Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
6 resultsfor “gun” · clear
- gun
- ( ગણિત ) અવયવ; `ફકૅટર`. | અંશ; વિભાગ. | આવૃત્તિ. | ઇંદ્રિય; શરીરનો ભાગ. | ઉત્કર્ષ; ચડતી. | ઉપકાર. | કાબેલિયત; ડહાપણ; પ્રવીણતા; નિપુણતા. | કાર્ય; પ્રયોજન. | કૃતિનું; રસપ્રદ લક્ષણ. | ગુણાકાર; ગુણાકાર કરવો તે. | ચાર મણનું એક માપ; ગુણી. | તબિયત ઉપર થતી સારી અસર; પ્રભાવ. | ત્યાગ; દાન; છોડી દેવાપણું. | ત્રણની સંજ્ઞા; તગડો. | દોકડો; માર્ક. | નિરાકાર ઈશ્વરમાં ઉત્પત્તિ, સંરક્ષણ અને નાશ કરનારી જે શક્તિ છે તેમાંની દરેક. એ ઉપરથી ત્રિગુણાત્મક શબ્દ છે. એ ગુણોની જ્યારે ઈશ્વરને વિષે કલ્પના નથી હોતી ત્યારે તેને ગુણાતીત કહે છે. | પ્રકૃતિના ત્રણ ધર્મ; સત્ત્વ, રજસ્ અને તમસ્. | પ્રમાનું અસાધરણ કારણ. | પ્રશંસા; વખાણ. વધુ + | ફાયદો; લાભ. વધુ + | ભૂમિતિશ્રેણીનાં પાસપાસેનાં પદોનું ગુણોત્તર જેમકે, ૨, ૬, ૧૮, ૫૪...એમાં ગુણ ૩ છે. | માન; માપવાનું સાધન. | રસોયો. | રાજકાજમાં વપરાતી યુક્તિ પ્રયુક્તિ કે તદબીર. તે છ છે; સંધિ, વિગ્રહ, યાન, આસન, સંગ્રહ અને દ્વૈધીભાવ. | વસ્તુની સ્વાભાવિક ખાસિયત; ભાવ; ધર્મ; જાતિ; સ્વભાવ; મૂળ લક્ષણ; પ્રકૃતિ. | વિદ્યાકળા; હુન્નર. | વિશેષણ. | વિશ્વના ચરાચર પદાર્થના મૂળ ધર્મમાંનો એક. તેનાં નામ; રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, શબ્દ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, બુદ્ધિ, ધર્મ, અધર્મ અને સંસ્કાર. | વ્યવસ્થાપક; દેખરેખ રાખનાર માણસ. | સારાં લક્ષણ; સદ્ગુણ; સદ્વૃત્તિ; શીલ. વધુ + | સ્વરોના ગુણ અને વૃદ્ધિ એ બે ફેરફાર માંહેનો એક. | છાલકું; લગડું. | થેલો; કોથળો. | દોરડું; રજ્જુ. | ધનુષ્યની દોરી; પણછ. | બળદની નાથ. | વર્તુલના કૌંસને જોડનારી લીટી; જયા. | ઝવેરીઓનું દોરી ગાંઠવાનું કામ; સોનાના દાગીના માટે સાંકળી કરવાનું કામ; તારગૂંથણ. | અપ્રધાન; અમુખ્ય. | ગુણેલું; ગણીને વધારેલું; ગણુંસૂચક.
