Swaminarayan
Scripture Archive

Archive/Glossary

એ જ પારિભાષિક શબ્દોના ગુજરાતી અર્થ, સ્રોત પ્રમાણે ચકાસેલા — અમે લખેલા નથી.

A

abhimãn
( પુરાણ ) સ્વાયંભૂ મન્વંતરમાં થયેલા ધર્મ ઋષિનો ઉન્નતિને પેટે જન્મેલો એ નામનો દીકરો. | ઇચ્છા; મરજી. | ખોટો ગર્વ; અહંકાર; મગરૂબી; હુંપણું. વધુ + | ગુણ કે સ્થિતિમાં મોટપની ખાતરીથી બંધાયેલો સારો મત. | ગૌરવ; મોટાઈ. | દાવો કરવાપણું. | નાટ્યના તેત્રીસ અલંકારમાંનો એક. | પ્રાર્થના. | પ્રેમ; સ્નેહ; પ્રણય. | પ્રેમ કે પરમાર્થ બુદ્ધિથી હૃદયનું પ્રફુલ્લિત થવાપણું. | ભ્રમ; મિથ્યાજ્ઞાન. | મમતા; મોહ. | માનની લાગણી; પૂજ્યભાવ. | માન્યતા; મત. | માન્યતા; મત. | વધ; હિંસા. | વેરનો બદલો; વેરની વસૂલાત. | શૃંગારરસની એક અવસ્થા; પ્રેમથી ઉત્પન્ન થયેલી સ્થિતિ. | સમજશક્તિ; બુદ્ધિ.
ãchãrya
અંગ અને રહસ્ય સહિત વેદ, ધર્મશાસ્ત્ર ભણાવનાર. | આયુર્વેદ વિદ્યાલય તરફથી અપાતી એ નામની એક પદવી. | ( જૈન ) તીર્થંકર. | ( પુરાણ ) દ્રોણાચાર્ય. | ધર્મક્રિયા કરાવનાર બ્રાહ્મણ; ગોર; પુરોહિત. | પરમેશ્વર, કેમકે તે બધી વિદ્યા આપે છે. | બૃહસ્પતિનું એક નામ. | બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપવિષદ્દ એ પ્રસ્થાનત્રયી ઉપરના શંકર, રામાનુજ, મધ્વ અને વલ્લભાચાર્ય એ ચાર મુખ્ય ભાષ્યકાર માંહેનો દરેક. | બ્રાહ્મણનો કર્તા. | મંત્રોપદેશ કરનાર; ધર્મગુરુ. | મુખ્ય શિક્ષક; `પ્રિન્સિપલ`. | લશ્કરનો સરદાર | વિદ્વાન; પંડિત; અમુક શાસ્ત્ર કે મતનો ખાસ અભ્યાસી. | વેદ ઉપર ટીકા લખનાર. | શાસ્ત્રના અર્થ સમજી તેને પોતે અમલમાં મૂકે અને બીજાને વર્તવાનો ઉપદેશ આપે તે સાધુ. | શિક્ષક; મહેતાજી; ગુરુ; અધ્યાપક. | સંપ્રદાય ચલાવનાર; ધર્માધ્યક્ષ; મતપ્રવર્તક. | ( જૈન ) સાધુ સમુદાયના નાયક. | બ્રાહ્મણની એક નામની અટકનું માણક. | માન આપવા લાયક માણસ. | સાધુ બાવાની એ નામની અટકનું માણસ. | બ્રાહ્મણની એ નામની અટકનું. | માન આપવા લાયક; પૂજ્વા યોગ્ય. | સાધુ બાવાની એ નામની અટકનું.
achyut
( જૈન ) એ નામનો બારમો દેવલોક. | ( પિંગળ ) એ નામનો ૭૦ ગુરુ તથા ૧૬ લઘુ મળી ૮૬ વર્ણનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ષટ્પદી છપ્પયનો એક ભેદ છે. | કૃષ્ણ, કેમકે તે વિષ્ણુના અવતાર હઈ અવિનાશી મનાય છે. | ( જૈન ) ચોથી શ્રેણીના દેવતા; વૈમાનિક શ્રેણીના કલ્પભવ દેવતાનો એ નામનો એક ભેદ. | પરમેશ્વર, કેમકે તેનાં સ્વરૂપ તથા શક્તિમાં ફેરફાર થતો નથી. | પીપળાનું ઝાડ. | વિષ્ણુ. | તારલી નામની એક જાતની માછલી. | આંબાનું ઝાડ. | બાર સર્ગનું કાવ્ય. | નહિ ઝરેલું. | નિત્ય; અવિનાશી; અટલ. | ( સંગીત ) શુદ્ધ; પોતાના સ્થાનમાં રહેલું. | સ્થિર; નિશ્ચલ. | પુરુષોત્તમ ભગવાન.
adharma
અકર્તવ્ય. | ( વૈશેષિક ) અભ્યુદય એટલે લૌકિક સુખ અને નિ:શ્રેયસ એટલે પારલૌકિક સુખની સિદ્ધિનું વિરોધી કર્મ. | ( જૈન ) એ નામનો એક નિત્ય અને અરૂપી પદાર્થ; સ્થિતિસહાયક દ્રવ્ય; અધર્માસ્તિકાય. વધુ + | એ નામનો પ્રજાપતિ. | ગુણનો અભાવ; ખાસ લક્ષણ ન હોવાપણું. | જૂઠાણું; અસત્ય. વધુ + | તકસીર; ગુનો. | દુષ્ટતા. | ધર્મનો અભાવ; દુરાચાર; અન્યાય; અનીતિ. વધુ + | ( બૌદ્ધ ) નિર્વાણનો વિરોધી દુષ્ટ સ્વભાવ. | પાપ; પાતક; ધર્મગ્રંથમાં કરેલ આજ્ઞાથી વિરુદ્ધ આચરણ; કુકર્મ. | ( પુરાણ ) બ્રહ્મદેવના પાછલા ભાગમાંથી ઉત્પન્ન થયેલો ધર્મનો વિરોધી પુરુષ. એને મૃષા નામની સ્ત્રીથી દંભ અને માયા નામનું થયેલું જોડકું નિઋતિ નામના એક રાક્ષસ રાજાએ પોતાને સંતાન ન હોવાથી લીધું હતું. આ જોડકાથી લોભ અને નિકૃતિ નામનું બીજું જોડકું, અને એમાંથી વળી ક્રમાનુસાર ક્રોધ અને હિંસા, કલિ અને દુરુક્તિ, મૃત્યુ અને ભીતિ તથા નિરય અને .યાતના એમ જોડકાં ઉત્પન્ન થયાં હતાં. | ( વેદાંત ) વેદ વિરુદ્ધ કર્મ. | ( ન્યાય ) શરીર વડે હિંસા, ચોરી આદિ કર્મ, વચનદ્વારા ખોટું બોલવું વગેરે, અને મનવડે પરદ્રોહિક કામ. ન્યાયશાસ્ત્રના પ્રણેતા ગૌતમે માનેલા ૨૪ ગુણ માંહેનો આ એક છે:-રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ, શબ્દ. | ( પુરાણ ) સૂર્યનો એ નામનો એક અનુચાર દેવતા; જ્યેષ્ઠાની કૂખે વરુણને થયેલો એ નામનો એક પુત્ર. એની સ્ત્રીનું નામ નિઋતિ હતું. | બ્રહ્મ, કેમકે તેમાં ગુણનો અભાવ છે. | ગુણ વગરનું. | ધર્મ વિરુદ્ધનું. | ધર્મને હાનિકારક. | ( જૈન ) આત્માના શુભાશુભ ભાવ એટલે પરિણામ. આત્માની શુદ્ધ અને અશુદ્ધ એવી બે પ્રકારની અવસ્થા છે. અશુદ્ધ શુભ એટલે પુણ્ય, અને અશુભ એટલે પાપ એવા બે પ્રકાર પડે. આથી પુણ્યને આત્માનો ધર્મ નહિ પણ વિકાર મનાય છે. | અન્યાયી; ગેરઈન્સાફી.
adhidev
ઇષ્ટદેવ; કુળદેવ; રક્ષક દેવ. | ઉપરી દેવતા; અમુક વસ્તુ કે સ્થળનો દેવ; અધિષ્ઠાતા દેવ. અગિયાર ઇંદ્રિયોમાંથી દરેકને એક એક ઉપરી દેવ છે એવી માન્યતા છે. જેમકે, આંખનો સૂર્ય, જીભનો વરુણ, વગેરે. વધુ + | સર્વોપરી દેવ; પરમાત્મા; પરમેશ્વર. | વરુણદેવ.
adhyãtma
( વેદાંત ) અંત:કરણ અને ઇંદ્રિયો વગેરે આત્માની જ્ઞાનશક્તિનાં સાધન. | આત્મા સંબંધી વિચાર અને ક્રિયા. | આત્માની જ્ઞાનશક્તિ. | જીવભૂત બ્રહ્મ; જીવાત્મારૂપે આવિષ્કૃત એટલે અવરતેલ પરમાત્મા. | બ્રહ્મવિચાર; જ્ઞાનતત્ત્વ; આત્મજ્ઞાન; બ્રહ્મ જ્ઞાન. વધુ + | મૂળ સ્વભાવ. | આત્માનું જ્ઞાન ધરાવનાર; બ્રહ્મજ્ઞાની. | આત્માને લગતું; પરમાત્મા સંબંધી. | આત્મામાં. | દેહ; શરીર. | મન.
Advait
( પિંગળ ) ગાહીની કુંડલિની જાતનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૨૨ ગુરુ અને ૧૧૪ લઘુ મળી ૧૩૬ વર્ણ અને ૧૫૮ માત્રા હોય છે. | ( પિંગળ ) ષટ્પદી છપ્પયની જાતનો ૫૩ ગુરુ અને ૫૦ લઘુ મળી ૧૦૩ વર્ણનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. | અભેદ; દ્વૈતનો અભાવ; તાદાત્મ્ય; એકપણું. નામનું એક ઉપનિષદ. જીવ અને બ્રહ્મની અથવા જગત અને બ્રહ્મની એકતા; જીવ અને શિવ બેઉ એકજ છે એમ માનવું તે; જડજીવન સર્વ બ્રહ્મથી અભિન્ન છે. અથવા જડજીવ સર્વરૂપ છે. એવું જ્ઞાન તે. વધુ + | ( વેદાંત ) સત્ય; બ્રહ્મ; દૃષ્ટા, દૃશ્ય, દર્શન તેમજ જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન ઇત્યાદિ ત્રિપુટીની એકતારૂપ બ્રહ્મ. | અનુપમ; અદ્વિતીય; અપ્રતિમ. | એકસરખા સ્વભાવનું; એકતાવાળું. | ( વેદાંત ) સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી રહિત.
ãgnã
અભિપ્રાય. | ફરમાન; હુકમ; આદેશ; આણ. વધુ + | ( તંત્ર ) ભવાંની વચ્છે સુષુમ્ણા નાડીની અંદર આવેલું એક શરીરચક્ર. તેના જપની સંખ્યા ૧૦૦૦, બીજ-અ-આ વગેરે સોળ સ્વર, ફળ ત્રિલોકદર્શી ઉત્તમજ્ઞાની, પાખંડી બે, રંગ ચંદ્રકિરણ જેવો, દેવ અગ્નિ, શક્તિ ડાકિની સુષુમ્ણા, તત્ત્વ મન, ઇંદ્રિય જાણનાર, અને સમય ૨ ઘડી ૬ પળ અને ૪૦ અક્ષરનો છે. વિશુદ્ધિ અને આજ્ઞ એ શરીરીનાં છ ચક્ર છે. | રજા; છૂટી; પરવાનગી. વધુ + | ( જ્યોતિષ ) લગ્નથી દશમું ઘર. | શાસ્ત્રમાં જણાવેલ નિયમ; નિર્દેશ; શાસન. | સત્તા. | સૂચના. | હુકમનામું.
agni
અગ્નિખૂણાનો દેવ. | અજમોદ. | ( પુરાણ ) અવધૂતનો એ નામનો એક ગુરુ. | ( પુરાણ ) ઇંદ્રસાવર્ણિ નામના ચૌદમા મન્વંતરમાં થનાર સપ્તર્ષિમાંનો એ નામનો એક ઋષિ. | ( ખગોળ ) એ નામનો એક તારો; `બીટા ટૌરી, નૅથ`. વધુ + | ( બૌદ્ધ ) કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુઃખ, દૌર્મનસ્ય અને ઉપાયાસ એ ૧૧માંથી દરેક. | ( ખગોળ ) કૃત્તિકા નક્ષત્ર. | ( ખગોળ ) કૃત્તિકા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. | ગાયત્રીના ૨૪ દેવતા માંહેનો એ નામનો એક. | ચિત્રકનું ઝાડ; કેમકે તેના મૂળની છાલમાં અગ્નિની પેઠે ફોલ્લો ઉત્પન્ન કરવાનો ગુણ છે. | જઠરાગ્નિ; ખોરાક પચાવનારી શક્તિ. ભૂખ, તરસ, નિદ્રા, આળસ અને સંગ એ પાંચ અગ્નિની પ્રકૃતિ છે. | જુસ્સો; ક્રોધ; આવેશ. | ( પુરાણ ) તામસ નામના ચોથા મન્વંતરના સપ્તઋષિમાંનો એ નામનો એક. | તેજ; પાંચ મુખ્ય તત્ત્વમાંનું એ નામનું એક તત્ત્વ. | ત્રણની સંજ્ઞા, કારણકે મુખ્ય અગ્નિ ત્રણ છે. | ( પુરાણ ) દક્ષક્ન્યા અને અગ્નિની ધર્મપત્ની વસુને પેટે થયેલા અષ્ટવસુમાંનો એ નામનો પાંચમો દીકરો. એને વસોર્ધારા નામે સ્ત્રી અને દ્રવિણક નામે દીકરો હતાં. | દેવતા. વૈદક મત મુજબ અગ્નિ ૩ પ્રકારનો છેઃ (૧) ભૌમ, કે જે ઘાસ, લાકડાં વગેરેના બળવાથી ઉત્પન્ન થાય; (૨) દિવ્ય, કે જે આકાશમાં વીજળીથી ઉત્પન્ન થાય; (૩) ઉદર અથવા જઠરનો, કે જે પિત્ત રૂપે દૂંટીની ઉપર ને હૃદયની નીચે રહીને ખાધેલું અન્ન પચાવે. કર્મકાંડમાં અગ્નિ ૬ પ્રકારનાં છેઃ (૧) ગાર્હપત્ય; (૨) આહવનીય; (૩) દક્ષિણાગ્નિ; (૪) સભ્યાગ્નિ; (૫) આવસથ્ય અને (૬) ઔપાસનાગ્નિ. તેમાં પહેલા ત્રણ મુખ્ય છે. રસાયનને માટે ધૂમાગ્નિ, દીપ્તાગ્નિ, મંદાગ્નિ, મધ્યમાગ્નિ, ખરાગ્નિ અને ભડાગ્નિ એમ ૬ પ્રકારના અગ્નિ છે. જ્વાળા નહિ નીકળતાં જે અગ્નિમાંથી માત્ર ધુમાડો જ નીકળે તેને ધૂમાગ્નિ, મુઠ્ઠીમાં આવી શકે તેટલાં જાડાં લાકડાંની આઠમા ભાગની ચીરી એટલે નાના પાતળા કટકાને સળગાવી જે અગ્નિ કરવામાં આવે તે દીપ્તાગ્નિ, ચોથા ભાગની ચીરી વડે જે અગ્નિ કરાય તે મંદાગ્નિ, એક લાકડાંની બે ચીરી સાથે સળગાવીને કરેલા અગ્નિને મધ્યમાગ્નિ, એવી પાંચ ચીરી સાથે સળગાવી કરેલો અગ્નિ ખરાગ્નિ, અને જે અગ્નિથી વાસણના મથાળા સુધી ચોતરફ જ્વાળા ફેલાય તેને ભડાગ્નિ કહે છે. અગ્નિની દશ કલા કહેવાય છેઃ ઘૂમ્રા, અર્ચિ, ઉષ્મા, જ્વલિની, જ્વાલિની, વિસ્ફુલિંગિની, સુશ્રી, સુરૂપા, કપિલા ને હવ્યકવ્યવહે. વધુ + | પિત્ત. | પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, કાળ, દેશ, આત્મા અને બુદ્ધિ એ ૯ પદાર્થ માંહેનો તેજ નામનો પદાર્થ. | ( પુરાણ ) બે રાતાં મોઢાં, ચાર શીંગડાં, બદામી રંગની આંખો, ત્રણ પગ, સાત હાથ, અને કાંટાવાળી કાલી, કરાલી, મનોજવા, સુલોહિતા, ઘૂમ્રવર્ણા, ઉગ્રા ને પ્રદીપ્તા નામની સાત જીભવાળો પ્રકાશ અને ગરમીનો ઉપરી દેવ. તેનું વાહન ઘેટું, ખોરાક ઘી, અને કામ દેવને યજ્ઞભાગ પહોંચાડવાનું છે. અગ્નિને કલ્પની શરૂઆતમાં બ્રહ્મદેવે પૂર્વ અને દક્ષિણ એ બે વચ્ચેની દિશાનું ઉપરીપણું આપ્યું હતું, એથી એ દિશાનું આગ્નેયી એટલે અગ્નિખૂણો એવું નામ પડ્યું છે. દક્ષપ્રજાપતિની ૧૬ કન્યામાંથી સ્વાહા નામની કન્યા એમની પત્ની હતી. સ્વાહાની કૂખે એમને સ્વારોચિત નામે પુત્ર અને સુચ્છાયા નામે કન્યા થઈ હતી, જે ઉત્તાનપાદના દીકરા ધ્રુવના દીકરા શિષ્ટને પરણાવી હતી. આ સિવાય એને પાવક, પવમાન અને શુચિ એ નામના ૩ પુત્ર હતા. આ ત્રણે પુત્ર તેની સ્ત્રી સ્વાહાથી ઉત્પન્ન થયા હતા. એ ૩ પુત્રને ૪૫ પુત્ર થયા હતા. એમ બધા મળી ૪૯ અગ્નિ મનાય છે. શિવઅંબાના વિહાર ટાણે ઇંદ્રના કહેવાથી શિવ પાસે અગ્નિ માગવા જતાં ક્રોધ કરી તેને શિવે પોતાનું વીર્ય આપ્યું હતું. અગ્નિ એ વીર્ય પી ગયો પણ સહન ન થવાથી ગંગામાં પાછું કાઢ્યું. એ વીર્યથી કાર્તિકેય થયો. પૂર્વે શ્વેતકી રાજાએ ૨૪ વર્ષ સુધી રાત્રિદિવસ ઘણા યજ્ઞ કર્યા. તેમાં હોમેલી વસ્તુ ઘણી ખાવાથી અગ્નિને અજીર્ણ થયું અને તે જાડો થઈ ગયો. એના ઉપાય માટે શ્રીકૃષ્ણ ને અર્જુનની રજા મેળવી ખાંડવ વનમાંથી જાતજાતની ઔષધિ ખાઈને આરોગ્ય મેળવ્યું. તેણે વરુણ પાસેથી વાંદરાની ધ્વજાવાળો દિવ્ય રથ અને ગાંડિવ ધનુષ્ય માગીને અર્જુનને આપ્યાં અને વજ્રનાભ ચક્ર અને કૌમોદકી ગદા શ્રીકૃષ્ણને આપી બન્નેને સંતોષ્યા. દેવોને યજ્ઞભાગ પહોંચાડવાનું એને માથે છે. એની વતી એની સ્ત્રી સ્વાહા યજ્ઞભાગ લે છે અને પોતે તે પહોંચાડે છે. દરેક આહુતિ વખતે સ્વાહાને સંબોધાય છે. અગ્નિનું બીજું નામ મિત્ર છે. અગ્નિનાં ઘણાં નામ છેઃ વહ્નિ, અનલ, પાવક, વૈશ્વાનર, અબ્જહસ્ત, ધૂમકેતુ, હુતાશ, હુતભુજ, શુચિ, શુક્ર, રોહિતાશ્વ, છાગરથ, જાતવેદ, સપ્તજિહ્વ, તોમરધર. વધુ + | ( પુરાણ ) ભગવાનનું એક સ્વરૂપ. | ( જૈન ) ભવનપતિ દેવતાની એ નામની એક જાતિ; અગ્નિકુમાર દેવતા. | ભિલામાનું ઝાડ. | ( ખગોળ ) મંગળગ્રહ. વધુ + | ( તાંત્રિક ) `ર` અક્ષરને બદલે વપરાતો શબ્દ. | લાય; બળતરા. | લિંબોઈ; લિંબુનું ઝાડ. | વેદના ૩ મુખ્ય દેવમાંનો એ નામનો એક. તે સ્વર્ગમાં સૂર્યના રૂપમાં, આકાશમાં વીજળીના રૂપમાં અને પૃથ્વી ઉપર સાધારણ દેવતાના રૂપમાં છે. ઋગ્વેદની ઉત્પત્તિ આ અગ્નિદેવથી થયેલી મનાય છે. આ દેવ મનુષ્યનો અને મનુષ્યના ગૃહોનો પાલક અને તેમનાં કામોનો સાક્ષી મનાતો હોવાથી શુભ પ્રસંગોમાં તેનું આહ્વાન કરાય છે. ક્રવ્યાદ એટલે રાક્ષસોનો તે હણનાર હતો. હરિવંશમાં તે કાળા પોશાકવાળો અને હાથમાં સળગતું ભલું ઊંચકતો વર્ણવેલો છે. તેને ધુમાડાનાં બનેલ ધજા અને ટોપ, ચાર હાથ, રાતા ઘોડાવાળો રથ અને રથના પૈડા તરીકે સાત વાયુઓ હોવાની માન્યતા છે. સાથે ઘેટો ફરતો હોવાથી અને કોઈ વાર તે તેના ઉપર સવારી કરતો હોવાથી તે છાગરથ પણ કહેવાય છે. | સોનું. | સોમવેલીની ૨૪ જાત માંહેની એ નામની એક. | એ નામની પૂર્વ અને દક્ષિણ વચ્ચે આવેલી દિશા; અગ્નિખૂણો. | અઢાર પુરાણમાંનું એ નામનું એક. | કેસર. | ( પુરાણ ) સરસ્વતીને કિનારે આવેલું એ નામનું એક પવિત્ર સ્થળ. અહીં વિદુર તીર્થયાત્રામાં આવેલ હતા. | એ નામનો શુકલ યજુર્વેદનો ઋષિ. | એ નામનો સામવેદનો એક ઋષિ. | એ નામનો સામવેદનો એક દેવતા. | એક ઋગ્વૈદિક ઋષિ. | ( તાંત્રિક ) છત્રીસ તત્ત્વો માંહેનું એ નામનું એકત્રીસમું. જુઓ અષ્ટાંગ. | નિયોગથી સ્ત્રીએ પસંદ કરેલો ત્રીજો ધણી. | શક્તિ; બળ. | ( યોગ ) શરીરમાંની સુષુમ્ણા નામની નાડીનો દેવ. | ગરમી. | ગુસ્સો, પ્રેમ, વિષયવાસના, અદેખાઈ, ધિક્કાર અને બહુ ભૂખ માટે અલંકારિક રીતે વપરાતો શબ્દ. | ચાંદીનો રોગ; ગરમીનું દરદ. | સૂર્યનો સખ્ત તડકો.
Agni-Dev
અગ્નિ પૂજનાર માણસ. | જુઓ અગ્નિદેવતા ૧.
ãkãsh
અબરખ; અભ્રક. | પરમેશ્વર. તે બધી દિશામાં જગતના પ્રકાશક છે. | સૂર્યનાં એકસો આઠ નામ માંહેનું એક. જુઓ સૂર્ય. | આસમાન; ગગન; આભ; વ્યોમ; દ્યૌ; અભ્ર; અંબર; સુરવર્ત્મ; ખ; નભ, કેમકે તેમાં સૂર્ય ચારે દિશામાં પ્રકાશે છે. આકાશનો રંગ આસમાની હોય એમાં પ્રાચીન સમયમાં કોઇને નવાઈ લાગતી નહિ. ઝાડનો રંગ લીલો, તેમ આકાશનો રંગ નીલો એ સ્વત:સિદ્ધિ ગણાતું. પરંતુ ઝાડના પાંદડાનો લીલો રંગ જેટલો વાસ્તવિક છે તેટલો આકાશનો આસમાની રંગ નથી. નીચાણ પરનાં વાદળાંની ઉપર અને નીચેથી પડતાં સૂર્યનાં કિરણોને લીધે નજીકના આકાશના રંગનો ફેરફાર થાય છે, પણ વાદળા પાછળના આકાશનો રંગ આસમાની દેખાવાનું કારણ જુદું જ છે. આકાશ એટલે કે જે અવકાશમાં સૂર્ય, ચંદ્ર તારા, આકાશગંગા વગેરે ખગોળમંડળો રહેલા છે તેનો ખરો રંગ તો કાળો-બિહામણો-સાહી જેવો છે. આકાશનો આસમાની રંગ એ ખરો રંગ નથી તે બલૂન અને વિમાનોની મુસાફરીથી સિદ્ધ થયું છે. જેમ ઊંચા પ્રદેશોમાં અને ધૂળવાળા પ્રદેશમાં જઈએ તેમ આકાશનો રંગ વધારે ઘેરો થતો જાય છે. બહુ ઊંચે જવાથી દિવસે પણ આકાશ કાળું બિહામણું લાગે છે. તેથી ઊલટું હવામાં રજકણોનો ભાગ વધારે હોય તો આકાશનો વાદળી રંગ ઝાંખો પડે છે. ઇંગ્લંડ જેવા ધુમાડા અને ધુમસવાળા દેશમાં આકાશનો રંગ ભુખરો ઘણીવાર વર્ણવવામાં આવે છે. મધ્યાકાશનો રંગ જેટલો ઘેરો હોય છે તેના કરતાં ક્ષિતિજ પાસેના નીચાણના પ્રદેશમાં આકાશનો રંગ ઝાંખો રહે છે. તેનું કારણ ધૂળનાં રજકણોની વધારે મોટી સંખ્યા છે. ક્ષિતિજ ઉપર રજકણોની સંખ્યા ઊંચેના આકાશ કરતાં. ૧૦૦૦ ગણી વધારે હોઈ શકે. ઊંચે આકાશમાં રજકણોની સંખ્યા બહુ ઓછી હોવાથી કેટલાક ભૌતિકશાસ્ત્રીઓ એવો નિર્ણય ઉપર આવ્યા છે કે ધૂળ એકલી જ આકાશના વાદળી રંગનું કારણ હોઈ શકે નહિ. હવાના અણુઓમાં જ એવો ગુણ છે કે જેથી પ્રકાશનું પરિવર્તન થઈને વાદળી રંગ ઉત્પન્ન થઈ શકે. તે છતાં ધૂળ પૃથ્વી ઉપર ઘણે ઠેકાણે ઘણી ઊંચાઈ સુધી મળી આવે છે અને તેટલે અંશે આકાશનાં રંગમાં ધૂળનું સ્થાન અગત્યનું છે. હવામાંનાં ધૂળનાં રજકણોને લીધે તેમ જ હવાના અણુઓના ધૂળનાં રજકણોને લીધે તેમ જ હવાના અણુઓના કેટલાક ગુણોને લીધે આકાશનો રંગ સૌમ્ય નીલ-ઠંડો આસમાની લાગે છે. વધુ + | ઇથર; પ્રકાશ અને ગરમીનાં મોજાને વહી જનાર પદાર્થ. | એ નામનુ ૨૪ તત્ત્વો માંહેનુ એક. જુઓ ગાયત્રીતત્ત્વ. | કાણું; રંધ્ર; ફાંકું; છિદ્ર. | ખાલી જગા; શૂન્ય સ્થાન; `સ્પેસ`. | ( જૈન ) છ દ્રવ્યમાંનું એ નામનું એક. તે આખા વિશ્વમાં વ્યાપી રહેલું છે, અને ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યના આધારભૂત છે. | ( તાંત્રિક ) છત્રીસ તત્ત્વ માંહેનુ એ નામનું બત્રીસમું. જુઓ અષ્ટાંગ. | જેમાં કાંઈ ન હોય તે; પોલાણ. | ( સંગીત ) તાલનાં મુખ્ય છ અંગ માંહેનુ બીજું; અર્ધમાત્રિક; સુવૃત્ત; ઉત્તમ; વ્યંજન; અક્ષરદ્વય; વૃત્તદ. તેનું ચિન્હ `૦` અને માત્રા બે છે. | તેજ; પ્રકાશ. | ( ન્યાય ) નવ દ્રવ્યો માંહેનુ એ નામનું એક. તેમાં સંખ્યા, પરમમહત્પરિમાણ એટલે ઘણું મોટું માપ, એકપૃથક્ત્વ એટલે એકને વિષે રહેલું જુદાપણું, સંયોગ, વિભાગ અને શબ્દ એટલે અવાજ એવા છ ગુણો રહેલા છે. વૈશેષિકકારે આકાશને દ્રવ્યમાં ગણ્યું, પણ તેના અનુયાયી ભાષ્યકાર પ્રશસ્તપાદે આકાશ, કાળ અને દિશાને એક જ માન્યાં. જોકે સૂત્રના ૧૭ ગુણોમાં શબ્દ નથી, પણ ભાષ્યકારે કેટલાક બીજા પદાર્થોની સાથે શબ્દને પણ લીધો. ન્યાયમાં પણ આકાશને પંચભૂતોમાં ગણેલ છે, અને તેનાથી શ્રોત્રેંદ્રિયની ઉત્પત્તિ માની છે. સંખ્યાકારે પણ આકાશને પ્રકૃતિનો એક વિકાર અને શબ્દતન્માત્રાથી ઉત્પન્ન થયેલ માન્યો અને તેના ગુણને શબ્દ કહ્યો. પશ્ચિમના ફિલસૂફમાંથી ઘણાએ આકાશના અનુભવ અને બીજા પદાર્થોના અનુભવની વચ્ચે તે તફાવત માન્યો, કે જે વર્તમાનમાં નજરોનજર થતા અનુભવ એને ભૂતકાળના પદાર્થો કે ભવિષ્ય સંભાવનાઓની સ્મૃતિના અનુભવ વચ્ચે રહેલો છે. કાન્ટ વગેરેએ આકાશની ભાવનાને અંત:કરણમાં મળેલ એટલે તેનો ગુણ માન્યો. તેમના કહેવા પ્રમાણે રંગનો અનુભવ થાય પણ ખરી રીતે પદાર્થોમાં તેની સ્થિતિ નથી, માત્ર અંત:કરણમાં તેની સ્થિતિ છે, તે જ પ્રમાણે આકાશ પણ છે. | ( યોગ ) પાંચ આકાશ માંહેનું એ નામનું એક. આકાશ, પરાકાશ, મહાકાશ, તત્ત્વાકાશ ને સૂર્યાકાશ એ વ્યોમપંચક કહેવાય છે. વધુ + | ( ન્યાય ) પાંચ મહાભૂતો માંહેનું પહેલું તત્ત્વ. આકાશના ૪ ભેદ: મહાકાશ, જલાકાશ, અભ્રાકાશ-મેઘાકાશ અને ઘટાકાશ. અનંત અખંડ સ્વરૂપે આકાશ તે મહાકાશ. જળ કે કોઈ પણ જળાકાશ. અભ્ર કે વાદળામાં પ્રતિબંબરૂપે પડેલું આકાશ તે અભ્રાકાશ. આ અભ્રાકાશ બારીક હોઈ માત્ર કલ્પનાથી જાણી શકાય વાદળાંની વરાળમાં પાણી સૂક્ષ્મમરૂપે રહેલું હોવાથી ત્યાં પ્રતિબિંબ પડે જ, એ પ્રમાણે અભ્રમાં પ્રતિબિંબરૂપે પડેલું આકાશ તે અભ્રાકાશ. ઘડા વગેરેમાં રહેલું આકાશ તે ઘટાકાશ. | બ્રહ્મ; ઈશ્વર. | માયા. | મીંડું બતાવનારી સંજ્ઞા. જેમકે, સંવત અદ્વૈત સાગર સાતે ત્રિગુણને આકાશ રે. તેમાં અદ્વૈત = ૧, સાગર સાતે = ૭, ત્રિગુણ = ૩ અને આકાશ = ૦ એટલે સંવત ૧૭૩૦. | વાયુ સિવાય જ્યાં કાંઈ ન હોય એવું સ્થાન. | ( બૌદ્ધ ) શબ્દનું સમવાયી એટલે કાયમ સાથે રહેતું કારણ; શબ્દ જેનો ગુણ છે. તે. | સ્થળ; ઠેકાણું; જગ્યા. | હવા; વા; પવન.
alok
ઋત્વિજ; પુરોહિત. | ( જૈન ) જીવ પુદ્ગળ એટલે પરમાણુ વગેરે રહિત આકાશ; ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોય તે જગા. અલોકમાં મોક્ષગામી સિવાય બીજા કોઈની ગતિ નથી. | નિર્જન પ્રદેશ. | મિથ્યા દોષ; કલંક; નિંદા. | લોક ન હોવાપણું; જગત બહારનો પ્રદેશ. | ( પુરાણ ) સૂર્યના પ્રકાશ વિનાની જગા. | પાતાળ. | સ્વર્ગ. | અદ્ભુત; અલૌકિક. | અદૃશ્ય; દેખાય નહિ એવું. | પુણ્ય વિનાનું; સારાં કામ ન કરવાને લીધે બીજો લોક મેળવી ન શકે તેવું. | બહુ તેજને લીધે જોઈ ન શકાય તેવું; ઘણું તેજસ્વી. | લોક વિનાનું; એકાંત; નિર્જન. | શિવનું એક નામ.
Amãs
અંધારિયાનો છેલ્લો દિવસ. આ દિવસે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવતો હોવાથી તેના જે ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ પડે તે ભાગ પૃથ્વી તરફ નથી રહેતો એટલે ચંદ્ર જાણે હોય જ નહિ એમ લાગે છે. વધુ + | પૂરૂં અંધારૂં.
amrut
આત્મા, કેમકે તે અમર છે. | ઇંદ્ર. | ( પુરાણ ) ઇધ્મજિહ્વનો દીકરો. | ( જ્યોતિષ ) એ નામનો અઠ્ઠાવીશ યોગ માંહેનો એક. | જંગલી મગ. | દેવ. | ધન્વંતરિ; દેવોનો વૈદ્ય. | ( પુરાણ ) પ્લક્ષદ્વીપ માંહેનો છઠ્ઠો ખંડ. વધુ + | વારાહીકંદ. | વિષ્ણુ. | શંકર; મહાદેવ. | ( જૈન ) સિદ્ધ ભગવાન, કેમકે તેમને મરવાપણું નથી. | ખડક ઉપર ઊગતી એક જાતની વેલ. | છાશ; તક્ર. | અન્ન. | અમર બનાવે એવો રસ; અમી; પીયૂષ; સુધા. અમૃતની ઉત્પત્તિ સંબંધમાં એવી કથા છે કે પૃથુરાજાના ઉપદેશ પ્રમાણે પૃથ્વીને ગાયનું અને ઇંદ્રને વાછરડાનું રૂપ આપી દેવોએ સોનાના વાસણમાં દૂધ દોહ્યું. તેમાંથી જે અમૃત ઉત્પન્ન થયું તે દુર્વાસા ઋષિના શાપને લીધે સમુદ્રને તળિયે જઈ પડ્યું. પછી ઇંદ્રને દુર્વાસાનો શાપ લાગવાથી તે વિષ્ણુ પાસે ગયો, અને તેની પ્રાર્થનાથી વિષ્ણુએ કૂર્માવતાર લીધો એટલે કે કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું. મંદાર પર્વતને રવૈયો અને વાસુકી નાગને નેતરૂં બનાવી તેમણે સમુદ્રનું મંથન કરીને તેમાંથી ચૌદ રત્ન કાઢ્યાં. તેમાં અમૃત એક રત્ન હતું. તે ઘડપણ આવતું અટકાવે, આયુષ્ય વધારે તથા મરેલાંને પણ સજીવન કરે એમ મનાય છે. વધુ + | એ નામનું એક પવિત્ર સ્થળ. | ( જ્યોતિષ ) એ નામનું સાત માંહેનું એક ચોઘડિયું. | ઔષધ; દવા. | ખાવા લાયક પદાર્થ. | ઘડપણ આવતું અટકાવે, આયુષ્ય વધારે અને મરેલાંને પણ સજીવન કરે એવી એક ઔષધિ. | ઘી. | ચારની સંખ્યા. | જામફળ. | ઝેર. | ઝેરનું મારણ. | દૂધ. | ધન; મિલ્કત. | પરબ્રહ્મ; પરમાત્મા. | પાણી; જલ; ઉદક. વધુ + | પારો. | માખણ; નવનીત. | માગ્યા વિના મળેલી ચીજ. | મીઠું. | મોક્ષ; મુક્તિ; નિર્વાણ; શ્રેય. વધુ + | યજ્ઞ કરતાં બાકી રહેલ પદાર્થ; યજ્ઞશેષ. | રાંધેલ ચોખા. | વછનાગ. | શોભા; તેજ; કાંતિ. | સોનું. | સોમરસ. | સ્વર્ગ; દેવલોક. | સ્વાદિષ્ટ વસ્તુ, જેમકે મધ. | અમર; અવિનાશી; મરે નહિ એવું. | ઘડપણ અને મરણને દૂર કરે એવું. | જીવતું; મરણ નહિ પામેલું. | પ્રિય; પ્રીતિકર. | સુંદર; મનોહર. | ( જ્યોતિષ ) તારાના ઝૂમખાના સાત ભાગમાંનો એ નામનો એક. | જમાડ્યા પછી વધેલ ખોરાક.
Aniruddha
અહંકાર. વધુ + | ( પુરાણ ) એ નામનો એક શિલ્પશાસ્ત્રી. જુઓ શિલ્પજ્ઞ. મત્સ્ય પુરાણમાં વર્ણવેલ અઠાર શિલ્પજ્ઞ; ભૃગુ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજિત્, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મન, કુમાર, નન્દીશ, શૌનક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર અને બૃહસ્પતિ. મત્સય પુરાણમાં વર્ણવેલ અઢાર શિલ્પજ્ઞ; ભૃગુ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજિત્ વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્નન્ કુમાર, નન્દીશ, શૌનક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ શુક્ર અને બૃહસ્પતિ. | ( જ્યોતિષ ) કાલપુરુષ નક્ષત્રનો એ નામનો એક તારો; `ઓરિયોનિસ`. | ચિત્તનો અધિષ્ઠાતા દેવ. | દૂત; જાસૂસ. | પરમાત્મા, કેમકે તેનો નિરોધ થતો નથી. | બુદ્ધ. | વિષ્ણુનાં હજાર નામ માંહેનું એક. ઉત્પત્તિ વખતે કોઈથી નિરુદ્ધ ન થયા તેથી, તેમ જ શત્રુઓથી કદી અટકાવી શકાતા નથી તેથી, તે અનિરુદ્ધ કહેવાય છે. | શિવ. | ( પુરાણ ) શ્રીકૃષ્ણના દીકરા પ્રદ્યુમ્નનો એ નામનો એક દીકરો. બાણાસુરની દીકરી ઉષા તેની સાથે પ્રેમમાં પડી અને પોતાના બાપના ગામ શોણિતપુરમાં પોતાના ઓરડામાં અનિરુદ્વને તે જાદુથી લાવી. બાણાસુરે અનિરુદ્ધને પકડવા માટે લડવૈયા મોકલ્યા, પણ તે બધાને અનિરુદ્ધ ગદા વડે મારી નાખ્યા. છેવટે તે જાદુથી પકડાયો. જ્યારે શ્રીકૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્નને આ ખબર પડી, ત્યારે તેઓ અનિરુદ્ધને છૂટો કરાવવા ગયા અને બાણાસુર સામે લડ્યા. બાણાસુરને શિવની અને સ્કંદની મદદ હતી, તોપણ તે હાર્યો અને શિવના વચ્ચે પડવાથી તેની જિંદગી બચી. ઉષા અનિરુદ્ધને પરણી અને તેઓ દ્વારકા ગયાં. અનિરુદ્ધને રુકમી રાજાની દીકરી રોચના નામની બીજી એક સ્ત્રી હતી. | દોરડું. | અટકાયત વિનાનું; નહિ અટકાવેલ; રોક્યા વગરનું. | નિરંકુશ; દાબ વિનાનું. | સ્વચ્છંદી; પોતાની મરજી પ્રમાણે વર્તનાર. | સ્વતંત્ર; મુક્ત.
archimãrg
દેવયાન. સૂર્યમાં ગતિ થાય તે માર્ગને દેવાયન કહે છે. | વેદનો ચૌદમો કાંડ; બૃહદારણ્યક ઉપનિષદના શતપથ બ્રાહ્મણનો જ્ઞાનકાંડ.
ardhamãtrã
અરધી માત્રા; હ્સ્વ વર્ણશ્રુતિ. | ૐકારની છ માત્રા માંહેની એક. વધુ + | ( સંગીત ) ચૌદ માત્રાનો એક ભેદ; દ્રુત. તેનો વખત અરધી સેકંડ બરાબર છે. | બ્રહ્મરૂપ વાણી કે દેવી. | ( વ્યાકરણ ) વ્યંજન.
ãrta
( જૈન ) દુ:ખ ઉપજાવે એવો વિચાર. | દુ:ખી માણસ. | અનાથ; નિરાધાર. | ગભરાયેલું; ગદ્દગદ થયેલું. | નાશ પામે એવું. | પીડિત; દુ:ખી, વ્યાકુળ. જેમકે, કામાર્ત; ક્ષુધાર્ત; તૃષાર્ત. | માંદુ; રોગી; અસ્વસ્થ.
arth
અભિપ્રાય; મત. | અસર. | ( વેદાંત, ન્યાય ) ઇંદ્રિયનો વિષય. ગૌતમ મત પ્રમાણે તે અગિયાર જાતનો છેઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ અને પ્રયત્ન. | કામ; કાર્ય. વધુ + | કારણ; સબબ. | કીમત; મૂલ્ય. | ( જ્યોતિષ ) કુંડલીમાં લગ્નથી બીજું ઘર. | કોયડો; ઉખાણું; સમશ્યા. | ગરજ; જરૂર; ખપ; પ્રયોજન. વધુ + | ( પિંગળ ) દરેક ચરણમાં ૨ નગણ અને રગણ મળી ૯ અક્ષરનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. | દાવો; મુકદૄમો. | ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારમાંનો બીજો પુરુષાર્થ. | ધારણા; મનસૂબો. | નિરાંત; નિવૃત્તિ. | પૈસો; ધન; દોલત. અર્થ ત્રણ પ્રકારના છેઃ ૧. શુક્લ એટલે પ્રમાણિકપણે મેળવેલ, ૨. શબલ એટલે પ્રમાણિક અને અપ્રમાણિક બંને રીતે ભેગો કરેલ, અને ૩. કૃષ્ણ એટલે અપ્રમાણિકપણે એકઠો કરેલ. | ફરિયાદ; અરજ. | ફળ; પરિણામ. | મતલબ; સમજૂતી; માયનો. અર્થ ત્રણ પ્રકારના છેઃ ૧. અભિધા એટલે શબ્દના મૂળ અર્થથી વાચ્યાર્થ, ૨. લક્ષણાથી લક્ષ્યાર્થ અને ૩. વ્યંજનાથી એટલે દૂરથી સૂચવાતા અર્થથી વ્યંગ્યાર્થ. વધુ + | માલમિલ્કત. | ( અર્થશાસ્ત્ર ) મિત્ર, પશુ, ભૂમિ, ધન અને ધાન્યની પ્રાપ્તિ તથા તેનો વધારો. | રીત; પ્રકાર. | લાભ; ફાયદો; હાંસલ. | વસ્તુ; વિષય. વધુ + | વિનતિ; પ્રાર્થના. | વિષ્ણુ. સુખસ્વરૂપ હોવાથી સર્વ પ્રાણી તેમની પ્રાર્થના કરે છે તેથી તે અર્થ કહેવાય છે. | ( બૌદ્ધ ) વ્યવહાર; ન્યાયનું કામ ચલાવવું તે; ન્યાયવહીવટ. વધુ + | શિવ. | સાર; તાત્પર્ય. | ( પુરાણ ) સ્વાયંભૂ મન્વંતરમાં થયેલ ધર્મઋષિને તેમની બુદ્ધિ નામની સ્ત્રીને પેટે થયેલો દીકરો. | હેતુ; આશય; ઉદ્દેશ. વધુ + | વાસ્તે; કાજે; માટે; સારૂ. | પ્રજાસત્તાક રાજ્યતંત્ર. | માણસજાત. | માણસજાતથી વસાયેલો જમીનનો ભાગ. | લક્ષ્મીના ખજાનારૂપ પર્વત; મેરૂ પર્વત.
ãsan
એક જાતની દવામાં વપરાતી વનસ્પતિ; આસંધ. | અમને કાંઈ પરવા નથી એમ દેખાડવું તે. આ નીતિ અનુસાર શત્રુ ચડી આવે અથવા ઘેરો ઘાલે તોપણ રાજા નાચરંગમા મશગૂલ રહે છે. | ( જૂ. ગુ. ) આયુષ્ય; આવરદા. | આશ્રમ; જગ્યા; સ્થાન. | ઊભા રહેવા, બેસવા કે સૂવાની અમુક પ્રકારની રીત. | એકબીજાની શક્તિ નહિ હણી શકવાથી બે રાજાઓએ સંધિ કરી ચૂપચાપ રહેવાપણું. તેના પાંચ પ્રકાર કહ્યા છે: વિગૃહ્યાસન, સંધીનાસન, સંભૂયાસન, પ્રસંગાસન અને ઉપેક્ષાસન. | ચાંદાં કે ઘારાં ઉપર માખીએ મૂકેલ ઇંડાં. | ચાંદાં કે ઘારા ઉપર માખીનું બેસવું તે. | ચીજ રાખવાનું સહીસલામત ઠેકાણું. | ચોપડી અથવા પત્રકમાં પાડેલો કોઠો; ખાનું. | ચોપડીનું ટેકણિયું. | જમવા બેસવાનું ઠેકાણું. વધુ + | જીરૂં; જીરક. | જીવ કે કીડા પેદા કરે એવી વસ્તુ કે રજ. | ( યોગ ) જેનાથી મનને શાંતિ મળે અને શરીર સ્થિર રહે તેવી શરીરની સ્થિતિ; બેઠક; યોગસન. તે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ એમ યોગના આઠ અંગમાંનુ ત્રીજું અંગ છે. તપસ્વીઓ તપ કરતી વખતે અથવા ધ્યાન ધરતી વખતે જે જુદી જુદી રીતે શરીરને રાખે છે તે આસન નીચે પ્રમાણે ૮૪ છે: ૧. સિદ્ધાસન, ૨. પ્રસિદ્ધ સિધ્ધાસન, ૩. પદ્માસન, ૪. બદ્ધ પદ્માસાન, ૫. ઉત્થિત પદ્માસન, ૬. ઊર્ધ્વ પદ્માસન, ૭. સુપ્ત પદ્માસન, ૮. ભદ્રાસન, ૯. સ્વસ્તિકાસન, ૧૦. યોગાસન, ૧૧. પ્રાણાસન-પ્રાણાયામાસન, ૧૨. મુક્તાસન, ૧૩. પવનમુક્તાસન, ૧૪. સૂર્યાસન, સૂર્યભેદનાસન, ૧૬. ભસ્ત્રિકાસન, ૧૭. સાવિત્રીસમાધિ, ૧૮. અચિન્તનીયાસન, ૧૯. બ્રહ્મજ્વરાંકુશ, ૨૦. ઉદ્ધારકાસન, ૨૧. મૃત્યભંજકાસન. ૨૨. આત્મારામાસન, ૨૩. ભૈરવાસન, ૨૪. ગરુડાસન, ૨૫. ગોમુખાસન, ૨૬. વાતાયનાસન, ૨૭. સિદ્ધમુકતાવલી, ૨૮. નેતિ આસન, ૨૯. પૂર્વાસન, ૩૦. પશ્ચિમોત્તાન, ૩૧. મહામુદ્રા, ૩૨. વજ્રાસન, ૩૩. ચક્રાસન, ૩૪. ગર્ભાસન, ૩૫. શીર્ષાસન, ૩૬. હસ્તાધાર શીર્ષાસન, ૩૭. ઊર્ધ્વ સર્વાંગાસન, ૩૮. હસ્તપાદાંગુષ્ઠાસન, ૩૯. પાદાંગુષ્ઠાસન, ૪૦. ઉત્તાનપાદાસન. ૪૧. જાનુલગ્નહસ્તાસન, ૪૨. એકપાદ શિરાસન, ૪૩. દ્વિપાદ શિરાસન, ૪૪. એક હસ્તાસન, ૪૫. પાદહસ્તાસન, ૪૬. કર્ણપીડ મૂલાસન, ૪૭. કોણાસન, ૪૮. ત્રિકોણાસન, ૪૯. ચતુષ્કોણાસન, ૫૦. કન્દપીડનાસન, ૫૧. તુલિતાસન, ૫૨. લોલ, તાડ યા વૃક્ષાસન, ૫૩. ધનુષાસન, ૫૪. વિયોગાસન, ૫૫. વિલોમાસન, ૫૬. યોન્યાસન, ૫૭. ગુપ્તાંગાસન, ૫૮. ઉત્કટાસન, ૫૯. શોકાસન, ૬૦. સંકટાસન, ૬૧. અંધાસન, ૬૨. રુંડાસન, ૬૩. શવાસન, ૬૪. વૃષાસન, ૬૫, ગોપુચ્છાસન, ૬૬. ઉષ્ટ્રાસન, ૬૯. મર્કટાસન, ૬૮. મત્સ્યાસન, ૬૯. મત્સ્યેંદ્રાસન, ૭૦. મકરાસન, ૭૧. કચ્છપાસન, ૭૨. મંડૂકાસન, ૭૩. ઉત્તાન મંડૂકાસન, ૭૪. હંસાસન, ૭૫. બકાસન, ૭૬. મયૂરાસન, ૭૭. કુક્કુટાસન, ૭૮. ફોદ્યાસન, ૭૯. શલભાસન, ૮૦ વૃશ્ચિકાસન, ૮૧. સર્પાસન, ૮૨. હલાસન, ૮૩. વીરાસન અને શાંતિપ્રિયાસન. આમાં પદ્માસન, સ્વસ્તિકાસન, ભદ્રાસન, વજ્રાસન અને વીરાસન, એ પાંચ મુખ્ય ગણાય. પ્રાચીન ઋષિ મુનિઓની વ્યાયામની આ પદ્ધતિથી લોહીની ફરવાની ગતિને વેગ મળતો હોવાથી શરીરના મળોની વધુ શુદ્ધિ થતાં આરોગ્યની પ્રાપ્તિ સાથે ઉત્સાહ અને સ્ફૂર્તિ વધે. મહર્ષિ પતંજલિએ ઈશ્વરપ્રાપ્તિ અને પુરુષાર્થની સિદ્ધિ માટે આસનને યોગનું એક અંગ બનાવ્યું છે. આસનના વ્યાયામથી છ વર્ષના બાળકથી સિત્તેર વર્ષના બુઢ્ઢા સુધીનાં બધાંનાં શરીરના સઘળા દોષ દૂર થઈ અનેક રોગ પણ નાશ પામે. ભાષામાં આસનનો અર્થ `બેસવું` થાય, પણ યોગમાં તેનો અર્થ `વિશેષ પ્રકારનો વ્યાયામ` થાય. આસનના મુખ્ય ચાર પ્રકાર: ૧. ખેંચાણનો વ્યાયામ એટલે જે આસન કરવાથી નાડીઓનું ખેંચાણ થાય તે, ૨. પ્રાણાયામનો વ્યાયામ, ૩. બળવર્ધક વ્યાયામ અને ૪. સ્નાયુ સંચાલનનો વ્યાયામ. સર્પ, ઊંટ માછલું, હંસ, મોર, બગલો આદિ અનેક જે પશુપક્ષીના નામ ઉપરથી આસનનાં નામ રાખવામાં આવ્યાં છે તેનું અવલોકન કરવાથી તેમના સ્નાયુની હિલચાલનો ખયાલ આવે. જેટલા પ્રકારની પ્રાણીઓની જાતિ તેટલા પ્રકારનાં આસન છે. યોગના ગ્રંથો પ્રમાણે ચોરાશી લક્ષ યોનિ હોઈ ચોરાશી લક્ષ આસન પણ છે. તેમાંથી કેવળ ચોરાશીનો જ ઉપયોગ થાય છે. તેમાનાં કેટલાંક ઊભાં રહીને, કેટલાંક બેસીને, કેટલાક સૂઈ રહીને અને કેટલાંક માથું નીચે રાખીને થાય. જે આસનોમાં ગુદા અને અંડકોશનો વચલા ભાગમાં પગની એડી રાખવાની હોય તે સ્ત્રીઓએ કરવા યોગ્ય નથી.જેઓ આખી જિંદગી બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છા રાખતો હોય તેઓ આસનો દ્વારા પોતાનું વીર્ય સાચવી શકે શીર્ષાસન; ચક્રાસન, જાનુશિરાસન, પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન, ઊર્ધ્વસર્વાંગાસન, કર્ણપીડનાસન, બ્રહ્મપદ્માસન, સર્પાસન, ઉષ્ટ્રાસન વગેરે પેટના રોગ માટે ઉત્તમ ગણાય. વધુ + | તટતસ્થતા; નિષ્પક્ષપાત. | ( શિલ્પ ) ત્રણ માળનાં મકાનનો એ નામનો એક પ્રકાર, જેમાં દેવની મૂર્તિ બેઠેલી સ્થિતિમાં કોતરેલ હોય છે. | દુશ્મનની સાથે લડતી વખતે ધ્યાનમાં રાખવાની સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈંઘ ને આશ્રય એ છ રાજનીતિમાંની એક; દુશ્મનની સામે ટકી રહી પોતાની જગ્યા સાચવવી તે. | દેવપૂજાના અંગરૂપ કોઈ ઉપચાર; પૂજાનું કોઈ સાધન. | નીચે બેસવું તે; બેસી જવાપણું. વધુ + | પીઠ ઉપર ભમરા જેવી નિશાની. | પૂજનના સોળ પ્રકારમાંનો એક. | ફેંકવાપણું. | બેઠક; કોચ, ખુરશી; સિંહાસન, ગાદી, પાટલો વગેરે બેસવાની વસ્તુ. આસન આપવું તે માન આપવાની અઢાર રીત માંહેની એક ગણાય છે. વધુ + | ( શિલ્પ ) બેઠકના આકારનું એક જાતનું કોતરકામ. | બેસવાની જગ્યા. | બેસવું તે. | બ્રાહ્મણ લોકો નાહ્યા પછી બેસવાને રાખે છે તે ઊન, દર્ભ વગેરેનો ચોખંડો કટકો. | મલ્લવિદ્યામાં બેસવાની આઠ રીતમાંની એક. તેમાં મુખ્ય નીચે પ્રમાણે છે: ૧. આગળ બેસવું. ૨. પૂઠ ફેરવીને બેસવું. ૩. દેડકો બેસે તેમ કૂદકા ભરીને બેસવું. ૪. હાથીની માફક બેસવું. | મુખ; મોં. | યોનિ; ચૂત. | રોગી કે ઈજા પામેલાને ઉપાડી લઈ જવા માટે બે જણથી પોતાના હાથ વડે બનાવવામાં આવતી ખુરશી જેવી બેઠક. | લડાઈ ન કરતાં પોતાના બચાવ માટે બંદોબસ્તથી રહેવું તે. | વસવાટ; વાસ; રહેઠાણ. વધુ + | ( જૈન ) વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે નવ રક્ષણ કરનારી હદ માંહેની એક વાડ; સ્ત્રીપુરુષે એકબીજાની જગ્યાએ ન બેસવું તે. | શય્યા; પથારી. | સવારીના ઘોડાની પીઠ ઉપર મૂકવાની ગાદી. વધુ + | સંગ્રહણી અને કોઢ મટાડનાર એક ઝાડ; જીવકવૃક્ષ. તેનાં લાકડાં ઇમારતના કામમાં ઉપયોગી છે. તેના પાંદડા નાનાં, ફળ બારીક ને કડવાં અને અંતરછાલ લાલ રંગની હોય. કાચાં ફળનો રંગ લીલો, પછી પીળો થતો જઈ પાક્યા પછી કાળો થાય. આ ઝાડમાંથી ઝરતા ચીકણા ગુંદને કમરકસ કહે છે. | સંભોગ સુખમાં ઉમેરો કરવા, તેમાં કંઈ શારીરિક મુશ્કેલી હોય તો દૂર કરવા, ગર્ભાધારણની શક્યતા વધારવા કે ઓછી કરવા સંભોગ વખતની જુદી જુદી શરીરની સ્થિતિ. કામશાસ્ત્રના મહાન પ્રમાણભૂત હિંદી લેખક વાત્સ્યાયને પોતાના કામસૂત્ર નામના ગ્રંથમાં આવા ઘણાં આસન ગણાવ્યાં છે. તેના શિષ્ય કોકના મત પ્રમાણે આ માંહેના ઘણાંખરાં આસન મુખ્ય આસનોનાં સુધારાવધારારૂપે હોઈ બિનઅગત્યનાં છે. તેણે લખેલા કોકશાસ્ત્રમાં ચોરાશી આશન છે. આસનના મુખ્ય બે વિભાગ પાડવામાં આવ્યા છે: ૧. અભિમુખ:- તેમાં સંભોગ વખતે સ્ત્રીપુરુષના મોં સામસામાં રહે છે. મનુષ્યોનું ખાસ આ આસન છે. ૨. બહિર્મુખ:- તેમા સંભોગ માટે ઊતરતા દરજ્જાના કરોડરજ્જુવાળા બધાં પ્રાણીઓ, જેને સામાન્ય સંજોગમાં ઉત્પાદન માટે શારીરિક સંબંધ જરૂરનો છે, તેની માદાઓની પીઠ નરના તરફ રહેલી હોય છે. આ રીતે મનુષ્યનું આ બહિર્મુખ આસન બને છે. ઇલારોના પહાડોમાં કોરાયેલ શિલ્પોમાં જગન્નાથપુરીના ભુવનેશ્વરના મંદિરમાં, વિઝાગાપટ્ટણ શહેરના એક મંદિરમાં, કોયલી નામના પર્વત ઉપર આવેલા ભગવતીના મંદિરમાં, સતારા અને પંઢરપૂર વચ્ચે આવેલા કરટેશ્વર મહાદેવના મંદિરમાં, કાશીના નેપાળી મંદિરમાં તેમ જ આબુ ઉપરના અચલેશ્વર મહાદેવના મંદિરની પાસે આવેલા એક જૈન મંદિરમાં જોવામાં આવતાં ચિત્રો અને કોતરકામ ઉપરથી સ્પષ્ટ છે કે આવા વિષયોનું વર્ણન બાધભરેલું ગણાતું ન હતું. વધુ + | ( જૈન ) સાધુએ દૂર કરવાના ખારોકનાં આઠ દોષ માંહેનો એક. | સાધુઓનું નિવાસ્થાન; બાવાએ જમાવેલો પડાવ; મઠ. | હાથી કાંધ, જ્યાં મહાવત બેસે છે. | બેઠેલું.
asat
ઈંદ્ર. પોતાની પદવી ટકાવી રાખવા તેને કાયમ પ્રપંચ રચવા પડે છે. | વિષ્ણુનાં હજાર નામ માંહેનું એક. માયારૂપ હોવાથી તે અસત કહેવાય છે. | કોઈ પણ કાળમાં જેની હયાતી ન હોય તે. | જૂઠાણું; અસત્ય. | ( ગણિત ) જે રાશિનું મૂલ્ય અથવા જે આકૃતિની સ્થિતિ વ્યવહારની નજરે કંઈ ન હોય તે. જેમકે, -૧, અને વર્તુળની અંદરના કોઈ પણ બિંદુમાંથી દોરેલો વર્તુળનો સ્પર્શક ( ટૅન્જન્ટ ). | જોઈ શકાય નહિ એવું તત્ત્વ. વધુ + | માયા; અવિદ્યા. | શૂન્ય; અસ્તિત્વ ન હોવાપણું; હયાતી ન હોવી તે. | અધર્મી. | અન્યાયી. | અપવિત્ર. | અર્થ વિનાનું; નિષ્ફળ. | ઉપજાવી કાઢેલ; કલ્પનામાં રહેલ. | ખોટું; જૂઠું. વધુ + | દુષ્ટ; ખરાબ. | ન હોય એવું; હયાતી વગરનું; અવિદ્યમાન. | પાયા વગરનું. | પ્રગટ નહિ થયેલું; સૂક્ષ્મરૂપ; અવ્યક્ત. | બનાવટી. | માયાવી. | મિથ્યા; ફોકટ; અફળ. | મૂર્ખ; અક્કલ વિનાનું. | ( ડિંગળ ) અસ્તાચલ પર્વત. | શિવનાં હજાર નામ માંહેનું એક.
asatya
જૂઠાણું; ખોટી વાત. | ( બૌદ્ધ ) દશ અકુશલ કર્મપથ માંહેનો એક. જુઓ કર્મપથ. | માયા; ભ્રમ. | અન્યાયી; ગેરવાજબી. | કાલ્પનિક; માત્ર વિચારમાં જ હોય એવું. | ખોટું; જૂઠું; મિથ્યા. | ચોસઠ માનસતત્ત્વ દેવતામાંનો એક. જુઓ માનસતત્ત્વદેવતા.
ãshã
આસક્તિ; પ્રીતિ; ભાવ. | ઇચ્છા; ઉમેદ; કામના; વાંછા. વધુ + | ( સંગીત ) એ નામની સવારે ગાવાથી, સંપૂર્ણ જાતિની, ભૈરવ થાટની એક રાગિણી. આશાવરીના સ્વર તે જ આ રાગિણીના સ્વર, માત્ર લાગ, થાટ અને આરોહ અવરોહમાં સહેજ ફરક છે. | ( સંગીત ) એ નામનો એક રાગ. તેને ભૈરવ રાગનો પુત્ર કહેવામાં આવે છે. | ઓધાન; ગર્ભ; હમલ. વધુ + | કોંકણ અને બંગાળા તરફ થતી અને બાળકના રોગ ઉપર વપરાતી એક વનસ્પતિ. તેના લાકડામાંથી રંગ બને છે. એનાં પાંદડાંનો રસ ઘણો કડવો હોય છે. | ખાખી લોકોને બેસતી વખતે ટેકો રાખવાની ઘોડી; પાવડી. | તીવ્ર આકાંક્ષા; લાલસા; સ્પૃહા; તૃષ્ણા. વધુ + | દક્ષ પ્રજાપતિની એ નામની એક દીકરી. | દશની સંખ્યા બતાવનાર સંકેત. આશા એટલે દિશા દશ હોવાથી આ શબ્દનો આવો ઉપયોગ થયેલ મનાય છે. | દિશા. વધુ + | ધન મેળવવાની તીવ્ર ઇચ્છા. | ધારેલી વસ્તુ મળવાના વિચારથી થતો સંતોષ. | નારી. વધુ + | પ્રદેશ; જગ્યા. | ભરોસો; આસ્થા; વિશ્વાસ. | હેતુ; ઉદ્દેશ; ધ્યેય; લક્ષ્ય.
ãshrit
નોકર; પરિજન; સેવક; દાસ. | મન અને ઇંદ્રિયોથી જણાતી વસ્તુ. | અનુસરતું; પ્રમાણે ચાલતું; આચરવાવાળું. | આધાર લીધેલું. | આધીન; તાબે; વશ. | જેને મદદ અપાતી હોય એવું; પોષાતું ; `એઇડેડ`. | ( ગણિત ) પાસેનું; નજીકનું; `ઍડજેસન્ટ`. | બીજાના ઓથથી આજીવિકા ચાલતી હોય એવું; આશ્રયે રહેલું; આશરાવાળું; જેને આશ્રય અપાયો હોય એવું; શરણાગત. | ભરોસા ઉપર રહેનારૂં; વિશ્વાસ રાખનાર. | રહેનાર; વસતું; રહેતું. | વાપરનારૂં; ઉપયોગમાં લેનાર. | સંબંધી; લગતું; વિષેનું.
Ãso
આસોપાલનું ઝાડ. | ( ડિંગળ ) મદ્ય; દારૂ. | વિક્રમ સંવતનો બારમો માસ. તેની પૂનમે અશ્વિની નક્ષત્ર હોય છે. | નાગા લોકોની એક પેટા જાત. | નાગા લોકની એ નામની પેટા જાતિનું માણસ. | નાગા લોકની એક પેટા જાતિનું.
ãstik
આસ્થાવાળો પુરુષ. | ( પુરાણ ) એ નામનો એક મુનિ; ભૃગુકુળમાં ઉત્પન્ન થયેલ જરત્કારુ ઋષિનો દીકરો. જરત્કારુ કશ્યપની મનસા નામની દીકરીને પરણ્યો હતો. જરત્કારુ જંગલમાં જતો રહ્યો તે વખત એની સ્ત્રી સગર્ભા હતી. તે પોતાનો આશ્રમ તજી હિમાલયના કૈલાસ શિખર ઉપર ગઈ. ત્યાં તે શિવ અને પાર્વતીની સેવામાં રહી. એની સેવાથી શંકર પ્રસન્ન થયા અને જ્ઞાનનો ઉપદેશ કર્યો. પૂરા દહાડા થતાં તેને કૈલાસ ઉપર દીકરો આવ્યો. શિવે કરેલો ઉપદેશ ગર્ભમાં રહીને એણે ગ્રહણ કર્યો છે તે જાણીને એનું નામ આસ્તિક પાડ્યું. શંકરે પોતે એને જનોઈ આપ્યું અને વેદ વેદાંગમાં હોશિયાર બનાવ્યો. વળી એને મૃત્યુંજય મંત્ર પણ આપ્યો. પછી શંકરના કહેવાથી જરત્કારુ પોતાના દીકરાને લઈને પોતાના બાપ કશ્યપના આશ્રમમાં ગઈ. વખત જતાં જનમેજય રાજાએ સર્પસત્રનો આરંભ કર્યો. એણે હજારો નાગનાં કુટુંબોને યજ્ઞમાં બાળી નાખ્યાં. આથી મોટી મોટા નાગ વિચારવા લાગ્યા કે આસ્તિક કોઈ રીતે આપણો બચાવ કરે. એટલામાં તક્ષક નાગના ઉપર જ મરણનો પ્રસંગ આવ્યો. તક્ષક સર્પસત્રથી ડરીને ઇંદ્રને શરણે જઈ તેના સિંહાસનને વળગી છુપાઈ બેઠો. જનમેજયની આજ્ઞા પ્રમાણે સર્પસત્રના ઋત્વિજોએ હોમવા સારૂ તક્ષકનું આવાહન કર્યું, છતાં તક્ષક આવ્યો નહિ. આથી તેઓએ ઇંદ્ર સહિત તક્ષકનું આવાહન કરતાં ઇંદ્રે તક્ષકને તજી દીધો એટલે તે કુંડની ઉપર આવી ઊભો. તે દરમિયાન બધા નાગે એકઠા થઈ ભાણેજ આસ્તિકને સર્પસત્ર બંધ કરાવવાની આજીજી કરી. આસ્તિકે જનમેજયની સ્તુતિ કરી એને પ્રસન્ન કર્યો. જનમેજયે ખુશી થઈ સર્પસત્ર બંધ કરાવ્યો આથી તક્ષક ઊગરી ગયો અને આસ્તિક પોતાની મા પાસે ગયો. | મહાભારતનું એ નામનુ પર્વ. | પવિત્ર; સદાચરણી. | વેદ, ઈશ્વર અને પરલોકમાં શ્રદ્ધા રાખાનારૂં. | શ્રદ્ધાળું; યકીનવાળું; વિશ્વાસુ.
asur
આકડાનો છોડ. | આસિરિયન લોકો. | એ નામના કોલોરીઅન વંશના જૂના લડાયક લોક. | ( વૈદક ) એક જાતની ઘેલછા. તેમાં માણસને પસીનો આવતો નથી અને તે ગુરુ, દેવતા વગેરે માથે દોષ ચડાવે છે, કોઈ વસ્તુથી એને સંતોષ થતો નથી અને તે ખરાબ રસ્તે વળે છે. | કાંસું. | છોટાનાગપુરની એ નામની અનાર્ય જાતિ. | દરિયાનું મીઠું. | દેવ. ઋગ્વેદના ઘણા પ્રાચીન ભાગમાં અસુર શબ્દ દેવના અર્થમાં વપરાયેલો છે. ઈંદ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવતાઓને અસુર કહેલા છે. વિદ્વાનો આ ` અસુર ` ને અવેસ્તાના ` અહુર ` સાથે સરખાવે છે. | દેવદારનું ઝાડ. | દેવોનો દુશ્મન; દૈત્ય; દાનવ; રાક્ષસ; દનુજ; ઈંદ્રારિ; શુક્રશિષ્ય; દિતિસુત; પૂર્વદેવ; સુરદ્વિષ. અસુ એટલે શ્વાસ અને પ્રજાપતિના શ્વાસમાંથી અસુરો ઉત્પન્ન થયા એટલે તેઓ અસુર કહેવાયા. સુર અને અસુર એ નામ મળવાનું કારણ સુરાનો સ્વીકાર અને અસ્વીકાર એમ થાય છે. દેવો સુરા એટલે યજ્ઞનો સોમરસ લેતા તેથી સુર કહેવાયા અને દૈત્યો તે ન લેતા તેથી અસુર કહેવાયા. કાળે કરીને આત્મજ્ઞાન મેળવવા માટે દેવો યત્ન કરવા લાગ્યા તેથી તેઓ સુરાનો ત્યાગ કરી મધ વાપરવા લાગ્યા. અસુરોને સુરાપાનની ટેવ પડી. વધુ + | નીચવૃત્તિનો પુરુષ. | ( શિલ્પ ) પદવિન્યાસ એટલે ભોંયતળિયાની રચનામાં એ નામનો એક ચોરસ. | પાપી જીવ. | પૃથ્વી; જગત. | પ્રેત; ભૂત. | ( જૈન ) ભવનપતિ અને વાણવ્યંતર એ બે જાતના દેવ. | ( જૈન ) ભવનપતિ દેવતાનો એ નામનો એક પ્રકાર; અસુરકુમાર દેવતા. | મય દાનવનો એ નામનો દીકરો. | મેઘ; વાદળું. | રાત્રિ; રાત. | ( જ્યોતિષ ) રાહુ. | વરુણ. | વિષયવાસનામાં આસક્ત ઈંદ્રિયોની વૃત્તિ; તામસી વૃત્તિ. વિષયો તરફ અભિમુખતા થવાથી પાપની ઉત્પત્તિ થાય છે. | ( વેદ ) વૈદિક અસુર લોકો. આસિરિયન તેમ જ સુમિરિયન નહિ પણ ઈરાની લોકો વેદકાળમાં અસુર નામે ઓળખાતા હતા. | વૈદિક સમયનો એ નામનો પ્રાચીન પ્રદેશ. | સૂર્ય. | હાથી. | વેદધર્મ વિરોધી ગૌતમ બુદ્ધના ઉપદેશથી ભ્રાંતિમાં પડેલ માણસ. | દિવ્ય. ઋગ્વેદના અત્યંત પ્રાચીન ભાગમાં અસુર શબ્દ દેવના અર્થમાં વાપરેલો છે અને ઈંદ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવતાઓને અસુર કહેલા છે. વિદ્વાનો આ ` અસુર ` ને અવેસ્તાના ` અહુર ` સાથે સરખાવે છે. ` અહુર ` પણ મહાન દેવોના વિશેષણ તરીકે જ વપરાય છે. જેમકે, ` અહુર મઝદ `. | પ્રાણવાળું. | ( ડિંગળ ) દિક્પાલ. | ( ડિંગળ ) મુસલમાન. | એ નામની એક લિપિ.
ãtmã
અગ્નિ; દેવતા. | અહંકાર; ગર્વ; અભિમાન. | અંત:કરણ; મન; હ્રદય. | આકડાનો છોડ; અર્ક. | ( પુરાણ ) એ નામનો એક દેવ. | ચિત્રકનું ઝાડ. | જીવ; શરીરનું ચેતન; પ્રાણીમાં રહેલું પ્રાણદાયક તત્ત્વ; શરીરમાંનો અમર પદાર્થ; જીવાત્માં વ્યષ્ટિ જીવ એટલે બધા નહિ પણ એકેક જીવ. તે જન્મ, અસ્તિત્વ, વૃદ્ધિ, અપક્ષય એટલે ઘટોડો, પરિણામ અને વિનાશ એ છ ભાવ વિનાનો હોવાથી દરેક શરીરમાં જુદો, વિભુ એટલે બધે ઠેકાણે રહેલ, નિત્ય, કર્તા અને ભોગવનાર છે. આત્મા જ્યારે સુખદુ:ખ વિકારથી બંધાયેલો હોય ત્યારે તે ક્ષેત્રજ્ઞ એટલે શરીરમાં રહેલો જીવાત્મા કહેવાય અને એ વિકારથી છૂટો થાય ત્યારે તે જ પરમાત્મા કહેવાય. જીવ શરીરના દરેક અંગમા અને બ્રહ્મ સંસારના દરેક અણું અને અવકાશમા રહેલ છે. ચાર્વાકો ચૈતન્યવાળા દેહને અને તેના કેટલાક શિષ્યો ઇંદ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ અને અહંકારને આત્મા માને છે. વૈશેષિક દર્શનમાં આત્માને એક પદાર્થ માની પ્રાણ, અપાન એટલે ગુદા વાટે નીકળતો વાયુ, નિમેષ એટલે આંખનો પલકારો, ઉન્મેષ; જીવન;, મન, ગતિ, ઇંદ્રિય, ભૂખ, તરસ, તાવ, પીડા, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્રેષ અને પ્રયત્નને આત્માનાં ચિહ્ન માન્યાં છે, એટલે કે જ્યાં પ્રાણ વગેરે ચિહ્ન દેખાય ત્યાં જ આત્મા હોય. ન્યાયકાર ગૌતમ મુનિના કહેવા મુજબ ઇચ્છા, દ્રેષ, પ્રયત્ન, સુખ, દુ:ખ અને જ્ઞાન એ આત્માનાં ચિહ્ન છે. સાંખ્યમાં તે અકર્ત્તા, સાક્ષીભૂત અને પ્રકૃતિથી જુદો એવો એક ઇંદ્રિયોથી ન સમજાય એવો પદાર્થ છે. યોગશાસ્ત્રમાં તેને કલેશ, કર્મવિપાક અને આશય હોય એમ કહેલ છે. વેદાંત મતે તે કાયમી, શુદ્ધ, જ્ઞાની બ્રહ્મના વિશેષ અંશવાળો કહેલ છે. જેની શરૂઆત અને અંત અવસ્થાનું જ્ઞાન નથી હોતું એવા એક વર્ણન ન થઈ શકે એવા પદાર્થ તરીકે આત્માને બુદ્ધદેવ વર્ણવે છે. ઉત્તરીય બૌદ્ધોના માનવા મુજબ તે એક શુન્ય પદાર્થ અને જૈનોના મતે તે કર્મનો કર્તા; ફળનો ભોક્તા અને પોતાનાં કર્મથી મોક્ષ અને બંધનને પામનાર એક રૂપ વિનાનો પદાર્થ છે. મીમાંસકો આત્માને કર્મનો કર્તા અને ફળનો ભોક્તા એવો એક સ્વતંત્ર ઇંદ્રિયોથી ન સમજાય એવો પદાર્થ માને છે. તેનાં કારણ પરત્વે જુદાં જુદાં નામ પડેલ છે. જેમકે, ગમન કરે માટે હંસ; આકાશમાં સુર્ય રૂપે ફરે તેથી શુચિષત્; સર્વમાં વ્યાપી રહેલ હઈ વસુ; વાયુરૂપ આકાશમાં ચાલે માટે અંતરિક્ષસત્; અગ્નિરૂપે હોવાતી હોતા; પૃથ્વી ઉપર ચાલનાર હોવાથી વેદિષત્; સોમરસરૂપ થઈ કળશમાં રહે માટે દુરોણસત્; મનુષ્યમાં રહેલ હોવાથી નૃષત્; દેવોમાં હોવાથી વરસત્; સત્ય તેમ જ યજ્ઞમાં હોવાથી ઋતસત્; આકાશમાં ચાલતો હોવાથી વ્યોમસત્ પાણીમાં શંખ, છીપ મકર વગેરે રૂપે ઉત્પન્ન થતો હોવાથી ગોજા; યજ્ઞ વગેરે રૂપથી થતો હોવાથી અબ્જા; વ્રીરિ, યવાદિ રૂપે પેદા થવાથી ગોજાં; યજ્ઞ વગેરે રૂપથી થતો હોવાથી ઋતુજા; પર્વતોમાંથી નદી વગેરે રૂપે થતો હોવાથી અદ્રિજા. વધુ + | તેજ; નુર; પાણી. | પરમાત્માં બ્રહ્મ. તે જગતમાં બધા જીવમાં વ્યાપી રહેલો હોવાથી તે આત્મા કહેવાય છે. વધુ + | પંડ; પોતે. | પુત્ર; દીકરો. આત્મા પુત્ર રૂપે અવતરવાનું મનાવાથી તે આત્મા કહેવાય છે. | પુરુષોત્તમ ભગવાન. | પોતાના જ તેજથી પ્રકાશતું જ્ઞાન. | બુદ્ધિ; સમજશક્તિ. | ભૂખ; ક્ષુધા. વધુ + | મનુષ્ય; માણસ. | મૂર્તિ; આકૃતિ. | મૂળ સ્વભાવ; પ્રકૃતિ. | યત્ન; મહેનત. | લક્ષણ; ખાસિયત. | વાયુ; પવન. | શરીર; દેહ વધુ + | સંભાળ. | સાર રૂપે રહેલું તત્ત્વ; સત્ત્વ. | સૂર્ય; સૂરજ. | હિંમત; ધૈર્ય. | હોજરી; પેટ.
avasthã
આયુષ્યના અમુક મુદતના ભાગ અથવા પેટા ભાગ; જિંદગીનો અમુક ગાળો; જીવનદશા. | ઈતિહાસ. | કથા; વાર્તા. | ઘડપણ; વૃદ્ધાવસ્થા. વધુ + | ત્રણની સંજ્ઞા. | મુદત; વખત; સમય. | રૂપ; દેખાવ; આકાર. | ( જૈન ) લાભ મળવા પહેલાંની સ્થિતિ. તે પાંચ પ્રકારની છે: વ્યક્ત, અવ્યક્ત, જપ, આદાન અને નિષ્ઠા. | વય; ઉમર. | સ્ત્રીની જનનેંદ્રિય. | સ્થિતિ. | સ્થિરતા; અચળપણું. | હાલત; દશા. વેદાંત પ્રમાણે ચિત્ત અથવા જીવની ચાર સ્થિતિ મનાય છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીયા. બાળસ્ત્રીની ચાર અવસ્થા: ( ૧ ) ગૌરી – આઠ વર્ષની, ( ૨ ) રોહિણી – દશ વર્ષની, ( ૩ ) કન્યા – બાર વર્ષની, ( ૪ ) રજસ્વલા – તેર વર્ષની ઉમરની. માણસની ઉમરના છ ભેદ: શિશુ, કૌમાર, પૌગંડ, કિશોર, યૌવન, જરા. પુરાણ પ્રમાણે મનુષ્યજીવનની આઠ સ્થિતિ: કૌમાર, પૌગંડ, કિશોર, યૌવન, બાલ, તારુણ્ય, વૃદ્ધ અને વર્ષીયાન્. વૈદક પ્રમાણે માણસની જિંદગીના ચાર ભાગ: બાલ્ય, કૌમાર, યૌવન અને વૃદ્ધત્વ. નિરુકતમાં છ જાતની અવસ્થા છે: જન્મ, સ્થિતિ, વર્ધન, વિપરિણમન, અપક્ષય અને નાશ. સાંખ્ય પ્રમાણે પદાર્થની ત્રણ અવસ્થા: અનાગત, વ્યક્તાભિવ્યક્ત અને તિરોહિત. કામશાસ્ત્ર અનુસાર વિરહીની દશ દશા: અભિલાષા, ચિંતા, સ્મૃતિ, ગુણકથન, ઉદ્વેગ, સંલાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા અને મરણ. શૃંગારશાસ્ત્ર પ્રમાણે અનુક્રમે કામની દશ દશા: નયનપ્રીતિ, ચિત્તાસંગ, અર્થસંકલ્પ, નિદ્રાચ્છેદ, તનુતા, વિષયનિવૃત્તિ, ત્રયાનાશ, ઉન્માદ, મૂર્છા અને મૃત્યુ. યોગશાસ્ત્ર પ્રમાણે પાંચ સ્થિતિ: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્રેષ અને અભિનિવેશ.
avatãr
આગમન; શરૂઆત. જેમકે, વસંતાવતાર એટલે વસંત ઋતુનું આગમન. | ઉપોદ્દઘાત; આમુખ. | ઊતરવાનું ઠેકાણું. | ઓળંગીને સામે પાર પહોંચવું તે. | ક્રમે ક્રમે થતો વિકાસ; એક આકારમાંથી બીજા રૂપનો દેખાવ. વધુ + | ચોવીશની સંખ્યા બતાવનારી સંજ્ઞા; ચોવીશ, કેમકે ઈશ્વરના અવતાર ૨૪ મનાય છે. | જગતના ઉદ્ધાર માટે વિષ્ણુ કે બીજા દેવનું પૃથ્વી પર દેહ ધરીને અવતરણ એટલે જન્મવું તે. પુરાણ પ્રમાણે વિષ્ણુ ભગવાનના ૨૪ અવતાર મનાય છે – બ્રહ્મા, વરાહ, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભ, પૃથુ, મત્સ્ય, કૂર્મ, ધન્વંતરિ, મોહિની, નૃસિંહ, વામન, પરશુરામ, વેદવ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ, હંસ, અને હયગ્રીવ. આમાંના મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ એ દશ મુખ્ય ગણાય છે. વિષ્ણુમાહાત્મ્યનું જ ગાન કરનાર ભાગવત પુરાણમાં નીચે પ્રમાણે બાવીસ અવતાર ગણાવ્યા છે. – ૧. પુરુષ-પ્રજાપતિ, ૨. વરાહ, ૩. નારદ, ૪. નરનારાયણ, ૫. કપિલ, ૬. દત્તાત્રેય, યજ્ઞ, ૮. ઋષભ, ૯. પૃથુ, ૧૦. મત્સ્ય, ૧૧. કૂર્મ, ૧૨-૧૩. ધન્વંતરિ ( દેવનો વૈદ્ય ), ૧૪. નૃસિંહ, ૧૫. વામન, ૧૬. પરશુરામ, ૧વેદવ્યાસ, ૧૮. રામ, ૧૯. બળરામ, ૨૦. શ્રીકૃષ્ણ, ૨૧. બુદ્ધ અને ૨૨. કલ્કિ. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે વિષ્ણુના અવતાર અનેક છે. ઋષિઓ, મનુઓ, પ્રજાપતિના પુત્રો સઘળા વિષ્ણુના અંશોજ છે. અવતાર સંબંધી વેદમાં કાંઈ ક્હયું નથી, પરંતુ જેના ઉપરથી વખતે અવતારની કલ્પના થઈ હોય એવી બાબતો તો વેદમાં છે. એ બાબતો ઉપરથી આગળ જતાં અવતારની કલ્પના ઉત્પન્ન થઈ એમ કેટલાક કહે છે. પુરુષોત્તમ ગીતામાં ભગવાનના અવતાર, હેતુ અને કાર્ય આ પ્રમાણે જણાવ્યાં છે: ૧. સનકાદિક – ઉર્ધ્વરેતા – ધર્મ સ્થાપવા માટે; ૨. વરાહ – પૃથ્વીને પાતાળમાં લઈ ગયેલા હિરણ્યાક્ષ દૈત્યને સંહારી તેને પાછી લાવવા માટે; ૩. યજ્ઞરૂપ – સંસારના જીવોને યજ્ઞકર્મ શીખવવા માટે; ૪. હયગ્રીવ – બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે મધુ અને કૈટભ નામના અસુરોથી બ્રહ્માની રક્ષા કરવા માટે; ૫. નરનારાયણ – તપશ્ચર્યા કરી ભરતખંડના જીવોનું કલ્યાણ કરવા માટે; ૬. કપિલદેવ – સાંખ્ય અને યોગ પ્રવર્તાવવા માટે; દત્તાત્રેય – ત્યાગ અને યોગ દર્શાવવા માટે; ૮. ઋષભદેવ – અસિ અને કૃષિકર્મ શીખવવા તથા સાતમી ભૂમિકાનું જ્ઞાન આપવા માટે; ૯. પૃથુરાજા – રસ રહિત પૃથ્વીને રસાળ કરવા માટે; ૧૦. મત્સ્ય – સત્યવ્રત રાજાને પ્રલયની લીલા દેખાડવા તથા હયગ્રીવ દૈત્યને મારી બ્રહ્માને વેદ આણી આપવા માટે; ૧૧. કૂર્મ – સમુદ્રમંથન વખતે મન્દરાચલ પર્વતને પીઠ ઉપર રાખવા માટે; ૧૨. ધન્વન્તરિ – ઔષધિઓનાં નામ, ગુણ અને ઉપયોગ બતાવવા માટે; ૧૩. હરિ – ગ્રાહ એટલે મગરથી ગજની રક્ષા કરવા માટે; ૧૪. નૃસિંહ – હરણ્યકશિપુને મારી પ્રહલાદ ભક્તની રક્ષા માટે; ૧૫. વામન – બલિરાજાને છળી ઈંદ્રાદિક દેવતાઓનું હિત કરવા માટે; ૧૬. હંસ – સનકાદિને જ્ઞાન આપવા માટે; ૧નારાયણ – ધ્રુવને દર્શન આપવા માટે; ૧૮. મન્વન્તર – સ્વધર્મની મર્યાદા સ્થાપવા માટે; ૧૯. પરશુરામ – આસુરી ક્ષત્રિયોને હણવા માટે; ૨૦. રામ – રાવણ જેવા રાક્ષસોને સંહારવા માટે; ૨૧. વેદ વ્યાસ – વેદ પુરાણ અને શાસ્ત્રોને પ્રગય કરવા માટે; ૨૨. શ્રીકૃષ્ણ – કંસ જેવા દુષ્ટ રાજાઓને મારવા માટે; ૨૩. બુદ્ધ – બોધથી જ્ઞાન આપી જીવોના કલ્યાણ માટે; અને ૨૪. કલ્કિ – કલિયુગના અધર્મોનો નાશ કરી સત્યયુગના ધર્મોને સ્થાપવા માટે. શ્રીકૃષ્ણ ભગવાન અવતારનો હેતુ જણાવતાં ગીતામાં કહે છે કે: જ્યારે જ્યારે ધીરવીર થતી ધર્મની ગ્લાનિ ભારે, જામે જૂથો અધરમ તણાં જન્મું પોતે હું ત્યારે; રક્ષા કાજે સુકૃતિ જનની દુષ્ટના નાશ માટે, યુગે યુગે જનમ લઉં છું ધર્મને સ્થાપવાને. | જન્મારો; જીવન; જિંદગી. વધુ + | તરજુમો. | દશસૂચક સાંકેતિક શબ્દ. | દેહધારણ; ઉત્પત્તિ; જન્મ. વધુ + | નદી વગેરે ઉપર બાંધેલાં પગથિયાં; ઘાટ. | નીચે ઊતરવું તે; હેઠે આવવું તે. | પરમ ભક્ત; અંશી ભક્ત. | પૃથ્વી પર દેહ ધારણ કરનાર દેવ કે ઈશ્વર. | પ્રકટ થવું તે; આવિર્ભાવ; પ્રાકટ્ય. | તળાવ. | તીર્થ. | ખરાબ માણસ; દુષ્ટ જન. | પવિત્ર માણસ. | મહાન, સત્તાવાળો માણસ.
avidyã
( વેદાંત ) અજ્ઞાન; ભ્રમ; માયા; જેને લીધે સત્ય વસ્તુ ઈશ્વરમાં જગત જેવા હયાતી વિનાના પદાર્થ ભ્રમથી દેખાય એવી ખોટી બુદ્ધિ; વિપરીત જ્ઞાન. આ અવિદ્યા બે પ્રકારની છેઃ (૧) મૂલવિદ્યા અને તૂલાવિદ્યા. અવિદ્યાનાં પાંચ પર્વ એટલે વિભાગ નીચે પ્રમાણે છેઃ (૧) તમ એટલે અજ્ઞાનરૂપી અંધારૂં; (૨) મોહ એટલે શરીર વગેરે ઉપર આત્માનું અભિમાન; (૩) મહામોહ એટલે દેહ માટે વધારે પડતી આસક્તિ; (૪) તામિસ્ત્રી એટલે દ્વેષ; અને (૫) અંધતામિસ્ત્રી એટલે આત્માનું ગાઢ અજ્ઞાન. પાતંજલ મતે અવિદ્યાના ચાર પ્રકાર છેઃ (૧) અનિત્ય ( સ્વર્ગ વગેરે ) ને નિતય્ માનવા રૂપ બુદ્ધિ; (૨) અપવિત્ર ( સ્ત્રી, શરીર વગેરે )ને પવિત્ર માનવાપણું; (૩) જેમાંથી પરિણામે દુઃખ ઉત્પન્ન થાય છે એવલા ભોગોને સુખ રૂપ માનવાની બુદ્ધિ; અને (૪) બુદ્ધિ, મન, ઇંદ્રિય વગેરે આત્માથી જુદાં છે તેમને આત્મા માનવા રૂપી બુદ્ધિ. વધુ + | આઠ પૂર પૈકી એક. આઠ પૂર આ પ્રમાણે છેઃ કર્મેંદ્રિય, જ્ઞાનેંદ્રિય, અંતઃકરણ, પ્રાણ, ભૂત, કામ, કર્મ અને અવિદ્યા. | ( વૈશેષિક ) ઇંદ્રિયની ખામીથી ઉત્પન્ન થયેલું દોષવાળું જ્ઞાન. | કર્મકાંડ; જ્ઞાન રહિત કર્મ. વધુ + | ( જૈન ) કુશાસ્ત્ર. | જગતની માયામાં લપટાઈને જે ખોટા તર્ક બાંધવા તે; માયાનો ભ્રમ. | ( યોગ ) પાંચ જાતના કલેશમાંનો એ નામનો એક. | પોતાના આશ્રયસ્થાનને જે મોહ પમાડે તે. | ( સાંખ્ય ) પ્રકૃતિ; પુરુષથી જુદું સત્ત્વ, રજસ અને તમોગુણવાળું જગતનું મૂળ કારણ. | ભગવાનની ૧૨ શક્તિમાંની એક. વધુ + | વિદ્વત્તા ન હોવાપણું; અજ્ઞાન; મૂર્ખતા. | ( તાંત્રિક ) છત્રીસ તત્ત્વો માંહેનું એ નામનું સાતમું. જુઓ અષ્ટાંગ. | બાવન જલરશ્મિ દેવતામાંની એક. જુઓ જલરશ્મિ દેવતા. | માણસના મગજના સ્વભાવને લીધે અથવા બહારની બાબતોને લીધે માણસમાં અજ્ઞાનતા રહેલ છે એવો મત; અભાવવાદ.
avyãkrut
ઈશ્વરનું એક સ્વરૂપ. ઈશ્વર એ જીવની પેઠે ત્રણ દેહ અને ત્રણ અવસ્થાધારી સત્ત્વ છે. એ મુક્ત નથી, પણ બદ્ધ છે. એના ત્રણ દેહને વિરાટ, સુત્રાત્મા અને અવ્યાકૃત કહે છે. | પ્રકટ નહિ થયેલ બીજરૂપ અને જગતનું કારણ; અજ્ઞાન; માયાજાળ. | ( સાંખ્ય ) પ્રધાન; પ્રકૃતિ. | એકઠું; સમસ્ત. | ( વેદાંત ) જગતના બીજરૂપ એટલે કારણરૂપ. | નહિ ખીલેલું; વિકાસ નહિ પામેલું. | નામ અને રૂપથી આકાર નહિ પામેલું; અપ્રકટ. વધુ + | ભાગ પાડ્યા વિનાનું; અપૃથક્કૃત. | ચોખ્ખું નહિ એવું; અસ્પષ્ટ. | જાણી કે દેખી ન શકાય એવું.

