Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
5 resultsfor “lok” · clear
- alok
- ઋત્વિજ; પુરોહિત. | ( જૈન ) જીવ પુદ્ગળ એટલે પરમાણુ વગેરે રહિત આકાશ; ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોય તે જગા. અલોકમાં મોક્ષગામી સિવાય બીજા કોઈની ગતિ નથી. | નિર્જન પ્રદેશ. | મિથ્યા દોષ; કલંક; નિંદા. | લોક ન હોવાપણું; જગત બહારનો પ્રદેશ. | ( પુરાણ ) સૂર્યના પ્રકાશ વિનાની જગા. | પાતાળ. | સ્વર્ગ. | અદ્ભુત; અલૌકિક. | અદૃશ્ય; દેખાય નહિ એવું. | પુણ્ય વિનાનું; સારાં કામ ન કરવાને લીધે બીજો લોક મેળવી ન શકે તેવું. | બહુ તેજને લીધે જોઈ ન શકાય તેવું; ઘણું તેજસ્વી. | લોક વિનાનું; એકાંત; નિર્જન. | શિવનું એક નામ.
- alokik
- અજાયબ પમાડે તેવું; અલૌકિક; અસાધારણ. વધુ +
- Golok
- ગોસાંઈઓનું મોક્ષસ્થાન. | જ્યાં ગાયોનું પાલનપોષણ થાય છે એવો સ્વર્ગનો એક વિભાગ. | વિષ્ણુનું નિવાસસ્થાન; વૈકુંઠની ઉપર આવેલો લોક; ગાયોના વાસથી પવિત્ર ગણાતો વિષ્ણુલોક; વૈકુંઠથી ઉપર પચાસ કરોડ યોજન ઉપર આવેલું એક સ્થાન.
- lok
- કર્મફળ ભોગવવાનાં માનેલ જુદાં જુદાં વિશ્વના સ્થાન કે જગત. ઉપનિષદોમાં બે લોક માનેલા છેઃ આ લોક અને પરલોક. નિરુક્તમાં ત્રણ લોકનો ઉલ્લેખ મળે છેઃ પૃથ્વી, અંતરિક્ષ અને દ્યુલોક અથવા સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. તે મહાવ્યાહૃતિ કહેવાય છે. આ ત્રણ મહાવ્યાહૃતિયોની જેમ મહઃ, જનઃ, તપઃ અને સત્ય એમ બીજા ચાર શબ્દ છે. જે ત્રણે મહાવ્યાહૃતિઓની સાથે મળીને સપ્તવ્યાહૃતિ કહેવાય છે. આ સાતે મહાવ્યાહૃતિઓનાં નામ ઉપરથી પૌરાણિક કાળમાં સાત લોકની કલ્પના થઈ. તે આ પ્રમાણે છેઃ ભૂલોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક અને સત્યલોક. પાછળથી તેની સાથે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ મેળવીને ચૌદ લોક કરવામાં આવ્યા. આ પ્રમાણે ચૌદ લોક કે ભુવન માનેલા છે. સાંખ્ય અને વેદાંત પ્રમાણે લોક આઠ છેઃ બ્રહ્મલોક, પિતૃલોક, સોમલોક, ઇંદ્રલોક, ગંધર્વલોક, રાક્ષસલોક, યક્ષલોક અને પિશાચલોક. | કોમ; જાતિ; વર્ગ. જેમકે, કોળીલોક, ધોબીલોક. | ખુલ્લી જગ્યા; અવકાશ. | ( પિંગળ ) ચૌદ સૂચક સાંકેતિક શબ્દ. વાસ્તવિક રીતે લોક ચૌદ હોવાનું મનાય છે. | ( જૈન ) જે સ્થાનમાં છ પદાર્થ જણાય છે તે. લોકમાં અનંતાનંત પરમાણુઓ વગેરે છ એ દ્રવ્યો છે, તે બધી ચીજોનિશ્ર્ચયથી એકત્વનિશ્ર્ચયને પ્રાપ્ત છે. | ( જૈન ) જેમાં ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો સ્થિત છે તે આકાશભાગ. | જોવું તે. | તર્કશક્તિ અને બુદ્ધિવાળાં પ્રાણીઓથી વસાયેલો દેશ, ભૂમિ, ખંડ, વગેરે. | ( પિંગળ ) ત્રણ સૂચક સાંકેતિક શબ્દ. વાસ્તવિક રીતે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણ લોક મનાય છે. | દીપવું તે. | દુનિયા; ખલક; આલમ; મૃત્યુવશ જીવસૃષ્ટિ; સંસાર; જેમાં પૃથ્વી પાણી વગેરે જીવો જોવામાં આવે છે તે. | દૃશ્ય; દેખાવ. | નહિ જાણીતાં વસતિમાંનાં માણસ; જન; સમાજ; જનતા; જનસમૂહ. | પ્રજા; રૈયત. | પ્રાણીની વસતિવાળો આકાશસ્થ જ્યોતિ. વધુ + | માનવ જાતિ; માનવ; માણસ. | શરીર. વધુ + | ( પિંગળ ) સાત સૂચક સાંકેતિક શબ્દ. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, મહઃ; જન, તપઃ અને સત્ય એમ સાત લોક મનાય છે. | સામાન્ય ઉપયોગ; લૌકિક પ્રયોગ. | સામાન્ય જીવન. | સૂર્ય આદિના પ્રકાશવાળું સ્થળ. વધુ +
- shlok
- અનુષ્ટુભ છંદનું પદ. તેના દરેક ચરણમાં આઠ અક્ષર હોય છે અને તેનો પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો ગુરુ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ પણ બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે. | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અનુષ્ટુપ છંદનો એક ભેદ છે. તેમાં મગણ, રગણ અને બે ગુરુ મળી આઠ અક્ષર આવે છે. વધુ + | કવિતાનું લગભગ પૂરા વિચારવાળું બે અથવા ચાર ચરણનું પદ. | નામ; કીર્તિ; યશ. આ અર્થમાં સમાસને અંતે વપરાય છે. જેમકે, પુણ્યશ્લોક. | વખાણ.