Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “tamo-gun” · clear
- tamo-gun
- ( વેદાંત ) અજ્ઞાન, જડતા, આળસ, પ્રમાદ, મોહ વગેરેના કારણરૂપ ગુણ; પ્રકૃતિનો એક ગુણ; સત્ત્વ, રજૈસ અને તમસ માંહેનો ત્રીજો ગુણ. ગીતાહૃદયમાં એમ ઉલ્લેખ છે કેઃ ત્રણ ગુણમાંથી જે તમોગુણ છે તેનો એકદમ નાશ કરવો રહ્યો. તમોગુણ એટલે આળસ. તમોગુણ એટલે અનવસાધના. આપણા દેશમાં તમોગુણનું સામ્રાજ્ય ખૂબ જ છે. એકાદ વાત કરવાની કરીએ છીએ અને નિઃસંકોચપણે તે ભૂલી ગયો એમ કહીએ છીએ ! આ વિસ્મૃતિનો જે રોગ છે તે તમોગુણમાંથી જન્મે છે. તમોગુણથી અજ્ઞાન થાય છે, જ્ઞાનગ્રહણ શક્તિ ઘટી જાય છે, ઘેરાઈ જાય છે. તે પોતાનું કાર્ય કરી શકતી નથી. જ્ઞાન નહિ હોવાથી મોહ થાય છે. મોહ થવાથી કાર્ય અકાર્યનો નિર્ણય થઈ શકતો નથી. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ જાણી શકાતું નથી. તેથી માણસ પ્રમાદ, ભૂલો અને અશુદ્ધિઓ આચરે છે. તેથી આળસ, નિરુત્સાહ અને સુસ્તી ઉત્પન્ન થાય છે. તે રાતદિવસ નિદ્રા લે છે, કંઈ પણ પુરુષાર્થ કરતો નથી, પડ્યો રહે છે. શરીર, વાણી અને મનનાં કાર્ય કરવામાં અરુચિ રહે છે. ટૂંકમાં લોભ, નિદ્રાળુતા, અધૈર્ય, ક્રૂરતા, નાસ્તિકતા, આચારભ્રષ્ટતા, યાચના કરવાનો સ્વભાવ અને પ્રમાદ આ બધાં તમોગુણનાં લક્ષણ છે. વધુ + | અંધારૂં. | ક્રોધ; આકળો સ્વભાવ; તીખો ગુણ. | ( વેદાંત ) ગુરુત્વ હોઈને વળી તેમાં આવરણ કરવાવાળું હોય તથા તે સાથે મોહ કરવાવાળું હોય તે.