Archive/Glossary
એ જ પારિભાષિક શબ્દોના ગુજરાતી અર્થ, સ્રોત પ્રમાણે ચકાસેલા — અમે લખેલા નથી.
2 resultsfor “gnãn” · clear
- gnãn
- ખોજા લોકોની માન્યતા પ્રમાણે વિષ્ણુના ૧૭ માંહેનો આઠમો અવતાર. | ચોસઠ માંહેનો એક આકાશતત્ત્વ દેવતા. જુઓ આકાશતત્ત્વ દેવતા. | પરમાત્મા; ઈશ્વર; ભગવાન. કેમકે તે ચરાચર લોકોને સંપૂર્ણ રીતે જાણે છે. | બોતેર માંહેનો એક આકાશતત્ત્વ દેવતા. જુઓ આકાશતત્ત્વ દેવતા. | વાસુદેવ. | ઇંદ્રિયો દ્વારા કોઈ પણ વસ્તુ અથવા વિષયનું સમજાવું તે; જાણવું તે; ખબર; જાણ; કોઈ પણ બાબતની માહિતી; સમજણ; સંવેદ; બોધ. વધુ + | ઇશ્વર અને જગત સંબંધી સમજણ ગુણ અને તેના કાર્યની જાણ; જેથી આપ્ત વસ્તુ જણાય છે તે; જીવ, માયા ને ઈશ્વરના સ્વરૂપને જાણવું તે; સૃષ્ટિમાંના અનેક પદાર્થોમાં એક જ અવ્યક્ત મૂળ દ્રવ્યની સમજ; જીવાત્મા અને પરમાત્મા સંબંધી સમજ; આત્મજ્ઞાન; બ્રહ્મજ્ઞાન. જ્ઞાન બે જાતનાં છે: પરોક્ષ અને અપરોક્ષ. વળી બીજી રીતે એના પાંચ ભેદ છે: સંશય, ધારાવાહિક, કાર્યજ્ઞાન, આહાર્યજ્ઞાન અને સ્મૃતિ. જેમ લૌકિક ઉપાયો મોક્ષના સાધક નથી તેમ કેવળ કર્મકાંડ પણ મોક્ષદાયક નથી. જ્ઞાન સિવાય મોક્ષ મળી શકતો નથી. પરમાત્માને જાણવાથી જ મોક્ષ મળે છે. જૈન મતે જ્ઞાનના પાંચ પ્રકાર છે: મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યવ અને કેવળ. જ્ઞાન મેળવવાની ત્રણ રીત છે: (૧) પ્રણિપાતેન એટલે કે શિષ્યે ગુરુને નમીને શિષ્યભાવે વિનય અને નમ્રતાથી શીખવાની વૃત્તિથી, (૨) પરિપ્રશ્નેન એટલે કે શંકા સમાધાનવાળી સંવાદાત્મક શૈલીથી સવાલ પૂછીને અને (૩) સેવયા એટલે સેવાભાવે શરણાગતિથી ગુરુ કે આચાર્યને સંતુષ્ટ કરીને ખરૂં જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન સંપાદન કરવાના આ રામબાણ ઇલાજ ત્રણે કાળને માટે જિજ્ઞાસુઓને અતિ ઉપયોગી છે. વળી સંકલ્પ, સંશય, ભ્રાંતિ, સાદ્દશ્ય, નિશ્ચય અને અનુભવ વગેરે જુદા જુદા પ્રકારનાં જ્ઞાન છે. જ્ઞાન તો ઘણાને હોય છે, પણ જ્ઞાનથી કંઈ પ્રભુપ્રાપ્તિ થતી નથી. પ્રભુપ્રાપ્તિ માટે તો સાધકે (૧) દુરાચરણથી તત્કાલ અટકવું જોઈએ. (૨) શાંત મનનાં થવું જોઇએ અને (૩) એકાગ્ર ચિત્તવાળા પણ બનવું રહ્યું. એટલે કે પ્રભુપ્રાપ્તિ અર્થે દુરાચરણથી નિવૃત્તિ, શાંતિ, એકાગ્રતા અને શાંત માનસ કેળવવું ઘટે છે. અખાએ જ્ઞાનને પણ કવિતામાં ઉતાર્યું. ગીતાપંચામૃતમાં જ્ઞાનનું સ્વરૂપ આપતાં કહ્યું છે કે: નિર્માનિત્વ ક્ષમા અદંભીપણું ને શૌર્ય અહિંસા અને, સેવા ગુરુની સ્થિરતા સરલતા ને ચિત્તનો સંયમે, ને વૈરાગ્ય થયો વળી વિષયમાં ને નિરહંકાર ને, દ્દષ્ટિ દોષની જન્મ મૃત્યુ દુ:ખમાં રોગે જરામાંહીં યે, સ્ત્રી પુત્રો ગૃહ આદિમાં ન મમતા કર્મે અનાસક્તિ ને, પામ્યે ઇષ્ટ અનિષ્ટ નિત્ય સમતા જે ચિત્તની હોવી તે, ભક્તિ અવ્યભિચારિણી મુજ વિષે યોગે અનન્યે વળી, એકાંતે નિજ વાસ તેમ અરતિ માનુષસંગે વળી, નિષ્ઠા જ્ઞાન અધ્યાત્મમાં નીરખવો તત્ત્વજ્ઞાનાર્થને, એ સૌ જ્ઞાન કહ્યું જ તે વિણ બીજું સર્વે ય અજ્ઞાન છે. મીમાંસા સિવાય સર્વ દર્શનોએ જ્ઞાનથી મોક્ષ માન્યો છે. જ્ઞાન દ્વારા અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાનનો નાશ થાય છે અને દોષ દૂર થતાં પ્રવૃત્તિ ટળી નિવૃત્તિ આવે છે. નિવૃત્તિથી દુ:ખનો નાશ થાય છે અને દુ:ખના નાશથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અહીં જ્ઞાન શબ્દ પરમાત્મવિષયક જ્ઞાનના સાધનનો વાચક છે. વધુ + | જ્ઞેય પદાર્થકાર વૃત્તિ વડે ભસમાન ચૈતન્ય. | ( જૈન ) નવ માંહેનો એક ક્ષાયિક ભાવ. જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક ભાવ છે. | પ્રતીતિ; અનુભવ. | બુદ્ધિ. | ( યોગ ) બુદ્ધિવૃત્તિના નિરોધરૂપ યોગ. | મનુષ્યના ચૈતન્યમાં થયેલું, ચાલતું અને થવાનું તે જાણવાની વિચારવાની ને ઇચ્છવાની શક્તિ. | વસ્તુઓનું અનિત્યવાદી યથાર્થ દર્શન. | વિદ્યાનું એક પર્વ. સાંખ્ય, યોગ, જ્ઞાન, વૈરાગ્ય, તપ અને ભક્તિ એ વિદ્યાનાં પર્વો છે. | વિધાન; ઉપન્યાસ; નિર્ણય. | ( વેદાંત ) વિષય ચૈતન્યની અભિવ્યંજક એવી અંત:કરણ અને અજ્ઞાનના પરિણામરૂપ વૃત્તિ. વેદાંત પ્રમાણે મનની વૃત્તિ ચૈતન્યના જેટલા ભાગમાં વ્યાપ્ત હોય તેટલા ભાગના વૃત્તિવાળા ચૈતન્યને જ્ઞાન કહેવાય છે. | વેદનો ત્રણ પૈકી એક કાંડ. જુઓ કાંડ. | સમજશક્તિ; વિચારશક્તિ; જ્ઞાનશક્તિ. | સ્વરૂપનું ભાન.
- gnãn-shakti
- ( વેદાંત ) બ્રહ્મ છે અને પ્રકાશે છે એવા વ્યવહારનું કારણ. | ( વેદાંત ) રજોગુણ અને તમોગુણથી પરાભવ નહિ પામેલો સત્ત્વગુણ. | સમજવાની શક્તિ; સમજ; સમજણ; ગ્રહણ કરવાની શક્તિ; બોધશક્તિ. જ્ઞાનશક્તિના ચાર પ્રકાર છે: જ્ઞાતૃ, જ્ઞેય, જ્ઞપ્તિ અને જ્ઞાતા.