Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “prãn” · clear
- prãn
- અગ્નિ; આગ. | આઠ માંહેનું એ નામનું એક પુર. | ( પુરાણ ) આઠ વસુમાંના ધર વસુનો પુત્ર. તેની માનું નામ મનોહરા હતું. તેને ઊર્જસ્વતીથી આયુ નામે દીકરો થયો હતો. દ્રોણ, પ્રાણ, ધ્રુવ, અર્ક, અગ્નિ, દોષ, સોમ અને વિભાવસુ એ આઠ વસુઓ છે. | આત્માને જોવાની ઇચ્છાવાળો બુદ્ધિવાન આત્મજ્ઞાની પુરુષ; આત્મપુરુષ. | ( પિંગળ ) એ નામનો એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. | એ નામે એ કલ્પ. | ગંધરસ; બોલ નામે સુગંધી દ્રવ્ય. | ઘણું જ વહાલું માણસ; વહાલો મિત્ર. વધુ + | જીવ; આત્મા; દશ વૃત્તિવાળો શરીરમાં રહેલ વાયુ; શરીરમાંનો જિંદગીને આધારરૂપ વાયુ. તેના સંયોગથી જીવન અવસ્થા અને વિયોગથી મરણ અવસ્થા પ્રાપ્ત થાય છે. તેનું સ્થાન હ્રદયમાં છે. જેમ અસ્ત પામતા સૂર્યનાં બધાં કિરણ સૂર્યમંડલમાં લીન થઈ જાય છે. તેમ સ્વપ્નાવસ્થામાં બધી ઈંદ્રિયો મનમાં લીન થઈ જાય છે. સુષુપ્તિ અવસ્થામાં તો મનનું સ્પંદન પણ થતું નથી. તે વખતે માત્ર પ્રાણ બધું અનુભવે છે. પ્રાણના બે ભેદ છે: દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. દ્રવ્યપ્રાણ દશ છે: મન, વચન, કાય, સ્પર્શેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેંદ્રિય, ચક્ષુરિંદ્રિય, શ્રોત્રેંદ્રિય, શ્વાસોચ્છવાસ અને આયુ. આત્માની જે શક્તિના નિમિત્તથી ઈંદ્રિયાદિ પોતાના કાર્યમાં પ્રવર્તે તેને ભાવપ્રાણ કહે છે. ભાવપ્રાણના પણ બે ભેદ છે: ભાવેંદ્રિય અને બલપ્રાણ. ભાવેંદ્રિય પાંચ છે: શરીર, જીભ, નાક, આંખ અને કાન.બલપ્રાણના ત્રણ ભેદ છે: મનોબળ, વચનબળ, અને કાયબળ. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રાણ છે. નાગ, કૂર્મ કૂકલ, દેવદત્ત અને ધનંજય એ પાંચ ઉપપ્રાણ કહેવાય છે. ઉદ્દગાર, નિમિષોન્મેષ, છીંક, જૃંભા અને મૃત શરીરને ફુલાવવું એ તેમના અનુક્રમે ધર્મ છે. શાસ્ત્રમાં આંખ, કાન, નાક, મુખ, નાભિ, ગુદા, મૂત્રેંદ્રિય અને બ્રહ્મરંઘ એ પ્રાણ નીકળવાના માર્ગ મનાય છે. વધુ + | જિંદગી; જીવન. | જીવનરસ; જીવનનો આધાર; જીવનશક્તિ; બળ. | તંદુરસ્ત માણસના એક શ્વાચ્છવાસ પ્રમાણનો કાળવિભાગ. | દશ દીર્ધ માત્રાનો ઉચ્ચાર થાય તેટલો વખત; વિનાડિકાનો છઠ્ઠો ભાગ. | ધણી; પતિ. | નિ:શ્વાસ; નીચો શ્વાસ મૂકવો તે. | પરમેશ્વર; બ્રહ્મ. | પરાક્રમ; સત્તા. | ( જૈન ) બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળા જીવ માંહેનો દરેક. | બ્રહ્મા. | ( પુરાણ ) ભૃગુ ઋષિના દીકરા વિધાતાનો એ નામનો દીકરો. | યકાર વર્ણ. | વહાલી ચીજ. | વાસ્તવિક રીતે પાંચની સંખ્યા બતાવનાર સાંકેતિક શબ્દ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શરીરમાં રહેલ છિદ્ર. | શ્વાસ; શ્વાસનો વાયુ. | સૂક્ષ્મદેહ; શરીર ઉપહિત ચૈતન્ય. | કવિત્વશક્તિ. | પૂરૂં કરેલું. | પૂરૂં ભરેલું.
