Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “kriyã” · clear
- kriyã
- અનુષ્ઠાન; કામ કરવું તે. | અમલ; કામ કરવાની રીત; કૃતિ. | આચાર; કરણી. | આત્મા તથા પરલોક છે એમ માનવું તે. | આરંભ. | ( ન્યાય ) ઉત્ક્ષેપણ વગેરે કર્મ. | એ નામની એક દેવી; ચોસઠ માનસતત્ત્વદેવતમાંની એ નામની એક. | ( વ્યાકરણ ) કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન અને અધિકરણ એ દરેકનો ક્રિયાપદ સાથેનો સંબંધ. | ( પુરાણ ) કર્દમ પ્રજાપતિની નવ માંહેની એક કન્યા અને ક્રતુ ઋષિની સ્ત્રી. | ( જૈન ) કર્મબંધનહેતુ; કાયિકી આદિ પાંચ ક્રિયા; સાવધ એટલે પાપકારી વ્યાપાર. | કલા. | કૃતિ; કાર્ય; કામ; કર્મ; કરવું તે. | ક્રિયામણ; સંસ્કારવિધિ; શાસ્ત્ર પ્રમાણે વિધિ કરવી તે; ધર્માનુષ્ઠાન. વધુ + | ( જૈન ) ગતિ; એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ગમન. | ગર્ભાધાનનો સંસ્કાર. | ( વૈદ્યક ) ચિકિત્સા; ઉપાય; ઉપચાર. | ( યોગ ) છ માંહેની એક ક્રિયા. જેના શરીરમાં મેદાદિ દોષને લીધે પ્રાણાયામમાં વિધ્ન આવતું હોય તેને માટે બસ્તિ, ધૌતિ, નેતિ, નૌલિ, કપાલભાતિ અને ત્રાટક એમ છ ક્રિયા માની છે. | ( સંગીત ) તાલમાં તાળી આપવાની ક્રિયા. તાલમાં તાળી આપવાની ક્રિયા કરવામાં આવે છે તેને સશબ્દ અને ખાલી આપતી વખતે બંને હાથને છૂટા પાડવાની ક્રિયા કરવામાં આવે છે તેને નિ:શબ્દ કહે છે. | દાખલો ગણવાની રીત. | ( વ્યાકરણ ) ધાતુનો અર્થ. | નિત્યકર્મ; શૌચ, સ્નાન, સંધ્યા, તર્પણ આદિ કૃત્ય. | પદ્ધતિ; રીતિ; વિધાન; વિધિ. | પૂજા. | પ્રમાણદર્શન. | પ્રયત્ન; ચેષ્ટા. વધુ + | પ્રયોગ. | પ્રવૃત્તિ; વ્યાપાર. | પ્રાયશ્ચિત. | બનાવવાની રીત; પ્રયોગકલા. | ( પુરાણ ) બાર આદિત્ય માંહેના અંશુમાનની સ્ત્રી. | મરનારની પાછળ કરાતો વિધિ. વધુ + | વિધાતા નામના અદિત્યની એ નામની સ્ત્રી. | વિવાદના વિચારનું અંગ એક સાધન. | શિક્ષા. | શ્રાદ્ધ આદિ પ્રેત કર્મ. | ( વેદાંત ) સંયોગ અને વિભાગનો અસાધારણ હેતુ. | સામ વગેરે ઉપાય. | સોગંદ. વધુ + | સ્ત્રી પુરુષનું રેત પડવાની ખટપટ. તેના ત્રણ પ્રકાર; ચિરોદય, મધ્યોદય અને લઘુદય. લાંબા કાળ પછી રેત પતન થાય તેવી ક્રિયા કરવી તેનું નામ ચિરોદયક્રિયા, તરત રેત પડે તેમ કરવું તેને લઘુદય કહે છે અને મધ્યોદય એટલે સામાન્ય સમયમાં રેત પડે તે. | ( વ્યાકરણ ) સ્થિતિ અથવા કર્મ એ સંબંધી અર્થવાળું કાર્ય. | સ્વયંવલન; સ્વયંકૃતિ. | ( પુરાણ ) સ્વાયંભૂ માન્વંતર માંહેના દક્ષની સોળ માંહેની એક કન્યા અને ધર્મ ઋષિની તેર માંહેની એક સ્ત્રી. | સ્વાહનું એક નામ. વધુ + | હસ્તક્રિયા; દાસ્તકારી.
- kriyã-shakti
- પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | વિષ્ણુનું એક નામ. | ઇશ્વરની એક શક્તિ. તેથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી મનાય છે. સાંખ્યમાં આ શક્તિને પ્રકૃતિ અને વેદાંતમાં માયા કહે છે. | કામ કરવાની શક્તિ; બળ; તાકાત; પ્રભાવ. | ચપળતા; ચાંચલ્ય. | ધર્માનુષ્ઠાનરૂપી શક્તિ. તે સાત પ્રકારની છે: (૧) ઇષ્ટ, (૨) પૂર્ત, (૩) સ્વાધ્યાય, (૪) જપ, (૫) પૂજા, (૬) તપ અને (૭) દાન. | પ્રાણ.