Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “prasãd” · clear
- prasãd
- ( સંગીત ) અઠ્ઠાવન માંહેનો ત્રીશમો વર્ણાલંકાર. | અનુગ્રહ; કૃપા; મહેરબાની; મહેર. | અર્થની સ્પષ્ટતા. | કાવ્યની રચનામાં રહેલું મોહક શબ્દમાધુર્ય; સાંભળવાની સાથે જ ભાવ સ્ફુરે અને હૃદયમાં ઊતરી જાય તેવો કાવ્યનો એક ગુણ; વાચકનું મન રંજન થાય એવી કાવ્યમાંની કવિની અલૌકિક રચનાશક્તિ; કવિતામાં કે વાણીમાં ચિત્તને પ્રસન્ન કરે એવું તત્ત્વ; ભાવો અને અર્થના પ્રવાહની સાથે શબ્દસમૂહ અને પદ્યના લયપ્રવાહનો મેળ. વધુ + | ખુશાલીની નજર; રાજીખુશી; પ્રસન્નતા; ચિત્તનું સ્વાસ્થ્ય. | ઠોક; માર; શિક્ષા. વધુ + | દેવને ધરાવેલું ખાવાનું તે; દેવતાની આગળ ધરાવેલું નૈવેદ્ય. વધુ + | નાગપિંગળ માંહેનો માત્રામેળવાળો એક છંદ. | નિર્મળતા; સ્વચ્છતા. | ભાત; રાંધેલા ચોખા. | ભોજન; જમવું તે. | મહાન પુરુષ અથવા ધર્મિષ્ઠ પુરુષે પાછળ રાખેલ ચીજો; દેવ, ગુરુ, રાજા, સ્વામી વગેરેએ પ્રસન્ન થઈને આપેલું જે કંઈ તે; નૈવેદ્યની શેષ; પ્રસાદી; દેવ, ગુરુ, ધણી વગેરેએ ભોગવેલા પદાર્થમાંથી શેષ રહેલો પદાર્થ. વધુ + | મહેરબાની. | માણસને ઈશ્વરી મદદ કે મૈત્રી પમાડનાર આશીર્વાદ. | વર; વરદાન; બક્ષિશ. | વીરશૈવ ધર્મમાં જણાવેલ આઠ માંહેનું એક આવરણ. | શાંતિ. | શીરો; એક જાતની મીઠી વાની. | શ્રદ્ધા. | ( સંગીત ) સંચારી માંહેનો એક આરોહી અલંકાર. | સંતોષ. | સાધુઓનો ભેળા થવાનો ઓરડો. | સ્વાદ. | ( પુરાણ ) સ્વાયંભુવ મન્વંતરમાંના ધર્મ ઋષિને મૈત્રી નામની સ્ત્રીથી થયેલો એ નામનો પુત્ર.