Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
2 resultsfor “yogi” · clear
- karma-yogi
- કર્મયોગનો સાધક | કર્મમાં જોડાવાવાળું.
this project's own English definition for this term is Swaminarayan-Sampraday-specific; this general-dictionary sense does not capture that doctrinal specificity, treat as vocabulary/spelling context only
- yogi
- અર્જુન. | અસંપ્રજ્ઞાત યોગવાળો બ્રહ્મવિદ્ યતિ; ધ્યાન અને સમાધિ વગેરે યોગની પ્રક્રિયાથી બ્રહ્મનું ચિંતન કરનાર સંન્યાસી. યોગીના બે પ્રકાર છે: (૧) યુંજાન એટલે યોગને માટે યત્ન કરતો અને (૨) યુક્ત એટલે ઈશ્વર સાથે ઐક્ય પામેલો. ગીતા પંચામૃતમાં યોગી વિષે કહેલું છે કે:- શીતોષ્ણે સુખદુ:ખમાં સમ રહે, માનાપમાને તથા; મુનિઓ તે પરમાત્મ શાંતિ ધરતા જેણે જીવ્યું ચિત્ત આ. જીતેંદ્રિય કૂટસ્થ તૃપ્ત મન છે વિજ્ઞાન જ્ઞાને અને; જેને પથ્થર માટી હેમ સમ છે તે યોગી તો મુક્ત છે. સુહૃદ્ બંધુ ઉદાસી મિત્ર અરિમાં મધ્યસ્થ દ્વેષ્યે અને; સાધુમાં વળી પાપીમાં ય સમ છે જેની મતિ શ્રેષ્ઠ તે. જોતાં ખાતાં શ્રવણ ગમને શ્વાસ કે વાસ સ્પર્શે, ઊંધે ત્યાગે ગૃહણ વચને નેત્ર ખોલ્યે મિચાયે; ઇંદ્રિયો સૌ નિજ વિષયમાં વર્તતી એમ ધારી; માને કૈં યે હું નથી કરતો એમ તત્ત્વજ્ઞ યોગી. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે પંચા છંદનો એક ભેદ છે. તેમાં ૧૮ ગુરુ અને ૧૦ લઘુ મળી ૨૮ વર્ણની ૪૬ માત્રા હોય છે. | કર્મયોગમાર્ગી; કર્મમાર્ગને અનુસરનાર પુરુષ. વધુ + | કૃષ્ણ. | જાદૂગર. | તપસ્વી; સાધુ; સંન્યાસી; વૈરાગી; જોગી. | મહાકાળની ઉપાસના કરનાર પુરુષ. | યાજ્ઞવલ્કય. | યોગપંથનો અનુયાયી. | રહસ્યવાદી; ગૂઢવાદી; અગમનિગમવાદી. | વિષ્ણુ. | શિવનાં હજાર માંહેનું એક નામ. આ સ્વરૂપમાં તે નગ્ન અવસ્થામાં માલૂમ પડે છે. તેણે શરીર ઉપર રાખ ચોળી છે, તથા જટાનો ચોટલો બાંધ્યો છે. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ. | એ નામની એક અટક. | એ નામની અટકનું માણસ. | એ નામની અટકનું. | સંયોગવાળું; યોગવાળું.