B

bhajan
ઈશ્વરસ્મરણ; સ્તુતિ; પ્રાર્થના; ભક્તિ; નામસ્મરણ. વધુ + | નકામું ખરચ; નુક્સાન. વધુ + | પદ, ગરબી, લાવણી વગેરે ઈશ્વર સંબંધી કવિતા; ભક્તિનું કાવ્ય કે ગાયન. | ભજવું તે; ભક્તિ કરવી તે; જેના ઉપર ભક્તિ કે પ્રેમભાવ હોય તેનાં કીર્તન કરવાં કે ગુણાનુવાદ ગાવા તે; ઈશ્વરનું અથવા ઇષ્ટદેવનું નામ વારંવાર લેવું તે. | ભાગ; ખંડ. | ભોગવવું તે.
bhakta
ભક્તિ કરનારો માણસ; પૂજારી; ઉપાસક. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભક્તનાં લક્ષણ સંબંધી ભગવાન કહે છે કે: જે સર્વ ભૂતોનો દ્વેષ નહિ કરનાર, સર્વ તરફ મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકાર રહિત, સુખદુ:ખને સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દૃઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલાં મન બુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે. જેનાથી લોક ગભરાતા નથી અને જે લોકથી ગભરાતો નથી તથા જે હર્ષ ક્રોધ, ભય અને ગભરાટ કે કંટાળા વગરનો છે, તે ભક્ત મને પ્રિય છે. જે સ્પૃહા વિનાનો, પવિત્ર, ચતુર, પક્ષપાત રહિત, ભય વિનાનો અને સર્વ આરંભોને છોડનારો છે તે ભક્ત મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઇચ્છા કરતો નથી અને શુભ અશુભ તજનાર તથા ભક્તિવાળો હોય તે મને પ્રિય છે. વળી જે શત્રુ કે મિત્ર ઉપર, માન કે અપમાનમાં, ટાઢ, તાપ, સુખ કે દુ:ખમાં સમાન ભાવવાળો અને સંગ રહિત હોય, નિંદા અને સ્તુતિને સમાન માને, મૌનધારી હોય, જે કંઈ આવી મળે તેથી સંતોષી રહે, ઘરબાર વિનાનો અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. જેઓ શ્રદ્ધાવાળા અને મારા પરાયણ થઈ આ ધર્મરૂપ અમૃતને જેમ કહ્યું છે તેમ બરાબર સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે. વળી ભક્તોના પ્રકાર વિષે ભગવાન આગળ કહે છે કે: ભક્તો ચાર પ્રકારના છે: (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ, (૩) અર્થાર્થી અને (૪) જ્ઞાની. જે રોગ અથવા બીજાં શરીરદુ:ખથી પીડાતો હોય અને તે દૂર કરવા પ્રભુને ઘણા કરુણભાવથી યાદ કરતો હોય તે આર્ત ભક્ત કહેવાય છે. જેમકે, દ્રૌપદી, ગજરાજ, સુધન્વા, જે રાત્રિદિવસ પ્રભુને શોધવા મચ્યો રહે છે, તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે. જેમકે, સાધના કરનારા ઋષિમુનિઓ, પરિક્ષિત રાજા. જે શરીરસુખ, સ્ત્રીસુખ, પુત્રસુખ, રાજ્યસુખ, સ્વર્ગસુખ અને બીજા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિને માટે પ્રભુને યાદ કરે છે, તે યર્થાર્થી ભક્ત કહેવાય છે. જેમકે, ધ્રુવ, વિભીષણ, સુગ્રીવ જે શરીરનાં સુખદુ:ખાદિ સહન કરી કોઈ ભોગ્ય પદાર્થની ઇચ્છા વિના અને બીજી કોઈ વસ્તુને જાણવાની ઇચ્છા વિના પ્રભુનું ભજન કરવું એ મારી ફરજ છે એમ સમજી રાત્રિદિવસ પ્રભુભજનમાં લીન રહે છે, તે જ્ઞાની ભક્ત કહેવાય છે. જેમકે, સનત્કુમાર, નારદ. નારદપ્રણીત ભક્તિશાસ્ત્રમાં ભક્તનું વર્ણન કરતાં કહ્યું છે કે: અનન્ય ભક્તિને પ્રાપ્ત કરીને પુરુષ નિષ્કર્મા, અમૃત, નિસ્તૃષ્ણ, નિરીહ, નિર્વૈર, વિશોક, વીતરાગ, પ્રશાંત સ્તબ્ધ અને આત્મક્રીડ બને છે. ભક્ત તો ભગવાનને આરાધવા પ્રવૃત થાય છે. ભગવાનનો અપરાધ કરવા નહિ. વળી કંઇ પણ માગવું એ અપરાધનું મૂળ છે. ભક્તને તો પોતાનું કહેવાય એવું કશું જ નથી ! જે કાંઈ છે તે બધુંભગવાનનું જ છે કર્મમાત્રનો ભગવાનમાં સંન્યાસ કરનાર ભક્તની મનોદશા પણ જાણવા જેવી છે: તેને પરમાત્મામાં અથાગ વિશ્વાસ હોય છે અને તેથી જ પોતાનાં કરેલાં તમામ સત્કર્મોને ફલ સહિત તે પ્રેમપાત્રને સમર્પી નિશ્ચિંત, નિરુપદ્રવ અને હૃદયના ભાર વગરનો થઈને યાવજ્જીવ પોતના કર્તવ્ય કર્મમાં એકાગ્રતાથી વર્તતો વસે છે. જ્યાંસુધી ભક્ત ભગવાન સાથે આત્મીયતા નથી અનુભવતો, ત્યાંસુધી એ પ્રણિધાન અથવા સર્વકર્મસંન્યાસ કરવાને શક્તિમાન થતો જ નથી. ભક્ત ભગવાનને પોતાના આત્મા તરીકે અનુભવે છે. ભક્ત ભગવાનને છોડી બીજે ક્યાંય આશ્રય શોધતો નથી. ભગવાનના હાથમાં પરતંત્ર ભક્ત નિશ્ચિત થાય છે. અનન્ય ભક્તનાં લક્ષણો વર્ણવતાં કહ્યું છે કે: જે સંગત્યાગી, મહાનુભાવસેવી, નિર્મળ, એકાંતપ્રિય, લોકબંધનને છેદનારો, નિર્ગુણ, યોગક્ષેમની ચિંતા વગરનો, કર્મફલનો ત્યાગી, કર્મસંન્યાસી, નિર્દ્વંદ્વ, શબ્દબ્રહ્મને પાર પામેલો અને અખંડ પ્રેમી હોય છે, તે માયાને તરી જાય છે શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે, મારો ભક્ત નાશ પામતો નથી. આ રીતે જે લક્ષણો ભક્તિશાસ્ત્રમાં નારદે વર્ણવેલાં છે, તેને જ ભગવાને ભગવદ્ગીતામાં પણ વર્ણવેલ છે. વળી જે લક્ષણો સ્થિતપ્રજ્ઞનાં, જીવન્મુક્તનાં, ગુણાતીતનાં કે જ્ઞાનનિષ્ઠનાં છે, તે જ લક્ષ્ણો ભક્તનાં પણ આપ્યાં છે. આ રીતે ગીતાનો સ્થિતપ્રજ્ઞ પુરુષ તે જ પ્રભુનો પ્રિય ભક્ત છે. તેને જ ગીતામાં ગુણાતીત તરીકે વર્ણવ્યો છે, તે જ જીવન્મુક્ત ગણાય છે, જ્ઞાનનિષ્ઠ કહેવાય છે. આ આર્યસંસ્કૃતિનો આદર્શ પુરુષ છે. ગીતા પ્રવચનમાં વિનોબાજી લખે છે કે: ભગવાને ભક્તના ત્રણ પ્રકાર બતાવ્યા છે: (૧) સકામ ભક્તિ કરનાર (૨) નિષ્કામ પરંતુ એકાંગી ભક્તિ કરના, (૩) જ્ઞાની અર્થાત્ સંપૂર્ણ ભક્તિ કરના. નિષ્કામ પરંતુ એકાંગી ભક્તિ કરનારના ત્રણ પ્રકાર છે: (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ અને (૩) અર્થાર્થી. આર્ત એટલે દયાપ્રાર્થી, ભગવાનને માટે રોનાર, આક્રંદ કરનાર. જેમકે, નામદેવ. તે તેને માટે ઉત્સુક, વ્યાકુળ, અધીર, આતુર રહે છે કે ક્યારે ભગવાનના પ્રેમરસનું પાન કરીશ, ક્યારે તેને ગળે વળગીને જીવનને કૃતાર્થ કરીશ, ક્યારે તેના ચરણોમાં પોતાને નાખીને ધન્ય થઈશ ! પ્રત્યેક કાર્યમાં તે જોશે કે સચ્ચાઈ, હાર્દિક્તા, વ્યાકુળતા ને પ્રેમ છે કે નહિ ? બીજો પ્રકાર છે જિજ્ઞાસુઓનો. હાલમાં આપણા દેશમાં આ શ્રેણીના ભક્તો બહુ નથી. આ કોટિનો ભક્ત ગૌરીશંકર ઉપર વારે વારે ચડશે અને મરશે, કોઈ ઉત્તર ધ્રુવની ખોજમાં નીકળશે અને પોતાની શોધનું ફળ કાગળ ઉપર લખીને, તેને શીશામાં બંધ કરીને પાણીમાં નાખી મરી જશે, કોઇ જ્વાળામુખીના પેટાળમાં ઊતરશે. હમણાં તો હિંદુસ્તાનીઓ માટે મોત એક હાઉ થઇ બેઠેલ છે. કુંટુંબપરિવારના ભરણપોષણથી વધીને કોઈ પુરુષાર્થ પણ રહ્યો નથી. જિજ્ઞાસુ ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય છે. તે પ્રત્યેક વસ્તુના ગુણધર્મની ખોજ કરે છે. જેવી રીતે નદીના મુખ દ્વારા પાણી અંતે સમુદ્રને પામે છે, તેવી રીતે જિજ્ઞાસુ પણ અંતે પરમેશ્વર સુધી પહોંચી જશે. ત્રીજો વર્ગ છે અર્થાર્થીઓનો. અર્થાર્થીનો અર્થ છે પ્રત્યેક વાતમાં અર્થ જોનાર. અહીં અર્થ એટલે રૂપિયા કે પૈસા નહિ, પણ હિત કે કલ્યાણ. કોઈ પણ વાતની તપાસ કરવાને સમયે તે તેને એક કસોટી ઉપર કસશે. તેના દ્વારા સમાજનું શું કલ્યાણ થશે ? તે જોશે કે, હું જે કાંઈ કહું છું, લખું છું, કરૂં છું, તેથી સંસારનું મંગળ થશે કે નહિ ? નિરુપયોગી અહિતકર ક્રિયા તેને મંજૂર નહિ હોય. સંસારહિતની ચિંતા કરનાર કેટલો મોટો મહાત્મા છે ! જગતનું કલ્યાણ જ તેનો આનંદ છે. જે પ્રેમની દૃષ્ટિથી સમસ્ત ક્રિયાઓને જુએ છે તે આર્ત, જ્ઞાનની દૃષ્ટિથી જુએ છે તે જિજ્ઞાસુ અને સર્વના કલ્યાણની દૃષ્ટિથી જુએ છે. તે અર્થાર્થી. આ ત્રણે ભક્તો છે તો નિષ્કામ, પરંતુ એકાંગી છે. એક કર્મ દ્વારા, બીજો હૃદય દ્વારા અને ત્રીજો બુદ્ધિ દ્વારા ઈશ્વરની પાસે પહોંચે છે. હવે બાકી રહ્યો પૂર્ણ ભક્તનો પ્રકાર. તેને જ્ઞાની પણ કહી શકાય છે. તે ભક્તને જે કાંઈ દેખાય છે, તે સર્વ પરમેશ્વરનું જ રૂપ. કુરૂપ-સુરૂપ, રાય-રંક, સ્ત્રી -પુરુષ, પશુ-પક્ષી સર્વત્ર પરમાત્માનું જ પાવન દર્શન. હિંદુ ધર્મમાં જેમ નાગપૂજા, હાથીસૂંઢ રાખનાર દેવતાની પૂજા, ઝાડની પૂજા આદિ પાગલતાના નમૂના છે. તેનાથી યે અધિક પાગલતાની કમાલ જ્ઞાની ભક્તોને ત્યાં થઈ દેખાય છે. તેને કોઈ પણ કેમ ન મળે, તેને ક્રીડીથી માંડીને ચંદ્રસૂર્ય સુધી સર્વત્ર એક જ પરમાત્મા દેખાય છે અને તેનું હૃદય આનંદનાં મોજાંઓ મારવા માંડે છે. એવું જે આ દિવ્ય અને ભવ્ય દર્શન છે, તેને ભલે ભ્રમ કહો, પરંતુ તે ભ્રમ સૌખ્યની રાશિ છે, આનંદનો સ્થાનનિધિ છે. ગંભીર સાગરમાં તેને પરમેશ્વરનો વિલાસ દેખાય છે, ગોમાતામાં તેને ઈશ્વરનું વાત્સલ્ય નજરે આવે છે. પૃથ્વીમાં તેની ક્ષમતા દેખાય છે, નિરભ્ર આકાશમાં તેની નિર્મળતા, રવિ, ચંદ્ર, તારાઓમાં તેનું તેજ અને ભવ્યતા દેખાય છે. ફૂલમાં તેની કોમળતા, દુર્જનોમાં પોતાની પરીક્ષા કરનાર પરમેશ્વર દેખાય છે. એવી રીતે એક જ પરમાત્મા સર્વત્ર રમી રહ્યો છે, એ જોવાનો અભ્યાસ જ્ઞાની ભક્ત કર્યા કરે છે. એમ કરતાં કરતાં તે જ્ઞાની ભક્ત એક દિવસ ઈશ્વરમાં જ મળી જાય છે. ભક્ત તો ઈશ્વરને હમેશા એમ કહે છે કે. મારે માટે તમારી ભક્તિ જ ઘણું છે. મોક્ષ, તે અંતિમ ફળ મારે નથી જોઇતું. ભક્તિ પણ એક પ્રકારની મુક્તિ છે. જ્યારે મોક્ષની આશા છોડી દેશો ત્યારે અજાણ્યે મોક્ષની તરફ ચાલ્યા જશો. સાધનામાં જ એટલા તન્મય થઈ જાઓ કે તમને મોક્ષની યાદ જ ન રહે. અને મોક્ષ તમને ખોળતાં ખોળતાં તમારે સામે ખડું થશે. સાધક તો બસ પોતાની સાધનામાં જ રંગાઈ જાય. નરસિંહ મહેતાએ પણ એવા ભાવનું ગાયું છે કે, જેઓ સાચા ભક્ત છે, તેઓ મુક્તિ માગતા નથી. મુક્તિ મળ્યા પછી અવતાર ન મળે. ભક્તને તો અવતાર જોઇએ. જેથી વારે વારે ભક્તિ કરવાની તક મળે. જ્ઞાની ભક્ત સંબંધે ગીતાપંચામૃતમાં સવિશેષ કહ્યું છે કે: એ સર્વે ય ઉદાર છે મુજ ગણું, આત્મા જ હું જ્ઞાનીનો, યુક્તાત્મા થઈને અનુપમ ગતિ, મારે વિષે તે રહ્યો; વાસુદેવ જ સર્વ એ અનુભવી, અંતે બહુ જન્મને, પામે જ્ઞાની મને જ દુર્લભ અતિ એવો મહાત્મા માને. | ભોજન; રાંધેલું અન્ન. | રાંધેલ ભાત. | અન્ન. | ધન; દોલત. | ભજવું તે; સેવવું તે; સેવા. | ભાજન; ભાગ કરવા તે; વિભાગ કરવા તે. | જુદું પાડેલું; વિભાગ કરેલું; ભાગ કરેલું. | ના ઉપર આશક હોય એવું. | ભક્તિવાળું; ભક્તિમાં તત્પર; ભક્તિ કરી બીજાને પણ ભક્તિનો બોધ કરનાર; ભક્તિ કરવામાં કાળ કાઢનાર. | ભાંગેલું; ખંડિત. | રાંધેલું.
bhakti
( પિંગળ ) તગણ, યગણ અને ગુરુ મળી સાત અક્ષરનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; વેધા. તે ઉષ્ણિક છંદનો એક ભેદ છે. | અવયવ; ભાગ પાડવા તે; ભાગ; વિભાગ; અનેક ભાગમાં વિભક્ત કરવું તે. | ઉપચાર; ઉપાય. | ગૌણ વૃત્તિ. | જ્ઞાનનાં પાંચ માંહેનું એક પર્વ. પર્વ પાંચ છે: સાંખ્ય, યોગ, વૈરાગ્ય, તપ અને ભક્તિ. પરમેશ્વરની શ્રી, પુષ્ટિ, ગિર, ક્રાંતિ, તુષ્ટિ, કીર્તિ, ઇલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા એ દ્વાદશ ભક્તિ છે. તેમાં અવિદ્યાને સ્વરૂપ, વિસ્મૃતિ આદિ પાંચ પર્વ છે. તે પંચમર્વાત્મક અવિદ્યાના સપાટામાં આવવાથી જીવ બદ્ધ થઈ મોહ પામી રહ્યો છે, પરંતુ વૈરાગ્ય સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ એમ પંચમપર્વાત્મક વિદ્યાજ્ઞાનથી જેની અવિદ્યા નાશ પામી ગઈ છે, તેવા જ્ઞાનયુક્ત જીવન આગળ માયા પોતાનું યોગમાયાપણું પ્રદર્શિત કરે છે. | પવિત્ર ભાવથી પરમેશ્વર, ગુરુ, વડીલ વગેરેની સેવા કરવી, ગુણ ગાવા અને પરાયણ રહેવું તે; દેવાદિકને અધીન અનુકૂળ રહી દરેક રીતે તેની સેવા કરવી અને તેની ઉપર ફીદા ફીદા થઈ રહેવું તે; આસક્તિ; આરાધના; ઉપાસના; ભજન કરવું તે. ભક્તિનાં બે મુખ્ય લક્ષણો છે: (૧) પ્રભુનું સતત નામસ્મરણ અને (૨) સર્વ કર્મ તેને સમર્પણ કરવાની ભાવના. ભક્તિના નવ પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. દયારામે ભક્તિના દશ પ્રકાર કહેલ છે. ઉપરના નવ પ્રકાર સાથે પ્રેમલક્ષણા દશમો પ્રકાર છે. ઈશ્વરને પામવાના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એમ મુખ્ય ત્રણ માર્ગ છે. ભક્તિ જ આદિ છે. ભક્તિ જ અંત છે, ભક્તિ જ માર્ગ છે, ભક્તિ જ ધ્યેય છે. ધર્મ તથા જ્ઞાનના સ્તંભો ઉપર ભક્તિનો ભવ્ય ઘુંમટ રચાયેલો છે. ભક્તિથી નિર્મળ પ્રેમ તથા આનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી પ્રકાશ પમાય છે. શાસ્ત્ર અને ગુરુના વચનનું પ્રાણાંતે પણ ઉલ્લંઘન ન કરવું અને કાયા, વાચા તથા મન વડે ગુરુ, ઈશ્વર અને સાધુ એટલે જ્ઞાની પુરુષની સેવા કરવી તેને પણ ભક્તિ કહેવાય છે. કોઈ બ્યાશી પ્રકારની ભક્તિ ગણે છે. ભક્તિ સાત્ત્વિક, રાજસી અને તામસી પણ મનાય છે. સાત્ત્વિક મનુષ્ય ભક્તિ ત્રણ પ્રયોજન અર્થે કરે છે: (૧) કર્મના ક્ષયને અર્થે, (૨) પ્રભુની પ્રીતિ મેળવવા. (૩) ઈશ્વર ભજનીય છે. એવા વિધિવાક્યને વશ વર્તવા. રાજસ મનુષ્ય ત્રણ પ્રયોજન માટે ભક્તિ કરે છે: (૧) ઇષ્ટ વિષયની પ્રાપ્તિ માટે, (૨) યશ માટે, (૩) ઐશ્વર્ય માટે. તામસ મનુષ્યનાં ત્રણ પ્રયોજન: (૧) અનિષ્ટ પ્રાણીની હિંસા માટે, (૨) દંભ માટે, (૩) માત્સર્ય વડે અથવા પોતાની બીજા કરતાં સરસાઈ કરવા ભક્તિ કરે છે. ઉપાસના, સ્તુતિ અને પ્રાર્થના એ ત્રણ ભક્તિનાં અંગ છે. પુષ્ટિમાર્ગમાં ભક્તિના બે પ્રકાર છે: સાધનારૂપા અને ફળરૂપા સાધનારૂપા એટલે નવધા ભક્તિ અને ફલરૂપા એટલે પ્રેમલક્ષણા ભક્તિ, શ્રવણ ભક્તિ પરીક્ષિતે, કીર્તન ભક્તિ શુકે, સ્મરણ ભક્તિ પ્રહ્લાદે, પાદસેવન ભક્તિ લક્ષ્મીએ, અર્ચન ભક્તિ પૃથુએ, વંદન ભક્તિ અક્રૂરે દાસત્વ ભક્તિ હનુમાને સખ્ય ભક્તિ અર્જુને, આત્મનિવેદન ભક્તિ બલિએ અને પ્રેમભક્તિ ગોપીઓએ કરી હતી. આ બધામાં પ્રેમભક્તિ ઉત્તમ મનાય છે. ભક્તિની અગિયાર અવસ્થા છે: ગુણમાહાત્માસાક્તિ, રૂપાસક્તિ, પૂજાસક્તિ, દાસ્યાસક્તિ, સંખ્યાસક્તિ વાત્સલ્યાસક્તિ, ક્રાંતાસક્તિ, આત્મનિવેદનાસક્તિ, તન્મયાસક્તિ અને પરમવિરહાસક્તિ કર્મ, જ્ઞાન અને ભક્તિમાં કર્મ અને જ્ઞાનની જીવનમાં જરૂરિયાત છે; પણ એ જ્ઞાન અને કર્મ ભક્તિ સિવાય નથી તો નીપજતાં કે નથી તો સમૃદ્ધ થતાં. જ્ઞાન અને કર્મ જેમ મનુષ્યમાં ઘટક તત્ત્વો છે તેમ હૃદય પણ ભગવાનનું અર્થાત્ ભક્તિનું નિવાસસ્થાન છે. આ ભાવના, લાગણી કે ભક્તિનું તત્ત્વ સૌથી અગત્યનું છે. વસ્તુત: જ્ઞાન અને કર્મ એ બંનેની ધાત્રી, જીવનદાયિની ભક્તિ છે કે જેનું જીવનમાં ઉચ્ચતમ સ્થાન છે. આ ભક્તિ એટલે ઈશ્વરની આગળ પ્રાર્થના, પરમેશ્વરની નજદીક પહોંચવાનો પ્રયાસ કે ઉપાસના. પ્રેમના રસ આગળ ભગવાન પણ પીગળી જાય છે. આથી શુદ્ધ કર્મથી ઉદ્ભવેલ જ્ઞાનમય સજીવ ભક્તિ તેનું નામ જ ઉપાસના. આ રીતે કર્મ, જ્ઞાન અને ઉપાસના એકબીજાનાં પૂરક તત્ત્વો છે અને તેમાં ઉપાસના અથવા ભક્તિ કીર્તિકલગીરૂપ છે. પરમાત્મા પોતે કહે છે કે, હું તો ભકતનો દાસ છું. દેહોપાસનાથી આત્મોપાસના થઈ આત્મોપાસનાથી પરમાત્મોપાસના સહજ ઉદ્ભવે છે. આમ કર્મ, જ્ઞાન અને ભક્તિ કે ઉપાસના એ બીજવૃક્ષન્યાયે એકબીજાનાં પૂરક હોઈને અતિ આવશ્યક છે. તેમાં ભક્તિ કે ઉપાસના એ સર્વમાં માન્યરૂપ છે. નારદપ્રણીત ભક્તિશાસ્ત્રમાં ભક્તિનું લક્ષણ આપતાં કહ્યું છે કે: ભક્તિ પરમપ્રેમરૂપા અર્થાત્ શ્રેષ્ઠ પ્રેમલક્ષણા છે, અમૃતસ્વરૂપા છે. સાચી ભક્તિ નિષ્કામરૂપા જ હોય છે. તેથી પરમપ્રેમલક્ષણા ભક્તિને પ્રાપ્ત કરીને પુરુષ કશાની સ્પૃહા કરતો નથી, કશાનો શોક કરતો નથી, દ્વેષ કરતો નથી, પોતાના પ્રિય સિવાય ક્યાંયે રતિ કરતો નથી, વિષયોની પ્રાપ્તિ માટે મનોવેગવાળો થતો નથી. ભકત તો જિતેંદ્રિય હોય છે. ભક્ત આત્મારામ થાય છે. ભક્તિને પ્રાપ્ત કરીને પુરુષ નિષ્કર્મા, અમૃત, નિસ્તૃણ, નિરીહ, નિર્વૈર, વિશોક, વીતરાગ, પ્રશાંત, સ્તબ્ધ અને આત્મક્રીડ બને છે. વ્યાસનદેવના મત મુજબ ભગવાનની પૂજા વગેરેમાં પ્રીતિ એટલે જ ભક્તિ છે. ગર્ગાચાર્યના મત મુજબ ભગવાનનાં ચિત્રવિચિત્ર ચરિત્રકથન વગેરેમાં અનુરાગ એ જ ભક્તિ છે. બ્રહ્માત્મપ્રેમમાં અડચણ ન આવે એ રીતે પૂજા, કથા વગેરેમાં પ્રીતિ એટલે ભક્તિ, એવો મહર્ષિ શાંડિલ્યનો મત છે. નારદના મત મુજબ ભગવાનમાં સમસ્ત કર્મનો સંન્યાસ, તે ભગવાનનું અખંડ સ્મરણ અને તેના વિસ્મરણમાં પરમ વિરહ, દુ:ખ એટલે ભક્તિ છે. આવાં લક્ષણવાળી પરમપ્રેમરૂપા ભક્તિની છેવટની હદ તો ગોપવધૂઓના જ હૃદયમાં હતી. વ્રજનવનિતાઓમાં શ્રીકૃષ્ણચંદ્રના ચરણમાં સર્વ કર્મનો સંન્યાસ અને તેમાં વિસ્મરણે પરમવિરહવ્યાકુલતા હતી. પરમવ્યાકુલતામાં પણ ભગવાનના મહાત્મ્યનું ભાન ભક્ત ન જ ભૂલે. આવી ભક્તિ વૈદિક કર્મ, બ્રહ્મજ્ઞાન અને વૃત્તિના નિરોધરૂપ યોગનિષ્ઠાઓથી પણ અધિક છે, ઉત્કૃષ્ટતર છે. ભક્તિ તો ફલરૂપ છે, કર્મ વગેરે બીજરૂપ છે. જો કર્મો યથાવિધિ કરવામાં આવે, તો તે કર્મો યથાકાલે જ્ઞાનને જન્માવે અને તે જ્ઞાન પોતાના ક્રમે વૃતિના નિરોધરૂપ અને સમાધિનું જેનું બીજું નામ છે. એવા યોગને સંપન્ન કરી દે છે. અને તે યોગ યથાર્થ જ્ઞાન ઉપજાવનાર થતો હોવાથી પમાત્મા ઉપર પરમપ્રેમલક્ષણા ભક્તિને જન્માવે. યથાર્થ જ્ઞાન ભક્તિને પ્રસન્ન કરે છે અને એ ભક્તિ એ છેવટની પ્રાપ્ત કરવા જેવી ચીજ છે. આથી કર્મ વગેરે તો ભક્તિની સચિવતા અથવા સહાયતા સાધે છે, પણ ભક્તિ તો ફલરૂપ હોય છે અને એથી જ બધાથી ભક્તિ અદકી છે. અહીં રહસ્ય એમ છે કે: કર્મ વગેરેનું અનુષ્ઠાન કર્યા પછી પણ એ ભક્તિ ન ઊપજે તો તો તે બધાની નિષ્ફળતા જ જાણવી; કેમકે તે બધાંએ કરવા જેવું તેઓ કરી શક્યાં નથી અને ભક્તિનો ઉદય થતાં જ તેઓ કૃતકૃત્ય થઈ જાય છે. તો જે ભક્તિના ભાવમાં તેઓની ચરિતાર્થતા છે અને અભાવમાં નિષ્ફલતા છે તે ભક્તિ જ સૌમાં ચડિયાતી છે. કટેલાક આચાર્યો માને છે કે, ભક્તિ જ્ઞાનરૂપી ઉપાયવાળી છે. બીજા કેટલાક આચાર્યોની માન્યાત મુજબ ભક્તિ અને જ્ઞાનને એકબીજાની અપેક્ષા હોય છે. આથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આદરયુક્ત પ્રયત્નથી ભક્તિ પ્રાપ્ત થાય છે અને સભાન ભક્તિ સંપાદન કરવાના પ્રયત્નથી સમ્યકજ્ઞાન મળે છે. જ્ઞાનથી જોઇએ તો ભક્તિનો ઉદય થાઓ કે જ્ઞાનભક્તિની પરસ્પર અપેક્ષા હો ! પણ છેવટે તો એકલી ભક્તિ જ રહે છે; કેમકે તે છેવટની ગતિ છે. સરિતાઓનું જેમ સમુદ્ર, તેમ કર્મ, યોગ, જ્ઞાનનું ફળ તો નિર્હેતુક ભક્તિ જ છે, અર્થાત્ વચ્ચે ભલે જ્ઞાન વગેરેની સહાય હોય, પણ પરિણામે તો ભક્તિ જ વિરાજે છે. ભક્તિ સિવાય જાતનો મોક્ષ નથી. કોઈ પણ જીવ પોતાના બળે સંસારસમુદ્રને તરીજવાને શક્તિમાન નથી. પરમ પિતા પરમાત્માની કૃપા જ કેવળ સંસારમાંથી તારક છે અને તે કૃપા ભક્તિથી જ મળે છે. આથી પોતાનું હિત કરવા ઇચ્છતા વિચક્ષણ મુમક્ષુએ તો ભક્તિનો જ પાલવ પકડવો. હવે ભક્તિને ઉદય કરનારાં સાધનો એ છે કે: સ્વરૂપસ્થિતિ એટલે જ ભક્તિ. સ્વરૂપમાં સ્થિતિ સંપાદન કરવાને ઇચ્છતા પુરુષે પહેલાં તો વિષયોનો ત્યાગ કરવો જોઇએ. જ્યાંસુધી વશીકાર સંજ્ઞા નામનો વિરાગ સિદ્ધ ન થાય, ત્યાંસુધી વિષયોનો પ્રવાહ અટકતો નથી અને ભક્તિનો માર્ગ પણ ખૂલતો નથી. ભક્તિ તો હૃદયપ્રધાન છે, બુદ્ધિપ્રધાન નથી. નિષ્કામભાવે, નિષ્કપટભાવે ભગવાનને ભજવાથી પ્રેમ પ્રકટ થાય છે. સરલ હૃદયમાં પરમાત્મા સદા હાજર રહે છે. જે પોતાના હૃદયને પરમાત્મા સમક્ષ ખુલ્લું કરે છે, તેની આગળ પરમાત્મા પોતે પણ પોતાની જાત પ્રકટ કરે છે. શ્રીમદ્ ભગવદગીતામાં પણ ભક્તિનો મહાન મહિમા ગવાયો છે. ભગવાને જે વિશ્વરૂપ અર્જુનને બતાવ્યું. તે જોવા પામવું બહુ કઠિન છે, એમ બતાવતાં ભગવાને કહ્યું છે કે: મારૂં આ રૂપ વેદાધ્યયનથી, તપથી, દાનથી કે યજ્ઞથી પણ જોઈ શકાય તેવું નથી. તે તો અનન્ય ભક્તિ વડે જ જોવું શક્ય છે. આથી સહજ સમજી શકાય છે કે, અનન્ય ભક્તિનું સ્થાન સર્વથી ઊંચું છે. વિનોબાજી લખે છે કે: ખુદ ભગવાન પણ તેને અમૃતધારા કહે છે. ગીતાનો બારમો અધ્યાય એ નાનો સરખો વીશ શ્લોકનો છે. પરંતુ તે અમૃતની ધરા છે. અમૃતની જેમ મધુર છે, સંજીવન છે. આ અધ્યાયમાં ભગવાને સ્વમુખે ભક્તિરસના મહિમાનું તત્ત્વ બતાવ્યું છે. ગીતાના સાતમા અધ્યાયમાં વિશાળ ભક્તિરૂપી ઉચ્ચ સાધન બતાવવામાં આવેલ છે. તમે ઈશ્વરની તરફ ચાહે પ્રેમભાવથી જાઓ, જિજ્ઞાસુ બુદ્ધિથી જાઓ, વિશ્વકલ્યાણની વ્યાકુળતાથી જાઓ અથવા વ્યક્તિગત કામનાથી જાઓ, કોઇ પણ રીતે જાઓ, પરંતુ એક વાર તેના દરબારમાં પહોચી જરૂર જાઓ. આ અધ્યાયના આ વિષયનું નામ મેં પ્રપત્તિયોગ અર્થાત્ ઈશ્વરના શરણમાં જવાની પ્રેરણા કરનાર યોગ આપેલ છે. ભક્તિ બે પ્રકારની છે: સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ સુલભ અને સુરક્ષિત છે, પરંતુ સગુણને નિર્ગુણની આવશ્યકતા છે. સગુણની ચડતી થઇને તેમાં નિર્ગુણરૂપી, તત્ત્વનિષ્ઠારૂપી ફલની બહાર આવવી જોઈએ. નિર્ગુણ, સગુણ પરસ્પર પૂરક છે, વિરુદ્ધ નથી. સગુણથી નિર્ગુણ સુધીની મજલ નક્કી કરવી જોઇએ અને નિર્ગુણને પણ ચિત્તના સૂક્ષ્મ મેલ ધોવાને માટે સગુણની આર્દ્રતા જોઇએ. બંનેની એકબીજાથી શોભા છે. આ બંને પ્રકારની ભક્તિ રાખવામાં ઘણી જ ઉત્તમ રીતે બતાવેલી છે. અયોધ્યાકાંડમાં બંને પ્રકારની ભક્તિ આવી ગઈ છે. એ બંને ભક્તિઓને વિસ્તાર રામાયણમાં છે. ભરતની ભક્તિ પહેલા પ્રકારની અને લક્ષ્મણની બીજા પ્રકારની. તેના ઉદાહરણથી નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિનું સ્વરૂપ સમજમાં આવી જશે. સીતાજીને વનમાં છોડી આવવાનું કામ છેવટે લક્ષ્મણને જ સોંપવામાં આવ્યું. બિચારો લક્ષ્મણ સીતાજીને મૂકી આવ્યો. લક્ષ્મણનું કોઇ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નહોતું. રામની આંખો. રામના હાથપગ, રામનું મન તે બની ગયો હતો. જેવી રીતે નદી સમુદ્રમાં મળી જાય છે, તેવી રીતે લક્ષ્મણની સેવા રામમાં મળી ગઈ હતી. તે રામની છાયા બની ગયો હતો. લક્ષ્મણની આ ભક્તિ સગુણ હતી. ભરત નિર્ગુણ ભક્તિ કરનાર હતો. જ્યારે રામ વનમાં ગયા, ત્યારે ભરત અયોધ્યામાં ન હોતા. જ્યારે ભરત આવ્યા ત્યારે દશરથ મૃત્યુ પામ્યા હતા. ગુરુ વસિષ્ઠ તેમને સમજાવી રહ્યા હતા. કે તમે રાજ્ય કરો. પરંતુ ભરતે કહ્યું, મારે રામને મળવું છે રામને મળવા માટે ભરત અંદરથી તલપાપડ થઈ રહ્યા હતા. પરંતુ સાથે જ રાજ્યનો પ્રબંધ તે કરી રહ્યા હતા. તેમની ભાવના એ હતી કે, આ રાજ્ય રામનું છે, તેનો પ્રબંધ કરવો એ રામનું જ કામ કરવા બરોબર છે. બધી સંપત્તિ માલિકની છે, માત્ર તેનો બંદોબસ્ત કરવો એ પોતાનું કર્તવ્ય તેને લાગતું હતું. લક્ષ્મણની જેમ ભરત મુક્ત થઈ શકતા નહોતા. આ ભરતની ભૂમિકા છે. રામની ભક્તિનો અર્થ છે, રામનું કામ કરવું જોઈએ, નહિ તો તે ભક્તિ શા કામની ? રાજકાજની બધી વ્યવસ્થા કરીને ભરત રામને મળવા વનમાં આવ્યા છે. ભાઈ, આ આપનું રાજ્ય છે, આપ, એટલું જ્યાં તે કહે છે, ત્યાં રામ તેને કહે છે: ભરત, તમે જ રાજ્ય કરો. ભરત સંકોચથી ઊભા રહે છે. તે કહે છે, આપની આજ્ઞા આંખમાથા ઉપર, રામ જે કહે તે મંજૂર; તેણે પોતાનું બધું જ રામ ઉપર ન્યોચ્છાવર કરી નાખ્યું હતું. તે જઈને રાજકાજ કરવા લાગ્યા. પરંતુ તેમાં ય આશ્ચર્ય એટલું કે, અયોધ્યાથી બે માઈલ દૂર તપ કરતા કરતા રહ્યા. તપસ્વી રહીને રાજકાજ ચલાવ્યું. છેવટે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે એ જાણવું મુશ્કેલ હતું કે, આમાં વનમાં રહીને તપ કરનાર વાસ્તવિક તપસ્વી કોણ છે ? આવી રીતે ભરત જોકે શરીરથી રામથી જુદા હતા, તોપણ મનથી તે ક્ષણભરને માટે પણ દૂર ન હતા. નિર્ગુણમાં સગુણ ભક્તિ ખીચોખીચ ભરી રહે છે. ભક્તિનો સ્ત્રોત કદાચ પહેલાં સગુણથી નીકળ્યો હોય, તોપણ અંતમાં નિર્ગુણ સુધી જઇ પહોંચે છે. આપણે કહીએ છીએ કે, ફલાણો બહાદુર દેશભક્ત હસતાં હસતાં ફાંસી ઉપર ચડી ગયો. સુધન્વા તેલની કડાઈમાં હસી રહ્યો હતો. મોઢેથી કૃષ્ણ, વિષ્ણુ, હરિ, ગોવિંદનો ધ્વનિ, નીકળી રહ્યો હતો. તેનો એટલો જ અર્થ છે કે, અપાર કષ્ટ આવી પડવા છતાં ભક્તિના પ્રભાવથી તેમાંનું કાંઇ પણ માલૂમ પડતું નથી. પાણી ઉપર પડેલી નાવને ધકેલવી કઠણ નથી. પરંતુ તેને ધરતી ઉપરથી, ખડકો ઉપરથી ખેંચીને લઈ જવામાં કેટલી મહેનત પડશે ? નાવની નીચે જો પાણી હશે તો આપણે આસાનીથી પાર કરી શકશું, સહજ રીતે તરી જશું. એવી જ રીતે જીવનનૌકાની નીચે જો ભક્તિરૂપી પાણી હશે તો તે આનંદથી હંકારી જવાશે. જો જીવન શુષ્ક હશે, રસ્તામાં રેતીનું મેદાન હશે, કાંકરાપથ્થર હશે, ખાડાખડિયા હશે તો એ નૌકાને ખેંચીને લઈ જવી ઘણું વિકટ કામ થઈ જશે. ભક્તિત્વ આપણી જીવનનૌકાને પાણીની જેમ સુલભતા પ્રાપ્ત કરી દે છે. ગીતા ચાહે છે કે, આપણી પ્રત્યેક કૃતિ ભક્તિમય હો. આપણે જે કલાક, અર્ધી કલાક ઈશ્વરની પૂજા કરીએ છીએ તે તો ઠીક જ છે. પ્રાત:કાળ અને સાયંકાળ જ્યારે સુંદર સૂર્યપ્રભા પોતાના રંગ ચોપાસ ફેલાવે છે. ત્યારે ચિત્તને સ્થિર કરીને થોડા વખતને માટે સંસારને ભૂલી જઇ અનંતનું ચિંતન કરવું, એ ઉત્તમ વિચાર છે. આ સદાચારને ક્યારેય ન છોડવો જોઇએ. પરંતુ ગીતાને એટલાથી જ સંતોષ નથી. સવારથી સાંજ સુધીની બધી ક્રિયાઓ ભગવાનની પૂજાને માટે હોવી જોઇએ. નાહતાં, ખાતાં, ચાલતાં, કે કચરોપૂંજો કાઢતાં તેનું સ્મરણ રહેવું જોઇએ. વાળતી વખતે એ ભાવના હોવી જોઇએ કે, હે મારા પ્રભુ હું મારા જીવનદેવનું આંગણું સાફ કરી રહેલ છું. આપણાં સમસ્ત કર્મ એવી રીતે પૂજાકર્મ થઈ જવાં જોઇએ. ઉપનિષદ વિચારણામાં લખ્યું છે કે: ધ્યેય પરબ્રહ્મને સગુણ બ્રહ્મરૂપે સ્વીકાર્યા પછી શાંત ભાવ અથવા પ્રશાંત પ્રેમ ઉદ્દીપ્ત થઈ રસમય સમુદ્ર બને છે અને તેના તરંગો નવરસમિશ્ર ભક્તિનું રૂપ પકડે છે આવી ભક્તિના વિષયરૂપે સગુણ બ્રહ્મનું શિવરૂપ અથવા વિષ્ણુરૂપ અથવા શક્તિરૂપ અથવા તેમનું અવતારીરૂપ અથવા કોઈ પણ વિમૂતિરૂપ લેવામાં આવે છે. શૈવ, શાક્ત અને વૈષ્ણવ ઉપનિષદો આ ભક્તિસાગરના મૂળ તરંગો છે અને તેમાંથી શાંડિલ્ય મુનિની ભક્તિમીમાંસા, નારદ મુનિનાં ભક્તિસૂત્રો વગેરે ભક્તિશાસ્ત્રના સૂત્રગ્રંથો પ્રકટ થયા છે. આ ભક્તિશાસ્ત્રના પ્રણેતા ઋષિઓ ઉપનિષદના ધ્યાનરોગના હિમાયતીઓ છે અને તેમના ઔપનિષદ સિદ્ધાંતો ઘણે બાગે ભાવપ્રધાન છે. બ્રહ્મસૂત્રમાં પણ પરમાત્માનો સાક્ષાત્કાર ભક્તિ વડે કરેલાધ્યાનાદિ આરાધન વડે થાય છે, એવો સિદ્ધાંત સ્થાપ્યો છે. મુનિ વિદ્યાવિજયજી કહે છે કે, શ્રાવકો સાધુની, તીર્થંકરની તથા ધર્મની ભક્તિ કરે છે, પણ તેમાં વિવેક નથી. દુનિયા વિવેક જુએ છે. હરકોઇ સાચા સાધુનો ઉપદેશ સાંભળવો અને માનવો અને શ્રાવકોનો ધર્મ છે તેવા સાધુ અને ગુરુ ઉપર શ્રદ્ધા રાખીવી એ સમાક્તિનું લક્ષણ છે. વધુ + | પ્રીતિ; પ્રેમ; આદર; સ્નેહ; અનુરાગ. | ભાગ; વિભાગ. | ( પુરાણ ) મોક્ષમાર્ગ માંહેની એક વ્યક્તોપાસના. પરબ્રહ્મના સગુણ સ્વરૂપની ઉપાસના કરી તે દ્વારાત તેનું જ્ઞાન સંપાદન કરવું એ અંતિમ સાધ્ય છે. જ્ઞાનરૂપી ભક્તિ એ સાધનરૂપ છે. ભક્તિમાર્ગનો પ્રમાણગ્રંથ તે ભાગવત પુરાણ છે. | રચના. | વફાદારી; નિષ્ઠા. | વિભાગ કરવાની રેખા. | વેલબુટ્ટી. | શ્રદ્ધા; વિશ્વાસ. | સેવામાં એકતાનવાળી ચિત્તવૃત્તિ. | સેવા; શુશ્રૂષા. | ( જૈન ) સ્તુતિ.
Bhakti
( પિંગળ ) તગણ, યગણ અને ગુરુ મળી સાત અક્ષરનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; વેધા. તે ઉષ્ણિક છંદનો એક ભેદ છે. | અવયવ; ભાગ પાડવા તે; ભાગ; વિભાગ; અનેક ભાગમાં વિભક્ત કરવું તે. | ઉપચાર; ઉપાય. | ગૌણ વૃત્તિ. | જ્ઞાનનાં પાંચ માંહેનું એક પર્વ. પર્વ પાંચ છે: સાંખ્ય, યોગ, વૈરાગ્ય, તપ અને ભક્તિ. પરમેશ્વરની શ્રી, પુષ્ટિ, ગિર, ક્રાંતિ, તુષ્ટિ, કીર્તિ, ઇલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા એ દ્વાદશ ભક્તિ છે. તેમાં અવિદ્યાને સ્વરૂપ, વિસ્મૃતિ આદિ પાંચ પર્વ છે. તે પંચમર્વાત્મક અવિદ્યાના સપાટામાં આવવાથી જીવ બદ્ધ થઈ મોહ પામી રહ્યો છે, પરંતુ વૈરાગ્ય સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ એમ પંચમપર્વાત્મક વિદ્યાજ્ઞાનથી જેની અવિદ્યા નાશ પામી ગઈ છે, તેવા જ્ઞાનયુક્ત જીવન આગળ માયા પોતાનું યોગમાયાપણું પ્રદર્શિત કરે છે. | પવિત્ર ભાવથી પરમેશ્વર, ગુરુ, વડીલ વગેરેની સેવા કરવી, ગુણ ગાવા અને પરાયણ રહેવું તે; દેવાદિકને અધીન અનુકૂળ રહી દરેક રીતે તેની સેવા કરવી અને તેની ઉપર ફીદા ફીદા થઈ રહેવું તે; આસક્તિ; આરાધના; ઉપાસના; ભજન કરવું તે. ભક્તિનાં બે મુખ્ય લક્ષણો છે: (૧) પ્રભુનું સતત નામસ્મરણ અને (૨) સર્વ કર્મ તેને સમર્પણ કરવાની ભાવના. ભક્તિના નવ પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. દયારામે ભક્તિના દશ પ્રકાર કહેલ છે. ઉપરના નવ પ્રકાર સાથે પ્રેમલક્ષણા દશમો પ્રકાર છે. ઈશ્વરને પામવાના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એમ મુખ્ય ત્રણ માર્ગ છે. ભક્તિ જ આદિ છે. ભક્તિ જ અંત છે, ભક્તિ જ માર્ગ છે, ભક્તિ જ ધ્યેય છે. ધર્મ તથા જ્ઞાનના સ્તંભો ઉપર ભક્તિનો ભવ્ય ઘુંમટ રચાયેલો છે. ભક્તિથી નિર્મળ પ્રેમ તથા આનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી પ્રકાશ પમાય છે. શાસ્ત્ર અને ગુરુના વચનનું પ્રાણાંતે પણ ઉલ્લંઘન ન કરવું અને કાયા, વાચા તથા મન વડે ગુરુ, ઈશ્વર અને સાધુ એટલે જ્ઞાની પુરુષની સેવા કરવી તેને પણ ભક્તિ કહેવાય છે. કોઈ બ્યાશી પ્રકારની ભક્તિ ગણે છે. ભક્તિ સાત્ત્વિક, રાજસી અને તામસી પણ મનાય છે. સાત્ત્વિક મનુષ્ય ભક્તિ ત્રણ પ્રયોજન અર્થે કરે છે: (૧) કર્મના ક્ષયને અર્થે, (૨) પ્રભુની પ્રીતિ મેળવવા. (૩) ઈશ્વર ભજનીય છે. એવા વિધિવાક્યને વશ વર્તવા. રાજસ મનુષ્ય ત્રણ પ્રયોજન માટે ભક્તિ કરે છે: (૧) ઇષ્ટ વિષયની પ્રાપ્તિ માટે, (૨) યશ માટે, (૩) ઐશ્વર્ય માટે. તામસ મનુષ્યનાં ત્રણ પ્રયોજન: (૧) અનિષ્ટ પ્રાણીની હિંસા માટે, (૨) દંભ માટે, (૩) માત્સર્ય વડે અથવા પોતાની બીજા કરતાં સરસાઈ કરવા ભક્તિ કરે છે. ઉપાસના, સ્તુતિ અને પ્રાર્થના એ ત્રણ ભક્તિનાં અંગ છે. પુષ્ટિમાર્ગમાં ભક્તિના બે પ્રકાર છે: સાધનારૂપા અને ફળરૂપા સાધનારૂપા એટલે નવધા ભક્તિ અને ફલરૂપા એટલે પ્રેમલક્ષણા ભક્તિ, શ્રવણ ભક્તિ પરીક્ષિતે, કીર્તન ભક્તિ શુકે, સ્મરણ ભક્તિ પ્રહ્લાદે, પાદસેવન ભક્તિ લક્ષ્મીએ, અર્ચન ભક્તિ પૃથુએ, વંદન ભક્તિ અક્રૂરે દાસત્વ ભક્તિ હનુમાને સખ્ય ભક્તિ અર્જુને, આત્મનિવેદન ભક્તિ બલિએ અને પ્રેમભક્તિ ગોપીઓએ કરી હતી. આ બધામાં પ્રેમભક્તિ ઉત્તમ મનાય છે. ભક્તિની અગિયાર અવસ્થા છે: ગુણમાહાત્માસાક્તિ, રૂપાસક્તિ, પૂજાસક્તિ, દાસ્યાસક્તિ, સંખ્યાસક્તિ વાત્સલ્યાસક્તિ, ક્રાંતાસક્તિ, આત્મનિવેદનાસક્તિ, તન્મયાસક્તિ અને પરમવિરહાસક્તિ કર્મ, જ્ઞાન અને ભક્તિમાં કર્મ અને જ્ઞાનની જીવનમાં જરૂરિયાત છે; પણ એ જ્ઞાન અને કર્મ ભક્તિ સિવાય નથી તો નીપજતાં કે નથી તો સમૃદ્ધ થતાં. જ્ઞાન અને કર્મ જેમ મનુષ્યમાં ઘટક તત્ત્વો છે તેમ હૃદય પણ ભગવાનનું અર્થાત્ ભક્તિનું નિવાસસ્થાન છે. આ ભાવના, લાગણી કે ભક્તિનું તત્ત્વ સૌથી અગત્યનું છે. વસ્તુત: જ્ઞાન અને કર્મ એ બંનેની ધાત્રી, જીવનદાયિની ભક્તિ છે કે જેનું જીવનમાં ઉચ્ચતમ સ્થાન છે. આ ભક્તિ એટલે ઈશ્વરની આગળ પ્રાર્થના, પરમેશ્વરની નજદીક પહોંચવાનો પ્રયાસ કે ઉપાસના. પ્રેમના રસ આગળ ભગવાન પણ પીગળી જાય છે. આથી શુદ્ધ કર્મથી ઉદ્ભવેલ જ્ઞાનમય સજીવ ભક્તિ તેનું નામ જ ઉપાસના. આ રીતે કર્મ, જ્ઞાન અને ઉપાસના એકબીજાનાં પૂરક તત્ત્વો છે અને તેમાં ઉપાસના અથવા ભક્તિ કીર્તિકલગીરૂપ છે. પરમાત્મા પોતે કહે છે કે, હું તો ભકતનો દાસ છું. દેહોપાસનાથી આત્મોપાસના થઈ આત્મોપાસનાથી પરમાત્મોપાસના સહજ ઉદ્ભવે છે. આમ કર્મ, જ્ઞાન અને ભક્તિ કે ઉપાસના એ બીજવૃક્ષન્યાયે એકબીજાનાં પૂરક હોઈને અતિ આવશ્યક છે. તેમાં ભક્તિ કે ઉપાસના એ સર્વમાં માન્યરૂપ છે. નારદપ્રણીત ભક્તિશાસ્ત્રમાં ભક્તિનું લક્ષણ આપતાં કહ્યું છે કે: ભક્તિ પરમપ્રેમરૂપા અર્થાત્ શ્રેષ્ઠ પ્રેમલક્ષણા છે, અમૃતસ્વરૂપા છે. સાચી ભક્તિ નિષ્કામરૂપા જ હોય છે. તેથી પરમપ્રેમલક્ષણા ભક્તિને પ્રાપ્ત કરીને પુરુષ કશાની સ્પૃહા કરતો નથી, કશાનો શોક કરતો નથી, દ્વેષ કરતો નથી, પોતાના પ્રિય સિવાય ક્યાંયે રતિ કરતો નથી, વિષયોની પ્રાપ્તિ માટે મનોવેગવાળો થતો નથી. ભકત તો જિતેંદ્રિય હોય છે. ભક્ત આત્મારામ થાય છે. ભક્તિને પ્રાપ્ત કરીને પુરુષ નિષ્કર્મા, અમૃત, નિસ્તૃણ, નિરીહ, નિર્વૈર, વિશોક, વીતરાગ, પ્રશાંત, સ્તબ્ધ અને આત્મક્રીડ બને છે. વ્યાસનદેવના મત મુજબ ભગવાનની પૂજા વગેરેમાં પ્રીતિ એટલે જ ભક્તિ છે. ગર્ગાચાર્યના મત મુજબ ભગવાનનાં ચિત્રવિચિત્ર ચરિત્રકથન વગેરેમાં અનુરાગ એ જ ભક્તિ છે. બ્રહ્માત્મપ્રેમમાં અડચણ ન આવે એ રીતે પૂજા, કથા વગેરેમાં પ્રીતિ એટલે ભક્તિ, એવો મહર્ષિ શાંડિલ્યનો મત છે. નારદના મત મુજબ ભગવાનમાં સમસ્ત કર્મનો સંન્યાસ, તે ભગવાનનું અખંડ સ્મરણ અને તેના વિસ્મરણમાં પરમ વિરહ, દુ:ખ એટલે ભક્તિ છે. આવાં લક્ષણવાળી પરમપ્રેમરૂપા ભક્તિની છેવટની હદ તો ગોપવધૂઓના જ હૃદયમાં હતી. વ્રજનવનિતાઓમાં શ્રીકૃષ્ણચંદ્રના ચરણમાં સર્વ કર્મનો સંન્યાસ અને તેમાં વિસ્મરણે પરમવિરહવ્યાકુલતા હતી. પરમવ્યાકુલતામાં પણ ભગવાનના મહાત્મ્યનું ભાન ભક્ત ન જ ભૂલે. આવી ભક્તિ વૈદિક કર્મ, બ્રહ્મજ્ઞાન અને વૃત્તિના નિરોધરૂપ યોગનિષ્ઠાઓથી પણ અધિક છે, ઉત્કૃષ્ટતર છે. ભક્તિ તો ફલરૂપ છે, કર્મ વગેરે બીજરૂપ છે. જો કર્મો યથાવિધિ કરવામાં આવે, તો તે કર્મો યથાકાલે જ્ઞાનને જન્માવે અને તે જ્ઞાન પોતાના ક્રમે વૃતિના નિરોધરૂપ અને સમાધિનું જેનું બીજું નામ છે. એવા યોગને સંપન્ન કરી દે છે. અને તે યોગ યથાર્થ જ્ઞાન ઉપજાવનાર થતો હોવાથી પમાત્મા ઉપર પરમપ્રેમલક્ષણા ભક્તિને જન્માવે. યથાર્થ જ્ઞાન ભક્તિને પ્રસન્ન કરે છે અને એ ભક્તિ એ છેવટની પ્રાપ્ત કરવા જેવી ચીજ છે. આથી કર્મ વગેરે તો ભક્તિની સચિવતા અથવા સહાયતા સાધે છે, પણ ભક્તિ તો ફલરૂપ હોય છે અને એથી જ બધાથી ભક્તિ અદકી છે. અહીં રહસ્ય એમ છે કે: કર્મ વગેરેનું અનુષ્ઠાન કર્યા પછી પણ એ ભક્તિ ન ઊપજે તો તો તે બધાની નિષ્ફળતા જ જાણવી; કેમકે તે બધાંએ કરવા જેવું તેઓ કરી શક્યાં નથી અને ભક્તિનો ઉદય થતાં જ તેઓ કૃતકૃત્ય થઈ જાય છે. તો જે ભક્તિના ભાવમાં તેઓની ચરિતાર્થતા છે અને અભાવમાં નિષ્ફલતા છે તે ભક્તિ જ સૌમાં ચડિયાતી છે. કટેલાક આચાર્યો માને છે કે, ભક્તિ જ્ઞાનરૂપી ઉપાયવાળી છે. બીજા કેટલાક આચાર્યોની માન્યાત મુજબ ભક્તિ અને જ્ઞાનને એકબીજાની અપેક્ષા હોય છે. આથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આદરયુક્ત પ્રયત્નથી ભક્તિ પ્રાપ્ત થાય છે અને સભાન ભક્તિ સંપાદન કરવાના પ્રયત્નથી સમ્યકજ્ઞાન મળે છે. જ્ઞાનથી જોઇએ તો ભક્તિનો ઉદય થાઓ કે જ્ઞાનભક્તિની પરસ્પર અપેક્ષા હો ! પણ છેવટે તો એકલી ભક્તિ જ રહે છે; કેમકે તે છેવટની ગતિ છે. સરિતાઓનું જેમ સમુદ્ર, તેમ કર્મ, યોગ, જ્ઞાનનું ફળ તો નિર્હેતુક ભક્તિ જ છે, અર્થાત્ વચ્ચે ભલે જ્ઞાન વગેરેની સહાય હોય, પણ પરિણામે તો ભક્તિ જ વિરાજે છે. ભક્તિ સિવાય જાતનો મોક્ષ નથી. કોઈ પણ જીવ પોતાના બળે સંસારસમુદ્રને તરીજવાને શક્તિમાન નથી. પરમ પિતા પરમાત્માની કૃપા જ કેવળ સંસારમાંથી તારક છે અને તે કૃપા ભક્તિથી જ મળે છે. આથી પોતાનું હિત કરવા ઇચ્છતા વિચક્ષણ મુમક્ષુએ તો ભક્તિનો જ પાલવ પકડવો. હવે ભક્તિને ઉદય કરનારાં સાધનો એ છે કે: સ્વરૂપસ્થિતિ એટલે જ ભક્તિ. સ્વરૂપમાં સ્થિતિ સંપાદન કરવાને ઇચ્છતા પુરુષે પહેલાં તો વિષયોનો ત્યાગ કરવો જોઇએ. જ્યાંસુધી વશીકાર સંજ્ઞા નામનો વિરાગ સિદ્ધ ન થાય, ત્યાંસુધી વિષયોનો પ્રવાહ અટકતો નથી અને ભક્તિનો માર્ગ પણ ખૂલતો નથી. ભક્તિ તો હૃદયપ્રધાન છે, બુદ્ધિપ્રધાન નથી. નિષ્કામભાવે, નિષ્કપટભાવે ભગવાનને ભજવાથી પ્રેમ પ્રકટ થાય છે. સરલ હૃદયમાં પરમાત્મા સદા હાજર રહે છે. જે પોતાના હૃદયને પરમાત્મા સમક્ષ ખુલ્લું કરે છે, તેની આગળ પરમાત્મા પોતે પણ પોતાની જાત પ્રકટ કરે છે. શ્રીમદ્ ભગવદગીતામાં પણ ભક્તિનો મહાન મહિમા ગવાયો છે. ભગવાને જે વિશ્વરૂપ અર્જુનને બતાવ્યું. તે જોવા પામવું બહુ કઠિન છે, એમ બતાવતાં ભગવાને કહ્યું છે કે: મારૂં આ રૂપ વેદાધ્યયનથી, તપથી, દાનથી કે યજ્ઞથી પણ જોઈ શકાય તેવું નથી. તે તો અનન્ય ભક્તિ વડે જ જોવું શક્ય છે. આથી સહજ સમજી શકાય છે કે, અનન્ય ભક્તિનું સ્થાન સર્વથી ઊંચું છે. વિનોબાજી લખે છે કે: ખુદ ભગવાન પણ તેને અમૃતધારા કહે છે. ગીતાનો બારમો અધ્યાય એ નાનો સરખો વીશ શ્લોકનો છે. પરંતુ તે અમૃતની ધરા છે. અમૃતની જેમ મધુર છે, સંજીવન છે. આ અધ્યાયમાં ભગવાને સ્વમુખે ભક્તિરસના મહિમાનું તત્ત્વ બતાવ્યું છે. ગીતાના સાતમા અધ્યાયમાં વિશાળ ભક્તિરૂપી ઉચ્ચ સાધન બતાવવામાં આવેલ છે. તમે ઈશ્વરની તરફ ચાહે પ્રેમભાવથી જાઓ, જિજ્ઞાસુ બુદ્ધિથી જાઓ, વિશ્વકલ્યાણની વ્યાકુળતાથી જાઓ અથવા વ્યક્તિગત કામનાથી જાઓ, કોઇ પણ રીતે જાઓ, પરંતુ એક વાર તેના દરબારમાં પહોચી જરૂર જાઓ. આ અધ્યાયના આ વિષયનું નામ મેં પ્રપત્તિયોગ અર્થાત્ ઈશ્વરના શરણમાં જવાની પ્રેરણા કરનાર યોગ આપેલ છે. ભક્તિ બે પ્રકારની છે: સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ સુલભ અને સુરક્ષિત છે, પરંતુ સગુણને નિર્ગુણની આવશ્યકતા છે. સગુણની ચડતી થઇને તેમાં નિર્ગુણરૂપી, તત્ત્વનિષ્ઠારૂપી ફલની બહાર આવવી જોઈએ. નિર્ગુણ, સગુણ પરસ્પર પૂરક છે, વિરુદ્ધ નથી. સગુણથી નિર્ગુણ સુધીની મજલ નક્કી કરવી જોઇએ અને નિર્ગુણને પણ ચિત્તના સૂક્ષ્મ મેલ ધોવાને માટે સગુણની આર્દ્રતા જોઇએ. બંનેની એકબીજાથી શોભા છે. આ બંને પ્રકારની ભક્તિ રાખવામાં ઘણી જ ઉત્તમ રીતે બતાવેલી છે. અયોધ્યાકાંડમાં બંને પ્રકારની ભક્તિ આવી ગઈ છે. એ બંને ભક્તિઓને વિસ્તાર રામાયણમાં છે. ભરતની ભક્તિ પહેલા પ્રકારની અને લક્ષ્મણની બીજા પ્રકારની. તેના ઉદાહરણથી નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિનું સ્વરૂપ સમજમાં આવી જશે. સીતાજીને વનમાં છોડી આવવાનું કામ છેવટે લક્ષ્મણને જ સોંપવામાં આવ્યું. બિચારો લક્ષ્મણ સીતાજીને મૂકી આવ્યો. લક્ષ્મણનું કોઇ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નહોતું. રામની આંખો. રામના હાથપગ, રામનું મન તે બની ગયો હતો. જેવી રીતે નદી સમુદ્રમાં મળી જાય છે, તેવી રીતે લક્ષ્મણની સેવા રામમાં મળી ગઈ હતી. તે રામની છાયા બની ગયો હતો. લક્ષ્મણની આ ભક્તિ સગુણ હતી. ભરત નિર્ગુણ ભક્તિ કરનાર હતો. જ્યારે રામ વનમાં ગયા, ત્યારે ભરત અયોધ્યામાં ન હોતા. જ્યારે ભરત આવ્યા ત્યારે દશરથ મૃત્યુ પામ્યા હતા. ગુરુ વસિષ્ઠ તેમને સમજાવી રહ્યા હતા. કે તમે રાજ્ય કરો. પરંતુ ભરતે કહ્યું, મારે રામને મળવું છે રામને મળવા માટે ભરત અંદરથી તલપાપડ થઈ રહ્યા હતા. પરંતુ સાથે જ રાજ્યનો પ્રબંધ તે કરી રહ્યા હતા. તેમની ભાવના એ હતી કે, આ રાજ્ય રામનું છે, તેનો પ્રબંધ કરવો એ રામનું જ કામ કરવા બરોબર છે. બધી સંપત્તિ માલિકની છે, માત્ર તેનો બંદોબસ્ત કરવો એ પોતાનું કર્તવ્ય તેને લાગતું હતું. લક્ષ્મણની જેમ ભરત મુક્ત થઈ શકતા નહોતા. આ ભરતની ભૂમિકા છે. રામની ભક્તિનો અર્થ છે, રામનું કામ કરવું જોઈએ, નહિ તો તે ભક્તિ શા કામની ? રાજકાજની બધી વ્યવસ્થા કરીને ભરત રામને મળવા વનમાં આવ્યા છે. ભાઈ, આ આપનું રાજ્ય છે, આપ, એટલું જ્યાં તે કહે છે, ત્યાં રામ તેને કહે છે: ભરત, તમે જ રાજ્ય કરો. ભરત સંકોચથી ઊભા રહે છે. તે કહે છે, આપની આજ્ઞા આંખમાથા ઉપર, રામ જે કહે તે મંજૂર; તેણે પોતાનું બધું જ રામ ઉપર ન્યોચ્છાવર કરી નાખ્યું હતું. તે જઈને રાજકાજ કરવા લાગ્યા. પરંતુ તેમાં ય આશ્ચર્ય એટલું કે, અયોધ્યાથી બે માઈલ દૂર તપ કરતા કરતા રહ્યા. તપસ્વી રહીને રાજકાજ ચલાવ્યું. છેવટે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે એ જાણવું મુશ્કેલ હતું કે, આમાં વનમાં રહીને તપ કરનાર વાસ્તવિક તપસ્વી કોણ છે ? આવી રીતે ભરત જોકે શરીરથી રામથી જુદા હતા, તોપણ મનથી તે ક્ષણભરને માટે પણ દૂર ન હતા. નિર્ગુણમાં સગુણ ભક્તિ ખીચોખીચ ભરી રહે છે. ભક્તિનો સ્ત્રોત કદાચ પહેલાં સગુણથી નીકળ્યો હોય, તોપણ અંતમાં નિર્ગુણ સુધી જઇ પહોંચે છે. આપણે કહીએ છીએ કે, ફલાણો બહાદુર દેશભક્ત હસતાં હસતાં ફાંસી ઉપર ચડી ગયો. સુધન્વા તેલની કડાઈમાં હસી રહ્યો હતો. મોઢેથી કૃષ્ણ, વિષ્ણુ, હરિ, ગોવિંદનો ધ્વનિ, નીકળી રહ્યો હતો. તેનો એટલો જ અર્થ છે કે, અપાર કષ્ટ આવી પડવા છતાં ભક્તિના પ્રભાવથી તેમાંનું કાંઇ પણ માલૂમ પડતું નથી. પાણી ઉપર પડેલી નાવને ધકેલવી કઠણ નથી. પરંતુ તેને ધરતી ઉપરથી, ખડકો ઉપરથી ખેંચીને લઈ જવામાં કેટલી મહેનત પડશે ? નાવની નીચે જો પાણી હશે તો આપણે આસાનીથી પાર કરી શકશું, સહજ રીતે તરી જશું. એવી જ રીતે જીવનનૌકાની નીચે જો ભક્તિરૂપી પાણી હશે તો તે આનંદથી હંકારી જવાશે. જો જીવન શુષ્ક હશે, રસ્તામાં રેતીનું મેદાન હશે, કાંકરાપથ્થર હશે, ખાડાખડિયા હશે તો એ નૌકાને ખેંચીને લઈ જવી ઘણું વિકટ કામ થઈ જશે. ભક્તિત્વ આપણી જીવનનૌકાને પાણીની જેમ સુલભતા પ્રાપ્ત કરી દે છે. ગીતા ચાહે છે કે, આપણી પ્રત્યેક કૃતિ ભક્તિમય હો. આપણે જે કલાક, અર્ધી કલાક ઈશ્વરની પૂજા કરીએ છીએ તે તો ઠીક જ છે. પ્રાત:કાળ અને સાયંકાળ જ્યારે સુંદર સૂર્યપ્રભા પોતાના રંગ ચોપાસ ફેલાવે છે. ત્યારે ચિત્તને સ્થિર કરીને થોડા વખતને માટે સંસારને ભૂલી જઇ અનંતનું ચિંતન કરવું, એ ઉત્તમ વિચાર છે. આ સદાચારને ક્યારેય ન છોડવો જોઇએ. પરંતુ ગીતાને એટલાથી જ સંતોષ નથી. સવારથી સાંજ સુધીની બધી ક્રિયાઓ ભગવાનની પૂજાને માટે હોવી જોઇએ. નાહતાં, ખાતાં, ચાલતાં, કે કચરોપૂંજો કાઢતાં તેનું સ્મરણ રહેવું જોઇએ. વાળતી વખતે એ ભાવના હોવી જોઇએ કે, હે મારા પ્રભુ હું મારા જીવનદેવનું આંગણું સાફ કરી રહેલ છું. આપણાં સમસ્ત કર્મ એવી રીતે પૂજાકર્મ થઈ જવાં જોઇએ. ઉપનિષદ વિચારણામાં લખ્યું છે કે: ધ્યેય પરબ્રહ્મને સગુણ બ્રહ્મરૂપે સ્વીકાર્યા પછી શાંત ભાવ અથવા પ્રશાંત પ્રેમ ઉદ્દીપ્ત થઈ રસમય સમુદ્ર બને છે અને તેના તરંગો નવરસમિશ્ર ભક્તિનું રૂપ પકડે છે આવી ભક્તિના વિષયરૂપે સગુણ બ્રહ્મનું શિવરૂપ અથવા વિષ્ણુરૂપ અથવા શક્તિરૂપ અથવા તેમનું અવતારીરૂપ અથવા કોઈ પણ વિમૂતિરૂપ લેવામાં આવે છે. શૈવ, શાક્ત અને વૈષ્ણવ ઉપનિષદો આ ભક્તિસાગરના મૂળ તરંગો છે અને તેમાંથી શાંડિલ્ય મુનિની ભક્તિમીમાંસા, નારદ મુનિનાં ભક્તિસૂત્રો વગેરે ભક્તિશાસ્ત્રના સૂત્રગ્રંથો પ્રકટ થયા છે. આ ભક્તિશાસ્ત્રના પ્રણેતા ઋષિઓ ઉપનિષદના ધ્યાનરોગના હિમાયતીઓ છે અને તેમના ઔપનિષદ સિદ્ધાંતો ઘણે બાગે ભાવપ્રધાન છે. બ્રહ્મસૂત્રમાં પણ પરમાત્માનો સાક્ષાત્કાર ભક્તિ વડે કરેલાધ્યાનાદિ આરાધન વડે થાય છે, એવો સિદ્ધાંત સ્થાપ્યો છે. મુનિ વિદ્યાવિજયજી કહે છે કે, શ્રાવકો સાધુની, તીર્થંકરની તથા ધર્મની ભક્તિ કરે છે, પણ તેમાં વિવેક નથી. દુનિયા વિવેક જુએ છે. હરકોઇ સાચા સાધુનો ઉપદેશ સાંભળવો અને માનવો અને શ્રાવકોનો ધર્મ છે તેવા સાધુ અને ગુરુ ઉપર શ્રદ્ધા રાખીવી એ સમાક્તિનું લક્ષણ છે. વધુ + | પ્રીતિ; પ્રેમ; આદર; સ્નેહ; અનુરાગ. | ભાગ; વિભાગ. | ( પુરાણ ) મોક્ષમાર્ગ માંહેની એક વ્યક્તોપાસના. પરબ્રહ્મના સગુણ સ્વરૂપની ઉપાસના કરી તે દ્વારાત તેનું જ્ઞાન સંપાદન કરવું એ અંતિમ સાધ્ય છે. જ્ઞાનરૂપી ભક્તિ એ સાધનરૂપ છે. ભક્તિમાર્ગનો પ્રમાણગ્રંથ તે ભાગવત પુરાણ છે. | રચના. | વફાદારી; નિષ્ઠા. | વિભાગ કરવાની રેખા. | વેલબુટ્ટી. | શ્રદ્ધા; વિશ્વાસ. | સેવામાં એકતાનવાળી ચિત્તવૃત્તિ. | સેવા; શુશ્રૂષા. | ( જૈન ) સ્તુતિ.
brahm
