિદાન વગેરે આ ઉગ્ર રૂપને અપાય છે. તાંત્રિકોની કેટલીક બીભસ્ત પૂજા પણ આ રૂપને અંગે જ થાય છે. એને દશ, વીશ કે એથી યે વધારે ભુજા કલ્પી છે, દરેક હાથમાં જુદાં જુદાં આયુધો ધારણ કરે છે. દુર્ગાનું વાહન વાઘ છે. કાલીનો વર્ણ શ્યામ, મુખાકૃતિ ભયંકર અને તે સર્પોથી વીંટળાયેલી હોય છે. એ મુંડમાલ ધારણ કરે છે. રહેઠાણ ઉપરથી પણ દેવીનાં નામ પડ્યાં છે. વિંધ્યાચળ પર્વત મિરઝાપુર આગળ ગંગાની સમીપ આવેલ છે ત્યાંની દેવી વિંધ્યાવાસિની છે. એના ચાચર ઉપરનું રક્ત સુકાતું જ નથી. મહામાયારૂપે એ જગતને માયાપાશમાં રાખે છે દેવીએ અસુરો ઉપર મેળવેલા વિજયોનું વર્ણન ચંડી મહાત્મ્યમાં છે. એ ગ્રંથમાં અસુરો તરફથી આવેલા દૂતને મળતી વખતના દેવીના રૂપને દુર્ગા, અસુરોનાં કેટલાંક દળોનો સંહાર કરતી વેળાના રૂપને દશભુજા, રક્તબીજ નામના અસુર ઉપર ચડાઈ કાલે સિંહવાહિની, પાડાના સ્વરૂપવાળા મહિષાસુરને મારવા કાળે મહિષમર્દની એવે એવે નામે વર્ણવેલી છે. અસુરના દળને પુનઃ હરાવતી વખતે જગદ્ધાત્રી અને શુંભ નામના અસુરના વધ કાળે તારા કહી છે. મસ્તક વગરના ધડને રૂપે એણે નિકુંભ નામના અસુરને માર્યો હતો, માટે એને છિન્નમસ્તકા કહી છે. વિજય પછી દેવોએ એની કરેલી આરાધનામાં અને જગદ્ગૌરી કહી છે. દેવીના પતિ શંકર ભગવાનને અંગે એના બભ્રવી, ભગવતી, ઈશાની, ઈશ્વરી, કાલંજરી, કપાલિની, કૌશિકી, કિરાતી, મહેશ્વરી, મૃડાની, રુદ્રાણી, શર્વાણી, શિવા અને ત્ર્યંબકી એવાં એનાં નામ છે. એની ઉત્પત્તિની લઈને એનાં અદ્રિજા, ગિરિજા, કુજા, દક્ષજા એવાં પણ નામ છે. કન્યા, કન્યાકુમારી, અંબિકા, અવરા ઉપરાંત અનંતા, નિત્યા, આર્યા, વિજ્યા, ઋદ્ધિ, સતી, દક્ષિણા, કર્બુરી, ભ્રમરી, કોટરી, કર્ણમોટી, પદ્મલાંછના, સર્વમંગલા, શાકંભરી, શિવદૂતી, સિંહરથી વગેરે બીજાં નામો છે. એના તપને અંગે એને અપર્ણા, કાત્યાયની પણ કહે છે. ભૂતનાયિકા, ગણનાયિકા, કામાક્ષી, કામાખ્યા, લલિતા, ભદ્રકાળી, ભીમદેવી, ચામુંડા, મહાકાલી, મહામારી, મહાસુરી, માતંગી, રજસી, રક્તદંતા એવાં એવાં અનેક તેનાં નામો છે. શક્તિદેવીની પૂજા તેનાં જુદે જુદે રૂપે થાય છે. કેટલીક વખત દેવીનાં નામ પાડવામાં દેવીની ઉમર ઉપર ધ્યાન રાખવામાં આવેલ છે. એક વર્ષના બાળક જેવે રૂપે હોય તે દેવીને સંધ્યા, બે વર્ષની હોય તેને સરસ્વતી, સાત વર્ષની હોય તેને ચંડિકા, આઠ વર્ષનીને શાંભવી, નવ વર્ષનીને દુર્ગા અથવા બાળા, દશનીને ગૌરી, તેરનીને મહાલક્ષ્મી અને સોળનીને લલિતા કહેવામાં આવે છે. માર્કંડેય પુરાણમાં દેવીમાહાત્મ્યમાં દેવીને શ્રીમુખે કહેવડાવ્યું છે કેઃ દ્વાપરયુગને અંતે અને કલિયુગના આરંભની લગભગ શુંભ અને નિશુંભ નામના દૈત્યો થશે. હું જાતે નંદગોપાળ નામના ગોપાળને ઘેર નંદા નામે અવતરીશ અને વિંધ્યાચળમાં વાસ કરીશ. દ્વાપરના અંતમાં પછી વિપ્રચિત નામના કુળમાં જન્મેલા અસુરોને મારીને ખાઈ જઈશ. આ પ્રમાણે અસુરોને ભક્ષણ કરતાં મારા દાંત, વાળ અને શરીર તેમ જ આયુધો તેમના રક્ત વડે રાતાં થઈ જશે. એ કારણથી લોકો મને રક્ત ચામુંડા કહેશે. ત્યારપછી પૃથ્વી ઉપર સો વર્ષનો દુકાળ પડશે. તે વખતે એક ટીપું પાણી મળશે નહિ. મુનિજનોની પ્રાથનાથી હું તે કાળે પાર્વતીના શરીરમાંથી છૂટી પડીને બહાર આવીશ. તે વખતે મારે સો આંખો હોવાથી લોકો મને શતાક્ષી એવા નામથી ઓળખશે. વૈવસ્વત મન્વંતરના ચાળીસમા યુગમાં હું લોકોનું વનસ્પતિથી પોષણ કરી તેને દુકાળમાં ઉગારીશ, માટે લોકો મને શાકંભરીના નામની જાણશે. મારા આ રૂપે હું દુર્ગમ નામના અસુરને મારીને દુર્ગા દેવીના નામથી પ્રખ્યાત થઈશ. ત્યાંથી હું હિમાલય ઉપર જઈને ભયંકર રૂપ ધારણ કરીશ, તેથી ભીમા કહેવાઈશ. તે કાળે ત્યાં અરુણ નામનો એક અસુર થશે. એ જ મન્વંતરના