Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
3 resultsfor “pralay” · clear
- nitya-pralay
- દરરોજ થતો પ્રલય; નિદ્રા; સુષુપ્તિ. વેદાંતપરિભાષામાં ચાર જાતના પ્રલય કહ્યા છેઃ નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક. તેમાં સુષુપ્તિને નિત્યપ્રલય કહે છે. જે પ્રમાણે પ્રલયકાળમાં કોઈ કાર્યનું જ્ઞાન થતું નથી, તે પ્રમાણે સુષુપ્તિ અવસ્થામાં પણ થતું નથી. આ અવસ્થા હમેશ થાય છે. દરરોજ માણસ ઊંઘી જાય છે ત્યારે તેની નજર આગળ જગત દેખાતું નથી. તે નિત્યપ્રલય કહેવાય છે. બ્રહ્માના લવ, નિમેષ અને દિવસમાં સર્વ ઉત્પન્ન થઈને જે નાશ પામે છે તેનું નામ નિત્યપ્રલય કહેવાય છે. | પ્રાણીનો હમેશ થતો નાશ.
- prãkrut-pralay
- દુનિયાનો તદૃન નાશ. વધુ + | પ્રકૃતિ સુધી પહોંચતા પ્રભાવવાળો પ્રલય; કાર્યબ્રહ્માના નાશના નિમિત્તથી બધા કાર્યનો વિનાશ. પ્રકૃતિનો પ્રલય થાય છે ત્યારે આખા વિશ્વનો લય થાય છે. તેને નૈમિત્તિક પ્રલય પણ કહે છે. આમાં પ્રકૃતિ પણ બ્રહ્મામાં કે પરમાત્મામાં લીન થઈ જાય છે. પાંચ તન્નમાત્રા, અંહકાર, મહત્તત્ત્વ અને અવ્યક્તરૂપ પ્રકૃતિમાંથી કોઈ એકને આત્મા માની તેની ઉપાસના કરવાથી તેની વાસનાયુક્ત ચિત્તવાળો દેહ પડ્યા પછી પોતે પૂર્વોક્ત પ્રકૃતિમાંની જે પ્રકૃતિની ઉપાસના કરી હોય તેમાં, જેણે પોતાનું કર્તવ્ય સમાપ્ત કર્યું નથી એવા સંસ્કારયુક્ત ચિત્તવાળો તે દેહ લય પામે છે.
- pralay
- અનુભવના આઠ માંહેનો એક ભેદ. નાટકમાં વપરાય છે. | આઠ માંહેનો એક ભાવ; હદયની સ્થિતિ જણાવનાર માનસિક વિકારોમાંનો એક ભાવ. | ઉત્પતિ, સ્થિતિ અને લય એ ત્રણમાંની ત્રીજી અવસ્થા; વિનાશ; નાશ. કર્મપુરાણ પ્રમાણે પ્રલય ચાર પ્રકારનો છે: નિત્ય, નૌમિત્તિક, પ્રાકૃત અને આત્યંતિક. લોકમાં જે ચાલુ ક્ષય થયા કરે છે, તે નિત્ય પ્રલય. કલ્પને અંતે ત્રણ લોકનો જે ક્ષય થાય તે નૌમિત્તિક કે બ્રાહ્મપ્રલય. જયારે પ્રકૃતિ મહદાદિ સુધી વિલીન થાય ત્યારે પ્રાકૃતિક પ્રલય થાય. જ્ઞાનની પૂર્ણાવસ્થા થતાં બહ્મ અથવા ચિત્તમાં લીન થઈ જવાનું નામ આત્યંતિક પ્રલય છે. વિષ્ણુપુરાણમાં નિત્ય પ્રલયનો ઉલ્લેખ નથી. બ્રાહ્મ અને પ્રાકૃત પ્રલયોનું વર્ણન પુરાણોમાં એકસરખું છે. અનાવૃષ્ટિ વડે ચરાચરનો નાશ, બાર સૂર્યના પ્રચંડ તાપથી જીવનું શોષણ અને બધાનું ભસ્મ થઈ જવું, પછી ચાલુ ઘોર વૃષ્ટિ થવી અને બધું જળમય થઈ જવું, કેવળ પ્રજાપતિનું કે વિષ્ણુનું રહેવું એંમ વર્ણવેલું છે. એક હજાર ચતુર્યુગનો બ્રહ્માનો એક દિવસ અને તેટલા વખતની એક રાત થાય છે, આ રાતમાં જે પ્રલય થાય છે. તેને બાહ્મ પ્રલય કહે છે. પ્રાકૃતિક પ્રલયમાં પહેલા પાણી એ પૃથ્વીના ગંધ ગુણનો નાશ કરે છે, પછી જળના રસ ગુણનો અગ્નિ નાશ કરે છે. પછી વાયુ તેજનો નાશ કરે છે. ત્યાર પછી વાયુ જેનો ગુણ સ્પર્શનો છે તેનો આકાશ નાશ કરે છે. કેવળ આકાશ રહે છે જેનો ગુણ શબ્દનો છે. તે પછી આ શબ્દ પણ અહંકારતત્ત્વમાં અને અહંકારતત્ત્વ મહતત્ત્વમાં અને છેવટે મહત્ત્વ પણ પ્રકૃતિમાં લીન થાય છે. નૈયાયિક બે પ્રકારના પ્રલય