Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “shabda” · clear
- shabda
- ( વ્યાકરણ ) અર્થયુક્ત એક કે વધારે અક્ષરનો સમુચ્ચય તે. વ્યાકરણ આદિમાં જે વાચક છે તે શબ્દ કહેવાય છે. વૈયાકરણોના મત પ્રમાણે શબ્દ અને અર્થનો સંબંધ નિત્ય છે. જેમ ઇંદ્રિયોમાં પોતાના અર્થો ગ્રહણ કરવાની યોગ્યતા સ્વાભાવિક છે, જેમ આંખ સ્વભાવથી જ રૂપનું, કાન શબ્દનું, એમ ઇંદ્રિયો પોત પોતાના વિષયનું ગ્રહણ કરે છે તે જ પ્રમાણે શબ્દને અર્થ સાથે સ્વાભાવિક આનાદિ કાળથી ચાલતો આવેલો સંબંધ છે અને અર્થનો બોધ કરવાની યોગ્યતા છે. જેમ આંખ રૂપનું જ ગ્રહણ કરી શકે છે; શબ્દનું નહિ, તેમ ૐ શબ્દમાંથી અર્થનો બોધ કરવાની એવી સ્વાભાવિક યોગ્યતાને લીધે, બ્રહ્મનો જ અર્થ નીકળે છે: બીજો નહિ. આ પ્રમાણે વૈયાકરણો અમુક શબ્દમાંથી અમુક અર્થ નીકળવો જોઈએ એવી ઇશ્વરેચ્છાને કે અનાદિ કાળથી ચાલી આવેલી ઇચ્છાને પ્રાધાન્ય આપે છે; એટલે કે, સ્વાભાવિક રીતે શબ્દમાં જ અર્થનું જ્ઞાન ૭ સાધનથી પણ પ્રાપ્ત થાય છે: ( ૧ ) ક્રોષ, ( ૨ ) વ્યાકરણ, ( ૩ ) આપ્ત પુરૂષનું વાક્ય, ( ૪ ) પૂર્વાપરના સંબંધ, ( ૫ ) ઉપમાન, ( ૬ ) પ્રસિદ્ધ શબ્દનો સંબંધ અને ( ૭ ) વ્યવહાર. વધુ + | અવાજ; સૂર; ઘોષ; સ્વર; ધ્વનિ; આકાશ તત્ત્વનો ગુણ; નાદ. શબ્દના બે પ્રકાર છે. (૧) અબુદ્ધિહેતુક અને (૨) બુદ્ધિહેતુક. મેઘની ગર્જના, સમુદ્રમાં મોજાં એ અબુદ્ધિહેતુક ધ્વનિ છે. એથી ઊલટું ચેતન પ્રાણીઓના કંઠમાંથી નીકળતો ધ્વનિ વગેરે બુદ્ધિહેતુક છે. આ બુદ્ધિહેતુક ધ્વનિના બે ભેદ છે: (૧) સ્વાભાવિક અને (૨) કૃતિસાધ્ય, અનિચ્છાએ પણ ઉત્પન્ન થતો ધ્વનિ તે સ્વાભાવિક છે. માત્ર એમાં કોઈપણ વર્ણ વ્યક્ત ન થવો જોઈએ. જો કોઈપણ વર્ણ વ્યક્ત થાય તો એ કૃતિસાધ્ય લેખાય. એમાં હેતુ એ છે કે, વર્ણો અનેક છે. પ્રજ્ઞા જે જાતનો વર્ણ ઉચ્ચારવાની સૂક્ષ્માતિસૂક્ષ્મ ઇચ્છા કરે છે, તેટલા પૂરતો શ્રમ તો થાય જ અને ધ્વનિ ઉત્પન્ન થાય. માટે જ એ કૃતિસાધ્ય, છે નહિ કે સ્વાભાવિક. પ્રાણી માત્રમાં રોવું, હસવું એ સ્વાભાવિક છે. તે તે ક્રિયામાં જે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે સ્વાભાવિક છે. આ પશુપક્ષી વગેરેનો ધ્વનિ તે પણ સ્વાભાવિક છે. કૃતિસાધ્યને કોઈ કાલ્પનિક