Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “pal” · clear
- pal
- આંખનો પલકારો. પહેલા સાધારણ લોકો પલ અને આંખના પલકારાના વખતના માપમાં કાંઈ તફાવત માનતા ન હતા. તેથી આંખના પડદાનું પ્રત્યેક પલમાં એક વાર પડવાનું માની તેને પણ પલ કે પલક કહેવા લાગ્યા. વધુ + | પળ; ઘડીનો સાઠમો ભાગ; ક્ષણ વાર; નિમિષ; જ્યોતિષપ્રસિદ્ધ અમુક કાળ; છ વખત શ્વાસ બહાર કાઢતાં લાગતો વખત; સમયનો અત્યંત નાનો ભાગ. વધુ + | કલિંગ દેશનું ૩૨૦ રતીભાર જેટલું વજન; ત્રણ તોલાભાર; ચાર કર્ષ બરાબર વજન. કર્ષ લગભગ એક તોલા જેટલું થાય છે, પણ તે પ્રામણ નક્કી નથી, તેથી પલના વજનમાં પણ મતભેદ છે. વૈદ્યકમાં તેનું માપ ૮ તોલા અને બીજે ૪ તોલા અથવા ૩ તોલા ૪ માસા પણ મનાય છે. | ચાર રૂપિયાભાર વજન; ચાર તોલા જેટલું વજન. તેને સૃષ્ટિ, આમ્ર ચતુર્થિકા, પ્રકુંચ, ષોડશી અને બિલ્વ પણ કહે છે. | ચાલવાની ક્રિયા; ગતિ. | જટામાંસી. | ઠગાઈ; છેતરપિંડી; પ્રતારણા. | ત્રાજવું; તુલા. | પરાળ; દાણા વગરનું ધાન્યનું પરાળ; જવ, ઘઉં વગેરેના સૂકેલા છોડનો ભૂકો. | પાશેર. | પાંદડું. | પુલ; સેતુ. | માટી. | માંસ. | મૂર્ખ. | મેરુદંડમાં સુષુમ્ણા માંહેની મુખ્ય ગ્રંથિ. | લાખ.