Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “smruti” · clear
- Smruti
- ( કાવ્ય ) એ નામે એક અલંકાર; સ્મૃતિ અનુભવ કરેલ પદાર્થના સદૃશ્ય જોવાથી જે સ્મૃતિ થાય તે; અમુક વસ્તુ જોઇને તત્સદ્દશને લગતી કોઇ વસ્તુનું સ્મરણ થાય તે. | કાવ્યશાસ્ત્ર પ્રમાણે સ્નેહનો એક પ્રકાર. | ( પુરાણ ) ચાલુ મન્વતરમાં થયેલ અંગિરા કુલોત્પન્ન એક ઋષિ. | ( કાવ્ય ) સંચારીભાવના તેત્રીશ માંહેનો એક ભેદ. | ( પુરાણ ) સ્વાયંભુ મન્વંતરમાં ધર્મઋષિને મેધાની કૂખે થયેલ પુત્ર. | કાર્યાકાર્યને લગતા જ્ઞાનની યાદી. | ગીતા. બ્રહ્મસૂત્રમાં શાંકરભાષ્ય પ્રમાણે સ્મૃતિ શબ્દથી ગીતાનો જ ઉલ્લેખ છે. શ્રી બાળગંગાધર ટિળક કહે છે કે, ઉપનિષદો અને બ્રહ્મસૂત્રો એ બંને ગીતાની પૂર્વનાં હોવાં જોઇએ એ સ્પષ્ટ છે. તેમાં મુખ્ય મુખ્ય ઉપનિષદો બાબત તો કાંઇ જ વાદ નથી. કારણ, આ ઉપનિષદો માંહેના શ્લોક જ ગીતામાં શબ્દેશબ્દ આવેલ મળી આવે છે. પરંતુ બ્રહ્મસૂત્રને માટે સંશય લેવાની જગા છે કારણ, બ્રહ્મસૂત્રમાં ભગવદ્રીતા શબ્દ જો કે સાક્ષાત્ આવતો નથી તો પણ કંઇ નહિ તો છેવટ કોઇ સૂત્રમાં ` સ્મૃતિ ` એ શબ્દથી ભગવદ્રીતાનો જ નિર્દેષ કરેલો છે એવું ભાષ્યકાર માને છે. | ચિત્તવૃત્તિનો એક પ્રકાર. પ્રમાણદિ વડે અનુભવેલા વિષયથી અધિકનું અગ્રહણ તે સ્મૃતિ કહેવાય છે. અથવા સંસ્કાર જાગ્રત થવાથી પૂર્વે અનુભવેલ વિષયને આકારે ચિત્તનું થવું તે સ્મૃતિ કહેવાય છે. સ્મૃતિના બે પ્રકાર છે : (૧) જેના વિષયો કલ્પિત છે એવી. જેમકે, સ્વપ્નમાં કલ્પિત છે વિષયોની સ્મૃતિ છે. (૨) જેના વિષયો અકલ્પિત છે એવી. જેમકે, જાગ્રતમાં અકલ્પિત વિષયોની સ્મૃતિ છે. | જ્ઞાન. | તુલ્યદર્શન, સ્પર્શન, શ્રવણ, અભ્યાસ, પરિધાન, ઇત્યાદિક વિભાવ થકી સુખદુ:ખનાં કારણોનાં સ્મરણ થાય છે તેને સ્મૃતિ કહે છે. તે સ્મૃતિ ભ્રુક્ષેપ, શિર:કંપ, મુખોગમન, શુન્યાવલોકન, અંગુલીચાલન ઇત્યાદિ અનુભવ વડે વર્ણવી શકાય છે. | ન્યાય; નિયમ; કાયદો. | પરંપરાની યાદદાસ્ત ઉપરથી ઋષિઓએ બનાવેલા ધર્મ; ધર્મશાસ્ત્ર; આર્યોના નિયમનાં