Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “nimish · clear

nimish
( પુરાણ ) અમૃતની રક્ષા કરનારો એ નામનો એક દેવ. | આંખનો પલકારો; આંખનું મટકું. | એ નામનો એક જાતનો રોગ. | ક્ષણ; આંખનો પલકારો થાય તેટલો વખત; આંખ મીંચી ઉઘાડતાં જેટલો સમય થાય તેટલી વાર; અલ્પકાળ; પળ. | પરમેશ્વર. | ભૈરવનું એક નામ. તેની મૂર્તિ કન્યાશ્રમ નામના પીઠસ્થાનમાં છે. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. યોગનિદ્રામાં રમતા ભગવાનનાં નેત્ર બંધ છે, તેથી તે નિમિષ કહેવાય છે. વળી કાળનું પ્રથમપણું એટલે નેત્રોના પલકારારૂપ કાળ પણ તે જ છે. ભજન, સ્મરણ કે સંયમ કરતાં ઊંઘનું ઝોકું, તંદ્રાકાળ પણ તે હોવાથી નિમિષ કહેવાય છે. | કાળગણનાનું એક માપ. ૨ નિમિષ = ત્રુટિ ૭|| નિમિષ = અસુ ૧૮ નિમિષ = કાષ્ટા ૩૦ કાષ્ટા = કલા ૩૦ કલા = ઘટિ | અલ્પ; થોડું. | કહેવું કે ઠરાવેલું ફરે નહિ એવું.