- nirgun
- ( પિગંળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અતિશર્કરા છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં નગણ, બે જગણ, ભગણ અને યગણ મળી પંદર વર્ણ હોય છે. | પરમાત્મા; પરમેશ્વર. ભગવાન શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે ગુણ વગરના મનાય છે. વળી સત્ત્વ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણથી તે પર હોવાથી નિર્ગુણ કહેવાય છે. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણોના અધિષ્ઠાતા છતાં ખરી રીતે તેનામાં ગુણોનો અભાવ હોવાથી તે નિર્ગુણ કહેવાય છે. | એ નામની એક અટક. | બે માંહેની એ નામની એક ઉપાસના. ઉપાસના બે પ્રકારની છે: સગુણ અને નિર્ગુણ. અકાય, અવ્રણ, અસ્નાવિર ઇત્યાદિ શબ્દોથી પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે, ત્યારે પરમાત્મા નિર્ગુણ કહેવાય છે. ઈશ્વર જ્યારે દેહત્યાગ કરે છે ત્યારે નિર્ગુણ એ માન્યતા ખોટી છે. | એ નામની અટકનું માણસ. | એ નામની અટકનું. | કૃતઘ્ની; ગુણ નહિ જાણનાર; નિમકહરામ. | ખરાબ; બૂરું; કોઈ સારા ગુણ વગરનું. | ગુણ રહિત; ગુણ વગરનું; લાગણી વગરનું. | ( ગણિત ) જેના અવયવો ન પાડી શકાય તેવું. | જેના ગુણોની કલ્પના ન થઈ શકે એવું. | મૂર્ખ. | સત્ત્વ, રજસ અને તમસ ગુણથી પર હોય તેવું.
- rajo-gun
- ક્રોધ; તામસ. | પ્રવૃત્તિનો હેતુભૂત ગુણ; દરેક પદાર્થમાં રહેલા સત્ત્વ, રજ અને તમ એ ત્રણ માંહેનો બીજો ગુણ ધર્મ; રાજસીવૃત્તિ; વિષયીગુણ. પ્રાણીમાં જે કામની પ્રવૃત્તિ રહેલી છે તે એ ગુણને લીધે છે. મનુષ્યમાં રજોગુણ, દેનોમાં સત્ત્વગુણ ને દૈત્યોમાં તમોગુણ આગળ પડતો છે. ગર્વ, લોભ, કામ અને ક્રોધ વગેરેની પ્રવૃત્તિ કરાવનારો તે ગુણ છે. રજોગુણથી જીવનું સદૈવ રંજન થાય છે અને કામવાસના સદા જાગ્રત રહે છે તેથી તે રજોગુણ કહેવાય છે.
- sagun
- ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ બૃહતીછંદનો એક ભેદ છે. તેમાં બે નગણ અને એક ભગણ એમ નવ વર્ણ આવે છે. | પરમેશ્વર. કેમકે, તે સર્વ સુખ, પવિત્રતા અનંતકાલ વગેરે ગુણવાળા છે. | ગુણયુક્ત; ગુણવાળું; નિર્ગુણ નહિ તેવું; સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણાંશ જેનામાં હોય તેવું; રૂપ, રંગ, આકાર, ભાવ વગેરે ગુણવાળું-ઈશ્વર; જગતના વ્યવસાયમાં કર્તારૂપે રહેલું તે. સગુણ અને નિરાકાર નિરંજન રૂપે શાંતિ રહેલું તે નિર્ગુણ. ઉપાસના બે પ્રકારની છેઃ સગુણ અને નિર્ગુણ. શુક્ર, જગત્કર્તા, વીર્યવાન, શુદ્ધ, કવિ, મનીષી ઈત્યાદિ ગુણોના ચિંતન સહિત પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે ત્યારે પરમાત્મા સગુણ કહેવાય છે. ઈશ્વર જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે તે સગુણ છે એવી માન્યતા છે. ભગવદ્ગીતા પ્રમાણેઃ ઉપનિષદોમાં પણ પરમેશ્વરનું સ્વરૂપ કદી સગુણ, કદી શુદ્ધ નિર્ગુણ, તો કદી સગુણ-નિર્ગુણ એવું ત્રણ પ્રકારે વર્ણવેલું માલૂમ પડે છે. ઉપાસનાને માટે હમેશાં આંખ આગળ મૂર્તિ હોવી જ જોઈએ એવો કાંઈ નિયમ નથી. નિરાકાર એટલે ચક્ષુ વગેરે જ્ઞાનેંદ્રિયોને અગોચર એવા સ્વરૂપની ઉપાસના થઈ શકે છે. પણ જેની ઉપાસના કરવાની હોય તે ચક્ષુરાદિ ઈંદ્રિયોને ગોચર ન હોય તો ચાલે. પણ જો મનને પણ ગોચર ન હોય તો તેની ઉપાસના થઈ શકે નહિ. ઉપાસના એટલે ચિંતન અથવા મનન અથવા ધ્યાન અને ચિંતિત વસ્તુનું રૂપ. નહિ તો બીજા કોઈ પણ ગુણ મનમાં આણ્યા સિવાય મન ચિંતન જ કોનું કરી શકે ? એટલે અવ્યક્ત-આંખે ન દેખાય એવા-પરમાત્માનું ચિંતન, મનન, ઉપાસના કરવાનું જે જે ઠેકાણે ઉપનિષદોમાં કહેલું છે તે ઠેકાણે અવ્યક્ત પરમેશ્વરને સગુણ કલ્પેલા છે. પરમેશ્વરના કલ્પેલા આ ગુણ ઉપાસકના અધિકાર પ્રમાણે થોડા વધતા વ્યાપક અથવા સાત્વિક હોય છે અને જેની જેવી નિષ્ઠા તે પ્રમાણે તેને ફળ થાય છે. વધુ + | ગુણવાન. | ( ગણિત ) વિભાજ્ય. | સમાન; સમ; સજાતીય.
- sattva-gun
- માયા એટલે પ્રકૃતિના ત્રણ ગુણઃ સત્ત્વ, રજસ્ અને તમસ્ માંહેનો પહેલો ગુણ; સાત્ત્વિક ગુણ. તેથી મા, દયા, સત્ય, નીતિ વગેરેની વૃદ્ધિ થાય છે. પ્રીતિ એ સત્ત્વગુણનો ધર્મ છે. બીજા પણ ઘણા ધર્મો છે, જેમકે, પ્રસન્નતા, લઘુતા, સહિષ્ણુતા અને સંતોષ વગેરે. | ( વેદાંત ) સુખરૂપ કાર્યનું કારણ એવો જ્ઞાનાત્મક ગુણ.
- tamo-gun
- ( વેદાંત ) અજ્ઞાન, જડતા, આળસ, પ્રમાદ, મોહ વગેરેના કારણરૂપ ગુણ; પ્રકૃતિનો એક ગુણ; સત્ત્વ, રજૈસ અને તમસ માંહેનો ત્રીજો ગુણ. ગીતાહૃદયમાં એમ ઉલ્લેખ છે કેઃ ત્રણ ગુણમાંથી જે તમોગુણ છે તેનો એકદમ નાશ કરવો રહ્યો. તમોગુણ એટલે આળસ. તમોગુણ એટલે અનવસાધના. આપણા દેશમાં તમોગુણનું સામ્રાજ્ય ખૂબ જ છે. એકાદ વાત કરવાની કરીએ છીએ અને નિઃસંકોચપણે તે ભૂલી ગયો એમ કહીએ છીએ ! આ વિસ્મૃતિનો જે રોગ છે તે તમોગુણમાંથી જન્મે છે. તમોગુણથી અજ્ઞાન થાય છે, જ્ઞાનગ્રહણ શક્તિ ઘટી જાય છે, ઘેરાઈ જાય છે. તે પોતાનું કાર્ય કરી શકતી નથી. જ્ઞાન નહિ હોવાથી મોહ થાય છે. મોહ થવાથી કાર્ય અકાર્યનો નિર્ણય થઈ શકતો નથી. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ જાણી શકાતું નથી. તેથી માણસ પ્રમાદ, ભૂલો અને અશુદ્ધિઓ આચરે છે. તેથી આળસ, નિરુત્સાહ અને સુસ્તી ઉત્પન્ન થાય છે. તે રાતદિવસ નિદ્રા લે છે, કંઈ પણ પુરુષાર્થ કરતો નથી, પડ્યો રહે છે. શરીર, વાણી અને મનનાં કાર્ય કરવામાં અરુચિ રહે છે. ટૂંકમાં લોભ, નિદ્રાળુતા, અધૈર્ય, ક્રૂરતા, નાસ્તિકતા, આચારભ્રષ્ટતા, યાચના કરવાનો સ્વભાવ અને પ્રમાદ આ બધાં તમોગુણનાં લક્ષણ છે. વધુ + | અંધારૂં. | ક્રોધ; આકળો સ્વભાવ; તીખો ગુણ. | ( વેદાંત ) ગુરુત્વ હોઈને વળી તેમાં આવરણ કરવાવાળું હોય તથા તે સાથે મોહ કરવાવાળું હોય તે.