Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “madhyam” · clear
- madhyam
- ( વ્યાકરણ ) ઉચ્ચારના આઠ સ્થાનકો માંહેનો એક ભાગ. | ( સંગીત ) એ નામનો રાગ. | એક ઉપપત્તિ ભેદ. | એક જાતનું હરણ. | ત્રણ માંહેના એ નામના એક પ્રકારનો ગાયક. | ( કાવ્ય ) નાયકનો એક પ્રકાર. | પ્રિયતમાને માનમાં ભરાયેલી જોઈ સમાન રહેતો પુરુષ. | મનુષ્યોમાં ષટ્પુરુષ ચરિત્રનો એક ભાગ. | મિતાહાર. | વચલો પક્ષ; વચલો ગાળો. | શિવનાં હજાર માંહેનું એક નામ. | સમાન સ્વર. | ( સંગીત ) સંગીતના સાત માંહેનો ચોથો સ્વર; મધ્યમ સ્વર બોલતાં વાયુ,, નાભિ અને હૃદય એટલે મધ્યસ્થાને સ્પષ્ટ થઈ આનંદ આપે છે તેથી મધ્યમ. તે કંઠમાંથી ઉત્પન્ન થાય છે અને ચાળીસ વર્ષની ઉમરે ઘણું કરીને પૂર્ણ રીતે નીકળી શકે છે. તેનો અવાજ કૌંચ પક્ષીનાં અવાજ સરખો છે. પાડી મધ્યમ સ્વરે બેં બેં કરે છે. ઝાલરમાંથી પણ મધ્યમ સ્વર નીકળે છે. સ્વરસ્થાન કંઠ એટલે ગળાનું છે અને રંગ શ્યામ, મિશ્રલાલ અને કવચિત્ મોગરા સરખો છે. તેનો અધિષ્ઠાતા ગ્રહ રવિ અને અધિષ્ઠાતા દેશ પશુપતિ વિકલ્પે ઈંદ્ર છે. મુખ્ય છંદ બૃહતી છે તેમ જ હાસ્ય તથા શૃંગારરસ પ્રધાન છે. આ સ્વર ઉષ્ણ અને શુષ્ક ગણાય છે. તે વર્ષાઋતુને અનુકૂળ છે. રાગોમાં તે માલકોશ, કેદારો, ભૈરવી ઇત્યાદિમાં અનુકૂળ અને ભુપાલી, કલ્યાણ તથા બિભાસ વગેરેમાં પ્રતિકૂળ છે. | એક પ્રકારનું કાવ્ય. જો વ્યંગ્ય અર્થ વાચ્યના કરતાં ઉત્કૃષ્ટ ન હોય તો કાવ્યને મધ્યમ કે ગુણીભૂત વ્યંગ્ય કહે છે. કાવ્યના સામાન્ય રીતે ત્રણ પ્રકાર ગણવામાં આવે છેઃ (૧) ઉત્તમ કે ધ્વનિ, (૨) મધ્યમ કે ગુણીભૂતવ્યંગ્ય, (૩) અધમ કે ચિત્ર. | કમર; શરીરનો વચલો ભાગ; મધ્ય. | ચંદ્રની પ્રદક્ષિણાના વખતનું મધ્યમ માન. સર્વ નક્ષત્રોમાંથી ચંદ્રની એક પ્રદક્ષિણા થવાને મધ્યમમાન લેતાં શુમારે ૨૭ દિવસ ૧૯ ઘડી ચંદ્રને લાગે છે. કોઈ કોઈ વાર તેમ કરતાં કેટલીક ઘડી ચંદ્રને લાગે છે. કોઈ કોઈ વાર તેમ કરતાં કેટલીક ઘડી કમતી થાય છે, તો કોઈ કોઈ વાર વધારે ઘડી લાગે છે. આવી રીતનાં વધતા ઓછાં મનમાંથી સરસરી જે તારવી કાઢેલું માન તેને જ્યોતિષશાસ્ત્રમાં મધ્યમ કહે છે. | ( સંગીત ) ત્રણ માંહેનું બીજું ગ્રામ. જેમ કુટુંબીઓ સંપીને એક ઘરમાં રહે છે, તેમ સ્વરો અને શ્રુતિઓ પણ એક સાથે સમૂહોમાં ગોઠવાય છે. તેઓના તે સમૂહ ગ્રામ કહેવાય છે. એવા ગ્રામ ત્રણ છેઃ ષડ્જ, મધ્યમ અને ગાંધાર. મધ્યમ ગ્રામને જીમૂત પણ કહેવાય છે. તેમાં મધ્યમ સ્વર ત્રણ શ્રુતિ લઈ મુખ્ય સ્થાને રહે છે. પંચમ ત્રણ શ્રુતિ, નિષાદ ત્રણ શ્રુતિ અને બીજા સ્વર પોતાની શ્રુતિ રાખી રહે છે. આ ગ્રામની ઉત્પત્તિ ભુવર્લોકમાંથી છે. તેના દેવ વિષ્ણુ છે. | શતપથ બ્રાહ્મણના બારમાં કાંડનું નામ. | ( ગણિત ) સરાસરી; સાધારણ; ` મીન `. | મધ્યમસરનું. | વચલા વાંઘાનું; સાધારણ. વધુ + | વચલું; વચ્ચેનું; બે છેડાની વચમાનું. | વેદમાં વપરાયેલું રુદ્રનું એક વિશેષણ. | સારું તેમ જ નરસું એવું.