સાઠમા યુગમાં ભમરાઓનાં ટોળાં લઈને હું એ દૈત્ય ઉપર હુમલો કરી એને મારી નાખીશ. આથી મારૂં નામ ભ્રમરી પડશે. આ પ્રમાણે પોતે કરેલાં પરાક્રમને લઈને દેવીનાં નામ પડે છે. સ્વર્ગ અને પૃથ્વી વગેરે ઉત્પન્ન કરવામાં દેવીની શ્રેષ્ઠતા કેવી અને કેટલી છે, તે પણ માર્કંડેય પુરાણ ઉપરથી જણાય છે. ગુપ્તરતિદેવી એટલે દેવીનું ગુપ્ત અને અગોચરરૂપ એટલે પોતે ત્રણ રૂપ ધારણ કરે છે. પ્રકૃતિનાં રજસ, સત્ત્વ અને તમસ એ ત્રણ ગુણનાં એટલે ગુણરૂપ જ દેવીનાં લક્ષ્મી, મહાલક્ષ્મી અને સરસ્વતી એવાં ત્રણ રૂપ બને છે. સૃષ્ટિના આરંભમાં મહાકાળીરૂપે એમણે જ બ્રહ્માને દાબમાં રાખી તેની પાસે સૃષ્ટિ રચાવી હતી. પ્રલય વખતે એ જ મહામારી રૂપ ધારણ કરશે. લક્ષ્મીરૂપે દેવી લોકોને સંપત્તિ અને ધન આપે છે. જ્યેષ્ઠા દેવીરૂપે દેવી જ લોકોની સંપત્તિ અને ધન હરી લે છે. સૃષ્ટિના આરંભ કાળે દેવી શ્યામરંગી સ્ત્રીને રૂપે પ્રકટ થાય છે. વળી એનાં નામ મહામાયા, મહાકાળી, ક્ષુધા, તૃષા, નિદ્રા, તૃષ્ણા, એકવીરા, કાલરાત્રી અને દુરત્યયા પણ છે. મુખ્ય દેવી મહાલક્ષ્મીની આજ્ઞાનુસાર દેવી પુરુષ અને સ્ત્રી બંને તરેહનાં રૂપ ધારણ કરે છે. નીલકંઠ, રક્તબાહુ, શ્વેતાંગ, ચંદ્રશેખર, રુદ્ર, શંકર, સ્થાણુ અને ત્રિલોચન એ દેવીનાં નરજાતિનાં અને વિદ્યા, સ્વર, અક્ષર અને કામધેનુ એનાં ગૌરાંગી સ્ત્રી સ્વરૂપ છે. વળી મહાલક્ષ્મીથી જ સાત્ત્વિકરૂપ સરસ્વતી ઉત્પન્ન થઈ છે. એની કાંતિ ચંદ્રપ્રભા જેવી છે અને એ પોતાના હાથોમાં અક્ષમાલા, અંકુશ, વીણા અને પુસ્તક ધારણ કરે છે. મહાવિદ્યા, મહાવાણી, ભારતી, વાક, સરસ્વતી, આર્યા, બ્રાહ્મી, કામધેનુ, વેદગર્ભા, ધી અને ઈશ્વરી એ આ જ રૂપનાં બીજાં નામો છે. મુખ્ય દેવીની આજ્ઞાનુસાર આ દેવી વળી એક સ્ત્રી અને એક પુરુષ પેદા કરે છે. એણે પેદા કરેલો શ્યામરંગી પુરુષ તે વિષ્ણુ છે. કૃષ્ણ, ઋષિકેશ, વાસુદેવ અને જનાર્દન એ એનાં બીજાં નામ છે. ઉમા, ગૌરી, સતી, ચંડી, સુંદરી, સુભગા અને શિવા એ દેવીની પેદા કરેલી ગૌરાગી સ્ત્રીનાં નામ છે. મહાલક્ષ્મીનું રાજસ સ્વરૂપ તે લક્ષ્મી કહેવાય છે. એની મૂર્તિના હાથમાં દાડમ, ગદા, પાત્ર અને ખેટક ધારણ કરાવાય છે. એ દેવીના શરીર એટલે મૂર્તિ ઉપર સ્ત્રીત્વ અને પુલિંગત્વસૂચક ચિહ્ન હોય છે. આ દેવીનો વર્ણ પ્રવાહી સુવર્ણના જેવો હોય છે. આ દેવી પણ સ્ત્રી અને પુલિંગે રહે છે. એનાં પુલિંગ રૂપ તે હિરણ્યગર્ભ, બ્રહ્મા, વિધિ, વિરંચિ અને ધાતા છે. સ્ત્રીલિંગ રૂપો તે શ્રી, પદ્મા, કમલા અને લક્ષ્મી છે. સહુ જગતની જનેતા મહાલક્ષ્મીએ બ્રહ્માને સરસ્વતીને પોતાની સહચારિણી કરવાની આજ્ઞા કરી. એ બંનેના યોગથી બ્રહ્માંડ ઉત્પન્ન થયું. રુદ્ર એટલે શિવે ગૌરી સાથે લગ્ન કર્યું અને એ બંનેએ મળીને સુવર્ણાંડ ઉઘાડ્યું. લક્ષ્મી પોતે જ વિષ્ણુનાં પત્ની બન્યાં અને એ બંનેએ જગતનું રક્ષણ કર્યું. આ પ્રમાણે સઘળી માયારૂપ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આમ સઘળી સૃષ્ટિ, દેવદેવીઓનાં રૂપ, એ બધું માત્ર મૂળ ઈશ્વરરૂપ મહાલક્ષ્મીમાંથી ઉત્પન્ન થયું. ઈશ્વરની દરેક તરેહની શક્તિ મૂળ મહાલક્ષ્મીમાંથી જ ઉત્પન્ન થઈ છે. શાક્તોમાં આ મહાલક્ષ્મી દેવી જ મૂળ ઈશ્વરરૂપે પૂજાતી હોવાથી એ દેવી જ શક્તિપૂજાનો પાયો છે. વૈષ્ણવ પંથના કરતાં શૈવ અને શાક્ત પંથોમાં દેવીઓનાં રૂપો ઘણાં છે. શૈવપંથની દેવીનું એક રૂપ દુર્ગા છે. એ દેવી આદ્યશક્તિથી જન્મેલી છે. આગમોમાં દુર્ગાનાં નવ જુદાં જુદાં રૂપો ગણાવેલાં છે. જેવાં કે, (૧) નીલકંઠી, (૨) ક્ષેમંકરી, (૩) હરસિદ્ધિ, (૪) રુદ્રાંશદુર્ગા, (૫) વનદુર્ગા, (૬) અગ્નિદુર્ગા, (૭) જયદુર્ગા, (૮) વિંધ્યાવાસી દુર્ગા, (૯) રિપુમારી દુર્ગા. આ સિવાય વળી