શાસ્ત્રો; હિંદુઓનાં ધર્મશાસ્ત્ર માંહેનું દરેક; અસલના ઋષિએ ઇશ્વરોક્ત વેદ ઉપર પોતાની યાદદાશ્તથી લખેલો ગ્રંથ; આચાર, નીતિ વગેરેને લગતાં ગ્રંથો; પ્રાચીન શાસ્ત્રકારોએ રીત, રિવાજ, ક્રિયા, ધર્મશાસ્ત્ર, રાજનીતિ વગેરેના ચાલતા આવેલા નિયમો યાદદાશ્ત ઉપરથી જેમાં લખ્યાં છે તે ગ્રંથો. જુદા જુદા યુગની જુદી જુદી સ્મૃતિ છે. ધર્મ સંહિતા, સ્મરણ પુરાણ, શ્રુતિ કરતાં સ્મૃતિનું અને સ્મૃતિ કરતાં પુરાણનું પ્રમાણ ઊતરતું ગણાય છે. પૃથ્વીચંદ્ર ચરિત્રમાં લખ્યા પ્રમાણે આ પ્રમાણે ૧૮ સ્મૃતિ : (૧) માનવી સ્મૃતિ, (૨) આત્રેયી સ્મૃતિ, (૩) વૈષ્ણવી સ્મૃતિ, (૪) હારિતકી સ્મૃતિ, (૫) યાજ્ઞવલ્કી સ્મૃતિ, (૬) શનૈશ્વરી સ્મૃતિ, (૭) અંગિરા સ્મૃતિ, (૮) આપસ્તંબી સ્મૃતિ, (૯) સાંવર્ત્તકી સ્મૃતિ, (૧૦) કાત્યાયની સ્મૃતિ, (૧૧) બૃહસ્પતિ સ્મૃતિ, (૧૨) પારાશરી સ્મૃતિ, (૧૩) શંખી સ્મૃતિ, (૧૪) લિખિતા સ્મૃતિ, (૧૫) દાક્ષી સ્મૃતિ, (૧૬) ગૌતમી સ્મૃતિ, (૧૭) શાતાતપી સ્મૃતિ, અને (૧૮) વાસિષ્ઠી સ્મૃતિ. કોઇ વળી વીસ સ્મૃતિ આ પ્રમાણે ગણાવે છે. (૧) મનુ, (૨) બૃહસ્પતિ, (૩) દક્ષ, (૪) ગૌતમ, (૫) યમ, (૬) અંગિરા, (૭) અત્રિ, (૮) વિષ્ણુ, (૯) યાજ્ઞવલ્કય, (૧૦) ઉશનસ, (૧૧) આપસ્તંબ, (૧૨) વ્યાસ, (૧૩) શંખ, (૧૪) લિખિત, (૧૫) વાસિષ્ઠ, (૧૬) યોગીશ્વર, (૧૭) પ્રચેતા, (૧૮) શાતાતપ (૧૯) પારાશર (૨૦) હારિત. વધુ + | પાંચ માંહેનો એક આત્મગુણ. | પૂર્વમાં અનુભવેલી વસ્તુનું સ્મરણ; પ્રત્યભિજ્ઞા; યાદ. | પ્રેમની બીજી અવસ્થા તે. | યાદ; સ્મરણ; યાદદાશ્ત; ધારણા; ગ્રાહકશક્તિ; યાદશક્તિ. | યોગશાસ્ત્રમાં વર્ણવેલી ચિત્તની પાંચ માંહેની એક વૃતિ. ચિત્તની પાંચ વૃત્તિઓ આ પ્રમાણે છે : (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા, (૫) સ્મૃતિ. | વિવેક અને જાગૃતિ. બૌદ્ધ ધર્મ શાસ્ત્રોમાં આનો મહિમા ઘણો મોટો છે. તેનો અર્થ વિવેક અને જાગૃતિ એવો થાય છે. સ્મૃતિથી સંપ્રજન્યની સ્થિતિ પ્રાપ્ત થાય છે. | ( પુરાણ ) સપ્તર્ષિ માંહેના અંગિરસ નામના ઋષિની ચાર માંહેની એ નામની એક સ્ત્રી.