અથર્વવેદનો અધિષ્ઠાતા એક બ્રાહ્મણ; યજ્ઞ કરાવનાર બધા બ્રાહ્મણોમાં મુખ્ય પુરુષ. પહેલાં તેને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણે વેદ જાણવા પડતા, પણ અથર્વવેદ જ્યારે લોકપ્રિય થઈ પડ્યો ત્યારે તે અથર્વવેદનો બ્રાહ્મણ કહેવાયો. | અધ્યાત્મજ્ઞાન. | આત્મા; ચૈતન્ય. | ઈશ્વર; નિરંજન નિરાકાર પરમાત્મા; વિશ્વસત્તા; પરમેશ્વર. બ્રહ્મની પરિપૂર્ણતા વિષે ઈશોપનિષદમાં કહ્યું છે કેઃ પૂર્ણ તે, પૂર્ણ આ, પૂર્ણથી પૂર્ણ ઉદ્ભવે, પૂર્ણમાંથી પૂર્ણ લેતાં, પૂર્ણ જ શેષ રહે. તે બ્રહ્મ પૂર્ણ છે. આ જગત પૂર્ણ છે. બ્રહ્મથી જગત ઉદ્ભવે છે અને બ્રહ્મમાં જગત લીન થતાં બાકી રહેલ બ્રહ્મ પણ પૂર્ણ જ છે. તે પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ શબ્દનો અર્થ ઊનતા રહિત છે, અર્થાત્ પરમાત્મા ઊનતા રહિત છે, એટલે કે તેનામાં કોઈ પણ જાતની ત્રુટી નથી. સ્વરૂપદૃષ્ટિએ કે ધર્મદૃષ્ટિએ પરમાત્મા પરિપૂર્ણ છે, નિર્દોષ છે. એ પરમાત્મા સદ્રૂપે પણ પરિપૂર્ણ છે, ચિતરૂપે પણ પરિપૂર્ણ છે અને આનંદરૂપે પણ પરિપૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. પરમાત્મા અને જગતમાં આપણને જે ઊનતા જેવું લાગે છે, તે વિકૃત દૃષ્ટિનું જ પરિણામ છે. શુદ્ધ દૃષ્ટિએ સમજવામાં આવે તો પરમાત્મા અને જગતમાં કશી યે ઊનતા નથી, કેમકે આ જગત પરમાત્માથી ઉદ્ભવ્યું છે. પરમાત્મા આ જગતનું કારણ હોઈને તે પણ કાર્યરૂપ બ્રહ્મ સમું પરિપૂર્ણ જ છે. આ મંત્રમાં પરમાત્મા અને જગતની વાસ્તવિકતા બતાવી છે અને પાઠકોને પ્રબોધે છે કેઃ આદિ, મધ્ય અને અંતમાં પરમાત્મારૂપી બ્રહ્મ પરિપૂર્ણ જ છે. આદિમાં બ્રહ્મ પૂર્ણ છે. તેમાંથી પૂર્ણ જગત ઉદ્ભવે છે. તે મધ્યકાળમાં પણ બ્રહ્મ પૂર્ણ છે અને આ પૂર્ણ જગત પાછું પૂર્ણ બ્રહ્મમાં લીન થાય છે. ત્યારે અંતમાં તે પૂર્ણ જ છે. આ રીતે બ્રહ્મ આદિ, મધ્ય અને અંતમાં પૂર્ણ જ છે. વધુ + | એ નામના તિથિદેવ. | ( પિંગળ ) એક પ્રકીર્ણ ગીતિ માત્રામેળ છંદ. આ છંદ સ્કંધક ગીતિનો એક ભેદ છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૯ ગુરુ અને ૧૪૦ લઘુ મળી ૧૪૯ વર્ણની ૧૫૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અષ્ટિ છંદનો એક ભેદ છે. તેને ચંદ્રાપીડ છંદ પણ કહે છે. આ છંદના દરેક ચરણમાં પાંચ મગણ ને ગુરુ મળી સોળ અક્ષર હોય છે. તેમાં આઠમા અક્ષર ઉપર વિસામો આવે છે. | ખાખરાનું ઝાડ. | ( સંગીત ) ચતસ્રજાતિ ૨૮ માત્રાનો એ નામનો એક તાલ. | જ્ઞાન. | તપ. | નાકર યુગનો એ નામે એક કવિ. | પરબ્રહ્મ. | ( જૈન ) પાંચમો દેવલોક. | બૃહસ્પતિ. | બ્રહ્મચર્ય. | બ્રહ્મતેજ. | બ્રહ્મદેવ. | બ્રહ્મા; વિધાતા. | બ્રહ્મા થયેલ ઋત્વિજ. | બ્રાહ્મણ. | મોક્ષ. | યજ્ઞ ઉપર સામાન્ય દેખરેખ રાખનારો ગોર. | યજ્ઞકર્મ કરાવનાર ઋત્વિજ. | ( પુરાણ ) યજ્ઞક્રિયામાં મુખ્ય ઋત્વિજથી વ્યવસ્થા માટે રાખવામાં આવતો કુશનો દંડ. એ દંડ વડે સઘળા ઋત્વિજો પોતપોતાનું નિયત યજ્ઞકર્મ સમજીને કરે છે તેથી જાણે તેમાં જાદૂઈ અસર છે, એવી ભાવના દાખલ થયા પછી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ તત્ત્વને બ્રહ્મ સંજ્ઞા લાગુ પાડવામાં આવી છે. | યથાર્થ તત્ત્વ. | વાણી. | વિષ્ણુ. તે સર્વત્ર સર્વવ્યાપક તત્ત્વ, સત્, ચિત્, આનંદ અથવા અસ્તિ, ભાતિ, પ્રિય સ્વરૂપ અને દેશ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન, અખંડ, એક, અદ્વૈત, સજાતીય, વિજાતીય અને સ્વાગત ભેદ રહિત પરમ આત્મતત્ત્વ છે. | વેદ. | વેદમંત્ર; પરમેશ્વરની વૈદિક સ્તુતિ. | ( જ્યોતિષ ) સત્તાવીશ માંહેનો પચીસમો યોગ. | સત્ય. | ( જૈન ) સત્ય અનુષ્ઠાન. | ( જૈન ) સિદ્ધ શિલા. | પવિત્રતા; શુદ્ધપણું. | પાલી ભાષામાંથી ઉત્પન્ન થયેલી એ નામની એક ભાષા. તે બ્રહ્મદેશમાં બોલાય છે. | બ્રાહ્મણી; બ્રાહ્મણની સ્ત્રી. | એકસો આઠ માંહેનું એ નામનું એક ઉપનિષદ; કૃષ્ણ યજુર્વેદનું એ નામનું એક ઉપનિષદ. | અઢાર માંહેનું એ નામનું એક પુરાણ. વધુ + | ઇંદ્રક વિમાનનું નામ. | ઈશજ્ઞાન. | જગતનું મૂળતત્ત્વ; દેશ, કાળ અને વસ્તુની મર્યાદાનું અતિક્રમણ કરી પોતાના સ્વરૂપમાં અથવા મહિમામાં રમતું સત્, ચિત્ અને આનંદ નામના સ્વભાવધર્મવાળું તત્ત્વ. તે પોતે અત્યંત મોટું હોઈ સર્વ નાનાં અથવા અણુ ચૈતન્યોને પોતાના સમાન મોટાં બનાવે છે, તેથી તેને બ્રહ્મ કહે છે. બ્રહ્મ અને પરમાત્મા પર્યાય શબ્દો છે. જગતના કારણના અર્થમાં પરમાત્મા શબ્દ વપરાય છે, જ્યારે સચ્ચિદાનંદ સ્વભાવ માત્રને લક્ષ્યમાં લઈએ ત્યારે તે પરબ્રહ્મ કહેવાય. જ્યારે શુદ્ધ સત્યાદિ ત્રણ ધર્મોથી વિશિષ્ટ ભાવમાં સમજીએ ત્યારે તે અપરબ્રહ્મ. નામરૂપાત્મક સઘળા જગતને આકારે પરિણામ પામતી માયાનું તે અધિષ્ઠાન છે. ચરાચર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ છતાં નિર્ગુણ અને માયા, અવિદ્યા વગેરે ઉપાધિઓથી રહિત છે. આનંદમય કોશના આધારરૂપે જે નિરુપાધિક આનંદ છે, તે જ બ્રહ્મ છે. જેમાંથી જગતની ઉત્પત્તિ થાય છે, જેના વડે જગતની સ્થિતિ છે અને પ્રલયકાળે જેમાં જગતનો અભેદભાવે પ્રવેશ થાય છે, તે બ્રહ્મ છે. બ્રહ્મ તો ચક્રાતીત છે અને ચક્રાતીતનું સ્થાન તો સર્વત્ર છે. તે તો કૈવલ્યાદ્વૈતનું મહાપદ છે. તેને રૂપ, રંગ કે નામ નથી. બ્રહ્મસ્વરૂપનો વિચાર કરવામાં જે પુરુષ અસમર્થ હોય, તેણે આત્માથી અભિન્ન બ્રહ્મની ઉપાસના સતત કરવી. બ્રહ્મનું નિરંતર ચિંતન કરનાર પુરુષને તેના ચિંતનના પરિપાકે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. જેમ ભૂમિના ઊંડાણમાં રહેલા ખજાનાની પ્રાપ્તિનું સાધન એ ભૂમિને ખોદવી એ જ છે. તેમ બ્રહ્મનું ચિંતન કરવું એ બ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે. બુદ્ધિરૂપી કોદાળી વડે શરીરરૂપ માટી ને પાણાને દૂર કરવા માટે મનોરૂપ ભૂમિને ખોદવી અને બ્રહ્મથી અભિન્ન આત્મરૂપ ખજાનાની પ્રાપ્તિ કરવી. બ્રહ્મ સદ્રૂપ, ચિદ્રૂપ ને સુખરૂપ છે. ભગવાન ઉદ્દાલકે બ્રહ્મને સદ્રૂપ કહેલ છે અને ભગવાન સનત્કુમારે બ્રહ્મને આનંદરૂપ કહેલું છે. બ્રહ્મની કામના રહિત ઉપાસના કરનારને મોક્ષલાભ થાય છે, એમ નૃસિંહતાપનીય ઉપનિષદમાં કહ્યું છે અને બ્રહ્મની કામના સહિત ઉપાસના કરનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, એમ પ્રશ્નોપનિષદમાં કહેલું છે. વેદાંતદર્શનમાં પણ એમ જણાવેલું છે. બ્રહ્મ પોતાને આશરે રહેલી માયા નામની શક્તિ વડે ભિન્ન ભિન્ન રૂપે પ્રતીત થાય છે. બ્રહ્મની જ્ઞાનશક્તિ દેવાદિનાં શરીરોમાં પ્રાપ્ત થાય છે. પવન, પાષાણ, પાણી, આકાશ, અગ્નિ અને વિનાશ પામનારી વસ્તુઓમાં અનુક્રમે ગતિશક્તિ, દૃઢપણારૂપ શક્તિ, પ્રવાહી શક્તિ, શૂન્યશક્તિ, દાહશક્તિ અને નાશશક્તિ રહેલી છે. પ્રલયકાળે બ્રહ્મમાં જગતની અવ્યક્તરૂપે સત્તા હોય છે. સાપનાં ઈંડામાં જેમ મોટો સાપ ન જણાય એવી રીતે રહેલો હોય છે, તેમ આત્મામાં ન જણાય એવી રીતે જગત રહેલું હોય છે. વૃક્ષના બીજમાં જેમ ફૂલ, ફળ, પાંદડાં અને પાતળી ડાળીઓ ઇત્યાદિ સહિત ઝાડ ગુપ્તરૂપે રહે છે, તેમ બ્રહ્મમાં જગત ગુપ્તરૂપે રહે છે. કેટલાકનો મત એવો છે કે, બ્રહ્મનો મૂળ અર્થ વૈદિક ઋચા એવો થાય છે. તેમાંથી ક્રમે ક્રમે તેનો અર્થ વેદ થયો અને છેવટે વેદમાં આખી દુનિયાના આધાર ને સારભૂત વસ્તુનું જે વર્ણન કરેલું છે તે બ્રહ્મ એવો અર્થ થયો. કેટલાક એમ માને છે કે, આ ચિદાકાશ અગર આત્માનો સમાવેશ જે પરમ તત્ત્વ કિંવા આકાશમાં થાય છે તેને ચિદાકાશ, પરમાત્મા અગર બ્રહ્મ કહે છે. આ તત્ત્વની દીર્ઘ વાસના અને સતત અભ્યાસ થકી જીવાત્મા સ્વયં ચિદાકાશ, પરમાત્મા કિંવા બ્રહ્મસ્વરૂપ બની જાય છે. એક અદ્વિતીય સદ્રૂપ બ્રહ્મ આ જગતનું કારણ છે, એમ છાંદોગ્ય ઉપનિષદના છઠ્ઠા પ્રપાઠકમાં કહ્યું છે. તે અતિસૂક્ષ્મ હોવાથી કોઈ પ્રકારના અવલંબન વિના જાણી શકાતું નથી. તેથી આકાશાદિ પંચમહાભૂતનું તેનાથી વિવેચન કરીને તેનું જ્ઞાન સંપાદન કરાય છે. બ્રહ્મ શબ્દનો શબ્દાર્થ વિશાળ સત્તા એમ પણ થતો મનાય છે; અર્થાત્ આત્માની સત્તા, દેહમાત્રમાં રૂંધાયેલી નથી; એની સત્તા સચરાચરમાં વ્યાપ્ત છે. આથી દેહાદિમાં રહેલા પ્રાદેશિક આત્માનું દર્શન એ બ્રહ્મદર્શન નથી, એ અલ્પદર્શન છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતાં કહેવાયું છે કે, ઘટાકાશ, જલાકાશ, મેઘાકાશ અને મહાકાશ એ ચાર વિભાગો જેમ મહાકાશમાં કલ્પાય છે, તેમ ચેતનમાં પણ બ્રહ્મથી અભિન્ન આત્માનું સ્વરૂપ સમજવા માટે કૂટસ્થ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ એવા ચાર વિભાગમાં કલ્પાય છે. જેમ બ્રહ્માંડની અંદર ને બહાર રહેલું આકાશ મહાકાશ કહેવાય છે, તેમ માયાની અંદર ને બહાર વ્યાપી રહેલું ચેતન બ્રહ્મ કહેવાય છે. વધુ + | નિર્વિકલ્પ સુખ. | ( જ્યોતિષ ) રાત્રિદિવસનાં ત્રીશ માંહેનું એ નામનું નવમું મુહૂર્ત.
Brahm
અથર્વવેદનો અધિષ્ઠાતા એક બ્રાહ્મણ; યજ્ઞ કરાવનાર બધા બ્રાહ્મણોમાં મુખ્ય પુરુષ. પહેલાં તેને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણે વેદ જાણવા પડતા, પણ અથર્વવેદ જ્યારે લોકપ્રિય થઈ પડ્યો ત્યારે તે અથર્વવેદનો બ્રાહ્મણ કહેવાયો. | અધ્યાત્મજ્ઞાન. | આત્મા; ચૈતન્ય. | ઈશ્વર; નિરંજન નિરાકાર પરમાત્મા; વિશ્વસત્તા; પરમેશ્વર. બ્રહ્મની પરિપૂર્ણતા વિષે ઈશોપનિષદમાં કહ્યું છે કેઃ પૂર્ણ તે, પૂર્ણ આ, પૂર્ણથી પૂર્ણ ઉદ્ભવે, પૂર્ણમાંથી પૂર્ણ લેતાં, પૂર્ણ જ શેષ રહે. તે બ્રહ્મ પૂર્ણ છે. આ જગત પૂર્ણ છે. બ્રહ્મથી જગત ઉદ્ભવે છે અને બ્રહ્મમાં જગત લીન થતાં બાકી રહેલ બ્રહ્મ પણ પૂર્ણ જ છે. તે પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ શબ્દનો અર્થ ઊનતા રહિત છે, અર્થાત્ પરમાત્મા ઊનતા રહિત છે, એટલે કે તેનામાં કોઈ પણ જાતની ત્રુટી નથી. સ્વરૂપદૃષ્ટિએ કે ધર્મદૃષ્ટિએ પરમાત્મા પરિપૂર્ણ છે, નિર્દોષ છે. એ પરમાત્મા સદ્રૂપે પણ પરિપૂર્ણ છે, ચિતરૂપે પણ પરિપૂર્ણ છે અને આનંદરૂપે પણ પરિપૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. પરમાત્મા અને જગતમાં આપણને જે ઊનતા જેવું લાગે છે, તે વિકૃત દૃષ્ટિનું જ પરિણામ છે. શુદ્ધ દૃષ્ટિએ સમજવામાં આવે તો પરમાત્મા અને જગતમાં કશી યે ઊનતા નથી, કેમકે આ જગત પરમાત્માથી ઉદ્ભવ્યું છે. પરમાત્મા આ જગતનું કારણ હોઈને તે પણ કાર્યરૂપ બ્રહ્મ સમું પરિપૂર્ણ જ છે. આ મંત્રમાં પરમાત્મા અને જગતની વાસ્તવિકતા બતાવી છે અને પાઠકોને પ્રબોધે છે કેઃ આદિ, મધ્ય અને અંતમાં પરમાત્મારૂપી બ્રહ્મ પરિપૂર્ણ જ છે. આદિમાં બ્રહ્મ પૂર્ણ છે. તેમાંથી પૂર્ણ જગત ઉદ્ભવે છે. તે મધ્યકાળમાં પણ બ્રહ્મ પૂર્ણ છે અને આ પૂર્ણ જગત પાછું પૂર્ણ બ્રહ્મમાં લીન થાય છે. ત્યારે અંતમાં તે પૂર્ણ જ છે. આ રીતે બ્રહ્મ આદિ, મધ્ય અને અંતમાં પૂર્ણ જ છે. વધુ + | એ નામના તિથિદેવ. | ( પિંગળ ) એક પ્રકીર્ણ ગીતિ માત્રામેળ છંદ. આ છંદ સ્કંધક ગીતિનો એક ભેદ છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૯ ગુરુ અને ૧૪૦ લઘુ મળી ૧૪૯ વર્ણની ૧૫૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અષ્ટિ છંદનો એક ભેદ છે. તેને ચંદ્રાપીડ છંદ પણ કહે છે. આ છંદના દરેક ચરણમાં પાંચ મગણ ને ગુરુ મળી સોળ અક્ષર હોય છે. તેમાં આઠમા અક્ષર ઉપર વિસામો આવે છે. | ખાખરાનું ઝાડ. | ( સંગીત ) ચતસ્રજાતિ ૨૮ માત્રાનો એ નામનો એક તાલ. | જ્ઞાન. | તપ. | નાકર યુગનો એ નામે એક કવિ. | પરબ્રહ્મ. | ( જૈન ) પાંચમો દેવલોક. | બૃહસ્પતિ. | બ્રહ્મચર્ય. | બ્રહ્મતેજ. | બ્રહ્મદેવ. | બ્રહ્મા; વિધાતા. | બ્રહ્મા થયેલ ઋત્વિજ. | બ્રાહ્મણ. | મોક્ષ. | યજ્ઞ ઉપર સામાન્ય દેખરેખ રાખનારો ગોર. | યજ્ઞકર્મ કરાવનાર ઋત્વિજ. | ( પુરાણ ) યજ્ઞક્રિયામાં મુખ્ય ઋત્વિજથી વ્યવસ્થા માટે રાખવામાં આવતો કુશનો દંડ. એ દંડ વડે સઘળા ઋત્વિજો પોતપોતાનું નિયત યજ્ઞકર્મ સમજીને કરે છે તેથી જાણે તેમાં જાદૂઈ અસર છે, એવી ભાવના દાખલ થયા પછી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ તત્ત્વને બ્રહ્મ સંજ્ઞા લાગુ પાડવામાં આવી છે. | યથાર્થ તત્ત્વ. | વાણી. | વિષ્ણુ. તે સર્વત્ર સર્વવ્યાપક તત્ત્વ, સત્, ચિત્, આનંદ અથવા અસ્તિ, ભાતિ, પ્રિય સ્વરૂપ અને દેશ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન, અખંડ, એક, અદ્વૈત, સજાતીય, વિજાતીય અને સ્વાગત ભેદ રહિત પરમ આત્મતત્ત્વ છે. | વેદ. | વેદમંત્ર; પરમેશ્વરની વૈદિક સ્તુતિ. | ( જ્યોતિષ ) સત્તાવીશ માંહેનો પચીસમો યોગ. | સત્ય. | ( જૈન ) સત્ય અનુષ્ઠાન. | ( જૈન ) સિદ્ધ શિલા. | પવિત્રતા; શુદ્ધપણું. | પાલી ભાષામાંથી ઉત્પન્ન થયેલી એ નામની એક ભાષા. તે બ્રહ્મદેશમાં બોલાય છે. | બ્રાહ્મણી; બ્રાહ્મણની સ્ત્રી. | એકસો આઠ માંહેનું એ નામનું એક ઉપનિષદ; કૃષ્ણ યજુર્વેદનું એ નામનું એક ઉપનિષદ. | અઢાર માંહેનું એ નામનું એક પુરાણ. વધુ + | ઇંદ્રક વિમાનનું નામ. | ઈશજ્ઞાન. | જગતનું મૂળતત્ત્વ; દેશ, કાળ અને વસ્તુની મર્યાદાનું અતિક્રમણ કરી પોતાના સ્વરૂપમાં અથવા મહિમામાં રમતું સત્, ચિત્ અને આનંદ નામના સ્વભાવધર્મવાળું તત્ત્વ. તે પોતે અત્યંત મોટું હોઈ સર્વ નાનાં અથવા અણુ ચૈતન્યોને પોતાના સમાન મોટાં બનાવે છે, તેથી તેને બ્રહ્મ કહે છે. બ્રહ્મ અને પરમાત્મા પર્યાય શબ્દો છે. જગતના કારણના અર્થમાં પરમાત્મા શબ્દ વપરાય છે, જ્યારે સચ્ચિદાનંદ સ્વભાવ માત્રને લક્ષ્યમાં લઈએ ત્યારે તે પરબ્રહ્મ કહેવાય. જ્યારે શુદ્ધ સત્યાદિ ત્રણ ધર્મોથી વિશિષ્ટ ભાવમાં સમજીએ ત્યારે તે અપરબ્રહ્મ. નામરૂપાત્મક સઘળા જગતને આકારે પરિણામ પામતી માયાનું તે અધિષ્ઠાન છે. ચરાચર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ છતાં નિર્ગુણ અને માયા, અવિદ્યા વગેરે ઉપાધિઓથી રહિત છે. આનંદમય કોશના આધારરૂપે જે નિરુપાધિક આનંદ છે, તે જ બ્રહ્મ છે. જેમાંથી જગતની ઉત્પત્તિ થાય છે, જેના વડે જગતની સ્થિતિ છે અને પ્રલયકાળે જેમાં જગતનો અભેદભાવે પ્રવેશ થાય છે, તે બ્રહ્મ છે. બ્રહ્મ તો ચક્રાતીત છે અને ચક્રાતીતનું સ્થાન તો સર્વત્ર છે. તે તો કૈવલ્યાદ્વૈતનું મહાપદ છે. તેને રૂપ, રંગ કે નામ નથી. બ્રહ્મસ્વરૂપનો વિચાર કરવામાં જે પુરુષ અસમર્થ હોય, તેણે આત્માથી અભિન્ન બ્રહ્મની ઉપાસના સતત કરવી. બ્રહ્મનું નિરંતર ચિંતન કરનાર પુરુષને તેના ચિંતનના પરિપાકે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. જેમ ભૂમિના ઊંડાણમાં રહેલા ખજાનાની પ્રાપ્તિનું સાધન એ ભૂમિને ખોદવી એ જ છે. તેમ બ્રહ્મનું ચિંતન કરવું એ બ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે. બુદ્ધિરૂપી કોદાળી વડે શરીરરૂપ માટી ને પાણાને દૂર કરવા માટે મનોરૂપ ભૂમિને ખોદવી અને બ્રહ્મથી અભિન્ન આત્મરૂપ ખજાનાની પ્રાપ્તિ કરવી. બ્રહ્મ સદ્રૂપ, ચિદ્રૂપ ને સુખરૂપ છે. ભગવાન ઉદ્દાલકે બ્રહ્મને સદ્રૂપ કહેલ છે અને ભગવાન સનત્કુમારે બ્રહ્મને આનંદરૂપ કહેલું છે. બ્રહ્મની કામના રહિત ઉપાસના કરનારને મોક્ષલાભ થાય છે, એમ નૃસિંહતાપનીય ઉપનિષદમાં કહ્યું છે અને બ્રહ્મની કામના સહિત ઉપાસના કરનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, એમ પ્રશ્નોપનિષદમાં કહેલું છે. વેદાંતદર્શનમાં પણ એમ જણાવેલું છે. બ્રહ્મ પોતાને આશરે રહેલી માયા નામની શક્તિ વડે ભિન્ન ભિન્ન રૂપે પ્રતીત થાય છે. બ્રહ્મની જ્ઞાનશક્તિ દેવાદિનાં શરીરોમાં પ્રાપ્ત થાય છે. પવન, પાષાણ, પાણી, આકાશ, અગ્નિ અને વિનાશ પામનારી વસ્તુઓમાં અનુક્રમે ગતિશક્તિ, દૃઢપણારૂપ શક્તિ, પ્રવાહી શક્તિ, શૂન્યશક્તિ, દાહશક્તિ અને નાશશક્તિ રહેલી છે. પ્રલયકાળે બ્રહ્મમાં જગતની અવ્યક્તરૂપે સત્તા હોય છે. સાપનાં ઈંડામાં જેમ મોટો સાપ ન જણાય એવી રીતે રહેલો હોય છે, તેમ આત્મામાં ન જણાય એવી રીતે જગત રહેલું હોય છે. વૃક્ષના બીજમાં જેમ ફૂલ, ફળ, પાંદડાં અને પાતળી ડાળીઓ ઇત્યાદિ સહિત ઝાડ ગુપ્તરૂપે રહે છે, તેમ બ્રહ્મમાં જગત ગુપ્તરૂપે રહે છે. કેટલાકનો મત એવો છે કે, બ્રહ્મનો મૂળ અર્થ વૈદિક ઋચા એવો થાય છે. તેમાંથી ક્રમે ક્રમે તેનો અર્થ વેદ થયો અને છેવટે વેદમાં આખી દુનિયાના આધાર ને સારભૂત વસ્તુનું જે વર્ણન કરેલું છે તે બ્રહ્મ એવો અર્થ થયો. કેટલાક એમ માને છે કે, આ ચિદાકાશ અગર આત્માનો સમાવેશ જે પરમ તત્ત્વ કિંવા આકાશમાં થાય છે તેને ચિદાકાશ, પરમાત્મા અગર બ્રહ્મ કહે છે. આ તત્ત્વની દીર્ઘ વાસના અને સતત અભ્યાસ થકી જીવાત્મા સ્વયં ચિદાકાશ, પરમાત્મા કિંવા બ્રહ્મસ્વરૂપ બની જાય છે. એક અદ્વિતીય સદ્રૂપ બ્રહ્મ આ જગતનું કારણ છે, એમ છાંદોગ્ય ઉપનિષદના છઠ્ઠા પ્રપાઠકમાં કહ્યું છે. તે અતિસૂક્ષ્મ હોવાથી કોઈ પ્રકારના અવલંબન વિના જાણી શકાતું નથી. તેથી આકાશાદિ પંચમહાભૂતનું તેનાથી વિવેચન કરીને તેનું જ્ઞાન સંપાદન કરાય છે. બ્રહ્મ શબ્દનો શબ્દાર્થ વિશાળ સત્તા એમ પણ થતો મનાય છે; અર્થાત્ આત્માની સત્તા, દેહમાત્રમાં રૂંધાયેલી નથી; એની સત્તા સચરાચરમાં વ્યાપ્ત છે. આથી દેહાદિમાં રહેલા પ્રાદેશિક આત્માનું દર્શન એ બ્રહ્મદર્શન નથી, એ અલ્પદર્શન છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતાં કહેવાયું છે કે, ઘટાકાશ, જલાકાશ, મેઘાકાશ અને મહાકાશ એ ચાર વિભાગો જેમ મહાકાશમાં કલ્પાય છે, તેમ ચેતનમાં પણ બ્રહ્મથી અભિન્ન આત્માનું સ્વરૂપ સમજવા માટે કૂટસ્થ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ એવા ચાર વિભાગમાં કલ્પાય છે. જેમ બ્રહ્માંડની અંદર ને બહાર રહેલું આકાશ મહાકાશ કહેવાય છે, તેમ માયાની અંદર ને બહાર વ્યાપી રહેલું ચેતન બ્રહ્મ કહેવાય છે. વધુ + | નિર્વિકલ્પ સુખ. | ( જ્યોતિષ ) રાત્રિદિવસનાં ત્રીશ માંહેનું એ નામનું નવમું મુહૂર્ત.
brahm-sattã
બ્રહ્મરૂપ જગતની અધિષ્ઠાત્રી સત્તા. | બ્રાહ્મણની સત્તા. | વેદની સત્તા.
brahm-vidyã
આત્માથી અભિન્ન શુદ્ધ ચૈતન્યાત્મક બ્રહ્મનું જ્ઞાન. | એકસો આઠ માંહેનું એક ઉપનિષદ; યજુર્વેદનું એક ઉપનિષદ. કેનોપનિષદમાં કહ્યુ છે કે, બ્રાહ્મી ઉપનિષદ અર્થાત્ બ્રહ્મવિદ્યાને માટે તપ, દમ અને કર્મ એ પ્રતિષ્ઠા છે. વેદો સર્વ અંગ છે અને સત્ય તેનું નિવાસસ્થાન છે. તાત્પર્ય કે, જેને સર્વપ્રિય પરમાત્માનું જ્ઞાન અને ઉપાસના પ્રાપ્ત કરવાં હોય, તેણે તપસ્વી, સંયમી, કર્મણ્ય, અભ્યાસી, સત્યમય જીવન ગાળવું. | ગીતાનાં અઢાર માંહેનું એક નામ. | જીવ અને બ્રહ્મને એકરૂપ બનાવનાર વિદ્યા. | દુર્ગા. | બ્રહ્મજ્ઞાન; બ્રહ્મ સંબંધી વિદ્યા; તત્ત્વજ્ઞાન; વેદનું જ્ઞાન; પરમાત્માને પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ વિદ્યા. સર્વ વિદ્યાઓથી પ્રતિષ્ઠાવાળી બ્રહ્મવિદ્યા સનાતન વિદ્યા છે. તેના મૂળ આચાર્ય પરમદેવ પરમાત્મા છે. એ પરમાત્માએ પોતાના પુત્રરૂપ માનવોના સર્વોદય માટે કરુણા કરીને એ વિદ્યાનું ઋષિઓને તેમના હૃદયમાં સ્ફુરીને, સંપ્રદાન કર્યું હતું. ઋષિઓએ તે પરમાત્માદત્ત વિદ્યાને શિલ્પ તથા પુત્રની પરંપરા દ્વારા સમસ્ત ભૂમંડળમાં પ્રચલિત કરી છે બ્રહ્મવિદ્યાનાં આઠ સાધન છેઃ વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ, મુમુક્ષુતા, શ્રવણ, મનન, નિદિધ્યાસન, અને પદાર્થશોધન. જે ક્રિયાવાન છે, નિષ્કામ કર્મયોગી છે, વિદ્વાન છે, વેદનિષ્ઠ છે, એક પરમદ્રષ્ટા પરમાત્માને શ્રદ્ધાપૂર્વક સર્વસ્વનો હોમ આપી દેવા તૈયાર છે અને જે આ વિદ્યા પ્રાપ્ત કરવાના મૌલિક નિયમો જેવા કે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરેનું વિધિપૂર્વક પાલન કરે છે, તેવાઓને જ આ વિદ્યા પ્રાપ્ત થાય છે, અર્થાત્ પરમાત્મવિદ્યાના અધિકારીને આ વિદ્યા અપાય છે, સાધન સંપત્તિ રહિત અનધિકારીને અપાતી નથી. | બ્રહ્માની સ્ત્રી. | વેદની વિદ્યા. | સૂક્ષ્મ પરમાત્મા સંબંધી જ્ઞાન; ઈશ્વર સંબંધી જ્ઞાન.
Brahmã
અઢાર માંહેનો એક જ્યોતિષી. | અઢાર માંહેનો એક મુખ્ય શિલ્પી. | એ નામનો એક દેવ. તે રોહિણી નક્ષત્રનો સ્વામી ગણાય છે. | એ નામનો એક સંવત્સર. | ( પિંગળ ) એક પ્રચૂર્ણગીતિ માત્રામેળ છંદ. તે સ્કંધક ગીતિનો એક ભેદ છે. તેમાં ૨૩ ગુરુ અને ૧૮ લઘુ મળી ૪૧ અક્ષરની ૬૪ માત્રા હોય છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ષટ્પદી છંદનો ભેદ છે. | ( પિંગળ ) એક સમજાતિ માત્રામેળ છંદ. તેની પ્રસ્તારભેદથી પાંચ વૃત્તિ થાય છે. | ચાર વેદો જાણનાર અને બધા કામનું નિરીક્ષણ કરનાર ઋત્વિજ; મુખ્ય ચાર માંહેનો એક ઋત્વિજ. | ત્રણ દેવની ત્રિપુટીમાંના જગતને ઉત્પન્ન કરનાર દેવ; રજોગુણપ્રધાન દેવ. તે સૃષ્ટિના ઉત્પાદક, યજ્ઞોના પ્રવર્તક અને વિષ્ણુના અવતાર મનાય છે. બ્રહ્માની મૂર્તિ ચતુર્મુખ હોય છે. આવી ચાર મુખવાળી મૂર્તિઓ થોડી જોવામાં આવે છે. બ્રહ્માનું પોતાનું પૂજન ઘણું ઓછું થાય છે, છતાં યે શિવમંદિરની ઉત્તરની દીવાલ તરફ કે તેના સ્તંભ ઉપર ઘણી વાર તેની મૂર્તિ રાખેલી હોય છે. તેને ચાર માથાં અને ચાર હાથ હોવાનું મનાય છે. કમંડલુ, અક્ષમાલા, સ્રુચ અને સ્રુવ એ ચાર વસ્તુઓ તેના ચાર હાથમાં છે. કોઈ કોઈ વાર તેનો ડાબો ઉપલો હાથ અને જમણો નીચલો હાથ વરદ અને અભય મુદ્રાવાળા હોય છે. જેવી રીતે વિષ્ણુ અને શિવના અનેક સંપ્રદાયો મળે છે, તે પ્રમાણે બ્રહ્માના સંપ્રદાયો નથી મળતા. તેની મૂર્તિને માટે એમ માનવામાં આવે છે કે, કલ્પનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એક જ પરમાત્માનાં રૂપ મનાયાં છે. આથી સ્પષ્ટ થાય છે કે, આ ત્રણે દેવતા એક જ પરમાત્મા અથવા ઈશ્વરનાં ભિન્ન ભિન્ન રૂપ મનાતાં. ભક્તોએ પોતપોતાની રુચિ પ્રમાણે ગમે તેની ઉપાસના પ્રચલિત કરી. પાછળથી તેમની સ્ત્રીઓવાળી મૂર્તિઓ બનવા લાગી. શિવ પાર્વતીની મૂર્તિ સિવાય શિવની અર્ધનારીશ્વર મૂર્તિ પણ મળે છે. શિવ અને વિષ્ણુની સંમિલિત મૂર્તિને હરિહર અને ત્રણેની સંમિલિત મૂર્તિને હરિહરપિતામહ કહે છે. જ્યારે બ્રહ્માએ પૃથ્વી ઉત્પન્ન કરી, ત્યારે તે બદલ્યા વિના બ્રહ્માનો એક દિવસ રહી. બ્રહ્માનો એક દિવસ એટલે આપણાં ૨,૧૬,૦૦,૦૦,૦૦૦ વર્ષો. તેના એક દિવસ પછી આખી પૃથ્વી ભસ્મીભૂત થાય છે, પણ ઋષિઓ, દેવો અને મૂળતત્ત્વો તેવી ને તેવી સ્થિતિમાં રહે છે. તેઓને અગ્નિની અસર થતી નથી. જ્યારે બ્રહ્મા એક દિવસ પછી ફરી વાર જાગે છે, ત્યારે ફરી વાર ઉત્પત્તિ કરે છે. આમ બ્રહ્મા પોતાનાં સો વર્ષ સુધી કરે છે. બ્રહ્માનાં સો વર્ષ પછી તે મૃત્યુ પામશે અને આખું વિશ્વ તેના મૂળતત્ત્વના સ્વરૂપમાં ફેરવાઈ જશે. બ્રહ્માની ખાસ પૂજા કરવામાં આવતી નથી. આખા હિંદમાં માત્ર અજમેર આગળ પુષ્કર છે, ત્યાં તેનું યાત્રાનું સ્થળ છે. પ્રોફેસર વિલિયમ્સના મત પ્રમાણે ઈડરમાં પણ બ્રહ્માની પૂજા થાય છે. બ્રહ્મા રંગે રાતા હોય એમ મનાય છે. તેને ચાર માથાં છે. પ્રથમ તેને પાંચ મસ્તક હતાં, પણ શિવે એક બાળી નાખ્યું હતું, કેમકે બ્રહ્માએ અવિનય કર્યો હતો. તેને ચાર મુખ હોવાથી ચતુરાનન અથવા ચતુર્મુખ પણ કહે છે. વળી તે અષ્ટકર્ણ પણ કહેવાય છે. એમ કહેવાય છે કે તેની પુત્રી સરસ્વતી ઉપર તેની કુદૃષ્ટિ થવાથી, તેણી તેની પત્ની તરીકે પણ ગણાય છે. તેના ધનુષનું નામ પરિવીત છે. તેનું વાહન હંસ છે, તેથી તેને હંસવાહન પણ કહે છે તેનું રહેવાનું સ્થળ બ્રહ્મવૃંદા કહેવાય છે. બ્રહ્માની ઉત્પત્તિ વિષે જુદા જુદા પુરાણમાં જુદી જુદી કથાઓ છે. મહાભારત પ્રમાણે બ્રહ્મા વિષ્ણુની દૂંટીમાંથી ઉત્પન્ન થયેલ છે, તેથી તેને નાભિજ, કંજસરોજી, અબ્જજ, અબ્જયોનિ, કંજજ એવાં અનેક નામ આપવામાં આવ્યાં છે. બ્રહ્મા દક્ષના પિતા હતા. દક્ષ બ્રહ્માના અંગૂઠામાંથી ઉત્પન્ન થયાનું મનાય છે. તેમણે જે મૂર્તિ ધારણ કરી, તે કેવળ સ્વેચ્છાએ જ કરી છે. એ કારણથી તેમનાં સ્વયંભૂ અને આત્મભૂ એવાં નામ છે. ઉત્તર રામચરિતમાં કહ્યું છે કે, ઉપવેદો સહિત ચારે વેદો પૂર્વાદિ દિશાને અનુક્રમે બ્રહ્માનાં ચારે દિશાએ આવેલાં મુખમાંથી નીકળ્યા છે. આમ બ્રહ્મદેવ જે વેદોની ઉત્પત્તિનું સ્થાન છે. એ ઉપરાંત સંપૂર્ણ દેવ, ઋષિ, પ્રજાપતિ સર્વના આ જ કર્તા હોવાથી એમનાં ધાતા, વિશ્વસ્રષ્ટા ઇત્યાદિ સાર્થક અનેક નામો છે. એણે પોતાના પુત્રો વડે અનેક પ્રાણી ઉત્પન્ન કરાવ્યાં, માટે એમને પિતામહ પણ કહે છે. સૂરજ્યેષ્ઠ, પરમેષ્ઠી, હિરણ્યગર્ભ, લોકેશ, દ્રુહિણ, વિરિંચિ, કમલાસન, સ્રષ્ટા, પ્રજાપતિ, વેધા, વિધાતા, વિશ્વસૃટ, વિધિ, નાભિજન્મા, અંડજ. પૂર્વ, નિધન, કમલોદ્ભવ, સદાનંદ, રજોમૂર્તિ, સત્યક અને હંસવાહન એ તેના પર્યાય શબ્દો છે. બ્રહ્માનો વંશ નીચે પ્રમાણે મનાય છે. કુમારસંભવમાં કહેલ છે કે, બ્રહ્માની બ્રહ્મરૂપે સ્તુતિ કરી છે. સૃષ્ટિ પહેલાં કેવલ તે આત્મારૂપે હતા અને પછી સત્ત્વ, રજ, તમ એમ ત્રણ ગુણોનો ભેદ થતાં તે ત્રિમૂર્તિરૂપે થયાં. વધુ + | દેવોમાં મૂળ ઉત્પન્ન થનાર દેવ. | પરમેશ્વર. | પિતામહ. | ( પુરાણ ) પુરુવંશનો સ્થાપક પુરુષ. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | પ્રજાપતિ; કુંભાર. | બુદ્ધિના દેવ. | બ્રહ્માની આઠ માંહેની એક કલા. આઠ કલાઃ રિદ્ધિ, સિદ્ધિ, ધૃતિ, લક્ષ્મી, મેઘા, કાંતિ, સ્વધા અને પ્રભા. | બ્રાહ્મણોનો મૂળ આદિ પુરુષ. | મત્સ્યપુરાણમાં જણાવેલ અઢાર માંહેનો એ નામનો એક શિલ્પ સંહિતાકાર. | યજ્ઞમાં ભાગ લેનાર માણસ. | યુધિષ્ઠિરના દિગ્વિજય વખતે રાજસૂય યજ્ઞમાં વ્યાસપદ સ્વીકારનાર વ્યક્તિ. | વાણીનો દેવ. | વિધાતા. | વિષ્ણુ. | વેદનો વિચાર કરનાર વ્યાસ. | શતાનંદ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( જ્યોતિષ ) સત્તાવીશ માંહેનો એક યોગ. | સનાતન ધ્રુવ. | સમિતિનો અધ્યક્ષ. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ; સૂર્યનું ઉદય વખતના સ્વરૂપનું નામ. | સૃષ્ટિ. | સ્તુતિના દેવ. | આસામ પ્રાંતમાં મેદાનમાં વસતી એ નામની એક જાતિ. | એ નામની જાતિનું માણસ. | એક જાતનું કૂકડું. તે દેખાવડુંતથા જાડું હોય છે. તેને એશિઅનાં બે જુદી જાતનાં કૂકડાંના સંયોગથી ઉત્પન્ન કરવામાં આવેલ છે. | એ નામની જાતિનું.
Bruhaspati
એ નામના એક દેવ. તે પુષ્ય નક્ષત્રના સ્વામી કહેવાય છે. ઋગ્વેદનાં અગિયાર સૂક્તોમાં તેની સ્તુતિ કરેલ છે. તેમાં કહ્યું છે કે, તેને સાત મુખ, સુંદર જીભ અને સો પાંખ છે. તેના હાથમાં ધનુષ્યબાણ અને સોનાનો પરશુ રહે છે. એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે, તે અંતરિક્ષના મહાતેજથી ઉત્પન્ન થયો હતો અને તેણે બધો અંધકાર દૂર કર્યો હતો. એમ પણ કહેવાય છે કે, તે દેવતાઓના પુરોહિત છે અને તેના વગર યજ્ઞનું કોઈ કામ પૂર્ણ થઈ શકતું નથી. તે બુદ્ધિ અને વકતૃત્વના દેવતા તથા ઈંદ્રના મિત્ર અને સહાયક મનાય છે. ઋગ્વેદની અનેક ઋચાઓમાં તેનું વર્ણન છે. તે અગ્નિના વર્ણનને મળતાં છે. તેણે કેટલીક સ્મૃતિઓ તથા ચાર્વાક મતના ગ્રંથ બનાવ્યા હોવાનું મનાય છે. | ( જ્યોતિષ ) એ નામનો સૌથી મોટો ગ્રહ; સૌર જગતનો પાંચમો ગ્રહ; `જ્યૂપિટર`. સૂર્યમાળામાં તે સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વી કરતાં તે કદમાં ૧,૩૦૦ અથવા ૧,૪૦૦ ગણો છે. સૂર્યથી ૪,૮૦,૦૦,૦૦,૦૦૦ માઈલ દૂર તે આવેલો છે. તેનો વિષુવવૃત્ત નજીકનો વ્યાસ ૮૮,૫૦૦ માઈલ છે. સૂર્ય આસપાસ એક વખત ફરતાં તેને આપણાં ૧૧•૮૬ વર્ષ થાય છે. બૃહસ્પતિ તેની ધરી ઉપર માત્ર ૩° નો તેની કક્ષા સાથે ખૂણો કરે છે, જ્યારે આપણી પૃથ્વી ૨૩ ૧/૨° બનાવે છે. આથી બૃહસ્પતિમાં ઋતુના ફેરફાર સામાન્ય રીતે માલૂમ પડતા નથી. આ ગ્રહના દક્ષિણ ગોળાર્ધમાં એક મોટો રાતો ડાઘો માલૂમ પડે છે, તે સંબંધી ખગોળવેત્તાઓ અટકળો કરી ગયા છે. ફિલિપ્સના મત પ્રમાણે તે કોઈ ઝંઝાવાતનું કેંદ્ર હોય એમ મનાય છે. આ ઉપરાંત આ ગ્રહ ઉપર ભૂખરા પટ્ટા માલૂમ પડે છે અને તે વાદળાંરૂપી વરાળ મનાય છે. આ ગ્રહના ઉપરના ઢાંકણમાં અનેક ફેરફારો વારંવાર થયા કરે છે. તેની ધરી આસપાસ ફરવાના સમયમાં તેમ જ તેના અનેક ડાઘાઓના દેખાવ, રંગ અને કદમાં વારંવાર ફેર માલૂમ પડે છે. ધૂમકેતુની ગતિ અને દિશામાં ફેરફાર કરાવનાર બૃહસ્પતિ છે. આ ગ્રહ તેની ધરીની આસપાસ દશ કલાકમાં એક વખત ભ્રમણ પૂરું કરે છે. ત્વરિત ભ્રમણને લીધે તેનો વિષુવવૃત્ત પાસેનો ભાગ ઊપસેલો હોય છે. તેનો વ્યાસ ૮૭,૦૦૦ માઈલ છે. બધા ગ્રહોના સંયુક્ત વજન કરતાં તેનું વજન વધારે છે. તેને નવ ચંદ્ર હોવાનું મનાતું, પણ ૧૯૩૮માં બીજા વધારે બે ચંદ્ર માલૂમ પડ્યા છે, એટલે કુલ બૃહસ્પતિને ૧૧ ચંદ્ર છે. તેમાંથી ચાર ચંદ્ર આપણા ચંદ્ર કરતાં મોટા છે. સૂર્યમંડળમાં તે સૌથી મોટો ગ્રહ છે. મંગળ કરતાં તે બે લાખ યોજન ઊંચે છે. આ ગ્રહ લગભગ શુક્રના ગ્રહ જેટલો તેજસ્વી છે. પૃથ્વી જેવડા ૧,૩૯૦ ગોળા એકઠા કરીએ અને થાય એવડો તે મોટો છે. તેના દિવસનું માન નવ કલાક અને સાડીપંચાવન મિનિટનું છે. તેનું વર્ષ આપણા વર્ષ કરતાં બારગણું લાબું છે. સૂર્યથી તે પૃથ્વી કરતાં પાંચગણે છેટે છે. ગુરુ અને તેના ઉપગ્રહો નાની સરખી સૂર્યમાળા જ છે. બૃહસ્પતિ સૂર્યને મળતો છે. સૂર્યની માફક તેની સપાટી ઘન નથી. સૂર્યની પેઠે તેની સપાટી ઉપર ડાઘા હોય છે. સૂર્યની માફક તે ગરમી આપી શકતો નથી. સારામાં સારાં સાધનોથી જોતાં બૃહસ્પતિ ઝાંખો પીળો દેખાય છે. તેની સપાટી ઉપર ચકચકિત ટપકાં, પટ્ટા અને ધોળા ડાઘા માલૂમ પડે છે. એક રાતો ડાઘો એવો છે, જેમાં કોઈ વખત રાતા તો કોઈ વખત વાદળી પટ્ટા માલૂમ પડે છે. ધોળાં ટપકાં ઈંડાં જેવાં અને હમેશ બદલાયા કરે છે. બૃહસ્પતિમાં એક મોટું રાતું ટપકું કે જે ૩૦,૦૦૦ માઈલ લાંબું અને ૭,૦૦૦ માઈલ પહોળું છે, તે જોઈને જ્યોતિષશાસ્ત્રીઓ ૫૦ વર્ષ પહેલાં અચંબો પામ્યા હતા. આ એક જ ટપકામાં મંગળ આખો સમાઈ શકે. લાખો વર્ષ પછી આ ગ્રહ કઠણ થશે એમ મનાય છે ૪,૩૩૨ દિવસોમાં તે એક વખત સૂર્ય આસપાસ ફરી રહે છે. તે હજુ પ્રવાહી પદાર્થનો બનેલ છે. આપણી પૃથ્વી માફક તે હજુ ઠરેલ નથી એમ મનાય છે. દૂરબીન વડે જોવાથી તેના પૃષ્ઠ ઉપર સમાનાંતર રેખાઓ ખેંચેલી માલૂમ પડે છે. એવું અનુમાન કરવામાં આવે છે કે, તે વાદળાંઓની મેખલાઓથી ઘેરાયેલો છે. તેને હજુ બાળક ગ્રહ માનવામાં આવે છે. તેનું નિર્માણ થયાંને હજુ ઝાઝો સમય વીત્યો નથી. તે પોતે સ્વયંપ્રકાશિત નથી, પરંતુ સૂર્યના પ્રકાશથી ચમકે છે. તેનું પેટાળ પૃથ્વીના પેટાળ જેવું નથી. | ગજલક્ષ્મણ નામનું પુસ્તક લખનાર એક મધ્યકાલીન પંડિત. | ગણપતિ; ગણેશ. | ગુરુવાર; અઠવાડિયાનો એક વાર. | ( પુરાણ ) ચાલુ વૈવસ્વત મન્વંતરમાંના બ્રહ્મપુત્ર અંગિરા ઋષિના આઠ માંહેનો મોટો પુત્ર; આંગિરસ મુનિ. અગ્નિવંશના સંબંધને લઈને તેને ત્રીજી પદવીના અગ્નિમાં ગણેલો છે, કારણ કે અંગિરા ઋષિએ વરુણયજ્ઞ નિમિત્તે અગ્નિને પોતાનો પુત્ર માન્યો છે. પુરંદર નામના ઇંદ્રે તેને ગુરુ તરીકે માન્ય કરેલ. તેને શુભા અને તારા એમ બે સ્ત્રીઓ હતી. તેની માતાનું નામ શ્રદ્ધા હતું. તેને ઉતથ્ય અને સંવર્ત એ બે ભાઈ અને સિનીવાલી, કુહુ, રાકા તથા અનુમતિ એમ ચાર બહેન હતી. ચાલુ વૈવસ્વત મન્વંતરમાં પણ તે અંગિરા ઋષિને ત્યાં જન્મ્યા હતા. આ વખતે તેમની માતા સુરૂપા હતી. બૃહસ્પતિ, ઉતથ્ય, પયસ્ય, શાંતિ, ઘોર, વિરૂપ, સંવર્ત અને સુધન્વા એ આઠ ભાઈઓમાં મોટા બૃહસ્પતિ હતા. તે ઇંદ્રાદિ દેવોના ગુરુ હતા. શુભા નામની સ્ત્રીથી તેને ભાનુમતી, રાગા, સિનીવાલી, અર્ચિષ્મતી, હવિષ્મતી, મહિષ્મતી અને મહામતી એ સાત કન્યાઓ હતી તથા તારા નામની સ્ત્રીથી શંયુ, નિશ્ચન, વિશ્વજિત, વિશ્વભુક, વડવાગ્નિ, સ્વિષ્ટકૃત ને કચ એ સાત પુત્ર અને સ્વાહા નામની પુત્રી હતી. દેવાચાર્ય બૃહસ્પતિ ચોથા વ્યાસ ગણાય છે. તેણે સ્મૃતિ ગ્રંથ રચેલ છે. તેને બૃહસ્પતિ સ્મૃતિ કહે છે. દેવાચાર્ય બૃહસ્પતિને તથા દૈત્યાચાર્ય શુક્રાચાર્યને સ્પર્ધા ચાલતી. દેવ અને દાનવો વચ્ચેના વિરોધમાં દેવોને સહાય કરી બૃહસ્પતિ વિજય અપાવતા. તારાને સોમચંદ્ર હરણ કરી ગયાની વાત પુરાણમાં છે, પણ તે યોગ્ય લાગતી નથી. સોમ શબ્દનો અર્થ શિવ થાય છે ને તારા એવું પાર્વતીનું નામ છે. તે ઉપરથી તેમ જ ચંદ્રને પૂર્વજન્મમાં તારા નામની સ્ત્રીથી બુધ પુત્ર થયો, તેથી ગણપતિને બુધ પણ કહે છે. એ બધા ઉપરથી પરધર્મીઓએ બૃહસ્પતિની સ્ત્રી તારા માટે દૂષણરૂપ કલ્પના કરી પુરાણોમાં પાછળથી ઘુસાડી દીધેલ છે. બૃહસ્પતિ મહાવિદ્વાન અને મહાસ્વરૂપવાન હતા. તેની પાસે ઘણા શિષ્યો વિદ્યાભ્યાસ માટે આવતા. શુકદેવજી પણ એમના શિષ્ય હતા. દાનવો બહુ છકી ગયા હતા, વળી તે શંકરના ભક્ત હતા. શંકર પાસેથી ત્રિપુર બનાવવાનું વરદાન મેળવી સર્વને ત્રાસ આપતા હતા. તે ત્રાસમાંથી પ્રજાને ઉગારવા માટે બૃહસ્પતિએ ચાર્વાકનો વેશ લઈ, દાનવોને ઉપદેશ આપી સર્વને ચાર્વાક મતના એટલે કે નાસ્તિક બનાવ્યા ને શૈવ ધર્મ છોડાવી દીધો. તેથી શિવે ગુસ્સે થઈ તેનાં ત્રણ પુરનો અને અસુરોનો નાશ કર્યો. બૃહસ્પતિ દેવોમાં માન્ય અને પૂજ્ય ગણાય છે. તેમણે પ્રજાહિતાર્થે ઘણું ઘણું કર્યું છે. તે પોતાની શ્રેષ્ઠતાથી એક તારારૂપ ગણાઈ ગયા છે. તેની નિશાની તરીકે આકાશમાં આજ પણ બૃહસ્પતિ નામનો તારો પ્રસિદ્ધ છે. વળી નિરંતર યાદ આવવા તેના નામ ઉપરથી બૃહસ્પતિવાર એટલે ગુરુવાર નામ પડેલું છે. દુર્જનોથી તે મનુષ્યોનું રક્ષણ કરે છે. તે દૈવી કુળના ઋત્વિજ તરીકે પણ કામ કરતા હોવાથી તેને પુરોહિત એવું નામ પણ આપવામાં આવ્યું છે. તેને એક ઋષિ તરીકે ગણવામાં આવેલ છે. ગ્રહ તરીકે તેનો રથ નીતિઘોષ કહેવાય છે અને આઠ ફિક્કા ઘોડાઓ તે ખેંચે છે. તેના પિતાના નામ ઉપરથી તેને આંગિરસ કહે છે. દેવોના ગુરુ તરીકે તેને અનિમિષાચાર્ય, ચક્ષસ્, ઇજ્ય, ઇંદ્રેજ્ય, પણ કહે છે. ચંદ્ર તેની પત્ની તારાનું હરણ કરી ગયો હતો, તેથી તારકામય નામનું મોટું યુદ્ધ થયું. સોમની તરફેણમાં દાનવો ગયા અને બૃહસ્પતિની બાજુમાં દેવતાઓ આવ્યા. છેવટે ઘોર યુદ્ધ પછી બ્રહ્માએ ચંદ્રને તારા પાછી સોંપી દેવાની ફરજ પાડી. પણ તારા બૃહસ્પતિને ઘેર આવી, ત્યારે ગર્ભિણી હતી. એક દિવ્ય પુત્ર તેને અવતર્યો. બંને બૃહસ્પતિ અને સોમ તે પુત્ર પોતાનો છે એમ વિવાદ કરવા લાગ્યા. બ્રહ્માના કહેવાથી તારાએ કબૂલ કર્યું કે, તે પુત્ર સોમનો હતો. તે પુત્રનું નામ બુધ પાડ્યું. ચંદ્રે તારાનું હરણ કર્યું વગેરે વૃત્તાંત પુરાણમાં છે, પણ તે ખરૂં ન હોય. બૃહસ્પતિ દેવોના ગુરુ અને સોમ પણ વસુ હોવાથી દેવના ગુરુ. પોતાની ગુરુપત્ની તો સોમને પૂજવા લાયક. માટે દેવ એવું દુષ્ટકૃત્ય કરે નહિ. આવા પ્રસંગો ક્ષેપક હોવા સંભવ છે. | ડાહ્યો માણસ. | તોફાની માણસ; કજિયાખોર વ્યક્તિ. | પરમાત્મા. | મત્સ્યપુરાણમાં જણાવેલ અઢાર માંહેનો એક શિલ્પસંહિતાકાર. | મુખ્ય અઢાર માંહેની એક સ્મૃતિ. | વિદ્યા અને વાણીના સ્વામી. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ. | અંગૂઠા પાસેની પહેલી આંગળી.
Buddh
( જૈન ) કેવળજ્ઞાન પામેલ આત્મા; કેવળી. | ગૌતમ બુદ્ધ. શાક્યમુનિ; બૌદ્ધ ધર્મના સ્થાપક શાક્યસિહ; નેપાળ પાસે શાક્ય લોકોની કપિલવસ્તુ નામની નગરીના સૂર્યવંશી શુદ્ધોદન રાજાને મહામાયા નામની રાણીથી થયેલ એ નામનો સુલક્ષણો પુત્ર. તેનો જન્મ કાશી પાસે સારનાથ ગામે થયો હતો. બહુ મોટી ઉંમરે રાજાને ત્યાં પુત્ર પ્રસવ થયો, તેની આશા સિદ્ધ થઈ, એટલે સિદ્ધાર્થ એવું તેનું નામ રાખ્યું. બ્રાહ્મણોએ તેનું ભવિષ્ય જોયું કે, જો આ ગૃહસ્થાશ્રમી થશે તો ચક્રવર્તી રાજા થશે અને સંન્યાસી થશે તો બુદ્ધ એટલે બુદ્ધિમાન થશે અને પૃથ્વી ઉપરથી પાપ અને અજ્ઞાન દૂર કરશે. સિદ્ધાર્થ સાત દિવસનો થયો, ત્યારે માતા મહામાયા સુવાવડમાં મરણ પામી. ગૌતમી, જે સિદ્ધાર્થની ઓરમાન મા અને બીજી તરફથી સગી માસી થતી હતી, તેણે તેને પાળી મોટો કર્યો. સિદ્ધાર્થને મોજશોખમાં ઉછેરવામાં આવ્યો, પણ ઓચિંતાં વ્યાધિ, જરા અને મરણ ત્રણે એમના જોવામાં આવ્યાં. આથી એમના મન ઉપર ભારે આઘાત થયો. તેમણે વિચાર્યું કે, દુનિયાનું આ બધું દુઃખ મટાડવાનો ઉપાય હોવો જ જોઈએ અને તે શોધી કાઢ્યે જ છૂટકો. આમ વિચારી સિદ્ધાર્થ રાજ્યનો ત્યાગ કરીને સંન્યાસી થયા. જતાં જતાં છેલ્લી વારે પુત્રને નીરખી તેડવાનો વિચાર કરી પોતાની સ્ત્રી યશોધરાના ઓરડામાં ગયા, પણ તે યશોધરાના પડખામાં સૂતો હતો. તેડવા જતાં યશોધરા જાગી જાય ને પોતાના જવામાં વિઘ્ન પડે એ વિચારથી એમ ને એમ ચાલી ગયા. તેમણે અનેક સારા સારા ગુરુઓ પાસે જ્ઞાન મેળવ્યું. છ વર્ષ સુધી કઠણ તપ કર્યાં. ઓગણપચાસ દિવસ કશું ખાધું નહિ. ધર્મબોધ મેળવવા માટે બહુ પ્રયાસ કર્યો. એને ભમાવવા માટે ઘણા ઘણા પ્રયત્નો થયા, પણ સિદ્ધાર્થ અડગ રહ્યા. તેથી તેમને દુનિયાનું દુઃખ મટાડનાર જ્ઞાન, જેને બૌદ્ધ લોકો બોધિ કહે છે, તે મળી ગયું. જે ઝાડ નીચે તે જ્ઞાન પામ્યા, તે ઝાડને બોધિસત્ત્વ કહે છે. તેની એક શાખા ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષ ઉપર સિંહલદ્વીપના અનુરાધાપુરમાં રોપી છે. તે આજ સુધી છે એમ બૌદ્ધો માને છે. સિદ્ધાર્થ બુદ્ધ થયા પછી પોતાને જડેલો માર્ગ દુનિયાને આપી તેનું ભલું કરવા ઉપદેશ દેવા માટે તેમણે ફરવાનું શરૂ કર્યું. કરેલાં કર્મ તો ભોગવ્યે જ છૂટકો, એ એમનો સિદ્ધાંત હતો. વળી જે કરે તે જ ભોગવે, પોતે પુણ્ય કર્મ કરીએ, પાપ કર્મ છોડી દઈએ, અહંકારનો ત્યાગ કરીએ તો સુખી થઈએ એમ બુદ્ધે સૌને શીખવ્યું. એકબીજા સાથે લડીને વેર વાળનાર દુનિયાને બુદ્ધ ભગવાને પોકારી પોકારીને જણાવ્યું કે, વેર વાળવાથી વેર વધે છે. ક્ષમા કરવાથી કે પ્રેમથી જ વેર શમી જાય છે. યુધિષ્ઠિરે ભારતવર્ષને એક રાજસત્તા નીચે આણવાનો પ્રયત્ન કર્યો હતો. ભગવાન બુદ્ધે અહિંસા અથવા પ્રેમથી ધર્મછત્ર નીચે આખી દુનિયાને આણવાનો પ્રયત્ન કર્યો. ધર્મની આણ ફેલાવીને તેઓ એશિઅના ધર્મસમ્રાટ થયા. તેમણે ૨૯ વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો અને ૮૦ વર્ષની ઉંમરે કુશીનગરના મલ્લ રાજાઓના શીલ વનમાં દેહત્યાગ કર્યો. ભિક્ષુકોએ તેમના મૃત્યુ પછી સાતમે દિવસે તેમના દેહને કપડામાં લપેટી, ઉપર સાફ કરેલું ધોળું રૂ વીટાળ્યું. પછી એ શબને તેલમાં બોળી, સુગંધી કાષ્ઠની ચિતામાં બાળી ભસ્મ કર્યું. રાખ ને હાડકાં જુદે જુદે ઠેકાણે શિષ્યો લઈ ગયા, તે ઉપર ચૈત્ય બનાવ્યા અને એ ચૈત્યને ભક્તિભાવથી પૂજવા લાગ્યા. બૌદ્ધ ધર્મના યતિઓ ભિક્ષુક, સૌગત, શાક્ય, શુદ્ધોદત્ત, ગત અને શૂન્યવાદી એવાં નામથી ઓળખાય છે. એમના યતિઓ માથું મૂંડાવે છે. હાથમાં કમંડળ ધારણ કરે છે, પીળાં રંગેલાં વસ્ત્ર પગની ઘૂંટી સુધી પહેરે છે અને ચમરની સાવરણી રાખે છે. તેઓ ભિક્ષા માગતાં માગતાં માંસાદિ જે આવે તે સર્વ શુદ્ધ માની ભક્ષણ કરે છે, બ્રહ્મચર્યાદિક સ્વધર્મક્રિયામાં દૃઢ રહે છે તથા ધર્મ, બુદ્ધ અને સંઘ એ ત્રણને રત્ન કહે છે. હિંદુશાસ્ત્રો અનુસાર બુદ્ધદેવ વિષ્ણુના દશ માંહેના નવમાં અને ચોવીશ માંહેના તેવીશમાં અવતાર મનાય છે. ગાંધીજી કહે છે કેઃ મારો નિશ્ચિત અભિપ્રાય છે કે, બૌદ્ધ ધર્મનો અથવા બુદ્ધનો ઉપદેશનો પૂરો પરિપાક ભારતવર્ષમાં જ થયો હતો. એથી ઊલટું થવું શક્ય પણ નહોતું. કારણ ગૌતમ પોતે હિંદુ હતા, હિંદુશ્રેષ્ઠ હતા. હિંદુ ધર્મના ઉત્તમાંશથી તેઓ ભીંજાયા હતા. કેટલાંક તત્ત્વો, જે વેદમાં દટાઈ રહેલાં હતાં અને જેની ઉપર જાળાં બાઝી ગયાં હતા, તે તત્ત્વોને તેમણે નવજીવન આપ્યું. વેદમાં રહેલા ઝળહળતા સત્ય ઉપર શબ્દોનું નિરર્થક શબ્દજાળનું જે અરણ્ય જામ્યું હતું, તેમાંથી તેમના મહાન હિંદુ આત્માએ પોતાનો રસ્તો શોધી કાઢ્યો. વેદના કેટલાક શબ્દોમાંથી તેમણે જે અર્થનું દોહન કર્યું, તેનાથી એમના કાળના માણસો સાવ અજાણ હતા. ભારતવર્ષની ભૂમિ એમને આ ધર્મકાર્યને સારૂ સૌથી અનુકૂળ લાગી. | ડાહ્યો માણસ. | ( જૈન ) તીર્થંકર. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | ( જૈન ) સૂરિ; આચાર્ય. | સૂર્યનું એક નામ. | દશાવતારી ગંજીફાનાં પાનાંની એ નામની એક જાત; દશાવતારી ગંજીફામાં ભગવાન બુદ્ધના ચિહ્નવાળાં પાનાંની એક જાત. આ જાતના ગંજીફામાં ૧૨૦ ગોળ પાનાં હોય છે. તેમાં વિષ્ણુના મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ એ દશ અવતારનાં ચિહ્નવાળાં પાનાં હોય છે. | પ્રેરણા. વધુ + | મતિ; બુદ્ધિ; સમજ. | જાગૃત; જાગેલું; જેને જ્ઞાન થયું છે એવું; જ્ઞાની; સમજુ; જ્ઞાતા; વિદ્વાન; બોધ પામેલ. | ડાહ્યું. | પંડિત; વિચારવાન. | બોધસ્વરૂપ. વધુ +
buddhi
( પુરાણ ) ઇંદ્રસાવર્ણિ મનુનો થનારો એ નામનો એક પુત્ર. | ( પિંગળ ) ઉપજાતિ વૃત્તનો એક ભેદ. તેને સિદ્ધિ પણ કહે છે. | ( પિંગળ ) એ નામનો એક છંદ. તેનાં ચારે પાદમાં અનુક્રમે ૧૬,૧૪,૧૪ અને ૧૩ માત્રા હોય છે. તેને લક્ષ્મી છંદ પણ કહે છે. | ( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે જગણવાળી આર્યા છંદનો ભેદ છે. તેમાં ૨૫ ગુરુ અને ૭ લઘુ મળી ૩૨ વર્ણની ૫૭ માત્રા હોય છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ ષટ્પદીય છંદનો એક ભેદ છે. તેમાં ૯૮ લઘુ અને ૨૭ ગુરુ મળી ૧૨૭ વર્ણની ૧૫૨ માત્રા હોય છે. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પ્રતિષ્ઠા છંદનો એક ભેદ છે. તેને ઋજુ પણ કહે છે. તેમાં જગણ અને લઘુ મળી ચાર વર્ણ આવે છે. | ( પિંગળ ) છપ્પાનો એ નામનો એક ભેદ. | સૂર્યનું એક નામ. | અહિંસા; દયા. | ઇચ્છા; વૃત્તિ; મત; અભિપ્રાય; વિચાર. | એ નામની એક ઔષધિ; વૃદ્ધિકંદ. | ( પુરાણ ) એ નામની બ્રહ્મદેવની બે માંહેની એક પુત્રી. તે ગણેશને વરી કહેવાય છે. | ( ન્યાય ) ચોવીશ માંહેનો બારમો ગુણ. ગુણ ચોવીસ છેઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. | ( તાંત્રિક ) છત્રીશ માંહેનું એ નામનું પંદરમું તત્ત્વ. | જ્ઞાન; વિવેક; ડહાપણ; સમજ; ઉપલબ્ધિ. બુદ્ધિ ઇંદ્રિયોની સહાયથી વિષયોના સમૂહને જીતી લાવે છે, સુખ દુઃખ આદિની યોગ્યતાને લીધે સમજાય છે અને સત્ત્વગુણની વૃદ્ધિ પામતી દશા છે. | તે નામે ધર્મની પત્ની. | પાંચ આત્મગુણ માંહેનો એ નામનો એક ગુણ. | પ્રતિમા. | ( ન્યાય ) બાર માંહેનો એ નામનો એક પ્રમેય. પ્રમેય ૧૨ છેઃ આત્મા, શરીર, ઇંદ્રિય, અર્થ, બુદ્ધિ, ધર્મ, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુઃખ અને અપવર્ગ. | ભોગ. | ( સાંખ્ય ) મનઃ અંતઃકરણ; નિશ્ચયાત્મક વૃત્તિવાળું અંતઃકરણ. વધુ + | વસ્તુને જાણવાની ચિત્તની સમજશક્તિ; જ્ઞાનશક્તિ; મતિ; અક્કલ; પ્રજ્ઞા; મેઘા. બુદ્ધિ અંતઃકરણની ચાર માંહેની બીજી વૃત્તિ મનાય છે અને તેના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ છે. એમાંથી નિત્યબુદ્ધિ પરમાત્માની અને અનિત્યબુદ્ધિ જીવની મનાય છે. સાંખ્યમત અનુસાર ત્રિગુણાત્મિકા પ્રકૃતિનો પહેલો વિકાર એ બુદ્ધિતત્ત્વ છે. એને મહતત્ત્વ પણ કહે છે. સાંખ્યમાં એમ પણ માનવામાં આવે છે કે, આદિમાં જ્યારે જગત પોતાની સુષુપ્તાવસ્થામાંથી ઉત્પન્ન થયું તે વખતે સૌથી પહેલાં આ બુદ્ધિતત્ત્વનો વિકાસ થયો. નૈયાયિકો એના અનુભૂતિ અને સ્મૃતિ એવા બે ભેદ માને છે. કેટલાક લોકોના મત પ્રમાણે બુદ્ધિના ઇષ્ટનિષ્ટ, વિપત્તિ, વ્યવસાય, સમાધિતા, સંશય અને પ્રતિપત્તિ એવા ગુણ અને કેટલાકના મત પ્રમાણે શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઉહ, ઉપોહ અને અર્થવિજ્ઞાન એવાં સાત ગુણ છે. પશ્ચિમના વિદ્વાનો અંતઃકરણના બધા વ્યાપારોનું સ્થાન મસ્તકને માને છે, તેથી એના મત પ્રમાણે બુદ્ધિનું સ્થાન પણ મસ્તક છે. જોકે એ એક પ્રાકૃતિક શક્તિ છે, તોપણ જ્ઞાન અને અનુભવની મદદથી એમાં કંઈક વધારો થઈ શકે છે. બુદ્ધિ બે પ્રકારની છે; અનુભવ અને સ્મૃતિ. એ ઉભય મિશ્રજ્ઞાન તે પ્રત્યભિજ્ઞા. યથાર્થ અનુભવ તે પ્રમા. અયથાર્થ અનુભવ તે અપ્રમા. કેળવાયેલી બુદ્ધિ એ પ્રભુતાનું ગાન છે. કેળવાયેલા માણસ પાસે એક એવું બળ છે કે જે વડે એ પોતાનું ધારેલું કાર્ય પાર પાડી શકે છે. માણસની બુદ્ધિને સાચી રીતે કેળવવામાં આવી હોય તો એ મનુષ્ય પ્રભુની પ્રકૃતિ સમો બનતો જાય છે. બુદ્ધિની ખીલવણી સ્ત્રીપુરુષ ઉભયને રોટી કરતાં ય વધારે જરૂરની છે. એનાં પર્યાયવાચક નામ નીચે પ્રમાણે છેઃ મનીષા, ધીષ્ણા, ધી, પ્રજ્ઞા, મતિ, પ્રેક્ષા, ચિત્, ચેતના, ધારણા, પ્રતિપત્તિ, મેધા, મન, જ્ઞાન, બોધ, પ્રતિભા, વિજ્ઞાન, સંખ્યા. વધુ + | વિદ્યા, હુન્નર વગેરે જાણવું તે. | શીખ; શિખામણ. | સાવધપણું; સાવધગીરી; સાવધાની. | ( પુરાણ ) સ્વાયંભૂ મન્વંતરમાં ધર્મ ઋષિની એ નામની એક સ્ત્રી. તેનો પુત્ર અર્થ હતો.

