Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “til” · clear
- til
- ( જ્યોતિષ ) અઠ્યાશી માંહેનો ત્રીશમો ગ્રહ. | આંખનો ડોળો. | કોઈ વસ્તુનો થોડામાં થોડો જથ્થો; તલના જેવડું અલ્પ પ્રમાણ. | ક્ષણ; મિનિટ; પળ. | ( પિંગળ ) છ અક્ષરનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; કર્મદા. તે ગાયત્રી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં રગણ અને સગણ મળી છ અક્ષર હોય છે. | જેમાંથી તેલ કાઢવામાં આવે છે તે બી; તલ; હવનનું ધાન્ય. તલના કણ ચપટા અને બહુ નાના હોવાને લીધે અલ્પત્વ બતાવવાને વપરાય છે. ઉદ્ભિજ્જ શાસ્ત્રવેત્તાનું એવું અનુમાન છે કે, તલનું આદિસ્થાન આફ્રિક છે. ત્યાં આઠ નવ જાતના જંગલી તલ થાય છે. પણ તિલ શબ્દનો વ્યવહાર સંસ્કૃતમાં પ્રાચીન છે. એટલો પ્રાચીન કે જ્યારે બીજી કોઈ ચીજમાંથી તેલ કાઢવામાં નહોતું આવતું ત્યારે તલમાંથી કાઢવામાં આવ્યું હતું. તેથી તેનું નામ તલમાંથી કાઢેલું તેલ પડ્યું. અથર્વવેદમાં તલ અને ધાન્ય દ્વારા તર્પણ કરવાનો ઉલ્લેખ છે. વૈદ્યકમાં તલ ભારે, સ્નિગ્ધ, ગરમ, કફપિત્તકારક, બલવર્ધક, સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર, મળરોધક અને વાતનાશક માનેલ છે. તલનું તેલ વધારે પિવાય તો રેચક છે. | તલ જેવું ચામડી ઉપરનું લાખું; શરીર ઉપરની તલના જેવી નિશાની; ચામડી ઉપરનો કાળા રંગનો નાનો ડાઘ. પુરુષને જમણી બાજુ અને સ્ત્રીને ડાબી બાજુ આવો ડાઘ હોય તો તે શુભ મનાય છે. હથેળીમાં તે હોય તો તે સૌભાગ્યસૂચક મનાય છે. | રજ; કણ. | એક જાતનું વજન; તલભાર.