નવદુર્ગાનાં નવ રૂપોનો એક સમુહ છે. તેને નવદુર્ગા કહે છે. નીલકંઠી પોતાના ભક્તોને દોલત અને સુખ, ક્ષેમંકરી તંદુરસ્તી, હરસિદ્ધિ ઇચ્છિત ફળ અને જયદુર્ગા સિદ્ધિ આપે છે. રિપુમારી દુર્ગા શત્રુ અને તેના પક્ષનો સંહાર કરનારી દેવી છે. મહિષાસુરમર્દિની એ મહિષાસુર નામના બલવાન અસુરને મારતી વખતનું દેવીનું ઉગ્રસ્વરૂપ છે. કાત્યાયની દેવીમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રિમૂર્તિની સમગ્ર શક્તિ એકત્ર રહેલી છે. મહિષાસુરમર્દિની દેવીની મૂર્તિ પેઠે આ દેવીની મૂર્તિ આગળ પણ માથું કપાયેલા પાડાની મૂર્તિ હોય છે. આ પાડાનું માથું દૂર પડેલું અને પાડાના ધડમાંથી કપાયેલી ડોક માર્ગે ર્ધા બહાર નીકળતા અસુરની મૂર્તિ હોય છે. એ અસુરનું કાપેલું લોહી નીંગળતું માથું દેવીએ ચોટલી વડે પોતાના હસ્તમાં ધારણ કરેલું હોય છે. એમ પણ મનાય છે કે, મહિષાસુર વધ એ એક અલંકારિક ઉક્તિ એટલે રૂપક માત્ર છે. જ્ઞાનરૂપી શક્તિએ અંધકારરૂપી અજ્ઞાનનો જુદે જુદે સમયે નાશ કર્યો, તે આ રૂપક દ્વારા સમજાવ્યું છે. એમ કેમ ન હોય કે અનાર્ય એટલે મૂળ વતનીઓમાંથી મહિષ એટલે પાડાની પૂજાનો જુદે જુદે કાળે અને સ્થળે ધ્વંસ કરીને તેને સ્થાને શક્તિપૂજાનો પ્રચાર થયો હોય. ઘણી વખત દુર્ગા નવરૂપના સમુહમાં પૂજાય છે. એક રૂપ વચમાં અને આઠે દિશાએ એકેક એમ એની સ્થાપના થાય છે. આ દેવી સર્વશક્તિપ્રદાયિની છે. ભદ્રકાળી નામની દેવી સુંદર મુખાર્વિંદ, ત્રિનેત્ર અને અષ્ટાદશ ભુજાવાળી હોય છે. મહાકાળી દેવી દીર્ઘનયના અને ક્ષીણ કટીવાળી ગણાય છે. એ દેવી અષ્ટભુજા હોઈને ગળામાં કપાલમાળા ધારણ કરે છે. અંબાની મૂર્તિ કમલરંગી અને ચતુર્ભુજા હોય છે. પ્રખ્યાત આરાસુરવાસિની અંબાની મૂર્તિ જ નથી. ત્યાં ગોખમાં ખીંટીઓ ઉપર વસ્ત્રો એવી રીતે ગોઠવાય છે કે દૂરથી જોનારની નજર આગળ શક્તિની મૂર્તિ ખડી થાય છે. અંબિકા દેવી સિંહારૂઢ અને ત્રિનેત્રવાળી છે. મંગળા દેવીનું મુખાર્વિંદ સુંદર હસિત હોઈ એ સુંદર સ્તનોવાળું છે. સર્વમંગળા દેવી સિંહ ઉપર બેઠેલી અને ચાર હાથવાળી ગણાય છે. કાલરાત્રિ દેવી એ સંહારક રૂપ છે. એ એકવેણી અને નગ્ન છે. આ દેવી શરીરે તેલનું મર્દન કરે છે અને પગમાં લોઢાનાં કડાં પહેરે છે. લલિતા દેવી પોતાના હસ્તમાં દર્પણ અને અંજનની પેટી ધારણ કરે છે. ગૌરી કુમારિકા રૂપે છે. ઉમા એ એનું જ રૂપ છે. એનું બીજું રૂપ તે પાર્વતી છે. એના ચાર હાથમાંના બેમાંથી એકમાં શિવની અને બીજામાં દેવગણના પાત ગણેશની મૂર્તિ હોય છે. દુર્ગાનું બીજું એ એક રૂપ છે જે મગરની પીઠ ઉપર ઊભેલું ગણાય છે. બંગાળ તરફ આ રૂપ પૂજાય છે. તોતલા અને ત્રિપુરા ગૌરીનાં બીજાં સ્વરૂપ છે. રંભા દેવી ભક્તજનોની સઘળી મનકામના પૂરી પાડે છે. ભૂતમાતા, યોગનિદ્રા, વામા એ જુદાં જુદાં ફળ આપનારી દેવીઓ છે. શત્રુને સંહારનારી અને ભક્તોને અતુલ સુખ આપનારી જ્યેષ્ઠા દેવી એ એક ભયંકર રૂપ છે. અષ્ટ દેવીઓના એક સમૂહમાં આ દેવી સૌથી મોટી છે. સાવરણી અને છાબડું કે સૂપડું એનાં આયુધ છે અને એનું વાહન ગર્દભ છે. ગુજરાતમાં શીતળા દેવીનું સ્વરૂપ આને જ મળતું છે. અષ્ટ દેવીઓના સમૂહમાં સૌથી નાનીનું નામ મનોમની છે. પોતાના ભક્તજનોના શત્રુનો એ સંહાર કરી નાખે છે. વારુણીચામુંડા અને રક્તચામુંડા એ દેવીયુગલ છે. રક્તચામુંડા સકલ સૃષ્ટિમાં વ્યાપ્ત થવાની શક્તિ ધરાવે છે. ઉપર જણાવેલ ઉપરાંત શિવદૂતી, યોગેશ્વરી, ભૈરવી, ત્રિપુરભૈરવી, શિવા, કીર્તિ, સિદ્ધિ, રિદ્ધિ, ક્ષમા, દીપ્તિ, રતિ, શ્વેતા, ભદ્રા, જયા અને વિજયા, કાલી, ઘંટાકરણી, જયંતી, દિતિ, અરુંધતી, અપરાજિતા, સુરભિ, કૃષ્ણા, ઇંદ્રાણી, અન્નપૂર્ણા, તુલસી દેવી, અશ્વારૂઢા દેવી, ભુવનેશ્વરી, બાલા અને ગજમાતંગી એ શૈવ સંપ્રદાયની ઇષ્ટ દેવીઓ છે. જેમ શૈવ તેમ જ વૈષ્ણવ અને બાહ્ય સંપ્રદાયને અંગે પણ ખાસ દેવીઓ છે. આ દેવીઓ તે તે દેવની સ્ત્રીરૂપે મનાય છે. વિષ્ણુની સ્ત્રી લક્ષ્મી છે. ક્ષીરસાગરના મંથન સમયે તેમાંથી અમૃત અને બીજાં રત્નો નીકળ્યાં હતાં. લક્ષ્મી પણ તેમાંથી નીકળેલું એક રત્ન જ છે. શ્રી, પદ્મા અને કમલા એ એનાં બીજાં નામ છે. લક્ષ્મીની મૂર્તિ નૂતન યૌવન પ્રાપ્તા કુમારિકા જેવી છે. એનાં નેત્ર કલમની પાંખડી જેવાં છે. એ સુભ્રૂ, ભરાવદાર ગરદનવાળી અને ખીલેલી સુંદર કટીવાળી છે. એ કમળની માળા પહેરે છે. એની મૂર્તિની બંને તરફથી હાથણીઓ પોતાની ઊંચી કરેલી સૂંઢમાં કળશો લઈ એના ઉપર ઠાલવતી હોય એમ ઊભી રખાય છે. આ દેવી પોતાના ભક્તોને સમૃદ્ધિવાન બનાવે છે. ભૂમી અથવા ભૂદેવી એટલે પૃથ્વીની દેવી એ વિષ્ણુની પ્રિયતમા મનાય છે. વિષ્ણુના વરાહ અવતારની સાથે આ દેવીની યોજના સમજાય છે. એ અવતારમાં વિષ્ણુ ભગવાને જળમાં જતી રહેતી પૃથ્વીને પોતાની દાઢની અણી ઉપર ચડાવીને તરતી કરી હતી. લક્ષ્મી અને ભૂદેવી સિવાય બીજા અવતાર પરત્વે બીજી દેવીઓ પણ વિષ્ણુના સંબંધની ગણાય છે. રામની સ્ત્રી સીતા તેમજ રુક્મિણી, સત્યભામા અને રાધા એ શ્રીકૃષ્ણની સ્ત્રીઓ છે. વિષ્ણુની જગન્નાથ તરીકેની મૂર્તિ સાથે કૃષ્ણની બહેન સુભદ્રા પૂજાય છે. જ્ઞાનની દેવી સરસ્વતી બહુધા બ્રહ્માની જોડે સંબંધ ધરાવે છે. બ્રહ્મા ઈશ્વરનું સરજનહાર રૂપ હોઈ સરસ્વતી તેમની પુત્રી લેખાય છે. સરસ્વતી ગૌરાંગી અને ચતુર્ભુજા હોઈને શ્વેત કમળ ઉપર બેઠેલી હોય છે. એને વસ્ત્રો પણ શ્વેત જ પહેરાવાય છે. એનો એક જમણો હાથ અક્ષમાલાવાળો અને બીજો જમણો હાથ વ્યાખ્યાનમુદ્રા કરેલો હોય છે. એક ડાબા હાથમાં પુસ્તક અને બીજામાં શ્વેત કમળ હોય છે. એની આજુબાજુ મુનિગણ સ્તુતિ કરતું ઊભેલું હોય છે. વિષ્ણુધર્માંત્તરમાં આ દેવીનું સ્વરૂપ સહેજ જુદી તરેહનું જણાવ્યું છે. એમાં એ દેવી શ્વેત કમળમાં ઊભેલી અને હાથમાં કમળને બદલે કમંડળ અને વ્યાખ્યાનમુદ્રાને બદલે વીણા ધારણ કરેલી કહી છે. આ દેવી કેટલીક વખત વિષ્ણુ અને કેટલીક વખત શિવની સાથે સંબંધ ધરાવતી પણ મનાય છે. ખરૂં જોતાં લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી એ એક જ દેવીનાં રૂપ છે. વળી દેવીઓનો એક બીજો સમૂહ છે. એ દેવીઓને માતૃકા કહે છે. એમની સંખ્યા સાત હોવાથી એમને સપ્તમાતૃકા કહે છે. સપ્ત માતૃકાના જન્મ સંબંધી કહેવાય છે કે, દિતિને ઉદરે કશ્યપને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એવા બે પુત્રો ઉત્પન્ન થયા હતા. વિષ્ણુએ વરાહ અને નૃસિંહ બે અવતાર ધારણ કરીને આ બંને ભાઈઓનો વધ કર્યો હતો. હિરણ્યાક્ષનો દીકરો પ્રહ્લાદ વિષ્ણુનો ભક્ત હતો. એણે દુનિયાદારીની જંજાળ તજી દીધી હતી. એની પછી અંધકાસુર નામે અસુરોનો અધિપતિ થયો હતો. એ અસુરે ઉગ્ર તપ કરીને બ્રહ્મા પાસેથી ઘણાં વરદાન પ્રાપ્ત કરવાથી તે ઘણો જ બળવાન બની ગયો હતો. પછી એણે દેવોને ઘણા સતાવવા માંડ્યા હતા. દુઃખાર્ત દેવો શિવની પાસે ફરિયાદ કરવા કૈલાસ ગયા. દેવોની ફરિયાદ શિવ સાંભળતા હતા તેવાં જ આ અસુરરાજ પાર્વતીનું હરણ કરવાને કૈલાસમાં આવી પહોંચ્યો. શિવ એની જોડે યુદ્ધ કરવા તત્પર થઈ ગયા. એમણે, વાસુકિ, તક્ષક અને ધનંજય જાતના નાગોને કમરબંધ અને વલય તરીકે બાંધી લીધા. નીલ નામનો એક દૈત્ય શિવને છાનામાના મારી નાખવાનો સંકેત કરીને હાથીનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. નંદીને આ વાતની ખબર પડવાથી એણે વીરભદ્રને કહ્યું. એણે સિંહનું રૂપ ધારણ કરીને હાથીને મારી નાખ્યો. આ હસ્તીચર્મ વીરભદ્રે શિવને નજર કર્યું. શિવે એ ચર્મને ઉત્તરીય તરીકે ઓઢી લીધું. પછી શિવ વિષ્ણુ અને બીજા દેવો સાથે