C

chãdar
એક પ્રકારની પુરાતની તોપ. | ઓછાડ; પિછોડી; ધોળાં કપડાંનો પાંચ સાત હાથ લાંબો કટકો. | ઉપર ઘી ચૂરમામાં નાખેલ ખાંડ અથવા સાકરનો ભૂકો. | કફન; મડદાંને ઓઢાડવાનું ધોળું કપડું. | ગોળીનો વરસાદ. | ચાદર કરવા લાયક કપડાનો તાકો; ચાદરપાટ. વધુ + | દેવતા અથવા પૂજ્યસ્થાન ઉપર ચડાવવામાં આવતો ફૂલોનો સમૂહ; ફૂલ ગૂંથીને બનાવેલ ચાદર.. વધુ + | ધોધના આકારની એક આતશબાજી. | પાણીની સપાટી; પથરાયેલા પાણીનો દેખાવ. | લોઢાનું પતરૂં.
chaitanya
એ નામનો એક સંપ્રદાય. | એક પ્રકારનો બ્રહ્મચારી. | કલિયુગમાં થયેલ કૃષ્ણનો એ નામનો એક અવતાર; એક પ્રસિદ્ધ બંગાળી વૈષ્ણવ સંત. તેનું પૂરૂં નામ શ્રીકૃષ્ણ ચૈતન્યચંદ્ર હતું. તેનો જન્મ નવદ્વીપમાં શકે ૧૪૦૭ એટલે ઈ. સ. ૧૪૮૪ના ફાગણ માસની પૂર્ણિમાની રાતે ચંદ્રગ્રહણ સમય થયો હતો. કહેવાય છે કે તેણે બાલપણથી જ અનેક પ્રકારની વિલક્ષણ લીલા બતાવવી શરૂ કરી હતી. તેનું લગ્ન થયું હતું પણ પાછળથી તે સંન્યાસી થયેલ. તે હમેશા ભગવદ્દભજનમાં મગ્ન રહેતા. તેના અનુયાયીઓ તેને શ્રીકૃષ્ણચંદ્રનો પૂર્ણ અવતાર માને છે. અડતાલીસ વર્ષની ઉમરે તેમનો શરીરાંત થયો હતો. કહેવાય છે કે તેણે બાલપણથી જ અનેક પ્રકારની વિલક્ષણ લીલા બતાવવી શરૂ કરી હતી. તેનું લગ્ન થયું હતું પણ પાછળથી તે સંન્યાસી થયેલ. તે હમેશા ભગવદ્ભજનમાં મગ્ન રહેતા. તેના અનુયાયીઓ તેને શ્રીકૃષ્ણચંદ્રનો પૂર્ણ અવતાર માને છે. અડતાલીસ વર્ષની ઉંમરે તેમનો શરીરાંત થયો હતો. તેને ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે. તેણે પોતાના ધર્મમાં હિંદુ મુસલમાનનો ભેદ રાખ્યો ન હોતો, પણ સામાજિક ભાવે બધાંને સમાન અધિકાર આપવાનું તેમનાથી બની શક્યું ન હોતું. સ્ત્રીઓના અધિકાર પણ થોડાઘણા પ્રમાણમાં આપવામાં આવ્યા હતા. ચૈતન્યમતને ગૌડીય માધ્વમત પણ કહે છે. તેનો વાન સફેદ હોવાથી ગૌરાંગ પ્રભુ તરીકે પણ તે ઓળખાય છે. | જોમ; શક્તિ; બળ; પરાક્રમ; પ્રતાપ; વિક્રમ. | આત્મા; પ્રાણ; જીવ; પ્રકૃતિ; ચિત્સ્વરૂપ આત્મા. જે વસ્તુ પોતાની મેળે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જઈ શકતી નથી પણ હોય કે મૂકી હોય ત્યાં વૃદ્ધિ ક્ષય પામે, અથવા જે અંત:પ્રેરણાએ હાલે ચાલે, ખાય, મળમૂત્ર કરે, જાગે, ઊંઘે, મૈથુન સેવે, ભય પામે, ક્રોધી થાય, પોતાનું રક્ષણ કરે, બંધનમાંથી છૂટવાની તજવીજ વગેરે કરે તે ચૈતન્ય એટલે જીવવાળી કહેવાય. | ઇચ્છિત શબ્દના ચાર માંહેનો એક પ્રકાર. | ચેતના; ચેતનપણું; જીવપણું. | જ્ઞાન; સમજ; ચિત્તમાં બુદ્ધિ વગેરેનું પ્રતિબિંબ. ન્યાયમાં જ્ઞાન અને ચૈતન્યને એક માનેલ છે અને તેને આત્માનો ધર્મ જણાવ્યો છે, પણ સાંખ્ય મત પ્રમાણે જ્ઞાનથી ચૈતન્ય ભિન્ન છે. જોકે તેમાં રૂપ, રસ, ગંધ આદિ વિશેષ ગુણ નથી તથાપિ સંયોગ, વિભાગ અને પરિમાણ આદિ ગુણોને લીધે સંખ્યામાં તેને અલગ દ્રવ્ય માનેલ છે અને જ્ઞાનને બુદ્ધિનો ધર્મ જણાવેલ છે. | પરમાત્મા; પરમેશ્વર. | યાચક દેવ. આ દેવની પૂજા બંગાળમાં થાય છે. તેની મોટી મૂર્તિ નગ્નસ્વરૂપે પીળા રંગની છે. | લાગણી. | સર્વ પ્રાણનું મૂળ; બ્રહ્મ. | ચેતના યુક્ત; સચેત. | હોશિયાર; સાવધાન.
Chaitra
એ નામનો એક રાજા. | કિંપુરુષાદિ સપ્ત ઋષિઓમાંના દરેકનો પુત્ર. | ( પુરાણ ) ચિત્રા નક્ષત્રના ગર્ભથી ઉત્પન્ન થયેલ બુધગ્રહનો એ નામનો એક પુત્ર. તેને પુરાણોક્ત સાત દ્વિપોનો સ્વામી માનવામાં આવે છે. | ચિત્રા નક્ષત્રવાળો માસ; ચાંદ્ર ચૈત્ર માસ; મધુ માસ; સૌર માસ; વિક્રમ સંવત્સરનો છઠ્ઠો ને શાલિવાહન સંવત્સરનો પહેલો મહિનો. ચિત્રા નક્ષત્ર ઉપરથી ચૈત્ર નામ પડ્યું છે. ચિત્રા નક્ષત્ર તે માસમાં સંધ્યાકાળે ઊગે છે અને પરોઢિયામાં અસ્ત થાય છે. આ મહિનો અંગ્રેજી એપ્રિલ મહિનાના અરસામાં આવે છે. તે વસંત ઋતુની શરૂઆતમાં ગણાયેલો હોવાને લીધે કેટલાએક ઓચ્છવ એ ઋતુને યોગ્ય થઈ પડે તેમ જ રૂઢ થયા છે. ચૈત્ર સુદિ ૧ એ વર્ષારંભનો દિવસ માનવામાં આવે છે અને તે દિવસે ધજારોપણ, લીંબડાનાં પાનનું ભક્ષણ, સંવત્સર ફળનું શ્રવણ વગેરે વિધિ કરવામાં આવે છે. આ મહિનામાં સૂર્ય મીન રાશિમાં હોય છે. વધુ + | બાર્હસ્પત્ય એક વર્ષ. | બુદ્ધ ભિક્ષુક. | યજ્ઞભૂમિ. | વર્ષાભેદ. | સાત વર્ષ પર્વત માંહેનો એક પર્વત. | ( પુરાણ ) સ્વારોચિષનો એ નામનો પુત્ર. | દેવમંદિર; દેવાલય; મંદિર; ચૈત્ય. | મુડદું. | ચિત્રા નક્ષત્ર સંબંધી; ચિત્રા નક્ષત્રનું. | ચિત્રા નક્ષત્રમાં જન્મેલ; ચિત્ર નક્ષત્રમાં હોનાર કે થનાર.
chakor
( પુરાણ ) આંધ્ર વંશમાંના સુનંદન રાજાનો એ નામનો એક પુત્ર; શિવસ્વાતિ. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; ચિત્તપદા; સવૈયા. આ છંદ વિકૃતિ છંદનો એક ભેદ છે. તેમાં સાત ભગણ, ગુરુ અને લઘુ મળી ૨૩ વર્ણ હોય છે. | એ નામનો પ્રાચીન હિંદનો એક પર્વત. | કબૂતર જેવું રાતા પગવાળું એક પક્ષી. તે તેતર જાતિનું છે. તે હિમાલયમાં અને કશ્મીરથી નેપાળ સુધી જોવામાં આવે છે. તેની ચાંચ અને આંખો બહુ લાલ હોય. તે ચંદ્રને જોઇ બહુ જ ખુશી થતું મનાય છે. તેની પાછળ પ્રેમાંધ થયેલું હોય છે. એમ કહેવાય છે કે તે ચંદ્રના કિરણોનું પાન કરે છે. કોઇ વળી એમ પણ માને છે કે પૂનમને દિવસે તે અંગારાનો ચારો કરે છે. ઝેરી હવાની ગંધ આવતાં તેની આંખો લાલ થઇ જતી હોવાથી ઝેરી હવા પારખવા માટે અગાઉ તેને રાખવામાં આવતાં. આ પક્ષી પાણીવાળી જગ્યા પસંદ કરે છે. તેની માદા વૈશાખ જેઠમાં સફેદ અથવા લીલા રંગનાં ૧૦ થી ૨૦ ઈંડાં મૂકે છે. આ પક્ષી ટોળામાં રહે છે. | ચાલાક; ચબરાક; ચતુર; હોશિયાર; તરત ચેતી જાય એવું; ચપળ.
chakra
એ નામનો એક ગ્રંથકાર. | ( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તે માર્તંડ છંદનો ભેદ છે. તેમાં ૪૪ ગુરુ અને ૮ લઘુ મળી ૫૨ વર્ણ અને ૯૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે આનંદવસ્તુ છંદનો ભેદ છે. તેમાં ૧૧ ગુરુ અને ૬૮ લઘુ મળી ૭૯ વર્ણ અને ૯૦ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે શર્ક્કરી છંદનો ભેદ છે. તેને ચક્રપદ, ચક્રવર્તી, વૃત્તચક્ર, ચક્રવિરતિ, દેવરવરતનુ અને ચકુરા છંદ પણ કહે છે. તેમાં ભગણ, ત્રણ નગણ, લઘુ અને ગુરુ મળી ૧૪ વર્ણ હોય છે. | ( પુરાણ ) એ નામનો કુશદ્વિપનો એક પર્વત. ચક્ર, ચતુ:શૃંગ, કપિલ, ચિત્રકૂટ, દેવાનીક, ઊર્ધ્વરોમાં અને દ્રવિણ એ કુશદ્વિપના સાત પર્વત છે. | એ નામનો વૈદ્યકનો એક ગ્રંથ. | જોડેલા હાથના ચોવીસ માંહેનો એક પ્રકારનો અભિનય. | ( પુરાણ ) ભારતવર્ષનો એ નામનો એક દેશ. | ( પુરાણ ) લંકાનો રાવણ પક્ષનો એ નામનો રાક્ષસ. | ચોસઠ માંહેની એ નામની એક લિપિ. | અમુક નિયમિત ક્રમમાં વારંવાર થતું પુનરાવર્તન. | અમુક પ્રકારનો દંભ. | અલંકારશાસ્ત્રપ્રસિદ્ધ એક કાવ્યબંધ. | અસલના વખતમાં લડાઇમાં ઘણું વપરાતું એક અસ્ત્ર; ગોળ પૈડાની વાટ જેવું ધારાદર લોઢાનું એક હથિયાર. તેને ફેરવીને ફેંકવામાં આવતું, જેથી માણસ કપાઇ જતાં. | આવલી; હાર. | એ નામનું ઇંદ્રનું એક વિમાન. | ઇંદ્રનું એક હથિયાર. | ઉપર નીચે એમ બંને તરફ છિદ્રોવાળો નાનો પથ્થર. | એક જાતનું ષટ્દારુવાળું ચતુ:શાળ ઘર. જે ચતુ:શાળ ઘરના મુખ આગળ ચાર આલિંદ હોય તે ચક્ર ઘર કહેવાય છે. એ ઘર ચતુ:શાળના સર્વ ઘરોમાં શ્રેષ્ઠ છે. | કુવાડિયો નામની વનસ્પતિ. | કૂંડાળું; ગોળાકાર; વર્તુલ. | ગુચ્છ; ઝુંડ; જથ્થો. | ગૃહ; સ્થાન. | ગોળાકાર ચિહ્ન; મંડળ; આંગળીઓને છેડે રહેલી ચક્રના આકારની રેખા. | ગોળાકારમાં ગોઠવેલું સૈન્ય. | ગોળાકારમાં ગ્રહાદિકનો માર્ગ; રાશિચક્ર. | ઘાંચીની ઘાણી. | ચકતી; બિંબ. | ચક્રવાક પક્ષી. | ચપટી ગોળાકાર વસ્તુ. | ચપટું ગોળાકાર પૈડું. | ચાક; ચાકડો; કુંભારનું ચક્કર. | છની સંજ્ઞાસૂચકશબ્દ | જળમાં પડતી ઘૂમરી; વમળ. | તગરનું ફુલ. | તંત્રશાશ્ત્રપ્રસિદ્ધ પદ્મ. | દરિયાઇ જંતુનું ઘર; વર્તુલાકૃતિની છીપ. | દેશ; રાષ્ટ્ર; ઘણું મોટું રાજ્ય; એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી લાંબો પહોળો ગયેલો પ્રદેશ; ગામડાંનો સમૂહ. | નદીનો વળાંક. | પુસ્તકનો ભાગ. | પૃથ્વી અને ચંદ્ર સૂર્યની પ્રદક્ષિણા કરતાં કોઇ નક્ષત્રના અંશમાં ભેગા થાય ને તે જ અંશ ઉપર ફરીને જેટલાં વર્ષમાં એકઠા થાય તેટલાં વર્ષનો કાળ. | બાર રાશિ જેટલું ગતિ માપવા માટે વપરાતું માપ. ૬૦ વિકલા = ૧ કલા ૬૦ કલા = ૧ અંશ ૩૦ અંશ = ૧ રાશિ ૧૨ રાશિ = ૧ ચક્ર. | મધપૂડો. | રેંટિયો. | વિષ્ણુનું એક હથિયાર; સુદર્શનચક્ર. શાલિગ્રામની સાથે તે રોજ પૂજાય છે. કેટલાક વૈષ્ણવો શરીર ઉપર તેની નિશાની ધારણ કરે છે. ચક્ર એ સૂર્યદેવની સંજ્ઞા છે. વિષ્ણુના ભક્તને આ ચક્ર અંધકારમય સંસારમાં તેજ આપી રસ્તો બતાવનાર મનાય છે. | ( યોગ ) શરીરની અંદરનું નસોના સમૂહનું ગૂંછળું. શરીરમાં રહેલી નસોની ગ્રંથિઓનો સુષુમ્ણા નામની મુખ્ય ગ્રંથિ સાથે સંબંધ થાય છે. ત્યાં એ નસોના સમૂહનું ગૂંછળું વળે તે ચક્ર કહેવાય છે. તેનાં સ્થાન, વર્ણ, અક્ષર, દળ અને દેવ નીચે પ્રમાણે છે: ચક્રનાં સ્થાન મેરુદંડમાં સુષુમ્ણામાં સમજવાં અને ચક્રની પાંખડીઓ તે ચક્રના નાના તંતુરૂપે સમજવી. કોઈ પણ ચક્રનું મન વડે દૃઢ અનુસંધાન કરવાથી પાંખડીઓની સંખ્યાનુસાર અસાધારણ શક્તિ તે સાધક યોગીને પ્રાપ્ત થાય છે. પાંખડીઓના અક્ષર તે ઉક્ત નાડીઓના તંતુઓનો તે તે અક્ષરોને મળતો આકાર સમજવો. ચક્રમાંના દેવ તે તે ચક્રોમાંની મુખ્ય સત્તાનાં સાંકેતિક રૂપ સમજવા. | શાલિગ્રામ. | શુભ ચિહ્ન. | સમૂહ; સમુદાય; મંડળ. | સર્વતોભદ્ર વગેરે દેવપૂજનનું યંત્ર. | ગોળાકાર ફરતું.
charitra
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૩૩ ગુરુ અને ૯૨ લઘુ મળી ૧૨૫ વર્ણ અને ૧૫૮ માત્રા હોય છે. | કપટ; ચાતરી; પાખંડ; કાવાદાવા. | કાર્ય; કરણી; કામ. | જીવનવૃત્તાંત; હેવાલ. | મનુષ્યની રહેણીકરણી; ચરિત; આચરણ; વર્તન; વર્તણૂક. | વાર્તા; ઇતિહાસ. | ૭ સ્વભાવ; પ્રકૃતિ.
chetan
આત્મા; જીવ. | પરમેશ્વર. | બુદ્ધિ; સમજશક્તિ. | મનુષ્ય; આદમી; પ્રાણી. | ઓજ; બળ. | જીવનશક્તિ; સજીવપણું; હયાતી. | તેજી; હોશિયારી; વીર્ય. | હોશ; સુધી; ભાન. | ગતિવાળું. | ચતુર; હોશિયાર. | તંદુરસ્ત. | પવિત્ર કરેલું. | સજીવ; જીવતું; જીવવાળું.
Chidãkãsh
ચિત્ત; અંતર. | પરબ્રહ્મ; પરમાત્મા; સર્વત્ર વ્યાપીને રહેલું બ્રહ્મમય તત્ત્વ; પરમાત્માનું નિવાસસ્થાન; શુદ્ધ બ્રહ્મ; ચિદાત્મા; આકાશ સમાન નિર્લેપ અને બધાના આધારભૂત બ્રહ્મ.
chihn
આંકો; રેખા; ખસરો; ઘસરકો. વધુ + | ઓળખાવનારૂં લક્ષણ; વસ્તુ ઓળખાય એવું નિશાન. | ચહેરો; સિકલ. | ચાંદ; બિલ્લો; છાપ. | ડાઘ; લાખું; કોઇ જાતનો ડાઘ કે ધાબું; ગૂમડાં વગેરેથી પડેલી રહેલો ડાઘ. | નિશાની; ગણિતનું પરિક્રમ બતાવનારી નિશાની. જેમકે, | પતાકા; ધજા. | પ્રતિષ્ઠાસૂચક નિશાન. | પ્રતીક; સંકેત. | બાજુ. | રૂપ. | વિધ્ન. | વિસામો લેવાની નિશાની; વિરામચિહ્ન. | ( વૈદ્યક ) વ્યાધિસૂચક હરકોઈ નિશાની અથવા સૂચના. તેના સ્થાનિક, સાર્વદૌહિક, પટાનુભવ, સ્વાનુભવ, પૂર્વ અથવા સૂચક, નિર્ણયાત્મક, પરિણામાત્મક, ઉપચારાત્મક, ખાસ ચિહ્ન એવા પ્રકાર છે. તે વડે દર્દનું નિદાન થઇ શકે છે. | હાથ હલાવવાના બાર માંહેનો એક પ્રકાર.
chitt
ચિત્તો. | અભિપ્રાય. | અંતઃકરણ હ્રદય. ઇંધણાં વિનાનો અગ્નિ જેમ પોતાના કારણરૂપ સામાન્ય અગ્નિમાં લીન થાય છે તેમ વૃત્તિઓનો ક્ષય થવાથી ચિત્ત પોતાના કારણરૂપ આત્મામાં શાંત થાય છે. વેદાંત અનુસાર અંત:કરણની ચાર વૃત્તિ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સંકલ્પવિકલ્પાત્મક વૃત્તિને મન કહે છે. નિશ્ચયાત્મક વૃત્તિને બુદ્ધિ કહે છે. એ બેની અંતર્ગત અનુસંધાનાત્મક વૃત્તિને ચિત્ત કહે છે. અને અભિમાનાત્મક વૃત્તિને અહંકાર કહે છે. પંચદશીમાં ઇંદ્રિયોના નિયંતા મનને અંત:કરણ માન્યું છે. ચિત્ત જ સંસાર છે. તેને અભ્યાસ વૈરાગ્યાદિરૂપ પ્રયત્ન વડે રજોગુણ અને તમોગુણથી રહિત એકાગ્ર કરવું. મનુષ્યનું ચિત્ત જેમાં આસક્ત થાય છે, તે રૂપ તે મનુષ્ય થાય છે. ચિત્તના સંસર્ગથી જ આત્માને સંસારીપણું છે. ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવાથી આત્માના સંસારની નિવૃત્તિ થાય છે. ચિત્તની નિર્મળતાથી પુણ્યપાપરૂપ શુભાશુભ કર્મનો નાશ થાય છે. જેનું ચિત્ત નિર્મળ હોય છે તે જીવાત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઇને અવિનાશી આનંદનો અનુભવ કરે છે. શરીરમાં પાંચ પ્રકારે જાતને વિભક્ત કરીને પ્રાણ યથાસ્થાને બેઠેલો છે. તેમાં ઇંદ્રિયો સહિત પ્રાણીમાત્રનું ચિત્ત હમેશા ગૂંચવાયેલું રહે છે. એ ચિત્ત જ્યારે શુદ્ધતમ થાય છે, રાગદ્વેષાદિની અનંત સંસ્કારપરંપરાથી મુક્ત થઇને નિરુદ્ધ અવસ્થાને પામે છે, ત્યારે આ આત્મા વિભવતિ અર્થાત્ વિશેષરૂપે પોતાના અસલી સ્વરૂપે જણાય છે. આથી વિવેકી પુરુષે શરીરસ્થ પ્રાણનો નિરોધ કરવો. તે દ્વારા ઇંદ્રિયોનો પ્રત્યાહાર કરવો. પ્રત્યાહૃત ઇંદ્રિયોને ચિત્તમય કરી ચિત્તને પરમ વૈરાગ્યથી વૃત્તિશૂન્ય કરવું. વૃત્તિશૂન્ય ચિત્ત જ્યારે થાય છે ત્યારે આત્મા સ્વરૂપપ્રતિષ્ઠિત સમજાય છે. આંતરિક વ્યાપારમાં મન સ્વતંત્ર છે, પણ બાહ્ય વ્યાપારમાં ઇંદ્રિયો પરતંત્ર છે. પંચભૂતોની ગુણસમષ્ટિથી અંત:કરણ ઉત્પન્ન થાય છે. તેની બે વૃત્તિ છે: મન અને બુદ્ધિ. મન સંશયાત્મક છે અને બુદ્ધિ નિશ્ચયાત્મક છે. વેદાંતમાં પ્રાણને મનનું કારણ કહ્યું છે. મૃત્યુ થતાં મન તે પ્રાણમાં લય થઈ જાય છે. ક્ષણિકવાદી બૌદ્ધો ચિત્તને આત્મા માને છે. બૌદ્ધ લોકો ચિત્તના ચાર ભેદ કરે છે: કામાવચર, રૂપાવચર, અરૂપાવચર અને લોકોત્તર. ચાર્વાકના મતમાં પણ મન આત્મા છે. યોગના આચાર્ય પતંજલિ ચિત્તનો સ્વપ્રકાશ સ્વીકારતા નથી. તે ચિત્તને દ્રશ્ય અને જડ પદાર્થ માની તેનો એક અલગ પ્રકાશક માને છે, જેને આત્મા કહે છે. યોગસૂત્ર અનુસાર ચિત્તવૃત્તિ પાંચ પ્રકારની છે: પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ તે પ્રમાણ; એકમાં બીજાનો ભ્રમ તે વિપર્યય; સ્વરૂપજ્ઞાન વિનાની કલ્પના તે વિકલ્પ; બધા વિષયોના અભાવનો બોધ તે નિદ્રા અને કાલાંતરમાં પૂર્વ અનુભવનો આરોપ તે સ્મૃતિ. પંચદશી તથા દાર્શનિક ગ્રંથોમાં મન અથવા ચિત્તનું સ્થાન હૃદય અથવા હૃત્પદ્મગોલક લખ્યું છે, પણ આધુનિક પાશ્ચાત્ય વિજ્ઞાન અંત:કરણના બધા વ્યાપારોનું સ્થાન મસ્તિષ્કમાં માને છે, જે બધાં જ્ઞાનતંતુઓનું કેંદ્રસ્થાન છે. ભૂતવાદી વૈજ્ઞાનિકોના મત પ્રમાણે ચિત્ત, મન અથવા આત્મા પૃથક્ વસ્તુ નથી, માત્ર વ્યાપારવિશેષનું નામ છે, જે નાના જીવોમાં બહુ અલ્પ પરિમાણમાં હોય છે અને મોટા જીવોમાં વધતા પ્રમાણમાં હોય છે. ચિત્તને અંત:કરણ કિંવા બુદ્ધિ પણ કહેવામાં આવે છે. એ ચિત્ત સત્ત્વ, રજ અને તમ એ ત્રણે દ્રવ્યોનું બનેલું દ્રવ્ય વિશેષ છે. તેમાં સત્ત્વદ્રવ્ય પ્રધાન હોવાથી તેને ચિત્તસત્ત્વ કિંવા બુદ્ધિસત્તા પણ કહેવામાં આવે છે. ચિત્તમાં જ્યારે સત્ત્વદ્રવ્ય પ્રધાનપણે પ્રવર્તે છે ત્યારે તેમાં પ્રકાશ એટલે તત્ત્વદ્રવ્ય પ્રખ્યા, પ્રસાદ એટલે નિર્મળતા, લઘુતા અને પ્રીતિ આદિ ધર્મો જોવામાં આવે છે. જ્યારે રજ દ્રવ્ય પ્રધાનપણે પ્રવર્તે છે ત્યારે તેમાં પ્રવૃત્તિ, પરિતાપ, ઇચ્છા, લોભ અને શોકાદિ ધર્મો જોવામાં આવે છે અને જ્યારે તમ દ્રવ પ્રધાનપણે પ્રવર્તે છે ત્યારે તેમાં પ્રકાશ અને પ્રવૃત્તિની રોધકરૂપા સ્થિતિ, ગૌરવ, પ્રમાદ, આવરણ અને દીનતાદિ ધર્મો જોવામાં આવે છે. ચિત્તની ત્રણ અવસ્થા છે: વિષયોમાં રખડવું તે ક્ષિપ્ત, નિદ્રામાં પડેલું તે મૂઢ અને વિષયમાં વિશેષ રોકાયેલું તે વિક્ષિપ્ત. વ્યાધિ, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધ ભૂમિકત્વ અને અનવસ્થિતિ એટલા ચિત્તવિક્ષેપ જાણવા. બૌદ્ધ મત પ્રમાણે આશય, આલય વિજ્ઞાન, હું હું એવા નિર્વિકલ્પ જ્ઞાનની ધારા તે ચિત્ત કહેવાય છે. કૂટસ્થ બુદ્ધિ અથવા વ્યષ્ટિ અજ્ઞાનનું અધિષ્ઠાન ચેતન તે પણ ચિત્ત મનાય છે. | ઇરાદો; કાળજી; ધ્યાન. | ઉપયોગ. | એક જાતનું ત્રિશાળ ઘર. | ચિતાનું લાકડું. | ( જ્યોતિષ ) ચિત્રા નક્ષત્ર. | છબી. | જળથી ઊપજતાં પંચતત્ત્વ માંહેનું એક. | જીવ; આત્મા. | જ્ઞાન; સમજ; મન અને બુદ્ધિની સંકલના કરનાર વૃત્તિ. | ભૂતભવિષ્યની ચિંતા. | મન; દિલ. વધુ + | વિચાર કરવાની શક્તિ. | સંકલ્પ; વાસના. મરણ સમયે જેવા ચિત્ત અર્થાત્ સંકલ્પવાળો મનુષ્ય હોય તે સંકલ્પ સહિત આ આત્મા પ્રાણ તરફ આવે છે. પ્રાણ આત્મા સહિત, ઉદાનથી મુક્ત થઈને તે જીવાત્માને યથાસંકલ્પિત શરીરમાં લઈ જાય છે. અર્થાત્ મરણ કાળે મનુષ્યમાં જે સંકલ્પ એટલે જે વાસના હોય છે તે વાસનાથી વાસિત થયેલો તેનો જીવાત્મા જેવી મતિ તેવી ગતિ થતી હોવાથી યથાસંકલ્પિત શરીરમાં ગતિ કરે છે. | કાબરચીતરૂં. | જાણેલું. | વિચારેલું; ઇચ્છેલું. | વિચિત્ર; નવાઇ ભરેલું.

