Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

4 resultsfor “hari · clear

charitra
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૩૩ ગુરુ અને ૯૨ લઘુ મળી ૧૨૫ વર્ણ અને ૧૫૮ માત્રા હોય છે. | કપટ; ચાતરી; પાખંડ; કાવાદાવા. | કાર્ય; કરણી; કામ. | જીવનવૃત્તાંત; હેવાલ. | મનુષ્યની રહેણીકરણી; ચરિત; આચરણ; વર્તન; વર્તણૂક. | વાર્તા; ઇતિહાસ. | ૭ સ્વભાવ; પ્રકૃતિ.
Hari
અગ્નિ. | અઠ્ઠાસી માંહેનો એક ગ્રહ. | આકડાનો છોડ. | ઇંદ્રનું એક નામ. સુયજ્ઞ નામે પ્રભુના યજ્ઞાવતારે પોતે જ્યારે ઇંદ્ર થઇને ત્રણે લોકની પીડા દૂર કરી હતી ત્યારે તેમના દાદા સ્વાયંભુવ મનુએ તેમને હરિ એવા નામથી કહ્યા હતા. | ઇંદ્રનો ઘોડો. | ( પુરાણ ) ઋષભદેવને જ્યાતીની કૂખે થયેલા નવ માંહેનો એક પુત્ર. | ( પુરાણ ) એ નામનો અકંપન રાજાનો એક પુત્ર. | ( પિંગળ ) એ નામનો એક છંદ. તે ષટ્પદી છંદનો એક ભેદ છે. તેમાં છ પદ છે. તેમાં ૨૮ લઘુ અને ૬૨ ગુરુ મળી લવર્ણની ૧૫૨ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩૩ ગુરુ અને ૩૦ લઘુ મળી ૬૩ વર્ણની ૯૬ માત્રા છે. | ( પિંગળ ) એ નામનો એક સમજાતિ માત્રામેળ છંદ. તે તોમર છંદનો એક ભેદ છે. તેમાં ૩૫ ગુરુ અને ૧૮ લઘુ મળી ૪૩ વર્ણની ૯૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત અક્ષરમેળ છંદ. તે અતિકૃતિ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં બે સગણ, ભગણ, સગણ, તગણ, ત્રણ જગણ અને લઘુ મળી ૨૫ અક્ષર હોય છે. | ( પિગંળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં નગણ, નગણ, મગણ, રગણ, સગણ, લઘુ અને ગુરુ એમ સત્તર અક્ષરો હોય છે. તેમાં છઠ્ઠા અને દશમા અક્ષરો ઉપર વિસામો આવે છે. આ છંદ અત્યષ્ટિ છંદનો એક ભેદ છે. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત અક્ષરમેળ છંદ; પટુ. તેના દરેક ચરણમાં નગણ અને લઘુ એમ ચાર અક્ષર હોય છે. તે પ્રતિષ્ઠા છંદનો એક ભેદ છે. | એક આર્ય જાતિ; ઇક્ષ્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાત, કુરુ, ઉગ્ર વગેરે વંશોમાં પેદા થયેલ જાતિ. | કપૂર. | કિરણ. | કુર્દિસ્તાનની ઉત્તરે થોડા માઈલ દૂર અગાઉ બગાઝ નામે આવેલું શહેર. ત્યાંથી ૧૯૦૮માં કેટલાક શિલાલેખ મળી આવેલ છે. તેમાંના ઘણા ઈ. સ. પૂર્વે ૧૩૮૦ના છે. ત્યાંના વતનીઓને હરિ તરીકે જણાવેલ છે. | કોયલ પક્ષી. | કોંગ પર્વત; પ્રભાકરમાં સીએરાલીઓનના પર્વતો. | ( પુરાણ ) ગરુડનો એક પુત્ર. | ઘોડો. | ચંદ્ર. | ( પુરાણ ) ચાલુ મન્વંતરના પ્રારંભમાં બ્રહ્માએ ફરી ઉત્પન્ન કરેલ માનસપુત્રોમાંના અંગિરા ઋષિના કુળનો એક ઋષિ. | ચિત્રાનું ઝાડ. | જંબુદ્વીપમાં આવેલો એ નામે એક ખંડ. | ( પુરાણ ) તામસ મન્વંતરમાં થયેલો વિષ્ણુનો એક અવતાર. તેણે ગજેન્દ્ર અને મગરનો ઉદ્ધાર કર્યો હતો. ગ્રાહ થકી ગજની રક્ષા કરવા માટે ભગવાને આ અવતાર લીધો હતો. | દેડોક. | ધણી; પતિ. | પંડિત. | ( પુરાણ ) પાંડવપક્ષનો ચેદી દેશનો એક રાજા. તેને યુદ્ધમાં કર્ણે માર્યો હતો. | પીંગળો રંગ. | પોપટ પક્ષી. | બપૈયો. તે પાંખો ભેગી કરતો અને વળી પાછો પાંખો ફેલાવતો ઊડે છે. વધુ + | બ્રહ્મા. | ભમરો. વધુ + | ભર્તુહરિ નામે વાક્યપ્રદીપ ગ્રંથનો કર્તા એક મુનિ. | મહાદેવ. | માંજરો વર્ણ. | મૃગ. | મોર પક્ષી. | યમ. | ( પુરાણ ) રાવણ પક્ષનો એ નામનો એક રાક્ષસ. | લીલો રંગ. | વરુણ. | વાદળું. વધુ + | વાયુ. વધુ + | વાંદરો. | ( જૈન ) વિદ્યુત્કુમાર દેવોના બે માંહેનો એક ઇંદ્ર. | વિષ્ણુ. શરણાગતના પાપને હરનાર તે છે, પાપનું વાસનાઓ હરનારા પણ તે છે. ભક્તજનોનાં દુ:ખો કલેશો, સંતાપો અને અનર્થો સર્વના હરનારા પણ તે છે, વળી જ્ઞાત કે અજ્ઞાત્, ભાવ કે કભાવમાં, શુચિપણામાં કે અશુચિપણામાં, સર્વ કાળમાં લીધેલું પ્રભુનું નામ કદી વ્યર્થ જતું નથી, પણ સર્વ દોષોને હરે છે અને ઉત્તરોત્તર ઉત્તસ ગતિ આપનારું થાય છે. તેથી ભવસંસારરૂપ પુનરાવૃત્તિને હરનારા હોવાથી તે વિષ્ણુ હરિ કહેવાય છે. હરિનો અર્થ એવો થાય છે કે, પુણ્ય, પાપ, રાગ દ્વેષ, શુભ, અશુભ વૃત્તિની મલીનતા રૂપ ઉપાધિના ઓધને હરી લે, નાશ કરે તે ચૈતન્ય આત્મા હરિ ગણાય છે, અવિદ્યારૂપ કારણ સહિત સંસારને હરિ લે છે તેથી તે હરિ કહેવાય છે. વધુ + | શિવ. | શ્રીકૃષ્ણનું એક નામ. | સર્પ. વધુ + | સિંહ; પંચાનન; પલભક્ષ. વધુ + | સૂર્ય. | હંસ. | સોનું. વધુ + | હરિ ચંદન; ગોરોચન; ધોળું ચંદન. વધુ + | ગુસ્સે થયેલું. | તેજસ્વી. | દશ. | પીળું. | માંજરું. | લીલું. | સુવર્ણરંગી.
haribhakta
વિષ્ણુનો ભક્ત; વૈષ્ણવ. | સત્સંગી. | સ્વામિનારાયણ ધર્મી; સ્વામિનારાયણ સંપ્રદાયનો દરેક માણસ. | હરિની ભક્તિમા પરાયણ માણસ; પરમેશ્વરનો પૂજારી.

