Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
3 resultsfor “dhãm” · clear
- Akshardhãm
- જુઓ અક્ષયધામ.
- Amrutdhãm
- નિર્વાણપદ, કેમકે ત્યાં મરણ નથી. | વાયુલોક.
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only
- dhãm
- ( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે સોરઠા છંદનો એક ભેદ છે. | ચારદીવારી; શહરપનાહ; કોટ; કિલ્લો. | ડમરો. | મહાભારતમાં જણાવેલ એ નામનો એક દેવતા. | મુસલમાન કોમનું સમગ્ર જમણ. | શોભા. | અવસ્થા; ગતિ. | આશ્રય. | એ નામે એક દેવગણ. | એક જાતનું નાનું ઝાડ. | કાયદો. | કારજ; મરેલ પાછળ કરવામાં આવતું ભોજન. | કુટુંબનું માણસ; ઘરની વ્યકતિ. | ઘર; સદન; ગૃહ; ગેહ; આલય. | જ્ન્મ; ઉત્પતિ. | તેજ; જ્યોતિ; કાંતિ. વધુ + | દેહ; શરીર; તન. વધુ + | દોડ; ઉતાવળ. | ધન. | પરમાત્માનું નિવાસથાન. હિંદમાં ચાર ધામ મનાય છે. ઉત્તરમાં બદરીકેદાર, પૂર્વમાં જગન્નાથપુરી, દક્ષિણમાં રામેશ્વર અને પશ્ર્ચિમમાં દ્વારકા. | પરમેશ્વર. | પરલોક. | પવિત્ર જગ્યા; પુણ્યસ્થળ; તીર્થસ્થાન. વધુ + | પ્રકાશનું કિરણ | પ્રભાવ; પ્રતાપ. | બેડી; બંધન. | બ્રહ્મ. | ભવ્યતા; મોટાઇ. | મંદિર; દેવળ. | મુખ; મોઢું. વધુ + | વર્ગ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. તે પરમજ્યોતિ છે તેથી, વળી સર્વ કામનાઓના આધાર હોવાથી અને સર્વને ઠરવાનું ઠેકાણું પણ ભગવાન હઇ વિષ્ણુને ધામ કહેવાય છે. | વૈભવ. | શક્તિ; બળ. | શ્રેષ્ઠપણું. | સંઘ; સમૂહ. | સ્થાન; રહેઠાણ; નિવાસ. વધુ + | સ્વભાવ. | સ્વર્ગ; અક્ષરધામ. જે ધામને બીજા કોઇ ધામની ઉપમા દેવાતી નથી એ અક્ષરધામ કહેવાય છે. નિત્ય-નિમિત્ત પ્રલયમાં જીવકોટિને દેવકોટિના સ્થાનનો નાશ થાય છે. પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ લીન થાય છે. આત્યંતિક પ્રલયમાં તો તે પુરુષ પણ અક્ષરબ્રહ્મના પ્રકાશમાં લીન થાય છે. એક અચળ સ્થાન અક્ષરધામ જ છે. વધુ +