અસુરની સામે ગયા. યુદ્ધમાં વિષ્ણુ અને બીજા દેવોને નાસવું પડ્યું. શિવે બાણ મારીને અસુરને ઘાયલ કર્યો. એના ઘામાંથી ઘણું જ રક્ત વહેવા માંડ્યું. એના રક્તના ભોંય ઉપર પડતા દરેક ટીપામાંથી બીજો અંધકાસુર ઉત્પન્ન થતો આ પ્રમાણે હજારો અંધકાસુર સાથે શિવને યુદ્ધ કરવું પડ્યું. શિવે મૂળ અંધકાસૂરનાં શરીરમાં પોતાનું ત્રિશૂળ ભોંકી દીધું અને પોતે નૃત્ય કરવા લાગ્યા. વિષ્ણુએ પોતાના ચક્ર વડે છાયા અંધકાસુરો જેઓ રક્તબિંદુઓમાંથી ઉદ્ભવ્યા હતા તેનો સંહાર કર્યો. અસુરનાં રક્તબિંદુઓ પૃથ્વી ઉપર પડતાં અટકાવવાને શિવે પોતાના મુખમાંથી ઝરતા અગ્નિમાંથી યોગેશ્વરી નામે શક્તિ એટલે માતૃકા પેદા કરી. ઇંદ્ર અને બીજા દેવોએ પણ પોતપોતાની શક્તિઓ જેવી કે, બ્રહ્માણી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી અથવા વારાઈ અથવા વેરાઈ માતા, ઇંદ્રાણી અને ચામુંડાને આ વખતે મદદ કરવા મોકલી હતી. આ દેવીઓ તે બ્રહ્મા, મહેશ્વર, કુમાર, વિષ્ણુ, વરાહ, ઇંદ્ર અને યમ એની સહચારિણીઓ થઈ પોતાના પતિઓના જેવાં જ વાહન ઉપર બેસીને તેમના જેવાં જ આયુધો લઈને અને તેમના જેવી જ ધ્વજા ફરકાવતી આવી હતી. વરુહપુરાણમાં યોગેશ્વર વગેરે થઈને સાત એટલે આઠ માતૃકા જણાવેલી છે. એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આઠ માતૃકાઓ એ મનુષ્યના આઠ નઠારા મનોવિકારના રૂપક માત્ર જ છે. યોગેશ્વરી તે કામ, માહેશ્વરી તે ક્રોધ, વૈષ્ણવી તે લોભ, બ્રહ્માણી તે મદ, કૌમારી તે મોહ, ઇંદ્રાણી તે માત્સર્ય, યમી અથવા ચામુંડા તે પૈશુન્ય અને વારાહી તે અસૂયા. આ પ્રમાણે તે કલ્પનાજન્ય દેવીઓ છે. સપ્ત માતૃકાઓ અંધકાસુરનાં રક્તબિંદુઓ ભોંય ઉપર પડે તે પહેલાં ચાટી જતી હોવાથી નવા અંધકાસુર ઉત્પન્ન થતા અટકી ગયા હતા. છેવટે અંધકાસુરની આસુરી માયા શિથિલ પડી ગઈ અને શિવે પોતે વરદાન આપ્યું હતું તો યે એનો પરાજય કરી સંહાર કર્યો. જ્યેષ્ઠા દેવીની પૂજા ઘણા જૂના કાળથી ચાલી આવતી હોય એમ જણાય છે. તેની ધ્વજામાં કાગડાનું ચિહ્ન હોય છે. એનું આયુધ સાવરણી અને વાહન ગર્દભનું છે. સમુદ્રમંથન કરતી વખતે લક્ષ્મી નીકળ્યા પહેલાં એ નીકળી હતી. એની સાથે લગ્ન કરવાને કોઈ તત્પર ન હોતું, પણ કપિલ ઋષિ એને લઈ ગયા, માટે એ કપિલપત્ની કહેવાય છે. દક્ષિણ હિંદુસ્તાનની આ દેવી શીતળા દેવી કહેવાય છે. પરાશક્તિએ વામારૂપે સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોધન અને અનુગ્રહ એ પાંચ કૃત્યો કર્યાં. પરાશક્તિએ જાતે આઠ તત્ત્વો જણાવવાને આઠ જુદાં જુદાં ધારણ કર્યાં. પૃથ્વીમયી રૂપ તે વામા, જલરૂપિણી તે જ્યેષ્ઠા, અગ્ન્યાકારા તે રૌદ્રી, વાયવાકારા તે કાલી, આકાશરૂપિણી તે કલવિકર્ણી, ચંદ્રરૂપિણી તે બલવિકર્ણી, સૂર્યરૂપા તે બલપ્રમથની. બલપ્રમથીનાં બીજાં બે રૂપો છેઃ આત્મરૂપીરૂપે સર્વભૂતદમની અને પરાશક્તિરૂપે મનોમંથી દેવી અને જગતની ઉત્પત્તિની વિગત દર્શાવતો કોઠોઃ મૂળ ઈશ્વરી જે પ્રધાના કહેવાય છે તેણે સૃષ્ટિ રચવાની ઇચ્છા થતાં પોતાના અંશમાંથી ત્રણ દેવીઓ સરજીઃ મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાળી. એ દરેકે એકેક પુત્ર અને એકેક પુત્રી સરજાવી. એ ભાઈબહેનોનાં ત્રણ જોડકામાંથી હિરણ્યગર્ભ અથવા પદ્મજ એટલે બ્રહ્માએ પોતાની બહેન પદ્મા એટલે લક્ષ્મી વિષ્ણુને પરણાવી. રુદ્રે પોતાની બહેન સરસ્વતીને બ્રહ્માને અને વિષ્ણુએ પોતાની બહેન આદ્યા અથવા કાલી શિવને એટલે રુદ્રને પરણાવી. પછી એ જોડકામાંથી ત્રિગુણાત્મક સૃષ્ટિ ઉત્પન્ન થઈ. મહાસરસ્વતી તે સત્ત્વગુણાત્મરૂપ, મહાલક્ષ્મી તે રજોગુણાત્મરૂપ અને મહાકાળી તે તમોગુણાત્મકરૂપ છે. રુદ્ર અને આદ્યા અથવા કાલીમાંથી બધી તમોગુણાત્મક સૃષ્ટિ, વિષ્ણુ અને પદ્મામાંથી