Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “tej” · clear
- tej
- અગ્નિ; ચૈતન્યાત્મક જ્યોતિ. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે મોહનવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૨૩ ગુરુ અને ૧૮ લઘુ મળી ૪૧ અક્ષર અને ૬૪ માત્રા હોય છે. | ગંજીફાનાં પાનાનો આઠ માંહેનો એ નામનો એક રંગ. | વિષ્ણુના સત્તર અવતાર માંહેનો દશમો અવતાર. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ. | અપમાન વગેરે ન સહન કરવારૂપી નાયકના આઠ માંહેનો એક સાત્ત્વિક ગુણ. | ઉત્સાહ; હોંશ; ખંત. | ગરમી; ઉષ્ણતા; તાપ. | ગુસ્સો. | ઘોડાનો વેગ. | ( જૈન ) છ માંહેની એક લેશ્યા. કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ એ છ પ્રકારની લેશ્યા છે. | જળ; પાણી. | જોસ; બળ; જોર; પરાક્રમ; વીર્ય; પ્રભાવ. | તેજી; પ્રચંડતા. | દબદબો; દમામ; ભભકો; દાબ. | પાંચ માંહેનું એક ઝગઝગતું તત્ત્વ; પંચમહાભૂતોમાંનું એક તત્ત્વ; અગ્નિતત્ત્વ. | પિત્ત. | પ્રકાશ; રોશની; ઝગઝગાટ; ચળકાટ. તેજનાં મોજાંની ગતિ દર સેકંડે ૧,૮૬,૩૨૫ માઈલ છે. તેજ પદાર્થ નથી, પરંતુ તે એક શક્તિ અથવા ગતિ છે. તેજોમય વસ્તુના ઘણા જ ઝીણા અણુઓ કંપી રહે છે. આ કંપન ઇથમાં ગતિ ઉપજાવે છે. આ ગતિ પાણીનાં મોજાંઓને મળતી છે. સાંખ્ય મતમાં તેજમાં ત્રણ ગુણ માનેલા છે: રૂપ, શબ્દ અને સ્પર્શ. ન્યાય કે વૈશેષિક મત પ્રમાણે તેજના બે પ્રકાર છે: નિત્ય અને અનિત્ય. પરમાણુરૂપમાં તે નિત્ય અને કાર્યરૂપમાં તે અનિત્ય છે. શરીર, ઇંદ્રિય અને વિષયના ભેદથી અનિત્ય તેજ ત્રણ પ્રકારનું થાય છે. આખા શરીરમાં વ્યાપ્ત તે શરીરતેજ. જેમકે, આદિત્યનું તેજ. જેથી રૂપ આદિનું જ્ઞાન થાય તે ઇંદ્રિયતેજ. જેમકે, નેત્રનું તેજ. વિષયતેજ ચાર પ્રકારનું છે; ભોમ, દિવ્ય, ઔદાર્ય અને આકરજ. લાકડાં વગેરે બાળવાથી થતું તેજ તે ભૌમ તેજ. દૈવી શક્તિથી કે આકાશમાં દેખાય તે દિવ્ય તેજ. જેમકે, વીજળી. ઉદરમાં રહેતું અને ખોરાક પચાવતું તેજ તે ઔદાર્ય તેજ. ખનીજ પદાર્થોમાનું તેજ તે આકરજ તેજ. જેમકે, સોનાનું તેજ. શરીરમાં તેજ રહેવાથી સાહસ અને બળ આવે છે, ખોરાક પચે છે અને શરીર સુંદર બને છે. વધુ + | બીજાને અભિભવ પમાડવાનું સામર્થ્ય. | માખણ. | માન; પ્રતિષ્ઠા; શેહ; છાયા; શરમ. તેજવિસ્તા, તેજસ્વી વૃત્તિ દરેક મનુષ્યમાં હોવી જોઈએ. અપમાન સહન નહિ કરવું જોઈએ. અહિંસા, અક્રોધ, ક્ષમા વગેરે શબ્દોથી તથા ખાસ કરીને `નાતિમાનિતા` શબ્દથી અપમાન સહન કરવું તથા દુઃખ, કષ્ટ, અપમાન સહન કરવું એવો કેટલાક લોકો અર્થ કાઢે છે; પરંતુ ગીતાને એ અર્થ અભીષ્ટ નથી. તેજસ્વિતા સાથે નાતિમાનિતાનો સંબંધ હોવો જોઈએ. તેજસ્વીપણું એ દૈવી સંપત્તિનું પ્રધાન અંગ છે. દૈવી સંપત્તિવાળા ઉત્તમ પુરુષોની અમુક પ્રકારની પ્રભા પડે છે, જેને લઈને તેમની હાજરીમાં આસુરી પ્રકૃતિવાળા વિષયી પુરુષો પોતાનાં ખરાબ આચરણ કરતા રોકાઈ જઈને, તેવા શ્રેષ્ઠ પુરુષોના કહેવા પ્રમાણે સારાં કામ કરે છે. આનું નામ તેજ કહેવાય છે. વૈરાગ્યવાન દૈવી સંપત્તિવાળા પુરુષ કે જેની વિવેક દ્વારા વિષયાદિક માયિક પદાર્થોમાં દોષની દૃષ્ટિ થઈ ગઈ હોય છે. તે પુરુષોને જે પ્રભાને લીધે સ્ત્રીધનાદિક માયિક તુચ્છ પદાર્થો લલચાવી શકતા નથી, તેને પણ તેજ કહે છે. | શોભા; દેદીપ્યમાનપણું. | સત્ત્વ ગુણથી થનાર લિંગ દેહ. | સમવાય સંબંધે કરીને ઉષ્ણ સ્પર્શવાળું દ્રવ્ય. | સાર; સત્ત્વ. | સોનું. | તે ખરૂં; એજ; માત્ર તે. | ચંચળ; સ્ફૂર્તિવાળું; જાગૃતિવાળું. | જીવંત; નહિ મંદ એવું; ભભૂકતું. | જોશવાળું; ઘણું આતુર; ઘણું ઉત્સુક. | તીક્ષ્ણ; તીખું; આકરૂં; ઉગ્ર; જલદ. | સાચું. ફૂલની સામાન્યત: બે જાત હોય છે: સાચાં ને ખોટાં. જેમકે, ગુલાબ, ડોલર, ચમેલી આદિ સાચાં ફૂલો કહેવાય છે અને કરેણ, તગડ વગેરે ખોટાં પુષ્પો કહેવાય છે. વધુ +