Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “sãkshãtkãr · clear

sãkshãtkãr
આત્માનું જ્ઞાન થવું તે; આત્મદર્શન; આત્માનુભૂતિ; સ્વરૂપસિદ્ધિ; આત્મદર્શી થવું તે. | ઈશ્વર કે પરમતત્ત્વનો સાક્ષાત્ અનુભવ; ઈશ્વરનો પ્રત્યક્ષ અનુભવ કે ઓળખાણ; અપરોક્ષ બોધ. ગાંધીજી કહે છે કેઃ ઈશ્વરને સાક્ષાત્ જોવા અને દૂરથી તેને સત્યમાં મૂર્તિમંત થયેલો ભાળવો, એ બે વાતોમાં મોટો ફેર છે. મને લાગે છે કે, આ બંને વિધાનો પરસ્પર મેળ વગરનાં નથી; એટલું જ નહિ પણ, બંનેમાંથી એકબીજાને ખુલાસો મળી રહે છે. હિમાલયને આપણે ઘણે દૂરથી ભાળીએ છીએ અને આપણે તેની ટોચે પહોંચીએ ત્યારે તેનો આપણને સાક્ષાત્કાર થયો કહેવાય. દૃષ્ટિની મર્યાદામાં રહી કરોડો લોકો સેંકડો જોજનના અંતર પરથી તેને જુએ, પણ વરસોની પ્રવાસની મથામણ પછી યે બહુ થોડા તેની ટોચે પહોંચી તેનો સાક્ષાત્કાર કરે. સાક્ષાત્કાર સંબંધે શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ લખે છે કેઃ શ્રવણેંદ્રિયથી વસ્તુ ગ્રાહ્ય છે તેના કરતાં નેત્રથી ગ્રાહ્ય વસ્તુની વિશેષ ખાતરી થાય છે. શબ્દનો સાક્ષાત્કાર તો કહેવાય પણ નેત્રથી થતો સાક્ષાત્કાર વિશેષ છે. વળી નેત્રથી હું જોઉં છું તેમાં પણ વખતે એક શંકા થાય કે તમે ચિત્રરૂપ આકૃતિ હો-ભલે પછી તમારા હાથ પગ હાલતા હોય-કેમકે, સિનેમાઓમાં એવી હાલતી ચાલતી આકૃતિઓ દેખાય છે. પરંતુ હું તમારી પાસે આવીને ભેટું ત્યારે તે બધા કરતાં વધુ સાક્ષાત્કાર થાય. એટલે પ્રથમ શ્રોત્ર, પછી નેત્ર અન પછી ત્વક્ એમ ક્રમ થયો. આ બધી બાહ્ય ઇંદ્રિયોની વાત છે પરંતુ તે કરતાં યે તમને પોતાનાં સુખદુઃખની વધુ ખાતરી થાય, એટલે કે આંતર અનુભવથી વિશેષે ખાતરી થાય છે. બાહ્ય વસ્તુને સિદ્ધ કરવી તે તેનો સાક્ષાત્કાર કરવા જેવું છે, છતાં આંતર અનુભવથી વધુ ખાતરી થાય છે. દલીલથી ખાતરી કરીએ તે કરતાં ય સાક્ષાત્કારથી અનુભવ કરીએ તેમાં પણ ફેર છે. આપણે ગણિતના આંકડા જેવી ગણતરીથી કોઈ વસ્તુની અંતરમાં ખાતરી કરી આપીએ તે કરતાં સુખદુઃખના સાક્ષાત્કારનો અનુભવ વિશેષ છે. આથી શાસ્ત્રકારોએ પરોક્ષાનુભવ અને અપરોક્ષાનુભવ એમ બે પ્રકારના અનુભવ બતાવ્યા છે. કર્મમાર્ગમાં ત્ત્વગગ્રાહ્ય છે અને ભક્તિમાં મનનો અનુભવ છે. તેથી