D

darshan
શિવનાં હજાર માંહેનું એક નામ. | અભિપ્રાય. | ( જ્યોતિષ ) આકાશી પદાર્થનો ઉદય. | આશ્રમ. | ઉપદેશ. | છ સૂચક સાંકેતિક શબ્દ; છ ની સંજ્ઞા. | જોવાની ક્રિયા; દેખવું તે. | જ્ઞાન; જાણવાપણું; સંવેદ. | તત્ત્વજ્ઞાન સંબંધી પુસ્તક; તાર્કિક વિચારનાં લખાણવાળો ગ્રંથ; જીવ, જગત અને ઈશ્વર સંબંધી તાત્ત્વિક નિર્ણય કરનારૂં શાસ્ત્ર. પહેલાં પ્રાચીન આર્યો અનેક પ્રકારના યજ્ઞ તથા કર્મકાંડ દ્વારા ઇંદ્ર, વરુણ, સૂર્ય ઇત્યાદિ દેવતાઓને પ્રસન્ન કરી સ્વર્ગ મેળવવા વગેરેના પ્રયત્નમાં લાગ્યા રહેતા. પાછળથી સૃષ્ટિની ઉત્પત્તિ વગેરેના સંબંધમાં તેમના મનમાં પ્રશ્ન ઊઠવા લાગ્યા. આ પ્રકારના શંકાવાળા પ્રશ્નો ઘણા વેદમંત્રોમાં છે. ઉપનિષદકાળમાં બ્રહ્મ, સૃષ્ટિ, મોક્ષ, આત્મા, ઇંદ્રિય વગેરે વિષયોની ચર્ચા બહુ વધી. ઘણા ગૂઢ દાર્શનિક સિદ્ધાંતોનો આભાસ ઉપનિષદોમાં જોવામાં આવે છે. ઉપનિષદો પછી સૂત્રરૂપમાં તત્ત્વોનું ઋષિઓએ સ્વતંત્રાપૂર્વક નિરૂપણ કર્યું અને છ દર્શન ઉપસ્થિત થયાં. વેદમાં જે કહેલું છે તે જોવા માટે જુદા જુદા બ્રાહ્મણ શાસ્ત્રકારોએ છ દર્શન એટલે જોવાનાં સાધન રચ્યાં છે. તેનાં નામ: સાંખ્ય, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એટલે વેદાંત. (૧) સાંખ્ય શાસ્ત્રમાં તત્ત્વોની ગણના કરવામાં આવી છે. એના પ્રણેતા કપિલાચાર્ય મનાય છે. આ શાસ્ત્ર પ્રમાણે મૂળતત્ત્વોના બે વર્ગ પડે છે: (૧) પુરુષ એટલે ચેતન, જે માત્ર શક્તિવાળો છે. (૨) પ્રકૃતિ એટલે જડ. તે ક્રિયાશક્તિવાળી અને દૃશ્ય છે. તેનું બીજું નામ પ્રધાન છે. પ્રકૃતિ અને પુરુષ નિત્ય છે. પ્રકૃતિનું સ્વરૂપ સત્ત્વ, રજ અને તમ એ ગુણોનું સામ્ય છે. પ્રકૃતિના પહેલા વિકારને મહત્ કહે છે. તેમાંથી અહંકાર, અહંકારમાંથી દશ ઇંદ્રિયો, મન, પાંચ તન્માત્રા અને પાંચ તન્માત્રામાંથી પૃથ્વી વગેરે પાંચ ભૂતો મળી એકંદરે ચોવીશ જડ તત્ત્વોની સંખ્યા થાય છે. તે પ્રકૃતિમાંથી ઉદય, સ્થિતિ અને લય પામે છે. પચીશમો પુરુષ તે સ્વતંત્ર દ્રષ્ટા છે. આ ખરો વિવેક જેને થાય તે મુક્ત, અને જેને અવિવેક રહે તે બંધ પામેલ એટલે જીવ કહેવાય એમ સાંખ્ય શાસ્ત્ર કહે છે. સાંખ્ય આત્માને પુરુષ કહે છે અને તેને અકર્તા, સાક્ષી અને પ્રકૃતિથી ભિન્ન માને છે. પણ આત્મા એક નહિ, પણ અનેક છે. આથી સાંખ્યામાં પરમાત્મા એટલે કે ઈશ્વરનું પ્રતિપાદન નથી. પ્રકૃતિને જગતનું મૂળ માની તેના સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો અનુસાર સંસરના બધા વ્યાપાર માનેલ છે. સૃષ્ટિને પ્રકૃતિની પરિણામપરંપરા માનવાના કારણથી આ મત પરિણામવાદ કહેવાય છે. સૃષ્ટિને સંબંધી સાંખ્યનો આ મત ઇતિહાસ, પુરાણ વગેરે બધે સ્થળે સ્વીકારાયો છે. (૨) યોગ દર્શન એ સાંખ્ય દર્શનમાં કહેલાં તત્ત્વોનો સ્વીકાર કરે છે. તેના પ્રણેતા પતંજલિ ગણાય છે. સાંખ્યની વિચારમયી પદ્ધતિને ચિત્તના નિરોધ વડે અનુભવમાં લાવવા સારૂ આ શાસ્ત્ર છે. એ દર્શનમાં નિત્યસિદ્ધ અને નિત્યમુક્ત પુરુષનો સ્વીકાર કરે છે. તેનું બીજું નામ ઈશ્વર છે. તેનું સ્વરૂપ અને ધ્યાન કરીને મોક્ષ મેળવવાની પદ્ધતિ આ શાસ્ત્રમાં વર્ણવી છે. યોગ દર્શનમાં કલેશ, કર્મવિપાક અને આશયથી રહિત એક પુરુષ વિશેષ એટલે કે ઈશ્વરને માનેલ છે. યોગ દર્શનમાં કોઈ મત ઉપર વિશેષ તર્કવિતર્ક કે આગ્રહ નથી. મોક્ષપ્રાપ્તિના નિમિત્તરૂપ યમ, નિયમ, પ્રાણાયામ, સમાધિ ઇત્યાદિના અભ્યાસ દ્વારા પરમાવસ્થાની પ્રાપ્તિનાં સાધનોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. (૩) વૈશેષિક શાસ્ત્રના પ્રણેતા કણાદ ગણાય છે. એમાં વિશ્વનું વર્ગીકરણ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એવા છ પદાર્થમાં કરવામાં આવ્યું છે. પાછળથી અભાવ પદાર્થ ઉમેરીને સાત પદાર્થોનું વર્ગીકરણ થયું છે. આ શાસ્ત્ર ઘણે ભાગે પ્રમેયનું એટલે જ્ઞેય જગતનું ચિંતન કરે છે અને પ્રમાણમાં ન્યાયને અનુસરે છે. વૈશેષિકમાં દ્ર્વ્યો અને તેના ગુણોનું વિશેષરૂપે નિરૂપણ છે. પૃથ્વી, પાણી વગેરે ઉપરાંત દિક્, કાળ, આત્મા અને મનને પણ દ્રવ્ય માનેલ છે. ન્યાયની માફક વૈશેષિકમાં પણ જગતની ઉત્પત્તિ પરમાણુઓથી બતાવી છે. ન્યાયમાં અને વૈશેષિકમાં તફાવત બહુ ઓછો છે. તેથી વૈશેષિક મત પણ ન્યાયનો મત કહેવાય છે. તે બંને સૃષ્ટિના કર્તાને માને છે, તેથી તેઓનો મત આરંભવાદ કહેવાય છે. (૪) ન્યાય દર્શનના પ્રણેતા ગૌતમ મનાય છે. તેમાં સોળ પદાર્થોમાં જગતનાં તત્ત્વોનો સમાસ કર્યો છે. અને તર્ક વડે વસ્તુ નિર્ણય કરવાનું પ્રમાણશાસ્ત્ર તેમાં અંતર્ગત કરવામાં આવ્યું છે. ન્યાય દર્શનમાં યુક્તિ યા તર્ક કરવાની પ્રણાલી ઘણા વિસ્તારથી સ્થિર કરવામાં આવી છે, જેનો ઉપયોગ પંડિતો શાસ્ત્રાર્થ કરવામાં સારી રીતે કરે છે. ખંડનમંડનનો નિયમ આ શાસ્ત્રમાં મળે છે, જેનો મુખ્ય વિષય પ્રમાણ તથા પ્રમેય છે. ન્યાયમાં ઈશ્વરને નિત્ય, ઇચ્છા, જ્ઞાન વગેરે ગુણયુક્ત અને કર્તા માન્યો છે, જીવને કર્તા ને ભોકતા બંને માનેલ છે. (૫) પૂર્વમીમાંસાના સૂત્રકાર જૈમિનિ ગણાય છે. વેદના કર્મકાંડના મંત્રો અને બ્રાહ્મણોના અર્થના નિર્ણયો ન્યાયાનુસાર શી રીતે કરવા, વેદનું પ્રામાણ્ય કેવા પ્રકારનું છે, તર્કનું સ્થાન કેટલા અંશમાં છે, એવી યજ્ઞ અથવા વૈદિક કર્મને લગતી વિદ્યાનું શાસ્ત્ર એ પૂર્વમીમાંસા છે. મતલબ કે તેમાં વૈદિક કર્મ સંબંધી વાક્યોનો અર્થ નક્કી કરવાના નિયમનું નિરૂપણ છે. તેનો મુખ્ય વિષય વૈદિક કર્મકાંડની વ્યાખ્યા છે. તેથી યજ્ઞમીમાંસા, અધ્વરમીમાંસા અને કર્મમીમાંસા એવાં એનાં બીજાં નામ કહેવાય છે. એમાં બાર અધ્યાય છે. (૬) ઉત્તરમીમાંસા એટલે વેદાંતના પ્રણેતા ભગવાન વ્યાસ ગણાય છે. એ શાસ્ત્રમાં વેદના કાંડને લગતું ચિંતન છે. તેના સૂત્રકાર બાદરાયણ ગણાય છે. આ શાસ્ત્રને વેદાંત શાસ્ત્રનું ન્યાય પ્રસ્થાન કહે છે, કેમકે વેદાંત કે ઉપનિષદનાં વાક્યોના અર્થનો નિર્ણય ન્યાયની રીતિએ તેમાં કરવામાં આવ્યો છે. આ શાસ્ત્રના ચાર અધ્યાય છે અને દરેક અધ્યાયના ચાર પાદ છે. આ શાસ્ત્ર ઉપર અનેક આચાર્યોએ ભાષ્યો કર્યા છે, તેમાં શ્રીમચ્છંકરાચાર્યનું ભાષ્ય હાલ ઉપલબ્ધ છે. આ શાસ્ત્ર ઉપર કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, અવિભાગાદ્વૈત એવા તત્ત્વવિદ્યાના ઘ્ણા મત બંધાયા છે. ઉત્તરમીમાંસા એ ઘણી જ ઊંચી કોટિની વિચારપદ્ધતિ દ્વારા એક માત્ર બ્રહ્મને જગતનું અભિન્નનિમિત્તોપાદાન કારણ બતાવે છે, એટલે કે જગત અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન કરે છે, તેથી તે મત વિવર્તવાદ અને અદ્વૈતવાદ કહેવાય છે. ભાષ્યકારોએ આ સિદ્ધાંત લઈને આત્મા અને પરમાત્માની એકતા સાબિત કરી છે. અરબસ્તાન, ઈરાન આદિ દેશોમાં આ મત સૂફી મતને નામે પ્રસિદ્ધ થયો. આજકાલ યરપ, અમેરિક વગેરે દેશોમાં પણ આ મતની વિશેષ પ્રવૃત્તિ છે. યરપમાં યૂનાન આ શાસ્ત્રના વિવેચનમાં સૌથી પહેલો હતો. અહીં સો વર્ષ પહેલાં દર્શનનો પત્તો લાગ્યો હતો. ત્યાં સોક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલ વગેરે મોટા મોટા દાર્શનિક થઈ ગયા. આધુનિક કાળમાં યરપમાં દર્શનની મહાન ઉન્નતિ થઈ છે. પ્રત્યક્ષ જ્ઞાનનો આશ્રય લઈ દાર્શનિક વિચારની અત્યંત વિશદ પ્રણાલી ત્યાં નીકળી છે. પૂર્વકાલથી એટલે આશરે અઢી હજાર વર્ષથી આત્માનાત્મ વિચારના શાસ્ત્રોને દર્શન એવું નામ આપવામાં આવ્યું છે. તેટલા જ સમયથી દર્શનના બે ભાગ પડી ગયા છે. તેમાંનાં એકને વૈદિક અથવા આસ્તિક દર્શનો કહે છે અને બીજાને અવૈદિક અથવા નાસ્તિક દર્શનો કહે છે. સાંખ્ય, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ છ આસ્તિક દર્શન કહેવાય છે અને ચાર્વાક મત, જૈન મત, બૌદ્ધના ચાર સાંપ્રદાયિક મતો, વૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને માધ્યમિક એ નાસ્તિક દર્શન કહેવાય છે. ભારતીય દર્શનો મુખ્યપણે વૈદિક, જૈન અને બૌદ્ધ એમ ત્રણ ભાગમાં વહેંચાય છે. તેરમાં સૈકામાં થઈ ગયેલા માધવાચાર્ય (૧) ચાર્વાક, (૨) બૌદ્ધ, (૩) આર્હત, (૪) રામાનુજ, (૫) પૂર્ણયજ્ઞ, (૬) નકુલીશ પાશુપત, (૭) શૈવ, (૮) પ્રત્યભિજ્ઞા, (૯) રસેશ્વર, (૧૦) ઔલૂક્ય (૧૧) અક્ષપાદ, (૧૨) પાણિનિ, (૧૩) સાંખ્ય, (૧૪) પાતાંજલ અને (૧૫) શાંકર એ પ્રમાણે પંદર દર્શનો ગણે છે. કાલેલકર કહે છે કે, જેમ અત્યારની વ્યવસ્થા સ્મૃતિઓમાં થઈ તેમ ધાર્મિક અને તાત્ત્વિક વિચારની વ્યવસ્થા દર્શનોમાં થઈ છે. આત્માનું દર્શન કરવા માટે આ ગ્રંથો ઉપયોગી છે, એમ જાણી આ ગ્રંથોને જ દર્શન કહેવા લાગ્યા. સાંખ્ય અને વૈશેષિક એ બે દર્શનો બુદ્ધ પહેલાં હતાં તેમ અનુમાન થઈ શકે છે. પરંતુ બાકીનાં બધાં દર્શન બુદ્ધની પછી ઉત્પન્ન થયાં છે એવો એક મત છે. ખરું જોતાં ભગવાન બુદ્ધના સમય પછી બ્રાહ્મણ ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે થતા વિવાદોએ દર્શનોના સિદ્ધાંતોને પદ્ધતિસર કરવાની આવશ્યકતા ઊભી કરી હોય એમ જણાય છે. | દર્પણ; અરીસો. | દૃષ્ટિ; નજર. | દેખાવ; આભાસ. કોઈ પ્રકારથી કોઈ વસ્તુના સ્વરૂપજ્ઞાન થવાને દર્શન કહે છે. કાવ્યશાસ્ત્રમાં એના (૧) શ્રવણ, (૨) ચિત્ર, (૩) સ્વપ્ન અને (૪) પ્રત્યક્ષ એવા ચાર ભેદ કહેલ છે અને બીજે મતે તેના સાક્ષાત, સ્વપ્ન અને ચિત્રદર્શન એવા ત્રણ ભેદ માનેલ છે. વધુ + | ધર્મ; પંથ. | ( જૈન ) ધર્મમાં શ્રદ્ધા; ભાવ; વિશ્વાસ. વધુ + | નેત્ર; લોચન; આંખ. | બુદ્ધિ. | ભક્તિભાવથી જોવાની ક્રિયા; દેવ, સાધુ વગેરેને ભાવથી જોવા તે. | મકાનનો આગલો દેખાવનો ભાગ. વધુ + | મંદિરમાં નિત્ય સાંજ સવાર ઠાકોરજીને જુદે જુદે રૂપે દેખડાવે છે તે. જેમકે, ઉથાપન, મંગળા, શણગાર, રાજભોગ, સેન અથવા શયન અને આરતી. | મિલન; ભેટ; મુલાકાત; મેળાપ. | મૈથુનના આઠ માંહેનો એક પ્રકાર. વધુ + | રૂપ. | વર્ણ; રંગ. | સ્વપ્ન.
dãs
( પિંગળ ) અતિકૃતિ છંદની જાતનો એ નામનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં સગણ, ભગણ, સગણ, ભગણ, સગણ, ભગણ, સગણ, ભગણ અને ગુરુ એમ ૨૫ અક્ષર હોય છે. વધુ + | અનાર્ય. હિંદના આર્ય લોકો ઇંદ્ર વગેરે દેવને પૂજતા, ઈરાનના આર્ય લોકો અગ્નિને પૂજતા. પણ દાસ લોકો શિશ્નની પૂજા કરતા. | અનુયાયી; શિષ્ય. | આત્માને જાણેલ હોય તેવો સાધુ; જ્ઞાતાત્મા; આત્મજ્ઞાતા. | એ નામનો એક કવિ. તે સંવત ૧૭૯૧ થી ૧૮૮૯ સુધીમાં થયો હતો. | કાળો કાંટાશરિયો. | ગુલામ; ખરીદ કરેલો ચાકર. મનુએ સાત પ્રકારના દાસ જણાવ્યા છેઃ (૧) ધ્વજાહૃત એટલે યુદ્ધમાં જીતેલો, (૨) ભક્તદાસ એટલે પેટવડિયો નોકર, (૩) ગૃહજ એટલે ઘરની દાસીથી ઉત્પન્ન થયેલો હોય તે, (૪) ક્રીત એટલે ખરીદેલો, (૫) દત્રિમ એટલે કોઈએ આપેલો, (૬) દંડદાસ એટલે જેને રાજાએ દાસ થવાનો દંડ દીધો હોય અને (૭) પૈતૃક એટલે બાપદાદાથી વારસામાં મળ્યો હોય તે. સ્મૃતિઓમાં પંદર પ્રકારના દાસ ગણાવ્યા છેઃ ગૃહજાત, ક્રીત, વારસામાં મળેલ, દુષ્કાળમાં પાળેલો, આહિત એટલે સ્વામી પાસેથી એકસામટું ધન લઈ તેની સેવા કરી દેવું વાળતો હોય તે, ઋણદાસ એટલે ઋણને લીધે દાસત્વના બંધનમાં પડ્યો હોય તે, યુદ્ધપ્રાપ્ત, જૂગટામાં જીતેલો, પોતાની ખુશીથી દાસ થવા આવેલો હોય તે, સંન્યાસથી પતિત થયેલો, કૃત એટલે થોડા વખત માટે આપમરજીથી સેવા કરવાનું સ્વીકાર્યું હોય તે, ભક્તદાસ, દાસીની સાથે વિવાહ કરવાથી ઉત્પન્ન થયો હોય તે, લબ્ધ એટલે કોઈ પાસેથી મળ્યો હોય તે અને આત્મવિક્રેતા એટલે પોતે પોતાને વેચેલ હોય તે. મનુના મત પ્રમાણે બ્રાહ્મણને દાસ થવાનો નિષેધ છે. બ્રાહ્મણ સિવાય બાકીના ત્રણ વર્ગવાળા દાસ થઈ શકે છે. જો કોઈ બ્રાહ્મણ લોભને વશ થઈ દાસત્વ સ્વીકારે તો રાજા તેને દંડ દે. ક્ષત્રિય અને વૈશ્ય દાસત્વથી છૂટા થઈ શકે, પણ શૂદ્ર ન છૂટી શકે. જો તે એક સ્વામીનું દાસત્વ છોડે તો બીજાનો દાશ થાય. હમેશા તેણે દાસ રહેવું પડે છે, કેમકે દાસત્વને માટે તેનો જન્મ કહેવાય છે. | ચાકર; નોકર; સેવક. વધુ + | દાતરડું. | મુખ્ય અઢાર માંહેનો એક કર્મજ્ઞ. જુઓ કર્મજ્ઞ. | શૂદ્ર. | સ્થિતિ. | દાશ્ય; સેવા; ગુલામી. | આંકડ; કેરી વગેરે વેડવાનું સાધન. | દાનપાત્ર. | હિંદુઓનાં નામની છેડે વપરાતો પ્રત્યય જેમકે, હરિદાસ, રામદાસ, કાળિદાસ.
deh
( જ્યોતિષ ) કુંડલીમાંનું એ નામનું એક લગ્નસ્થાન. | ઘાસચારો ચરવાનો મળે એવો ડુંગરાઉ મુલક. | ચોપડવું તે. | જરથોસ્તી વર્ષનો એ નામનો દશમો મહિનો. | જીવન; જિંદગી. | મૂર્તિ; ચિત્ર. | લેપવું તે; ખરડવું તે; લેપન. | વિગ્રહ. | શરીર; તન; કાયા; બદન. શરીર આંરભકાળમાં અમુક વખત સુધી બરાબર વધે છે. તેથી તેનું નામ દિહ એટલે વૃદ્ધિ ઉપરથી દેહ પડ્યું છે. ન્યાય મત પ્રમાણે પાર્થિવ દેહ બે પ્રકારનો છેઃ (૧) યોનિજ અને (૨) આયોનિજ. જરાયુજ અને અંડજ એ યોનિજ કહેવાય છે તથા સ્વેદજ અને ઉદ્ભિજ્જ આયોનિજ કહેવાય છે. શુક્ર, શોણિત વગેરેની યોજનાથી સ્વતંત્ર અલૌકિક દેહને પણ અયોનિજ કહે છે. આ પ્રમાણે સાંખ્ય આદિ મતમાં સ્થૂલ અને સૂક્ષ્મ વગેરે પણ શરીરના ભેદ માન્યા છે. વધુ + | શરીરનું કોઈ અંગ. | શરીરનું કોઈ ચિહ્ન. જેમકે, મસ, તલ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | તબિયત; તાસીર. | ( જૈન ) એક પ્રકારનું પિશાચ. પિશાચના પંદર ભેદઃ કુષ્માંડ, પટક, જોષ, આન્હક, કાલ, મહાકાલ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્મારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક અને જાનપિશાચ. | ગામડું; દેહાત.
desh
અંશ; હિસ્સો; થોડો ભાગ. | કુદરતી હદવાળો જમીનનો મોટો ભાગ; કુદરતી ભૂભાગ; જનપદ; પૃથ્વીનો એક વિભાગ, જેમાં વસનાર ઘણું કરીને એકસરખી બોલી, ધર્મ અને એકસરખી રીતભાત રાખે છે ને ઘણું કરીને એક સત્તા તળે હોય છે. દેશ ત્રણ પ્રકારના છેઃ જાંગલ્ય, અનૂપ અને સાધારણ. વળી બીજી રીતે પણ દેશ ત્રણ પ્રકારના છેઃ દેવમાતૃક એટલે વરસાદના પાણીથી જ્યાં ખેતી વગેરે બધાં કામ થાય છે તેવો દેશ, નદીમાતૃક અને ઉભયમાતૃક. વધુ + | ક્ષેત્ર; પ્રદેશ. ૧ ચોરસ હાથ = આસન ૧૬ આસન = ગોચર્મ ૬૪ ગોચર્મ = કાકણી ૪ કાકણી = માષ ૪ માષ = વર્તનિકા ૫ વર્તનિકા = વાટી અથવા વાડી ૪ વાટી = કુટુંબ ૧૦૦ કુટુંબ = ગ્રામ ૧૦૦ ગ્રામ = જનપદ ૧૦૦ જનપદ = દેશ | ( સંગીત ) ખમાજ થાટમાંથી ઉત્પન્ન થતો એ નામનો એક રાગ. આ રાગમાં શુદ્ધ તેમ જ કોમળ નિષાદનો પ્રયોગ થાય છે. તે સિવાય સર્વ શુદ્ધ સ્વરો છે. આરોહ ધૈવત વર્જ્ય છે અને ગંધાર દુર્બળ છે. વાદી સ્વર પંચમ અને સંવાદી રિષભ છે. આ રાગ સોરઠને પ્રત્યેક રીતે મળતો આવે છે, તેથી શ્રોતાઓને સોરઠને બદલે દેશ અને દેશને બદલે સોરઠની ભ્રાંતિ થાય છે. | ખંડનો એક ભાગ; રાષ્ટ્ર; મુલક; પ્રદેશ. હિંદુસ્તાનના અઢાર દેશ નીચે પ્રમાણે ગણવામાં આવેલ છેઃ (૧) બાલ્હીક, (૨) સૌવીર, (૩) કેક્ય અથવા શૂરસેન, (૪) મગધ અથવા કોસલ, (૫) માલવ અથવા કુરુજાંગલ, (૬) અંગ, (૭) વંગ, (૮) કલિંગ, (૯) કાંબોજ, (૧૦) વિદર્ભ અથવા વિદેહ, (૧૧) લાટ, (૧૨) સુરાષ્ટ્ર, (૧૩) આરટ્ટ, (૧૪) રામસૃષ્ટિ, (૧૫) વિશ્વામિત્રસૃષ્ટિ, (૧૬) પાંડ્ય, (૧૭) ચૌલ અને (૧૮) મદ્ર. | ગ્રામસમૂહ. | ( જૈન ) ચોથું પંચક. તેનાથી તપસ્યાની વૃદ્ધિ થાય છે. | દેશકાલ; જમાનો. | ( જૈન ) દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક. | મૂળ વતન; જન્મભૂમિ. વધુ + | રોગીનું શરીર. | વહીવટની સગવડતા માટે પાડેલો ભૌગોલિક વિભાગ. | વિષય; વાત; બાબત. | વિસ્તાર; સ્થાન. ન્યાય અને વૈશેષિક મત અનુસાર જેનાથી આગળપાછળ, ઉપરનીચે, ઉત્તરદક્ષિણ વગેરેનું જાણપણું થાય તે દેશ કે દિગ્દ્રવ્ય કહેવાય છે. કાળની માફક સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ અને વિભાગ એ દેશના પણ ગુણ છે. દેશના વિભુ અને એક હોવા છતાં પણ ઉપાધિભેદથી ઉત્તર દક્ષિણ, આગળ પાછળ વગેરે ભેદ માને છે. દેશ સંબંધી પૂર્વ અને પર એવો વિપર્યય થઈ શકે છે, પણ કાળ સંબંધી તેમ થતું નથી. પશ્ર્ચિમ દેશના કેન્ટ વગેરે દાર્શનિકોએ દેશ અને કાળને મનની બહારની કોઈ વસ્તુ માની નથી, અંતઃકરણનો આરોપ માત્ર કહેલો છે. | શરીરનો કોઈ ભાગ; અંગ; અવયવ. | ( જૈન ) સમસ્ત ગુણોનો પિંડ. | ( યોગ ) સર્વત્ર પરિપૂર્ણપણે આત્મા રહેલ છે એવી સમજની મનની સ્થિતિ. | સાત ક્ષેત્રો પૈકીના ભરતક્ષેત્રમાંના અઠ્ઠાણું માંહેનો દરેક દેશ. પ્રાચીન જૈન સાહિત્યમાં નીચે પ્રમાણે દેશ ગણાવેલા છેઃ (૧) કશ્મીર, (૨) કીર, (૩) કાબેર, (૪) કાંબોજ, (૫) કમલ, (૬) ઉત્કલ, (૭) કરહાટ, (૮) કુરુ, (૯) કવાણ, (૧૦) ક્રધ, (૧૧) કૌશક, (૧૨) કોસલ, (૧૩) કેસી, (૧૪) કાસત, (૧૫) કારષ, (૧૬) કછ, (૧૭) કર્ણાટ, (૧૮) કીકટ, (૧૯) કેકી, (૨૦) કૌલગિરિ, (૨૧) કામરૂપ, (૨૨) કુંકણ, (૨૩) કુંતલ, (૨૪) કાલિંગ, (૨૫) કરકુટ, (૨૬) કરકંઠ, (૨૭) કેરલ, (૨૮) ખસ, (૨૯) ખર્વટ, (૩૦) ખેટ, (૩૧) ગૌડ, (૩૨) અંગ, (૩૩) ગૌપ્ય, (૩૪) ગંડક, (૩૫) ઔડ, (૩૬) ચિલ્લર, (૩૭) ચૈત્ય, (૩૮) જાલંધર, (૩૯) ટંકણ, (૪૦) કોડિયાણ, (૪૧) ડાહણ, (૪૨) નુંગ, (૪૩) તાજિક, (૪૪) તોરલ, (૪૫) દશાર્ણ, (૪૬) દંડક, (૪૭) દેવસભ, (૪૮) નેપાલ, (૪૯) નર્તક, (૫૦) પંચાલ, (૫૧) પલ્લવ, (૫૨) પુંડ્ર, (૫૩) પાંડુ, (૫૪) પ્રત્યગ્રથ, (૫૫) અર્બુદ, (૫૬) બભ્ર, (૫૭) બંભિર, (૫૮) ભટ્ટીય, (૫૯) માહિષ્યક, (૬૦) મહોદય, (૬૧) મરુંડ, (૬૨) મુરલ, (૬૩) મેદ, (૬૪) મરુ, (૬૫) મુદ્ર, (૬૬) મંકર, (૬૭) મલ્લવર્ત, (૬૮) મહારાષ્ટ્ર, (૬૯) યવન, (૭૦) રોમ, (૭૧) રાટક, (૭૨) લાટ, (૭૩) બ્રહ્મોત્તર, (૭૪) બ્રહ્માવર્ત, (૭૫) બ્રાહ્મણવાહક, (૭૬) વિદેહ, (૭૭) વંગ, (૭૮) વૈરાટ, (૭૯) વનવાસ, (૮૦) વનાયુજ, (૮૧) વાલ્હીક, (૮૨) વલ્લવ, (૮૩) અવંતી, (૮૪) વહ્નો, (૮૫) શક, (૮૬) સિંહલ, (૮૭) સૂમ્હ, (૮૮) સૂર્વર, (૮૯) સૌવીર, (૯૦) સુરાષ્ટ્ર, (૯૧) સુહડ, (૯૨) અસ્મક, (૯૩) હૂણ, (૯૪) હર્યોક, (૯૫) હર્મોજ, (૯૬) હંસ, (૯૭) હુહુક અને (૯૮) હેરક. કેટલાકના મત પ્રમાણે નીચે મુજબ દેશ છેઃ (૧) ગૌડ, (૨) કાન્યકુબ્જ, (૩) કોલાક, (૪) કલિંગ, (૫) અંગ, (૬) વંગ, (૭) કુરગ, (૮) આચાલ્ય, (૯) કામાક્ષ, (૧૦) ઓષ્ટ્ર, (૧૧) પુંડ્ર, (૧૨) ઉડીશ, (૧૩) માલવ, (૧૪) લોહિત, (૧૫) પશ્ર્ચિકાછ, (૧૬) વાલભ, (૧૭) સૌરાષ્ટ્ર, (૧૮) કુંકણ, (૧૯) લાટ, (૨૦) શ્રીમાલ, (૨૧) અર્બુદ, (૨૨) મેદપાટ, (૨૩) મરુ, (૨૪) વરેંદ્ર, (૨૫) યમુનાતીર, (૨૬) ગંગાતીર, (૨૭) અંતર્વેદિ, (૨૮) માગધ, (૨૯) મધ્યકુરુ, (૩૦) કાહલ, (૩૧) કામરૂપ, (૩૨) કાંચી, (૩૩) અવંતી, (૩૪) પાપાંતક, (૩૫) કિરાત, (૩૬) સૌવીર, (૩૭) ઔશીર, (૩૮) વાકાણ, (૩૯) ઉત્તરાપથ, (૪૦) ગુર્જર, (૪૧) સિંધુ, (૪૨) કેકાણ, (૪૩) નેપાલ, (૪૪) ટક્ક, (૪૫) તુરષ્ક, (૪૬) તાઈકાર, (૪૭) બર્બર, (૪૮) જર્જર, (૪૯) કશ્મીર, (૫૦) હિમાલય¸ (૫૧) લોહ, (૫૨) પુરુષ, (૫૩) શ્રીરાષ્ટ્ર, (૫૪) દક્ષિણાપથ, (૫૫) સિંધલ, (૫૬) ચૌલ, (૫૭) કૌશલ, (૫૮) પાંડુ, (૫૯) અંધ્ર, (૬૦) વિંધ્ય, (૬૧) કર્ણાટ, (૬૨) દ્રવિડ, (૬૩) શ્રીપર્વત, (૬૪) વિદર્ભ, (૬૫) ધારા, (૬૬) ઉર, (૬૭) લાજી, (૬૮) તાપી, (૬૯) મહારાષ્ટ્ર, (૭૦) આભીર, (૭૧) નર્મદાતટ, (૭૨) દ્વીપદેશ. પ્રાચીન કાળમાં નીચે પ્રમાણે બાર દેશોની ગણના કરવામાં આવી છેઃ લાટ, કર્ણાટક, માલવ, કનોજ, ગોલ્લ, કરપ, મહારાષ્ટ્ર, સોરઠ, ઢક્ક, કિર, અંગ, સિંધ. | સો હાથ માપેલી જમીન. | ( જૈન ) સ્કંધનો અમુક કલ્પેલ વિભાગ. | સ્થાન; જગ્યા. | હરકોઈ પદાર્થે રોકેલી જગા; આકાશ; અવકાશ.
dev
આર્ય લોકોની એ નામની એક સર્વશ્રેષ્ઠ જાતિ. આ લોકો વિદ્વાન, હુન્નરકલાસંપન્ન, ઈશ્વરભક્ત, દાની, પરોપકારી, સજ્જન અને ગૌર વર્ણના હતા. તેમનાં લગ્નજીવન શિથિલ હતાં. મોજશોખ અને સ્વચ્છંદથી આખરે આ ઉત્તમ જાતિનો નાશ થયો. | ઇંદ્રિય. | ઈશ્વરી અંશવાળું સ્વર્ગમાં રહેનાર ઉત્તમ જન; સુર; અમર; અજર; સ્વર્ગમાં રહેતું દિવ્ય સત્ત્વ; દેવતા. ૮ વસુ, ૧૧ મરુત, ૧૨ આદિત્ય, ઇંદ્ર અને પ્રજાપતિ મળી દેવ ૩૩ મનાય છે. જૈન મતે દેવોના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છેઃ (૧) દ્રવ્યદેવ એટલે શુભ કર્મ દ્વારા દેવગતિ સંબંધી આયુષ્યનો બંધ પાડી દીધો હોય તે મનુષ્ય અથવા તિર્યંચ પંચેદ્રિય. (૨) નરદેવ એટલે સાર્વભૌમ ચક્રવર્તી રાજા, જેને ચૌદ રત્ન, નવનિધિ તેમ જ છ ખંડનું સ્વામિત્વ પ્રાપ્ત થયેલ હોય. તે અન્ય મનુષ્યો કરતાં પૌદ્રગલિક ઋદ્ધિમાં સર્વોત્તમ વર્તે છે. (૩) ધર્મદેવ એટલે જેઓશ્રી તારક જિનેશ્વર દેવના પુનિત પ્રવચનના અર્થને અનુસરનારા અને ઉત્તમ પ્રકારના શાસ્ત્રોક્ત આચારને પાળનારા આચાર્ય વગેરે. (૪) દેવાધિદેવ એટલે તીર્થંકર નામકર્મના ઉદયથી જેઓ પોતાની સુધા સમી વાણીથી ભવ્યાત્માઓ ઉપર અસીમ ઉપકાર કરે છે તેવા પરમ પૂજ્ય સર્વોત્તમ આત્માઓ. (૫) ભાવદેવ એટલે જેઓ નાના નાના પ્રકારની ક્રીડા કરવામાં લુબ્ધ છે અને દેવગતિ પામેલા છે. ક્ષુધાતૃષા દેવોને ઘણીજ ઓછી લાગે છે, દીપ્યમાન વૈક્રિય શરીર હોવા સાથે તેઓ સર્વાંગ સુંદર હોય છે. તેમને નિમેષોન્મેષ થતી નથી. જ્યોતિરૂપ દેહ હોવાથી તેમનો પડછાયો પડતો નથી. પૃથ્વી ઉપર આવતાં ભોંયને તેનો પાદસ્પર્શ થતો નથી. દેવ શબ્દ દિવ્ એટલે પ્રકાશવું ધાતુમાંથી ઉત્પન્ન થયેલ છે. પરમાત્મા રશ્મિ, વિભૂતિ, કિરણ, શક્તિ વડે વ્યક્ત થઈ શકે છે. ભુર્લોકના પ્રધાન દેવતા અગ્નિ, ભુવઃ અંતરિક્ષના વાયુ, સ્વર એટલે દ્યૌ સ્વર્ગના સૂર્ય અને ભૂર્ભુવ સ્વઃ એ ત્ર્યૈલોક્યના પ્રજાપતિ છે. તેના પેટામાં બીજા દેવતાઓનો સમાસ થઈ જાય છે. પરમાત્મા જે શક્તિઓ વડે આ વિશ્વયજ્ઞ કરી રહેલ છે તે શક્તિઓ જ તે દેવ દેવતાઓ. દેવતાઓ સૂક્ષ્મ શરીરવાળા હોવાથી સ્થૂળ અન્ન ખાઈ શકતાં નથી. યજ્ઞના ધૂમ્ર દ્વારા હુતદ્રવ્ય દેવોને મળે છે. ઉપાસક કે સાધક દેવની પાસે રહી પોતાની ઉત્કૃષ્ટ ભાવનાના સંક્રમણ મુજબ પોતાના દેવને ઘડીને તે દેવ સાથે ઐક્ય કરી, તે દેવરૂપ કળાકાર થઈ રહે છે. પોતાના અંતઃશરીરનાં ચક્રોમાં તે દેવનું જ ધ્યાન ધરી તૃપ્ત થાય છે. દેવની ઉપાસનામાં દેવરૂપ થઈ જવાની ભાવના છે. તેત્રીશ દેવોમાં અગ્નિ, પૃથ્વી, આદિત્ય, ચંદ્રમા અને નક્ષત્રો એ પાંચ વસુ મૂર્તિમાન અર્થાત્ દેહધારી સાકાર છે. અગિયાર રુદ્ર, બાર આદિત્ય, મન, પંચ જ્ઞાનેંદ્રિય, વાયુ, અંતરિક્ષ, દ્યૌ અને વેદમંત્રો એ શરીર રહિત નિરાકાર અર્થાત્ અમૂર્ત દેવતા છે. એ જ પ્રમાણે વીજળી અને વિધિયજ્ઞ એ બે સાકાર તથા નિરાકાર એ બે પ્રકારના દેવ છે. આ સર્વે ફક્ત વ્યવહારોપયોગી છે. માતા, પિતા, આચાર્ય તથા અતિથિ એ દેવો વ્યવહારોપયોગી હોઈ પરમાર્થનો પ્રકાશ કરનારા પણ છે. માત્ર ઈશ્વર જ ઇષ્ટોપયોગી હોવાથી સર્વનો ઉપાસ્ય દેવ છે. વેદદૃષ્ટિએ જોતાં પરમાત્મા જ એક ઉપાસ્ય દેવ છે. અગ્નિદેવ વાણીરૂપે મુખમાં, વાયુદેવ પ્રાણરૂપ થઈ નાસિકામાં, આદિત્યદેવ ચક્ષુરૂપે થઈને મનઃછિદ્રમાં, ઔષધિ અને વનસ્પતિઓ અર્થાત્ તેમના અધિષ્ઠાતા દેવો લોમરૂપ થઈ એટલે સ્પર્શેંદ્રિયરૂપ થઈ ત્વચામાં, ચંદ્રમાં મનરૂપે થઈ હૃદયમાં, મૃત્યુ અપાનરૂપ થઈ નાભિમાં, વરુણદેવ હેતોરૂપ થઈ શિશ્નમાં રહેતા મનાય છે. અશના એટલે ક્ષુધા અને પિપાસા એ આ સર્વ દેવોને મળતા ભાગમાં ભાગીદાર હોય છે. વધુ + | ઋત્વિજ; આચાર્ય. | એ નામે એક ઋષિ. | એક જાતનો કપાસ. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે સંસ્કૃતિ છંદનો એક ભેદ છે. તેને મહાભુજંગપ્રયાત, મહાભુજંગ, ભુજંગ, સુધાપ, મહાનાગ, સવૈયા પણ કહે છે. તેમાં આઠ યગણ મળી ૨૪ વર્ણ હોય છે. તેમાં બારમા અક્ષર પછી યતિ કે વિસામો આવે છે. વધુ + | કૃષ્ણ. | તેજોમય વ્યક્તિ. | તેત્રીશ સૂચક સાંકેતિક શબ્દ. વાસ્તવિક રીતે દેવ તેત્રીશ છે. | ત્રિવષ્ટપ્રમાં એટલે તિબેટમાં રહેનારા લોકો. વધુ + | દાન આપનાર માણસ. | દિયેર; દેર; પતિનો નાનો ભાઈ. | દેવદાર. | દૈત્ય; રાક્ષસ; પિશાચ. | ધર્મ. | પતિ; ધણી; ભરથાર. | પંડિત; વિદ્વાન. વધુ + | પારો. | પ્રભુની પ્રતિમા; મૂર્તિ. | બાળક. | બ્રહ્મા. | બ્રાહ્મણને માન આપવા વપરાતો શબ્દ. | ભગવાન; ઈશ્વર; પરમેશ્વર; દેવાધિદેવ; પરમાત્મા; વિશ્વેશ. જે પોતાના સ્વરૂપમાં આનંદથી પોતે જ ક્રીડા કરે છે, કોઈની સહાયતા વિના ક્રીડાવત્ સહજ સ્વભાવથી સર્વ જગતને બનાવે છે, સર્વ ક્રીડાઓના આધાર છે, સર્વને જીતનારા અને જેને કોઈ જીતી શકે નહિ એવા છે, ન્યાય અને અન્યાયરૂપ વ્યવહારોના જાણનાર અને ઉપદેષ્ટા છે, સર્વના પ્રકાશક છે, સર્વ મનુષ્યને પ્રશંસા કરવા યોગ્ય છે અને નિંદાને યોગ્ય નથી, જે સ્વયં આનંદસ્વરૂપ અને બીજાને આનંદ કરાવે છે, જેને લેશ પણ દુઃખ નથી, જે સદા હર્ષિત, શોક રહિત અને બીજાને હર્ષિત કરવા અને દુઃખોથી પૃથક્ રાખવાવાળા છે, જે પ્રલય સમયે અવ્યક્તમાં સર્વ જીવોને સુવાડે છે, જે સર્વમાં વ્યાપ્ત અને જાણવા યોગ્ય છે એવા પરમેશ્વરનું નામ દેવ છે દેવ શબ્દમાં દિવ્ ધાતુ છે. આ ધાતુના દશ અર્થ છેઃ (૧) ક્રીડા, (૨) વિજિગીષા, (૩) વ્યવહાર, (૪) દ્યુતિ, (૫) સ્તુતિ, (૬) મોદ, (૭) મદ, (૮) સ્વપ્ન, (૯) કાંતિ, (૧૦) ગતિ. દેવો તેત્રીશ ગણાય છે, એટલે જેમાં આમાંના જેટલા ગુણો હોય તે પ્રમાણે તેનું દેવત્વ વધારે ઓછું કહેવાય છે. પરંતુ ઈશ્વરમાં સર્વ ગુણો હોવાથી તે જ દેવ ઉપાસ્ય છે. | ( જૈન ) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતા. દેવોના ચાર નિકાય છેઃ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક કલ્પોપપન્ન દેવ સુધીના ચતુર્નિકાયિક દેવોના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદ છે. ચતુર્નિકાયના ઉપરના દશઆદિ એકેક ભેદ ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિંશ, પારિષદ્ય, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલ્બિષિક રૂપે છે. વ્યંતર અને જ્યોતિષ્ક ત્રાયસ્ત્રિંશ તથા લોકપાલ રહિત છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા તથા બીજા સ્વર્ગના વૈમાનિક આટલા દેવો મનુષ્યની માફક કામસુખનો અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે. બાકીના દેવો બે બે કલ્પોમાં ક્રમથી સ્પર્શ, રૂપ, શબ્દ અને સંકલ્પ દ્વારા વિષયસુખ ભોગવે છે. બીજા બધા દેવો વૈષયિક સુખની રહિત હોય છે. | મૂર્ખ માણસ. | મેઘ; વાદળ. | ( નાટ્ય ) રાજા. | રૂપ, ગુણ વગેરેથી પૂર્ણ સારો માણસ; સુંદર જન. | વરસાદનો દેવ ઇંદ્ર. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નમ. તે સૃષ્ટિ વગેરેથી ક્રીડા કરે છે, દૈત્યો વગેરેને જીતવા ઇચ્છે છે, સર્વ ભૂતોમાં વ્યવહાર કરે છે, અંતરાત્મારૂપથી પ્રકાશિત થાય છે, સ્તુત્ય પુરુષોથી સ્તવન કરાય છે અને સર્વત્ર જાય છે, તેથી તે દેવ કહેવાય છે. | શિવનાં હજાર માંહેનું એક નામ. | સાધુ; મુનિ. | સ્વામી; શેઠ; માલિક. | હિંદી સાહિત્યનો એ નામનો એક પ્રખ્યાત કવિ. વધુ + | એ નામની એક બંગાળી અટક. | દેણગી; આપવું તે. | લલિત વિસ્તરમાં જણાવેલ ચોસઠ માંહેની એ નામની એક લિપિ. | આકાશ. | ( જૈન ) ઇંદ્રક વિમાનનું નામ. | એ નામની અટકનું માણસ. | એ નામની અટકનું. | દીપનાર; તેજસ્વી; દેદીપ્યમાન. | પૂજ્ય.
dhãm
( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે સોરઠા છંદનો એક ભેદ છે. | ચારદીવારી; શહરપનાહ; કોટ; કિલ્લો. | ડમરો. | મહાભારતમાં જણાવેલ એ નામનો એક દેવતા. | મુસલમાન કોમનું સમગ્ર જમણ. | શોભા. | અવસ્થા; ગતિ. | આશ્રય. | એ નામે એક દેવગણ. | એક જાતનું નાનું ઝાડ. | કાયદો. | કારજ; મરેલ પાછળ કરવામાં આવતું ભોજન. | કુટુંબનું માણસ; ઘરની વ્યકતિ. | ઘર; સદન; ગૃહ; ગેહ; આલય. | જ્ન્મ; ઉત્પતિ. | તેજ; જ્યોતિ; કાંતિ. વધુ + | દેહ; શરીર; તન. વધુ + | દોડ; ઉતાવળ. | ધન. | પરમાત્માનું નિવાસથાન. હિંદમાં ચાર ધામ મનાય છે. ઉત્તરમાં બદરીકેદાર, પૂર્વમાં જગન્નાથપુરી, દક્ષિણમાં રામેશ્વર અને પશ્ર્ચિમમાં દ્વારકા. | પરમેશ્વર. | પરલોક. | પવિત્ર જગ્યા; પુણ્યસ્થળ; તીર્થસ્થાન. વધુ + | પ્રકાશનું કિરણ | પ્રભાવ; પ્રતાપ. | બેડી; બંધન. | બ્રહ્મ. | ભવ્યતા; મોટાઇ. | મંદિર; દેવળ. | મુખ; મોઢું. વધુ + | વર્ગ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. તે પરમજ્યોતિ છે તેથી, વળી સર્વ કામનાઓના આધાર હોવાથી અને સર્વને ઠરવાનું ઠેકાણું પણ ભગવાન હઇ વિષ્ણુને ધામ કહેવાય છે. | વૈભવ. | શક્તિ; બળ. | શ્રેષ્ઠપણું. | સંઘ; સમૂહ. | સ્થાન; રહેઠાણ; નિવાસ. વધુ + | સ્વભાવ. | સ્વર્ગ; અક્ષરધામ. જે ધામને બીજા કોઇ ધામની ઉપમા દેવાતી નથી એ અક્ષરધામ કહેવાય છે. નિત્ય-નિમિત્ત પ્રલયમાં જીવકોટિને દેવકોટિના સ્થાનનો નાશ થાય છે. પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ લીન થાય છે. આત્યંતિક પ્રલયમાં તો તે પુરુષ પણ અક્ષરબ્રહ્મના પ્રકાશમાં લીન થાય છે. એક અચળ સ્થાન અક્ષરધામ જ છે. વધુ +
dharma
અવશ્ય કરવા યોગ્ય અને પાળવા યોગ્ય આચાર, વિચાર ને કર્તવ્ય; વેદશાસ્ત્ર પ્રમાણેનું આચરણ; સદાચરણ; શાસ્ત્રોક્ત વિધિનિષેધ. સ્મૃતિઓમાં આચારને પરમ ધર્મ કહેલ છે. અને વર્ણ તથા આશ્રમ અનુસાર તેની વ્યવસ્થા કરી છે. જેમકે, બ્રાહ્મણનો ધર્મ ભણવું ને ભણાવવું, દાન લેવું અને દાન દેવું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો; ક્ષત્રિયનો ધર્મ પ્રજાની રક્ષા કરવી ને દાન દેવું; વૈશ્યનો ધર્મ વ્યાપાર કરવો અને શૂદ્રનો ધર્મ ત્રણે વર્ણની સેવા કરવી. જ્યાં દેશકાળની વિપરીતતાને અંગે પોતપોતાના વર્ણ કે ધર્મ દ્વારા નિર્વાહ ન થઈ શકે ત્યાં શાસ્ત્રકારોએ આપદ્ધર્મની વ્યવસ્થા કરી છે, જે અનુસાર કોઈ વર્ણનો મનુષ્ય પોતાનાથી ઊતરતી વર્ણની વૃત્તિનો સ્વીકાર કરી શકે છે. જેમકે, બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્યની, ક્ષત્રિય વૈશ્યની અને વૈશ્ય શૂદ્રની. પરંતુ પોતાનાથી ઉચ્ચ વર્ણની વૃત્તિ ગ્રહણ કરવાનો આપત્કાલમાં પણ નિષેધ છે. એ પ્રમાણે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મનું પણ અલગ અલગ નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમકે, બ્રહ્મચારીને માટે સ્વાધ્યાય, ભિક્ષા માગી ભોજન કરવું, જંગલમાંથી લાકડાં લાવવાં, ગુરુની સેવા કરવી વગેરે. ગૃહસ્થને માટે પંચમહાયજ્ઞ, બલિ, અતિથિઓને ભોજન અને ભિક્ષુક, સંન્યાસીઓને ભિક્ષા દેવી વગેરે. વાનપ્રસ્થાને માટે સામગ્રી સહિત ગૃહની અગ્નિ લઇ વનમાં વાસ કરવો જટા, નખ, મૂછ, આદિ રાખવાં, ભૂમિ ઉપર સૂવું, શીત, તાપ સહેવાં, અગ્નિહોત્ર, દર્શપૌર્ણમાસ, બલિકર્મ આદિ કરવાં વગેરે. સંન્યાસીઓને માટે બધી વસ્તુઓનો ત્યાગ, અગ્નિ અને ગૃહથી રહિત થઈ ભિક્ષા દ્વારા નિર્વાહ કરવો, મૂછ, નખ, આદિ કપાવવાં અને દંડ કમંડલુ ધારણ કરી રહેવું આ વર્ણ અને આશ્રમના અલગ અલગ ધર્મ થયા. આ બંનેના સંયુક્ત ધર્મને વર્ણાશ્રમ ધર્મ કહેવામાં આવે છે. જેમકે, બ્રાહ્યણ બ્રહ્યચારીએ પલાશદંડ ધારણ કરવો. કોઈ ગુણ કે વિશેષતાના કારણરૂપ ધર્મને ગુણધર્મ કહે છે. જેમકે, શાસ્ત્રોક્ત રીતિથી અભિષેક થયો હોય તે રાજાએ પ્રજા પાલન કરવું. કોઈ નિમિત્તથી કરવામાં આવે તે નિમિત્તધર્મ કહેવાય છે. જેમકે, શાસ્ત્રોક્ત કર્મ નહિ કરવાથી અથવા શાસ્ત્રસિધ્ધ કર્મ કરવાથી પ્રાયશ્રિત્ત કરવું. એ પ્રમાણે વિશેષ ધર્મ, કુલધર્મ, જાતિધર્મ વગેરે છે. કેટલાક પ્રાચીન ધર્મના પાંચ પ્રકાર કહે છેઃ અનુગામી, બિંબપ્રતિંબિબ, ભાવાપન્ન.ઉપચરિત અને વસ્તુપ્રતિવસ્તુભાવાપન્ન યજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, ધૃતિ, ક્ષમા અને અલોભ એ ધર્મના આઠ પ્રકાર કહ્યા છે. તેમાં પહેલા ચાર એટલે યજ્ઞ, અધ્યયન, દાન તથા તપ એ દંભથી પણ લોકો કરી શકે છે. પરતું સત્ય, ધૃતિ, ક્ષમા અને અલોભ કોઈ સાઘારણ માણસથી થઈ શકે તેમ નથી. ધર્માચરણ શાસ્ત્રવિહિત વર્ણાશ્રમાદિ ધર્મનું યથાવત્ પરિપાલન સાત્વિક લક્ષણ છે. કણાદ મુનિ વૈશેષિક દર્શનારંભમાં કહે છે. કે જે વૈદિક આચરણ વિશેષથી આ લોક સંબંધી તથા પારલૈકિક સ્વર્ગાદિ તેમ જ મોક્ષસુખની પ્રાપ્તિ થાય તે ધર્મ, અર્થાત્ દાનાદિ ધર્માચરણ અભ્યુદયનો હેતુ છે તથા શ્રવણ મનન નિદિધ્યાસનરૂપ ધર્માચરણ નિશ્રેયસ મોક્ષનો હેતુ છે. ધર્મના દેશધર્મ, કુલધર્મ, જાતિધર્મ, વયોધર્મ, ગુણધર્મ. શરીરધર્મ, કાળધર્મ, આપદ્ધર્મ ઇત્યાદિ અનેક ભેદ મહાભારતમાં કહ્યા છે. દક્ષિણમાં બ્રાહ્મણો પણ માતુલ કન્યાનું પાણિગ્રહણ કરે છે તે દેશધર્મ કહેવાય છે. વસિષ્ઠ ગોત્રીઓ બાળકને બાળમોવાળા ઉતરાવતી વેળા પાંચ જુલફાં રાખે એ કુળધર્મ ગણાય. છ અંગ સહિત વેદનું અધ્યયન કરવું તથા અર્થજ્ઞાન સંપાદન કરવું એ જાતિધર્મ કહેવાય. આઠ વર્ષના બ્રાહ્મણ બાળકને ઉપનયન કરવું, કેશ કાળા હોય તેવામાં જ અગ્નિહોત્ર લેવું ઇત્યાદિ વયોધર્મ કહેવાય છે. શ્રુતિ, સ્મૃતિ, સત્પુરુષોનું આચરણ અને જે વર્તન કરવાથી પોતાનો અંતરાત્મા સંતુષ્ટ રહે તે ચારને ડાહ્યા પુરુષો ધર્મનું સાક્ષાત્ લક્ષણ કહે છે. ધર્મનું જ્ઞાન ત્રણ પ્રકારે થઈ શકે છેઃ એક તો ધર્માત્મા વિદ્વાનોની શિક્ષાથી, બીજું આત્માની બુદ્ધિ તથા સત્ય જાણવાની ઇચ્છાથી અને ત્રીજું પરમેશ્વરની કહેલી વેદવિદ્યાને જાણવાથી મનુષ્યને સત્યાસત્યનો યથાવત્ બોધ થાય છે. વધુ + | અહિંસા. | આત્મા; જીવ. ધર્મ શબ્દ ધૃ ધાતુ જેનો અર્થ ધારણ કરવું થાય છે, તેના ઉપરથી થયો છે. શરીર, ઇંદ્રિયો વગેરેના સંઘાતનો ધારણ કરનારો હોવાથી ધર્મ શબ્દનો અર્થ આત્મા થાય છે. એ આત્મા સૂક્ષ્મ છે. અહીં સૂક્ષ્મ એટલે આંખથી ન જોવાય એવો અર્થ નથી. સૂક્ષ્મતાનો અર્થ પવિત્રતાથી ગ્રાહ્ય એવો અનુભવ પકડાય છે આત્મા સૂક્ષ્મ છે, એટલે કે મેલા હૃદયવાળાથી કોટિ વર્ષે એ સમજાય તેવો નથી. પવિત્ર અંતરવાળાને માટે તો આત્મજ્ઞાન સહજ છે. આથી આત્મા એ કંઈ સુવિજ્ઞેય નથી. વધુ + | ( જૈન ) આત્માનો સ્વાભાવ. | ઈમાન; પ્રામણિકપણું. ગાંધીજી કહે છે. કેઃ એક સર્વોપરી અદશ્ય શક્તિને વિષે જીવતી અચળ શ્રદ્ધા એનું નામ મારે મન ધર્મ. ધર્મ એક વ્યક્તિગત સંગ્રહ છે. તેને માણસ પોતે જ રાખી શકે છે. અને પોતે જ ખુએ છે. સમુદાયમાં બચાવી શકાય તે ધર્મ નથી, મત છે. મરણાંત લગી પાળ્યો એ જ ધર્મ, સારી સગવડ કે વિનોદ. ધર્મ સીધી લીટી નથી, એ તો વિશાળ વૃક્ષ છે. તેનાં કરોડો પાંદડાંમાંનાં બે પણ સરખાં નથી હોતાં. પ્રત્યેક ડાળીમાં પણ ભેદ છે. તેમાંની એક પણ આકૃતિ ભૂમિતિની આકૃતિ જેવી માપસર નથી હોતી. તેમ છતાં આપણે જાણીએ છીએ કે બીજ, ડાળ અને પાતરાં એક જ છે. ધર્મ સીધી લીટી નથી, પણ વાંકીયે નથી. સીધી લીટીથી તે પર છે, કેમકે બુદ્ધિથી પર છે. તે અનુભવથી ઓળખાય છે. | ઈશ્વરને ઓળખવાનો, તેનાથી ડરીને ચાલવાનો અને તેનું ભજન, કીર્તન વગેરે કરવાનો પવિત્ર માર્ગ; પુણ્ય માર્ગ; શ્રેય માર્ગ. વેદકાળમાં સૌથી શ્રેષ્ઠ પ્રજામાં પ્રથમ આર્યો હતા ને તેઓનો જે ધર્મ તે સનાતન ધર્મ ને તે ધર્મ તે વેદોક્ત ધર્મ છે. આર્યોના સંબંધમાં તે ધર્મ સંબંધે જે સત્ય વાત છે તે આ છેઃ વેદમાં કહેલા બોધનું બુદ્ધિપૂર્વક સમજીને શ્રદ્ધાપૂર્વક પાલન કરવું ને ક્ષુદ્ર જીવાત્માએ શુદ્ધ સત્ત્વગુણી સ્થિરચિત્ત થઈ પરમાત્મા સાથે એકતાર થવું, તે ધર્મનો મુખ્ય લાભ. આવો વિચાર પરાપૂર્વથી ચાલતો આવેલો છે. ધર્મ જો જ્ઞાન સાથે હોય તો જ તે નભી શકે. જ્ઞાન વગરનો ધર્મ મોળો અથવા નિસ્તેજ છે. તે ઝાઝી વાર ટકતો પણ નથી ધર્મ સ્થપાય છે જ્ઞાનથી ખરો, પણ તે એકલવાયો છે,તથા જ્ઞાન હોય તો સ્થપાયેલો ધર્મ સુદૃઢ થાય, ને ધર્મ જ્ઞાનને અનુસરી વિશેષ સબળ થાય. છતાં આ વળી જાણવા યોગ્ય છે કે, જ્ઞાન વિકટ ને દુલર્ભ છે, તે થોડાને માટે છે, ગહન ને સૂક્ષ્મ છે; ને ધર્મ સુલભ ને સૌ જન માટેનો છે. ધર્મના પણ બે ભેદ છેઃ નિવૃત્તિ ને પ્રવૃત્તિ. નિવૃત્તિ ધર્મ બહુ કાળ તપે છે ને પ્રવૃત્તિ ધર્મ સહજમાં પડી ભાંગે છે. વળી નિવૃત્તિ ધર્મમાં પણ બે ભેદ છે: નિત્ય અને અનિત્ય. આર્ય પ્રજાનો જે ધર્મ તે નિવૃત્તિમાન, નિત્ય ને સત્વગુણી છે ને તેથી કાળના કાળ વહી ગયા, તેના ઉપર ઘણા ઘણા પ્રહારો થયા. ધણી આસમાનીસુલતાની થઈ, તોપણ તે જેવો ને તેવો જ સ્થિર, દીપતો, ઝળકતો ને તપતો રહ્યો છે. એ એનો જય અવર્ણનીય છે. સર્વ રીતનું તાત્પર્ય જોતાં એમ જણાય છે કે, આર્યાવર્તની પ્રજાનો જે શ્રેષ્ઠ ધર્મ તે વેદ છે. વેદમાં જે ધર્મ છે તે જ્ઞાનયુક્ત નિવૃત્તિ ઉપર પણ છે, ને તેના સ્થાપનાર ઋષિઓ છે. એ ધર્મ સ્થાપવાનો મુખ્ય હેતુ જીવોનું પરમ કલ્યાણ કરવું આ જ છે. ઘણા કાળ સુધી એ ધર્મ પ્રવૃત્ત હતો, પણ વખત બદલાતો ગયો તેમ તેમ વેદ ધર્મ કર્મ મોળાં પડતાં ગયાં. તેમાં માત્ર જ્ઞાનધર્મ, વેદાંત જ્ઞાન હોવાથી, જાડી બુદ્ધિના જનોને તે રુચ્યો નહિ ને તેથી ધર્મ સમજાવવાને, તેને પાળવા પળાવવા માટે સ્મૃતિઓ રચાઈ. આ સ્મૃતિ ધર્મ કેટલાક કાળ સુધી ચાલ્યો, પરંતુ તેમાં યે ધર્મ ને જ્ઞાન મુખ્ય હતાં અને પરમાત્માને જાણવાને માટે ગહન વિકટ શ્રદ્ધાવાળાં સાધન હોવાથી લોકોની સમજમાં ઊતર્યાં નહિ ને તેથી ધણા કાળે પુરાણોની રચના થઈ. મનુષ્ય માત્રને ધર્મ પાળવો તો અવશ્યનો છે જ, તે પાળ્યા વિના આત્માને શાંતિ મળતી નથી. વળી જ્ઞાન એ થોડાને માટે ને દુલર્ભ છે અને ઈશ્વરને ઓળખ્યા વિના વિનાશી પામર જીવનું કલ્યાણ નથી, તેથી ઈશ્વરને ઓળખાવવા અથવા ઓળખવા, તેનું જ્ઞાન મેળવવા માટે પુરાણ ધર્મની સ્થાપના થઈ. આ પુરાણ ધર્મની સ્થાપના ક્યારે થઈ, તેને માટે અનેક પ્રકારનો વાદવિવાદ ચાલે છે. કેટલાક ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ ઉપર થયેલી ગણાવે છે, કેટલાક ઈ.સ. પૂર્વે ૮૦૦ થી ૫૦૦ વર્ષ ઉપર ને કેટલાક ઈ. સ. ૮૦૦ થી ૧૫૦૦ સુધીમાં જણાવે છે. યરપિયન વિદ્વાનોના તર્કવાદો, તેઓના આર્ય પ્રજાના સંબંધના વિચારો ને સૃષ્ટિની રચનાના સંબંધમાં જે જે ગણતરી તેઓએ કરી છે, તે કેવળ મિથ્યાવાદ અથવા વિતંડા જેવી છે. તેઓના આર્ય પ્રજાના સંબંધમાં તેમાંનાં ઘણાંક અનુમાનો ખોટાં પડ્યાં છે ને ખોટાં પડતાં જાય છે. તો પછી વેદકાળ, સ્મૃતિકાળ ને પુરાણકાળના સંબંધમાં તે જે જણાવે તે આર્યેપ્રજા માનવાને બંધાતી નથી. આટલું તો દૃઢતાથી કહી શકાશે કે ઈ.સ. પૂર્વે ૨૦૦ થી ૧૦૦ વર્ષ સુધીમાં આર્યાવર્તમાં પુરાણ ધર્મ બહુ સારી રીતે પ્રસરેલો હતો ને શિવશક્તિનું પૂજન પ્રેમે થતું હતું અર્થાત્ પુરાણ ધર્મ ઈ.સ. પૂ.માં પ્રવર્તેલો હતો જ અને જ્યારે ઈ.સ. પૂ.માં તે સુદૃઢ હતો, ત્યારે તેની સ્થાપના ધણાં વર્ષ પૂર્વે થયેલી હોવી જોઈએ. હવે વેદોક્ત ધર્મમાંથી પુરાણોક્ત ધર્મ ક્યારે નીકળ્યો તે નક્કી થવું મુશ્કેલ નથી. વેદધર્મ તે જ્ઞાનપ્રધાન ધર્મ છે અને પુરાણ ધર્મ તે ભક્તિપ્રધાન ધર્મ છે. વેદમાર્ગ કે ઉપનિષદમાર્ગ એ એટલા બધા તો કઠિનતાવાળા છે કે, સામાન્ય મનુષ્યથી તે વિધિએ વર્તાય તેવો ઘણો થોડો સંભવ રહે છે. જોકે વેદવેદાંતના ધર્મનું પરમ ફળ મોક્ષ છે, તોપણ તે જ્ઞાનમાર્ગનો ધર્મ અલ્પમતિ મનુષ્યને ભાગ્યે જ સાનુકૂળ થઈ પડે ને તેથી જ પુરાણોનો જન્મ થયો છે. વેદમાં જે ધર્મ કહ્યો છે તે પુરાણમાં રૂપાંતરથી કહ્યો છે. વેદમાં ત્રણ દેવો મુખ્યત્વે કરીને મનાય છે, તેમનું ઉપાસન પુરાણમાં છે, પણ નહિ સમજનારા કેટલાક તેના સંબંધમાં ઘણા જુદા જુદા અર્થો કરીને ગૂંચવાડો ઉત્પન્ન કરે છે. કાલિદાસના સમયમાં શિવશક્તિનાં પૂજન કેવાં હતાં ! તે ઉપરથી જણાય છે કે, પુરાણ ધર્મ પ્રવર્તેલો હતો. વેદોક્ત ધર્મની પ્રવૃત્તિ ઘણી ન હોવાથી, તેનો લોપ થવાનો સમય આવેલો હશે તે વેળાએ પુરાણગ્રંથો થયા છે. પુરાણમાં ત્રણ દેવનું ગમે તે પ્રકારે પણ પૂજન છેઃ બ્રહ્મા, વિષ્ણુ ને રુદ્ર. બ્રહ્માનું ઉપાસન નિસ્તેજ થઈ ગયું છે, પણ શિવ ને વિષ્ણુનાં ઉપાસન તો ચાલુ જ છે. મનુષ્યના મનને શાંતિ દેનાર ધર્મ છે, તેના દુઃખની નાસ્તિ કરનાર ને સુખની વૃદ્ધિ કરનાર ધર્મ છે, તેની વાસના અથવા મનોવૃત્તિની વૃદ્ધિને સંકોચનાર, જ્ઞાન દેનાર, પ્રજ્ઞાનમય બ્રહ્મનો બોધ કરનાર, સંસારવ્યવહારમાં તેજવંત કરનાર, ક્ષણિક જગતમાંથી તારનાર, દુઃખિત જીવિતમાંથી સુખમય ધામમાં પહોચાડનાર, પુનર્જન્મમાંથી બચાવનાર, કર્મવાસનાને ટાળનાર, અજ્ઞાનાંધકારનો નાશ કરનાર, ત્યાગવૃત્તિમય નીતિએ દોરનાર, નિર્વાણપદ ઉપર પહોંચાડનાર, માયામોહથી બચાવનાર, દયા પ્રેમમાં મસ્ત કરનાર, અક્ષરબ્રહ્મને પમાડનાર, ધર્મમાર્ગના પ્રવેશ કરાવનાર, ઈહલોકમાં સુખ આપનારને પરલોકમાં મોક્ષ આપનાર, સર્વોપરી ઇંદ્રિયજન્ય જ્ઞાનથી પર, સંસ્કારી બુદ્ધિએ નિર્ધારેલો નહિ પણ ઈશ્વરે આપેલો તે ધર્મ છે, જે મનુષ્ય અથવા અલ્પ પ્રાણીને ઉત્તમ, સત, અવિનાશી, અપૂર્વ ગતિ આપે છે, ધર્મથી સૃષ્ટિની રચના, સ્થિતિ ને સંહાર થાય છે: મનુષ્યપ્રાણી સત્કર્મમાર્ગે પ્રવર્તે છે. ધર્મને શોધવા ખોળવાને માટે મોટા મોટા ઋષિઓ, પંડિતો, વિદ્વાનો ને ફિલસૂફો મથન કરે છે, છતાં કોઈ ને પણ તે અકલ્પ ધર્મ સાંપડતો નથી તે છતાં તે મેળવવાને ફાંફા મારે છે. ધર્મ છે તે એક જ છે ને ઈશ્વરપ્રેરિત છે. તેમાં અસત નથી, પાખંડ નથી, દંભ નથી, અહંકાર નથી, પણ તે સત્ ચિત્ આનંદમય છે ને તેવો ધર્મ છે તે આપણો વૈદિક આર્યાવર્તનો સનાતન સર્વોપરી ધર્મ છે. તેવા ધર્મનું રહસ્ય સમજાવનાંરા કોઈ પણ શાસ્ત્રીય ગ્રંથો હોય તો તે આર્યાવર્તમાં જ છે ને તેઓમાંનો એક શ્રેષ્ઠ ગ્રંથ તે શ્રીવેદવ્યાસપ્રણીત શ્રીમદ્ભાગવત ગ્રંથ છે. ધર્મ શબ્દનો અર્થ, વ્યાખ્યા, રહસ્ય બહુ જ ગહન છે. ભિન્ન ભિન્ન દેશના ભિન્ન ભિન્ન પંડિતો તેના સંબંધમાં ભિન્ન ભિન્ન વિચાર દર્શાવી ગયા છે. તે બધાનું એક સ્વરૂપ બાંધીએ તોપણ સર્વમાન્ય ધર્મવિચારના આરંભનું સ્વરૂપ પણ વાસ્તવિક રીતે આપણે યથાર્થપણે બાંધી શકીએ તેમ નથી, કારણ કે દરેક વ્યક્તિએ ધર્મ માટે જુદા જ વિતર્કો કીધા છે. તેથી ધર્મની વ્યાખ્યા સંબંધે કોઈ પણ નિશ્ચયાત્મક વિચાર આપવો, એ કેવળ ઉચ્છ્રંખળપણાની અધમ નિશાની છે. તેથી માત્ર આટલું જ માની લેવું કે, ધર્મ એ અનાદિ કાળથી સ્થાપિત થયેલો છે ને તે વિશ્વરચનાની સાથે ઈશ્વરથી અપાયેલો છે. પછી જેવી જેવી જેની પ્રતિભાની સ્ફુટતા, તે તે પ્રમાણે તેણે ધર્મના રહસ્ય સંબંધે વિચાર કર્યો છે. ધર્મની અનેક વ્યાખ્યા આ દેશના ને પરાયા દેશના વિદ્વાનોએ કીધી છે. નારદ મુનિ કહે છે કેઃ ધર્મ તેને જ જાણવો કે જેથી પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય. પણ બીજે સ્થળે વળી એવું કહે છે કે, આત્મા પરમાત્માની એકતા કરવી તે ધર્મ. વસિષ્ઠ મુનિ કહે છેઃ પિંડ બ્રહ્માંડની એકતા થવી તે ધર્મનું મુખ્ય સ્વરૂપ. મહાત્મા જૈનાચાર્ય ગૌતમ જણાવે છે કેઃ જેથી સર્વ દુઃખનો નાશ થાય અને આનંદમય નિર્વાણપણાને પામવું તે ધર્મ. વેદવ્યાસ કહે છે. કેઃ આત્મા પરમાત્માની એકતા તો ખરી, તે સાથે નિરંતરની જ્ઞાનવૃત્તિ રહેવી તે ધર્મ, મોક્ષ ને સુખ શાંડિલ્ય સૂત્રકાર લખે છે કેઃ ભક્તિભાવ સાથે અનંતને પિછાણવો તે ધર્મ. વલ્લભાચાર્ય કહે છેઃ ભક્તિમાં પૂર આસક્તિ ધરી પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણને ભજવા તે ધર્મ અને શંકરાચાર્ય કહે છેઃ આત્માને જડવૃત્તિમાંથી કાઢી ચૈતન્યમાં આણવો તે ધર્મ. આમ અનેક ઋષિઓએ અને આચાર્યોએ અનેક પ્રકારે ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપ બાંધ્યાં છે. કોઈ પિંડ બ્રહ્માંડની એકતા, કોઈ આત્મા પરમાત્માની એકતા, જીવાત્મા પરમાત્માની એકતા, બ્રહ્મમાં લીનતા ને કોઈ સ્વસ્વરૂપાનુસંધાન, એમ ધર્મના ભેદ ધારે છે. પદ્મપુરાણમાં એક સ્થળે કહે છે. કેઃ ધર્મ તે જ કે જે યથાર્થ જ્ઞાન આપે, અર્થાત્ જે ખરૂં સત્ય જ્ઞાન આપે તે ધર્મ. અને ખરૂં ને સત્ય જ્ઞાન તે એ જ કે આત્મા પરમાત્માની ખરી સ્થિતિ જાણી એકતા કરવી. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ બે ગ્રંથોમાં સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન આપવામાં આવ્યું છે. પૂર્વ મીમાંસામાં વેદમાંના કર્મમાર્ગને કેવા પ્રકારે અનુસરીને વર્તવું તે વિષય સંબંધી વર્ણન કરેલું છે. જૈમિન ઋષિ એમ સમજાવે છે કેઃ ષડંગ વેદ અર્થ સાથે જાણવાથી પૂર્ણ રીતે પ્રભુ જાણવામાં આવે છે ને પ્રભુને જાણવા એ જ ધર્મ જાણવા જોગ છે. ઉત્તર મીમાંસાના કર્તા વેદવ્યાસ મુનિ છે. તેમણે જ્ઞાનધર્મ સમજાવવા માટે વિશ્વરચનાના સંબંધમાં બહુ જ કઠિનતાથી એટલે ગૂઢતાથી વર્ણન કરેલું છે. મીમાંસાનો અને સાંખ્યવાળાનો મૂળ એક મત છે, પણ સાંખ્યમત મીમાંસકોના મતથી થોડો વિપરીત છે. સાંખ્યના બે મોટા આચાર્યો છે, કપિલ ને પતંજલિ. કપિલે નિરીશ્વરવાદ પ્રકટ કીધો છે. ને તે આત્માને માનતાં પરમાત્માને ભૂલી જાય છે. પણ પતંજલિ કહે છે કેઃ સર્વે આત્માની એક જુદો જ પુરુષ છે, જેને દુઃખ, સુખ, જન્મ મરણ કંઈ લાગતું નથી, ને તેને પામવાનો જે યોગર્માગ તે જ ધર્મ. એ યોગ દ્વારા પ્રાણાયામથી અને પ્રત્યાહારથી આત્મા પરમાત્માનું ઐક્ય થાય. ઐક્ય થતાં જન્મ મરણ ટળે છે ને બ્રહ્મૈક્યતા થાય છે. ગૌતમ ધર્મનું રહસ્ય સમજાવતાં કહે છે. કેઃ આત્મા અનાદ્યંત, પ્રકૃતિ રહિત ને સ્વતંત્ર છે. પરમાત્મા અથવા ઈશ્વર અનાદ્યંત, જ્ઞાનનિધિ, સર્વનો નિયંતા ને સર્વે વસ્તુનો પ્રેરક છે. તેને યથાર્થ જાણવામાં સર્વ ધર્મ સમાય છે. આ તો પ્રાચીન વિદ્વાનોના મત વિષે વિચાર થયો. પણ પાશ્ચાત્ય લોકો કે જેઓ આજે પ્રવૃત્તિના જીવ છે, જેઓ વિદ્યાકળાને આધારે ધર્મમાં પણ, બાળક પેરે અનેક જાતના તર્કવિતર્ક કરે છે, તેઓ શું કહે છે તે તપાસીએ. બોરો નામનો એક વિદ્વાન કહે છે કેઃ ધર્મ તે ગુપ્ત સદ્ગુણ છે અને પ્રસિદ્ધમાં શ્રદ્ધાવંત કહેવડાવે છે. તે દરેક જનના સુખનું કારણ ને પ્રજાની આબાદી છે. આ વિચારમાં ધર્મ સંબંધે કશું પણ નથી. હોર્ન નામનો એક વિદ્વાન કહે છે. કેઃ ધર્મ છે તે હડાપણનો ભંડાર, પૂર્ણ પવિત્ર માર્ગ સૂચવનાર, વિશ્રામનું મધુરૂં ફળ છે. કાંત નામનો એક જર્મન વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે નીતિ, અર્થાત્ સુનીતિએ રહેવું, સુનીતિએ વર્તવું ને સુનીતિએ ઈશ્વરાજ્ઞા માથે ચડાવવી, એટલે બસ થયું. જેમેસન નામનો એક સાધુ કહે છે કેઃ ધર્મ એટલે ઈશ્વર થવું. ઈશ્વરપણું પામવું જેમાં ઈશ્વર થવાના વિચાર નહિ હોય તે ધર્મ નહિ. ફિસ્તે નામનો વિદ્વાન કહે છે. કેઃ ધર્મ એટલે જ્ઞાન. પ્લેટો કહે છે કેઃ ધર્મ એટલે ઈશ્વરને સંપૂર્ણ જાણવો, પણ કેવા પ્રકારે તેનું કંઈ પૃથક્કરણ તે કરતો નથી. આનાકસાગોરાસ કહે છે. કેઃ એક ઈશ્વર છે ને તે સર્વજ્ઞ છે, જેણે ચૈતન્ય વિનાનાં જડ પરમાણુઓને ગતિમાન કીધાં છે; તે સર્વમાં છે, પણ તેનામાં કોઈ નથી. એને જે જાણવો તે ધર્મ. સોક્રેટીસ કહેતો હતો કેઃ મરણ પછી ઉત્તમ ગતિ જીવનની થાય ને કોઈક ઈશ્વરી સત્તા વિશ્વમાં વ્યાપક છે જે વળી અવ્યાપકમાં પણ વ્યાપક છે તેને જાણવાનું નામ ધર્મ. ને ધર્મ એ શાંતિકર ને સુખકર છે. પ્લેટો ઈશ્વરની સચરાચર વ્યાપકતા સારી રીતે માનતો હતો. તે કહેતો કે, ઈશ્વર આદ્યંત રહિત, સ્વયંભૂ, કારણનું કારણ ને સકળ પદાર્થનો પિતા હોવો જોઈએ ને તે સંપૂર્ણ, એટલે જેવા આપણા ભગવાનને પરિપૂર્ણ ષડ્ ઐશ્વર્યવાળા કહીએ છીએ તેવો અતિ ઘણો ધર્મબુદ્ધિમાન ને સકળ શક્તિમાન છે. વળી તે જ્ઞાનીઓને પણ જાણવો દુર્લભ છે ને અલ્પમતિના તો લક્ષમાં કાળાંતરે આવે તેવો નથી. તેને જે જાણવો, તેનામાં એક થવું તે ધર્મ. એરિસ્ટોટલ નામનો વિદ્વાન કહે છે કેઃ આત્માને પૂર્ણ રીતે જાણવો તે ધર્મ. ઝીનોના ધર્મ સંબંધી વિચાર આવા છેઃ સૃષ્ટિ તે જ ઈશ્વર. ઈશ્વરને જાણવો હોય તો સૃષ્ટિને જાણવી. એ ઈશ્વર અનાદિ ને જ્ઞાનમય છે. એને જાણ્યાથી ધર્મની હદ આવે છે. જિસસ ક્રાઇસ્ટનો મુખ્ય ચેલો સેંટ મેથ્યુ ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ શત્રુને ચાહો, શાપ દે તેને આશિષ દો; ધિક્કારે તેનું રૂડું કરો ને તેના રૂડા માટે પ્રાર્થના કરો. ધર્મ તે જ છે કે જે શત્રુને મિત્ર ગણે, ભૂંડું કરનારનું ભલું કરે; અર્થાત્ જિસસ ક્રાઇસ્ટના ચેલાઓનો બહુ મત એવો છે કે, નીતિથી વર્તવું. શ્લાવરમેકર નામનો એક જર્મન વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે પૂર્ણ પરાધીનતા. હેગલ નામનો વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે પૂર્ણ સ્વાધીનતા. ફાઇરબાક નામનો એક બીજો જર્મન કહે છે કે, ધર્મ એ કંઈ નથી, પણ એક રોગ છે ને એ પવિત્ર રોગ છે. મોઝીઝ નામનો એક ઇજિપ્સિયન વિદ્વાન ઈ.સ. પૂર્વે બે હજાર વર્ષ ઉપર લખી ગયો છે કેઃ જેણે આ સૃષ્ટિ રચી છે, જે સર્વનો પ્રેરક છે ને જેણે પ્રાણી માત્રને સારાસાર સમજવાની બુદ્ધિ આપી છે, તેને પિછાણવો તે ધર્મ. મેક્સ મુલર કહે છે કેઃ અનંત શક્તિવાળા કે અનંતને પિછાણવો તે ધર્મ જિસસ ક્રાઇસ્ટ કહે છે કેઃ ધર્મ એ જ કે કષ્ટ સહન કરવાં, આત્માને ઓળખવો, પરમાત્માને જાણવો ને પાપ માટે ડરવું. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ લખે છે કેઃ જો આપણે ઐતિહાસિક દૃષ્ટિ ધારણ કરીએ તો આપણો ઈતિહાસ ગંગાના પ્રવાહ જેવો દેખાય છે. એ એટલો પ્રાચીન છે કે, જેમ હિમાલયની ઉપત્યકામાં ઊભો રહીને મનુષ્ય દૂર પહાડમાંથી ગંગા ચાલી આવે છે એટલું જ કહી શકે છે, પરંતુ તેનું મૂળ જોઈ શકતો નથી. તે રીતે આપણો ધર્મ અતિ પ્રાચીન છે, પરંતુ તે કેટલો પ્રાચીન છે એ આપણે બરાબર કહી શકીએ તેમ નથી. પરંતુ આ ઉપરથી એમ સમજવાનું નથી કે કેવળ પુરાતનતાને લીધે કોઈ પણ ધર્મ સનાતન ધર્મની પદવી લઈ શકે છે. એસિરિઅ, બૅબિલોન, ગ્રીસ, રોમ એ દેશોનો ધર્મ કેવળ સ્મૃતિશેષ થઈ ગયો છે. આપણો ધર્મ જ એવો છે કે જે અતિ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે અને ચાલ્યા કરશે. આ ધર્મને હું વૈદિક ધર્મ નહિ કહું જૈન ધર્મ નહિ કહું, તેમ બૌદ્ધ ધર્મ નહિ કહું. હું એને કેવળ સનાતન ધર્મ કહીશ. વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે એક જ સનાતન ધર્મનાં યદા યદા હિ ધર્મસ્ય ઇત્યાદિ મહાવાક્ય અનુસાર ઉત્પન્ન થયેલાં રૂપો છે. જે રીતે ગંગામાં અનેક ઝરણાં મળે છે, તોપણ ગંગાની એકતા અબાધિત રહે છે, તે પ્રકારની સનાતન ધર્મની એકતા નથી. પરંતુ જેમ નદીનો પ્રવાહ પથ્થર કે શિલાથી રોકાઈને અટકતો નથી, પરંતુ વિભક્ત બનીને રહે છે, તે રીતે આપણા ભારતવાસીઓનો સનાતન ધર્મ વૈદિક, જૈન અને બૌદ્ધ એવા ત્રણ પ્રવાહમાં વિભક્ત બનીને ચાલ્યો આવે છે. પરંતુ એટલું સમજવું જોઈએ કે એ બધું એક જ ગંગાજળ છે. કેવળ પુરાતનતાથી ઉત્તમતા સિદ્ધ થતી નથી. વળી બધા ધર્મગ્રંથોમાં વેદ અધિક પુરાતન છે. વેદમાં પ્રતિપાદિત કરેલો ધર્મ બ્રાહ્મણોએ ઉત્પન્ન કરેલો ધર્મ નથી. વેદથી પણ વધારે પ્રાચીન સમયથી ચાલ્યો આવતો ધર્મ વેદમાં શબ્દરૂપે આવિર્ભાવ પામ્યો છે વેદમાં મુખ્ય કર્મ અગ્નિહોત્ર છે અને એ અગ્નિહોત્રનું તત્ત્વ આત્મબલિદાન છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને એ તત્ત્વને કાશ્યપધર્મ અર્થાત્ ઋષભદેવજીએ પ્રતિપાદન કરેલો ધર્મ કહેવામાં આવ્યો છે. સમસ્ત મહાભારતમાં મણિગણમાં સૂત્રની પેઠે એક ઉપદેશ પરોવાયેલો છે તે એ છે કે, યતઃ કૃષ્ણસ્તતો ધર્મઃ યતો ધર્મસ્તનો જયઃ અર્થાત્ જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, જ્યાં ધર્મ ત્યાં જય. આ જ મહાભારતનો કેંદ્રસ્થ ઉપદેશ છે. એનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે, સંસારમાં પરમાત્માનો અવતાર થાય છે એમ સમજી પરમાત્માનું સખ્ય કરવું, એની સહાયતા લેવી અને મનુષ્યજીવનરૂપી રથમાં બેસીને પરમાત્માને સારથિ બનાવી, આસુરી સંપત્તિની સામે યુદ્ધ કરવું એ ધર્મ; આ ધર્મ જ્યાં હોય ત્યાં જય જ છે. વધુ + | ઉચિત અનુચિતનો વિચાર કરનારી ચિત્તવૃત્તિ; ન્યાયબુદ્ધિ; વિવેક. | ઉપમા; ઉપમાન અને ઉપમેયમાં સામાન્ય હોય એવો ગુણ કે વૃત્તિ. | ઉષ્માંક; `કેલરિ.` | એ નામનો એક પૌરાણિક ઋષિ. તેને કોઈ વાર પ્રજાપતિઓ માંહેના એક તરીકે જાણવામાં આવે છે. તેણે તેર દક્ષની પુત્રીઓ પરણી ઘણાં સંતાનો ઉત્પન્ન કર્યાં. | ( પુરાણ ) એ નામનો એક પ્રજાપતિ. તેને દક્ષની દીકરી મૂર્તિ નામની સ્ત્રી હતી. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પ્રકૃતિ છંદનો એક ભેદ છે. તેમાં ભગણ, સગણ, નગણ, જગણ, નગણ, ભગણ, સગણ મળી ૨૧ વર્ણ હોય છે. | ઐહિક નીતિબંધન. વધુ + | કર્તવ્ય; ફરજ. | કાયદો; નીતિ; ન્યાયવ્યવસ્થા; કાનૂન. વધુ + | કોઈ સંબંધ, સ્થિતિ કે ગુણ વિશેષના વિચારથી ઉચિત અને આવશ્યક કર્મ; સમાજના કાર્ય વિભાગના નિર્વાહ માટે આવશ્યક અને ઉચિત કર્મ; કોઈ જાતિ, કુળ, વર્ગ, પદ વગેરે માટે ઉચિત કરેલ વ્યવસાય કે વ્યવહાર; કર્તવ્ય; ફરજ. જેમકે, બ્રાહ્મણનો ધર્મ, ક્ષત્રિયોનો ધર્મ, માતાપિતાનો ધર્મ, પુત્રનો ધર્મ. | ખાસિયત; ખાસ ગુણ; લક્ષણ; સ્વભાવ. | ( જૈન ) ગતિસહાયક ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય. તે દરેક વસ્તુને ગતિ આપવામાં મદદ કરે છે. વધુ + | ( જૈન ) ચાલુ અવસર્પિણી કાળના ભરતક્ષેત્રમાં થયેલા એ નામના પંદરમા તીર્થંકર. | ( ન્યાય ) ચોવીશ માંહેનો એક ગુણ. ચોવીશ ગુણઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. | છંદઃશાસ્ત્ર પ્રસિદ્ધ એક પ્રસ્તાર. | જેનાથી ઉચ્ચ ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય તેવી ક્રિયા; જેના વડે અભ્યુદય અને મોક્ષની સિદ્ધિ થાય તેવી ક્રિયા. | તડકો; તાપ. | ( પુરાણ ) ત્રીજા ઉત્તમ મન્વંતરમાંના સત્યસેનનો પિતા. તેની સ્ત્રી સુનૃતા હતી. | ત્રેતાયુગમાં ઈ.સ. પૂર્વે ૩૮૦૦માં થયેલ એ નામનો પુરુષ. તેણે ધર્મારણ્ય નામના ફળદ્રુપ દેશની સ્થાપના કરી હતી. | દાન; પુણ્ય. | ધનુષ. | ( જ્યોતિષ ) ધ્રુવ મંડળની આજુબાજુ ફરનાર એક તારો. એ શિશુમાર ચક્રના પૂંછડાની જગ્યાએ આવેલો છે. | નવની સંખ્યાસૂચક સાંકેતિક શબ્દ. | નીતિ. સદાચાર વિષેનું તથા મરણ, સાંપરાય, ઈશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા; ઈશ્વર સંબંધી આસ્તિક મંતવ્ય. | પરસ્પર વિરોધ ન આવે તેવાં શાસ્ત્રોક્ત પ્રમાણવાળાં યથાર્થ વચનોથી જણાવેલું અને મૈત્રી વગેરે ભાવનાથી યુક્ત એવું અનુષ્ઠાન. | પંથ; સંપ્રદાય. | પુરુષાર્થના ચાર માંહેનો એ નામનો એક પ્રકાર. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. સર્વ ભૂતોને ધારણ કરે છે તેથી તે ધર્મ કહેવાય છે. વળી પરલોકમાં સદ્ગતિ સાધવા માટે જે સત્કર્મ કરવામાં આવે તે સર્વ ધર્મ, પરમધામ અને મોક્ષ તથા ઐહિક અને પારલૌકિક ફળ માટે ધારણ કરાતો જે ધર્મ તે પણ પોતે જ હોવાથી તેઓ ધર્મ કહેવાય છે. | ભગ; સંપૂર્ણ ઐશ્વર્ય. સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છનું નામ ભગ છે. એ ભગ જેનામાં છે તે ભગવાન કહેવાય છે. | ( જ્યોતિષ ) ભાગ્યસ્થાન; જન્મલગ્નથી નવમું સ્થાન. તેમાં જન્મનારનું ભાગ્ય કેટલું ખીલશે તે જોઈ શકાય છે. | યજ્ઞ મીમાંસા પ્રમાણે વેદવિહિત જે યજ્ઞાદિ કર્મ છે તેના વિધિપૂર્વક અનુષ્ઠાનને ધર્મ કહે છે. જૈમિનિએ ધર્મનું જે લક્ષણ આપ્યું છે તેનો અભિપ્રાય એ છે કે, જે કરવાની પ્રેરણા વેદ વગેરેમાં હોય તે ધર્મ છે. સંહિતાથી માંડીને સૂત્રગ્રંથો સુધી ધર્મની આ મુખ્ય માન્યતા રહી છે. કર્મકાંડનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરનાર જ ધાર્મિક કહેવાતો હતો. જોકે શ્રુતિઓમાં ન હિંસ્યાત્ સર્વભૂતાનિ એટલે પ્રાણીઓની હિંસા ન કરવી વગેરે વાક્યો વડે સાધારણ ધર્મનો પણ ઉપદેશ છે, પરંતુ વૈદિક કાળમાં વિશેષ લક્ષ્ય કર્મકાંડ તરફ જ હતું. | યમરાજા; પ્રાણીઓને પુણ્યપાપનાં ફળ આપનારો દેવ. | યયાતિ રાજાનો એ નામનો પૌત્ર. | યુધિષ્ઠિર. | રીત; વ્યવહાર; આચાર. વધુ + | લોક કે સમાજની સ્થિતિ માટે આવશ્યક વૃત્તિ કે આચરણ; જેથી સમાજની રક્ષા અને સુખશાંતિની વૃદ્ધિ થાય તથા પરલોકમાં પણ ઉત્તમ ગતિ મળે તેવો આચાર; કલ્યાણકારી કર્મ; સુકૃત; સદાચાર; સત્કર્મ સ્મૃતિકારોએ વર્ણ, આશ્રમ, ગુણ અને નિમિત્ત ધર્મ ઉપરાંત સાધારણ ધર્મ પણ કહેલ છે. આ ધર્મનો સ્વીકાર બ્રાહ્મણથી માંડી ચાંડાલ સુધીને માટે સમાનરૂપે આવશ્યક છે. મનુએ વેદ, સ્મૃતિ, સાધુના આચાર અને પોતાના આત્માની તુષ્ટિના ધર્મનાં સાક્ષાત્ લક્ષણ બતાવી સાધારણ ધર્મમાં દશ વાત કહી છે. દશ લક્ષણઃ ધીરજ, ક્ષમા, મનોનિગ્રહ, અસ્તેય, પવિત્રતા, ઇંદ્રિયનો નિગ્રહ, ધી, વિદ્યા, સત્ય અને અક્રોધ. મનુષ્ય માત્રને માટે જે સામાન્ય ધર્મ નક્કી કરાયેલ છે તે સમાજે ધારણ કરવા જોગ છે. તેના વિના સમાજની રક્ષા શક્ય નથી. મનુએ કહેલ છે કે, રક્ષા કરેલ ધર્મ રક્ષા કરે છે. આથી દરેક સભ્ય દેશના જનસમુદાયની વચ્ચે શ્રદ્ધા, ભક્તિ, દયા, પ્રેમ વગેરે ચિત્તની ઉદાસીન મનોવૃત્તિઓ સાથે સંબંધ રાખનાર પરોપકાર ધર્મની સ્થાપના થઈ છે. તે એટલે સુધી કે પરલોક વગેરેની શ્રદ્ધા વગરના યરપના આધિભૌતિક તત્ત્વવેત્તાઓને પણ સમાજની રક્ષા માટે સામાન્ય ધર્મનો સ્વીકાર કરવો પડ્યો છે. તેઓએ આ ધર્મનું લક્ષણ એવું બતાવ્યું છે કે, જે કર્મથી વધારે મનુષ્યોને વધારે સુખ મળે તે ધર્મ. બૌદ્ધ ધર્મમાં આ ધર્મને શીલ કહેલ છે. જૈનશાસ્ત્રોમાં અહિંસાને પરમધર્મ માનેલ છે. | શિવનો એ નામનો નંદિ. | સત્સંગ. | સદાચારી પુરુષ. | સદ્દગુણ. વધુ + | સરખાપણું. | સૂર્યનું એક નામ. | સોમપાન કરનાર માણસ. | ( પુરાણ ) સોમવંશી દ્રુહ્યુકુળોત્પન્ન ગાંધાર રાજાનો પુત્ર. તેનો પુત્ર ધૃત હતો. | ( પુરાણ ) સોમવંશી યદુપુત્ર કોષ્ટાના વંશના પૃથુશ્રવા રાજાનો પુત્ર. તેનો પુત્ર ઉશના હતો. | ( પુરાણ ) સોમવંશી યદુપુત્ર સહસ્ત્રાજિતના વંશના હૈહય રાજાનો પુત્ર. તેનો પુત્ર નેત્ર હતો. | સ્વવૃત્તિ પદાર્થ; આધેય. | ઉપનિષદ. | ( જૈન ) દુર્ગતિમાં પડતાં ધરી રાખનાર જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ; દયા, ક્ષમા, સદાચાર આદિ આત્મશ્રેયની સામગ્રી. | ( જૈન ) વસ્તુનો સ્વભાવ. | કાલી નદીના મૂળ પાસે આવેલું એ નામનું એક ગામ. | ( જૈન ) ચાર માંહેનું એક પ્રકારનું ધ્યાન. ચાર પ્રકારનાં ધ્યાનઃ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે, પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે.
Dharma
