Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “vidhi” · clear
- vidhi
- ( વેદાંત ) અજ્ઞાત અર્થને જણાવનારો વેદનો ભાગ. | ( વેદાંતે ) ઈષ્ટ સાધનાના બોધક પ્રત્યયથી ઘટિત થતું વાક્ય. | ઉપાય; ઇલાજ. | એ નામનો એક અર્થાલંકાર. જેમકે, મણિ પગે અથડાય અને કાચ મસ્તકે ધારણ કરવામાં આવે તો પણ રૂપની દૃષ્ટિએ કાચ તે કાચ અને મણિ તે મણિ. | ( પિંગળ )એ નામનો એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે નંદ છંદનો એક ભેદ છે. તેમાં ૪ ગુરુ અને ૩૦ લઘુ મળી ૩૪ વર્ણ હોય છે. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩૬ ગુરુ અને ૨૪ લઘુ મળી ૬૦ વર્ણની ૯૬ માત્રા હોય છે. | ક્રમ. | ક્રિયાપદનું આજ્ઞાર્થ રૂપ. | ચંદ્ર. | દૃશ્યકાવ્ય રૂપે રૂપકનો એ નામનો એક ભેદ. | ધારો; નિયમ. | ( વેદાંત ) પુરુષને પ્રવૃત્તિ કરાવનાર વાક્ય. | બ્રહ્મદેવ; પ્રજાપતિ; બ્રહ્મા. | ભાગ્યદેવતા; દૈવ; ભાગ્ય; નસીબ. વધુ + | વિધાન; પ્રતિજ્ઞા; વિધિવાક્ય. | વિશ્વકર્મા. | વિષ્ણુ. | વૈદ્ય. | વ્યવસ્થા; યોજના. | સંસ્કાર. | હાથીને માટે કરેલો લાડુ; વિધાન. | આજ્ઞા; શાસ્ત્રાજ્ઞા; શાસ્ત્રપ્રમાણ. | કરવાનું તે ક્રિયા. | કાર્ય કરવાની રીત; પ્રણાલિ; રંગઢંગ; પ્રકાર; પદ્ધતિ. | છઠ્ઠીને દિવસે ભવિષ્ય આલેખનાર સ્ત્રી.