Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “pãrshad” · clear
- pãrshad
- અંગત નોકર; પાસે રહેનારો સેવક; હજૂરિયો. | દેવનો સેવક; પોળિયો. | મંત્રી; પ્રધાન. | વિખ્યાત પુરુષ. | સભાપદ. | સ્વામીનારાયણ સંપ્રદાયનો પાળો. આ સંપ્રદાયના ત્યાગીઓમાં ત્રણ ભેદ છે: બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ. બ્રાહ્મણ વર્ગના ત્યાગીઓ બ્રહ્મચારી કહેવાય છે, ક્ષત્રિય અને વૈશ્ય એ સાધુ થઈ શકે છે. એ બંને પ્રકારના ત્યાગીઓને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળવું પડે છે અને ધનનો ત્યાગ રાખવો પડે છે. બ્રહ્મચારીઓ ધાતુપાત્રનો, જ્યારે સાધુઓ કાષ્ઠપાત્ર અને તુંબડીનો જ ઉપયોગ કરે છે. બ્રહ્મચારી સફેદ ધોતિયું અને ભગવું ઉપવસ્ત્ર પહેરે છે અને લાલ ટોપી રાખે છે. સાધુઓ સર્વાંગે ભગવાં રાખે છે. પાર્ષદ એ બ્રહ્મચર્ય પાળે છે પણ અષ્ટ પ્રકારનું નહિ. કેટલાક આચાર્યની આજ્ઞાથી સ્ત્રીઓ સાથે બોલી શકે છે, પણ એમને અડી શકતા નથી અપરિગ્રહ એમણે પાળવાનો હોય છે, પણ ધનનો સ્પર્શ ન કરાય એમ નથી. એટલે એ મંદિરનો આર્થિક વ્યવહાર સંભાળી શકે છે તે ભગવાં નહિ, પણ શ્વેત વસ્ત્રો જ પહેરે છે. પાર્ષદોને બદન કે અંગરખો પહેરવાની મનાઈ નથી. બધા ત્યાગીઓ માથા ઉપર રૂમાલ બાંધે છે. પાર્ષદોનો રૂમાલ ધોળો હોય છે અને બીજા બે આશ્રમવાસીઓનો રૂમાલ ભગવો હોય છે. બ્રહ્મચારીઓ અને સાધુઓ જનોઈ પહેરે છે, પાર્ષદો એ બાબતમાં પોતાના પૂર્વાશ્રમના નિયમ પ્રમાણે વર્તે છે. | સભા. | સભાને યોગ્ય.
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only