અવશ્ય કરવા યોગ્ય અને પાળવા યોગ્ય આચાર, વિચાર ને કર્તવ્ય; વેદશાસ્ત્ર પ્રમાણેનું આચરણ; સદાચરણ; શાસ્ત્રોક્ત વિધિનિષેધ. સ્મૃતિઓમાં આચારને પરમ ધર્મ કહેલ છે. અને વર્ણ તથા આશ્રમ અનુસાર તેની વ્યવસ્થા કરી છે. જેમકે, બ્રાહ્મણનો ધર્મ ભણવું ને ભણાવવું, દાન લેવું અને દાન દેવું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો; ક્ષત્રિયનો ધર્મ પ્રજાની રક્ષા કરવી ને દાન દેવું; વૈશ્યનો ધર્મ વ્યાપાર કરવો અને શૂદ્રનો ધર્મ ત્રણે વર્ણની સેવા કરવી. જ્યાં દેશકાળની વિપરીતતાને અંગે પોતપોતાના વર્ણ કે ધર્મ દ્વારા નિર્વાહ ન થઈ શકે ત્યાં શાસ્ત્રકારોએ આપદ્ધર્મની વ્યવસ્થા કરી છે, જે અનુસાર કોઈ વર્ણનો મનુષ્ય પોતાનાથી ઊતરતી વર્ણની વૃત્તિનો સ્વીકાર કરી શકે છે. જેમકે, બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્યની, ક્ષત્રિય વૈશ્યની અને વૈશ્ય શૂદ્રની. પરંતુ પોતાનાથી ઉચ્ચ વર્ણની વૃત્તિ ગ્રહણ કરવાનો આપત્કાલમાં પણ નિષેધ છે. એ પ્રમાણે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મનું પણ અલગ અલગ નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમકે, બ્રહ્મચારીને માટે સ્વાધ્યાય, ભિક્ષા માગી ભોજન કરવું, જંગલમાંથી લાકડાં લાવવાં, ગુરુની સેવા કરવી વગેરે. ગૃહસ્થને માટે પંચમહાયજ્ઞ, બલિ, અતિથિઓને ભોજન અને ભિક્ષુક, સંન્યાસીઓને ભિક્ષા દેવી વગેરે. વાનપ્રસ્થાને માટે સામગ્રી સહિત ગૃહની અગ્નિ લઇ વનમાં વાસ કરવો જટા, નખ, મૂછ, આદિ રાખવાં, ભૂમિ ઉપર સૂવું, શીત, તાપ સહેવાં, અગ્નિહોત્ર, દર્શપૌર્ણમાસ, બલિકર્મ આદિ કરવાં વગેરે. સંન્યાસીઓને માટે બધી વસ્તુઓનો ત્યાગ, અગ્નિ અને ગૃહથી રહિત થઈ ભિક્ષા દ્વારા નિર્વાહ કરવો, મૂછ, નખ, આદિ કપાવવાં અને દંડ કમંડલુ ધારણ કરી રહેવું આ વર્ણ અને આશ્રમના અલગ અલગ ધર્મ થયા. આ બંનેના સંયુક્ત ધર્મને વર્ણાશ્રમ ધર્મ કહેવામાં આવે છે. જેમકે, બ્રાહ્યણ બ્રહ્યચારીએ પલાશદંડ ધારણ કરવો. કોઈ ગુણ કે વિશેષતાના કારણરૂપ ધર્મને ગુણધર્મ કહે છે. જેમકે, શાસ્ત્રોક્ત રીતિથી અભિષેક થયો હોય તે રાજાએ પ્રજા પાલન કરવું. કોઈ નિમિત્તથી કરવામાં આવે તે નિમિત્તધર્મ કહેવાય છે. જેમકે, શાસ્ત્રોક્ત કર્મ નહિ કરવાથી અથવા શાસ્ત્રસિધ્ધ કર્મ કરવાથી પ્રાયશ્રિત્ત કરવું. એ પ્રમાણે વિશેષ ધર્મ, કુલધર્મ, જાતિધર્મ વગેરે છે. કેટલાક પ્રાચીન ધર્મના પાંચ પ્રકાર કહે છેઃ અનુગામી, બિંબપ્રતિંબિબ, ભાવાપન્ન.ઉપચરિત અને વસ્તુપ્રતિવસ્તુભાવાપન્ન યજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, ધૃતિ, ક્ષમા અને અલોભ એ ધર્મના આઠ પ્રકાર કહ્યા છે. તેમાં પહેલા ચાર એટલે યજ્ઞ, અધ્યયન, દાન તથા તપ એ દંભથી પણ લોકો કરી શકે છે. પરતું સત્ય, ધૃતિ, ક્ષમા અને અલોભ કોઈ સાઘારણ માણસથી થઈ શકે તેમ નથી. ધર્માચરણ શાસ્ત્રવિહિત વર્ણાશ્રમાદિ ધર્મનું યથાવત્ પરિપાલન સાત્વિક લક્ષણ છે. કણાદ મુનિ વૈશેષિક દર્શનારંભમાં કહે છે. કે જે વૈદિક આચરણ વિશેષથી આ લોક સંબંધી તથા પારલૈકિક સ્વર્ગાદિ તેમ જ મોક્ષસુખની પ્રાપ્તિ થાય તે ધર્મ, અર્થાત્ દાનાદિ ધર્માચરણ અભ્યુદયનો હેતુ છે તથા શ્રવણ મનન નિદિધ્યાસનરૂપ ધર્માચરણ નિશ્રેયસ મોક્ષનો હેતુ છે. ધર્મના દેશધર્મ, કુલધર્મ, જાતિધર્મ, વયોધર્મ, ગુણધર્મ. શરીરધર્મ, કાળધર્મ, આપદ્ધર્મ ઇત્યાદિ અનેક ભેદ મહાભારતમાં કહ્યા છે. દક્ષિણમાં બ્રાહ્મણો પણ માતુલ કન્યાનું પાણિગ્રહણ કરે છે તે દેશધર્મ કહેવાય છે. વસિષ્ઠ ગોત્રીઓ બાળકને બાળમોવાળા ઉતરાવતી વેળા પાંચ જુલફાં રાખે એ કુળધર્મ ગણાય. છ અંગ સહિત વેદનું અધ્યયન કરવું તથા અર્થજ્ઞાન સંપાદન કરવું એ જાતિધર્મ કહેવાય. આઠ વર્ષના બ્રાહ્મણ બાળકને ઉપનયન કરવું, કેશ કાળા હોય તેવામાં જ અગ્નિહોત્ર લેવું ઇત્યાદિ વયોધર્મ કહેવાય છે. શ્રુતિ, સ્મૃતિ, સત્પુરુષોનું આચરણ અને જે વર્તન કરવાથી પોતાનો અંતરાત્મા સંતુષ્ટ રહે તે ચારને ડાહ્યા પુરુષો ધર્મનું સાક્ષાત્ લક્ષણ કહે છે. ધર્મનું જ્ઞાન ત્રણ પ્રકારે થઈ શકે છેઃ એક તો ધર્માત્મા વિદ્વાનોની શિક્ષાથી, બીજું આત્માની બુદ્ધિ તથા સત્ય જાણવાની ઇચ્છાથી અને ત્રીજું પરમેશ્વરની કહેલી વેદવિદ્યાને જાણવાથી મનુષ્યને સત્યાસત્યનો યથાવત્ બોધ થાય છે. વધુ + | અહિંસા. | આત્મા; જીવ. ધર્મ શબ્દ ધૃ ધાતુ જેનો અર્થ ધારણ કરવું થાય છે, તેના ઉપરથી થયો છે. શરીર, ઇંદ્રિયો વગેરેના સંઘાતનો ધારણ કરનારો હોવાથી ધર્મ શબ્દનો અર્થ આત્મા થાય છે. એ આત્મા સૂક્ષ્મ છે. અહીં સૂક્ષ્મ એટલે આંખથી ન જોવાય એવો અર્થ નથી. સૂક્ષ્મતાનો અર્થ પવિત્રતાથી ગ્રાહ્ય એવો અનુભવ પકડાય છે આત્મા સૂક્ષ્મ છે, એટલે કે મેલા હૃદયવાળાથી કોટિ વર્ષે એ સમજાય તેવો નથી. પવિત્ર અંતરવાળાને માટે તો આત્મજ્ઞાન સહજ છે. આથી આત્મા એ કંઈ સુવિજ્ઞેય નથી. વધુ + | ( જૈન ) આત્માનો સ્વાભાવ. | ઈમાન; પ્રામણિકપણું. ગાંધીજી કહે છે. કેઃ એક સર્વોપરી અદશ્ય શક્તિને વિષે જીવતી અચળ શ્રદ્ધા એનું નામ મારે મન ધર્મ. ધર્મ એક વ્યક્તિગત સંગ્રહ છે. તેને માણસ પોતે જ રાખી શકે છે. અને પોતે જ ખુએ છે. સમુદાયમાં બચાવી શકાય તે ધર્મ નથી, મત છે. મરણાંત લગી પાળ્યો એ જ ધર્મ, સારી સગવડ કે વિનોદ. ધર્મ સીધી લીટી નથી, એ તો વિશાળ વૃક્ષ છે. તેનાં કરોડો પાંદડાંમાંનાં બે પણ સરખાં નથી હોતાં. પ્રત્યેક ડાળીમાં પણ ભેદ છે. તેમાંની એક પણ આકૃતિ ભૂમિતિની આકૃતિ જેવી માપસર નથી હોતી. તેમ છતાં આપણે જાણીએ છીએ કે બીજ, ડાળ અને પાતરાં એક જ છે. ધર્મ સીધી લીટી નથી, પણ વાંકીયે નથી. સીધી લીટીથી તે પર છે, કેમકે બુદ્ધિથી પર છે. તે અનુભવથી ઓળખાય છે. | ઈશ્વરને ઓળખવાનો, તેનાથી ડરીને ચાલવાનો અને તેનું ભજન, કીર્તન વગેરે કરવાનો પવિત્ર માર્ગ; પુણ્ય માર્ગ; શ્રેય માર્ગ. વેદકાળમાં સૌથી શ્રેષ્ઠ પ્રજામાં પ્રથમ આર્યો હતા ને તેઓનો જે ધર્મ તે સનાતન ધર્મ ને તે ધર્મ તે વેદોક્ત ધર્મ છે. આર્યોના સંબંધમાં તે ધર્મ સંબંધે જે સત્ય વાત છે તે આ છેઃ વેદમાં કહેલા બોધનું બુદ્ધિપૂર્વક સમજીને શ્રદ્ધાપૂર્વક પાલન કરવું ને ક્ષુદ્ર જીવાત્માએ શુદ્ધ સત્ત્વગુણી સ્થિરચિત્ત થઈ પરમાત્મા સાથે એકતાર થવું, તે ધર્મનો મુખ્ય લાભ. આવો વિચાર પરાપૂર્વથી ચાલતો આવેલો છે. ધર્મ જો જ્ઞાન સાથે હોય તો જ તે નભી શકે. જ્ઞાન વગરનો ધર્મ મોળો અથવા નિસ્તેજ છે. તે ઝાઝી વાર ટકતો પણ નથી ધર્મ સ્થપાય છે જ્ઞાનથી ખરો, પણ તે એકલવાયો છે,તથા જ્ઞાન હોય તો સ્થપાયેલો ધર્મ સુદૃઢ થાય, ને ધર્મ જ્ઞાનને અનુસરી વિશેષ સબળ થાય. છતાં આ વળી જાણવા યોગ્ય છે કે, જ્ઞાન વિકટ ને દુલર્ભ છે, તે થોડાને માટે છે, ગહન ને સૂક્ષ્મ છે; ને ધર્મ સુલભ ને સૌ જન માટેનો છે. ધર્મના પણ બે ભેદ છેઃ નિવૃત્તિ ને પ્રવૃત્તિ. નિવૃત્તિ ધર્મ બહુ કાળ તપે છે ને પ્રવૃત્તિ ધર્મ સહજમાં પડી ભાંગે છે. વળી નિવૃત્તિ ધર્મમાં પણ બે ભેદ છે: નિત્ય અને અનિત્ય. આર્ય પ્રજાનો જે ધર્મ તે નિવૃત્તિમાન, નિત્ય ને સત્વગુણી છે ને તેથી કાળના કાળ વહી ગયા, તેના ઉપર ઘણા ઘણા પ્રહારો થયા. ધણી આસમાનીસુલતાની થઈ, તોપણ તે જેવો ને તેવો જ સ્થિર, દીપતો, ઝળકતો ને તપતો રહ્યો છે. એ એનો જય અવર્ણનીય છે. સર્વ રીતનું તાત્પર્ય જોતાં એમ જણાય છે કે, આર્યાવર્તની પ્રજાનો જે શ્રેષ્ઠ ધર્મ તે વેદ છે. વેદમાં જે ધર્મ છે તે જ્ઞાનયુક્ત નિવૃત્તિ ઉપર પણ છે, ને તેના સ્થાપનાર ઋષિઓ છે. એ ધર્મ સ્થાપવાનો મુખ્ય હેતુ જીવોનું પરમ કલ્યાણ કરવું આ જ છે. ઘણા કાળ સુધી એ ધર્મ પ્રવૃત્ત હતો, પણ વખત બદલાતો ગયો તેમ તેમ વેદ ધર્મ કર્મ મોળાં પડતાં ગયાં. તેમાં માત્ર જ્ઞાનધર્મ, વેદાંત જ્ઞાન હોવાથી, જાડી બુદ્ધિના જનોને તે રુચ્યો નહિ ને તેથી ધર્મ સમજાવવાને, તેને પાળવા પળાવવા માટે સ્મૃતિઓ રચાઈ. આ સ્મૃતિ ધર્મ કેટલાક કાળ સુધી ચાલ્યો, પરંતુ તેમાં યે ધર્મ ને જ્ઞાન મુખ્ય હતાં અને પરમાત્માને જાણવાને માટે ગહન વિકટ શ્રદ્ધાવાળાં સાધન હોવાથી લોકોની સમજમાં ઊતર્યાં નહિ ને તેથી ધણા કાળે પુરાણોની રચના થઈ. મનુષ્ય માત્રને ધર્મ પાળવો તો અવશ્યનો છે જ, તે પાળ્યા વિના આત્માને શાંતિ મળતી નથી. વળી જ્ઞાન એ થોડાને માટે ને દુલર્ભ છે અને ઈશ્વરને ઓળખ્યા વિના વિનાશી પામર જીવનું કલ્યાણ નથી, તેથી ઈશ્વરને ઓળખાવવા અથવા ઓળખવા, તેનું જ્ઞાન મેળવવા માટે પુરાણ ધર્મની સ્થાપના થઈ. આ પુરાણ ધર્મની સ્થાપના ક્યારે થઈ, તેને માટે અનેક પ્રકારનો વાદવિવાદ ચાલે છે. કેટલાક ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ ઉપર થયેલી ગણાવે છે, કેટલાક ઈ.સ. પૂર્વે ૮૦૦ થી ૫૦૦ વર્ષ ઉપર ને કેટલાક ઈ. સ. ૮૦૦ થી ૧૫૦૦ સુધીમાં જણાવે છે. યરપિયન વિદ્વાનોના તર્કવાદો, તેઓના આર્ય પ્રજાના સંબંધના વિચારો ને સૃષ્ટિની રચનાના સંબંધમાં જે જે ગણતરી તેઓએ કરી છે, તે કેવળ મિથ્યાવાદ અથવા વિતંડા જેવી છે. તેઓના આર્ય પ્રજાના સંબંધમાં તેમાંનાં ઘણાંક અનુમાનો ખોટાં પડ્યાં છે ને ખોટાં પડતાં જાય છે. તો પછી વેદકાળ, સ્મૃતિકાળ ને પુરાણકાળના સંબંધમાં તે જે જણાવે તે આર્યેપ્રજા માનવાને બંધાતી નથી. આટલું તો દૃઢતાથી કહી શકાશે કે ઈ.સ. પૂર્વે ૨૦૦ થી ૧૦૦ વર્ષ સુધીમાં આર્યાવર્તમાં પુરાણ ધર્મ બહુ સારી રીતે પ્રસરેલો હતો ને શિવશક્તિનું પૂજન પ્રેમે થતું હતું અર્થાત્ પુરાણ ધર્મ ઈ.સ. પૂ.માં પ્રવર્તેલો હતો જ અને જ્યારે ઈ.સ. પૂ.માં તે સુદૃઢ હતો, ત્યારે તેની સ્થાપના ધણાં વર્ષ પૂર્વે થયેલી હોવી જોઈએ. હવે વેદોક્ત ધર્મમાંથી પુરાણોક્ત ધર્મ ક્યારે નીકળ્યો તે નક્કી થવું મુશ્કેલ નથી. વેદધર્મ તે જ્ઞાનપ્રધાન ધર્મ છે અને પુરાણ ધર્મ તે ભક્તિપ્રધાન ધર્મ છે. વેદમાર્ગ કે ઉપનિષદમાર્ગ એ એટલા બધા તો કઠિનતાવાળા છે કે, સામાન્ય મનુષ્યથી તે વિધિએ વર્તાય તેવો ઘણો થોડો સંભવ રહે છે. જોકે વેદવેદાંતના ધર્મનું પરમ ફળ મોક્ષ છે, તોપણ તે જ્ઞાનમાર્ગનો ધર્મ અલ્પમતિ મનુષ્યને ભાગ્યે જ સાનુકૂળ થઈ પડે ને તેથી જ પુરાણોનો જન્મ થયો છે. વેદમાં જે ધર્મ કહ્યો છે તે પુરાણમાં રૂપાંતરથી કહ્યો છે. વેદમાં ત્રણ દેવો મુખ્યત્વે કરીને મનાય છે, તેમનું ઉપાસન પુરાણમાં છે, પણ નહિ સમજનારા કેટલાક તેના સંબંધમાં ઘણા જુદા જુદા અર્થો કરીને ગૂંચવાડો ઉત્પન્ન કરે છે. કાલિદાસના સમયમાં શિવશક્તિનાં પૂજન કેવાં હતાં ! તે ઉપરથી જણાય છે કે, પુરાણ ધર્મ પ્રવર્તેલો હતો. વેદોક્ત ધર્મની પ્રવૃત્તિ ઘણી ન હોવાથી, તેનો લોપ થવાનો સમય આવેલો હશે તે વેળાએ પુરાણગ્રંથો થયા છે. પુરાણમાં ત્રણ દેવનું ગમે તે પ્રકારે પણ પૂજન છેઃ બ્રહ્મા, વિષ્ણુ ને રુદ્ર. બ્રહ્માનું ઉપાસન નિસ્તેજ થઈ ગયું છે, પણ શિવ ને વિષ્ણુનાં ઉપાસન તો ચાલુ જ છે. મનુષ્યના મનને શાંતિ દેનાર ધર્મ છે, તેના દુઃખની નાસ્તિ કરનાર ને સુખની વૃદ્ધિ કરનાર ધર્મ છે, તેની વાસના અથવા મનોવૃત્તિની વૃદ્ધિને સંકોચનાર, જ્ઞાન દેનાર, પ્રજ્ઞાનમય બ્રહ્મનો બોધ કરનાર, સંસારવ્યવહારમાં તેજવંત કરનાર, ક્ષણિક જગતમાંથી તારનાર, દુઃખિત જીવિતમાંથી સુખમય ધામમાં પહોચાડનાર, પુનર્જન્મમાંથી બચાવનાર, કર્મવાસનાને ટાળનાર, અજ્ઞાનાંધકારનો નાશ કરનાર, ત્યાગવૃત્તિમય નીતિએ દોરનાર, નિર્વાણપદ ઉપર પહોંચાડનાર, માયામોહથી બચાવનાર, દયા પ્રેમમાં મસ્ત કરનાર, અક્ષરબ્રહ્મને પમાડનાર, ધર્મમાર્ગના પ્રવેશ કરાવનાર, ઈહલોકમાં સુખ આપનારને પરલોકમાં મોક્ષ આપનાર, સર્વોપરી ઇંદ્રિયજન્ય જ્ઞાનથી પર, સંસ્કારી બુદ્ધિએ નિર્ધારેલો નહિ પણ ઈશ્વરે આપેલો તે ધર્મ છે, જે મનુષ્ય અથવા અલ્પ પ્રાણીને ઉત્તમ, સત, અવિનાશી, અપૂર્વ ગતિ આપે છે, ધર્મથી સૃષ્ટિની રચના, સ્થિતિ ને સંહાર થાય છે: મનુષ્યપ્રાણી સત્કર્મમાર્ગે પ્રવર્તે છે. ધર્મને શોધવા ખોળવાને માટે મોટા મોટા ઋષિઓ, પંડિતો, વિદ્વાનો ને ફિલસૂફો મથન કરે છે, છતાં કોઈ ને પણ તે અકલ્પ ધર્મ સાંપડતો નથી તે છતાં તે મેળવવાને ફાંફા મારે છે. ધર્મ છે તે એક જ છે ને ઈશ્વરપ્રેરિત છે. તેમાં અસત નથી, પાખંડ નથી, દંભ નથી, અહંકાર નથી, પણ તે સત્ ચિત્ આનંદમય છે ને તેવો ધર્મ છે તે આપણો વૈદિક આર્યાવર્તનો સનાતન સર્વોપરી ધર્મ છે. તેવા ધર્મનું રહસ્ય સમજાવનાંરા કોઈ પણ શાસ્ત્રીય ગ્રંથો હોય તો તે આર્યાવર્તમાં જ છે ને તેઓમાંનો એક શ્રેષ્ઠ ગ્રંથ તે શ્રીવેદવ્યાસપ્રણીત શ્રીમદ્ભાગવત ગ્રંથ છે. ધર્મ શબ્દનો અર્થ, વ્યાખ્યા, રહસ્ય બહુ જ ગહન છે. ભિન્ન ભિન્ન દેશના ભિન્ન ભિન્ન પંડિતો તેના સંબંધમાં ભિન્ન ભિન્ન વિચાર દર્શાવી ગયા છે. તે બધાનું એક સ્વરૂપ બાંધીએ તોપણ સર્વમાન્ય ધર્મવિચારના આરંભનું સ્વરૂપ પણ વાસ્તવિક રીતે આપણે યથાર્થપણે બાંધી શકીએ તેમ નથી, કારણ કે દરેક વ્યક્તિએ ધર્મ માટે જુદા જ વિતર્કો કીધા છે. તેથી ધર્મની વ્યાખ્યા સંબંધે કોઈ પણ નિશ્ચયાત્મક વિચાર આપવો, એ કેવળ ઉચ્છ્રંખળપણાની અધમ નિશાની છે. તેથી માત્ર આટલું જ માની લેવું કે, ધર્મ એ અનાદિ કાળથી સ્થાપિત થયેલો છે ને તે વિશ્વરચનાની સાથે ઈશ્વરથી અપાયેલો છે. પછી જેવી જેવી જેની પ્રતિભાની સ્ફુટતા, તે તે પ્રમાણે તેણે ધર્મના રહસ્ય સંબંધે વિચાર કર્યો છે. ધર્મની અનેક વ્યાખ્યા આ દેશના ને પરાયા દેશના વિદ્વાનોએ કીધી છે. નારદ મુનિ કહે છે કેઃ ધર્મ તેને જ જાણવો કે જેથી પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય. પણ બીજે સ્થળે વળી એવું કહે છે કે, આત્મા પરમાત્માની એકતા કરવી તે ધર્મ. વસિષ્ઠ મુનિ કહે છેઃ પિંડ બ્રહ્માંડની એકતા થવી તે ધર્મનું મુખ્ય સ્વરૂપ. મહાત્મા જૈનાચાર્ય ગૌતમ જણાવે છે કેઃ જેથી સર્વ દુઃખનો નાશ થાય અને આનંદમય નિર્વાણપણાને પામવું તે ધર્મ. વેદવ્યાસ કહે છે. કેઃ આત્મા પરમાત્માની એકતા તો ખરી, તે સાથે નિરંતરની જ્ઞાનવૃત્તિ રહેવી તે ધર્મ, મોક્ષ ને સુખ શાંડિલ્ય સૂત્રકાર લખે છે કેઃ ભક્તિભાવ સાથે અનંતને પિછાણવો તે ધર્મ. વલ્લભાચાર્ય કહે છેઃ ભક્તિમાં પૂર આસક્તિ ધરી પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણને ભજવા તે ધર્મ અને શંકરાચાર્ય કહે છેઃ આત્માને જડવૃત્તિમાંથી કાઢી ચૈતન્યમાં આણવો તે ધર્મ. આમ અનેક ઋષિઓએ અને આચાર્યોએ અનેક પ્રકારે ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપ બાંધ્યાં છે. કોઈ પિંડ બ્રહ્માંડની એકતા, કોઈ આત્મા પરમાત્માની એકતા, જીવાત્મા પરમાત્માની એકતા, બ્રહ્મમાં લીનતા ને કોઈ સ્વસ્વરૂપાનુસંધાન, એમ ધર્મના ભેદ ધારે છે. પદ્મપુરાણમાં એક સ્થળે કહે છે. કેઃ ધર્મ તે જ કે જે યથાર્થ જ્ઞાન આપે, અર્થાત્ જે ખરૂં સત્ય જ્ઞાન આપે તે ધર્મ. અને ખરૂં ને સત્ય જ્ઞાન તે એ જ કે આત્મા પરમાત્માની ખરી સ્થિતિ જાણી એકતા કરવી. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ બે ગ્રંથોમાં સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન આપવામાં આવ્યું છે. પૂર્વ મીમાંસામાં વેદમાંના કર્મમાર્ગને કેવા પ્રકારે અનુસરીને વર્તવું તે વિષય સંબંધી વર્ણન કરેલું છે. જૈમિન ઋષિ એમ સમજાવે છે કેઃ ષડંગ વેદ અર્થ સાથે જાણવાથી પૂર્ણ રીતે પ્રભુ જાણવામાં આવે છે ને પ્રભુને જાણવા એ જ ધર્મ જાણવા જોગ છે. ઉત્તર મીમાંસાના કર્તા વેદવ્યાસ મુનિ છે. તેમણે જ્ઞાનધર્મ સમજાવવા માટે વિશ્વરચનાના સંબંધમાં બહુ જ કઠિનતાથી એટલે ગૂઢતાથી વર્ણન કરેલું છે. મીમાંસાનો અને સાંખ્યવાળાનો મૂળ એક મત છે, પણ સાંખ્યમત મીમાંસકોના મતથી થોડો વિપરીત છે. સાંખ્યના બે મોટા આચાર્યો છે, કપિલ ને પતંજલિ. કપિલે નિરીશ્વરવાદ પ્રકટ કીધો છે. ને તે આત્માને માનતાં પરમાત્માને ભૂલી જાય છે. પણ પતંજલિ કહે છે કેઃ સર્વે આત્માની એક જુદો જ પુરુષ છે, જેને દુઃખ, સુખ, જન્મ મરણ કંઈ લાગતું નથી, ને તેને પામવાનો જે યોગર્માગ તે જ ધર્મ. એ યોગ દ્વારા પ્રાણાયામથી અને પ્રત્યાહારથી આત્મા પરમાત્માનું ઐક્ય થાય. ઐક્ય થતાં જન્મ મરણ ટળે છે ને બ્રહ્મૈક્યતા થાય છે. ગૌતમ ધર્મનું રહસ્ય સમજાવતાં કહે છે. કેઃ આત્મા અનાદ્યંત, પ્રકૃતિ રહિત ને સ્વતંત્ર છે. પરમાત્મા અથવા ઈશ્વર અનાદ્યંત, જ્ઞાનનિધિ, સર્વનો નિયંતા ને સર્વે વસ્તુનો પ્રેરક છે. તેને યથાર્થ જાણવામાં સર્વ ધર્મ સમાય છે. આ તો પ્રાચીન વિદ્વાનોના મત વિષે વિચાર થયો. પણ પાશ્ચાત્ય લોકો કે જેઓ આજે પ્રવૃત્તિના જીવ છે, જેઓ વિદ્યાકળાને આધારે ધર્મમાં પણ, બાળક પેરે અનેક જાતના તર્કવિતર્ક કરે છે, તેઓ શું કહે છે તે તપાસીએ. બોરો નામનો એક વિદ્વાન કહે છે કેઃ ધર્મ તે ગુપ્ત સદ્ગુણ છે અને પ્રસિદ્ધમાં શ્રદ્ધાવંત કહેવડાવે છે. તે દરેક જનના સુખનું કારણ ને પ્રજાની આબાદી છે. આ વિચારમાં ધર્મ સંબંધે કશું પણ નથી. હોર્ન નામનો એક વિદ્વાન કહે છે. કેઃ ધર્મ છે તે હડાપણનો ભંડાર, પૂર્ણ પવિત્ર માર્ગ સૂચવનાર, વિશ્રામનું મધુરૂં ફળ છે. કાંત નામનો એક જર્મન વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે નીતિ, અર્થાત્ સુનીતિએ રહેવું, સુનીતિએ વર્તવું ને સુનીતિએ ઈશ્વરાજ્ઞા માથે ચડાવવી, એટલે બસ થયું. જેમેસન નામનો એક સાધુ કહે છે કેઃ ધર્મ એટલે ઈશ્વર થવું. ઈશ્વરપણું પામવું જેમાં ઈશ્વર થવાના વિચાર નહિ હોય તે ધર્મ નહિ. ફિસ્તે નામનો વિદ્વાન કહે છે. કેઃ ધર્મ એટલે જ્ઞાન. પ્લેટો કહે છે કેઃ ધર્મ એટલે ઈશ્વરને સંપૂર્ણ જાણવો, પણ કેવા પ્રકારે તેનું કંઈ પૃથક્કરણ તે કરતો નથી. આનાકસાગોરાસ કહે છે. કેઃ એક ઈશ્વર છે ને તે સર્વજ્ઞ છે, જેણે ચૈતન્ય વિનાનાં જડ પરમાણુઓને ગતિમાન કીધાં છે; તે સર્વમાં છે, પણ તેનામાં કોઈ નથી. એને જે જાણવો તે ધર્મ. સોક્રેટીસ કહેતો હતો કેઃ મરણ પછી ઉત્તમ ગતિ જીવનની થાય ને કોઈક ઈશ્વરી સત્તા વિશ્વમાં વ્યાપક છે જે વળી અવ્યાપકમાં પણ વ્યાપક છે તેને જાણવાનું નામ ધર્મ. ને ધર્મ એ શાંતિકર ને સુખકર છે. પ્લેટો ઈશ્વરની સચરાચર વ્યાપકતા સારી રીતે માનતો હતો. તે કહેતો કે, ઈશ્વર આદ્યંત રહિત, સ્વયંભૂ, કારણનું કારણ ને સકળ પદાર્થનો પિતા હોવો જોઈએ ને તે સંપૂર્ણ, એટલે જેવા આપણા ભગવાનને પરિપૂર્ણ ષડ્ ઐશ્વર્યવાળા કહીએ છીએ તેવો અતિ ઘણો ધર્મબુદ્ધિમાન ને સકળ શક્તિમાન છે. વળી તે જ્ઞાનીઓને પણ જાણવો દુર્લભ છે ને અલ્પમતિના તો લક્ષમાં કાળાંતરે આવે તેવો નથી. તેને જે જાણવો, તેનામાં એક થવું તે ધર્મ. એરિસ્ટોટલ નામનો વિદ્વાન કહે છે કેઃ આત્માને પૂર્ણ રીતે જાણવો તે ધર્મ. ઝીનોના ધર્મ સંબંધી વિચાર આવા છેઃ સૃષ્ટિ તે જ ઈશ્વર. ઈશ્વરને જાણવો હોય તો સૃષ્ટિને જાણવી. એ ઈશ્વર અનાદિ ને જ્ઞાનમય છે. એને જાણ્યાથી ધર્મની હદ આવે છે. જિસસ ક્રાઇસ્ટનો મુખ્ય ચેલો સેંટ મેથ્યુ ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ શત્રુને ચાહો, શાપ દે તેને આશિષ દો; ધિક્કારે તેનું રૂડું કરો ને તેના રૂડા માટે પ્રાર્થના કરો. ધર્મ તે જ છે કે જે શત્રુને મિત્ર ગણે, ભૂંડું કરનારનું ભલું કરે; અર્થાત્ જિસસ ક્રાઇસ્ટના ચેલાઓનો બહુ મત એવો છે કે, નીતિથી વર્તવું. શ્લાવરમેકર નામનો એક જર્મન વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે પૂર્ણ પરાધીનતા. હેગલ નામનો વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે પૂર્ણ સ્વાધીનતા. ફાઇરબાક નામનો એક બીજો જર્મન કહે છે કે, ધર્મ એ કંઈ નથી, પણ એક રોગ છે ને એ પવિત્ર રોગ છે. મોઝીઝ નામનો એક ઇજિપ્સિયન વિદ્વાન ઈ.સ. પૂર્વે બે હજાર વર્ષ ઉપર લખી ગયો છે કેઃ જેણે આ સૃષ્ટિ રચી છે, જે સર્વનો પ્રેરક છે ને જેણે પ્રાણી માત્રને સારાસાર સમજવાની બુદ્ધિ આપી છે, તેને પિછાણવો તે ધર્મ. મેક્સ મુલર કહે છે કેઃ અનંત શક્તિવાળા કે અનંતને પિછાણવો તે ધર્મ જિસસ ક્રાઇસ્ટ કહે છે કેઃ ધર્મ એ જ કે કષ્ટ સહન કરવાં, આત્માને ઓળખવો, પરમાત્માને જાણવો ને પાપ માટે ડરવું. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ લખે છે કેઃ જો આપણે ઐતિહાસિક દૃષ્ટિ ધારણ કરીએ તો આપણો ઈતિહાસ ગંગાના પ્રવાહ જેવો દેખાય છે. એ એટલો પ્રાચીન છે કે, જેમ હિમાલયની ઉપત્યકામાં ઊભો રહીને મનુષ્ય દૂર પહાડમાંથી ગંગા ચાલી આવે છે એટલું જ કહી શકે છે, પરંતુ તેનું મૂળ જોઈ શકતો નથી. તે રીતે આપણો ધર્મ અતિ પ્રાચીન છે, પરંતુ તે કેટલો પ્રાચીન છે એ આપણે બરાબર કહી શકીએ તેમ નથી. પરંતુ આ ઉપરથી એમ સમજવાનું નથી કે કેવળ પુરાતનતાને લીધે કોઈ પણ ધર્મ સનાતન ધર્મની પદવી લઈ શકે છે. એસિરિઅ, બૅબિલોન, ગ્રીસ, રોમ એ દેશોનો ધર્મ કેવળ સ્મૃતિશેષ થઈ ગયો છે. આપણો ધર્મ જ એવો છે કે જે અતિ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે અને ચાલ્યા કરશે. આ ધર્મને હું વૈદિક ધર્મ નહિ કહું જૈન ધર્મ નહિ કહું, તેમ બૌદ્ધ ધર્મ નહિ કહું. હું એને કેવળ સનાતન ધર્મ કહીશ. વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે એક જ સનાતન ધર્મનાં યદા યદા હિ ધર્મસ્ય ઇત્યાદિ મહાવાક્ય અનુસાર ઉત્પન્ન થયેલાં રૂપો છે. જે રીતે ગંગામાં અનેક ઝરણાં મળે છે, તોપણ ગંગાની એકતા અબાધિત રહે છે, તે પ્રકારની સનાતન ધર્મની એકતા નથી. પરંતુ જેમ નદીનો પ્રવાહ પથ્થર કે શિલાથી રોકાઈને અટકતો નથી, પરંતુ વિભક્ત બનીને રહે છે, તે રીતે આપણા ભારતવાસીઓનો સનાતન ધર્મ વૈદિક, જૈન અને બૌદ્ધ એવા ત્રણ પ્રવાહમાં વિભક્ત બનીને ચાલ્યો આવે છે. પરંતુ એટલું સમજવું જોઈએ કે એ બધું એક જ ગંગાજળ છે. કેવળ પુરાતનતાથી ઉત્તમતા સિદ્ધ થતી નથી. વળી બધા ધર્મગ્રંથોમાં વેદ અધિક પુરાતન છે. વેદમાં પ્રતિપાદિત કરેલો ધર્મ બ્રાહ્મણોએ ઉત્પન્ન કરેલો ધર્મ નથી. વેદથી પણ વધારે પ્રાચીન સમયથી ચાલ્યો આવતો ધર્મ વેદમાં શબ્દરૂપે આવિર્ભાવ પામ્યો છે વેદમાં મુખ્ય કર્મ અગ્નિહોત્ર છે અને એ અગ્નિહોત્રનું તત્ત્વ આત્મબલિદાન છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને એ તત્ત્વને કાશ્યપધર્મ અર્થાત્ ઋષભદેવજીએ પ્રતિપાદન કરેલો ધર્મ કહેવામાં આવ્યો છે. સમસ્ત મહાભારતમાં મણિગણમાં સૂત્રની પેઠે એક ઉપદેશ પરોવાયેલો છે તે એ છે કે, યતઃ કૃષ્ણસ્તતો ધર્મઃ યતો ધર્મસ્તનો જયઃ અર્થાત્ જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, જ્યાં ધર્મ ત્યાં જય. આ જ મહાભારતનો કેંદ્રસ્થ ઉપદેશ છે. એનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે, સંસારમાં પરમાત્માનો અવતાર થાય છે એમ સમજી પરમાત્માનું સખ્ય કરવું, એની સહાયતા લેવી અને મનુષ્યજીવનરૂપી રથમાં બેસીને પરમાત્માને સારથિ બનાવી, આસુરી સંપત્તિની સામે યુદ્ધ કરવું એ ધર્મ; આ ધર્મ જ્યાં હોય ત્યાં જય જ છે. વધુ + | ઉચિત અનુચિતનો વિચાર કરનારી ચિત્તવૃત્તિ; ન્યાયબુદ્ધિ; વિવેક. | ઉપમા; ઉપમાન અને ઉપમેયમાં સામાન્ય હોય એવો ગુણ કે વૃત્તિ. | ઉષ્માંક; `કેલરિ.` | એ નામનો એક પૌરાણિક ઋષિ. તેને કોઈ વાર પ્રજાપતિઓ માંહેના એક તરીકે જાણવામાં આવે છે. તેણે તેર દક્ષની પુત્રીઓ પરણી ઘણાં સંતાનો ઉત્પન્ન કર્યાં. | ( પુરાણ ) એ નામનો એક પ્રજાપતિ. તેને દક્ષની દીકરી મૂર્તિ નામની સ્ત્રી હતી. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પ્રકૃતિ છંદનો એક ભેદ છે. તેમાં ભગણ, સગણ, નગણ, જગણ, નગણ, ભગણ, સગણ મળી ૨૧ વર્ણ હોય છે. | ઐહિક નીતિબંધન. વધુ + | કર્તવ્ય; ફરજ. | કાયદો; નીતિ; ન્યાયવ્યવસ્થા; કાનૂન. વધુ + | કોઈ સંબંધ, સ્થિતિ કે ગુણ વિશેષના વિચારથી ઉચિત અને આવશ્યક કર્મ; સમાજના કાર્ય વિભાગના નિર્વાહ માટે આવશ્યક અને ઉચિત કર્મ; કોઈ જાતિ, કુળ, વર્ગ, પદ વગેરે માટે ઉચિત કરેલ વ્યવસાય કે વ્યવહાર; કર્તવ્ય; ફરજ. જેમકે, બ્રાહ્મણનો ધર્મ, ક્ષત્રિયોનો ધર્મ, માતાપિતાનો ધર્મ, પુત્રનો ધર્મ. | ખાસિયત; ખાસ ગુણ; લક્ષણ; સ્વભાવ. | ( જૈન ) ગતિસહાયક ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય. તે દરેક વસ્તુને ગતિ આપવામાં મદદ કરે છે. વધુ + | ( જૈન ) ચાલુ અવસર્પિણી કાળના ભરતક્ષેત્રમાં થયેલા એ નામના પંદરમા તીર્થંકર. | ( ન્યાય ) ચોવીશ માંહેનો એક ગુણ. ચોવીશ ગુણઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. | છંદઃશાસ્ત્ર પ્રસિદ્ધ એક પ્રસ્તાર. | જેનાથી ઉચ્ચ ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય તેવી ક્રિયા; જેના વડે અભ્યુદય અને મોક્ષની સિદ્ધિ થાય તેવી ક્રિયા. | તડકો; તાપ. | ( પુરાણ ) ત્રીજા ઉત્તમ મન્વંતરમાંના સત્યસેનનો પિતા. તેની સ્ત્રી સુનૃતા હતી. | ત્રેતાયુગમાં ઈ.સ. પૂર્વે ૩૮૦૦માં થયેલ એ નામનો પુરુષ. તેણે ધર્મારણ્ય નામના ફળદ્રુપ દેશની સ્થાપના કરી હતી. | દાન; પુણ્ય. | ધનુષ. | ( જ્યોતિષ ) ધ્રુવ મંડળની આજુબાજુ ફરનાર એક તારો. એ શિશુમાર ચક્રના પૂંછડાની જગ્યાએ આવેલો છે. | નવની સંખ્યાસૂચક સાંકેતિક શબ્દ. | નીતિ. સદાચાર વિષેનું તથા મરણ, સાંપરાય, ઈશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા; ઈશ્વર સંબંધી આસ્તિક મંતવ્ય. | પરસ્પર વિરોધ ન આવે તેવાં શાસ્ત્રોક્ત પ્રમાણવાળાં યથાર્થ વચનોથી જણાવેલું અને મૈત્રી વગેરે ભાવનાથી યુક્ત એવું અનુષ્ઠાન. | પંથ; સંપ્રદાય. | પુરુષાર્થના ચાર માંહેનો એ નામનો એક પ્રકાર. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. સર્વ ભૂતોને ધારણ કરે છે તેથી તે ધર્મ કહેવાય છે. વળી પરલોકમાં સદ્ગતિ સાધવા માટે જે સત્કર્મ કરવામાં આવે તે સર્વ ધર્મ, પરમધામ અને મોક્ષ તથા ઐહિક અને પારલૌકિક ફળ માટે ધારણ કરાતો જે ધર્મ તે પણ પોતે જ હોવાથી તેઓ ધર્મ કહેવાય છે. | ભગ; સંપૂર્ણ ઐશ્વર્ય. સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છનું નામ ભગ છે. એ ભગ જેનામાં છે તે ભગવાન કહેવાય છે. | ( જ્યોતિષ ) ભાગ્યસ્થાન; જન્મલગ્નથી નવમું સ્થાન. તેમાં જન્મનારનું ભાગ્ય કેટલું ખીલશે તે જોઈ શકાય છે. | યજ્ઞ મીમાંસા પ્રમાણે વેદવિહિત જે યજ્ઞાદિ કર્મ છે તેના વિધિપૂર્વક અનુષ્ઠાનને ધર્મ કહે છે. જૈમિનિએ ધર્મનું જે લક્ષણ આપ્યું છે તેનો અભિપ્રાય એ છે કે, જે કરવાની પ્રેરણા વેદ વગેરેમાં હોય તે ધર્મ છે. સંહિતાથી માંડીને સૂત્રગ્રંથો સુધી ધર્મની આ મુખ્ય માન્યતા રહી છે. કર્મકાંડનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરનાર જ ધાર્મિક કહેવાતો હતો. જોકે શ્રુતિઓમાં ન હિંસ્યાત્ સર્વભૂતાનિ એટલે પ્રાણીઓની હિંસા ન કરવી વગેરે વાક્યો વડે સાધારણ ધર્મનો પણ ઉપદેશ છે, પરંતુ વૈદિક કાળમાં વિશેષ લક્ષ્ય કર્મકાંડ તરફ જ હતું. | યમરાજા; પ્રાણીઓને પુણ્યપાપનાં ફળ આપનારો દેવ. | યયાતિ રાજાનો એ નામનો પૌત્ર. | યુધિષ્ઠિર. | રીત; વ્યવહાર; આચાર. વધુ + | લોક કે સમાજની સ્થિતિ માટે આવશ્યક વૃત્તિ કે આચરણ; જેથી સમાજની રક્ષા અને સુખશાંતિની વૃદ્ધિ થાય તથા પરલોકમાં પણ ઉત્તમ ગતિ મળે તેવો આચાર; કલ્યાણકારી કર્મ; સુકૃત; સદાચાર; સત્કર્મ સ્મૃતિકારોએ વર્ણ, આશ્રમ, ગુણ અને નિમિત્ત ધર્મ ઉપરાંત સાધારણ ધર્મ પણ કહેલ છે. આ ધર્મનો સ્વીકાર બ્રાહ્મણથી માંડી ચાંડાલ સુધીને માટે સમાનરૂપે આવશ્યક છે. મનુએ વેદ, સ્મૃતિ, સાધુના આચાર અને પોતાના આત્માની તુષ્ટિના ધર્મનાં સાક્ષાત્ લક્ષણ બતાવી સાધારણ ધર્મમાં દશ વાત કહી છે. દશ લક્ષણઃ ધીરજ, ક્ષમા, મનોનિગ્રહ, અસ્તેય, પવિત્રતા, ઇંદ્રિયનો નિગ્રહ, ધી, વિદ્યા, સત્ય અને અક્રોધ. મનુષ્ય માત્રને માટે જે સામાન્ય ધર્મ નક્કી કરાયેલ છે તે સમાજે ધારણ કરવા જોગ છે. તેના વિના સમાજની રક્ષા શક્ય નથી. મનુએ કહેલ છે કે, રક્ષા કરેલ ધર્મ રક્ષા કરે છે. આથી દરેક સભ્ય દેશના જનસમુદાયની વચ્ચે શ્રદ્ધા, ભક્તિ, દયા, પ્રેમ વગેરે ચિત્તની ઉદાસીન મનોવૃત્તિઓ સાથે સંબંધ રાખનાર પરોપકાર ધર્મની સ્થાપના થઈ છે. તે એટલે સુધી કે પરલોક વગેરેની શ્રદ્ધા વગરના યરપના આધિભૌતિક તત્ત્વવેત્તાઓને પણ સમાજની રક્ષા માટે સામાન્ય ધર્મનો સ્વીકાર કરવો પડ્યો છે. તેઓએ આ ધર્મનું લક્ષણ એવું બતાવ્યું છે કે, જે કર્મથી વધારે મનુષ્યોને વધારે સુખ મળે તે ધર્મ. બૌદ્ધ ધર્મમાં આ ધર્મને શીલ કહેલ છે. જૈનશાસ્ત્રોમાં અહિંસાને પરમધર્મ માનેલ છે. | શિવનો એ નામનો નંદિ. | સત્સંગ. | સદાચારી પુરુષ. | સદ્દગુણ. વધુ + | સરખાપણું. | સૂર્યનું એક નામ. | સોમપાન કરનાર માણસ. | ( પુરાણ ) સોમવંશી દ્રુહ્યુકુળોત્પન્ન ગાંધાર રાજાનો પુત્ર. તેનો પુત્ર ધૃત હતો. | ( પુરાણ ) સોમવંશી યદુપુત્ર કોષ્ટાના વંશના પૃથુશ્રવા રાજાનો પુત્ર. તેનો પુત્ર ઉશના હતો. | ( પુરાણ ) સોમવંશી યદુપુત્ર સહસ્ત્રાજિતના વંશના હૈહય રાજાનો પુત્ર. તેનો પુત્ર નેત્ર હતો. | સ્વવૃત્તિ પદાર્થ; આધેય. | ઉપનિષદ. | ( જૈન ) દુર્ગતિમાં પડતાં ધરી રાખનાર જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ; દયા, ક્ષમા, સદાચાર આદિ આત્મશ્રેયની સામગ્રી. | ( જૈન ) વસ્તુનો સ્વભાવ. | કાલી નદીના મૂળ પાસે આવેલું એ નામનું એક ગામ. | ( જૈન ) ચાર માંહેનું એક પ્રકારનું ધ્યાન. ચાર પ્રકારનાં ધ્યાનઃ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે, પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે.
dharma-
અવશ્ય કરવા યોગ્ય અને પાળવા યોગ્ય આચાર, વિચાર ને કર્તવ્ય; વેદશાસ્ત્ર પ્રમાણેનું આચરણ; સદાચરણ; શાસ્ત્રોક્ત વિધિનિષેધ. સ્મૃતિઓમાં આચારને પરમ ધર્મ કહેલ છે. અને વર્ણ તથા આશ્રમ અનુસાર તેની વ્યવસ્થા કરી છે. જેમકે, બ્રાહ્મણનો ધર્મ ભણવું ને ભણાવવું, દાન લેવું અને દાન દેવું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો; ક્ષત્રિયનો ધર્મ પ્રજાની રક્ષા કરવી ને દાન દેવું; વૈશ્યનો ધર્મ વ્યાપાર કરવો અને શૂદ્રનો ધર્મ ત્રણે વર્ણની સેવા કરવી. જ્યાં દેશકાળની વિપરીતતાને અંગે પોતપોતાના વર્ણ કે ધર્મ દ્વારા નિર્વાહ ન થઈ શકે ત્યાં શાસ્ત્રકારોએ આપદ્ધર્મની વ્યવસ્થા કરી છે, જે અનુસાર કોઈ વર્ણનો મનુષ્ય પોતાનાથી ઊતરતી વર્ણની વૃત્તિનો સ્વીકાર કરી શકે છે. જેમકે, બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્યની, ક્ષત્રિય વૈશ્યની અને વૈશ્ય શૂદ્રની. પરંતુ પોતાનાથી ઉચ્ચ વર્ણની વૃત્તિ ગ્રહણ કરવાનો આપત્કાલમાં પણ નિષેધ છે. એ પ્રમાણે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મનું પણ અલગ અલગ નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમકે, બ્રહ્મચારીને માટે સ્વાધ્યાય, ભિક્ષા માગી ભોજન કરવું, જંગલમાંથી લાકડાં લાવવાં, ગુરુની સેવા કરવી વગેરે. ગૃહસ્થને માટે પંચમહાયજ્ઞ, બલિ, અતિથિઓને ભોજન અને ભિક્ષુક, સંન્યાસીઓને ભિક્ષા દેવી વગેરે. વાનપ્રસ્થાને માટે સામગ્રી સહિત ગૃહની અગ્નિ લઇ વનમાં વાસ કરવો જટા, નખ, મૂછ, આદિ રાખવાં, ભૂમિ ઉપર સૂવું, શીત, તાપ સહેવાં, અગ્નિહોત્ર, દર્શપૌર્ણમાસ, બલિકર્મ આદિ કરવાં વગેરે. સંન્યાસીઓને માટે બધી વસ્તુઓનો ત્યાગ, અગ્નિ અને ગૃહથી રહિત થઈ ભિક્ષા દ્વારા નિર્વાહ કરવો, મૂછ, નખ, આદિ કપાવવાં અને દંડ કમંડલુ ધારણ કરી રહેવું આ વર્ણ અને આશ્રમના અલગ અલગ ધર્મ થયા. આ બંનેના સંયુક્ત ધર્મને વર્ણાશ્રમ ધર્મ કહેવામાં આવે છે. જેમકે, બ્રાહ્યણ બ્રહ્યચારીએ પલાશદંડ ધારણ કરવો. કોઈ ગુણ કે વિશેષતાના કારણરૂપ ધર્મને ગુણધર્મ કહે છે. જેમકે, શાસ્ત્રોક્ત રીતિથી અભિષેક થયો હોય તે રાજાએ પ્રજા પાલન કરવું. કોઈ નિમિત્તથી કરવામાં આવે તે નિમિત્તધર્મ કહેવાય છે. જેમકે, શાસ્ત્રોક્ત કર્મ નહિ કરવાથી અથવા શાસ્ત્રસિધ્ધ કર્મ કરવાથી પ્રાયશ્રિત્ત કરવું. એ પ્રમાણે વિશેષ ધર્મ, કુલધર્મ, જાતિધર્મ વગેરે છે. કેટલાક પ્રાચીન ધર્મના પાંચ પ્રકાર કહે છેઃ અનુગામી, બિંબપ્રતિંબિબ, ભાવાપન્ન.ઉપચરિત અને વસ્તુપ્રતિવસ્તુભાવાપન્ન યજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, ધૃતિ, ક્ષમા અને અલોભ એ ધર્મના આઠ પ્રકાર કહ્યા છે. તેમાં પહેલા ચાર એટલે યજ્ઞ, અધ્યયન, દાન તથા તપ એ દંભથી પણ લોકો કરી શકે છે. પરતું સત્ય, ધૃતિ, ક્ષમા અને અલોભ કોઈ સાઘારણ માણસથી થઈ શકે તેમ નથી. ધર્માચરણ શાસ્ત્રવિહિત વર્ણાશ્રમાદિ ધર્મનું યથાવત્ પરિપાલન સાત્વિક લક્ષણ છે. કણાદ મુનિ વૈશેષિક દર્શનારંભમાં કહે છે. કે જે વૈદિક આચરણ વિશેષથી આ લોક સંબંધી તથા પારલૈકિક સ્વર્ગાદિ તેમ જ મોક્ષસુખની પ્રાપ્તિ થાય તે ધર્મ, અર્થાત્ દાનાદિ ધર્માચરણ અભ્યુદયનો હેતુ છે તથા શ્રવણ મનન નિદિધ્યાસનરૂપ ધર્માચરણ નિશ્રેયસ મોક્ષનો હેતુ છે. ધર્મના દેશધર્મ, કુલધર્મ, જાતિધર્મ, વયોધર્મ, ગુણધર્મ. શરીરધર્મ, કાળધર્મ, આપદ્ધર્મ ઇત્યાદિ અનેક ભેદ મહાભારતમાં કહ્યા છે. દક્ષિણમાં બ્રાહ્મણો પણ માતુલ કન્યાનું પાણિગ્રહણ કરે છે તે દેશધર્મ કહેવાય છે. વસિષ્ઠ ગોત્રીઓ બાળકને બાળમોવાળા ઉતરાવતી વેળા પાંચ જુલફાં રાખે એ કુળધર્મ ગણાય. છ અંગ સહિત વેદનું અધ્યયન કરવું તથા અર્થજ્ઞાન સંપાદન કરવું એ જાતિધર્મ કહેવાય. આઠ વર્ષના બ્રાહ્મણ બાળકને ઉપનયન કરવું, કેશ કાળા હોય તેવામાં જ અગ્નિહોત્ર લેવું ઇત્યાદિ વયોધર્મ કહેવાય છે. શ્રુતિ, સ્મૃતિ, સત્પુરુષોનું આચરણ અને જે વર્તન કરવાથી પોતાનો અંતરાત્મા સંતુષ્ટ રહે તે ચારને ડાહ્યા પુરુષો ધર્મનું સાક્ષાત્ લક્ષણ કહે છે. ધર્મનું જ્ઞાન ત્રણ પ્રકારે થઈ શકે છેઃ એક તો ધર્માત્મા વિદ્વાનોની શિક્ષાથી, બીજું આત્માની બુદ્ધિ તથા સત્ય જાણવાની ઇચ્છાથી અને ત્રીજું પરમેશ્વરની કહેલી વેદવિદ્યાને જાણવાથી મનુષ્યને સત્યાસત્યનો યથાવત્ બોધ થાય છે. વધુ + | અહિંસા. | આત્મા; જીવ. ધર્મ શબ્દ ધૃ ધાતુ જેનો અર્થ ધારણ કરવું થાય છે, તેના ઉપરથી થયો છે. શરીર, ઇંદ્રિયો વગેરેના સંઘાતનો ધારણ કરનારો હોવાથી ધર્મ શબ્દનો અર્થ આત્મા થાય છે. એ આત્મા સૂક્ષ્મ છે. અહીં સૂક્ષ્મ એટલે આંખથી ન જોવાય એવો અર્થ નથી. સૂક્ષ્મતાનો અર્થ પવિત્રતાથી ગ્રાહ્ય એવો અનુભવ પકડાય છે આત્મા સૂક્ષ્મ છે, એટલે કે મેલા હૃદયવાળાથી કોટિ વર્ષે એ સમજાય તેવો નથી. પવિત્ર અંતરવાળાને માટે તો આત્મજ્ઞાન સહજ છે. આથી આત્મા એ કંઈ સુવિજ્ઞેય નથી. વધુ + | ( જૈન ) આત્માનો સ્વાભાવ. | ઈમાન; પ્રામણિકપણું. ગાંધીજી કહે છે. કેઃ એક સર્વોપરી અદશ્ય શક્તિને વિષે જીવતી અચળ શ્રદ્ધા એનું નામ મારે મન ધર્મ. ધર્મ એક વ્યક્તિગત સંગ્રહ છે. તેને માણસ પોતે જ રાખી શકે છે. અને પોતે જ ખુએ છે. સમુદાયમાં બચાવી શકાય તે ધર્મ નથી, મત છે. મરણાંત લગી પાળ્યો એ જ ધર્મ, સારી સગવડ કે વિનોદ. ધર્મ સીધી લીટી નથી, એ તો વિશાળ વૃક્ષ છે. તેનાં કરોડો પાંદડાંમાંનાં બે પણ સરખાં નથી હોતાં. પ્રત્યેક ડાળીમાં પણ ભેદ છે. તેમાંની એક પણ આકૃતિ ભૂમિતિની આકૃતિ જેવી માપસર નથી હોતી. તેમ છતાં આપણે જાણીએ છીએ કે બીજ, ડાળ અને પાતરાં એક જ છે. ધર્મ સીધી લીટી નથી, પણ વાંકીયે નથી. સીધી લીટીથી તે પર છે, કેમકે બુદ્ધિથી પર છે. તે અનુભવથી ઓળખાય છે. | ઈશ્વરને ઓળખવાનો, તેનાથી ડરીને ચાલવાનો અને તેનું ભજન, કીર્તન વગેરે કરવાનો પવિત્ર માર્ગ; પુણ્ય માર્ગ; શ્રેય માર્ગ. વેદકાળમાં સૌથી શ્રેષ્ઠ પ્રજામાં પ્રથમ આર્યો હતા ને તેઓનો જે ધર્મ તે સનાતન ધર્મ ને તે ધર્મ તે વેદોક્ત ધર્મ છે. આર્યોના સંબંધમાં તે ધર્મ સંબંધે જે સત્ય વાત છે તે આ છેઃ વેદમાં કહેલા બોધનું બુદ્ધિપૂર્વક સમજીને શ્રદ્ધાપૂર્વક પાલન કરવું ને ક્ષુદ્ર જીવાત્માએ શુદ્ધ સત્ત્વગુણી સ્થિરચિત્ત થઈ પરમાત્મા સાથે એકતાર થવું, તે ધર્મનો મુખ્ય લાભ. આવો વિચાર પરાપૂર્વથી ચાલતો આવેલો છે. ધર્મ જો જ્ઞાન સાથે હોય તો જ તે નભી શકે. જ્ઞાન વગરનો ધર્મ મોળો અથવા નિસ્તેજ છે. તે ઝાઝી વાર ટકતો પણ નથી ધર્મ સ્થપાય છે જ્ઞાનથી ખરો, પણ તે એકલવાયો છે,તથા જ્ઞાન હોય તો સ્થપાયેલો ધર્મ સુદૃઢ થાય, ને ધર્મ જ્ઞાનને અનુસરી વિશેષ સબળ થાય. છતાં આ વળી જાણવા યોગ્ય છે કે, જ્ઞાન વિકટ ને દુલર્ભ છે, તે થોડાને માટે છે, ગહન ને સૂક્ષ્મ છે; ને ધર્મ સુલભ ને સૌ જન માટેનો છે. ધર્મના પણ બે ભેદ છેઃ નિવૃત્તિ ને પ્રવૃત્તિ. નિવૃત્તિ ધર્મ બહુ કાળ તપે છે ને પ્રવૃત્તિ ધર્મ સહજમાં પડી ભાંગે છે. વળી નિવૃત્તિ ધર્મમાં પણ બે ભેદ છે: નિત્ય અને અનિત્ય. આર્ય પ્રજાનો જે ધર્મ તે નિવૃત્તિમાન, નિત્ય ને સત્વગુણી છે ને તેથી કાળના કાળ વહી ગયા, તેના ઉપર ઘણા ઘણા પ્રહારો થયા. ધણી આસમાનીસુલતાની થઈ, તોપણ તે જેવો ને તેવો જ સ્થિર, દીપતો, ઝળકતો ને તપતો રહ્યો છે. એ એનો જય અવર્ણનીય છે. સર્વ રીતનું તાત્પર્ય જોતાં એમ જણાય છે કે, આર્યાવર્તની પ્રજાનો જે શ્રેષ્ઠ ધર્મ તે વેદ છે. વેદમાં જે ધર્મ છે તે જ્ઞાનયુક્ત નિવૃત્તિ ઉપર પણ છે, ને તેના સ્થાપનાર ઋષિઓ છે. એ ધર્મ સ્થાપવાનો મુખ્ય હેતુ જીવોનું પરમ કલ્યાણ કરવું આ જ છે. ઘણા કાળ સુધી એ ધર્મ પ્રવૃત્ત હતો, પણ વખત બદલાતો ગયો તેમ તેમ વેદ ધર્મ કર્મ મોળાં પડતાં ગયાં. તેમાં માત્ર જ્ઞાનધર્મ, વેદાંત જ્ઞાન હોવાથી, જાડી બુદ્ધિના જનોને તે રુચ્યો નહિ ને તેથી ધર્મ સમજાવવાને, તેને પાળવા પળાવવા માટે સ્મૃતિઓ રચાઈ. આ સ્મૃતિ ધર્મ કેટલાક કાળ સુધી ચાલ્યો, પરંતુ તેમાં યે ધર્મ ને જ્ઞાન મુખ્ય હતાં અને પરમાત્માને જાણવાને માટે ગહન વિકટ શ્રદ્ધાવાળાં સાધન હોવાથી લોકોની સમજમાં ઊતર્યાં નહિ ને તેથી ધણા કાળે પુરાણોની રચના થઈ. મનુષ્ય માત્રને ધર્મ પાળવો તો અવશ્યનો છે જ, તે પાળ્યા વિના આત્માને શાંતિ મળતી નથી. વળી જ્ઞાન એ થોડાને માટે ને દુલર્ભ છે અને ઈશ્વરને ઓળખ્યા વિના વિનાશી પામર જીવનું કલ્યાણ નથી, તેથી ઈશ્વરને ઓળખાવવા અથવા ઓળખવા, તેનું જ્ઞાન મેળવવા માટે પુરાણ ધર્મની સ્થાપના થઈ. આ પુરાણ ધર્મની સ્થાપના ક્યારે થઈ, તેને માટે અનેક પ્રકારનો વાદવિવાદ ચાલે છે. કેટલાક ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ ઉપર થયેલી ગણાવે છે, કેટલાક ઈ.સ. પૂર્વે ૮૦૦ થી ૫૦૦ વર્ષ ઉપર ને કેટલાક ઈ. સ. ૮૦૦ થી ૧૫૦૦ સુધીમાં જણાવે છે. યરપિયન વિદ્વાનોના તર્કવાદો, તેઓના આર્ય પ્રજાના સંબંધના વિચારો ને સૃષ્ટિની રચનાના સંબંધમાં જે જે ગણતરી તેઓએ કરી છે, તે કેવળ મિથ્યાવાદ અથવા વિતંડા જેવી છે. તેઓના આર્ય પ્રજાના સંબંધમાં તેમાંનાં ઘણાંક અનુમાનો ખોટાં પડ્યાં છે ને ખોટાં પડતાં જાય છે. તો પછી વેદકાળ, સ્મૃતિકાળ ને પુરાણકાળના સંબંધમાં તે જે જણાવે તે આર્યેપ્રજા માનવાને બંધાતી નથી. આટલું તો દૃઢતાથી કહી શકાશે કે ઈ.સ. પૂર્વે ૨૦૦ થી ૧૦૦ વર્ષ સુધીમાં આર્યાવર્તમાં પુરાણ ધર્મ બહુ સારી રીતે પ્રસરેલો હતો ને શિવશક્તિનું પૂજન પ્રેમે થતું હતું અર્થાત્ પુરાણ ધર્મ ઈ.સ. પૂ.માં પ્રવર્તેલો હતો જ અને જ્યારે ઈ.સ. પૂ.માં તે સુદૃઢ હતો, ત્યારે તેની સ્થાપના ધણાં વર્ષ પૂર્વે થયેલી હોવી જોઈએ. હવે વેદોક્ત ધર્મમાંથી પુરાણોક્ત ધર્મ ક્યારે નીકળ્યો તે નક્કી થવું મુશ્કેલ નથી. વેદધર્મ તે જ્ઞાનપ્રધાન ધર્મ છે અને પુરાણ ધર્મ તે ભક્તિપ્રધાન ધર્મ છે. વેદમાર્ગ કે ઉપનિષદમાર્ગ એ એટલા બધા તો કઠિનતાવાળા છે કે, સામાન્ય મનુષ્યથી તે વિધિએ વર્તાય તેવો ઘણો થોડો સંભવ રહે છે. જોકે વેદવેદાંતના ધર્મનું પરમ ફળ મોક્ષ છે, તોપણ તે જ્ઞાનમાર્ગનો ધર્મ અલ્પમતિ મનુષ્યને ભાગ્યે જ સાનુકૂળ થઈ પડે ને તેથી જ પુરાણોનો જન્મ થયો છે. વેદમાં જે ધર્મ કહ્યો છે તે પુરાણમાં રૂપાંતરથી કહ્યો છે. વેદમાં ત્રણ દેવો મુખ્યત્વે કરીને મનાય છે, તેમનું ઉપાસન પુરાણમાં છે, પણ નહિ સમજનારા કેટલાક તેના સંબંધમાં ઘણા જુદા જુદા અર્થો કરીને ગૂંચવાડો ઉત્પન્ન કરે છે. કાલિદાસના સમયમાં શિવશક્તિનાં પૂજન કેવાં હતાં ! તે ઉપરથી જણાય છે કે, પુરાણ ધર્મ પ્રવર્તેલો હતો. વેદોક્ત ધર્મની પ્રવૃત્તિ ઘણી ન હોવાથી, તેનો લોપ થવાનો સમય આવેલો હશે તે વેળાએ પુરાણગ્રંથો થયા છે. પુરાણમાં ત્રણ દેવનું ગમે તે પ્રકારે પણ પૂજન છેઃ બ્રહ્મા, વિષ્ણુ ને રુદ્ર. બ્રહ્માનું ઉપાસન નિસ્તેજ થઈ ગયું છે, પણ શિવ ને વિષ્ણુનાં ઉપાસન તો ચાલુ જ છે. મનુષ્યના મનને શાંતિ દેનાર ધર્મ છે, તેના દુઃખની નાસ્તિ કરનાર ને સુખની વૃદ્ધિ કરનાર ધર્મ છે, તેની વાસના અથવા મનોવૃત્તિની વૃદ્ધિને સંકોચનાર, જ્ઞાન દેનાર, પ્રજ્ઞાનમય બ્રહ્મનો બોધ કરનાર, સંસારવ્યવહારમાં તેજવંત કરનાર, ક્ષણિક જગતમાંથી તારનાર, દુઃખિત જીવિતમાંથી સુખમય ધામમાં પહોચાડનાર, પુનર્જન્મમાંથી બચાવનાર, કર્મવાસનાને ટાળનાર, અજ્ઞાનાંધકારનો નાશ કરનાર, ત્યાગવૃત્તિમય નીતિએ દોરનાર, નિર્વાણપદ ઉપર પહોંચાડનાર, માયામોહથી બચાવનાર, દયા પ્રેમમાં મસ્ત કરનાર, અક્ષરબ્રહ્મને પમાડનાર, ધર્મમાર્ગના પ્રવેશ કરાવનાર, ઈહલોકમાં સુખ આપનારને પરલોકમાં મોક્ષ આપનાર, સર્વોપરી ઇંદ્રિયજન્ય જ્ઞાનથી પર, સંસ્કારી બુદ્ધિએ નિર્ધારેલો નહિ પણ ઈશ્વરે આપેલો તે ધર્મ છે, જે મનુષ્ય અથવા અલ્પ પ્રાણીને ઉત્તમ, સત, અવિનાશી, અપૂર્વ ગતિ આપે છે, ધર્મથી સૃષ્ટિની રચના, સ્થિતિ ને સંહાર થાય છે: મનુષ્યપ્રાણી સત્કર્મમાર્ગે પ્રવર્તે છે. ધર્મને શોધવા ખોળવાને માટે મોટા મોટા ઋષિઓ, પંડિતો, વિદ્વાનો ને ફિલસૂફો મથન કરે છે, છતાં કોઈ ને પણ તે અકલ્પ ધર્મ સાંપડતો નથી તે છતાં તે મેળવવાને ફાંફા મારે છે. ધર્મ છે તે એક જ છે ને ઈશ્વરપ્રેરિત છે. તેમાં અસત નથી, પાખંડ નથી, દંભ નથી, અહંકાર નથી, પણ તે સત્ ચિત્ આનંદમય છે ને તેવો ધર્મ છે તે આપણો વૈદિક આર્યાવર્તનો સનાતન સર્વોપરી ધર્મ છે. તેવા ધર્મનું રહસ્ય સમજાવનાંરા કોઈ પણ શાસ્ત્રીય ગ્રંથો હોય તો તે આર્યાવર્તમાં જ છે ને તેઓમાંનો એક શ્રેષ્ઠ ગ્રંથ તે શ્રીવેદવ્યાસપ્રણીત શ્રીમદ્ભાગવત ગ્રંથ છે. ધર્મ શબ્દનો અર્થ, વ્યાખ્યા, રહસ્ય બહુ જ ગહન છે. ભિન્ન ભિન્ન દેશના ભિન્ન ભિન્ન પંડિતો તેના સંબંધમાં ભિન્ન ભિન્ન વિચાર દર્શાવી ગયા છે. તે બધાનું એક સ્વરૂપ બાંધીએ તોપણ સર્વમાન્ય ધર્મવિચારના આરંભનું સ્વરૂપ પણ વાસ્તવિક રીતે આપણે યથાર્થપણે બાંધી શકીએ તેમ નથી, કારણ કે દરેક વ્યક્તિએ ધર્મ માટે જુદા જ વિતર્કો કીધા છે. તેથી ધર્મની વ્યાખ્યા સંબંધે કોઈ પણ નિશ્ચયાત્મક વિચાર આપવો, એ કેવળ ઉચ્છ્રંખળપણાની અધમ નિશાની છે. તેથી માત્ર આટલું જ માની લેવું કે, ધર્મ એ અનાદિ કાળથી સ્થાપિત થયેલો છે ને તે વિશ્વરચનાની સાથે ઈશ્વરથી અપાયેલો છે. પછી જેવી જેવી જેની પ્રતિભાની સ્ફુટતા, તે તે પ્રમાણે તેણે ધર્મના રહસ્ય સંબંધે વિચાર કર્યો છે. ધર્મની અનેક વ્યાખ્યા આ દેશના ને પરાયા દેશના વિદ્વાનોએ કીધી છે. નારદ મુનિ કહે છે કેઃ ધર્મ તેને જ જાણવો કે જેથી પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય. પણ બીજે સ્થળે વળી એવું કહે છે કે, આત્મા પરમાત્માની એકતા કરવી તે ધર્મ. વસિષ્ઠ મુનિ કહે છેઃ પિંડ બ્રહ્માંડની એકતા થવી તે ધર્મનું મુખ્ય સ્વરૂપ. મહાત્મા જૈનાચાર્ય ગૌતમ જણાવે છે કેઃ જેથી સર્વ દુઃખનો નાશ થાય અને આનંદમય નિર્વાણપણાને પામવું તે ધર્મ. વેદવ્યાસ કહે છે. કેઃ આત્મા પરમાત્માની એકતા તો ખરી, તે સાથે નિરંતરની જ્ઞાનવૃત્તિ રહેવી તે ધર્મ, મોક્ષ ને સુખ શાંડિલ્ય સૂત્રકાર લખે છે કેઃ ભક્તિભાવ સાથે અનંતને પિછાણવો તે ધર્મ. વલ્લભાચાર્ય કહે છેઃ ભક્તિમાં પૂર આસક્તિ ધરી પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણને ભજવા તે ધર્મ અને શંકરાચાર્ય કહે છેઃ આત્માને જડવૃત્તિમાંથી કાઢી ચૈતન્યમાં આણવો તે ધર્મ. આમ અનેક ઋષિઓએ અને આચાર્યોએ અનેક પ્રકારે ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપ બાંધ્યાં છે. કોઈ પિંડ બ્રહ્માંડની એકતા, કોઈ આત્મા પરમાત્માની એકતા, જીવાત્મા પરમાત્માની એકતા, બ્રહ્મમાં લીનતા ને કોઈ સ્વસ્વરૂપાનુસંધાન, એમ ધર્મના ભેદ ધારે છે. પદ્મપુરાણમાં એક સ્થળે કહે છે. કેઃ ધર્મ તે જ કે જે યથાર્થ જ્ઞાન આપે, અર્થાત્ જે ખરૂં સત્ય જ્ઞાન આપે તે ધર્મ. અને ખરૂં ને સત્ય જ્ઞાન તે એ જ કે આત્મા પરમાત્માની ખરી સ્થિતિ જાણી એકતા કરવી. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ બે ગ્રંથોમાં સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન આપવામાં આવ્યું છે. પૂર્વ મીમાંસામાં વેદમાંના કર્મમાર્ગને કેવા પ્રકારે અનુસરીને વર્તવું તે વિષય સંબંધી વર્ણન કરેલું છે. જૈમિન ઋષિ એમ સમજાવે છે કેઃ ષડંગ વેદ અર્થ સાથે જાણવાથી પૂર્ણ રીતે પ્રભુ જાણવામાં આવે છે ને પ્રભુને જાણવા એ જ ધર્મ જાણવા જોગ છે. ઉત્તર મીમાંસાના કર્તા વેદવ્યાસ મુનિ છે. તેમણે જ્ઞાનધર્મ સમજાવવા માટે વિશ્વરચનાના સંબંધમાં બહુ જ કઠિનતાથી એટલે ગૂઢતાથી વર્ણન કરેલું છે. મીમાંસાનો અને સાંખ્યવાળાનો મૂળ એક મત છે, પણ સાંખ્યમત મીમાંસકોના મતથી થોડો વિપરીત છે. સાંખ્યના બે મોટા આચાર્યો છે, કપિલ ને પતંજલિ. કપિલે નિરીશ્વરવાદ પ્રકટ કીધો છે. ને તે આત્માને માનતાં પરમાત્માને ભૂલી જાય છે. પણ પતંજલિ કહે છે કેઃ સર્વે આત્માની એક જુદો જ પુરુષ છે, જેને દુઃખ, સુખ, જન્મ મરણ કંઈ લાગતું નથી, ને તેને પામવાનો જે યોગર્માગ તે જ ધર્મ. એ યોગ દ્વારા પ્રાણાયામથી અને પ્રત્યાહારથી આત્મા પરમાત્માનું ઐક્ય થાય. ઐક્ય થતાં જન્મ મરણ ટળે છે ને બ્રહ્મૈક્યતા થાય છે. ગૌતમ ધર્મનું રહસ્ય સમજાવતાં કહે છે. કેઃ આત્મા અનાદ્યંત, પ્રકૃતિ રહિત ને સ્વતંત્ર છે. પરમાત્મા અથવા ઈશ્વર અનાદ્યંત, જ્ઞાનનિધિ, સર્વનો નિયંતા ને સર્વે વસ્તુનો પ્રેરક છે. તેને યથાર્થ જાણવામાં સર્વ ધર્મ સમાય છે. આ તો પ્રાચીન વિદ્વાનોના મત વિષે વિચાર થયો. પણ પાશ્ચાત્ય લોકો કે જેઓ આજે પ્રવૃત્તિના જીવ છે, જેઓ વિદ્યાકળાને આધારે ધર્મમાં પણ, બાળક પેરે અનેક જાતના તર્કવિતર્ક કરે છે, તેઓ શું કહે છે તે તપાસીએ. બોરો નામનો એક વિદ્વાન કહે છે કેઃ ધર્મ તે ગુપ્ત સદ્ગુણ છે અને પ્રસિદ્ધમાં શ્રદ્ધાવંત કહેવડાવે છે. તે દરેક જનના સુખનું કારણ ને પ્રજાની આબાદી છે. આ વિચારમાં ધર્મ સંબંધે કશું પણ નથી. હોર્ન નામનો એક વિદ્વાન કહે છે. કેઃ ધર્મ છે તે હડાપણનો ભંડાર, પૂર્ણ પવિત્ર માર્ગ સૂચવનાર, વિશ્રામનું મધુરૂં ફળ છે. કાંત નામનો એક જર્મન વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે નીતિ, અર્થાત્ સુનીતિએ રહેવું, સુનીતિએ વર્તવું ને સુનીતિએ ઈશ્વરાજ્ઞા માથે ચડાવવી, એટલે બસ થયું. જેમેસન નામનો એક સાધુ કહે છે કેઃ ધર્મ એટલે ઈશ્વર થવું. ઈશ્વરપણું પામવું જેમાં ઈશ્વર થવાના વિચાર નહિ હોય તે ધર્મ નહિ. ફિસ્તે નામનો વિદ્વાન કહે છે. કેઃ ધર્મ એટલે જ્ઞાન. પ્લેટો કહે છે કેઃ ધર્મ એટલે ઈશ્વરને સંપૂર્ણ જાણવો, પણ કેવા પ્રકારે તેનું કંઈ પૃથક્કરણ તે કરતો નથી. આનાકસાગોરાસ કહે છે. કેઃ એક ઈશ્વર છે ને તે સર્વજ્ઞ છે, જેણે ચૈતન્ય વિનાનાં જડ પરમાણુઓને ગતિમાન કીધાં છે; તે સર્વમાં છે, પણ તેનામાં કોઈ નથી. એને જે જાણવો તે ધર્મ. સોક્રેટીસ કહેતો હતો કેઃ મરણ પછી ઉત્તમ ગતિ જીવનની થાય ને કોઈક ઈશ્વરી સત્તા વિશ્વમાં વ્યાપક છે જે વળી અવ્યાપકમાં પણ વ્યાપક છે તેને જાણવાનું નામ ધર્મ. ને ધર્મ એ શાંતિકર ને સુખકર છે. પ્લેટો ઈશ્વરની સચરાચર વ્યાપકતા સારી રીતે માનતો હતો. તે કહેતો કે, ઈશ્વર આદ્યંત રહિત, સ્વયંભૂ, કારણનું કારણ ને સકળ પદાર્થનો પિતા હોવો જોઈએ ને તે સંપૂર્ણ, એટલે જેવા આપણા ભગવાનને પરિપૂર્ણ ષડ્ ઐશ્વર્યવાળા કહીએ છીએ તેવો અતિ ઘણો ધર્મબુદ્ધિમાન ને સકળ શક્તિમાન છે. વળી તે જ્ઞાનીઓને પણ જાણવો દુર્લભ છે ને અલ્પમતિના તો લક્ષમાં કાળાંતરે આવે તેવો નથી. તેને જે જાણવો, તેનામાં એક થવું તે ધર્મ. એરિસ્ટોટલ નામનો વિદ્વાન કહે છે કેઃ આત્માને પૂર્ણ રીતે જાણવો તે ધર્મ. ઝીનોના ધર્મ સંબંધી વિચાર આવા છેઃ સૃષ્ટિ તે જ ઈશ્વર. ઈશ્વરને જાણવો હોય તો સૃષ્ટિને જાણવી. એ ઈશ્વર અનાદિ ને જ્ઞાનમય છે. એને જાણ્યાથી ધર્મની હદ આવે છે. જિસસ ક્રાઇસ્ટનો મુખ્ય ચેલો સેંટ મેથ્યુ ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ શત્રુને ચાહો, શાપ દે તેને આશિષ દો; ધિક્કારે તેનું રૂડું કરો ને તેના રૂડા માટે પ્રાર્થના કરો. ધર્મ તે જ છે કે જે શત્રુને મિત્ર ગણે, ભૂંડું કરનારનું ભલું કરે; અર્થાત્ જિસસ ક્રાઇસ્ટના ચેલાઓનો બહુ મત એવો છે કે, નીતિથી વર્તવું. શ્લાવરમેકર નામનો એક જર્મન વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે પૂર્ણ પરાધીનતા. હેગલ નામનો વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે પૂર્ણ સ્વાધીનતા. ફાઇરબાક નામનો એક બીજો જર્મન કહે છે કે, ધર્મ એ કંઈ નથી, પણ એક રોગ છે ને એ પવિત્ર રોગ છે. મોઝીઝ નામનો એક ઇજિપ્સિયન વિદ્વાન ઈ.સ. પૂર્વે બે હજાર વર્ષ ઉપર લખી ગયો છે કેઃ જેણે આ સૃષ્ટિ રચી છે, જે સર્વનો પ્રેરક છે ને જેણે પ્રાણી માત્રને સારાસાર સમજવાની બુદ્ધિ આપી છે, તેને પિછાણવો તે ધર્મ. મેક્સ મુલર કહે છે કેઃ અનંત શક્તિવાળા કે અનંતને પિછાણવો તે ધર્મ જિસસ ક્રાઇસ્ટ કહે છે કેઃ ધર્મ એ જ કે કષ્ટ સહન કરવાં, આત્માને ઓળખવો, પરમાત્માને જાણવો ને પાપ માટે ડરવું. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ લખે છે કેઃ જો આપણે ઐતિહાસિક દૃષ્ટિ ધારણ કરીએ તો આપણો ઈતિહાસ ગંગાના પ્રવાહ જેવો દેખાય છે. એ એટલો પ્રાચીન છે કે, જેમ હિમાલયની ઉપત્યકામાં ઊભો રહીને મનુષ્ય દૂર પહાડમાંથી ગંગા ચાલી આવે છે એટલું જ કહી શકે છે, પરંતુ તેનું મૂળ જોઈ શકતો નથી. તે રીતે આપણો ધર્મ અતિ પ્રાચીન છે, પરંતુ તે કેટલો પ્રાચીન છે એ આપણે બરાબર કહી શકીએ તેમ નથી. પરંતુ આ ઉપરથી એમ સમજવાનું નથી કે કેવળ પુરાતનતાને લીધે કોઈ પણ ધર્મ સનાતન ધર્મની પદવી લઈ શકે છે. એસિરિઅ, બૅબિલોન, ગ્રીસ, રોમ એ દેશોનો ધર્મ કેવળ સ્મૃતિશેષ થઈ ગયો છે. આપણો ધર્મ જ એવો છે કે જે અતિ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે અને ચાલ્યા કરશે. આ ધર્મને હું વૈદિક ધર્મ નહિ કહું જૈન ધર્મ નહિ કહું, તેમ બૌદ્ધ ધર્મ નહિ કહું. હું એને કેવળ સનાતન ધર્મ કહીશ. વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે એક જ સનાતન ધર્મનાં યદા યદા હિ ધર્મસ્ય ઇત્યાદિ મહાવાક્ય અનુસાર ઉત્પન્ન થયેલાં રૂપો છે. જે રીતે ગંગામાં અનેક ઝરણાં મળે છે, તોપણ ગંગાની એકતા અબાધિત રહે છે, તે પ્રકારની સનાતન ધર્મની એકતા નથી. પરંતુ જેમ નદીનો પ્રવાહ પથ્થર કે શિલાથી રોકાઈને અટકતો નથી, પરંતુ વિભક્ત બનીને રહે છે, તે રીતે આપણા ભારતવાસીઓનો સનાતન ધર્મ વૈદિક, જૈન અને બૌદ્ધ એવા ત્રણ પ્રવાહમાં વિભક્ત બનીને ચાલ્યો આવે છે. પરંતુ એટલું સમજવું જોઈએ કે એ બધું એક જ ગંગાજળ છે. કેવળ પુરાતનતાથી ઉત્તમતા સિદ્ધ થતી નથી. વળી બધા ધર્મગ્રંથોમાં વેદ અધિક પુરાતન છે. વેદમાં પ્રતિપાદિત કરેલો ધર્મ બ્રાહ્મણોએ ઉત્પન્ન કરેલો ધર્મ નથી. વેદથી પણ વધારે પ્રાચીન સમયથી ચાલ્યો આવતો ધર્મ વેદમાં શબ્દરૂપે આવિર્ભાવ પામ્યો છે વેદમાં મુખ્ય કર્મ અગ્નિહોત્ર છે અને એ અગ્નિહોત્રનું તત્ત્વ આત્મબલિદાન છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને એ તત્ત્વને કાશ્યપધર્મ અર્થાત્ ઋષભદેવજીએ પ્રતિપાદન કરેલો ધર્મ કહેવામાં આવ્યો છે. સમસ્ત મહાભારતમાં મણિગણમાં સૂત્રની પેઠે એક ઉપદેશ પરોવાયેલો છે તે એ છે કે, યતઃ કૃષ્ણસ્તતો ધર્મઃ યતો ધર્મસ્તનો જયઃ અર્થાત્ જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, જ્યાં ધર્મ ત્યાં જય. આ જ મહાભારતનો કેંદ્રસ્થ ઉપદેશ છે. એનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે, સંસારમાં પરમાત્માનો અવતાર થાય છે એમ સમજી પરમાત્માનું સખ્ય કરવું, એની સહાયતા લેવી અને મનુષ્યજીવનરૂપી રથમાં બેસીને પરમાત્માને સારથિ બનાવી, આસુરી સંપત્તિની સામે યુદ્ધ કરવું એ ધર્મ; આ ધર્મ જ્યાં હોય ત્યાં જય જ છે. વધુ + | ઉચિત અનુચિતનો વિચાર કરનારી ચિત્તવૃત્તિ; ન્યાયબુદ્ધિ; વિવેક. | ઉપમા; ઉપમાન અને ઉપમેયમાં સામાન્ય હોય એવો ગુણ કે વૃત્તિ. | ઉષ્માંક; `કેલરિ.` | એ નામનો એક પૌરાણિક ઋષિ. તેને કોઈ વાર પ્રજાપતિઓ માંહેના એક તરીકે જાણવામાં આવે છે. તેણે તેર દક્ષની પુત્રીઓ પરણી ઘણાં સંતાનો ઉત્પન્ન કર્યાં. | ( પુરાણ ) એ નામનો એક પ્રજાપતિ. તેને દક્ષની દીકરી મૂર્તિ નામની સ્ત્રી હતી. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પ્રકૃતિ છંદનો એક ભેદ છે. તેમાં ભગણ, સગણ, નગણ, જગણ, નગણ, ભગણ, સગણ મળી ૨૧ વર્ણ હોય છે. | ઐહિક નીતિબંધન. વધુ + | કર્તવ્ય; ફરજ. | કાયદો; નીતિ; ન્યાયવ્યવસ્થા; કાનૂન. વધુ + | કોઈ સંબંધ, સ્થિતિ કે ગુણ વિશેષના વિચારથી ઉચિત અને આવશ્યક કર્મ; સમાજના કાર્ય વિભાગના નિર્વાહ માટે આવશ્યક અને ઉચિત કર્મ; કોઈ જાતિ, કુળ, વર્ગ, પદ વગેરે માટે ઉચિત કરેલ વ્યવસાય કે વ્યવહાર; કર્તવ્ય; ફરજ. જેમકે, બ્રાહ્મણનો ધર્મ, ક્ષત્રિયોનો ધર્મ, માતાપિતાનો ધર્મ, પુત્રનો ધર્મ. | ખાસિયત; ખાસ ગુણ; લક્ષણ; સ્વભાવ. | ( જૈન ) ગતિસહાયક ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય. તે દરેક વસ્તુને ગતિ આપવામાં મદદ કરે છે. વધુ + | ( જૈન ) ચાલુ અવસર્પિણી કાળના ભરતક્ષેત્રમાં થયેલા એ નામના પંદરમા તીર્થંકર. | ( ન્યાય ) ચોવીશ માંહેનો એક ગુણ. ચોવીશ ગુણઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. | છંદઃશાસ્ત્ર પ્રસિદ્ધ એક પ્રસ્તાર. | જેનાથી ઉચ્ચ ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય તેવી ક્રિયા; જેના વડે અભ્યુદય અને મોક્ષની સિદ્ધિ થાય તેવી ક્રિયા. | તડકો; તાપ. | ( પુરાણ ) ત્રીજા ઉત્તમ મન્વંતરમાંના સત્યસેનનો પિતા. તેની સ્ત્રી સુનૃતા હતી. | ત્રેતાયુગમાં ઈ.સ. પૂર્વે ૩૮૦૦માં થયેલ એ નામનો પુરુષ. તેણે ધર્મારણ્ય નામના ફળદ્રુપ દેશની સ્થાપના કરી હતી. | દાન; પુણ્ય. | ધનુષ. | ( જ્યોતિષ ) ધ્રુવ મંડળની આજુબાજુ ફરનાર એક તારો. એ શિશુમાર ચક્રના પૂંછડાની જગ્યાએ આવેલો છે. | નવની સંખ્યાસૂચક સાંકેતિક શબ્દ. | નીતિ. સદાચાર વિષેનું તથા મરણ, સાંપરાય, ઈશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા; ઈશ્વર સંબંધી આસ્તિક મંતવ્ય. | પરસ્પર વિરોધ ન આવે તેવાં શાસ્ત્રોક્ત પ્રમાણવાળાં યથાર્થ વચનોથી જણાવેલું અને મૈત્રી વગેરે ભાવનાથી યુક્ત એવું અનુષ્ઠાન. | પંથ; સંપ્રદાય. | પુરુષાર્થના ચાર માંહેનો એ નામનો એક પ્રકાર. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. સર્વ ભૂતોને ધારણ કરે છે તેથી તે ધર્મ કહેવાય છે. વળી પરલોકમાં સદ્ગતિ સાધવા માટે જે સત્કર્મ કરવામાં આવે તે સર્વ ધર્મ, પરમધામ અને મોક્ષ તથા ઐહિક અને પારલૌકિક ફળ માટે ધારણ કરાતો જે ધર્મ તે પણ પોતે જ હોવાથી તેઓ ધર્મ કહેવાય છે. | ભગ; સંપૂર્ણ ઐશ્વર્ય. સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છનું નામ ભગ છે. એ ભગ જેનામાં છે તે ભગવાન કહેવાય છે. | ( જ્યોતિષ ) ભાગ્યસ્થાન; જન્મલગ્નથી નવમું સ્થાન. તેમાં જન્મનારનું ભાગ્ય કેટલું ખીલશે તે જોઈ શકાય છે. | યજ્ઞ મીમાંસા પ્રમાણે વેદવિહિત જે યજ્ઞાદિ કર્મ છે તેના વિધિપૂર્વક અનુષ્ઠાનને ધર્મ કહે છે. જૈમિનિએ ધર્મનું જે લક્ષણ આપ્યું છે તેનો અભિપ્રાય એ છે કે, જે કરવાની પ્રેરણા વેદ વગેરેમાં હોય તે ધર્મ છે. સંહિતાથી માંડીને સૂત્રગ્રંથો સુધી ધર્મની આ મુખ્ય માન્યતા રહી છે. કર્મકાંડનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરનાર જ ધાર્મિક કહેવાતો હતો. જોકે શ્રુતિઓમાં ન હિંસ્યાત્ સર્વભૂતાનિ એટલે પ્રાણીઓની હિંસા ન કરવી વગેરે વાક્યો વડે સાધારણ ધર્મનો પણ ઉપદેશ છે, પરંતુ વૈદિક કાળમાં વિશેષ લક્ષ્ય કર્મકાંડ તરફ જ હતું. | યમરાજા; પ્રાણીઓને પુણ્યપાપનાં ફળ આપનારો દેવ. | યયાતિ રાજાનો એ નામનો પૌત્ર. | યુધિષ્ઠિર. | રીત; વ્યવહાર; આચાર. વધુ + | લોક કે સમાજની સ્થિતિ માટે આવશ્યક વૃત્તિ કે આચરણ; જેથી સમાજની રક્ષા અને સુખશાંતિની વૃદ્ધિ થાય તથા પરલોકમાં પણ ઉત્તમ ગતિ મળે તેવો આચાર; કલ્યાણકારી કર્મ; સુકૃત; સદાચાર; સત્કર્મ સ્મૃતિકારોએ વર્ણ, આશ્રમ, ગુણ અને નિમિત્ત ધર્મ ઉપરાંત સાધારણ ધર્મ પણ કહેલ છે. આ ધર્મનો સ્વીકાર બ્રાહ્મણથી માંડી ચાંડાલ સુધીને માટે સમાનરૂપે આવશ્યક છે. મનુએ વેદ, સ્મૃતિ, સાધુના આચાર અને પોતાના આત્માની તુષ્ટિના ધર્મનાં સાક્ષાત્ લક્ષણ બતાવી સાધારણ ધર્મમાં દશ વાત કહી છે. દશ લક્ષણઃ ધીરજ, ક્ષમા, મનોનિગ્રહ, અસ્તેય, પવિત્રતા, ઇંદ્રિયનો નિગ્રહ, ધી, વિદ્યા, સત્ય અને અક્રોધ. મનુષ્ય માત્રને માટે જે સામાન્ય ધર્મ નક્કી કરાયેલ છે તે સમાજે ધારણ કરવા જોગ છે. તેના વિના સમાજની રક્ષા શક્ય નથી. મનુએ કહેલ છે કે, રક્ષા કરેલ ધર્મ રક્ષા કરે છે. આથી દરેક સભ્ય દેશના જનસમુદાયની વચ્ચે શ્રદ્ધા, ભક્તિ, દયા, પ્રેમ વગેરે ચિત્તની ઉદાસીન મનોવૃત્તિઓ સાથે સંબંધ રાખનાર પરોપકાર ધર્મની સ્થાપના થઈ છે. તે એટલે સુધી કે પરલોક વગેરેની શ્રદ્ધા વગરના યરપના આધિભૌતિક તત્ત્વવેત્તાઓને પણ સમાજની રક્ષા માટે સામાન્ય ધર્મનો સ્વીકાર કરવો પડ્યો છે. તેઓએ આ ધર્મનું લક્ષણ એવું બતાવ્યું છે કે, જે કર્મથી વધારે મનુષ્યોને વધારે સુખ મળે તે ધર્મ. બૌદ્ધ ધર્મમાં આ ધર્મને શીલ કહેલ છે. જૈનશાસ્ત્રોમાં અહિંસાને પરમધર્મ માનેલ છે. | શિવનો એ નામનો નંદિ. | સત્સંગ. | સદાચારી પુરુષ. | સદ્દગુણ. વધુ + | સરખાપણું. | સૂર્યનું એક નામ. | સોમપાન કરનાર માણસ. | ( પુરાણ ) સોમવંશી દ્રુહ્યુકુળોત્પન્ન ગાંધાર રાજાનો પુત્ર. તેનો પુત્ર ધૃત હતો. | ( પુરાણ ) સોમવંશી યદુપુત્ર કોષ્ટાના વંશના પૃથુશ્રવા રાજાનો પુત્ર. તેનો પુત્ર ઉશના હતો. | ( પુરાણ ) સોમવંશી યદુપુત્ર સહસ્ત્રાજિતના વંશના હૈહય રાજાનો પુત્ર. તેનો પુત્ર નેત્ર હતો. | સ્વવૃત્તિ પદાર્થ; આધેય. | ઉપનિષદ. | ( જૈન ) દુર્ગતિમાં પડતાં ધરી રાખનાર જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ; દયા, ક્ષમા, સદાચાર આદિ આત્મશ્રેયની સામગ્રી. | ( જૈન ) વસ્તુનો સ્વભાવ. | કાલી નદીના મૂળ પાસે આવેલું એ નામનું એક ગામ. | ( જૈન ) ચાર માંહેનું એક પ્રકારનું ધ્યાન. ચાર પ્રકારનાં ધ્યાનઃ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે, પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે.
Dharma-Rãj
જિન; તીર્થંકર. | ધર્મનું પાલન કરનાર રાજા; ધાર્મિક રાજા. ધર્મરાજ અજાતશત્રુ પણ મનાય છે. તેનો કોઈ શત્રુ નથી, તે કોઈનો દ્વેષ કરતો નથી, તે કોઈની હિંસા કે હાનિ કરતો નથી. શત્રુનો પણ દ્વેષ તે કરતો નથી, શત્રુની પણ સુધારણા માટે તે યત્ન કરે છે. શત્રુના પણ ગુણ તે જુએ છે. વધુ + | પરમેશ્વર; પરમાત્મા. તે ધર્મમાં જ પ્રકાશમાન અને અધર્મથી રહિત ધર્મનો જ પ્રકાશકર્તા છે. તેથી તેનું નામ ધર્મરાજ છે. | પ્રજાપતિ. | બુદ્ધદેવ. | યમરાજ; પ્રેતપતિ. | યુધિષ્ઠિર; તે ધાર્મિક વૃત્તિવાળા હોવાથી ધર્મરાજ કહેવાતા. જે કક્ષામાં તેઓ યુદ્ધમાં ઉપસ્થિતિ થતા, તેમાંથી તે પાછા હઠતા નહિ. યુદ્ધમાં પોતાની ભૂમિકા ઉપર સ્થિર રહેવું એ પણ એક મોટું કાર્ય છે. | ન્યાયી રાજ્ય; જયાં ઇન્સાફ અપાતો હોય તેવું રાજ્ય.
Dharma-Shãstra
ચાર વેદનાં ઉપાંગો માંહેના એક ભાગનું નામ. એ સ્મૃતિ નામથી પ્રસિદ્ધ છે. | ધર્મપુસ્તક; મનુષ્યના સુવર્તન સંબંધી નક્કી કરેલ નિયમોનું પુસ્તક; મનુષ્યના આ લોક અને પરલોક સંબંધી શ્રેયના અને શુભાચારવિચારના નિયમોનું નિબંધન; ધર્મનું લગતું શાસ્ત્ર; તત્ત્વગ્રંથ. | ન્યાય કચેરીના આઠ માંહેનો એક ભાગ. જુઓ અષ્ટાંગ. | ફરજ સંબંધી શાસ્ત્ર; કર્તવ્યશાસ્ત્ર. | હિંદુ ધર્મના કાયદાનું પુસ્તક; ન્યાય ને નીતિ ઉપર ઋષિઓએ લખેલ કાયાદાઓનું પુસ્તક; મનુ, યાજ્ઞવલ્ક્ય વગેર ઋષિઓએ રચેલ અનેક કાયદાઓનો સંગ્રહ. આ પુસ્તકના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. (૧) આચાર, (૨) વ્યવહાર અને (૩) પ્રાયશ્ચિત્ત. કાયદા આપનારા અઢાર જણ ગણાવ્યા છે. (૧) અત્રિ, (૨) વિષ્ણુ, (૩) હારીત, (૪) ઉશના, (૫) અંગિરસ, (૬) યમ, (૭) આપસ્તંભ, (૮) સંવર્ત્ત, (૯) કાત્યાયન, (૧૦) બૃહસ્પતિ, (૧૧) પરાશર, (૧૨) વ્યાસ, (૧૩-૧૪) શંખ અને લિખિત બંનેનું સંયુક્ત કામ ગણાય છે. (૧૫) દક્ષ, (૧૬) ગૌતમ, (૧૭) શાતાતપ, (૧૮) વસિષ્ઠ. આ ઉપરાંત નારદ, ભૃગુ, મારીચિ, કશ્યપ, વિશ્વામિત્ર, બૌધાયન, પુલસ્ત્ય, ગાર્ગ્ય, પૈથીનસિ, સુમંતુ, લોકાક્ષિ, કુથુમિ, ધૌમ્ય વગેરે પણ કાયદાના રચનાર છે. બીજા મત પ્રમાણે મનુ ઉપરાંત નીચે મુજબ અઢાર સ્મૃતિકાર ગણાય છે. (૧) યમ, (૨) વસિષ્ઠ, (૩) અત્રિ, (૪) દક્ષ, (૫) વિષ્ણુ, (૬) અંગિરા, (૭) ઉશના, (૮) બૃહસ્પતિ, (૯) વ્યાસ, (૧૦) આપસ્તંબ, (૧૧) ગૌતમ, (૧૨) કાત્યાયન, (૧૩) નારદ, (૧૪) યાજ્ઞવલ્કય, (૧૫) પરાશર, (૧૬) સંવર્ત, (૧૭) શંખ અને (૧૮) હારીત. વધુ +
dhun
( સંગીત ) સંપૂર્ણ જાતિનો એક રાગ. તેમાં બધા શુદ્ધ સ્વર આવે છે. | સ્વર ચડાવી ઉતારીને ગીત ગાવાની એક રીત. | આંધળાપણું; લંપટપણું. | કોઈ વાતમાં એટલું તો મન લાગી રહેવું કે બીજું કંઈ જ જાણવું નહિ એવી મનની સ્થિતિ; તાન; ગરકાવ; લેહ; નિમગ્નત. | ગાનધારા; ચાલુ ગાન; રાગની પરંપરા; સૂરનો ગુંજારવ. | મનનો તરંગ; બુટ્ટો. | વગર અટકે એક પછી એક સતત કાર્ય કરવું તે. | વિચાર; ચિંતા; ફિકર. | સારી કે ખોટી, લાભની કે ગેરલાભની વાત કરવાની આતુર લાગણી; રઢ; લગની. | કંપાવનાર; હલાવનાર; ધુણાવનાર. | સારૂં; શ્રેષ્ઠ.
dhvaj
અહંકાર; ગર્વ ઘમંડ; દર્પ; અભિમાન. | ( જ્યોતિષ ) અઠ્ઠાવીસ માંહેનો એ નામનો એક યોગ. | એક જાતનો હાથી; સૂંઢના અગ્રભાગથી પૂછડા પર્યંત જેને રેખા હોય તેવો હાથી. તે સામ્રાજય અને પ્રાણને આપનારો મનાય છે. | ( પિંગળ ) એ સમવૃત્ત અક્ષરમેળ છંદ. તે ગાયત્રી છંદનો એક ભેદ છે. તેને તિલકા છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં બે સગણ એમ છ અક્ષર હોય છે. | કેતુગ્રહનું એક નામ. | ખાટલાનું એક અંગ; ખાટની પટ્ટી. | ચિહ્ન; નિશાન. | દારૂ કાઢનાર માણસ; શૌંડિક. | ધજા; પતાકા; વાવટો; નેજો; ઝંડો; કોઈ બાબતના ચિહ્ન તરીકે ઊભો કરવામાં આવતો અથવા તો કોઈ સરઘસમાં ઉપાડીને લઈ જવામાં આવતો લાંબો અને ઊંચો દંડ. સેનાનાં ચિહ્નરૂપ જે લાંબા દંડ હોય છે તેને ધ્વજ કે નિશાન કહે છે તે બે પ્રકારનો છે. સપતાક અને નિષ્પતાક. ધ્વજદંડ બકુલ, પલાશ, કદંબ વગેરે કોઈ પણ લાકડાનો હોય છે, પરંતુ તેમાં વાંસ શ્રેષ્ટ છે. ધજાનું માપ જુદા જુદા પ્રકારનું હોય છે અને તે પ્રમાણે તેનાં નામ હોય છે. જેવાંકે, જયા, વિજયા, ભીમા, ચપલા, વૈજયંતિકા, દીર્ધા, વિશાલા, અને લોલા. જ્યા પાંચ હાથની લાંબી હોય છે, વિજયા છ હાથની લાંબી હોય છે, એમ એક એક હાથ વધતી જાય છે. ધ્વજને લંબચોરસ અથવા ત્રિકોણ કપડું બાંધેલું હોય છે, તેને પતાકા કહે છે. પતાકા જુદા જુદા રંગની હોય છે અને તેમાં ચિત્ર વગેરે પણ હોય છે. જે પતાકામાં હાથી, સિંહ વગેરે હોય તે જ્યંતી, જેમાં હંસ, મોર વગેરે હોય તે અષ્ટમંગલા કહેવાય છે. એ પ્રમાણે બીજા ધ્વજનું પણ સમજવું. વહાણવટામાં ધ્વજ સારો ભાગ ભજવે છે. વહાણ કયા રાષ્ટ્રનું છે, એ તેના ધ્વજ ઉપરથી પારખી લેવાય છે. નૌકાસૈન્યમાં તેના હોદેદાર દરજ્જા પ્રમાણે ધ્વજ ફરકાવે છે. શોક વખતે ધ્વજ અરધી કાઠીએ ચડાવાય છે. | ધ્વજ લઈ ને ચાલનાર પુરુષ. | ( શિલ્પ ) બસો ચોરાણું માંહેની એક જાતનું ઘર; પૂર્વ દિશામાં રહેલું ધર. તેની ઉત્તર અને દક્ષિણ બાજુ અલિંદ અને અંદર બે પાટડા તથા ચાર સ્તંભ હોય છે. | મેઢ્ર; લિંગ; પુરુષેંદ્રિય. | શિખર; અગ્ર; ટોચ. | શ્રેષ્ઠ; સૌથી સારૂં; ઉત્તમ.
dhyãn
( યોગ ) આઠ માંહેનું એ નામનું સાતમું અંગ; જે વસ્તુની ધારણા કરવામાં આવે તે જ વસ્તુમાં પ્રયત્ન વિના જ વૃત્તિઓની એકાકારતા. વિષયમાં અત્યંત તૃષ્ણાને રાગ કહે છે. એ રાગનો જેનાથી નાશ થાય તેને ધ્યાન કહે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સવિકલ્પ સમાધિ એ યોગના આઠ અંગ કહેવાય છે. ધ્યાન તે ધારણા અને સમાધિ વચ્ચેની અવસ્થા છે. જ્યારે યોગી પ્રત્યાહાર એટલે મનોવૃત્તિના એકત્રીકરણ વડે પોતાની ચિત્તની વૃત્તિઓ ઉપર અધિકાર મેળવી લે છે, ત્યારે તેને ચારે કોરથી પાછું ખેંચી લઈ નાભિ વગેરે સ્થાનોમાંથી કોઈ એક સ્થાને લગાડે છે. આને ધારણા કહે છે. ધારણીય વસ્તુની સાથે ચિત્ત પ્રત્યની એકતાનતા થઈ જાય એવી સ્થિતિએ ધારણા પહોંચે ત્યારે તેને ધ્યાન કહે છે. ધ્યાન જ્યારે છેલ્લી અવસ્થાએ પહોંચે ત્યારે તેને સમાધિ કહે છે. તેમાં ધ્યેય સિવાય કાંઈ રહેવા પામતું નથી, એટલે કે ધ્યાતા ધ્યેયમાં એટલો તન્મય થઈ જાય છે કે તેથી તે પોતાની સત્તા ભૂલી જાય છે. ધ્યાન ત્રણ પ્રકારનાં છેઃ સ્થૂલ ધ્યાન, જ્યોતિ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. યોગના મતે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક અને તુરીય એવા ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. વળી સગુણ ને નિર્ગુણ એવા ભેદથી બે પ્રકારનું ધ્યાન પણ કહેવાય છે. નામ રૂપ છોડી સન્માત્રનું ચિંતન તે કનિષ્ઠ ધ્યાન, ઘોર અને મૂઢ વૃત્તિમાંથી દુઃખ તજી સત્ ચિતનું ચિંતન તે મધ્યમ ધ્યાન, શાંત વૃત્તિમાં સત્ ચિત્ આનંદનું ચિંતન તે ઉત્તમ ધ્યાન અને વૃત્તિ રહિત ઔદાસીન્યમાં ચિંતન તે ઉત્તમોત્તમ ધ્યાન છે. બૌદ્ધ અને જૈનોમાં પણ ધ્યાન એક આવશ્યક અંગ છે. જૈન શાસ્ત્રોમાં ઉત્તમ સંહનન યુક્ત ચિત્તનો અવરોધ એટલે એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન તેનું નામ ધ્યાન છે. જૈનોમાં પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન એવા ધ્યાનના ચાર પ્રકાર છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ એવા પણ ચાર પ્રકાર છે. આમાંથી ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન એ બે મોક્ષનાં કારણ છે. | ( જૈન ) આભ્યંતર તપના છ માંહેનો એક પ્રકાર; આત્મપ્રદેશોની નિષ્પ્રકંપતા; જ્ઞાનધારાને અનેક વિષયગામિની બનતી અટકાવી એક વિષયગામિની બનાવવી તે; ચિત્તના વિક્ષેપોનો ત્યાગ કરવો તે. પ્રાયશ્ર્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આભ્યંતર તપ છે. | ઊંડો વિચાર; વિચારણમાં મગ્ન હોવું તે; ચિંતન; મનન; કલ્પના. | એક જ બાબત ઉપર બધી ઇંદ્રિયોનું વલણ; એકાગ્રતા; એકચિત્તના; મનને ખેંચી લઈ એક વસ્તુ કે વાત ઉપર સ્થિર રાખવું તે. વધુ + | ખંત; કાળજી. | ચિંતા; ફિકર. | પસંદ પડવું તે; પસંદગી. | ભક્તિમાર્ગના નવ માંહેનો એક પ્રકાર; પરમાત્મચિંતન; ભજન; નિદિધ્યાસન; ધ્યાનાભ્યાસ; ઈશ્વર સંબંધી વિચાર કરવો તે. મનન, કીર્તન, ધ્યાન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય અને આત્મનિવેદન એ ભક્તિના નવ પ્રકાર કહ્યા છે. વધુ + | ભાન; ખબર; ગમ; નજર; દૃષ્ટિ. વધુ + | મન; ચિત્ત; લક્ષ. વધુ + | શ્વોસચ્છ્વાસને સાઠ ઘડી સુધી રોકી કુંભક કરવો તે. | સમજશક્તિ; બુદ્ધિ. | સમાધિ; ધ્યેય પદાર્થમાં એકાગ્ર થવું તે. | ( જૈન ) સંયમ; કાયિક સ્થૂલ વ્યાપારને રોકવાનો પ્રયત્ન. | સ્મૃતિ; સ્મરણ. વધુ +
divya
અર્જુન. | અર્જુન વૃક્ષ; સાજડ. | આકાશમાં થતો એક જાતનો ઉત્પાત; આકાશમાં વીજળીથી ઉત્પન્ન થતો એક જાતનો અગ્નિ. | એક જાતનો મુકુલી સર્પ. | એક પ્રકારનો નાયક; સ્વર્ગીય કે અલૌકિક નાયક. જેમકે, ઇંદ્ર, રામ, કૃષ્ણ. | ગુગળ. | જવ. | તત્ત્વજ્ઞાની પુરુષ; તત્ત્વવેત્તા. | તંત્રશાસ્ત્રપ્રસિદ્ધ એક ભાવ. | ભગવાનના ગુણ. | યમ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( પુરાણ ) સોમવંશી સાત્વત રાજાનો એ નામનો એક પુત્ર. | કપૂરકાચલી. | ( શિલ્પ ) એક જાતનું દ્વિશાળ ઘર. જે દ્વિશાળ ઘરને ડાબી, જમણી અને પછીત એ ત્રણે દિશામાં બબ્બે અલિંદો હોય, તે ઘરના મુખ આગળ ત્રણ અલિંદો હોય, મુખ આગળના ત્રણ અલિંદો આગળ એક મંડપ હોય અથવા તેવા જ ઘરનું મુખ પૂર્વ દિશામાં હોય તો તે દિવ્ય ઘર કહેવાય. | દિવ્ય દિવસ; દૈવી દિવસ. ઉત્તરાયણ એટલે દેવનો એક દિવસ અને અસુરોની રાત્રિ તથા દક્ષિણાયન એટલે અસુરોનો દિવસ અને દેવોની રાત્રિ એ પ્રમાણે એક અહોરાત્રિ ગણી કાળગણતરી કરવામાં આવે છે. | ( જૈન ) દેવતાઓ તરફથી કરાતી ધન વગેરેની વૃષ્ટિ. આવાં દિવ્ય પાંચ છેઃ વસ્ત્ર, સુગંધી, જળ, અહો દાન એવો અવાજ, દુંદુભિનાદ અને ધન. દેવતાઓ દ્વારા આ વૃષ્ટિ થતી હોવાથી તે દિવ્ય કહેવાય છે. આ દિવ્યો કોઈ અસાધારણ તપસીના પારણા વખતે પારણું વહોરાવનારને ત્યાં થાય. | માણસ અપરાધી છે કે નહિ તે નક્કી કરવા તુલા, ચોખા, પાણી, ઝેર કે અગ્નિ વડે પ્રાચીન કાળમાં કરવામાં આવતી પરીક્ષા. કોઈના મતે આ પરીક્ષા નવ પ્રકારની છેઃ ઘટ કે તુલા, અગ્નિ, પાણી, ઝેર, કોષ, તંદુલ, તપ્તમાષક, ફૂલ અને ધર્મજ. આમાં પહેલી પાંચ પરીક્ષા મોટા અપરાધો માટે, તંદુલ ચોરીને માટે, તપ્તમાષક ઘણી મોટી ચોરી માટે અને ફૂલ તથા ધર્મજ પરીક્ષા સાધારણ અપરાધ માટે હતી. સ્મૃતિઓ વગેરેમાં લખ્યું છે કેઃ બ્રાહ્મણની તુલાથી, ક્ષત્રિયની અગ્નિથી, વૈશ્યની જળથી અને શૂદ્રની વિષથી પરીક્ષા થવી જોઈએ. અગ્નિ, ઘટ અને કોષ પરીક્ષા સવારમાં, જળ પરીક્ષા બપોરના અને વિષ પરીક્ષા રાતના થવી જોઈએ. બૃહસ્પતિ સિંહ કે મકર રાશિમાં હોય અથવા ભૃગુ અસ્ત હોય તે વખતે કોઈ દિવ્ય પરીક્ષા ન થવી જોઈએ. પરીક્ષાથી એક દિવસ અગાઉ પરીક્ષા દેનારે તથા લેનારે ઉપવાસ કરવો જોઈએ. | લવિંગ. | ( શિલ્પ ) વીશ માંહેનું એક જાતનું નગર; પર્વતની ટોચે રચાયેલું નગર. વધુ + | શપથ; સોગંદ; કસમ. | સત્ય તારવવા માટે લેવાતા સોગન કે વ્રત; અઘરી પ્રતિજ્ઞા; અગ્નિ ઉપર ચાલવું, તપાવેલા તેલમાં હાથ બોળવા વગેરેના શપથ. | સૂવર; ડુક્કર. | હરિચંદન. | આકાશમાં હોનાર. | ઈશ્વરી; દૈવી; દેવતાઈ; અદ્ભુત; અલૌકિક. વધુ + | તેજવાળું; કાંતિવાળું; પ્રકાશમાન. | ત્રિગુણાત્મક માયાથી ઉત્પન્ન થયેલું. | દેવ સંબંધી. | પ્રધાન; મુખ્ય. | મનોજ્ઞ; સુંદર; રળિયામણું; ભભકાદાર. | વીરવિદ્યા જાણનાર. | શ્રેષ્ઠ; ઉત્તમ. | સ્વર્ગમાં થનાર; સ્વર્ગીય; સ્વર્ગમાંથી ઉત્પન્ન થયેલ.
durlabh
એક જાતની વનસ્પતિ; કચૂરો. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. દુર્લભ ભક્તિથી પ્રાપ્ત કરી શકાય તેવા હોવાથી ભગવાન દુર્લભ કહેવાય છે. વળી મનુષ્યદેહ દુર્લભ છે, તેમાં જિજ્ઞાસા થવી દુર્લભ છે, તેમાં સદ્ગુરુ, સત્સંગ, મન અને ઇંદ્રિયોનું દમન કરવું તે અને સુવિચાર કરવા તે દુર્લભ છે, નિજસ્વરૂપની પ્રાપ્તિ કરવી તે દુર્લભ છે. પુનઃ આધિવ્યાધિમાં, મોહમમતામાં અને સંસારવ્યવહારમાં ગૂંચાઈ જવાથી અંતકાળે પણ ભગવાનનું સ્મરણ બનવું ઘણું દુર્લભ છે. આથી ભગવાન દુર્લભ કહેવાય છે. | શિવનાં હજાર માંહેનું એક નામ. | અનોખું. | કીમતી; મૂલ્યવાળું. | દુષ્પ્રાપ્ય; મુશ્કેલીથી પ્રાપ્ત થાય એવું; વિરલું; મળવું મુશ્કેલ. વધુ + | પ્રિય. | મોટું; ભારે; મુશ્કેલ; અઘરૂં. | વખણાયેલ.
Dvait
અજ્ઞાન. | જગત; વિશ્વ. | જીવાત્મા અને પરમાત્માની ભિન્નતા માનનાર મત; ઈશ્વર અને સૃષ્ટિ બે જુદાં છે એવો મત. | બેપણું; ભિન્નતા; જુદાપણું; દ્વિર્ભાવ; ભેદભાવ. વધુ + | ભ્રમ. | યુગ્મ; યુગલ.
dvip
નાગકેસર. | હાથી; ગજ; નાગ; ઇભ; કરી; હસ્તી. વધુ +