- madhyamã
- ( પિંગળ ) ત્રણ વર્ગનો એક સમવૃત્ત છંદ. તેના આઠ ભેદ છે. તેને મધ્યા પણ કહે છે. આ જાતના મંદર, નારી અને મૃગી વગેરે પ્રસિદ્ધ છંદો છે. | કમળની દાંડી. | કવિતામાં વર્ણવાતી શૂરવીર સ્ત્રીઓનો એક પ્રકાર. | કાકોલી વનસ્પતિ. | જેને નવો અચકાવ આવેલો હોય એવી નારી; યુવતી; જુવાનીમાં આવેલી સ્ત્રી; જેને ઋતુધર્મ દેખાયો હોય તેવી સ્ત્રી; પ્રથમ ઋતુ પ્રાપ્ત થયેલ સ્ત્રી; મધ્યમિકા; રાજસ્વલા સ્ત્રી. | ( ગણિત ) ત્રિકોણના શિરોબિંદુને સામી બાજુના મધ્યબિંદુ સાથે જોડનારી સુધી લીટી. | નાયિકાનો એક પ્રકાર; નહિ નવોઢા કે નહિ પ્રૌઢા એવી નાયિકા. | ( કાવ્ય ) પતિના થોડા દોષથી માન ધરે પણ પરિણામે માન તજી જનારી સ્ત્રી. | પુષ્પના ગુચ્છા માંહેનું વચલું પુષ્પ. | પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં બનતી દશ માંહેની એ નામની એક જાતની નાની હોડી. તે ૨૪ હાથ લાંબી, ૧૨ હાથ પહોળી અને ૮ હાથ ઊંચી બનાવાતી. | મધ્ય પરિમાણ; સરેરાશ. | મોંમાં થતો શબ્દોચ્ચાર. | યોગિઓની ભાષા. વધુ + | ( સંગીત ) રાગની સાત માંહેની એક જાતિ. | વચલી આંગળી. | વાણીના ચાર માંહેનું એ નામનું એક રૂપ; વાણી ઉચ્ચારવાની ચાર માંહેની ત્રીજી રીત; વચલી શબ્દોચ્ચાર પદ્ધતિ; વૈરાટ કંઠમાંની વાણી. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એમ વાણીના ચાર રૂપ છે. વૈરાટના હૃદયાકાશને પામી પશ્યંતી થાય છે, કંઠને પામી મધ્યમા થાય છે, મુખને પામી વૈખરી સંજ્ઞાને પામે છે અને પછી અકાર, ઉકાર અને મકાર એ ત્રણ વર્ણ રૂપે થઈ, ઉત્તરોત્તર બાવન અક્ષર રૂપે અને વેદ રૂપે થઈ સર્વશાસ્ત્ર રૂપે થાય છે. હૃદયના સંયોગથી ઉત્પન્ન થયેલી વાણી તે મધ્યમાં કહેવાય છે. મધ્યમા વાણીનો વાસ મુખમાં હોય છે. | ( જ્યોતિષ ) હસ્ત નક્ષત્રમાં પાંચ માંહેના ત્રીજા તારાનું નામ.