Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “sãdhu” · clear
- sãdhu
- ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે જગતી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં રગણ, નગણ, જગણ અને રગણ મળી બાર અક્ષર હોય છે. | જિનદેવ. | જૈન ધર્મની દીક્ષા લીધી હોય તે પુરુષ. તેઓને પાંચ મહાવ્રત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ; પાંચ સમિતિ: ઈર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને પરિષ્ઠાપન અને ત્રણ ગુપ્તિ: મન, વચન અને કાયાનું ગોપન; તથા ચાર ભાવના: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ-એ બધાં વ્રતોનું કડક રીતે પાલન કરવાનું હોય છે. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | બાવો; ત્યાગી; વૈરાગી. | મુનિ. | વિષ્ણુ. | વ્યાકરણની રીતે સિદ્ધ થયેલો શબ્દ. | શૈવમતનો એ નામનો એક વિભાગ. | સજ્જન; સત્પુરુષ. પર કાર્ય સાધે તે સાધુ એટલે કે, પારકાનાં દુ:ખ મટાડવાનું કાર્ય કરે તે સાધુ, અથવા પરલોક એટલે મોક્ષને માટે જે પ્રયત્ન કરે તે સાધુ કહેવાય છે. ગૃહસ્થ આદિ આશ્રમમાં રહીને તે તે આશ્રમના ધર્મનું યર્થાથ પાલન કરવાવાળા મનુષ્યનું નામ પણ સાધુ કહેવાય છે. વાયુ પુરાણમાં લખ્યું છે કે: ગુરુની પાસેથી વિદ્યાનું અધ્યયન કરનાર બ્રહ્મચારી કહેવાય છે. ગૃહસ્થધર્મની ક્રિયાઓનું અનુષ્ઠાન કરનાર ગૃહસ્થ પણ સાધુ કહેવાય છે. જંગલમાં અથવા ગામની બહાર રહીને તપ કરનાર વાનપ્રસ્થાશ્રમીને પણ સાધુ કહેવાય છે તથા ચતુર્થાશ્રમમાં રહીને પરમાત્માની પ્રાપ્તિના સાધનરૂપ યોગસાધન આદિ યત્ન કરનાર યતિને પણ સાધુ કહેવાય છે. વધુ + | ( શિલ્પ ) સાઠ આંગળ ઊંચો ઘોડો. | સાથવો; શેકેલ ઘઉં ને ચણાનો લોટ. | સાધુ પુરુષ. | સ્વામિનારાયણ ધર્મનો ત્યાગી પુરુષ. આ સંપ્રદાયના ત્યાગીઓમાં ત્રણ ભેદ છે. બ્રહમચારી, સાધુ અને પાર્ષદ. બ્રાહ્મણ વર્ગના ત્યગીઓ બ્રમચારી કહેવાય છે; ક્ષત્રિય અને વૈશ્ય અને સાધુ થઈ શકે છે. એ બને પ્રકારના ત્યગીઓને અષ્ટ પ્રકારનું બ્રહ્યચર્ય પાળવું પડે છે અને ધનનો ત્યગ રાખવો પડે છે. પણ બ્રહ્યચારીઓ ધાતુપાત્રનો ઉપયોગ કરી શકે છે. જ્યારે સાધુઓ કાષ્ટ પાત્ર અને તૂંબડીનો જ ઉપયોગ કરે છે. બ્રહ્મચારી સફેદ ધોતિયું અને ભગવું ઉપવસ્ત્ર પહેરે છે અને લાલ ટોપી રાખે છે; સાધુઓ સર્વાંગે ભગવાં રાખે છે. | ઉત્તમ; યોગ્ય; સારુ; શ્રેષ્ઠ. | ઉત્તમ કુળમાં જન્મેલ. | ધાર્મિક; ઈશ્વરભક્તિપરાયણ. | પ્રામાણિક; શીલવાળું. | મનોહર; સુંદર. | મોક્ષમાર્ગ સાધક. | ( વ્યાકરણ ) શિષ્ટ; શુદ્ધ. તે શબ્દ કે ભાષા માટે વપરાય છે. | સદ્દગુણી; સદાચરણી. | સાધનાર; સાધનારું. સમાસને અંતે તે વપરાય છે. જેમકે સ્વાર્થ સાધુ. | ધન્ય; શાબાશ.