Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “prãgna” · clear
- prãgna
- એક જાતનો પોપટ. | ( પુરાણ ) કલ્કિ દેવના મોટા ભાઈનું નામ. | જીવાત્મા. | પરમાત્માનું અવિદ્યામાં પડતું પ્રતિબિંબ. બ્રહ્મનું પ્રતિબિંબ માયામાં પડે છે, તે માયોપાહિત બ્રહ્મનું પરાવર્તન સમષ્ટિસૂક્ષ્મ ઉપાધિમાં અને તેનું પુન: પરાવર્તન સમષ્ટિસ્થૂલ ઉપાધિમાં થાય છે. માયોપાહિત ચૈતન્યને ઈશ્વર, સમષ્ટિસૂક્ષ્મ શરીરના અભિમાની ચૈતન્યને હિરણ્યગર્ભ અને સમષ્ટિસ્થૂલોપાધિના અભિમાની ચૈતન્યને વિરાટ કહે છે. પ્રાજ્ઞનું વ્યષ્ટિસૂક્ષ્મોપાધિમાં પરાવર્તન તે તૈજસ અને તૈજસનું પુન: પરાવર્તન વ્યષ્ટિસ્થૂલોપાધીમાં થાય તે વિશ્વ કહેવાય છે. આ વાત દર્શાવનારો સાંકેતિક અક્ષર ૐ છે અને તેથી જ તેને શબ્દબ્રહ્મ કહે છે. | પરમેશ્વર. તે સંપૂર્ણ જ્ઞાનવાળા છે. | પંડિત; વિદ્વાન. | સુષુપ્તિ અવસ્થામાં અંત:કરણ લીન થયા છતાં જે માત્ર અજ્ઞાનનો જ સાક્ષી થઈને રહે છે તે. | કવિતાની એક જાતિ. | કુશળ; પ્રવીણ; દક્ષ; હોશિયાર; ચતુર. | જ્ઞાત; પિછાણનાર; જાણનાર. | ડાહ્યું; શાણું; બુદ્ધિમાન. | મૂર્ખ; બેવકૂફ.