કર્મયોગ કરતાં ભક્તિયોગ ચઢિયાતો છે. જ્ઞાનયોગ-Intellectual conviction ( એક ભાગ ) એ ભક્તિયોગ કરતાં ઊતરતો છે. જ્ઞાનયોગનો બીજો ભાગ-સાક્ષાત્ અનુભવ એ સહુથી ચઢિયાતો છે. એમાં તો ચિત્તમાં ભગવાન આવવા જોઈએ. અર્થાત્ આત્મા consciousnessમાં ભગવાનનું રૂપ કોતરાવું જોઈએ. માલતી માધવની એક મનોહર પંક્તિ-લીનેવ પ્રતિબિંબિતેવ લિખિતે વોક્તીર્ણરૂપેવ ચ-દ્વારા આ સાક્ષાત્કારનું સ્વરૂપ સમજીએ. માલતીની પ્રતિમા પેઠે આપણી વૃત્તિઓને પરમાત્મામાં લીન કરવાની છે, એમનામાં એનું પ્રતિબિંબ પાડવાનું છે. પરંતુ લય અને પ્રતિબિંબમાં અનુક્રમે અદર્શન અને છાયા છે, એટલે એ મૂર્તિ હૃદયમાં લખાઈ જવી જોઈએ એમ કવિએ કહ્યું છે. પરંતુ લખવામાં એકતા છે પણ તે યાંત્રિક છે અને તેથી એ છબી કોતરાઈ જવી જોઈએ એમ કહેવામાં આવ્યું છે. આપણા હૃદયમાં પ્રભુની મૂર્તિ કોતરવાની છે. આપણા આત્મામાં સત્યસ્વરૂપ, સુંદર સ્વરૂપ, મંગલ સ્વરૂપ વગેરે પ્રભુના ગુણોમાં મૂર્તિમંત થતું પ્રભૂનું રૂપ જે શાસ્ત્રોએ વર્ણવ્યું છે અને ઋષિઓએ જોયું છે તે આપણે હૃદયમાં કોતરી લેવું જોઈએ. પ્રભુને આકૃતિ નથી એટલે અને તો જ એના ગુણો જ આપણા અંતરમાં કોતરાશે. અદ્વૈત થઈ શકે અને ક્યાંઈએ દ્વૈત ન રહે. સાધુત્ત્વની પ્રાપ્તિ માટે આ ઊંચામાં ઊંચી ભાવના છે. શ્રી વિનોબાજી કહે છે કે ઈશ્વર વિષેનો નાસ્તિક ખયાલ માત્ર અવિચારનું જ મૂળ છે. નાસ્તિક મતમાં કંઈક અંશે અજ્ઞાન અને અહંકારભાવ જ રહેલો જણાય છે. કારણ, ઈશ્વરનો સાક્ષાત્કાર (દર્શન-મેળાપ) તો ઘણા સંત પુરુષોને થયો છે. એમના મુખ દ્વારા એમના સ્વામીનું (ભગવાનનું) પુષ્કળ વર્ણન પણ કરાયું છે. આવા ઈશ્વરસાક્ષાત્કારના સચોટ પુરાવાઓ પડ્યા છે ત્યાં ઈશ્વરની નાસ્તી વિષે કેમ જ બોલી શકાય ? ઈશ્વરની હસ્તીની શંકા લાવવી એટલે આપણી પોતાની જ હસ્તી વીસરી જવી. આપણું અસ્તિત્ત્વ એ જ ઈશ્વરના પ્રત્યક્ષપણાનો પુરાવો છે. આપણે એટલું જ કહી શકીએ કે અમે ઈશ્વર જોયા નથી, પરંતુ જેણે ઈશ્વર જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે અને સાક્ષાત્કાર કરી, વાણી દ્વારા વર્ણવ્યો છે, એ બધા ભ્રાંતિથી બકવાદ કરનારા કે મિથ્યાવાદી છે એમ માનવું એ આપણી નરી મૂર્ખાઈ અને અજ્ઞાનનું પ્રદર્શન જ છે. ખોબા જેવડી બુદ્ધિમાં સાગરસમા સર્જનહારનો ખ્યાલ આવી શકતો નથી. બિંદુ જળભંડારમાં જ પડ્યું હોય ત્યાં સમસ્ત જળનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકશે ? એ માટે તો એણે બધાં બિંદુઓમાં ઓતપ્રોત થઈ એકત્ત્વ કેળવવું પડશે. ટૂંકામાં સંત પુરુષોની ઈશ્વર સંબંધની સર્વ વાતો પૂર્ણ શ્રદ્ધા વડે માની લઈ, શ્રદ્ધાથી એનું પૂજન કરવું. આપણે જેટલું જોયું હોય એટલું જ માનવું એ આપણો ખોટો ખયાલ છે. કારણ આ પૃથ્વી ઊપર આપણે ઘણુંયે જોયું હોતું નથી છતાં બીજાની વાતો ઉપરથી એ બધું માની લઈએ છીએ. હું વિલાયત કે અમેરિકા ગયો નથી, છતાં એ નામના દેશ ખરેખર હશે કે નહિ તેવી શંકા તો હું લાવતો જ નથી. કારણ મેં નહિ તો બીજાએ એ દેશ જોયા છે, માટે મારે પણ એવા દેશ છે એ માની જ લેવાનું રહ્યું. માત્ર તક મળ્યે જાતે એ દેશ જોઈ અનુભવવાની મારે મહેનત કરવાની. એવી જ રીતે સંત મહાત્માએ જેને જોયા અને અનુભવ્યા છે એને જાતે અનુભવી લેવા કોશિષ ભલે કરીએ, પણ ઈશ્વરના અસ્તિત્ત્વ વિષે તો શંકા ન જ કરાય. વ્યવહારમાં પણ આપણે દરેક વસ્તુને સ્વાનુભવ ન હોવા છતાં માનવી પડે છે. વધુ + | ખુલ્લું સમજાવું તે; જ્ઞાન થવું તે; સ્પષ્ટ જ્ઞાન. કઠોપનિષદ્દમાં લખેલ છે કેઃ સાક્ષાત્કારમાં પરિણમનારી બ્રહ્મવિદ્યાનો એ નિયમ છે કે, પહેલાં સાધકે પ્રકૃતિનું યથાર્થ જ્ઞાન મેળવવું. તે મેળવ્યા બાદ પ્રકૃતિમાં ગૂંચવાઈને રહેલા, પ્રકૃતિથી પણ સૂક્ષ્મ જીવાત્માનું જ્ઞાન સંપાદન કરવું અને છેવટ પ્રકૃતિ અને પુરુષ અથવા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞથી પણ સૂક્ષ્મતમ પરમાત્મા કે જે પ્રકૃતિ અને પુરુષ બંનેના નિયંતા છે, અંતર્યામી છે, જેમના કરતાં પર છે તે પરમાત્માને લગતી સમજ પ્રાપ્ત કરવી. આત્મા .યદ્યપિ સ્વરૂપે પરમાત્મા જ છે. પણ સંસારમાં જ્યાં સુધી છે એટલે કે જ્યાં સુધી દેહમાં છે ત્યાંસુધી એનું યથાર્થ સ્વરૂપ ભૂમિતિના બિંદુની માફક કલ્પી જ શકાય. | નિંદિધ્યાસન વડે સંસ્કાર પામેલો અને વિપર્યય વિનાનો બ્રહ્માકારવૃત્તિનો પ્રવાહ. શ્રવણ, મનન અને નિદિધ્યાસન વડે સાક્ષાત્કાર કરી શકાય છે. | પ્રત્યક્ષતા; નજરોનજર જોવું તે; પ્રત્યક્ષદર્શન; પ્રત્યક્ષ અનુભવ; મોક્ષ. વધુ + | ભેટ; મુલાકાત.