Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “mugdhã” · clear
- mugdhã
- ( પિંગળ ) એ નામે એક માત્રામેળ છંદ. આ છંદ. ત્રિભંગી છંદનો એક ભેદ છે. તેમાં ૮ લધુ અને ૬૦ ગુરુ મળી ૧૨૮ માત્રા હોય છે. | અવિદ્ધા; ગૌરી; કુમારિકા. | કામચેષ્ટારહિત યૌવના. તેના બે ભેદ છે. (૧) અજ્ઞાતયૌવના અને (૨) જ્ઞાતયૌવના. એક કવિ મુગ્ધાના ભેદ નીચે પ્રમાણે માને છે:-(૧) અંકુરિતયૌવના (૨) શૈશવયૌવના (૩) અજ્ઞાતયૌવના (૪) જ્ઞાતયૌવના (૫) નવયૌવના (૬) નવલઅનંગા (૭) અવિદિતકામા (૮) વિદિતકામાં (૯) નવલવધૂ (૧૦) નવોઢા (૧૧) નિશ્રબ્ધ નવોઢા (૧૨) લજ્જા આસક્ત રતિ કોવિદી. | જેને જુવાની તરતની ફૂટી હોય એવી સ્ત્રી; યૌવનમાં પ્રવેશતી પણ ભોળી અને રતિમાં થોડી સમજણાળી સ્ત્રી; પ્રેમઘેલી સ્ત્રી; મુગ્ધ સ્ત્રી. | નાયિકાનો એક ભેદ: નાયિકાના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે: મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા. તેમાં મુગ્ધાનાં પાંચ લક્ષણ છે: નવું વય, કામ, રતિમાં વામતા, ક્રોધમાં કોમળતા અને લજ્જા. વધુ + | અજ્ઞાન; મૂર્ખ. | બહુ કાબેલ; ચતુર. | મોહ પામેલી; મોહિત.