G

gadã
( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે આનંદવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં દશ ગુરુ અને સિત્તેર લઘુ મળી એંશી વર્ણની નેવું માત્રા હોય છે. | ભિક્ષુક; ભિખારી. | ( જૈન ) ઇંદ્રક નામનું વિમાન. | એક જાતનું હથિયાર; મુદ્ગર; એક જાતનું આયુધ કે જેને ઉપરથી નાળિયેરના જેવો ગોળો અને એ ગોળાની આસપાસ કમરખના જેવા કાંગરા હોય છે; લોખંડના ગોખરૂદાર ગઠ્ઠાવાળી ટૂંકી લાકડી. | એક વનસ્પતિ; કુષ્ઠ. | જ્વાળામુખી પર્વતમાંથી ઊડતા પથ્થર. | પાડલ વૃક્ષ; પાટલ. | બુદ્ધિતત્ત્વ. | મોટું ચોસલું. | વિષ્ણુનું એક હથિયાર. વિષ્ણુએ ગદાસુર નામના રાક્ષસનાં હાડકાંમાંથી એક ગદા બનાવી ધારણ કરી હતી. | શિલા.
gajarã
કેટલાંક સુગંધી તત્ત્વોની બનેલ પીળા રંગની એક સુગંધી. | ગાજરનું પાંદડું અથવા કંદ. | ફૂલો વગેરેને ગૂંથીને બનાવેલ તોરો. | મશરૂ ઉપર મોજાં જેવી લીટી. | મશરૂ નામનું રેશમી લૂગડું. | સારંગીનો ગજ. | સોનાનું ડોકનું અથવા હાથનું એક જાતનું ઘરેણું. તે ગાજરના આકારનું હોય છે.
gnãn
ખોજા લોકોની માન્યતા પ્રમાણે વિષ્ણુના ૧૭ માંહેનો આઠમો અવતાર. | ચોસઠ માંહેનો એક આકાશતત્ત્વ દેવતા. જુઓ આકાશતત્ત્વ દેવતા. | પરમાત્મા; ઈશ્વર; ભગવાન. કેમકે તે ચરાચર લોકોને સંપૂર્ણ રીતે જાણે છે. | બોતેર માંહેનો એક આકાશતત્ત્વ દેવતા. જુઓ આકાશતત્ત્વ દેવતા. | વાસુદેવ. | ઇંદ્રિયો દ્વારા કોઈ પણ વસ્તુ અથવા વિષયનું સમજાવું તે; જાણવું તે; ખબર; જાણ; કોઈ પણ બાબતની માહિતી; સમજણ; સંવેદ; બોધ. વધુ + | ઇશ્વર અને જગત સંબંધી સમજણ ગુણ અને તેના કાર્યની જાણ; જેથી આપ્ત વસ્તુ જણાય છે તે; જીવ, માયા ને ઈશ્વરના સ્વરૂપને જાણવું તે; સૃષ્ટિમાંના અનેક પદાર્થોમાં એક જ અવ્યક્ત મૂળ દ્રવ્યની સમજ; જીવાત્મા અને પરમાત્મા સંબંધી સમજ; આત્મજ્ઞાન; બ્રહ્મજ્ઞાન. જ્ઞાન બે જાતનાં છે: પરોક્ષ અને અપરોક્ષ. વળી બીજી રીતે એના પાંચ ભેદ છે: સંશય, ધારાવાહિક, કાર્યજ્ઞાન, આહાર્યજ્ઞાન અને સ્મૃતિ. જેમ લૌકિક ઉપાયો મોક્ષના સાધક નથી તેમ કેવળ કર્મકાંડ પણ મોક્ષદાયક નથી. જ્ઞાન સિવાય મોક્ષ મળી શકતો નથી. પરમાત્માને જાણવાથી જ મોક્ષ મળે છે. જૈન મતે જ્ઞાનના પાંચ પ્રકાર છે: મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યવ અને કેવળ. જ્ઞાન મેળવવાની ત્રણ રીત છે: (૧) પ્રણિપાતેન એટલે કે શિષ્યે ગુરુને નમીને શિષ્યભાવે વિનય અને નમ્રતાથી શીખવાની વૃત્તિથી, (૨) પરિપ્રશ્નેન એટલે કે શંકા સમાધાનવાળી સંવાદાત્મક શૈલીથી સવાલ પૂછીને અને (૩) સેવયા એટલે સેવાભાવે શરણાગતિથી ગુરુ કે આચાર્યને સંતુષ્ટ કરીને ખરૂં જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન સંપાદન કરવાના આ રામબાણ ઇલાજ ત્રણે કાળને માટે જિજ્ઞાસુઓને અતિ ઉપયોગી છે. વળી સંકલ્પ, સંશય, ભ્રાંતિ, સાદ્દશ્ય, નિશ્ચય અને અનુભવ વગેરે જુદા જુદા પ્રકારનાં જ્ઞાન છે. જ્ઞાન તો ઘણાને હોય છે, પણ જ્ઞાનથી કંઈ પ્રભુપ્રાપ્તિ થતી નથી. પ્રભુપ્રાપ્તિ માટે તો સાધકે (૧) દુરાચરણથી તત્કાલ અટકવું જોઈએ. (૨) શાંત મનનાં થવું જોઇએ અને (૩) એકાગ્ર ચિત્તવાળા પણ બનવું રહ્યું. એટલે કે પ્રભુપ્રાપ્તિ અર્થે દુરાચરણથી નિવૃત્તિ, શાંતિ, એકાગ્રતા અને શાંત માનસ કેળવવું ઘટે છે. અખાએ જ્ઞાનને પણ કવિતામાં ઉતાર્યું. ગીતાપંચામૃતમાં જ્ઞાનનું સ્વરૂપ આપતાં કહ્યું છે કે: નિર્માનિત્વ ક્ષમા અદંભીપણું ને શૌર્ય અહિંસા અને, સેવા ગુરુની સ્થિરતા સરલતા ને ચિત્તનો સંયમે, ને વૈરાગ્ય થયો વળી વિષયમાં ને નિરહંકાર ને, દ્દષ્ટિ દોષની જન્મ મૃત્યુ દુ:ખમાં રોગે જરામાંહીં યે, સ્ત્રી પુત્રો ગૃહ આદિમાં ન મમતા કર્મે અનાસક્તિ ને, પામ્યે ઇષ્ટ અનિષ્ટ નિત્ય સમતા જે ચિત્તની હોવી તે, ભક્તિ અવ્યભિચારિણી મુજ વિષે યોગે અનન્યે વળી, એકાંતે નિજ વાસ તેમ અરતિ માનુષસંગે વળી, નિષ્ઠા જ્ઞાન અધ્યાત્મમાં નીરખવો તત્ત્વજ્ઞાનાર્થને, એ સૌ જ્ઞાન કહ્યું જ તે વિણ બીજું સર્વે ય અજ્ઞાન છે. મીમાંસા સિવાય સર્વ દર્શનોએ જ્ઞાનથી મોક્ષ માન્યો છે. જ્ઞાન દ્વારા અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાનનો નાશ થાય છે અને દોષ દૂર થતાં પ્રવૃત્તિ ટળી નિવૃત્તિ આવે છે. નિવૃત્તિથી દુ:ખનો નાશ થાય છે અને દુ:ખના નાશથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અહીં જ્ઞાન શબ્દ પરમાત્મવિષયક જ્ઞાનના સાધનનો વાચક છે. વધુ + | જ્ઞેય પદાર્થકાર વૃત્તિ વડે ભસમાન ચૈતન્ય. | ( જૈન ) નવ માંહેનો એક ક્ષાયિક ભાવ. જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક ભાવ છે. | પ્રતીતિ; અનુભવ. | બુદ્ધિ. | ( યોગ ) બુદ્ધિવૃત્તિના નિરોધરૂપ યોગ. | મનુષ્યના ચૈતન્યમાં થયેલું, ચાલતું અને થવાનું તે જાણવાની વિચારવાની ને ઇચ્છવાની શક્તિ. | વસ્તુઓનું અનિત્યવાદી યથાર્થ દર્શન. | વિદ્યાનું એક પર્વ. સાંખ્ય, યોગ, જ્ઞાન, વૈરાગ્ય, તપ અને ભક્તિ એ વિદ્યાનાં પર્વો છે. | વિધાન; ઉપન્યાસ; નિર્ણય. | ( વેદાંત ) વિષય ચૈતન્યની અભિવ્યંજક એવી અંત:કરણ અને અજ્ઞાનના પરિણામરૂપ વૃત્તિ. વેદાંત પ્રમાણે મનની વૃત્તિ ચૈતન્યના જેટલા ભાગમાં વ્યાપ્ત હોય તેટલા ભાગના વૃત્તિવાળા ચૈતન્યને જ્ઞાન કહેવાય છે. | વેદનો ત્રણ પૈકી એક કાંડ. જુઓ કાંડ. | સમજશક્તિ; વિચારશક્તિ; જ્ઞાનશક્તિ. | સ્વરૂપનું ભાન.
gnãn-shakti
( વેદાંત ) બ્રહ્મ છે અને પ્રકાશે છે એવા વ્યવહારનું કારણ. | ( વેદાંત ) રજોગુણ અને તમોગુણથી પરાભવ નહિ પામેલો સત્ત્વગુણ. | સમજવાની શક્તિ; સમજ; સમજણ; ગ્રહણ કરવાની શક્તિ; બોધશક્તિ. જ્ઞાનશક્તિના ચાર પ્રકાર છે: જ્ઞાતૃ, જ્ઞેય, જ્ઞપ્તિ અને જ્ઞાતા.
Golok
ગોસાંઈઓનું મોક્ષસ્થાન. | જ્યાં ગાયોનું પાલનપોષણ થાય છે એવો સ્વર્ગનો એક વિભાગ. | વિષ્ણુનું નિવાસસ્થાન; વૈકુંઠની ઉપર આવેલો લોક; ગાયોના વાસથી પવિત્ર ગણાતો વિષ્ણુલોક; વૈકુંઠથી ઉપર પચાસ કરોડ યોજન ઉપર આવેલું એક સ્થાન.
gor
ઈરાન દેશનો એ નામનો એક પ્રાંત. | ગુરુ પુરોહિત; ગોરપદું; કરનાર બ્રાહ્મણ. | તીર્થસ્થળનો બ્રાહ્મણ; તીર્થનો ગોર; પંડો. | ભૂકો; ચૂર્ણ. | મદદપક્ષ. | મનન; વિચાર; મીમાંસા; ચિંતન. | કબર. | ગૌરી; પાર્વતી. | કુમારિકાનું; ગૌરીપૂજનનું એક વ્રત. | ઢોરનો સમૂહ; ધણ. | સફેદ; ગોરું; ઊજળું.
gulãb
એક જાતનો કાંટાવાળો ફૂલછોડ. તેનાં ફૂલના જુદા જુદા રંગ ઉપરથી તેની જુદી જુદી જાત ગણાય છે. ગુલાબી રંગનો સુગંધી ગુલાબ ઔષધિમાં વપરાય છે. અને તેના ગુલકંદ, ગુલાબજળ અને શરબત બનાવાય છે. ઔષધિમાં બાસમાસી કરતાં ઋતુમાં થતો ગુલાબ શ્રેષ્ઠ ગણાય છે. ગુલાબ રેચક અને પિત્તઘ્ન છે. ગુલાબનાં ફૂલ જુલાબ આપવામાં વપરાય છે. એક બે તોલા ફૂલનો ચા બનાવી તેમાં સાકર અને સૂંઠ ભેળવી પીવાથી દસ્ત આવે છે. આંખ તથા માથાના વ્યાધિમાં ગુલાબજળનાં પોતાં મુકાય છે. ગુલાબના સેંકડો ભેદો છે, પણ મુખ્ય ત્રીશ મનાય છે. પૃથ્વીના ઉત્તરાર્ધમાં ૧૯થી ૭૦ અક્ષાંશ સુધીના બધા ભાગમાં ગુલાબ થાય છે. ભારતવર્ષમાં આ છોડ ઘણા વખતથી ઉગાડવામાં આવે છે અને કેટલેક સ્થળે જંગલી ગુલાબ પણ થાય છે. કશ્મીર અને ભૂતાનમાં પીળા રંગનો જંગલી ગુલાબ બહુ થાય છે. કલમ વગેરે દ્વારા સેંકડો પ્રકારનાં ફૂલવાળા ગુલાબ ભિન્ન ભિન્ન જાતિને મળેવીને ઉત્પન્ન કરાય છે. સફેદ રંગના ગુલાબને સેવતી કહે છે. ઋતુ અનુસાર હિંદમાં ગુલાબના બે ભેદ માન્યા છે: એક જાતનો ગુલાબ દરેક ઋતુમાં ખીલે છે અને બીજો વસંત ઋતુમાં જ ખીલે છે. વસંત ઋતુમાં ખીલતા ગુલાબમાં સુગંધ વધારે હોય છે. તે બસરા કે દમાસ્કસની જાતિનો છે. ગાઝીપુરમાં અત્તર તથા ગુલાબજળ માટે આ જાતના ગુલાબની બહુ ખેતી થાય છે. એવું કહેવાય છે કે ગુલાબનું અત્તર નૂરજહાંએ ઈ. સ. ૧૬૧૨માં પોતાના લગ્ન પ્રસંગે શોધી કાઢ્યું હતું. ભારતવર્ષમાં ગુલાબ જંગલી રૂપમાં ઊગે છે, પણ બગીચામાં તે ક્યારથી ઉગાડવામાં આવ્યા તે જાણી શકાયું નથી. કેટલાક લોકો શતપત્રી, પાટલિ વગેરે શબ્દોને ગુલાબના પર્યાય માને છે. રશીઉદ્દીન નામનો એક મુસલમાન લેખક લખે છે કે ચૌદમા સૈકામાં ગુજરાતમાં સત્તર પ્રકારના ગુલાબ ઉગાડવામાં આવતા હતા. બાબરે પણ ગુલાબ ઉગાડવાની વાત લખી છે. જહાંગીરે તો લખ્યું છે કે હિંદુસ્તાનમાં સર્વ પ્રકારના ગુલાબ થાય છે. ગુલાબ તેની કોમળતા તથા સુંદરતા માટે પ્રસિદ્ધ છે, તેથી લોકો નાનાં બચ્ચાંઓને ગુલાબના ફૂલની ઉપમા આપે છે. ગુલાબના છોડની ડાળી ઉપર કાંટા હોય છે. પાંદડાં કાંગરાવાળાં અને ફૂલ લાલ, ગુલાબી કે પીળા રંગનાં થાય છે. ગુલાબની લાલ ગુલાબ, શતપત્ર અથવા બહુ પાંખડીનો ગુલાબ, કસ્તૂરિનો ગુલાબ, કાંટા વગરનો ગુલાબ, ધોળો ગુલાબ, પીળો ગુલાબ વગેરે જાત છે. સંકરથી આ ઉપરાંત અનેક જાત થઇ છે. ધોળો ગુલાબ; તેને કર્ણિકા કહે છે. તે બાગમાં થાય છે. તેનાં ફૂલ ઉપયોગી છે. તેમાં સુગંધ નથી. તે શીતળ, ગ્રાહી અને વૃષ્ય છે. રક્તદોષ અને ત્રિદોષ રોગમાં તે વપરાય છે. રાતો ગુલાબ; તેનાં ફૂલ ઉપયોગી છે. તેમાં સુગંધ નથી. તે મોસમે થાય છે. ગુણદોષ ધોળા ગુલાબ પ્રમાણે છે. પીળો ગુલાબ દેશી: તેને અતિમંજુલા કહે છે. તેનાં ફૂલ ઉપયોગી છે. તેમાં સુગંધ નથી. ગુણદોષ ધોળા ગુલાબ પ્રમાણે છે. પીળો ગુલાબ; સંસ્કૃતમાં તેને કૃષ્ણા કહે છે. તેને જંગલી ગુલાબ પણ કહે છે. તેનાં ફૂલ ઉપયોગી છે. બાગમાં તે થાય છે. તેમાં સુગંધી નથી. ગુણદોષ ધોળા ગુલાબ પ્રમાણે છે. શીતળ ગુણને માટે ફૂલની પાંખડીઓ ને રેચક ગુણને માટે વગર ખીલેલી કળીઓ વપરાય છે. ગુલાબને ફૂલોની રાણી કહે છે. પાનની નીચલી રગમાં ઝીણા કાંટા હોય છે, ગુલાબ પેટનો દુખાવો મટાડનાર, ઉત્તેજક અને મૃદુ વિરેચક છે. એનું સત્ત્વ અને તેલ સુગંધીદાર પદાર્થ તરીકે વપરાય છે. વધુ + | એક જાતની મીઠાઇ. | એક જાતનું સુગંધીદાર ફૂલ; ગુલાબના છોડનું ફૂલ. તે ચારે કોરથી કાંટાથી વીંટાયેલ છે અને સૌથી ઉત્તમ ફૂલ ગણાય છે. | ગુલાબના ફૂલનું અત્તર. તે બનાવવાની રીત: એક કાચની બરણીમાં ગુલાબનાં સારાં અને મોટાં એકસો ફૂલ નાખી તેમાં તે ફૂલ ઢંકાઈ રહે તેટલું પાણી નાખી તે બરણીને એક અઠવાડિયા સુધી તડકામાં મૂકવી. ત્યારબાદ પાણીની ઉપર તેલ તરી આવે તે રૂના પૂમડાથી એક શીશીમાં નિચોવી લેવું. આ રીતે ગુલાબનું સરસ અત્તર બનાવાય છે. | ગુલાબની સુંગધવાળું પાણી; ગુલાબજળ. | ગુલાબની સુગંધવાળું.
guru
અઠવાડિયાના સાત માંહેનો એ નામનો એક વાર; ગુરુવાર. | આચાર્ય; શિક્ષક; વિદ્યા ભણાવનાર માણસ; બોધ આપનાર વ્યક્તિ. વધુ + | ઇંદ્રાદિ દેવતાનો માનીતો પંડિત. | ( જ્યોતિષ ) એ નામનો એક ગ્રહ. તેનું તેજ માત્ર શુક્ર કરતાં ઊતરતું છે. સૂર્યના વાતાવરણ સાથે તેનો સંબંધ વિશેષ મનાય છે. તેના ઉપર વસતી હોય એવું દેખાતું નથી છતાં ત્યાં પ્રાણી હોય તો તેઓ અગ્નિમાં રહી શકે એવાં હોવાં જોઇએ. તેના ઉપર જો હમણાં વસતી નહિ હોય તો કાળાંતરે તેની ઉષ્ણતા ઘટી જશે ત્યારે તે વસતીયોગ્ય થશે એમ અનુમાન કરાય છે. તેનો મધ્ય વ્યાસ ૮૬,૦૦૦ માઈલ, અક્ષપ્રદિક્ષણા કાળ ૯ ક. ૫૫ મિ. ૨૦ સે. અને સૂર્યપ્રદક્ષિણા કાળ ૧૧ વર્ષ ૩૧૫ દિવસ છે. પૃથ્વીથી તેનું લઘુતમ અંતર ૩,૬૩૨ લાખ માઈલ, સૂર્યથી તેનું મધ્યમ અંતર ૪,૮૦૨ લાખ માઈલ અને પૃથ્વીથી તેનું મહત્તમ અંતર ૫,૯૭૨ લાખ માઈલ છે. ગુરુ અને સૂર્ય એ બેના નિત્યોદયાસ્તમાં ૧૧૦ પળનું અંતર પડે એટલે ગુરુનો ઉદયાસ્ત થાય છે. રવિ ગુરુ વચ્ચે ૧૧ કાલાંશ અંતર થયું એટલે ગુરુનો અસ્તોદય થાય. શુમારે ૩૯૯ દિવસમાં ગુરુનો એક ઉદય અને એક અસ્ત થાય છે. તેનો ૨૫ થી ૩૦ દિવસ સુધી અસ્ત અને બાકીના શુમારે ૩૭૦ દિવસ ઉદય રહે છે. ગુરુની કોરનો ભાગ જેટલો ચકચકિત દેખાય છે. તે કરતાં તેનો મધ્ય ભાગ શુમારે ત્રણગણો ચકચકિત દેખાય છે. વળી તેના પોતાનામાં થોડોક પ્રકાશ છે. તેના પૃષ્ઠ ભાગ ઉપર અનેક ઊથલપાથલ ઝપાટાબંધ ચાલતી જણાય છે. ત્યાં પવન દૂર કલાકે શુમારે ૨૦૦ માઈલના વેગથી વહેતા રહે છે. એમ દેખાય છે કે ગુરુનો ગોળો જે આપણને દેખાય છે તે વાસ્તવિક નથી. દૃશ્ય ગોળામાં ઉપલા ભાગની અતિ ઉષ્ણતાને લીધે વાયુરૂપ થયેલાં દ્રવ્યો તદ્દન છૂટાં છૂટાં ત્યાં પથરાયેલાં છે અને તેની નીચે બહુ જ વિસ્તૃત જાડું વાતાવરણ છે. તેમાં જાડી વરાળ અથવા વાદળાં છે. ગુરુનો અંતર્ભાગ અતિ ઉષ્ણ છે. મોટા મહાસાગરમાંના સઘળા પાણીની વરાળ થઈ રહે એટલે ઉષ્ણતા ગુરુના અંગમાં છે. આપણી પૃથ્વી જેવું ઘન કવચ તેના ઉપર હજી સુધી થયું નથી. તેમાંની ગરમીથી ઉત્પન્ન થનારી વરાળ પૃષ્ઠભાગ ઉપર સઘળે પથરાનેલી છે. તેમાંની વરાળ જ્યારે તેના પેટા ભાગમાંથી એકલી જ બહાર નીકળે છે ત્યારે તે સ્વયંપ્રકાશ થાય છે. આને લીધે ગુરુ સહેજ સ્વયંપ્રકાશ દેખાય છે. ગુરુને પાંચ ચંદ્ર છે. આપણા ચંદ્રને સૂર્ય પાસેથી જેટલો પ્રકાશ મળે છે તેના પચીશમા હિસ્સા જેટલો પ્રકાશ ગુરુના ચંદ્રને મળે છે. ગુરુનો ચંદ્રોનું વારંવાર ગ્રહણ થાય છે. ગુરુની ૧૭ રાતમાં પહેલા ચંદ્રને ચાર વાર, બીજાને બે વાર અને ત્રીજાને એક વાર ગ્રહણ લાગે છે અને ગુરુની બહુ વિસ્તરેલી છાયાને લીધે આ ગ્રહણો કોઇ કોઇ વાર ગુરુની અર્ધી અથવા પોણી રાત સુધી પહોંચે છે. ગુરુના ચંદ્ર ઉપર વસતી હોવી જોઇએ એવું અનુમાન થાય છે. આ ગ્રહનો રંગ ચકચકિત પીળો છે. તે ડહાપણનો ગ્રહ મનાય છે. તે ઈશાન ખૂણો બતાવે છે. જ્યારે તે ધન અને મીન રાશિમાં હોય ત્યારે તેનો પ્રભાવ સામાન્ય હોય છે. આપણી પૃથ્વી જેવડા ૧,૨૪૦ ગોળા એકઠા કરીએ ત્યારે ગુરુના જેવડો એક ગોળો થાય. તેનું દ્રવ્ય શુમારે પૃથ્વીના દ્રવ્યનું ૩૦૦ પટ જેટલું છે. તેની ઘનતા સરાસરી પૃથ્વીની ઘનતાનો ચતુર્થાંશ છે. એનો દક્ષિણોત્તર વ્યાસ પૂર્વપશ્ચિમ વ્યાસ કરતાં શુમારે ૫,૦૦૦ માઈલ ઓછો છે. આને લીધે તેનો આકાર ધ્રુવ આગળ સહેજ ચપટો છે. તેનો વિષુવવૃત્ત ઉપરનો ભાગ જેટલો ઝપાટાબંધ ફરે છે તે કરતાં ધ્રુવ તરફનો ભાગ ઓછા વેગથી ફરે છે. તેના ઉપર વિષુવવૃત્તથી સમાંતરે કંઈ પટ્ટા દેખાય છે. વિષુવવૃત્ત ઉપર જ એક ચકચકિત પટ્ટો દેખાય છે. તેનો રંગ બહુ કરીને મોતી જેવો દેખાય છે. આના ઉત્તર દક્ષિણ ભાગે બે તેજોહીન પટ્ટા દેખાય છે. તેમના રંગ લાલ દેખાય છે. તેમાં કોઇ કોઇ જગ્યાએ જાંબુડા રંગનો ઝળકાટ જણાય છે. આ પ્રમાણે ધ્રુવ સુધી ક્રમે કરી ચકચકિત તેજોહીન પટ્ટા દેખાય છે. ચકચકિત પટ્ટા વિષુવવૃત્ત ઉપર પીળાશ પડતા સફેદ જણાય છે અને ઉત્તરોત્તર કાળાશ પડતા થતા જાય છે. તેજોહીન પટ્ટા લાલ દેખાય છે. આ પટ્ટાઓમાં વાદળાં જેવી અને બહુ જ ચિત્રવિચિત્ર એવી અસંખ્ય આકૃતિ દેખાય છે અને તેના થર થયેલા હોય છે. પટ્ટાઓની કોરોના અને ગુરુ ઉપરના કેટલાક ભાગના રંગ વારંવાર બદલાયા કરે છે. આ ગ્રહ સૂર્ય, મંગળ ને ચંદ્રનો મિત્ર, શનિ સાથે સમ અને બુધ ને શુક્રનો શત્રુ મનાય છે. | ( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે નંદ છંદનો એક ભેદ છે. તેમાં ૧૨ ગુરુ અને ૧૪ લઘુ મળી ૨૬ વર્ણ અને ૩૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે સોરઠા છંદનો ભેદ છે. તેમાં ૫ ગુરુ અને ૩૮ લઘુ મળી ૪૩ વર્ણ અને ૪૮ માત્રા હોય છે. | ( પુરાણ ) એક બ્રહ્મર્ષિ. | ( પિંગળ ) એક વિષણજાતિ માત્રામેળ છંદ. આ છંદ રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩ ગુરુ અને ૯૦ લઘુ મળી ૯૩ વર્ણ અને ૯૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ પંક્તિછંદનો એક ભેદ છે. તેમાં તગણ, મગણ, રગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ હોય છે. | ( વૈદ્યક ) ઔષધિનો એક ગુણ. જે દ્રવ્ય ગ્લાનિ કરે, મળની વૃદ્ધિ કરે, બળ વધારે, તૃપ્તિ કરે અને શરીરને પુષ્ટ કરે તે ગુરુ દ્રવ્ય કહેવાય છે. | ( સંગીત ) કળાનું એક પરિમાણ; વખતનો એક ભાગ. ૧૦ ગુરુ = ૧ પ્રાણ ૬ પ્રાણ = ૧ વિનાડી | ગાયત્રી મંત્રનો ઉપદેશ આપનાર માણસ. | ( સંગીત ) તાલના અંગનો એક પ્રકાર; મીનીમ; તાલનું એક માપ; બે માત્રા. | દેવના ગુરુ; આંગિરસ; બૃહસ્પતિ; અંગિરા; દેવગુરુ; વાચાંપતિ; ઇજ્ય; ત્રિદિવેશ; સુરગુરુ; સૂરિ; સુરાચાર્ય. | દ્રોણાચાર્ય. | ધર્મ નીતિનો ઉપદેશ કરનાર માણસ. | પરમેશ્વર, કેમકે તે વેદોના ઉપદેશકર્તા અને બ્રહ્મા વગેરેના ગુરુના પણ ગુરુ છે. | પ્રભાકર નામનો એક મીમાંસક. | બાણ. | બૃહસ્પતિ નામનું નક્ષત્ર. | ( જૈન ) મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સાથે અહિંસા, સત્યભાષણ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં પાંચ મહાવ્રત તથા ક્ષમા, નિરભિમાનતા, તૃષ્ણાત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન, બ્રહ્મચર્ય વગેરે શ્રમણ ધર્મોનો પાલન કરનાર માણસ. | મોક્ષનો માર્ગ દર્શાવનાર માણસ. | યજમાનને ત્યાં ગોરપણું કરતો બ્રાહ્મણ; પુરોહિત; ગોર. | યજ્ઞોપવીત જેવા સંસ્કાર કરાવનાર માણસ. | વિદ્યા આપનાર માણસ; મંત્ર આપનાર પુરુષ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. સર્વ વિદ્યાઓના ઉપદેશક હોવાથી તથા સર્વના જન્મદાતા હોવાથી તે ગુરુ કહેવાય છે. | શઠ; ધૂર્ત માણસ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | શુક્રાચાર્ય. | સંપ્રદાય પ્રવર્તક; નવો પંથ ચલાવનારો માણસ. | સૂર્ય. | ( પુરાણ ) સોમવંશી પુરુકુલોત્પન્ન મનુષ્યના પુત્ર નરનો પૌત્ર; ગુરુધિ. | સ્પર્શના આઠ માંહેનો એક પ્રકાર. વધુ + | કવચનું ઝાડ. | ક્ષમાદૃષ્ટિ. | ( જ્યોતિષ ) પુષ્ય નક્ષત્ર. | વીરશૈવ ધર્મમાં જણાવેલ આઠ માંહેનું એક આવરણ. જુઓ અષ્ટાવરણ. | અઘરૂં; મહેતથી પ્રાપ્ત થાય તેવું. | ગંભીર અર્થવાળું. | જડ. | દીર્ધ; લાંબું. | પૂજ્ય; વડીલ. | બળવાન. | ભારે; મોટું; વજનદાર. | માન આપવા લાયક. | મુખ્ય; પ્રધાન.

H

Hari
અગ્નિ. | અઠ્ઠાસી માંહેનો એક ગ્રહ. | આકડાનો છોડ. | ઇંદ્રનું એક નામ. સુયજ્ઞ નામે પ્રભુના યજ્ઞાવતારે પોતે જ્યારે ઇંદ્ર થઇને ત્રણે લોકની પીડા દૂર કરી હતી ત્યારે તેમના દાદા સ્વાયંભુવ મનુએ તેમને હરિ એવા નામથી કહ્યા હતા. | ઇંદ્રનો ઘોડો. | ( પુરાણ ) ઋષભદેવને જ્યાતીની કૂખે થયેલા નવ માંહેનો એક પુત્ર. | ( પુરાણ ) એ નામનો અકંપન રાજાનો એક પુત્ર. | ( પિંગળ ) એ નામનો એક છંદ. તે ષટ્પદી છંદનો એક ભેદ છે. તેમાં છ પદ છે. તેમાં ૨૮ લઘુ અને ૬૨ ગુરુ મળી લવર્ણની ૧૫૨ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩૩ ગુરુ અને ૩૦ લઘુ મળી ૬૩ વર્ણની ૯૬ માત્રા છે. | ( પિંગળ ) એ નામનો એક સમજાતિ માત્રામેળ છંદ. તે તોમર છંદનો એક ભેદ છે. તેમાં ૩૫ ગુરુ અને ૧૮ લઘુ મળી ૪૩ વર્ણની ૯૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત અક્ષરમેળ છંદ. તે અતિકૃતિ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં બે સગણ, ભગણ, સગણ, તગણ, ત્રણ જગણ અને લઘુ મળી ૨૫ અક્ષર હોય છે. | ( પિગંળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં નગણ, નગણ, મગણ, રગણ, સગણ, લઘુ અને ગુરુ એમ સત્તર અક્ષરો હોય છે. તેમાં છઠ્ઠા અને દશમા અક્ષરો ઉપર વિસામો આવે છે. આ છંદ અત્યષ્ટિ છંદનો એક ભેદ છે. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત અક્ષરમેળ છંદ; પટુ. તેના દરેક ચરણમાં નગણ અને લઘુ એમ ચાર અક્ષર હોય છે. તે પ્રતિષ્ઠા છંદનો એક ભેદ છે. | એક આર્ય જાતિ; ઇક્ષ્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાત, કુરુ, ઉગ્ર વગેરે વંશોમાં પેદા થયેલ જાતિ. | કપૂર. | કિરણ. | કુર્દિસ્તાનની ઉત્તરે થોડા માઈલ દૂર અગાઉ બગાઝ નામે આવેલું શહેર. ત્યાંથી ૧૯૦૮માં કેટલાક શિલાલેખ મળી આવેલ છે. તેમાંના ઘણા ઈ. સ. પૂર્વે ૧૩૮૦ના છે. ત્યાંના વતનીઓને હરિ તરીકે જણાવેલ છે. | કોયલ પક્ષી. | કોંગ પર્વત; પ્રભાકરમાં સીએરાલીઓનના પર્વતો. | ( પુરાણ ) ગરુડનો એક પુત્ર. | ઘોડો. | ચંદ્ર. | ( પુરાણ ) ચાલુ મન્વંતરના પ્રારંભમાં બ્રહ્માએ ફરી ઉત્પન્ન કરેલ માનસપુત્રોમાંના અંગિરા ઋષિના કુળનો એક ઋષિ. | ચિત્રાનું ઝાડ. | જંબુદ્વીપમાં આવેલો એ નામે એક ખંડ. | ( પુરાણ ) તામસ મન્વંતરમાં થયેલો વિષ્ણુનો એક અવતાર. તેણે ગજેન્દ્ર અને મગરનો ઉદ્ધાર કર્યો હતો. ગ્રાહ થકી ગજની રક્ષા કરવા માટે ભગવાને આ અવતાર લીધો હતો. | દેડોક. | ધણી; પતિ. | પંડિત. | ( પુરાણ ) પાંડવપક્ષનો ચેદી દેશનો એક રાજા. તેને યુદ્ધમાં કર્ણે માર્યો હતો. | પીંગળો રંગ. | પોપટ પક્ષી. | બપૈયો. તે પાંખો ભેગી કરતો અને વળી પાછો પાંખો ફેલાવતો ઊડે છે. વધુ + | બ્રહ્મા. | ભમરો. વધુ + | ભર્તુહરિ નામે વાક્યપ્રદીપ ગ્રંથનો કર્તા એક મુનિ. | મહાદેવ. | માંજરો વર્ણ. | મૃગ. | મોર પક્ષી. | યમ. | ( પુરાણ ) રાવણ પક્ષનો એ નામનો એક રાક્ષસ. | લીલો રંગ. | વરુણ. | વાદળું. વધુ + | વાયુ. વધુ + | વાંદરો. | ( જૈન ) વિદ્યુત્કુમાર દેવોના બે માંહેનો એક ઇંદ્ર. | વિષ્ણુ. શરણાગતના પાપને હરનાર તે છે, પાપનું વાસનાઓ હરનારા પણ તે છે. ભક્તજનોનાં દુ:ખો કલેશો, સંતાપો અને અનર્થો સર્વના હરનારા પણ તે છે, વળી જ્ઞાત કે અજ્ઞાત્, ભાવ કે કભાવમાં, શુચિપણામાં કે અશુચિપણામાં, સર્વ કાળમાં લીધેલું પ્રભુનું નામ કદી વ્યર્થ જતું નથી, પણ સર્વ દોષોને હરે છે અને ઉત્તરોત્તર ઉત્તસ ગતિ આપનારું થાય છે. તેથી ભવસંસારરૂપ પુનરાવૃત્તિને હરનારા હોવાથી તે વિષ્ણુ હરિ કહેવાય છે. હરિનો અર્થ એવો થાય છે કે, પુણ્ય, પાપ, રાગ દ્વેષ, શુભ, અશુભ વૃત્તિની મલીનતા રૂપ ઉપાધિના ઓધને હરી લે, નાશ કરે તે ચૈતન્ય આત્મા હરિ ગણાય છે, અવિદ્યારૂપ કારણ સહિત સંસારને હરિ લે છે તેથી તે હરિ કહેવાય છે. વધુ + | શિવ. | શ્રીકૃષ્ણનું એક નામ. | સર્પ. વધુ + | સિંહ; પંચાનન; પલભક્ષ. વધુ + | સૂર્ય. | હંસ. | સોનું. વધુ + | હરિ ચંદન; ગોરોચન; ધોળું ચંદન. વધુ + | ગુસ્સે થયેલું. | તેજસ્વી. | દશ. | પીળું. | માંજરું. | લીલું. | સુવર્ણરંગી.
haribhakta
વિષ્ણુનો ભક્ત; વૈષ્ણવ. | સત્સંગી. | સ્વામિનારાયણ ધર્મી; સ્વામિનારાયણ સંપ્રદાયનો દરેક માણસ. | હરિની ભક્તિમા પરાયણ માણસ; પરમેશ્વરનો પૂજારી.

