Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “prãrabdha” · clear
- prãrabdha
- ( વેદાંત ) ઇચ્છા, અનિચ્છા અને મહેચ્છા કે પરેચ્છા એ ત્રણનો સમૂહ. પ્રારબ્ધના ત્રણ પ્રકાર છે: અનિચ્છા પ્રારબ્ધ એટલે ઇચ્છેલું નહિ એવું, પરેચ્છા પ્રારબ્ધ એટલે પારકાની ઇચ્છાથી પ્રાપ્ત થયેલું અને સ્વેચ્છા પ્રારબ્ધ એટલે પોતાની ઇચ્છાથી પ્રાપ્ત થયેલું પ્રારબ્ધ. | સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એવા કર્મના ત્રણ માંહેનો એ નામનો એક ભેદ; સંચિત માંહેનાં જેટલાં કર્મનાં ફળ ભોગવવાની શરૂઆત થઈ ચૂકી હોય તે કર્મ; સંચિત કર્મમાંથી જેટલાં ભોગવવાને માટે આ વર્તમાન દેહ સરજાયો છે તેટલાં કર્મ; જેનું ફળ આ જન્મમાં ભોગવવા માંડયું છે તે કર્મો; પહેલેથી અથવા જન્મથી શરૂ થતું અદષ્ટ; ભાગ્ય; નસીબ. આ વર્તમાન દેહના આરંભ થવાના સમયમાં કાળ, સંચિત કર્મોમાંથી કેટલાંક કર્મને એકઠાં કરીને તેઓને આ દેહમાં ફળ દેવા સારૂં પ્રેરે છે. એવી રીતે પ્રેરાયેલા કર્મો પ્રારબ્ધ કહેવાય છે. જ્યાંસુધી પ્રારબ્ધ કર્મ હોય ત્યાંસુધી દેહ રહે છે. મુંડકોપનિષદમાં કહ્યું છે કે: આત્મજ્ઞાનથી સંચિત ક્રિયમાણ અને પ્રાચ્બ્ધનો અસ્ત થઈ જાય છે. સંચિતા એટલે હજુ જે ફળ્યાં નથી પણ ભવિષ્યમાં જે ફળવાનાં છે એવાં એકઠાં થયેલાં અનંત જન્મોનાં કર્મ તે વંધ્યવીર્ય થઈ જાય છે. કરાતાં ક્રિયમાણ કર્મને તો કરાય છે જ એવી રીતે કે તેનો સ્પર્શ જ ન લાગે અને પ્રારબ્ધ ફળદાનમાં પ્રવૃત્ત કર્મોનો જ્ઞાનની જડીબુટ્ટીને લીધે ડંખ જ મરી જાય છે. જોકે પ્રારબ્ધ કર્મોનો વિના ભોગે ક્ષય નથી, છતાં આત્મદર્શનમાંથી નીપજતા પ્રચંડ વીર્યથી આત્મદર્શન તેને એવી રીતે ભોગવી લે છે કે જે ન ભોગવ્યાં જેવાં જ થઈ રહે છે. આમ આત્મદર્શનમાં પરિપૂર્ણ મુક્તિ અને જીવનની પરમશિવતા છુપાઈ છે. જે સંચિત હોય છે તે જ પ્રારબ્ધ બને છે અને પ્રારબ્ધ ભોગવવાં જ પડે છે. સિદ્ધાંતદર્શનમાં કહ્યું છે કે: જેમણે આત્માનો સાક્ષાત્કાર કર્યા છે એવા જ્ઞાનીઓને પણ પ્રારબ્ધનો ક્ષય થઈ રહેતાં સુધી આ જગત દેખાયા કરે છે, કારણ કે પ્રારબ્ધનો ક્ષય થતાં સુધી અવિદ્યાની વિક્ષેપશક્તિ અત્યંત લય પામતી નથી. સ્વામી રામતીર્થ કહે છે કે: મનુષ્ય પોતે જ પોતાના પ્રારબ્ધનો રચનાર છે. પ્રશ્નોપનિષદમાં કહ્યું છે કે: જે પુરુષસિંહ અવિનાશી બ્રહ્મને જાણે છે તે, તે જ્ઞાનના રૂપે જાતે સર્વજ્ઞ થાય છે અને પોતાના પ્રારબ્ધના અંતે પરબ્રહ્મ પરમાત્માને પામે છે, મુક્ત થાય છે. વધુ + | શરૂ કરેલું; સારી રીતે આરંભેલું.
- prãrabdha karma
- ( વેદાંત ) ત્રણ માંહેનો એક પ્રકારનું કર્મ; નસીબ; ભાગ્ય. સંચિત કર્મોમાંથી નીકળીને આ વર્તમાન શરીરનાં આરંભક થાય છે તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. સુખદુ:ખાદિ પ્રારબ્ધનું કાર્ય છે. પ્રારબ્ધકર્મ ત્રણ પ્રકારનું છે: ઇચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ અને પરેચ્છા પ્રારબ્ધ. સાંખ્યદર્શનમાં કહ્યું છે કે: જે પ્રારબ્ધકર્મથી આયુષ્યનું નિર્માણ થયું છે તે થોડુંઘણું બાકી રહેવાથી શરીર રહે છે. પ્રારબ્ધકર્મ આયુષ્યના ઉપભોગથી જ ક્ષીણ થાય છે. ઉપનિષદમાં પણ લખ્યું છે કે; વિવેકજ્ઞાન થયા પછી પ્રારબ્ધકર્મનો ક્ષય થાય ત્યાં સુધી શરીર રહે છે.