Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “gadã” · clear
- gadã
- ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે આનંદવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં દશ ગુરુ અને સિત્તેર લઘુ મળી એંશી વર્ણની નેવું માત્રા હોય છે. | ભિક્ષુક; ભિખારી. | ( જૈન ) ઇંદ્રક નામનું વિમાન. | એક જાતનું હથિયાર; મુદ્ગર; એક જાતનું આયુધ કે જેને ઉપરથી નાળિયેરના જેવો ગોળો અને એ ગોળાની આસપાસ કમરખના જેવા કાંગરા હોય છે; લોખંડના ગોખરૂદાર ગઠ્ઠાવાળી ટૂંકી લાકડી. | એક વનસ્પતિ; કુષ્ઠ. | જ્વાળામુખી પર્વતમાંથી ઊડતા પથ્થર. | પાડલ વૃક્ષ; પાટલ. | બુદ્ધિતત્ત્વ. | મોટું ચોસલું. | વિષ્ણુનું એક હથિયાર. વિષ્ણુએ ગદાસુર નામના રાક્ષસનાં હાડકાંમાંથી એક ગદા બનાવી ધારણ કરી હતી. | શિલા.