Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “jap” · clear
- jap
- ઉપાસનાના પાંચ માંહેનું એક ઉપાંગ. જપ, હોમ, તર્પણ, માર્જન અને બ્રહ્મભોજન એવાં ઉપાસનાનાં પાંચ ઉપાંગ હોય છે. | ચંડીપાઠ. | જપવું તે; નામ મંત્ર વગેરેનું રટન; આવર્તન; એકની એક વાત વારંવાર મોઢે લાગ્યા કરવી તે; જાપ; કોઈ મંત્ર કે વાક્યનો વારંવાર ધીરેધીરે પાઠ કરવો તે; પૂજા, સંધ્યા આદિમાં મંત્રનો સંખ્યાપૂર્વક કરાતો પાઠ. વેદોક્ત મંત્રનો શ્રી ગુરુદ્વારા ઉપદેશ પામીને તે મંત્રનો વિધિપૂર્વક અભ્યાસ કરવો તે જપ કહેવાય છે. પુરાણોમાં જપ ત્રણ પ્રકારનો માનેલો છે: માનસ, ઉપાંશુ અને વાચિક. કોઈ કોઈ ઉપાંશુ અને માનસ જપની વચ્ચે જિહ્વા જપ નામનો એક ચોથો જપ પણ માને છે. લોકોમાં એવું કહેવાય છે કે વાચિક જપથી દશગણું ફળ ઉપાંશુમાં, સોગણું ફળ જિહ્વા જપમાં અને સહસ્ત્રગણું ફળ માનસ જપમાં થાય છે. મનમાં ને મનમાં મંત્રનો અર્થ મનન કરીને તેનો ધીરે ધીરે એવા પ્રકારે ઉચ્ચાર કરવો કે જીભ અને હોઠની ગતિ ન થાય તેને માનસ જપ કહે છે. જીભ અને હોઠ હલાવીને મંત્રોના અર્થનો વિચાર કરતાં કરતાં મંત્રનો એવા પ્રકારે ઉચ્ચાર કરવો કે કાંઈ સંભળાય તેને ઉપાંશુ જપ કહે છે. જિહ્વા જપ પણ ઉપાંશુની અંતર્ગત માનવામાં આવે છે. ફેર માત્ર એટલો જ કે જિહ્વા જપમાં જીભ હાલે છે, પણ હોઠની ગતિ થતી નથી અને ઉચ્ચારણ સંભળાતું નથી. વર્ણોનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો તે વાચિક જપ કહેવાય છે. જપ કરવામાં મંત્રની સંખ્યાનું ધ્યાન રાખવું પડે છે, તેથી જપમાં માલાની જરૂર રહે છે. જપનો આદર્શ હરિજન બંધુમાં એમ બતાવાય છે કે: ૐથી માંડીને ગમે તે સંસ્કૃત, પ્રાકૃત કે બીજી આ દેશની કે બીજા દેશની ભાષામાં જપીએ તો યે પરિણામ એક જ આવે છે. ઈશ્વરને નામની દરકાર ન હોય. એ અને એનો કાયદો એકજ છે. એટલે એનું પાલન એ એનો જપ. જેને જપ ઉચ્ચારણ શ્વાસોચ્છવાસ જેવું સ્વાભાવિક થઇ ગયું છે તે ઈશ્વરમય થયો છે એટલે ઈશ્વરની નીતિને તે સહેજે ઓળખે છે ને સહેજે પામે છે. વધુ + | પાશુપત વ્રતનાં પાંચ માંહેનું એ નામનું એક અંગ. | મંત્ર. | સાત પ્રકારની ક્રિયાશક્તિમાંની એક. સાત ક્રિયાશક્તિ: (૧) ઇષ્ટ, (૨) પૂર્ત, (૩) સ્વાધ્યાય, (૪) જપ, (૫) પૂજા, (૬) તપ, (૭) દાન. | જપ કરનાર. | બોલનાર; ઉચ્ચારનાર.