રજોગુણાત્મક સૃષ્ટિ, અને હિરણ્યગર્ભ અથવા બ્રહ્મા અને સરસ્વતીમાંથી સત્ત્વગુણાત્મક સૃષ્ટિ થઈ. વધુ + | ( પુરાણ ) એ નામની એક અપ્સરા. | એ નામની વનસ્પતિ; પૃક્કા. | એ નામની વનસ્પતિ; શાલપર્ણી. | એ નામનો એક છોડ; મોરવેલ. | કપૂરીમધુરી. | જહાજના કિનારા ઉપરની લાકડી. | ( જૂ. ગુ. ) દેવચકલી; શ્યામા. | દેવની સ્ત્રી; દેવાંગના; દેવતા. | દ્વિજ સ્ત્રી; બ્રાહ્મણ સ્ત્રી. | નાગરમોથ. | પરમેશ્વર. વધુ + | પ્રફુલ્લ વદનવાળી, સુલક્ષણવાળી અને પરહિતમાં તત્ત્પર રહેનારી સ્ત્રી. | મહાદ્રોણી નામની વનસ્પતિ. | રવિસંક્રાંતિ. | રાણી; પટરાણી. દેવી પદ સંસ્કૃતમાં રાણીને માટે વપરાય છે. સંસ્કૃત નાટકોમાં ઉચ્ચ નાયક વગેરે તેમની સ્ત્રીને દેવી કહે છે. સ્ત્રી જેમ પતિને આર્યપુત્ર કહે છે, તેમ પતિ સ્ત્રીને દેવી કહે છે. | લાકડાનું એક જાતનું મજબૂત ચોકઠું. | ( પુરાણ ) વરુણની એ નામની સ્ત્રી. એના પુત્રનું નામ બલ હતું. | વાંઝણી કંટોલી. | શીતળા; માતાનો રોગ. વધુ + | આચારવાળી સ્ત્રી. | સફેદ ઇંદ્રાયન. | ગૌરવવાચક તરીકે આ શબ્દ વપરાય છે. | સ્ત્રીના નામને અંતે લગાડાતો ગૌરવવાચક શબ્દ. જેમકે, ઉષાદેવી. | હરડે. તે શંકરના ભુવનમાં થયેલી મનાય છે, માટે તેને દેવી કહે છે. | એકસો આઠ માંહેનું એ નામનું એક ઉપનિષદ.
ishta-dev
કુળદેવ. | મનગમતો દેવ; એની ઉપર આસ્થા બેઠીક હોય તે દેવ. | મંત્રતંત્રથી ઉપાસેલ દેવ.

this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only

Kãm-Dev
કામભોગની ઇચ્છાનો કલ્પિત દેવ; મદન; અનંગ; સ્મર; મનોભૂ; રતિપતિ. કામદેવનાં પાંચ બાણ છે: કેટલાકને મતે અરવિંદ, અશોક, આંબાનો મોર, નવમાલિકા અને નીલોત્પલ. બીજાના મતે સંમોહન, ઉન્માદન કે ઉન્માદક, શોષણ, તાપન અને સ્તંભન. કામદેવનાં પાંચ બાણ ઉપર કમળ, આસોપાલવનું ફૂલ, સરસવનું ફૂલ, આંબાનો મોર અને ભૂરૂં કમળ એ નામનાં પાંચ ફૂલ છે. કેટલાક ચંપો, આંબાનો મોર, નાગકેસર, કેવડો અને બીલીફૂલ એમ પણ કહે છે. કામદેવ એ કૃષ્ણ રુકિમણીનો દીકરો મનાય છે. તેની સ્ત્રી રતિ, તેનો મિત્ર વસંત, તેનું વાહન કોયલ, તેનું અસ્ત્ર ફૂલનું ધનુષ્ય બાણ છે. તેની ધજા ઉપર માછલીનું ચિહ્ન છે. કહેવાય છે કે જ્યારે સતીનો પરલોકવાસ થયો ત્યારે શિવજીએ વિચાર કર્યો કે હવે વિવાહ ન કરવો. આવો નિશ્ચય કરી સમાધિ લગાવી. તેવામાં તારકાસુરે ઘોર તપ કરી એવું વરદાન માગ્યું કે મારૂં મોત શિવજીના પુત્રથી થાય અને તે પછી તેણે દેવતાઓને સતાવવા માંડ્યા. આથી દુ:ખી થઇ દેવતાઓએ કામદેવને શિવની સમાધિનો ભંગ કરવા કહ્યું. કામદેવે શિવની સમાધિ તોડાવવા તેના ઉપર પોતાનાં બાણ ચલાવ્યાં. આથી ગુસ્સે થઇ શિવજીએ તેને ભસ્મ કરી દીધો. આથી તેની સ્ત્રી રતિ વિલાપ કરવા લાગી. શિવજીએ પ્રસન્ન થઇ કહ્યું કે કામદેવ હવે અંગ રહિત રહેશે અને દ્વારકામાં કૃષ્ણને ઘેર તેનો જન્મ થશે. કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર મનાય છે. આ દેવના સન્માન માટે મહા સુદિ પાંચમનો ઉત્સવ થાય છે. તેનાં નામ: અનન્યજ, આત્મભૂ, ઇરાજ, ઇશ્મ, કંજન, કિંકર, મદ, રમ, રમણ, સ્મર, ભવજ, મનોજ, પ્રદ્યુમ્ન, કાર્ષ્ણી, માયી, માયાસુત, શ્રીનંદન, અભિરૂપ, દર્પક, દીપક, ગદયિત્નુ, ગૃધુ, ગૃત્સ, કમન, ખરુ, કંદર્પ, કંતુ, કલાકેલિ, માર, મધુદીપ, મુહિર, મુર્મર, રાગવૃંત, રૂપાષ્ટ્ર, રતનારીચ, શમાંતક, સંસારગુરુ, શૃંગારયોનિ, તિથ, વામ, કુસુમાયુધ, પુષ્પધન્વા, પુષ્પશર, મકરકેતુ અને પુષ્પકેતન. | વિષ્ણુનાં હજાર નામ માંહેનું એક. ધર્માદિ ચારે પુરુષાર્થની ઇચ્છાવાળાઓથી તેની કામના કરાય છે તેથી તે કામ કહેવાય છે. | વીર્ય. | વૈદ્યક પ્રસિદ્ધ એક ઘીની બનાવટ. | શિવ. | સંભોગની ઇચ્છા. | સામવેદનો એક ઋષિ.
