Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “parã” · clear
- parã
- ( પિંગળ ) એક વિષજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૧૬ ગુરુ અને ૧૨૬ લઘુ મળી ૧૪૨ વર્ણની ૧૫૮ માત્રા હોય છે. | રેશમ ખોલનારની લાકડીનું બાર ચૌદ આંગળ લાંબુ એક ઓજાર. | ઈચ્છા; મરજી. | ઊંચામાં ઊંચી ગતિ. | એ નામની એક નદી. | એક પ્રકારનું સામગાન. | કાતરની ધાર. | ગંગા. | ગાયત્રી દેવી. | ચાર માંહેની પહેલી જાતની વાણી; વાણીનાં ચાર માંહેનું પ્રથમ રૂપ. તે નાદના સ્વરૂપવાળી અને મૂલાધારમાંથી નીકળેલી માનવામાં આવે છે. અનાહતચક્રમાં સત્વ, રજ, તમોગુણ સ્વરૂપ માયા વિષે પ્રતિબિંબિત થઈ ગયેલો જીવ પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરીના ક્રમથી હૃદયમધ્યમાં નાદ સહિત નિરંતર શબ્દ કરે છે. ચેતન પ્રાણીને અમુક અર્થ કહેવાની ઈચ્છા થવાથી તે અર્થ સમજાય એવા શબ્દો ઉત્પન્ન કરવા માટે અંતઃકરણને પ્રેરે છે. અંતઃકરણ મૂળ આધારસ્થાનમાં રહેલા અગ્નિને પ્રેરે છે. અગ્નિ તે સ્થળે રહેલા વાયુને ગતિ આપે છે. એ વાયુએ તે જ સ્થાનમાં સૂક્ષ્મરૂપે ઉત્પન્ન કરેલો શબ્દ પરાયંતી વાણી કહેવાય છે. નાભિદેશ પર્યંત ચાલેલા વાયુએ તે પ્રદેશના સંયોગથી ઉત્પન્ન કરેલો શબ્દ પશ્યંતી વાણી કહેવાય છે. એ બંને વાણી સૂક્ષ્મતર હોવાથી માત્ર યોગીને ગમ્ય છે. પછી તે જ વાયુ હૃદયદેશ તરફ જાય છે. હૃદયના સંયોગથી ઉત્પન્ન થયેલી વાણી તે મઘ્યમાં કહેવાય છે. તે પછી તે વાયુ મુખ પર્યંત થઈ કંઠ પ્રદેશને પ્રાપ્ત કરે છે અને તેને મૂર્ધસ્થાન સાથે આઘાત થાય છે, એટલે તે પ્રત્યાઘાતે કરીને પાછો ફરી મુખ વિવરમાં કંઠ વગેરે આઠ સ્થાનમાં પોતાના અભિઘાતથી જે શબ્દ ઉત્પન્ન કરે છે તે વૈખરી વાણી કહેવાય છે. આ પ્રમાણે વૈયાકરણીઓ ચાર પ્રકારની વાણી વર્ણવે છે; પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. તે ચારેમાં મૂળ અને આદિભૂત તેમ જ સૂક્ષ્મતમ પરા વાણી છે. | ચોસઠ માંહેની એ નામની એક યોગિની. | દસ્તો. | પંક્તિ; હાર. | પાંખ. | બ્રહ્મવિદ્યા; ઉપનિષદવિદ્યા. | મૂળાધારમાં થતો એક શબ્દ. | લશ્કરની ટુકડી. | વંધ્યાકકોંટી નામની વનસ્પતિ; વાંઝણી કર્કોટી. | શક્તિના બે માંહેનો એ નામનો એક ભેદ. શક્તિસંપ્રદાયમાં પરા અને અપરા શક્તિને બીજા શબ્દોમાં ચિત્શક્તિ અને માયાશક્તિ એ નામથી પણ વર્ણવવામાં આવેલ છે. | એક જાતનું ઘાસ. | છેવટનું; આત્યંતિક. | શ્રેષ્ઠ; પર; ઉત્તમ. | ઊલટું; વિરુદ્ધ. | દૂર; છેટે; આઘે. | નામ કે ક્રિયાને લાગતાં પાછું, ઊલટું, અતિશય, ખૂબ, છેવટનું એવો ભાવ બતાવતો સંસ્કૃત ઉપસર્ગ. જેમકે, પરાગતિ, પરાજય, પરાક્રમ, પરાકાષ્ઠા. | પ્રતિકુલપણું, અવળચંડાપણું, મુખ્યપણું, ઘર્ષણ, પરાભવ, ત્યાગ, વિક્રમ, પરાક્મ, અત્યંત, ગતિ, ગમન, ભંગ, તિરસ્કાર, પ્રત્યાવૃત્તિ વગેરે દર્શાવનાર અત્ર્યય.