Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “madhyã” · clear
- madhyã
- ( પિંગળ ) અક્ષરમેળ છંદની એક જાત; મધ્યમાં. તેના દરેક ચરણમાં ત્રણ અક્ષર આવે છે. આ જાતના મંદર, નારી, રાશી અને મૃગી પ્રસિદ્ધ છંદો છે. | ( કાવ્ય ) એક પ્રકારની નાયિકા; નાયિકાનો એક ભેદ. જે નાયિકાની અવસ્થામાં લાજ અને મદનની સમાનતા હોય, તેને મધ્યા કહે છે. આ અવસ્થા ઘણી જ સૂક્ષ્મ અને અચિરસ્થાયી હોય છે. મધ્યા અને મુગ્ધાના ભેદ કેવળ સ્વક્રિયામાં જ માનવામાં આવે છે. કેટલાક કવિ તેના (૧) ઉન્નતયૌવના, (૨) ઉન્નતમદના, (૩) પ્રગલ્ભવચના અને (૪) સુરતિવિચિત્રા એવા ચાર ભેદ બતાવે છે. | ( જ્યોતિષ ) ગ્રહોની એક જાતની ગતિ. | યુવાન સ્ત્રી; મુગ્ધા અને પ્રૌઢા વચ્ચેની સ્ત્રી કે નાયિકા; મધ્યમા; રાજસ્વલા થવા લાગેલી કન્યા; નાની યે નહિ અને આધેડ પણ નહિ એવી જુવાન સ્ત્રી. વધુ + | વચલી આંગળી. | વાણી ઉચ્ચારની ચાર માંહેની એક રીત. | શ્રુતિના પાંચ માંહેનો એક પ્રકાર. તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છેઃ દીપ્તા, આયતા, મૃદુ, કરુણા અને મધ્યા.