Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “tyãg” · clear
- tyãg
- આપી દેવું તે; બીજાના લાભમાં જતું કરવું તે. | કાઢી મૂકવું તે; છૂટાછેડા કરવા તે. | તજી દેવું તે; છોડવું કે મૂકી દેવું તે. ત્યાગ એટલે પદાર્થોનો અંતર અને બહિર બંને પ્રકારનો ત્યાગ. અંતર્ત્યાગ એટલે ઘર, ખેતી, ધન આદિ દશ પ્રકારના પરિગ્રહની ઇચ્છાનો અભાવ. બહિર્ત્યાગ એટલે પદાર્થોનો ત્યાગ કરવો તે. શ્રુતિમાં કહે છે કેઃ સર્વ વર્ણાશ્રમીઓને માટે ત્યાગ જ મોક્ષનું ઉત્તમોત્તમ સાધન છે. હિંદુઓના ધર્મગ્રંથોમાં ત્યાગનું બહુ જ માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ત્યાગ કરનાર મનુષ્ય નિષ્કામભાવી હોવાથી પરોપકાર તથા અન્યાન્ય શુભ કર્મ કરે છે તેમ જ વિષયવાસના કે સુખોપભોગ આદિ કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતો નથી. આવો મનુષ્ય મુક્તિનો અધિકારી મનાય છે. ગીતા અનુસાર ત્યાગને એક સંન્યાસની અવસ્થા માનવામાં આવે છે. એ અનુસાર આર્ય ધર્મનો પરિત્યાગ તે સંન્યાસ અથવા કર્મોની ફળથી આશા ન રાખવી તે ત્યાગ. મનુ અનુસાર બીજી ચીજનો ત્યાગ થઈ શકે, પરંતુ માતા, પિતા, સ્ત્રી, પુત્ર ત્યાજ્ય નથી. ગાંધીજીના વિચારરત્નોમાં કહ્યું છે કેઃ ધનનો, માનનો, કુટુંબનો, પ્રાણનો ત્યાગ કરવો પણ સત્યનો ને અહિંસાનો ત્યાગ કદી ન કરાય એવું સર્વ ધર્મોનું દોહન છે. | દાન. વધુ + | રાજીનામું. | લગ્ન વગેરે પ્રસંગે અપાતો બારોટનો લાગો. | વિષયવિરાગ પામેલ તપસ્વી. | સંન્યાસ; વૈરાગ્ય; સંસાર અને માયાની ભાવનાઓથી અળગા રહેવાપણું. | હરકોઈ કર્મ કર્યા પછી `ન મમ` કરવું તે; દશ માંહેનો એક શ્રવણધર્મ; તે મારૂં નથી એવું જ્ઞાન કે ઇચ્છા.
- tyãgi
- જેણે સંસાર, સાંસારિક સુખો અને માયાનો ત્યાગ કરેલો હોય એવો માણસ; સંન્યાસી; સાધુ; વિષયનો ત્યાગ કરનાર માણસ. પુરુષાર્થબોધિનીમાં ભોગી અને ત્યાગીનું વર્ણન એમ છે કેઃ જે પ્રકારે કેદી અને અધિકારી બંને કારાગૃહમાં હોય છે, પરંતુ એક જ સ્થાનમાં રહેતા છતાં કેદી બંધનમાં રહે છે અને અધિકારી સ્વતંત્ર રહે છે, એ જ પ્રકારે ભોગી અને ત્યાગી વિષયભોગ કરે છે; પરંતુ ભોગી એમાં આસક્ત થઈને ભોગ લે છે, એટલે ચિત્તને દૂષિત કરે છે અને ત્યાગી અસંગવૃત્તિથી અતિ અલ્પ પ્રમાણમાં વિષયસેવન કરે છે, એટલે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. બંનેના દૃષ્ટિકોણમાં ભેદ છે. સાચો ત્યાગી કેવો હોય છે તે સંબંધે ગીતા કહે છે કેઃ એ સાચો ત્યાગી મેધાવી અર્થાત્ બુદ્ધિમાન હોય છે. ધારણાવતી બુદ્ધિનું નામ મેધા છે. જે અધ્યયન કર્યું હોય તેને મગજમાં જે ધારણા કરી શકે છે અને જે પોતાનું જ્ઞાન હમેશા તેજસ્વી રાખે છે, સદા ઉપસ્થિત રાખે છે, ભૂલતો નથી તે મેધાવી કહેવાય છે. એવો મેધાવી જ સાચો ત્યાગી થઈ શકે છે. | દાનવીર; દાન આપનારો માણસ; દાતા. | ત્યાગ કરનારૂં; છોડનારૂં. | દાન આપનારૂં; દાન કરનારૂં. | બક્ષિશ કરનાર. | શૂરવીર.