Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “kshetra · clear

kshetra
અવકાશ; પ્રસંગ. | અંત:કરણ; મન. | ( જૈન ) આર્ય અનાર્ય પ્રદેશ. | ઉત્પત્તિસ્થાન. | એક રાગિણી; હનુમંત મત પ્રમાણે શ્રી રાગની આઠ પુત્રવધૂ માંહેની એક; ક્ષેમ. આ રાગિણી કન્હરા, સરસ્વતી અને કલ્યાણથી મિશ્ર છે. | ગણિતશાસ્ત્રપ્રસિદ્ધ દ્વિકોણ, ત્રિકોણ વગેરે પદાર્થો. | જે સપાટીમાંના ગમે તે બે બિંદુઓ જોડનારી સીધી લીટી આપી તે સપાટી ઉપર પડી રહે તો ભાગ. | જેમાં વસ્તુ ઉત્પન્ન કરાતી હોય તે. | ડાંગર વગેરેનો ક્યારો. | દેશ. | ( જૈન ) દ્વીપનો એક ભાગ; ખંડ. | ધંધાનો અવકાશ; મોકળાશ. | ધંધો; આજીવિકાનું સાધન. | ધ્વજા, વાવટા, નિશાન વગેરે કરવાનું વસ્ત્ર. | પવિત્ર સ્થળ; તીર્થ. | પાંચ જ્ઞાનેંદ્રિયોનો સમૂહ. | બંદર. | ભૂમિ; ખેતર; જમીન; ખુલ્લી કે ઉઘાડી જમીન. | ભૂમિતિ. | મેષ વગેરે બાર રાશિ. | રાહુ. | લડાઈનું સ્થળ; રણાંગણ. | લંબાઈ પહોળાઈવાળી વસ્તુ. | ( જૈન ) લોકાકાશ; આકાશપ્રદેશ. | શરીર; દેહ. | સિદ્ધની જગ્યા; સિદ્ધસ્થાન. | સ્ત્રી; પત્ની.