Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “pranav” · clear
- pranav
- ઓમકાર મંત્ર; બ્રહ્મબીજ. | ઓમકાર શબ્દ; બ્રહ્મની ઉત્પતિ, સ્થિતિ, લય એ ત્રણ શક્તિનું જ્ઞાન પમાડનારો સંકેત શબ્દ. | ત્રિદેવ; બ્રહ્મા; વિષ્ણ; મહેશ. | ( પિંગળ ) દશ અક્ષરનો એક અક્ષરમેળ છંદ. તે પંક્તિ છંદનો ભેદ છે. તેના દરેક ચરણમાં મગણ, નગણ, યગણ અને ગુરુ મળી દશ અક્ષર હોય છે. તેમાં પાંચમે અક્ષરે વિસામો આવે છે. તેને હીરાંગી પણ કહે છે. | પરમેશ્વર. | યજમાને પ્રથમ ૐ કહી ગાવા યોગ્ય સામ. | વિષ્ણુ. તે ઓંકારસ્વરૂપ, સર્વ પ્રાણીઓના હ્યદયસ્થાનમાં જીવરૂપ થઈને રહેનારા, ઓંકારના વાચ્યાર્થ અને લક્ષ્યાર્થથી ગમ પડી શકે તેવા, ઓકાંર એ જ જેમનું સ્વરૂપ છે એવા અને ઓંકારાપણે જ સર્વમાં રહેલા હોવાથી વિષ્ણુ પ્રણવ કહેવાય છે. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( પિંગળ ) સંકીર્ણ વર્ગનો એ નામનો વિષમવૃત છંદ. તેના પહેલાં પાદમાં રગણ, નગણ, જગણ, લઘુ અને ગુરુ મળી ૧૧ વર્ણ, બીજા પાદમાં બે તગણ, અને રગણ મળી ૯ વર્ણ, ત્રીજા પાદમાં નગણ, રગણ, જગણ, લઘુ અને ગુરુ મળી ૧૧ વર્ણ, અને ચોથા પાદમાં સગણ, યગન, રગણ, લઘુ અને ગુરુ મળી ૧૧ વર્ણ હોય છે. | એ નામનું એક રણવાદ્ય.