Kapil-Dev
જુઓ કપિલ ૩.
Varun-Dev
જલદેવ; જલાધિપતિ; સમુદ્રનો દેવ.
Vãsudev
આત્મા. | ( જૈન ) ચક્રવર્તી કરતાં અર્ધું બળ ધરાવનાર ત્રણ ખંડનો રાજા. દરેક કાળચક્રમાં નવ વાસુદેવ થાય છે. તેમનાં નામ આ પ્રમાણે છેઃ ત્રિપૃષ્ટ, કિન્નર, સ્વયંભૂ, પુરુષોત્તમ, સિંહપુરુષ, પુંડરિક, દત્ત, લક્ષ્મણ અને શ્રીકૃષ્ણ. | પીપળો. | લીલાવતારમાં વાસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ. આચાર્ય આનંદશંકર ધ્રુવ લખે છે કેઃ મહાપુરુષનું જીવનચરિત એ જગતનો કૂટપશ્ન છે. એમાં પણ પરમ પુરુષ શ્રીકૃષ્ણનું જીવન એમની માયા જેવો અલૌકિક કૂટપ્રશ્ન છે. કાર્યાકાર્યવિચારણાપરાયણ કેટલાંક જનોને એમનાં કેટલાંક કાર્યો અનુચિત જણાય છે અને એમની પરમ પુરુષતાની સાથે અવિરોધ કરવો કઠિન લાગે છે. પરંતુ વસ્તુતઃ જેટલા પ્રમાણમાં શ્રીકૃષ્ણનો ભારતજનોના હૃદય ઉપર પ્રભાવ પડ્યો છે તેટલા પ્રમાણમાં તે તે જનોએ શ્રીકૃષ્ણની કલ્પના વધારી છે. એમના ચરિત્રમાં વાસ્તવિક ઇતિહાસ અને રૂપક બંનેનું સંમિશ્રણ કરેલું છે. કેટલાક વિદ્વાનો રૂપકનો અંશ માનતા નથી પરંતુ, મહાભારતના કૃષ્ણ અને હરિવંશ, વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, ભાગવતપુરાણ, વગેરેના કૃષ્ણ એમ બે કૃષ્ણને જુદા કરે છે અને એકને મહાપુરુષ અને બીજાને તેનાથી વિપરીત માને છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ભાગવતાદિના કૃષ્ણનો ત્યાગ કરી મહાભારતના કૃષ્ણનું બહુ ગૌરવ કરે છે. ડૉ. રામકૃષ્ણ ભાંડારકર ભાગવત ( ભક્તિ ) ધર્મપ્રવર્તક સાત્વત ક્ષત્રિયવર વાસુદેવ કૃષ્ણ અને ગોકુલનિવાસી ગોપાલકૃષ્ણ એમ ભેદ માને છે અન એક પ્રાચીન મહાભારતના અને બીજા પાછળથી રચાયેલા હરિવંશાદિના છે એમ કહે છે. પરંતુ ભાગવતધર્મનો આરંભ અતિ પ્રાચીન છે. બૌદ્ધ અથવા જૈન ધર્મથી પણ એ પ્રાચીન છે. બૌધધર્મના સુત્તમાં પણ એ જાતનું સૂચન છે અને પતંજલિમહાભાષ્ય, મેગેસ્થનીસ, ભાસનાં નાટકો અને અનેક શિલાલેખોના પ્રમાણ ઉપરથી એ ધર્મની પ્રાચીનતા-ખ્રિસ્તી ધર્મથી એની પૂર્વતરતા-હવે નિર્વિવાદ રીતે સિદ્ધ થઈ છે. પરંતુ ગોપાલકૃષ્ણના વિષયમાં મોટી શંકા રહી છે. ડૉ. રામકૃષ્ણ એમ બતાવે છે. કે, મહાભારતની દક્ષિણ હિંદુસ્તાનની પ્રતમાં ઘણો ભેદ છે. એમાં એક ભેદ એ છે કે, સભાપર્વમાં ગોકુલનું જીવન દક્ષિણ મહાભારતમાં મળી આવે છે; પરંતુ ઉત્તરના મહાભારતમાં મળતું નથી. કૃષ્ણ ગોપ છે એટલે જરાસંધ એની સાથે લડવાનું સ્વીકારતો નથી એમ દક્ષિણની પ્રતમાં કહ્યું છે; ઉત્તરની પ્રતમાં નહિ. વિષ્ણુના અવતારના વર્ણનમાં દક્ષિણની પ્રતમાં ગોપાલકૃષ્ણનો ઉલ્લેખ છેઃ ઉત્તરની પ્રતમાં એ નથી. સભાપર્વમાં શિશુપાલ કહે છે કે, કૃષ્ણે પૂતનાને મારી અને ભીષ્મે ગોકુલમાં કરેલાં કાર્યોની સ્તુતિ કરી; પરંતુ ભીષ્મની એ સ્તુતિમાં એ ભાગ મળતો નથી. મહાભારતમાં ગોવિંદ શબ્દ આવે છે પરંતુ એ શબ્દનો અર્થ ભાગવત ગોપેંદ્ર કરે છે એવો મહાભારતમાં અર્થ નથી; પરંતુ નષ્ટાં ચ ધરણીં પૂર્વમવિન્દ વૈ ગુહાગતમ્ ઇત્યાદિ વચનમાં ગાં ધરણીં પૃથ્વીં વિન્દતિ લભતે અસૌ ગોવિંદઃ એવો અર્થ નજરે આવે છે. આ ઉપરથી ડૉ. ભાંડારકર એવો તર્ક કરે છે કે, મહાભારતકારને ગોપાલકૃષ્ણનું ભાન હોત તો ગોવિંદ શબ્દનો અર્થ ભાગવતની રીતથી ગોપેંદ્ર કર્યો હોત અને ગામવિન્દમ્ એવો કર્યો ન હોત. હરિવંશમાં ગોપાલકૃષ્ણનું ભારે ગૌરવ કર્યું છે. પરંતુ એ પુસ્તક ઈસવીસન પછી ત્રીજા શતકમાં રચાયું છે કારણ, એમાં રોમનસિક્કા દીનારનો ઉલ્લેખ દેખાય છે. ગોપાલકૃષ્ણની આભીર જાતિ હિંદુસ્તાનમાં