Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
3 resultsfor “pãd” · clear
- pãd
- અગ્નિથી ઊપજતાં પંચતત્ત્વ માંહેનું એક. | અંશ; ભાગ. હિંદુ કાયદા પ્રમાણે દાવા અથવા ફરિયાદના આ પ્રમાણે ચાર ભાગ જોઈએઃ (૧) ભાષાપાદ એટલે દાવાઅરજી કે ફરિયાદ, (૨) ઉત્તરપાદ એટલે પ્રતિવાદી અથવા બચાવપક્ષનો જવાબ, (૩) ક્રિયાપાદ એટલે સાક્ષીપુરાવા અને (૪) સાધ્યસિદ્ધપાદ એટલે ઠરાવ કે ચુકાદો. | એ નામનો એક ઋષિ. | કિરણ; રશ્મિ. | ગમન; ગતિ; જવું તે; પગની ક્રિયા. | ગ્રંથનો ભાગ. | ( જૈન ) છ અંગુલ જેટલું પ્રમાણ. ૮ જવ = અંગુલ ૬ અંગુલ = પાદ. | છવ્વીશ માંહેનું એ નામનું ચોવીશમું તત્ત્વ. | પગ; ચરણ. વધુ + | પર્વતની તળેટી. | પા ભાગ; ચોથિયું; ચતુર્થાંશ; ચોથો ભાગ. પાદ, પદ અને ચરણનો મૂળ અર્થ પગ થાય છે, પણ તેનો અર્થ પા પણ થાય છે. અગાઉ ખેતીવાડી ઉપર જ્યારે ગુજરાન ચલાવતા ત્યારે ગાય વગેરે ચોપગાં જનાવરથી બહુ પરિચય હતો. તે વખતે પદ, પગ કે ચરણ શબ્દ ગાયના ચાર પગ પૈકીના એક પગ માટે વપરાતો. તે ઉપરથી છેવટે ચાર પૈકીનું એક એટલે પા એવો અર્થ થયો. | પાણિનિના સમયમાં વપરાતો એક જાતિનો સિક્કો. | બાસઠ માંહેનો એ નામનો એક તેજસ્તત્ત્વ દેવતા. | મોટા પર્વતની પાસેનો નાનો પર્વત. | વસ્તુનું તળિયું. | વૃક્ષનું મૂળ. | શિવનાં હજાર માંહેનું નામ. | સ્તંભ; થાંભલો. | આંતરડામાં ખોરાક અને રસમાં રસાયણી ફેરફારો થવાથી, રસપડમાં બીજા રસની માફક ઉત્પન્ન થતો વાયુ; અપાનવાયુ; અધોવાયુ; પાદવું તે; વાછૂટ; ગોજ. તે ઓકસિજન, હાઈડ્રોજન, નાઈટ્રોજન વગેરેનો બનેલો હોય છે. તેની દુર્ગંધ ગંધક અને હાઈડ્રોજનના સંયોગથી થાય છે. વધુ + | કવિતાની એક કડી; ચરણ. છંદના ચાર કે છ ભાગ હોય છે ત્યારે તેને પાદ કે ચરણ કહે છે. સંસ્કૃતમાં તો છંદના ચાર ભાગ હોય છે ને તેને પાદ એટલે ચતુર્થાંશ કહે છે. | ( ગણિત ) કોઈ પણ સીધી લીટી ઉપર તેની બહારના બિંદુમાંથી છેદેલો લંબ તે લીટીને જ્યાં મળે તે બિંદુ. | ચિકિત્સાનાં ચાર અંગઃ વૈદ્ય, રોગી, ઔષધ અને ઉપચારક. | ( સંગીત ) તાલના મુખ્ય છ માંહેનું છઠ્ઠું અંગ. કાકપદ ચતુર્મુખ; ચતુરંગ; ચતુર્માત્રા; પૂર્ણકાયા. | પાવલું; રૂપિયાનો ચોથો ભાગ. | બેની સંખ્યાસૂચક શબ્દ. | બોલનારની પ્રત્યે અત્યંત સન્માનભાવ તથા શ્રદ્ધા બતાવવા નામ કે શબ્દને છેડે વપરાતો શબ્દ. જેમકે, ગુરુપાદ, આચાર્યપાદ.
- pãdma
- પદ્મપુરાણ; અઢાર માંહેનું એક પુરાણ. | બ્રહ્માના દિવસરૂપ એક કલ્પ.
- pãdma-kalp
- ( પુરાણ ) બ્રહ્માના દિવસરૂપ એક કલ્પ. બ્રહ્માના આયુષ્યના અર્ધ ભાગને પરાર્ધ કહેવામાં આવે છે. બ્રહ્માના પૂર્વ પરાર્ધને અંતે જે કલ્પ થયો હતો તેને પાદ્મકલ્પ કહે છે. એ પાદ્મકલ્પમાં હરિના નાભિ સરોવરમાંથી ત્રિભુવનાત્મક કમળ ઉત્પન્ન થયું હતું.