Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “shraddhã” · clear
- shraddhã
- આસ્થા; યકીન; ભરોંસો; વિશ્વાસ. જેમ વિજ્ઞાન જે પ્રત્યક્ષનો વિષય છે તેમાં પણ કાર્યકારણનો સિધ્ધાંત અગાઉથી સ્વીકારીને આગળ ચાલવું પડે છે, તેમ ધર્મ જે પરોક્ષનો વિષય છે તેમાં અમુક સિધ્ધાંત આગળથી સ્વીકારીને ચાલવું પડે તો આશ્ચર્ય નથી. ગણિતમાં ક્ષ નામનો કોઈ અજ્ઞાત પદાર્થ સ્વીકારવો પડે છે. પ્લેગ અને કેન્સરનાં સર્વ કારણો વૈજ્ઞાનિકો શોધી શકયા નથી, તથાપિ પ્રત્યેકને કાર્યને કારણ હોય છે અને સમાન કારણ સમાન કાર્યને ઉત્પન્ન કરે છે એ પોતાના નિયમમાં વિજ્ઞાનશાસ્ત્રીની શ્રધ્ધા અચલ છે. આ જ રીતે આ જીવનમાં સુખ અને કર્તવ્ય કદાપિ સાથે ન જોડાય તો જન્માંતરે પણ સાથે જોડાવાનાં જ એ પ્રકારની આત્માની નિત્યતાની ધાર્મિક આત્માની શ્રધ્ધા અચલ છે. સદ્ગુરુના અને સત્શાસ્ત્રના વચનમાં જે પ્રમાણિકપણાનો નિશ્ચય તે શ્રધ્ધા કહેવાય છે. શ્રધ્ધા મુખ્ય ત્રણ પ્રકારની છે. (૧) સાત્વિકીશ્રધ્ધા: સદગુરુના ને સત્શાસ્ત્રના વચનમાં વિવેકવિચારપૂર્વક પ્રામાણિકપણાનો પરિપૂર્ણ નિશ્ચય તે સાત્ત્વિકીશ્રદ્ધ. (૨) રાજસીશ્રદ્ધ: સદ્ગુરુના ને સત્શાસ્ત્રના વચનમાં પોતાના વિવેકવિચારની ન્યુનતાને લીધે જ પ્રમાણિકપણાનો અસ્થિરવાળો નિશ્ચય તે રાજસીશ્રધ્ધા. (૩) તામસીશ્રધ્ધા: સદ્ગુરુના ને સત્શાસ્ત્રના વચનમાં જે વિવેકવિચારથી રહિત મૂઢતાયુકત પ્રામાણિકપણાનો નિશ્ચય તે તામસીશ્રધ્ધા. સાત્વિકીશ્રધ્ધા પોતાના સદ્ભાવથી સાધકનાં સર્વ સાધનો અનાયાસે સિદ્ધ કરી આપે છે. અલૌકિક તથા અનુપમ ચિત્તનિરોધને પરમતત્વનો સંશયવિપર્યરહિત સ્પષ્ટ અનુભવ પણ તેજ કરાવી આપે છે અને પ્રત્યગાત્માંથી અભિન્ન બ્રહ્મના અનુભવ વડે પ્રાપ્ત થતો દુ:ખાભાવ ને પરમાનંદના લાભરૂપ મોક્ષ પણ તે જ સંપાદન કરાવી આપે છે. હૃદયમાં સાત્વિકીશ્રધ્ધા હોય તો જ સત્યધર્મરૂપ સુદઢ નૌકામાં સ્થિર રહી બ્રહ્મ પ્રાપ્તિ કરી શકાય છે. | ચિત્તની પ્રસન્નતા; મનની શાંતિ. | તીવ્ર ઇચ્છા; સ્પૃહા. | ( પુરાણ ) દક્ષઋષિની એ નામની દીકરી. તે ધર્મદેવની પત્ની અને કામદેવની માતા હતી. | દઢ સંકલ્પ. | ( પુરાણ ) વૈવસ્વત મનુની સ્ત્રી. | સૂર્યની પુત્રી.