this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only

vaikhari
કર્કશ વાણી; લવલવાટ; અસભ્ય લવારો; ધડધડાટ ધાણી ફૂટે એમ બોલાતી વાણી. | ગીલા; ઠેકડી; કપરું બોલવું તે. | માયા. | મુખના વાયુ વડે વ્યક્ત થાય એવો અને સર્વથી સંભળાય એવો સ્થૂળ શબ્દ કાઢતી વાણી; સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી. પરા, પશ્યંતી અને મધ્યમા ત્રણ પ્રકારની વાણી ઉત્પન્ન કર્યા પછી વાયુ મુખ, કંઠ, તાલુ, મૂર્ધા, દાંત વગેરે સ્થાનોમાં અથડાય છે એટલે વિવક્ષિત અર્થવાળા વર્ણ ઉત્પન્ન થાય છે. સર્વસાધારણ મનુષ્યોને વૈખરી વાણી ગોચર છે. જાગ્રત અવસ્થામાં વૈખરી વાચા હોય છે. આપણે જે વડે પરસ્પર વ્યવહાર કરીએ છીએ તે જ વૈખરી વાણી કહેવાય છે. વધુ + | વાણી; વાગ્દેવી. | વિખવાદ; કૂથલી. | સ્પષ્ટ ઉચ્ચારવાળું; ચોખ્ખુ.