Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “dhãrnã” · clear
- dhãrnã
- અક્કલ; બુદ્ધિ. | અમુક દેશમાં ચિત્તને સ્થિર કરવું તે; અંગૂઠા, ઘૂંટી, ગોઠણ, સાથળ, મૂળાધાર, લિંગ, નાભિ, હ્યદય, ગ્રીવા, કંઠ, લંબિકા, નાસિકા, ભ્રમરોનું મધ્ય, મસ્તક, મસ્તકનો ઊપરનો ભાગ અને દ્વાંદશાંત એટલાં સ્થાનમાં પ્રાણને રોકવો તે હૃદયકમલ આદિ સ્થાનોમાં લાંબો વખત સુધી મનનું સ્થાપન કરવું તે ધારણા કહેવાય છે. એવી ધારણા દૃઢ થવાથી ધ્યાન બને છે. વધુ + | આકલન; પ્રતિપત્તિ. | આકાંક્ષા; અપેક્ષા; આશા. | આડસરના ટેકારૂપ થાંભલી. | ઇચ્છા; અભિલાષા. | ઇરાદો; મનસૂબો; ભાવ; વિચાર. | એ નામનો એક યોગ. તે જેઠ માસની સુદિ આઠમથી અગિયારશ સુધીમાં એક ખાસ વાયુ ચાલવાથી થાય છે. આવતું ચોમાસું સારૂં થશે કે કેમ તેનો નિશ્ર્ચય આ યોગ ઉપરથી થાય છે. આ યોગ વરસાદનો ગર્ભધારણનો યોગ મનાય છે, તેથી તેને ધારણા કહે છે. | તર્ક; કલ્પના. | નિશ્ર્ચય; સંકલ્પ. | ( જૈન ) મતિજ્ઞાનના ચાર માંહેનો એક ભેદ. અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા એ ચાર મતિજ્ઞાન ના ભેદ છે. જે જ્ઞાન થી જાણેલા પદાર્થમાં કાળાંતરમાં સંશય અને વિસ્મરણ ન હોય તેને ધારણા કહે છે.અવાયરૂપ નિશ્ર્ચય કેટલાક સમય સુધી કાયમ તો રહે છે, પણ પછી મન બીજા વિષયોમાં ચાલ્યું જતું હોવાથી તે નિશ્ર્ચય લુપ્ત થઇ જાય છે; છતાં તે એવો સંસ્કાર મૂકતો જાય છે કે જેથી આગળ કોઇ યોગ્ય નિમિત્ત મળતાં એ નિશ્ર્ચિત વિષયનું સ્મરણ થઇ આવે છે. આ નિશ્ર્ચયની સતત ધારા, તજજ્ન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધા મતિવ્યાપાર ધારણા છે. | મનની સ્થિરતા. | મનમાં ધારેલો વિચાર; વિચાર; ખ્યાલ. | મનમાં પડતી છાપ. | મનોવૃતિ જ્યાં જ્યાં જાય તે તે સ્થળે બ્રહ્મદર્શન કરવું તે. | માન્યતા; મંતવ્ય. | ( વેદાંત ) મૂલાધાર; સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા એ છ ચક્રોમાંથી તે એકમાં ચિત્તનું સ્થાપન. | યોગનાં આઠ માંહેનું એક અંગ; એકાગ્રતા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણ, ધ્યાન અને સમાધિ એ યોગના આઠ અંગ છે. હઠયોગ પ્રમાણે ધારણા પાંચ છે : પૃથ્વીતત્વની, જલતત્વની, અગ્નિતત્વની, વાયુતત્વની અને આકાશતત્વની. એમાં દરેક તત્વનું પૃથક પૃથક ધ્યાન ધરવામાં આવે છે. અને ચિત્ત સહિત પ્રાણને તેમાં લીન કરવામાં આવે છે. હૃદયમાં પ્રાણવાયુને નિશ્ર્ચલ કરીને પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એ પંચભૂતથી પૃથક પૃથક ધારણા કરવી એ ધારણા છે. જે સ્થાનમાં મન જાય ત્યાં બ્રહ્મનાં સાક્ષાત્કાર નિમિત્તે મન જે સ્થાપના કરે એ ધારણા છે. પ્રાણવાયુનો વ્યાપાર પાંચ ઘડી પર્યંત રોકવો તે ધારણા કહેવાય છે. ધારણાથી મનમાં ધૈર્ય વધવાથી ઉતમૌત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. | રાજાઓની ન્યાયમાર્ગમાં રહેવાની સ્થિતિ; રાજાનું ન્યાયના રસ્તામાં રહેવું તે. | રૂનું ત્રણ મણનું વજન. | વિચારણશક્તિ. | વિનય. | સમાધિનું એ નામનું એક સાધન; લક્ષ્યનો નિશ્ર્ચય. પ્રત્યાહાર એટલે મનોવૃતિનું એકત્રીકરણ, ધ્યાન એટલે લક્ષ્યનું અવલોકન, ધારણા એટલે લક્ષ્યનો નિશ્ર્ચય અને સમાધિ એટલે લક્ષ્યમાં લય એટલાં અંતશ્ર્ચતુરંગ સાધન છે. | સંયમ, ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેને સંગમ કહે છે. | ( વેદાંત ) સાર અસારના નિશ્ર્ચયપૂર્વક ઉત્તર આપતી વખતે સ્મરણ યોગ્યતાનું સંપાદન. | સ્થિરપણું. | સ્મરણશક્તિ; યાદશક્તિ; સ્મૃતિ. | હેતુ; નેમ.