Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “malãr” · clear
- malãr
- ( સંગીત ) એ નામનો એક રાગ કહે છે કે આ રાગ બરાબર પદ્ધતિસર ગાવામાં આવે તો ગમે તે ઋતુમા વરસાદ આવે છે. નરસિંહ મહેતાએ મલાર ગાઈ ને વરસાદ આણ્યો હતો. આ રાગમાં ષડ્જ અને પંચમ સ્વરો વર્જ્ય છે. ચંદ્ર સપ્તકમાં ગાંધારસ્વર સુધી અને તાર સપ્તકમાં સપ્ત એટલે નિષાદસ્વર સુધી તેની વ્યાપ્તિ છે. વધુ + | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે કુંડલિયા છંદનો એક ભેદ છે. તેમાં ૩૨ ગુરુ અને ૮૮ લઘુ મળી ૧૨૦ વર્ણની ૧૫૨ માત્રા હોય છે. | મોરનો અવાજ; મોરનું બોલવું તે. | ( સંગીત ) હનુમંત મત પ્રમાણે મેઘ રાગની પાંચ માંહેની એક રાગિણી. ચોમાસામાં હરવખત તે ગાવી દુરુસ્ત છે. બીજી ઋતુઓમાં આ રાગિણી ગાવી દુરુસ્ત નથી. વર્ષાઋતુ સિવાય બીજી ઋતુઓમાં સવારમાં અથવા અર્ધરાત્રીએ તે ગાવી એમ કેટલાક કહે છે. જાતિ સંપૂર્ણ એટલે ખરજ શુદ્ધ રિખબ તીવ્ર ગાંધાર તીવ્ર, મધ્યમ કોમળ, પંચમ શુદ્ધ ધૈવત તીવ્ર, નિખાદ તીવ્ર અને કોમલ બંને એ પ્રમાણે સાતેય સ્વર આવે છે. ગ્રહસ્વર ખરજ છે. આ રાગિણી સારંગ, સોરઠ અને બિલાવલથી મિશ્ર છે. આ રાગિણીની ૧૧ જાતિ છેઃ શુદ્ધ મલહાર, ગોડ મલહાર, ધૂલિયા મલહાર, મલ્રહુન મલહાર, રામલસી મલહાર, સુરદાસ મલહાર, અથવા સૂર મલહાર, સાવંત મલહાર, મેઘાવલી મલહાર, વસંત મલહાર, હિંડોલ મલહાર અને સોરઠ મલહાર. | એ નામનું એક પ્રાણી. તેની શરીરરચના માછલીને મળતી આવે છે. તે સસ્તન પ્રાણી છે. તેના શરીર ઉપર વાળ હોતા નથી.