- prãnãyãm
- યોગનાં આઠ માંહેનું એક અંગ; પ્રાણની ગમનાગમન રૂપ વૃત્તિને અટકાવવી તે; નિશ્વાસ અને ઉચ્છ્વાસની ગતિને રોકવાનો વ્યાપાર; પેટમાંના વાયુને નાકનાં છિદ્રો દ્વારા પ્રયત્નપૂર્વક બહાર કાઢવાની તથા બહારના વાયુને યથાશક્તિ અંદર ખેચીં ધારણ કરી રાખવાની ક્રિયા. પતંજલિદર્શનમાં શ્વાસપ્રશ્વાસની ગતિના વિચ્છેદને પ્રાણાયામ માનેલ છે. બહારના વાયુને અંદર લેવો તે શ્વાસ, અંદરના વાયુને બહાર કાઢવો તે પ્રશ્વાસ. આ બંને પ્રકારના વાયુની ગતિને પ્રયત્નપૂર્વક ધીરે ધીરે ઓછી કરવી તેનું નામ પ્રાણાયામ છે. તેની ત્રણ વૃત્તિઓ માની છે: બાહ્ય, આભ્યંતર અને સ્તંભ. આ ત્રણને રેચક, પૂરક અને કુંભક પણ કહે છે. અંદરના વાયુને બહાર કાઢવો તે રેચક, બહારના વાયુને અંદર લેવો તે પૂરક અને અંદરના ખેંચેલ વાયુને ઉદર વગેરેમાં ભરવો તે કુંભક.આ સિવાય એક વધારે શક્તિ છે તેને બાહ્યાભ્યંતર વિષયાક્ષેપી કહે છે. તેમાં શ્વાસપ્રશ્વાસની બાહ્ય તથા આભ્યંતર બંને વૃત્તિઓનો નિરોધ કરી તેને રોકી દે છે. આ ચારે વૃત્તિઓના દેશ,કાળ અને સંખ્યાના ભેદ પ્રમાણે દીર્ઘ અને સૂક્ષ્મ એવા બબ્બે પ્રકાર છે. યોગશાસ્ત્રમાં પ્રાણાયામનો મોટો મહિમા છે. પતંજલિએ તેનું એવું ફળ માન્યું છે કે, તેથી પ્રકાશનું આવરણ ક્ષીણ થાય છે અને યોગનું છઠ્ઠું અંગ જે ધારણા તેમાં યોગ્યતા થાય છે. પ્રાણના નિરોધથી ચિત્તની ચંચળતા દૂર થાય છે અને યોગીને પ્રત્યાહાર, એટલે મન અને ઇંદ્રિયોને વિષયથી વારવાં તે, સુગમ થાય છે. યોગાભ્યાસ માટે પ્રાણાયામ પ્રધાન કર્મ માનેલું છે. આ સિવાય પ્રાણાયામ એ સંધ્યાનું એક અંગ છે. શાસ્ત્રોમાં તેને સર્વથી શ્રેષ્ઠ તપ માનેલ છે અને કહેલ છે કે, પ્રાણાયામથી બધી જાતનાં પાપ નાશ પામે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા,ધ્યાન અને સિવિકલ્પસમાધિ એ આઠ યોગનાં અંગ કહેવાય છે. યમ, નિયમ અને આસન એ ત્રણથી જ્યારે આચાર વગેરે નિયમાય ત્યારે પ્રાણયામ કરવા. યમ વગેરે થયા છતાં પણ ચિત્તવૃત્તિનો નિરોધ ન થાય ત્યારે પ્રાણાયામની જરૂર છે. ચિત્તવૃત્તિને વિષયોમાં પ્રવર્તાવનાર પ્રાણ છે. પ્રાણનું જવું આવવું થાય તે પ્રમાણે ચિત્ત પણ જાઆવ કરે છે, માટે પ્રાણને રૂંધ્યો હોય તો ચિત્ત પણ સ્થિર થાય. મનુષ્યદેહમાં શ્વાસોચ્છવાસ ઊઠીને જેને લીધે જીવનક્રિયા થાય છે. તે વાયુનું નામ પ્રાણ.તેનાં સ્થાનભેદે જુદાં જુદાં નામ છે. હૃદયમાંનો વાયુ પ્રાણ, ગુદામાંનો અપાન, નાભિમાંનો સમાન, કંઠમાંનો ઉદાન અને સર્વ શરીરમાંનો તે વ્યાન કહેવાય છે. જે તે સ્થાનમાં રહી ત્યાંનાં કર્મ પણ આ બધા પ્રાણ ચલાવે છે. કર્મ માત્ર ઉપર દષ્ટિ કરી કોઈ કોઈ નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એમ પ્રાણના દશ. ભેદ પણ માને છે. પ્રાણ સર્વવ્યાપી છે. તેનું મહાસ્થાન સૂર્ય છે. તેમાંથી પ્રવાહ બધે પ્રસરે છે અને ચંદ્રથી તે પોષાય છે. ચંદ્રની ગતિ પ્રમાણે દેહનો પ્રાણ પણ ગતિ કરે છે. રાત્રિદિવસમાં મનુષ્યનો પ્રાણ બાર વાર બદલાય છે. જમણી નાસિકામાં પ્રાણનું વહેવું તેને સૂર્ય અથવા પિંગલા કહે છે. ડાબીમાંથી વહેવું તેને ચંદ્ર અથવા ઇડા કહે છે ને ઉભયમાંથી વહેવું તેને સુષુમ્ણા કહે છે. ચંદ્ર, પ્રાણ, જલ, પૃથ્વી એ તત્ત્વ સાત્ત્વિક કર્મમાં સિદ્ધિદાતા છે. સૂર્ય પ્રાણ તેજતત્ત્વ એ રાજસી કર્મમાં સિદ્ધિદાતા છે. સુષુમ્ણા તથા આકાશતત્ત્વ, બુદ્ધિ, ભક્તિ, જ્ઞાન વગેરેમાં સિદ્ધિદાતા છે. વાયુતત્ત્વ, સાધારણ છે. પ્રાણને સ્વર પણ કહે છે.