Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “rãs” · clear
- rãs
- ( વહાણવટું ) આગલો મોરો. વધુ + | ( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તેના દરેક ચરણમાં બાવીશ માત્રા હોય છે. તેમાં ૧, ૫, ૯, ૧૩, ૧૭ અને ૨૧ માત્રાએ તાલ આવે છે. વધુ + | એબીસિનિઅમાં રહેતી જુદી જુદી હબસી લોકોની જાતનો મુખી. | કાર્તિક મહિનામાં ગીત અને નાચ સાથે ઊજવતા હિંદુ ઉત્સવનું નામ. તે કૃષ્ણ અને ગોપીના માનમાં ઊજવાય છે. | ખિતાબ. | ખેતર માંહેનો ફોતરાંવાળો અનાજનો ઢગલો. | ગાતાં ગાતાં ગોળાકારે ફરતાં, કરાતો નાચ કે તેમાં ગવાય તેવું ગીત; ગોળ ફૂદડીએ ફરતાં ફરતાં રમવું કે ગમત કરવી તે; ગોળાકારે ફરતાં ગાવું ને દાંડિયારાસ રમવા તે. રાસ કે ગરબાનું મૂળ ગોપીઓની રાસક્રીડા હોય તેમ લાગે છે. રાસ કે ગરબા ફક્ત સ્ત્રીઓને જ માટે હોય એવું કંઇ નથી. કાઠિયાવાડમાં ખાસ તેમ જ બીજે ઘણે સ્થળે સ્ત્રીઓ અને પુરુષો સાથે રાસ લે છે. લોકનૃત્ય તરીકે તો રાસ ફક્ત નવરાત્રિના તહેવારોમાં જ જોવામાં આવે છે. રાસ હમેશ ગાયનો સાથે જ લેવાય છે. કોઇ ઠેકાણે લોટા કે ગાગર વગેરે લઈ ને પણ રાસ લઈ શકાય છે. ગાગર કે હાંડો લઇને રાસ લેવાની પ્રથા મુખ્યત્વે કાઠિયાવાડમાં જ નજરે પડે છે. તેને હીંચ કહેવાય છે. વધુ + | ( પિંગળ ) જગતી છંદનો જાતનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; મતા. તેના દરેક ચરણમાં નગણ, રગણ, નગણ અને રગણ મળી બાર અક્ષર હોય છે. તેમાં ૬, ૬ અક્ષરે યતિ આવે છે. વધુ + | જમૈયા ઉપરની કારીગરીવાળી સોના રૂપાની મૂઠ; જમૈયાનો હાથો; રાચ. | દત્તક પુત્ર. વધુ + | દત્તક લેવાની ક્રિયા. | પશુઓનું ટોળું. | ભંડોળ; મૂડી. | રસવાળું એક જાતનું નાટક; ગરબાની પેઠે મોટે રાગે ગાવાનું નાનું કથાનક; ખરી બનેલી વાર્તાની કવિતા; એક પ્રાકૃત કાવ્યપ્રબંધ. જેમકે, ચંદ બારોટનો પૃથ્વીરાજરાસ કે રાસો. | ( જૂ. ગુ. ) રાશિ; ઢગલો. વધુ + | રાસડા ગાનાર ટોળું કે મંડળ. | શબ્દ ધ્વનિ; ગડબડાળ; કોલાહલ. | બેડી; જંજીર; શૃંખલા. | ભૂશિર. | સરખાપણું; મળતાપણું; મેળ. જાત-ગુણ-રીત વગેરેની બાબતમાં વપરાય છે. | વણકરનું એક સાધન; દેશી ખાદી વણનારા કારીગરોનું દોરાને ઠપકારી બેસાડવા માટે વાપરવાનું એક જાતનું ઓજાર. તે સૂતરનો દોરો પરોવીને વણવાના કામમાં આવે છે. તેને ફણી પણ કહે છે. | અનુકૂળ; માફક; ઠીક. | જુઓ રાશ.
- rãs-leelã
- કૃષ્ણચરિત્ર ભજવી બતાવવું તે. | રાસધારીઓનો શ્રીકૃષ્ણલીલા સંબંધી અભિનય. | રાસનું ખેલન; દાંડિયારાસ રમતાં ગાવું અને ગોળફૂદડીએ ફરવું તે. | શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે કરેલી રાસનો ક્રીડા; વ્રજભક્તો સાથેનું પ્રભુનું ક્રીડન; રાસક્રીડા. વધુ +