કહે છે. કાલ્પનિક એટલે કલ્પનાજન્ય કિંવા મિથ્યા. આ ધ્વનિ મિથ્યા તો નથી જ હોતો કેમકે, જો એમ ઠરે તો એમાંથી ઉત્પન્ન થતા વર્ણ પણ મિથ્યા કરતાં વિવક્ષિત અર્થ જ ન અર્પી શકે. માત્ર એમાં ઉચ્ચારણ કરતી વખતે કાંઈ કૃતિ કે ક્રિયાની આવશ્યકતા રહે છે, એટલા માટે એ કાલ્પનિક નહિ પણ કૃતિસાધ્ય છે. આ કૃતિસાધ્ય ધ્વનિના બે ભેદ છે: (૧) વાદિત્રોના ધ્વનિ અને (૨) વર્ણાત્મક સ્કુટ ધ્વનિ.વાદિત્રોના ધ્વનિના બે ભેદ છે: (૧) ઢોલ, નગારાં મૃદંગ વગેરેના અને (૨) સા, રિ, ગ, મ, પ, ધ, નિ એવો રાગ ઉત્પન્ન કરનારો ધ્વનિ. આ બીજા ભેદને ગતિરૂપ ધ્વનિ પણ કહેવામાં આવે છે. વર્ણાત્મક સ્કુટ ધ્વનિ તે માનવપ્રાણીના મુખમાંથી કંઠ, તાલુ વગેરે સ્થાનોમાં અથડાઈ ઉત્પન્ન થતો ધ્વનિ છે. પોપટ, કૌઆ, મેના વગેરે મનુષ્યપ્રાણીના શબ્દોની નકલ કરે છે, તેટલા પૂરતો તેઓના ધ્વનિનો આ વર્ગમાં સમાવેશ થઈ શકશે. વધુ + | આઠ માંહેનો એક સ્વાભાવિક ગુણ. જે ગુણ શ્રોત ઇંદ્રિયજન્ય જ્ઞાનનો વિષય હોય છે, તે ગુણ શબ્દ કહેવાય છે. શ્રોત્ર ઇંદ્રિયવડે ગ્રાહ્ય વસ્તુમાં રહેનારી તથા ગુણત્વ જાતિ વ્યાપ્ય એવી જે શબ્દત્વ જાતિ છે, તે જાતિવાળો ગુણ શબ્દ કહેવાય છે. | આપ્ત પુરુષનું વચન. | આબરૂ. | ( પિંગળ ) એ નામે એક વિષયજાતિ માત્રામેળ છંદ. તે ષટ્પદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૧૫૨ લઘુ અને સાત ગુરૂ મળી ૧૬૬ માત્રા હોય છે. | એક અર્થાલંકાર લક્ષણ. | ( તાંત્રિક ) છત્રીસ માંહેનું એ નામનું સત્તાવીસમું તત્ત્વ. | ઠપકો; મહેંણું. વધુ + | નયના સાત માંહેનો પાંચમો પ્રકાર. | ન્યાયમત પ્રમાણે ૨૪ માંહેનો એક ગુણ. ગુણ ચોવીસ આ પ્રમાણે છે:- રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામ, પૃથકત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરૂત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. | પડઘો. | મુખમાંથી નીકળેલો બોલ; વચન; સખુન; વાણી. | પ્રમાણના આઠ માંહેનો એક પ્રકાર શબ્દથી જે યથાર્થ જ્ઞાન થાય છે તે શબ્દપ્રમાણ કહેવાય છે. | વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઈતી ૪૪ માંહેની એક વસ્તુ. શબ્દના બે પ્રકાર છે: ધ્વનિમય અને વર્ણમય. પશુઓનો શબ્દ ધ્વનિમય અને આપણો વર્ણમય છે.