Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “virãt” · clear
- virãt
- ઊંચાઈવાળા ઈશ્વરનો માયાદિ દેહ; વિશ્વરૂપે ઈશ્વરનો દેહ; ભગવાનનું મોટામાં મોટું સ્વરૂપ. વધુ + | એ નામનો એક દેશ; મત્સ્ય દેશ. | ( સંગીત ) એક જાતનો તાલ. | પચીસ તત્ત્વોનું સંમેલન; મનુષ્ય. | ( પિંગળ ) પંક્તિની જાતનો એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં મગણ, સગણ, જગણ અને ગુરુ એમ દશ અક્ષર હોય છે. વધુ + | પ્રાચીન સમયમાં હિમાલયની ઉત્તરે વસતા ઉત્તરમદ્ર નામના લોકોના રાજા. | મૈત્રાવરુણ દેવતામાંથી ઉત્પન્ન થયેલો એ નામનો એક છંદ. | ( પુરાણ ) વિરાટ દેશનો રાજા. પાંડવો તેના દેશમાં અજ્ઞાતવાસ રહ્યા હતા અને તેમણે પોતાનાં નામ અને રૂપ પણ બદલી નાખ્યાં હતાં. આ વિરાટને સુરથા અને સુદેષ્ણા નામની બે સ્ત્રીઓ હતી. સુદેષ્ણાને પેટે ઉત્તરકુમાર અને ઉત્તરા નામે કન્યા થઈ હતી. વિરાટનો સાળો કીચક વલ્લવને હાથે મરાયો હતો. દુર્યોધને સુશર્મા રાજા પાસે વિરાટના ગૌધનનું હરણ કરાવ્યું અને પોતે ઉપર તરફ સૈન્ય લઈને ગયો; પણ પાંડવોની સહાયથી તેમનો પરાભવ થયો. પાછળથી પાંડવો છતા થયા ત્યારે વિરાટ રાજાએ ઉત્તરાને અભિમન્યુ સાથે પરણાવી. | વિશેષ રીતે રાડ પાડી જે શત્રુઓની અભિમુખ થાય તેવો પુરુષ; શત્રુઓને ભ્રમણ કરાવે તેવો પુરુષ. આ શબ્દ રટ્ ધાતુનો બનેલો છે. | વૈદિક છંદના ચાર માંહેનો એક પ્રકાર. જે છંદના જેટલા અક્ષર હોય, તેના કરતાં જો બે અક્ષર ઓછા હોય, તો તે વિરાટ છંદ થાય છે. | શિવનાં હજાર માંહેનું એક નામ. | શુક્રનીતિમાં બતાવેલો રાજાનો એક જાતનો દરજ્જો. | સચ્ચિદાનંદના ચિત અંશનો આભાસ. તે ચાર પ્રકારનો છે: સાક્ષી, ઈશ્વર, હિરણ્યગર્ભ અને વિરાટ. | સમષ્ટિસ્થૂલોપાધિનું અભિમાની ચૈતન્ય. જેમ સૂર્યનું પ્રતિબિંબ શુદ્ધ કાચ ઉપર, શુદ્ધ કાચપરના તે પ્રતિબિંબનું પરાવર્તન કોઇ ધાતુના ચળકતા પતરા પર અને તેનું પુન: પરાવર્તન ચૂનો દીધેલી લીસી ભીંત પર થાય છે તેમ બ્રહ્મનું પ્રતિબિંબ માયામાં પડે છે અને માયોપાહિત બ્રહ્મનું પરાવર્તન સમષ્ટિસ્થૂઉલ ઉપાધિમાં થાય છે. માયોપાહિત ચૈતન્યને ઈશ્વર, સમષ્ટિસૂક્ષ્મ શરીરના અભિમાની ચૈતન્યને હિરણ્યગર્ભ અને સમષ્ટિસ્થૂલોપાધિના અભિમાની ચૈતન્યને વિરાટ કહે છે. પ્રત્યક્ચૈતન્યનું પ્રતિબિંબ અવિદ્યામાં પડે છે તે પ્રાજ્ઞ, પ્રાજ્ઞનું વ્યષ્ટિસૂક્ષ્મોપાધિમાં પરાવર્તન તે તેજસ અને તેજસનું પુન: પરાવર્તન વ્યષ્ટિસ્થૂલોપાધિમાં થાય છે તે વિશ્વ કહેવાય છે. આ વાત દર્શાવનારો સાંકેતિક અક્ષર ૐ છે, તેથી જ તેને શબ્દબ્રહ્મ કહે છે. | પ્રજાતંત્ર રાજ્ય. | બ્રહ્માંડ. | ભારતવર્ષનું એ નામનું એક પીઠસ્થાન. અહીં સતીના ડાબા પગની આંગળીઓ પડી હતી. | મહાભારતનાં આઠ માંહેનું એક પર્વ. | વિશાળ; મોટું; ભવ્ય; મોટા કદનું; બહુ જ મોટું.