Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “prãnãyãm · clear

prãnãyãm
યોગનાં આઠ માંહેનું એક અંગ; પ્રાણની ગમનાગમન રૂપ વૃત્તિને અટકાવવી તે; નિશ્વાસ અને ઉચ્છ્વાસની ગતિને રોકવાનો વ્યાપાર; પેટમાંના વાયુને નાકનાં છિદ્રો દ્વારા પ્રયત્નપૂર્વક બહાર કાઢવાની તથા બહારના વાયુને યથાશક્તિ અંદર ખેચીં ધારણ કરી રાખવાની ક્રિયા. પતંજલિદર્શનમાં શ્વાસપ્રશ્વાસની ગતિના વિચ્છેદને પ્રાણાયામ માનેલ છે. બહારના વાયુને અંદર લેવો તે શ્વાસ, અંદરના વાયુને બહાર કાઢવો તે પ્રશ્વાસ. આ બંને પ્રકારના વાયુની ગતિને પ્રયત્નપૂર્વક ધીરે ધીરે ઓછી કરવી તેનું નામ પ્રાણાયામ છે. તેની ત્રણ વૃત્તિઓ માની છે: બાહ્ય, આભ્યંતર અને સ્તંભ. આ ત્રણને રેચક, પૂરક અને કુંભક પણ કહે છે. અંદરના વાયુને બહાર કાઢવો તે રેચક, બહારના વાયુને અંદર લેવો તે પૂરક અને અંદરના ખેંચેલ વાયુને ઉદર વગેરેમાં ભરવો તે કુંભક.આ સિવાય એક વધારે શક્તિ છે તેને બાહ્યાભ્યંતર વિષયાક્ષેપી કહે છે. તેમાં શ્વાસપ્રશ્વાસની બાહ્ય તથા આભ્યંતર બંને વૃત્તિઓનો નિરોધ કરી તેને રોકી દે છે. આ ચારે વૃત્તિઓના દેશ,કાળ અને સંખ્યાના ભેદ પ્રમાણે દીર્ઘ અને સૂક્ષ્મ એવા બબ્બે પ્રકાર છે. યોગશાસ્ત્રમાં પ્રાણાયામનો મોટો મહિમા છે. પતંજલિએ તેનું એવું ફળ માન્યું છે કે, તેથી પ્રકાશનું આવરણ ક્ષીણ થાય છે અને યોગનું છઠ્ઠું અંગ જે ધારણા તેમાં યોગ્યતા થાય છે. પ્રાણના નિરોધથી ચિત્તની ચંચળતા દૂર થાય છે અને યોગીને પ્રત્યાહાર, એટલે મન અને ઇંદ્રિયોને વિષયથી વારવાં તે, સુગમ થાય છે. યોગાભ્યાસ માટે પ્રાણાયામ પ્રધાન કર્મ માનેલું છે. આ સિવાય પ્રાણાયામ એ સંધ્યાનું એક અંગ છે. શાસ્ત્રોમાં તેને સર્વથી શ્રેષ્ઠ તપ માનેલ છે અને કહેલ છે કે, પ્રાણાયામથી બધી જાતનાં પાપ નાશ પામે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા,ધ્યાન અને સિવિકલ્પસમાધિ એ આઠ યોગનાં અંગ કહેવાય છે. યમ, નિયમ અને આસન એ ત્રણથી જ્યારે આચાર વગેરે નિયમાય ત્યારે પ્રાણયામ કરવા. યમ વગેરે થયા છતાં પણ ચિત્તવૃત્તિનો નિરોધ ન થાય ત્યારે પ્રાણાયામની જરૂર છે. ચિત્તવૃત્તિને વિષયોમાં પ્રવર્તાવનાર પ્રાણ છે. પ્રાણનું જવું આવવું થાય તે પ્રમાણે ચિત્ત પણ જાઆવ કરે છે, માટે પ્રાણને રૂંધ્યો હોય તો ચિત્ત પણ સ્થિર થાય. મનુષ્યદેહમાં શ્વાસોચ્છવાસ ઊઠીને જેને લીધે જીવનક્રિયા થાય છે. તે વાયુનું નામ પ્રાણ.તેનાં સ્થાનભેદે જુદાં જુદાં નામ છે. હૃદયમાંનો વાયુ પ્રાણ, ગુદામાંનો અપાન, નાભિમાંનો સમાન, કંઠમાંનો ઉદાન અને સર્વ શરીરમાંનો તે વ્યાન કહેવાય છે. જે તે સ્થાનમાં રહી ત્યાંનાં કર્મ પણ આ બધા પ્રાણ ચલાવે છે. કર્મ માત્ર ઉપર દષ્ટિ કરી કોઈ કોઈ નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એમ પ્રાણના દશ. ભેદ પણ માને છે. પ્રાણ સર્વવ્યાપી છે. તેનું મહાસ્થાન સૂર્ય છે. તેમાંથી પ્રવાહ બધે પ્રસરે છે અને ચંદ્રથી તે પોષાય છે. ચંદ્રની ગતિ પ્રમાણે દેહનો પ્રાણ પણ ગતિ કરે છે. રાત્રિદિવસમાં મનુષ્યનો પ્રાણ બાર વાર બદલાય છે. જમણી નાસિકામાં પ્રાણનું વહેવું તેને સૂર્ય અથવા પિંગલા કહે છે. ડાબીમાંથી વહેવું તેને ચંદ્ર અથવા ઇડા કહે છે ને ઉભયમાંથી વહેવું તેને સુષુમ્ણા કહે છે. ચંદ્ર, પ્રાણ, જલ, પૃથ્વી એ તત્ત્વ સાત્ત્વિક કર્મમાં સિદ્ધિદાતા છે. સૂર્ય પ્રાણ તેજતત્ત્વ એ રાજસી કર્મમાં સિદ્ધિદાતા છે. સુષુમ્ણા તથા આકાશતત્ત્વ, બુદ્ધિ, ભક્તિ, જ્ઞાન વગેરેમાં સિદ્ધિદાતા છે. વાયુતત્ત્વ, સાધારણ છે. પ્રાણને સ્વર પણ કહે છે.