Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “nirvikalp” · clear
- nirvikalp
- ઈશ્વર. | પ્રત્યક્ષ પ્રમાણનો એક ભેદ. | એક જાતની સમાધિ; નિર્વિકલ્પ સમાધિ. | ( ન્યાય ) અવ્યક્ત જ્ઞાન; અલૌકિક અનુભવવાળું જ્ઞાન. | જીવ અને બ્રહ્માની એકતા બતાવનાર અખંડાકારવાળા એક જ વિષયનું જ્ઞાન. | સમાધિના બે માંહેનો એક પ્રકાર. | આગ્રહી; ડગે નહિ એવું. | એકાગ્ર. | કલ્પના ન હોય એવું. | નિર્બીજ. | બુદ્ધિથી પૃથક્કરણ ન થઈ શકે તેવું. | વિકલ્પ રહિત; જેમાં ભેદ રહેલો ન હોય એવું; વિકલ્પ વિનાનું; જ્ઞાતા, જ્ઞેય ઇત્યાદિ ભેદ વગરનું; જાણનાર અને જાણવાનું જે તેમાં ભેદ ન હોય એવું; વિશેષ્ય વિશેષણના સંબંધ વિનાનું; નિરપેક્ષ; વિકલ્પ, પરિવર્તન કે પ્રભેદ વગેરેથી રહિત. ધ્યાન માટે વપરાય છે. | વિચાર વિનાનું. | સ્થિર; નિશ્ચિત. | અસ્વસ્થપણે.
- nirvikalp samãdhi
- એક જાતની સમાધિ. તેમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વગેરેનો કોઈ ભેદ રહેતો નથી અને જ્ઞાનાત્મક સચ્ચિદાનંદ બ્રહ્મ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. આ સમાધિની સરખામણી યોગની સુષુપ્તિ અવસ્થા સાથે કરી શકાય છે. નિર્વિકલ્પ સમાધિમાં સંગ રહિત બ્રહ્મ અવશેષ રહે છે અને તેની વારંવાર ભાવના કરવાથી વેદાંતના મહાવાક્ય વડે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થાય છે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એવો ત્રિપુટીરૂપ વિકલ્પ ન ભાસતાં આત્મામાં જ જે ચિત્તનું સ્થાપન થઈ રહેવું તેને જ નિર્બીજ સમાધિ પણ કહે છે.