Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “shesh” · clear
- nirvishesh
- પરબ્રહ્મ; પરમાત્મા. | એકસરખું; તફાવત વગરનું; સમાન; ભેદ વગરનું; સર્વદા સમાન રૂપવાળું. | નિરપેક્ષ; નિર્વિકલ્પ. | નિર્ગુણ; ધર્મ વગરનું. | ભાવવાચક. | વિશેષતા વગરનું; વિશિષ્ટતા રહિત; સરલ; તુલ્ય રૂપવાળું. | સાધારણ; વિશેષતા રહિત.
- Shesh
- અવશેષ; બાકી વધેલું હોય તે. | અવસાન; મોત; મરણ. | ( પિંગળ ) એ નામનો એક પ્રચૂર્ણગીતિ માત્રામેળ છંદ. તે સુંધક છંદનો એક ભેદ છે. તેમાં ૨૬ ગુરુ અને ૧૨ લઘુ મળી ૩૮ અક્ષર હોય છે. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. ગુણપ્રસ્તારપ્રકાશ પ્રમાણે તે ષટ્પદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૨૯ ગુરુ અને ૯૮ લઘુ મળી ૧૨૭ વર્ણ હોય છે. | ( પિંગળ ) એ નામનો છ અક્ષરનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં બે મગણના છ અક્ષર હોય છે. | ( પુરાણ ) કદ્રૂને પેટે કશ્યપથી જન્મેલા નાગમાંનો પ્રમુખ; શેષનાગ. તેને અનંત એવું નામ પણ છે. તેને હજાર ફેણ છે. તે નિરંતર પાતાળમાં રહે છે. તેની એક કલા ક્ષીર સાગરમાં હોઈ વિષ્ણુ ભગવાન પોતે પણ એક કલારૂપ અવતારથી તેની ઉપર હમેશ શયન જ કરી રહ્યા છે. નાગ માત્રને પોતાની ઇચ્છામાં આવે તે રૂપ ધારણ કરવાની શક્તિ હોય છે; તેમ આનામાં પણ સ્વાભાવિકી એ શક્તિ છે. તેની ફેણ ઉપર પૃથ્વીને તે ધારણ કરી રહે છે. તે સાત પાતાળને ટેકવી રાખે છે. જ્યારે જ્યારે તે બગાસાં ખાય છે ત્યારે ત્યારે પૃથ્વી ધ્રૂજે છે. દરેક કલ્પને આખરે તે ઝેરી અગ્નિ ઓંકે છે. જે આખી સૃષ્ટિનો વિનાશ કરે છે. જ્યારે દેવોએ સમુદ્રમંથન કર્યું ત્યારે શેષનાગનો દોરડા તરીકે ઉપયોગ કર્યો હતો. તેની ફેણ મણિદ્વીપ કહેવાય છે. તેનો મહેલ મણિભીત્તિ અથવા મણિમંડપ કહેવાય છે. પાતાળના તે અધિપતિ છે. વધુ + | નાળિયેરનો નાનો કટકો. | પતંજલિનું બીજું નામ. વધુ + | પરમેશ્વર; પ્રભુ. તે ઉત્પત્તિ અને પ્રલયથી શેષ અર્થાત્ બચી રહ્યા છે તેથી પરમાત્માનું નામ શેષ છે. | બળદેવ; શ્રીકૃષ્ણના મોટા ભાઈ. | લક્ષ્મણ; રામચંદ્રજીના નાના ભાઈ. | વાપરતાં વધેલું જે તે; વાનગી; શેષભાગ. | સમાપ્તિ; અંત. | સંબંધ. | હાથી. | પ્રસાદ; દેવની પ્રસાદી. વધુ + | ( ગણીત ) ભાગાકારમાં ભાગતાં બાકી વધેલી સંખ્યા. | ભેદ; તફાવત. | વધેલું; બાકી રહેલું; બચેલું. | જરા; થોડું.