Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “nirgun” · clear
- nirgun
- ( પિગંળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અતિશર્કરા છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં નગણ, બે જગણ, ભગણ અને યગણ મળી પંદર વર્ણ હોય છે. | પરમાત્મા; પરમેશ્વર. ભગવાન શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે ગુણ વગરના મનાય છે. વળી સત્ત્વ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણથી તે પર હોવાથી નિર્ગુણ કહેવાય છે. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણોના અધિષ્ઠાતા છતાં ખરી રીતે તેનામાં ગુણોનો અભાવ હોવાથી તે નિર્ગુણ કહેવાય છે. | એ નામની એક અટક. | બે માંહેની એ નામની એક ઉપાસના. ઉપાસના બે પ્રકારની છે: સગુણ અને નિર્ગુણ. અકાય, અવ્રણ, અસ્નાવિર ઇત્યાદિ શબ્દોથી પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે, ત્યારે પરમાત્મા નિર્ગુણ કહેવાય છે. ઈશ્વર જ્યારે દેહત્યાગ કરે છે ત્યારે નિર્ગુણ એ માન્યતા ખોટી છે. | એ નામની અટકનું માણસ. | એ નામની અટકનું. | કૃતઘ્ની; ગુણ નહિ જાણનાર; નિમકહરામ. | ખરાબ; બૂરું; કોઈ સારા ગુણ વગરનું. | ગુણ રહિત; ગુણ વગરનું; લાગણી વગરનું. | ( ગણિત ) જેના અવયવો ન પાડી શકાય તેવું. | જેના ગુણોની કલ્પના ન થઈ શકે એવું. | મૂર્ખ. | સત્ત્વ, રજસ અને તમસ ગુણથી પર હોય તેવું.