માને છે: ખંડપ્રલય અને મહાપ્રલય. પણ નવા ન્યાયવાળાઓ મહાપ્રલયને નથી માનતા. સાંખ્યમત પ્રમાણે સૃષ્ટિ અને પ્રલય બંને પ્રકૃતિનું પરિણામ છે. પ્રકૃતિનું પરિણામ બે પ્રકારનું છે: સ્વરૂપ પરિણામ અને વિરૂપ પરિણામ. પ્રકૃતિના ઉતરોત્તર વિકાર વડે જે વિરૂપ પરિણામ થાય તેથી સૃષ્ટિ થાય અને સૃષ્ટિનું ફરી ઊલટું પરિણામ પ્રકૃતિના સ્વરૂપ તરફ થવા લાગે તેને પ્રલય કહે છે. જયારે સત્ત્વ સત્ત્વમાં, રજસ રજસમાં, તમસ તમસમાં મળી જાય ત્યારે પ્રલય થાય. સ્વરૂપ પરિણામ જયારે થવા લાગે ત્યારે પહેલાં મહાભૂત પંચ તન્માત્રમાં વિલીન થાય, પછી પંચતન્માત્ર અને અગિયાર ઈંદ્રિયો અહંકારતત્વમાં, અહંકાર મહતત્ત્વમાં અને અંતે મહતત્ત્વ પ્રકૃતિમાં લીન થાય.તે વખતે માત્ર એક પ્રકૃતિ રહે. આ પ્રમાણે સંસાર પોતાના મૂળ કારણ પ્રકૃતિમાં લય પામે છે. સૃષ્ટિનો પ્રલય થવા સંબંધમાં શ્રીમદ રાજચંદ્દ જણાવે છે કે, કેવળ મોક્ષરૂપે સર્વ જીવોની સ્થિતિ થાય કે કેવળ’ આ દુનિયાનો નાશ થાય તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય તો કોઈ વર્ધમાન થાય, તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે. તે ઉપરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા જોગ છે. સૃષ્ટિ એટલે આ જ પૃથ્વી એવો અર્થ નથી. | એ નામે એક પ્રકારનો સાત્ત્વિક ભાવ. તેમાં કોઈ બાબતમાં તન્મય થવાથી આગલી સ્મૃતિનો લોપ થાય છે. | કલ્પને અંતે જગતનો લય. કલ્પ એટલે બહ્માનો એક દિવસ અર્થાત ૪,૩૨,૦૦,૦૦,૦૦૦, વરસ. | ચાલી જવું તે; સમેટાઈ જવું તે. | છત્રીશ માંહેનું એક દંડાયુધ. | ( વેદાંત ) તમામ ભાવરૂપ કાર્યનો નાશ.. પ્રલય પાંચ પ્રકારનો છે. (૧) નિત્ય, (૨) નૈમિત્તિક, (૩) દૈનિક, (૪) મહાપ્રલય અને (૫) આત્યંતિક પ્રલય. બીજી રીતે (૧) સુષુપ્તિ, (૨) મૂર્છા, (૩) મૃતિ, (૪) પુન:શરીરપ્રાપ્તિ અને (૫) દૈનંદિન એવા પણ પાંચ પ્રકાર છે. | ( પુરાણ ) પૃથ્વી પર થતો જળબંબાકાર; પૃથ્વી ઉપર પાણી ફરી વળવું તે; સૃષ્ટિનો નાશ થવો તે. | બહ્માની રાત્રિ. સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ એ ચતુર્યુગના કુલ ૪૩,૨૦,૦૦૦ વરસો થાય છે. એવા ૧૦૦૦ ચતુર્યુગ તે બહ્માનો એક દિવસ અને બીજા ૧૦૦૦ ચતુર્યુગની એક રાત્રિ. તેમાં દિવસ તે સૃષ્ટિની સંજ્ઞા અને રાત્રિ તે પ્રલયની સંજ્ઞા છે. | મૂર્ચ્છા; બેહોશી. | મૃત્યુ. | મોટી આફત; કાળો કેર વર્તાઇ જવો તે; મોટું દુ:ખ. | વસ્તુનો તિરોભાવ. વધુ + | શરીરચેષ્ટાનો રોધ. મુખ નમાવવું, મસ્તક કંપાવવું, શરીર હલાવવું, વસ્તુઓ લેવી તથા મુકવી, મુખે બોલવું, આંખો વાંકીચૂંકી કરવી ઈત્યાદિક શરીરચેષ્ટા રૂંધાય તેને પ્રલય કહે છે. સ્તંભમાં તો શરીરચેષ્ટા છે, પણ કેવળ ગતિનો રોધ થાય છે, માટે સ્તંભ અને પ્રલયમાં ભેદ પાડયો છે. સ્તંભમાં ચેતન રહે છે અને પ્રલયમાં તો ચેતનનો તિરોભાવ થાય છે. જેને મૂર્ચ્છા કહે છે તે જ પ્રલય જાણવો. શોક, દુ:ખ, આઘાત, ક્રોધ, મોહ ઈત્યાદિક વિભાવથી મૂર્ચ્છા એટલે પ્રલય થાય છે. | સંહારકાળ; જે કાળમાં પંચમહાભૂત વગેરે નાશ પામે છે તે કાળ.