Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “vajra” · clear
- vajra
- આડાં લાકડાંનો એક સાંધો. | ( પુરાણ ) ઉપાસંગંધર નામના યાદવનો પુત્ર. | એ નામનો એક જૈન આચાર્ય. | ( પિંગળ ) એ નામનો એક સમજાતિ ત્રણ માત્રાનો માત્રાભેદ છંદ. તે મત્ત છંદનો એક ભેદ છે. | એક જાતનો પથ્થર; ` ગ્રેનાઈટ `. તેને ઘસવાથી ઉત્તમ ઓપ ચડે છે જેથી સુંદર દેખાય છે. | ( જ્યોતિષ ) એક જાતનો યોગ; સત્તાવીશ માંહેનો પંદરમો યોગ. વધુ + | ( પુરાણ ) કિષ્કિંધાની પશ્ચિમે આવેલો એક પર્વત. | કોકિલાવૃક્ષ. | ધોળો દર્ભ. | લશ્કરનો એક જાતનો વ્યૂહ. વધુ + | વાસ્તુવિદ્યા અનુસાર જેનો મધ્યભાગ અષ્ટકોણ હોય એવો થાંભલો. | ( પુરાણ ) વિશ્વામિત્ર ઋષિનો એ નામનો એક પુત્ર. | સામવેદપ્રસિદ્ધ એક યજ્ઞ. | ( પુરાણ ) સૂર્યવંશી ઈક્ષ્વાકુકુલોત્પન્ન કુશ વંશમાં જન્મેલ સ્થલ નામના રાજાનો પુત્ર; વજ્રનાભ. | ( પુરાણ ) સોમવંશી યદુકુલોત્પન્ન શ્રીકૃષ્ણનો પ્રપ્રૌત્ર, પદ્યુમ્નનો પૌત્ર, અનિરુદ્ધનો પુત્ર વજ્રનાભ. કૃષ્ણના નિધન પછી અર્જુન તેને હસ્તિનાપુર લઈ આવ્યો અને તેને ઈંદ્રપ્રસ્થનું રાજ્ય આપ્યું. | હીરામાં આંકા, છેદ વગેરે પાડવા માટેનું એક સાધન. | હીરો; બીજાથી ઘસાય છેદાય નહિ પણ બીજાને ઘસે છેદે એવું એક ઝવેરાત. | લલિતવિસ્તરમાં નિર્દેશ કરેલ ચોસઠ માંહેની એક લિપિ. | અતિ ઉગ્ર વચન. | અભ્રક; કાળું અબરખ. | એક જાતનું લોઢું; પોલાદ. | એક પ્રકારની ભાવવાહી પૂજા. | કાંજીક; કાંજી. | છોકરું; બાલક. | તલના છોડનું ફૂલ. | દધિચિ ઋષિના હાડકાનું બનેલું ઈંદ્રનું એક આયુધ. તેની ઉત્પત્તિ સંબંધે કહેવાય છે કેઃ વૃત્રાસુરની પીડાથી ત્રાસ પામી તેનો નાશ કરવાના ઉપાય માટે યાચના કરવા સર્વ દેવો બ્રહ્મા પાસે ગયા. તેમણે સર્વ દેવોને દધિચિ નામના મહાન ઋષિ પાસે જઈ તેમનાં અસ્થિ માટે માગણી કરવા અને તેનું વજ્ર બનાવી વૃત્રને મારવા કહ્યું. દેવોએ દધિચિને પ્રાર્થના કરતાં તેમણે પોતાના હાડકાં આપ્યાં. વિશ્વકર્માએ તેનું છ બાજુઓ અને ખૂણાવાળું મોટું વજ્ર કરી આપ્યું. વધુ + | દીટું; ફૂલની દાંડી; જે સળેખડીને ફૂલ લાગેલું હોય તે; ટોપી; બાહ્યકોષ. વધુ + | ધાવડી નામનો છોડ. | ફૂલના કળી. | ભાંગે, તૂટે, વળે કે ખંડિત થાય નહિ અને જેના ઉપર પછાડે તેનો ભૂકો કરી નાખે એવું એક અતિ કઠણ મજબૂત હથિયાર. વધુ + | વિદ્યુત; વીજળી; વાદળના ઘસારા કે અફાળનો અગ્નિ; ચપળા. | વિશ્વામિત્રે રામને આપેલ દિવ્ય અમોઘ શસ્ત્ર માંહેનું એક. | ચોકડીના આકારનું; x જેવું. | તજવા લાયક; વર્જિત. | ભીષણ; દારુણ. | મજબૂત; કઠણ. | રહિત. | વાંકુંચૂકું. | શ્રેષ્ઠ; પ્રધાન.
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only