ખ્રિસ્તી સન પછી પહેલી સદીમાં આવી અને એણે ક્રાઈસ્ટ શબ્દને સ્થાને કૃષ્ણ શબ્દ મૂકી દીધો. આ કથનને હું પૂર્વપક્ષરૂપર અર્થાત્ વિચાર કરવા યોગ્ય પણ ખંડન કરવા યોગ્ય ગણું છું. હરિવંશને પરમ પૂજ્ય વિદ્વદ્વર દીનારક પ્રયોગના કારણે ત્રીજા સૈકામાં મૂકે છે તે ઠીક નથી. જે અધ્યાયમાં એ શબ્દ મળી આવે છે તે બીજા અધ્યાયમાં એ શબ્દ મળી આવે છે તે બીજા અધ્યાયોની સરખામણીમાં બહુ જ લાંબો ૧૨૫ શ્લોકનો બનેલો છે અને એના આરંભના શ્લોકનો એના પહેલાંના અધ્યાયની સાથે કંઈ પણ સંબંધ નથી; એથી એમાં એ ક્ષેપક છે એમ સકારણ શંકા થાય છે. અર્થાત્ એક અધ્યાય અથવા અધ્યાયના શ્લોકથીસમસ્ત હરિવંશની અર્વાચીનતા સિદ્ધ થઈ શકતી નથી. પતંજલિના મહાભાષ્યમાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ૧૫૦ વર્ષ ઉપર કંસવધનો ઉલ્લેખ છે એની પણ કંઈ કીમત હોવી જોઈએ; વળી ભાસનાં નાટક પણ આમાં બહુ જ પુષ્ટિ આપે છે. એક બીજી વાતઃ બૌદ્ધગ્રંથ ઘટજાતકમાં કંસની બહેન દેવગભ્ભાના પુત્ર વાસુદેવને અંધકવેણ્હુ અને એની પત્નિ નંદગોપાને સુપ્રત કરેલ છે એમ કહ્યું છે. બધાં જાતકો પ્રાચીન નથી એમ કહેવું કબૂલ છે; પરંતુ કૃષ્ણ જે અંધક અથવા વૃષ્ણિ વંશના હતા તેને અંધવંશ બનાવી દીધા છે અને નંદના સ્થાને નંદગોપા નામની સ્ત્રી બનાવી દીધી છે. આવી ગરબડ શક્ય હોઈ શકે તે માટે મૂળ કથા અને જાતક વચ્ચે સારું અંતર રાખવું જોઈએ. આ પ્રમાણે મહાવીર સ્વામીની કથામાં પણ દેવાનંદાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં ગયાની કથાનો ભાગ છે. એ પણ કૃષ્ણજન્મની પ્રાચીનતર કથાનું જ રૂપાંતર છે અને આ બંને વચ્ચે પણ અંતર જોઈએ ઇત્યાદિ અનેક રીતે પૂર્વોક્ત પૂર્વપક્ષને શિથિલ કરી શકાય. પરંતુ આથી પણ વિશેષ વિચારવા લાયક સ્થિતિ છે કૃષ્ણની ગોપકથાને હું ઈસવીસનના પહેલા સૈકામાં આભીર લોક હિંદુસ્તાનમાં આવ્યા તે પહેલાં મૂકું છું. મારું સવિનય માનવું છે કે, કૃષ્ણ-ગોપની કથા તો ભૂતકાળમાં વેદથી ચાલી આવે છે. ઋગ્વેદ સંહિતાના વિષ્ણુસૂક્તમાં વિષ્ણુર્ગોપા અદાભ્યઃ- વિષ્ણુ કોઈથી દબાય નહિ એવો ગોપ છે એમ કહ્યું છે. વળી વિષ્ણુલોકમાં યત્ર ગાવો ભૂરિશૃંગા અયાંસઃ- મોટાં શીંગડાંવાળી ગાયો છે એવું વર્ણન કર્યું છે. અર્થાત્ કૃષ્ણ અને અર્જુનનું સખ્ય, નરનારાયણ દ્વારા દ્વા સુપર્ણા સયુજા સખાયા ઇત્યાદિ ઉપનિષદ વાક્યમાં થઈને છેક ઋગ્વેદ સંહિતા પર્યંત લઈ જઈ શકાય તેમ છે. આ પ્રમાણે કૃષ્ણનું ગોપ બનવું તે વેદમૂલક છે, ખ્રિસ્તી આભીર લોકની જનશ્રુતિ મૂલક નથી. વળી કૃષ્ણનું ક્રિસ્ત થાય છે પણ ક્રિસ્તનો કૃષ્ણ તો માત્ર કલ્પના છે. હજી એક પ્રશ્ન થાય કે, કૃષ્ણની કથાને હું ઐતિહાસિક માનું છું કે રૂપક માનું છું. કૃષ્ણ દેવકીપુત્રનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે અને ત્યાં સિદ્ધાંત પ્રતિપાદન કરવામાં આવ્યો છે તે ભગવદ્દગીતાના સિદ્ધાંતને અનુકૂળ છે. શતપથબ્રાહ્મણમાં મહાભારતના બીજા કેટલાક પુરુષોનો ઉલ્લેખ છે. આ બધું વિચારતાં હું કહી શકું છું કે, કૃષ્ણ ઐતિહાસિક પુરુષ છે. પરંતુ કેટલાક અંશમાં એની કથા ઉપર બતાવ્યું તે પ્રકારનું રૂપક પણ છે. કેટલાક અંશ કેવળ રૂપક અને કેટલાક ઐતિહાસિક છે, કેટલાક બંને છે. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. બધાં પ્રાણી તેમનામાં વસે છે તથા બધાં પ્રાણીઓમાં તે વસે છે તેથી વિષ્ણુ ભગવાન વાસુદેવ કહેવાય છે. | એકસો આઠ માંહેનું એ નામનું એક ઉપનિષદ. | શ્રવણ નક્ષત્ર.
Vãyu-Dev
પવન દેવ; વાયુ દેવતા.