J

jãgrat
જે જાગૃત અવસ્થામાં હોય તે; ચૈતન્ય; ચેતન. | સાત અજ્ઞાન ભૂમિકા માંહેની એક ભૂમિકા. તે ભૂમિકામાં અહંતા, મમત્વ બુદ્ધિ વગેરે અલ્પાંશે જાગે છે તેથી તે જાગ્રત કહેવાય છે. આ ભૂમિકામાં કીટ, પતંગ, પશુ, પક્ષી વગેરે માની શકાય. | ચાલાક; હોશિયાર; સાવધાન; સાવચેત; સાવધ; પ્રકાશમાન. | જાગતું; ઊંઘતું ન હોય તેવું; નિદ્રા રહિત. | તરત પારખું બતાવે તેવું. | દૂર અંદેશ. | સતેજ; સચેત. | સદા જાગૃત અવસ્થામાં રહેનાર; વેદમાં વપરાયેલું રુદ્રનું એક વિશેષણ. | સંપ્રજ્ઞાત; પરિદૃષ્ટ; બોધસ્વભાવવાળું.
Jain
એ નામનો એક ધર્મ. દુનિયાનો તે જૂનામાં જૂનો એક સુવિખ્યાત ધર્મ છે. જૈન શબ્દનો અર્થ જીતનાર, ધર્મના સ્થાપનાર, તીર્થંકરનો અનુયાયી એવો થાય છે. જૈન ધર્મ બૌદ્ધ ધર્મની પહેલાં બ્રાહ્મણોની જડ ધર્મક્રિયા અને જ્ઞાતિબંધનની સામે બિહારમાં ઉત્પન્ન થયો હતો. પાટણ અને જેસલમીરમાં જૈન ધર્મની મોટી પુસ્તકશાળા છે. જૈનનો મુખ્ય સિદ્ધાંત અહિંસા છે. અહિંસાનો અર્થ બીજાને ઇજા ન કરવી, દયા, આત્મભોગ એવો થાય છે. જૈન મત પ્રમાણે દરેક જીવવાળું પ્રાણી માણસનો ભાઇ છે. જીવવાળા પ્રાણીના પાંચ વર્ગ પાડવામાં આવ્યા છે: (૧) પંચેદ્રિય એટલે સ્પર્શ, સ્વાદ, ગંધ, દ્રષ્ટિ અને શ્રવણ એવી પાંચ ઇંદ્રિયવાળા. જેમકે, દેવ, માણસ, મોટાં પ્રાણી અને નારકી. (૨) ચારેંદ્રિય એટલે સ્પર્શ, સ્વાદ, ગંધ અને દ્દષ્ટિ એવી ચાર ઇંદ્રિયવાળા. જેમકે, મધમાખી, મચ્છર, વીંછી. (૩) તેઇંદ્રિય એટલે સ્પર્શ, સ્વાદ અને ગંધ એવી ત્રણ ઇંદ્રિયવાળા. જેમકે, કીડી, પતંગિયા. (૪) બે ઇંદ્રિય એટલે સ્પર્શ અને સ્વાદ એવી બે ઇંદ્રિયવાળી. જેમકે, કીડા, જળો. (૫) એકેંદ્રિય એટલે સ્પર્શ એક જ ઇંદ્રિયાવાળા. જેમકે, પથ્થર, માટી, ખનીજ, કંદમૂળ. ઘણાખરા જૈનો બેથી પાંચ ઇંદ્રિયવાળા જીવની રક્ષા કરે છે, પણ આકરૂં વ્રત પાળવાવાળા જૈની અને જૈન સાધુઓ એક ઇંદ્રિયવાળા જીવની પણ રક્ષા કરે છે. આ જૈનો પ્રાણી અને વનસ્પતિને ઇજા ન થાય એટલા માટે ઊઘાડે પગે ચાલે છે, કંદમૂળ ખાતા નથી અને ઉકાળેલું પાણી જ પીએ છે. અત્યારે આખા હિંદુસ્તાનમાં અહિંસાનો ધર્મ પળાય છે. જૈનો જીવની હિંસા થાય એવા ખેતી વગેરે ધંધા કરતા નથી. જૈનો માને છે કે દુનિયામાં સર્વવ્યાપકતા, સંપૂર્ણ જ્ઞાનદ્દષ્ટિ, સુખ અને સર્વશક્તિ એ ચાર ગુણવાળા અનંત આત્માઓ છે, પણ આ આત્માઓને જડ વસ્તુઓ સાથે મોહ છે, તેથી તેનું ખરૂં સ્વરૂપ દેખાતું નથી. જૈનો પુનર્જન્મમાં માને છે. જેવો માણસ મરી જાય છે કે તેનો આત્મા બીજા શરીરમાં દાખલ થાય છે. તેઓ કર્મમાં માને છે. માણસના મૃત્યુ સાથે તેનાં કર્મો મરી જતાં નથી, પણ પછીના ભવમાં તે કર્મોનું ફળ ભોગવવું પડે છે. તેથી જ્યાંસુધી જીવ કર્મ કર્યા કરે છે, ત્યાંસુધી પુનર્જન્મ લેવો પડે છે, એટલે જન્મનો છેડો આવતો નથી. કર્મ બંધ કરવાના ૫૭ ઉપાય અને ૧૨ જાતનાં તપ છે. તે ઉપાયો કર્તવ્યમાં મૂકવાથી આત્માની સાથે કર્મને જોડી રાખનાર ચાર બંધનો છૂટાં પડે છે. વાસના વગર કરેલાં કાર્યથી કર્મ બંધાતું નથી. માટે કર્મમાંથી મુક્ત થવાને વાસનાને મારી નાખવી જોઇએ. જો આમ થાય તો પુનર્જન્મના ફેરા મટી જાય છે. દરેકને મોક્ષ મળી શકતો નથી પણ દરેક તે રસ્તે જવાનો પ્રયત્ન કરે છે. સાધારણ માણસ અહિંસા પાળે છે, દાન આપે છે, વિચાર, વાણી અને કાર્યમાં સંયમ રાખે છે, થોડા વખત સુધી સાધુનાં વ્રત પાળે છે, તપ કરે છે, જૈન આચાર્યો અને સાધુઓને માન આપે છે. અમુક વર્ષની ઉંમરે જૈન દીક્ષા લઈ શકે છે, એટલે દુનિયાનો ત્યાગ કરી સાધુ થાય છે. તે તેના બાપ કે વાલીની રજા લે છે અને પાંચ મહાવ્રત ધારણ કરે છે. જૈનો માને છે કે દુનિયા સારા નરસા યુગમાંથી પસાર થાય છે. ઘણાં વર્ષ પહેલાં બહુ સારો યુગ હતો, જ્યારે બધાં માણસ સારાં, એક માઇલ ઊંચાં હતાં અને રાંધવાની જરૂર પડતી નહિ. લગભગ ૪૦,૦૦૦ વર્ષ પછી બહુ ખરાબ યુગ આવશે, જ્યારે માણસો એક ફૂટ ઊંચાં હશે. પછી પાછો સારો યુગ આવશે. ત્યાં સુધી કોઇને મોક્ષ મળશે નહિ. જૈન સાધુનું વ્રત બહુ આકરૂં હોય છે. તે ઘણા દિવસ સુધી ઉપવાસ કરે છે, ધ્યાન ધરે છે, ઇંદ્રિયોને જીતે છે, મનની શાંતિ કેળવે છે અને છેવટે મોક્ષ મેળવે છે. વર્તમાન ચોવીશીના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના પ્રધાન શિષ્યનું નામ ઇંદ્રભૂતિ અથવા ગૌતમ હતું. તેને કેટલાક યરપીય વિદ્વાનો ભ્રમને લીધે શાક્ય મુનિ ગૌતમ બુદ્ધ સમજ્યા હતા. જૈન ધર્મમાં બે સંપ્રદાય છે: શ્વેતાંબર અને દિગમ્બર. શ્વેતાંબર જૈનના બે વિભાગ છે: સ્થાનકવાસી અથવા સાધુમાર્ગી અને દેરાવાસી. સ્થાનકવાસી મૂર્તિને માનતા નથી અને દેરાવાસી તીર્થંકરોની મૂર્તિને પૂજે છે. શ્વેતાંબર મૂર્તિપજક અને દિગમ્બરો વચ્ચે તફાવત એ છે કે શ્વેતાંબર તીર્થંકરની મૂર્તિને કચ્છો એટલે કોપીન પહેરાવે છે અને દિગબંર મૂર્તિને નગ્ન રાખે છે. જેમ હિંદઓમાં મન્વંતર, કલ્પ આદિમાં કાળના વિભાગ પાડેલા છે, તેમ જૈનોમાં કાળના બે પ્રકાર છે: ઉત્સર્પિણી અને અવસર્પિણી. પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચોવીશ જિન અથવા તીર્થંકર થાય છે. પ્રત્યેક ઉત્સર્પિણી અવસર્પિણીમાં નવા નવા જીવ તીર્થંકર થાય છે. આ તીર્થંકરોનો ઉપદેશ લઈ ગણધરો દ્વાદશ અંગની રચના કરે છે. આ દ્વાદશ અંગ તે જૈનોના મૂળ ગ્રંથ છે. આ બાર અંગમાં અગિયાર અંગ મોજૂદ છે અને બારમું દ્દષ્ટિવાદ નામનું અંગ વિચ્છેદ ગયું છે એમ જૈનો માને છે. આ અવસર્પિણી કાળના ચોવીશ તીર્થંકરમાં છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થયા. તે ઈસુથી ૫૨૭ વર્ષ પૂર્વે નિર્વાણ પામ્યા. અર્હંત દેવે સંસારને અનાદિ બતાવેલ છે. જૈનો માને છે કે જગતનો કોઈ કર્તા નથી અને જીવોને સુખદુ:ખ દેનાર પણ કોઈ નથી. પોતપોતાનાં કર્મો અનુસાર જીવ સુખદુ:ખ પામે છે. જીવનો મૂળ સ્વભાવ શુદ્ધ, બુદ્ધ અને સચ્ચિ દાનંદમય છે. માત્ર કર્મના આવરણથી તેનો મૂળ સ્વભાવ આચ્છાદિત થઈ જાય છે. જ્યારે કર્મનો ભાર ખસી જાય છે તે જ સમયે આત્મા તે પરમાત્માની ઉચ્ચ દશાને પ્રાપ્ત કરે છે. જૈન મત સ્યાદ્વાદના નામથી પ્રસિદ્ધ છે. સ્યાદ્વાદ એટલે અનેકાંતવાદ, એટલે એક જ પદાર્થમાં નિત્યત્વ અને અનિત્યત્વ, સાદ્દશ્ય અને વિરુદ્ધત્વ, સત્ત્વ અને અસત્ત્વ આદિ પરસ્પર ભિન્ન ધર્મોનો સાપેક્ષ સ્વીકાર. કેટલાક લોકો અને ખાસ કરીને યરપીય વિદ્વાનો મહાવીર સ્વામીથી જૈન ધર્મની શરૂઆત થયાનું માને છે. તેમના મત પ્રમાણે ગૌતમ બુદ્ધ પછી તેના ધર્મનાં કેટલાંક તત્ત્વો લઇને અને તેમાં બ્રાહ્મણ ધર્મના કેટલાક રિવાજ મેળવી જૈન ધર્મ ઊભો કર્યો. જે પ્રમાણે બૌદ્ધોમાં ચોવીશ બુદ્ધ છે, તે પ્રમાણે જૈનોમાં ચોવીશ તીર્થંકર છે. હિંદુ ધર્મની માફક જૈનોએ પણ પોતાના ગ્રંથોના આગમ અને પુરાણ આદિમાં વિભાગ કરેલા છે. પણ આધુનિક શોધ મુજબ એમ સાબિત થયું છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ પહેલાંનો છે. ઉદયગિરિ, જૂનાગઢ વગેરેના શિલાલેખો ઉપરથી પણ જૈન મતની પ્રાચીનતા સાબિત થાય છે. જૈન ગ્રંથોની મૂળ ભાષા પ્રાકૃત છે. | જિન તીર્થંકરનો ઉપાસક; જિન ધર્મનો અનુયાયી; જૈનધર્મ માનનારો તથા પાળનારો માણસ. | ( જૈન ) તીર્થંકર. | જિન સંબંધી; જિનનું; જિને પ્રવર્તાવેલું. | જૈન ધર્મને લગતું.
jal
પરમેશ્વર. જે દુષ્ટોનું તાડન કરી અને અવ્યક્ત તથા પરમાણુઓના અન્યોન્ય સંયોગવિયોગ કર્તા છે તે પરમાત્મા જલ કહેવાય છે. | વાંદો; ઝલ; એક જાતનું જીવડું. | અંબુ; નીર; પાણી; વારિ. | કમળ; એક જાતનું ફૂલ. | ગાયનો ગર્ભશાળ. | જ્યોતિષપ્રસિદ્ધ લગ્નાવધિક ચોથું સ્થાન. | ( જ્યોતિષ ) પૂર્વાષાઢા નક્ષત્ર. | શીતલતા; ઠંડાપણું. | સુગંધી વાળો; ખસ નામનું ગંધદ્રવ્ય. | જડ; મૂર્ખ; બુદ્ધિમંદ.
jãmo
ગંજ. | ઠઠ. | બાદી; પેટમાં ભરાવો. | મંડળ; મંડળી. | મોટા ઘેરવાળો ઘણો જ નીચો અંગરખો; ઢીચણની બહુ નીચે લગી લબડતો રહે એવો ઘેરદાર ડગલો કે અંગરખો. સંપૂર્ણ પોશાકમાં, સારામાઠાના અને મેળાવડાના પોશાકમાં પારસીઓ તેમ જ હિંદુઓ અને રાજદરબારમાં મુસલમાનો જામો પહેરતા હતા. મુંબઈ અને સુરત તરફ અત્યારે પણ જામો પહેરાય છે. પહેલાં આબરૂદાર શેઠસાહૂકાર અને સરકારી અમલદારો જામો પહેરતા. પારસીમાં વરરાજાને જરીનો જામો પહેરાવવામાં આવે છે. કોઈ કોઈ જગ્યાએ જામાને વાઘો પણ કહેવામાં આવે છે. જામાની સાથે હમેશા પિછોડી રાખવી પડે છે તેથી `જામો પિછોડી`નો પોશાક એમ કહેવાય છે. શરીર ઉપરનો ઝભ્ભો તે જામો અને પગનો ઝભ્ભો એટલે કે ઈજાર તે પાયજામો કહેવાય છે. નાના ફડનવીસ ઢાકાના મલમલનો જે જામો પહેરતા, તે ઘેરાવામાં પચાશ ફૂટ અને વજન પચાશ તોલાનો હતો.
jap
ઉપાસનાના પાંચ માંહેનું એક ઉપાંગ. જપ, હોમ, તર્પણ, માર્જન અને બ્રહ્મભોજન એવાં ઉપાસનાનાં પાંચ ઉપાંગ હોય છે. | ચંડીપાઠ. | જપવું તે; નામ મંત્ર વગેરેનું રટન; આવર્તન; એકની એક વાત વારંવાર મોઢે લાગ્યા કરવી તે; જાપ; કોઈ મંત્ર કે વાક્યનો વારંવાર ધીરેધીરે પાઠ કરવો તે; પૂજા, સંધ્યા આદિમાં મંત્રનો સંખ્યાપૂર્વક કરાતો પાઠ. વેદોક્ત મંત્રનો શ્રી ગુરુદ્વારા ઉપદેશ પામીને તે મંત્રનો વિધિપૂર્વક અભ્યાસ કરવો તે જપ કહેવાય છે. પુરાણોમાં જપ ત્રણ પ્રકારનો માનેલો છે: માનસ, ઉપાંશુ અને વાચિક. કોઈ કોઈ ઉપાંશુ અને માનસ જપની વચ્ચે જિહ્વા જપ નામનો એક ચોથો જપ પણ માને છે. લોકોમાં એવું કહેવાય છે કે વાચિક જપથી દશગણું ફળ ઉપાંશુમાં, સોગણું ફળ જિહ્વા જપમાં અને સહસ્ત્રગણું ફળ માનસ જપમાં થાય છે. મનમાં ને મનમાં મંત્રનો અર્થ મનન કરીને તેનો ધીરે ધીરે એવા પ્રકારે ઉચ્ચાર કરવો કે જીભ અને હોઠની ગતિ ન થાય તેને માનસ જપ કહે છે. જીભ અને હોઠ હલાવીને મંત્રોના અર્થનો વિચાર કરતાં કરતાં મંત્રનો એવા પ્રકારે ઉચ્ચાર કરવો કે કાંઈ સંભળાય તેને ઉપાંશુ જપ કહે છે. જિહ્વા જપ પણ ઉપાંશુની અંતર્ગત માનવામાં આવે છે. ફેર માત્ર એટલો જ કે જિહ્વા જપમાં જીભ હાલે છે, પણ હોઠની ગતિ થતી નથી અને ઉચ્ચારણ સંભળાતું નથી. વર્ણોનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો તે વાચિક જપ કહેવાય છે. જપ કરવામાં મંત્રની સંખ્યાનું ધ્યાન રાખવું પડે છે, તેથી જપમાં માલાની જરૂર રહે છે. જપનો આદર્શ હરિજન બંધુમાં એમ બતાવાય છે કે: ૐથી માંડીને ગમે તે સંસ્કૃત, પ્રાકૃત કે બીજી આ દેશની કે બીજા દેશની ભાષામાં જપીએ તો યે પરિણામ એક જ આવે છે. ઈશ્વરને નામની દરકાર ન હોય. એ અને એનો કાયદો એકજ છે. એટલે એનું પાલન એ એનો જપ. જેને જપ ઉચ્ચારણ શ્વાસોચ્છવાસ જેવું સ્વાભાવિક થઇ ગયું છે તે ઈશ્વરમય થયો છે એટલે ઈશ્વરની નીતિને તે સહેજે ઓળખે છે ને સહેજે પામે છે. વધુ + | પાશુપત વ્રતનાં પાંચ માંહેનું એ નામનું એક અંગ. | મંત્ર. | સાત પ્રકારની ક્રિયાશક્તિમાંની એક. સાત ક્રિયાશક્તિ: (૧) ઇષ્ટ, (૨) પૂર્ત, (૩) સ્વાધ્યાય, (૪) જપ, (૫) પૂજા, (૬) તપ, (૭) દાન. | જપ કરનાર. | બોલનાર; ઉચ્ચારનાર.
jarãyuj
મનુષ્ય વગેરે પ્રાણી; જરાયુમાંથી જન્મતું પ્રાણી. | ઓરનો પડદો ફાડી નીકળે અથવા જેના નીકળ્યા પછી ઓર પડે તેવું; જરાયુમાંથી જન્મતું. ચાર પ્રકારે જીવની ઉત્પત્તિ માનેલી છે: (૧) જરાયુજ, (૨) અંડજ, (૩) સ્વેદજ અને (૪) ઉદભિજજ.
jav
અકબરના વખતનું સોનું જોખવાનું એક વજન. | અંગૂઠા ઉપર કુદરતી દોરાયેલો લીટો; આંગળાંના સાંધાનાં વલણમાંની રેખા; કરચલી પડતાં બનતો જવ જેવો રેખાકાર; અંગૂઠાનો બીજો વેઢો. | એ નામના ધાન્યના દાણા જેટલું માપ; આઠ સરસવ જેટલું પ્રમાણ; આંગળનો આઠમો ભાગ; ઇંચનો ત્રીજો હિસ્સો. | એક જાતનાં ધાન્યનો છોડ. | કલિંગ દેશની પરિભાષામાં બાર ધોળા સરસવ જેટલું વજન. | કાચના બોર જેવડા ગોળ પારા ઉપર ઝીણાં સાચાં મોતી ગૂંથી થતો સ્ત્રીઓને હાથમાં પહેરવાનો દાગીનો. | કાસદ. | ઘોડાની એક ચાલ; ધીમી ઝડપે ચાલવું તે. | જવના આકારનો સોનાનો મણકો; જવાળી; જવમાળા. | જવારાનો કોંટો. | જાસૂદ. | ( ભીલી ) જૂઓ; ઢોરને બાઝતું એક જાતનાં જીવડું. | ( પુરાણ ) દંડકારણ્યમાં રહેનારા વિરાધ નામના રાક્ષસનો પિતા. | દોડનાર. | વેગ; ગતિ; ત્વરા; ઉતાવળ; ઝપટ. | વેગથી દોડી જનાર; દૂત. | શિયાળામાં પાકતું એક જાતનું અન્ન; યવ; સાતુ. આ ધાન્ય ઘઉંની જાતનું પરંતુ સ્વાદમાં અને આકૃતિમાં ઘઉંના કરતાં કેવળ ભિન્ન છે. એ ધાન્ય ઘણું જ નીરસ છે. તે ઘણું કરીને જાનવરોને ખાવામાં અપાય છે. કેટલાક ગરીબ લોકો પણ તે ખાય છે. તેનો ઉપયોગ ક્ષય, શ્વાસ, ત્વચા રોગમાં થાય છે. તેનો ક્વાથ પેશાબની બળતરા, પ્રમેહ, મૂત્રાશય અને મૂત્રપિંડમાં વ્યાધિ અને અશ્મરી ઉપર અપાય છે. જવનું પાણી ઊલટીનું શમન કરે છે. એના લોટના રોટલા થાય છે. એ પવિત્ર ગણાય છે અને હોમ, તર્પણ, શ્રાદ્ધાદિક કર્મોમાં વપરાય છે. તેમાંથી ઘણી જાતના દારૂ થાય છે. આ અન્નને મનુષ્ય જાતિ અત્યંત પ્રાચીન કાળથી જાણે છે. વેદમાં તેનો સારી રીતે ઉલ્લેખ છે. ઈસુથી ૨૭૦૦ વર્ષ પહેલાં ચીનના બાદશાહ શિબંગે પાંચ અન્ન વાવ્યાં હતાં તેમાં જવ પણ એક હતું. વૈદ્યકમાં જવના ત્રણ પ્રકાર માન્યા છે: શૂક, નિ:શૂક અને હરિત વર્ણ. શૂકને યવ, નિ:શૂકને અતિયવ અને લીલા રંગના જવને સ્તોક્ય કહે છે. જવથી અતિયવ અને તેથી સ્તોક્ય હીણગુણવાળા છે. મરાઠીમાં તેને સાતુ અને હિંદીમાં સતુવા પણ કહે છે. સશૂક જવ વૃષ્ય, શીત, તૂરા, સારક, રૂક્ષ, મેધ્ય, મધુર, વ્રણ માટે હિતકાર, અગ્નિવર્ધક, સ્વર્ય, વર્ણ્ય, મૂત્રબંધકારક, ગુરુ, મૃદુ, તીખા તથા સ્તંભક છે અને મેદ, તૃષા, પિત્ત, વાયુ, કફ, રક્તદોષ, શ્વાસ, કાસ, ચામડીના રોગ, પીનસ, કંઠરોગ, પ્રમેહ તથા ઉરૂસ્તંભનો નાશ કરે છે. નિ:શૂક અલ્પગુણી છે. જવ લગભગ સઘળા દેશમાં થાય છે. ઘઉંની માફક તે રબીનો પાક છે. એનો છોડ, ઉંબી અને દાણો ઘઉંને મળતાં આવે છે. દાણો ઘઉંના જેવડો અને તેવા જ આકારનો થાય છે, પણ તેની ઉપરનું છોડું પીળાશ પડતું ધોળું અને ઘાસિયા રંગનું હોય છે. તેની અંદરનો માવો ઘઉં કરતાં પણ ધોળો હોય છે. જવ દળીને રોટલા કરવાના કામમાં આવે છે. ખાંડીને તેની ખીચડી બફાય છે તથા શેકીને ધાણી પડાય છે. યરપમા જવમાંથી બીર નામનો દારૂ બનાવવામાં આવે છે. જવ ખોરાક તરીકે બહુ સત્ત્વવાળો નથી. વધુ + | સંગીતમાં એક અલંકાર. | ( સંગીત ) બ્રાહ્મીવીણા વગાડવાનું લોઢાનું કડું. | શ્રીહરિના જમણા ચરણારવિંદમાં અંગૂઠા પાસેનું ચિહ્ન. | વેગવાળું. | જ્યારે; જે વખતે.
jeev
( વેદાંત ) અવિદ્યામાં પ્રતિબિંબિત ચૈતન્ય; અવિદ્યાની ઉપાધિવાળું ચૈતન્ય; મલિન પ્રકૃતિને વશ થઇને સંસાર પામ્યા કરનાર; મલ, વિક્ષેપ અને આવરણના પાશમાં બંધાઈ ગયેલ ચૈતન્ય. પુરુષના બે ભેદ છે: જીવ અને ઈશ્વર. મુંડકોપનિષદમાં કહ્યું છે કે, જીવરૂપ અને ઈશ્વરરૂપ બે પક્ષીઓ સાથે રહેનારાં ને પરસ્પર સખા છે. તેઓ એક શરીરરૂપ વૃક્ષમાં મળીને રહેલાં છે. તેમાં એક સૂક્ષ્મ શરીરરૂપ ઉપાધિવાળો જીવ છે, તે કર્મજન્ય સુખદુ:ખમય અનેક પ્રકારની વેદનાના અનુભવરૂપ સ્વાદવાળા ફળને અવિવેકથી ભોગવે છે અને જે નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય યુક્ત સ્વભાવવાળા, સર્વજ્ઞ તથા શુદ્ધ સત્ત્વગુણપ્રધાન માયાની ઉપાધિવાળા ઈશ્વર છે તે ફળ ભોગવતા નથી. માત્ર તે તો ભોક્તાના તથા ભોગ્યના દ્રષ્ટા છે. આ જીવને જીવાત્મા પણ કહેવાય છે. એના વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એવા ત્રણ ભેદ છે. તેનાં છ લક્ષણ નીચે મુજબ છે: (૧) અલ્પજ્ઞા, (૨) અતૃપ્તિ, (૩) બોધ કરે ત્યારે થાય, (૪) પરતંત્રતા, (૫) આવરણવાળી દ્દષ્ટિ અને (૬) ચેતન શક્તિ. તેનું સ્વરૂપ નીચે મુજબ છે. તે હૃદયને વિષે રહેલ છે. અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્યરૂપ છે ને જાણનારો છે. પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે. સત્કર્મ અને કેટલાંક બીજાં સાધનથી એ જીવ પરમાત્મા થાય છે અર્થાત્ જેનો અંશ હતો તેમાં અભેદ થઇ જાય છે. આ સંબંધે નાથ સંગ્રહિત ઉપનિષદોની પ્રસ્તાવનામાં સ્પષ્ટીકરણ છે કે, છ પ્રકારના ભાવવિકારોથી અત્યંત રહિત અને વેદોનાં તત્ત્વમસિ આદિ મહાકાવ્યોના લક્ષ્યાર્થરૂપ જે પરમ તત્ત્વ છે તેને બ્રહ્મ કે પરબ્રહ્મ એવા નામથી કહેવામાં આવે છે. તે બ્રહ્મને આશરે તેની પ્રકૃતિ નામની કોઈ અનિર્વચનીય શક્તિ રહેલી છે. તે શક્તિ બ્રહ્મની સત્તાથી જીવોના કર્મસંસ્કારો ફળ દેવા તત્પર થાય ત્યારે આકાશાદિરૂપે પરિણામ પામી સર્વ જડ પદાર્થોરૂપે ને જીવોનાં અંત:કરણો, પ્રાણો, ઇંદ્રિયો ને શરીરોરૂપે પ્રતીત થાય છે. પ્રકૃતિના શુદ્ધ ભાગને માયા ને મલિન ભાગને અવિદ્યા કહેવામાં આવે છે. માયામાં સંક્રમિત થયેલ ચેતન ઈશ્વર ને અવિદ્યામાં સંક્રમિત થયેલ ચેતન જીવ કહેવાય છે. જીવના ચિત્તમાં મલ, વિક્ષેપ ને આવરણ ત્રણ દોષો થાય છે. જેમકે, કુકર્મ તથા કુવિચારથી પડેલા સંસ્કારો મલ કહેવાય છે. ઇંદ્રિયદ્વારા વા વિષયસ્મરણથી અંત:કરણનું જે વારંવાર પ્રબલ વેગથી વિષય ભણી ખેંચાવું તે વિક્ષેપ કહેવાય છે ને પોતાના કૂટસ્થ સ્વરૂપને ન જાણવું તે આવરણ કહેવાય છે. કામનાનો ત્યાગ કરી લૌકિક વૈદિક શુભ કર્મો કરવાથી શનૈ: શનૈ: ચિત્તના મલદોષની નિવૃત્તિ થાય છે. ચિત્તને કોઈ પણ યોગ્ય ધ્યેયમાં દીર્ઘ કાલ નિરંતર આદરપૂર્વક સ્થાપન કરવાથી ધીરે ધીરે ચિત્તનો વિક્ષેપ દોષ દૂર થાય છે અને સતશાસ્ત્ર સદયુક્તિઓના વેત્તા ને પરમ તત્ત્વમાં નિષ્ઠાવાળા પરમ કારુણિક આચાર્ય દ્વારા વેદાંતશાસ્ત્રના શ્રવણાદિ વડે નિજ સ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન થવાથી ચિત્તના આવરણ દોષની અત્યંત નિવૃત્તિ થાય છે. આવરણની નિ:શેષ નિવૃત્તિ થયે જીવનું ભયપ્રદ ભવાટવિનું દુ:ખદ ભ્રમણ દૂર થાય છે ને તે અખંડાનંદરૂપે શાશ્વત વિરાજે છે. તાત્પર્ય કે, જ્યારે તે જીવ શાસ્ત્રોક્ત નિષ્કામ શુભ કર્મોથી પોતાના અંત:કરણને શુદ્ધ એટલે દ્રશ્ય વિષયોથી તૃષ્ણાથી રહિત કરે છે, બ્રહ્મધ્યાનથી પોતાના અંત:કરણની ચંચલતા દૂર કરી તેને સ્થિર કરે છે અને વિવેકાદિ ને શ્રવણાદિ બ્રહ્મજ્ઞાનનાં સાધનોથી પોતાના અંત:કરણને આત્માથી અભિન્ન બ્રહ્મના સાક્ષાત્કારવાળું કરે છે ત્યારે તે કૃતાર્થ થાય છે; અર્થાત્ કલ્પિત બંધથી જીવ રહિત થવારૂપ મોક્ષ પામે છે. જીવે બ્રહ્મરૂપ થવાની એટલે કે શિવરૂપ થવાની સ્થિતિ પ્રાપ્ત કરવી જોઇએ એવો સર્વ ઉપનિષદોનો ઉપદેશ છે. વધુ + | ( જ્યોતિષ ) અશ્લેખા નક્ષત્ર. | આજીવિકા; વૃત્તિ; ગુજરાન. | આંતરડી. | ઇચ્છા; ભાવ; મરજી. | ઉપયોગમાં આવે એટલે લાભ કરે તેવો વસ્તુમાં રહેલો તેનું તેનાપણું જેથી ગણાતું હોય એવો મુખ્ય ગુણ; શક્તિ; તેજ; ધર્મ; રસ; દમ; બળ; સાર. | એ નામનો સાત માંહેનો એક મરુત. શ્વસન, સ્પર્શન, વાયુ, અનિલ, મારુત, પ્રાણ અને જીવ એ સાત મરુત છે. | એક જાતની વનસ્પતિ; બકાન. | એક ઝાડ; જીવંતી વૃક્ષ. | કાર્યકારણનો સમૂહ. | ખંત; ચાનક; ખેપ. | ગુરુ; બૃહસ્પતિ. વધુ + | ચંદ્ર. વધુ + | ચેતનવાળું પ્રાણી; ચૈતન્ય જેની સાથે મળીને પ્રતીત થાય છે, આકાર ધરે છે, વધે છે, ઘટે છે અને સર્વ ક્રિયાઓ કરે છે તે; જીવધારી; નાના મોટા કોઈ પણ જાતના દેહને નામે ઓળખાતો પદાર્થ; ચૈતન્યવાળો પદાર્થ; દેહી; પ્રાણી; જંતુ, માણસ, `કીડા તથા પતંગ વગેરે બધાં જીવના બે પ્રકાર: યોનિજ અને અયોનિજ. યોનિજમાં જરાયુજ એટલે મનુષ્ય, પશુ, અંડજ એટલે પક્ષી વગેરે અને અયોનિજમાં સ્વેદજ એટલે જૂ, માંકણ વગેરે, ઉદભિજ્જ એટલે વૃક્ષ વગેરે. જીવની સાત અવસ્થા છે: (૧) અજ્ઞાન એટલે હું બ્રહ્મને જાણતો નથી એવી સમજ. (૨) આવરણ એટલે બ્રહ્મ નથી અને તે પ્રતીત થતું નથી એવી સમજ. (૩) ભ્રાંતિ એટલે દેહાદિમાં હુંપણાનું જ્ઞાન અને જગતમાં સત્યપણાની સમજ. (૪) પરોક્ષ જ્ઞાન એટલે શ્રી સદ્ગુરુ અને શાસ્ત્રોથી બ્રહ્મ છે એમ જાણવું તે. (૫) અપરોક્ષ જ્ઞાન એટલે હું બ્રહ્મ છું એમ પ્રત્યક્ષ જાણવું તે. (૬) શોકનાશ એટલે મારા બ્રહ્મ સ્વરૂપમાં શોક દુ:ખાદિ નથી એમ જાણવું તે. (૭) અતિહર્ષ એટલે બ્રહ્મ સ્વરૂપમાં જ્ઞાનથી નિરંકુશ ઊપજતી તૃપ્તિ. વૈષ્ણવ ધર્મ પ્રમાણે સંસારમાં ત્રણ પ્રકારના જીવ છે: પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. પુષ્ટિ જીવો એટલે ભગવાનના અનુગ્રહને પાત્ર બનેલા જીવો. વેદાદિ શાસ્ત્રોથી મર્યાદા પ્રમાણે પોતાનું જીવન ચલાવે છે તે મર્યાદા જીવો. આસુરી જીવોમાં જ્ઞાન કે ભક્તિ કશું પણ હોતું નથી તે પ્રવાહી કહેવાય છે. તેઓ પોતાના સ્વાર્થની ખાતર બીજાંઓને પીડા કરતાં પણ અટકતા નથી. પુષ્ટિ જીવોને ભગવાને પોતના શ્રીઅંગમાંથી એટલે કાયામાંથી, મર્યાદા જીવોને વાચામાંથી અને પ્રવાહી જીવોને મનથી સર્જ્યા છે. પુષ્ટિ જીવો પ્રભુભક્તિપરાયણ, મર્યાદા જ્ઞાનાસક્ત અને પ્રવાહી જીવો સંસારાસક્ત હોય છે. દરેક જીવ ક્રમે ક્રમે પોતપોતાની વાસનાવશાત્ શરીરો ધારણ કરવાની શોધમાં જ હોય છે. આ મુજબ જુદા જુદા અનેકવિધ સૂક્ષ્મ પરમાણુઓ વાસનાવશાત્ જુદાં જુદાં અનંત શરીરો ધારણ કરે છે અને આ રીતે એક ગોલકમાંથી આવનાર સમૂહનો સ્થૂલ વ્યવહારમાં પરસ્પર સંબંધ બંધાઇ કોઇ મિત્ર, કોઇ શત્રુ, કોઇ સ્નેહી સંબંધી, પશુ, પક્ષી, વૃક્ષ, લતા, પત્ર ઇત્યાદિ સ્થાવર જંગમ અસંખ્ય ભેદોથી જગતમાં દ્દષ્ટિગોચર થાય છે અને પોતાનું કાર્ય સમાપ્ત થયે તેનો પુન: વિલય થાય છે. દેહધારી જીવોના ચાર વર્ગ છે: નારક, દેવ, તિર્યંચ અને મનુષ્ય. એમાંથી પહેલા બે વર્ગવાળા જીવોમાં ભવપ્રત્યય એટલે કે જન્મસિદ્ધ અવધિ જ્ઞાન થાય છે અને પછીના બે વર્ગોમાં ગુણપ્રત્યય એટલે કે ગુણોથી અવધિ જ્ઞાન થાય છે. વધુ + | જીવન; જન્મારો. જીવન દ્રવ્યમાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર વિશેષ ગુણ છે. આ ચાર ગુણોને સામાન્ય રીતે ચેતના કહે છે. | ( જૈન ) જીવાસ્તિકાય પદાર્થ. જીવ ત્રણ પકારના છે: (૧) નિત્યસિદ્ધ જીવ, (૨) મુક્ત જીવ અને (૩) બદ્ધ જીવ. તેમાં (૧) અર્હત આદિ જીવો નિત્ય સિદ્ધ જીવ કહેવાય છે. (૨) અર્હત આદિક નિત્યસિદ્ધ જીવોની શિષ્યપરંપરામાં રહેલા જીવો મુકત કહેવાય છે. (૩) આ કાળના જીવો બદ્ધ જીવો કહેવાય છે. જીવ બે પ્રકારનો ગણ્યો છે: સંસારી અને મુક્ત. સંસારી બે પ્રકારનો છે: સમનસ્ક અને અમનસ્ક. સમનસ્ક બે પ્રકારનો છે: સ્થાવર ને ત્રસ. સ્થાવરના પાંચ ભેદ અને ત્રસના ચાર ભેદ છે. સ્થાવર જીવ એક ઇંદ્રિયવાળા છે. ત્રસ બે, ત્રણ, ચાર અને પાંચ ઇંદ્રિયવાળા. એમ વિસ્તારથી જીવના ૫૬૩ ભેદ બતાવ્યા છે. વળી જીવના પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એવા છ પ્રકાર છે. | જેની ઉપર પ્રાણીના જીવનનો આધાર હોય તે પદાર્થ; જેને લીધે દેહ અને ચૈતન્યના સંબંધનો નિર્વાહ થાય તે વસ્તુ; અન્ન, પાણી, વાયુ જેવાં ગુજરાનનાં સાધન. | નજર. | નવ તત્ત્વમાંહેનું પ્રથમ તત્ત્વ. વધુ + | નાનું ક્ષુદ્ર પ્રાણી; જંતુ; જીવાત. | પૂંજી; દોલત; પૈસો; મૂડી; સંપત્તિ; ધન. વધુ + | પ્રાણ વગેરે સમુદાયને ધારણ કરી રાખનાર લિંગ દેહ. પ્રાણ અને દેહાદિકનું ધારણ કરનાર જે અંત:કરણમાં પ્રતિબિંબરૂપ છે તે જીવ કહેવાય છે. | ફિકર; સંભાળ; લક્ષ; કાળજી. | બહારના સંબંધની સાથે અંદરના સંબંધની એકસરખી બેસણી. | બહુ વહાલું માણસ. | મગજની સારાસાર વિચારક શક્તિ. | મન; અંત:કરણ. | વિષ્ણુ; વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. જીવ એટલે જાણનાર પણ તે છે, ક્ષેત્રજ્ઞ પણ તે જ છે. દ્રશ્યને જાણનાર દ્રષ્ટા અને સાક્ષી પણ વિષ્ણુ છે. અનાત્મા એટલે જડ દેહને ને આત્માને જાણનાર પણ તે છે. પુન: વાસના યુક્ત થવાથી પુનરાવૃત્તિઓ કરનારા પણ વિષ્ણુ છે. પુન:સમષ્ટિ જીવ અને વ્યષ્ટિ જીવ અથવા જીવ અને જીવાભાસ પણ તે છે. પુન: અવિદ્યા, કર્મ અને વાસનાગ્રસ્ત થઇને ત્રણે કાળમાં આવર્તન પરિવર્તન કરનારા જીવ પણ તે જ છે. પુન: જીવ અને જીવાભાસોમાં અહંપણાની પ્રતીતિ કરનારા પણ વિષ્ણુ છે. પુન: બિંબ અને પ્રતિબિંબ સર્વ વિષ્ણુ છે. પુન:કર્મકર્તા અને કર્મફળભોક્તા જીવ પણ વિષ્ણુ છે. પુન: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે દશામાં અને આ લોક, પરલોક તથા અપવર્ગ ગતિમાં તેમ જ ભૂ:, ભુવ:, સ્વ: એ ત્રણે લોકગતિમાં અસ્તિત્વપણે રહેનાર પણ વિષ્ણુ છે. | શરીરનું ચેતન; પ્રાણ; દેહધારીઓમાં જણાતું ચૈતન્ય; નહિ દેખાતું અને નહિ સ્વરૂપી એવું પરંતુ સર્વ કોઇને સમજાતું પ્રાણીઓમાં રહેલું કર્મ અને જ્ઞાનની ઇંદ્રિયોનું પ્રેરક તત્ત્વ; પોતાને અને અન્યને જાણનારૂં તત્ત્વ; જેથી પદાર્થ આપોઆપ મોટો થાય છે, હાલવા ચાલવા વગેરે કામો કરે છે તે શક્તિ. વધુ + | ( વેદાંત ) શરીરમાં રહેલો ચેતનનો આભાસ. ઘટાકાશ, જલાકાશ, મેઘાકાશ અને મહાકાશ એ ચાર વિભાગ જેમ મહાકાશમાં કલ્પાય છે તેમ ચેતનમાં પણ બ્રહ્મથી અભિન્ન આત્માનું સ્વરૂપ સમજવા માટે કૂટસ્થ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ એવા ચાર વિભાગ કલ્પાય છે. જેમ પાણીથી ભરેલો ઘડો અને પાણીથી ભરેલા ઘડાએ રોકેલું આકાશ એ જલાકાશ કહેવાય છે, તેમ અજ્ઞાનના અંશ સહિત એ શરીર, તેણે રોકેલું ચેતન અને તેમાં પડેલો ચેતનનો આભાસ એ ત્રણ મળીને જીવ કહેવાય છે. અથવા જીવ જલાકાશ સમાન ગણાય છે અને ઈશ્વર મેઘાકાશ સમાન ગણાય છે. વાદળામાં રહેલાં જલકણોમાં જેમ આકાશનું પ્રતિબિંબ હોય તેમ માયામાં લીન થયેલી બુદ્ધિ વિષે રહેલી સૂક્ષ્મ વાસનાઓમાં ચેતનનું પ્રતિબિંબ પડેલું હોય છે. માયામાં પડેલા ચેતનના આભાસને માયાના પતિ, મહેશ્વર, અંતર્યામી, સર્વજ્ઞ, મહદ્દયોનિ ઇત્યાદિ કહે છે. | સંકર્ષણ; ક્ષેત્રજ્ઞ. | ( વેદાંત ) સુખાદિકનું સમવાયી કરણ. | કર્ણ. | જીવવાળું; જિંદગીવાળું; હયાતીવાળું; જીવતું; આયુષ્યવર્ધક. | જીવતા રહો એવો આશીર્વાદ.
jeevãtmã
આત્મા; જીવ. આત્મા જ્યારે પ્રાકૃત એટલે પ્રકૃતિના ગુણથી બદ્ધ હોય છે ત્યારે તે ક્ષેત્રજ્ઞ એટલે શરીરમાં રહેલો જીવાત્મા એ નામથી ઓળખાય છે. તે સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ ચૌદ ગુણો જીવાત્મામાં સ્વીકાર્યા છે. શરીરથી ભિન્ન એક જીવાત્મા છે. તેનાં અનેક પ્રમાણ શાસ્ત્રમાં આપેલાં છે. સાંખ્યદર્શનમાં આત્માને પુરુષ કહેલ છે અને તેને નિત્ય, ત્રિગુણશૂન્ય, ચેતનસ્વરૂપ, સાક્ષી, કૂટસ્થ, દ્રષ્ટા, વિવેકી, સુખદુ:ખથી શૂન્ય, મધ્યસ્થ અને ઉદાસીન માનેલ છે. આત્મા અથવા પુરુષ અકર્તા છે, તે કોઇ કાર્ય કરતો નથી. બધાં કાર્ય પ્રકૃતિ કરે છે. પ્રકૃતિનાં કાર્યને આપણે આત્માનાં કાર્ય સમજીએ છીએ તે ભ્રમ છે. આત્મા કોઈ કામ કરતો નથી કે સુખદુઃખાદિ ફળ ભોગવતો નથી. સુખદુ:ખ આદિ ભોગવવાં એ બુદ્ધિનો ધર્મ છે. આત્મા બંધાતો નથી, આત્મા મુક્ત થતો નથી. કઠોપનિષદમાં આત્માનું પરિમાણ અંગુષ્ઠમાત્ર લખ્યું છે. આ ઉપર સાંખ્યના ભાષ્યાકાર વિજ્ઞાનભિક્ષુએ બતાવ્યું છે કે અંગુષ્ઠમાત્ર એટલે અત્યંત સૂક્ષ્મ સમજવાનું છે. યોગ અને વેદાંતદર્શન પણ આત્માને સુખદુ:ખાદિનો ભોક્તા નથી માનતા. ન્યાય, વૈશેષિક અને મીમાંસાદર્શન કર્મોનો કર્તા અને ફળનો ભોક્તા માને છે. વેદાંતદર્શનમાં જીવાત્મા અને પરમાત્મા એક માનેલ છે. ઉપાધિયુક્ત હોવાથી જીવાત્મા પોતાને જુદો સમજે છે. પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થતાં આ ભ્રમ મટે છે અને જીવાત્મા બ્રહ્મસ્વરૂપ બની જાય છે. સાંખ્ય, વેદાંત, યોગ વગેરે બધા જીવાત્મા નિત્ય માને છે. બૌદ્ધદર્શન અનુસાર જેમ બધા પદાર્થ ક્ષણિક છે તે જ પ્રમાણે આત્મા છે. જીવાત્મા એક ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને બીજી ક્ષણે નષ્ટ થાય છે. આથી ક્ષણિક જ્ઞાનનું નામ જ આત્મા છે. આ ક્ષણિક જ્ઞાન સિવાય કોઈ નિત્ય અથવા સ્થિર આત્મા નથી. માધ્યમિક શાખાના બૌદ્ધ તો આ ક્ષણિક વિજ્ઞાનરૂપ આત્માનો પણ સ્વીકાર નથી કરતા. બધાંને તેઓ શૂન્ય માને છે. તેઓ કહે છે કે જો કોઇ વસ્તુ સત્ય હોય તો બધી અવસ્થામાં તે રહે. યોગાચાર શાખાના બૌદ્ધ આત્માને ક્ષણિક વિજ્ઞાનસ્વરૂપ માને છે અને આ વિજ્ઞાનને બે પ્રકારના કહે છે: પ્રવૃત્તિ વિજ્ઞાન અને આલય વિજ્ઞાન. જાગ્રત અને સુપ્ત અવસ્થામાં જે જ્ઞાન થાય છે તેને પ્રવૃત્તિ વિજ્ઞાન કહે છે અને સુષુપ્તિ અવસ્થામાં જે જ્ઞાન થાય છે તેને આલય વિજ્ઞાન કહે છે. આ જ્ઞાન આત્માને થાય છે. જૈનદર્શન આત્માને ચિરસ્થાયી અને પ્રત્યેક પ્રાણીમાં પૃથક્પૃથક્ માને છે. ઉપનિષદોમાં જીવાત્માનું સ્થાન હૃદયને માન્યું છે, પણ આધુનિક પરીક્ષાઓથી એ વાત સારી રીતે પ્રકટ થઈ ચૂકી છે કે સમસ્ત ચેતન વ્યાપારનું સ્થાન મસ્તિષ્ક છે. મસ્તિષ્કને બ્રહ્માંડ પણ કહે છે. ચંદ્રમા મનસો જાત: એ વેદોક્તિ અનુસાર માનસિક થતાં કર્મ એટલે સંકલ્પ વિકલ્પ મનુષ્યોના શ્વાસોચ્છ્વાસ વડે નાસિકા દ્વારા બહાર નીકળી પ્રથમ અંતરાળમાં જઈ ત્યાંથી આ ગોલકની ઉપર આવેલા ચંદ્રગોલકમાં જઈ ત્યાં પુંજરૂપે એટલે બારીક રેતીના કણોના મોટા ઢગલારૂપે પહાડોની જેમ એકત્ર થાય છે, તથા જીવાત્મા એક દેહ છોડીને જ્યારે ત્યાં જાય છે ત્યારે તે ઢગલામાંથી તથા વાચિક કર્મોના થયેલા પુંજરૂપ ઢગલાઓમાંથી દૃઢ અને તીવ્ર વાસનાવશાત્ પરિપક્વ અને ભોગવવા લાયક એવો કેટલોક અંશ લઈ મેઘ, વિદ્યુત, સૂર્યકિરણ ઇત્યાદિ દ્વારા પૃથ્વીમાં પ્રવેશી રેત અને વીર્યરૂપે તેનો પિંડ બની અંડજ, જારજાદિ ચાર પ્રકારનાં પ્રાણીરૂપે કિંવા પહાડ, વનસ્પતિ ઇત્યાદિ સ્થાવરરૂપે પ્રકટે છે કિંવા જન્મ લે છે. આ પ્રમાણે અનંતકાળ સુધી થયે જાય છે. જેમ પક્ષીઓને બે પાંખો હોય છે તેમ જીવાત્મા અને પરમાત્માને પણ ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિરૂપી બબ્બે પાંખો છે. તે શરીરરૂપી વૃક્ષ ઉપર છે. વ્રશ્ર્વ ઉપરથી વૃક્ષ થયું છે એટલે છેદી શકાય એવું આ શરીરરૂપી વૃક્ષ છે. તે અસંગ શસ્ત્રથી છેદાય છે. તેમાં જીવાત્મા ભોક્તા છે અને પરમાત્મા સાક્ષી છે. અવિદ્યારૂપ મોહભ્રમની શરૂઆત થઇ ત્યારથી જીવાત્માનું પરિવર્તન થતાં થતાં તે ક્રમે સ્થાવર ને જંગમ આકૃતિઓ એટલે યોનિઓને ધારણ કરે છે. અર્થાત્ જન્મ લે છે. બાદ અંડજ, જારજાદિ જીવયોનિમાં કૃમિ, કીટ, પતંગ, પક્ષી, પશુ ઇત્યાદિ યોનિઓમાં ક્રમે જન્મ લે છે. આ પ્રમાણે જીવાત્માની આકૃતિ એટલે યોનિ લેવાની એકંદર સંખ્યા ૮૪ લાખની છે. જીવાત્માને કેટલીક વખતે તાત્કાલિક શરીર મળે છે, જ્યારે કેટલીક વખતે લિંગદેહરૂપે અનંત કલ્પો સુધી અત્યંત કરુણ એવી દુ:ખદ સ્થિતિમાં અંતરાળમાં જ ભટકવાનો પ્રસંગ આવે છે. એ જેના તેની વાસનાઓ ઉપર અવલંબીને હોય છે. જ્યારે તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ, સ્વાનુભવ મળી આત્મસાક્ષાત્કાર થાય છે, ત્યારે જ તે મહાન દુર્ઘટ અને અભેદ્ય એવા ચક્રમાંથી છૂટી શકે છે. એવો આ નિયતિનો ખેલ ઈશ્વરીય સત્તાથી ચાલી રહેલો છે. વેદાંત પ્રમાણે પરમાત્મા, જીવાત્મા અને સપરિવાર પ્રકૃતિ એ ત્રણમાં પણ જીવાત્મા મુખ્ય છે, કેમકે જીવાત્માને માટે સપરિવાર પકૃતિનું અસ્તિત્વ છે. એ પ્રકૃતિને ભોગવી અને ત્યાગીને પરમ પિતાની પાસે પહોંચવાનું છે. તાત્પર્ય કે જીવાત્મા એટલે પરમાત્માની પ્રાપ્તિનો અધિકારી જીવ. આ કારણે જીવાત્મા મુખ્ય છે. વધુ + | દેહમાં રહેલો જે જીવ હું એમ માને છે તે; હુંપણાની જીવ; દેહભિમાની આત્મા; ચેતન. | માયાના બંધનવાળો દેહમાં રહેલો આત્મા; દેહી; કર્મ કરનાર અને ભોગવનાર જીવ. | નાના નાના જીવો.

K

kailãs
એક જાતનું છ ખૂણાવાળું દેવમંદિર. તેમાં આઠ ભૂમિ અને અનેક શિખર હોય છે. તેનો વિસ્તાર અઢાર હાથ હોય છે. | શિવની નગરી; દેવતાઓનું સ્વર્ગ. | હિમાલયનું એ નામનું શિખર. તે માન સરોવરથી પચીશ માઈલ દૂર ઉત્તરે ગંગ્રી પર્વતમાળાની પેલી તરફ નીતિઘાટની પૂર્વે આવેલ છે. તેના ઉપર શંકર ભગવાન અને પાર્વતી રહે છે એમ કહે છે. શ્રીકૃષ્ણે અહીં તપ કર્યું હતું. બદરિકાશ્રમ કૈલાસ ઉપર આવેલ છે. કૈલાસને હેમકૂટ પણ કહે છે. જૈન લોકો કૈલાસને અષ્ટાપદ પર્વત કહે છે. આ પર્વતની પરિક્રમણામાં ત્રણ દિવસ લાગે છે. તેનો પચીશ માઈલનો ઘેરાવો છે. પરિક્રમણ કરનારે ગૌરીકુંડ સરોવરના પાણીનો સ્પર્શ કરવો જ જોઇએ. આ સરોવરનું પાણી બારે માસ બરફ થઈ ગયું હોય છે. | હેમકૂટ પર્વત ઉપરનું કુબેરનું સ્થાન. | ઇલોરાની બ્રાહ્મણગુફામાંની ૧૬મી ગુફાનું નામ; રંગમહાલ. | માટીનું એક જાતનું પાત્ર. | માયા અને માયાનાં કાર્યોથી રહિત.
kãl
અક્ષરનું તાંત્રિક નામ. | આંખનો કાળો ભાગ. | ઋતુ; મોસમ. | ઋતુવિચાર. | ( પુરાણ ) એ નામનો એક અસુર. | ( પુરાણ ) એ નામનો એક ઋષિ. | ( પુરાણ ) એ નામનો એક પર્વત. | ( પુરાણ ) એ નામનો એક યોદ્ધો. | ( જ્યોતિષ ) એક યોગ, જે દિવસનો ફરે છે અને જાત્રા માટે અશુભ મનાય છે. | કલાલ. | કસમદ્દ વૃક્ષ. | કાગડો. | કાળો રંગ. | કાળો સાપ. | કૃષ્ણપક્ષ. | કોયલ. | ખંડ; વિભાગ. | ગપ્પાં મારવાં તે. | ( જૈન ) ચક્રવર્તીના નવ માંહેનું એ નામનું એક નિધાન. તેમાં બધી કારીગરી તથા શિલ્પકર્મનો સમાવેશ થાય છે. | ( તાંત્રિક ) છત્રીશ તત્ત્વો માંહેનું એ નામનું એક. | ( સંગીત ) જ્યાં ઠેકો ન આવે તેવું માત્રાનું સ્થાન. | દુકળ. વધુ + | ( પુરાણ ) ધ્રુવ નામના વસુનો એ નામનો દીકરો. | ( ન્યાય ) નવ દ્રવ્યો માંહેનું એ નામનું એક. નવ દ્રવ્ય; પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિક્, આત્મા અને મન. | ( જૈન ) પરમાધામીની એક જાત. તે નારકીને કડાયામાં રાંધે. | પરમેશ્વર. | ( જૈન ) પિશાચ જાતના વ્યંતર દેવતાનો ઇંદ્ર. | પિશાચ દેવોની એક જાત. | પ્રાત:કાળ. | બોલકણાપણું. | બોલવામાં થતા અઢાર પ્રકારના દોષ માંહેનું એક; અક્ષરનું કંઠાદિ સ્થાન તજીને બીજા સ્થાનમાં બોલવું તે. | ભયાનક સ્વરૂપ. | માનખો; જિંદગી; અવતાર. | મૃત્યુ; મરણ વધુ + | મૃત્યુનો અભિમાની દેવ; યમરાજ. | યુગ. | રાતો ચિત્રક. | રાળ. | રુદ્ર; શિવ. | વખત; અવસર; સમય; ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા પ્રકારના વ્યવહારનો હેતુ. | વાતાવરણ; હવા. | ( જૈન ) વાયુકુમાર જાતિના દેવતાના ઇંદ્રનું નામ. | વિશ્વદેવનો એક વર્ગ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શક્તિ. | ( જ્યોતિષ ) શનિગ્રહ. | શબ્દ. | શંકરનો એ નામનો એક શત્રુ. | સમયનું; માપ; વેળા. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ. | સ્થિતિ. | હુંપદ. | ચાલતા દિવસની આગળ કે પાછળનો દિવસ. | ( જ્યોતિષ ) આઠ માંહેનું એ નામનું એક ચોઘડિયું. | ( જૈન ) આઠમા દેવલોકનું એ નામનું એક વિમાન. | એક જાતનું ગંધદ્રવ્ય. | કક્કોલ. | છત્રીશ દંડાયુદ્ધ માહેનું એક. | ( જૈન ) જૂની ચીજને નવી અને નવી ચીજને જૂની બનાવનાર એ નામનું છ માંહેનું એક દ્રવ્ય. | લોઢું. | વાદળમંડળ માંહેનું એ નામનું પાંચમું પડ. | ઈજા કરે એવું; નુક્સાન કરે એવું. | કાળા રંગવાળું; કાળું. વધુ + | મોટું. વધુ + | ગઇ કાલે અથવા આવતી કાલે. | થોડા દિવસ ઉપર કે પછી; હમણાં. વધુ +
Kãl
અક્ષરનું તાંત્રિક નામ. | આંખનો કાળો ભાગ. | ઋતુ; મોસમ. | ઋતુવિચાર. | ( પુરાણ ) એ નામનો એક અસુર. | ( પુરાણ ) એ નામનો એક ઋષિ. | ( પુરાણ ) એ નામનો એક પર્વત. | ( પુરાણ ) એ નામનો એક યોદ્ધો. | ( જ્યોતિષ ) એક યોગ, જે દિવસનો ફરે છે અને જાત્રા માટે અશુભ મનાય છે. | કલાલ. | કસમદ્દ વૃક્ષ. | કાગડો. | કાળો રંગ. | કાળો સાપ. | કૃષ્ણપક્ષ. | કોયલ. | ખંડ; વિભાગ. | ગપ્પાં મારવાં તે. | ( જૈન ) ચક્રવર્તીના નવ માંહેનું એ નામનું એક નિધાન. તેમાં બધી કારીગરી તથા શિલ્પકર્મનો સમાવેશ થાય છે. | ( તાંત્રિક ) છત્રીશ તત્ત્વો માંહેનું એ નામનું એક. | ( સંગીત ) જ્યાં ઠેકો ન આવે તેવું માત્રાનું સ્થાન. | દુકળ. વધુ + | ( પુરાણ ) ધ્રુવ નામના વસુનો એ નામનો દીકરો. | ( ન્યાય ) નવ દ્રવ્યો માંહેનું એ નામનું એક. નવ દ્રવ્ય; પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિક્, આત્મા અને મન. | ( જૈન ) પરમાધામીની એક જાત. તે નારકીને કડાયામાં રાંધે. | પરમેશ્વર. | ( જૈન ) પિશાચ જાતના વ્યંતર દેવતાનો ઇંદ્ર. | પિશાચ દેવોની એક જાત. | પ્રાત:કાળ. | બોલકણાપણું. | બોલવામાં થતા અઢાર પ્રકારના દોષ માંહેનું એક; અક્ષરનું કંઠાદિ સ્થાન તજીને બીજા સ્થાનમાં બોલવું તે. | ભયાનક સ્વરૂપ. | માનખો; જિંદગી; અવતાર. | મૃત્યુ; મરણ વધુ + | મૃત્યુનો અભિમાની દેવ; યમરાજ. | યુગ. | રાતો ચિત્રક. | રાળ. | રુદ્ર; શિવ. | વખત; અવસર; સમય; ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા પ્રકારના વ્યવહારનો હેતુ. | વાતાવરણ; હવા. | ( જૈન ) વાયુકુમાર જાતિના દેવતાના ઇંદ્રનું નામ. | વિશ્વદેવનો એક વર્ગ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શક્તિ. | ( જ્યોતિષ ) શનિગ્રહ. | શબ્દ. | શંકરનો એ નામનો એક શત્રુ. | સમયનું; માપ; વેળા. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ. | સ્થિતિ. | હુંપદ. | ચાલતા દિવસની આગળ કે પાછળનો દિવસ. | ( જ્યોતિષ ) આઠ માંહેનું એ નામનું એક ચોઘડિયું. | ( જૈન ) આઠમા દેવલોકનું એ નામનું એક વિમાન. | એક જાતનું ગંધદ્રવ્ય. | કક્કોલ. | છત્રીશ દંડાયુદ્ધ માહેનું એક. | ( જૈન ) જૂની ચીજને નવી અને નવી ચીજને જૂની બનાવનાર એ નામનું છ માંહેનું એક દ્રવ્ય. | લોઢું. | વાદળમંડળ માંહેનું એ નામનું પાંચમું પડ. | ઈજા કરે એવું; નુક્સાન કરે એવું. | કાળા રંગવાળું; કાળું. વધુ + | મોટું. વધુ + | ગઇ કાલે અથવા આવતી કાલે. | થોડા દિવસ ઉપર કે પછી; હમણાં. વધુ +
kalash
આઠ માંગલિકમાંનું છઠ્ઠું. | એક દ્રોણ અથવા આઠ શેરનું એક માપ; ૧૦૨૪ રૂપિયાભાર. | ( પિંગળ ) એક પ્રચૂર્ણ ગીતિ માત્રામેળ છંદ; કુંભ. તે સ્કંધક ગીતિનો એક ભેદ છે. | ( પુરાણ ) એક સર્પનું નામ. | એકએકથી નાના કળશોની ઉતરડ. | કશ્મીરનો એક રાજા; રણાદિત્ય. તે શક ૯૫૮ની સાલમાં થઇ ગયો. તે બહુ કુમાર્ગી, અન્યાયી, પિતા ઉપર અત્યાચાર કરનાર અને પોતાની બેનનું સતીત્વ નષ્ટ કરનાર હતો. મંત્રીઓએ તેને સિંહાસનથી ઉઠાડી તેના પિતાને ગાદી પર ફરી બેસાડ્યો હતો. | કળશો; લોટો. | કુંભ; ગાગર; ઘડો. તંત્ર અનુસાર ઓછામાં ઓછા ૫૦ આંગળના વ્યાસવાળો, ઊંચાઇમાં ૧૩ આંગળ અને જેનું મુખ ૮ આંગળથી ઓછું ન હોય એવો ઘડો વપરાય છે. વધુ + | ઘુંમટની ટોચ; દોરા ઉપર મુકાતું ઘડાના આકારનું ધાતુ કે છોનું શિખર; મંદિરના શિખર ઉપર ચડાવેલું પિત્તળ, પથ્થર સોના વગેરેનું ઇંડું. | પ્રધાન અંગ. | બત્રીશ કે ચોત્રીશ શેરનું એક માપ. | સમુદ્ર.
Kali-Yug
કાળપરિમાણના ચાર યુગમાંનો છેલ્લો યુગ; અધર્મનો યુગ. મહાભારત અને મનુસ્મૃતિ પ્રમાણે ૧૦૦૦થી૧૨૦૦ વર્ષનો આ યુગ ગણાય છે, પરંતુ પૌરાણિક રીતે ૧૨૦૦x૩૬૦ = ૪૩૨૦૦૦ વર્ષનો કલિયુગ ગણાય છે. હિંદુઓની કાળગણના અનુસાર કલિયુગ એક મહાયુગનો દશમો અંશ માત્ર છે. મહાયુગમાં ચાર યુગ મનાયા છે: કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ. દ્વપર કલિયુગથી બમણો, ત્રેતાયુગ કલિયુગથી ત્રણ ગણો અને કૃતયુગ કલિયુગથી ચાર ગણો મનાય છે. એવા ૧૭ મહાયુગનો એક મન્વંતર અને ૧૪ મન્વંતર ને ૬ મહાયુગનો એક કલ્પ કે બ્રહ્માનો દિવસ કહેવાય છે. કેટલાકને મતે આ યુગનો આરંભ કાર્તિક સુદ ૯ સોમવારે થયો કહેવાય છે. કોઇ કહે છે કે આ યુગનો આરંભ શ્રાવણ સુદ ૫ થી છે. કોઇના મત પ્રમાણે ભાદરવા વદ ૧૩ રવિવારે મધરાતે આશ્લેષા નક્ષત્રમાં વ્યતિપાત યોગમાં અને મિથુન લગ્નના ઉદયમાં કલિયુગની ઉત્પત્તિ થઇ. આ યુગની શરૂઆત ઇ.સ. પૂર્વે ૩૧૦૨ થી થઇ છે એમ પણ કેટલાક માને છે. આમાં વિષ્ણુના બે અવતાર છે: એક બુદ્ધ અને બીજો કલ્કી. આ યુગમાં મનુષ્યની ઊંચાઇ ૩|| હાથ અને આયુષ્યપ્રમાણ સો વર્ષનું ગણાય. આ યુગનાં વિશિષ્ટ લક્ષણો: અન્નમય પ્રાણ, ભાગીરથી તીર્થ, વિશ્વેશ્વર દેવ, કાશીક્ષેત્ર, ધર્મને આરંભમાં ૧ પગ, શાપનું બિલકુલ નષ્ટ થવું, નોકરી એ જ ધંધો વગેરે. આ ઉપરાંત એવું પણ ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે જે લોકોને વિશ્વાસ હોય તે જ કળિયુગમાં ઇશ ચિંત્વન કરશે, માટી અને લોઢાં તેમ જ તાંબાનાં વાસણોનો વપરાશમાં ઉપયોગ થશે, વ્યવહારમાં પણ તાંબાની ધાતુનો ઉપયોગ થશે, વ્યવહારમાં પણ તાંબાની ધાતુનો ઉપયગ થશે, જમીન નિ:સત્ત્વ થશે, બ્રાહ્મણાદિ વર્ણ પેટભરા અને મીઠું બોલનારા જણાશે, લોકો ઠરાવે તે જ લોકો એટલે લૌકિક ધર્મ તે ધર્મ મનાશે, દીર્ધદૃષ્ટિ નષ્ટ થશે, લોકો ખોટું બોલનારાં થશે, પિતાપુત્રમાં વેર અને દ્વેષભાવ માલૂમ પડશે, સ્ત્રીઓની સંખ્યા પુષ્કળ થશે અને તે પણ વ્યભિચારિણી થશે. યુગની આખરે અંગૂઠાના વેઢાના એક ભાગ જેવડી માણસોની આકૃતિ થશે. ધર્મરાજ, વિક્રમાદિત્ય વગેરે શકકર્તા રાજાઓ તેમ જ મ્લેચ્છાદિ તથા શ્વેતવર્ણીય રાજાઓ થશે. ગાયનું દૂધ બશેર ઉપર આવશે. વેદની ક્રિયાઓ, ભલાઇનાં કામો, વિધિઓ અને યજ્ઞો થતાં બંધ થશે; દુ:ખ આફત, રોગ, શ્રમ, ભૂલદોષ, ગુસ્સો વગેરે અનિષ્ટો વધી પડશે. આવી રીતે પ્રજા વિનાશને રસ્તે ઘસડવા લાગશે અને મનુષ્યની જિંદગીનું કોઇ ચોક્કસ માપ નહિ હોય. આ યુગમાં માટીનાં પાત્ર થશે, હાડકાંનો વેપાર થશે, લુચ્ચાઓની પૂજા થશે, પ્રસવ સાત થશે અને રાજા ધર્મકર્મ રહિત બનશે. કલિનું સ્વરૂપ; તે પિશાચના જેવા મોઢાવાળો, ક્રૂર તથા કલહપ્રિય છે. તે ડાબા હાથી પોતાની ઇંદ્રિય તથા જમણા હાથતી પોતાની જીભ પકડીને રહેલ છે. એના પ્રભાવથી મનુષ્યોની દેવતાઓમાં ભક્તિ રહેતી નથી, તપસ્વીઓ કપટવેશધારી થાય છે, મનુષ્યો જૂઠાં બોલે છે, વરસાદ કોઇક કોઇક સ્થળે થાય અને નીચ જન મજા કરે. કળિયુગમાં છ શકવર્તી રાજા ઉત્પન્ન થશે એમ મનાય છે: (૧) હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર. તેનો શક આરંભમાં ૩૦૪૪ વર્ષ. (૨) ઉજ્જયિનીમાં વિક્રમ. તેનો શક ૧૩૫ વર્ષ. (૩) પૈઠણમાં શાલિવાહન. તેનો શક ૧૮૦૦૦ વર્ષ. (૪) વૈતરણી નદીને ઠેકાણે સિંધુસંગમ વિજ્યાભિનંદન. તેનો શક ૧૦૦૦૦ વર્ષ. (૫) ગૌડ દેશમાં ધારાતીર્થમાં નાગાર્જુન. તેનો શક ૪૦૦૦૦૦ વર્ષ. (૬) કર્ણાટક દેશમાં કરવીર ક્ષેત્રમાં કલ્કી અવતાર. તેનાં વર્ષ ૮૨આ પ્રમાણે છ શકકર્તા રાજાઓ થયા બાદ કલિયુગની સમાપ્તિ થશે. કલિનો પાંચ ઠેકાણે વાસ કહેવાય છે: (૧) સ્ત્રી, (૨) જૂગટું, (૩) મદ્યપાન, (૪) જીવહિંસા અને (૫) સુવર્ણ. | ખરાબ વખત. | દુષ્ટ માણસ. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ.
Kalki
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૪ ગુરુ, ૮૮ લઘુ, ૯૨ વર્ણ અને ૯૬ માત્રા હોય છે. | ( પુરાણ ) કલિને અંતે સંભલ ગામમાં રહેનારા વિષ્ણુયશા નામના બ્રાહ્મણને ત્યાં થનારો વિષ્ણુનો દશમો અવતાર. એ હાથમાં તલવાર લઇ, લીલે ઘોડે બેસી અધર્મીઓને મારી સંસારમાં સત્યુગનો ધર્મ ચલાવશે એવી માન્યતા છે. | તીનાવેલીમાં તામ્રપર્ણી નદીના મુખ પાસે આવેલ ટ્યૂરિકોરિનનું પ્રાચીન ગામ. ટોલેમીએ એને સોસિકૌરાઇ કહ્યું છે. એ પૂર્વે પાંડ્ય રાજ્યની રાજધાની હતું. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | ( પિંગળ ) સુપ્રતિષ્ઠા છંદની જાતનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ.
kãm
અગ્નિના અગિયાર માંહેનો એ નામનો એક પ્રકાર. | આંબો. | ઇચ્છા; મનોરથ; વાસના; સ્પૃહા. | ઇંદ્રિયસુખની ઇચ્છા; વિષયવાસના. | ( જ્યોતિષ ) એ નામનો એક ગ્રહ. | ( પિંગળ ) એક અર્ધ સમજાતિ માત્રામેળ છંદ. તે સોરઠા છંદનો એક ભેદ છે. તેમાં સોળ ગુરુ અને સોળ લઘુ મળી બત્રીસ વર્ણ આવે છે. | ( પિંગળ ) એક જાતનો છંદ. તે પંચા છંદનો એક ભેદ છે. તેમાં પાંચ ગુરુ અને છત્રીસ લઘુ મળી ૪૧ વર્ણ અને ૪૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ર઼ાયવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં આઠ ગુરુ અને અડસઠ લઘુ મળી ૭૬ વર્ણ અને ૮૪ માત્રા હોય છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ષટ્પદી છપ્પય છંદનો એક ભેદ છે. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અત્યુક્તા છંદનો એક ભેદ છે. તેને કામા છંદ પણ કહે છે. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે આષ્ટિ છંદનો એક ભેદ છે. તેમાં તગણ, જગણ, ભગણ, બે જગણ અને ગુરુ મળી સોળ વર્ણ હોય છે. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે જગતી છંદનો એક ભેદ છે. તેને સારંગ છંદ પણ કહે છે. | કામદેવ. તૈત્તિરીય બ્રાહ્મણમાં કામને ન્યાયના અધિષ્ઠાતા દેવ ધર્મ અને આસ્થાની અધિષ્ઠાત્રી દેવી શ્રદ્ધાનો પુત્ર કહ્યો છે. હરિવંશમાં તેને લક્ષ્મીને પુત્ર કહ્યો છે. પુરાણોમાં એને વિષે અનેક વાત છે અને જુદા જુદા સંયોગો પ્રમાણે એનાં નામ પણ અનેક છે. જેમકે, અનંગ, મન્મથ, મદન, દર્પક, મકરધ્વજ, કંદર્પ, સંબરારિ, પંચશર, પુષ્પધન્વા, રતિપતિ, ક્લાકેલિ, મધુદીપ, રૂપાસ્ત્ર, શૃંગારયોનિ, પુષ્પકેતન, સંસારગુરુ. વધુ + | તાળવું. | ( પિંગળ ) તેર સૂચક સાંકેતિક શબ્દ. | તેરશ; પખવાડિયાની તેરમી તિથિ. | ( પિંગળ ) દરેક ચરણમાં ચાર તગણવાળો બાર અક્ષરનો એક અક્ષરમેળ છંદ. | દૂષણનો એક પ્રકાર. | પરમેશ્વર. | પરાધીન સુખ. | પુરુષાર્થના ચાર માંહેનો એક પ્રકાર. | પ્રદ્યુમ્ન; કૃષ્ણના પુત્રનું નામ. તે કામદેવનો અવતાર મનાય છે. | પ્રેમ; સ્નેહ. | બનાવ; મામલો; બાબત. | બળદેવ. | ( પિંગળ ) બે અક્ષરનો દરેક ચરણમાં બે ગુરુવાળો એક અક્ષરમેળ છંદ; કામા. | મસ્તી. | મહાદેવ. | મૈથુનની ઇચ્છા. | વિશ્વદેવનો એક વર્ગ. | વિષ્ણુના હજાર માંહેનું એક નામ ક એટલે બ્રહ્મા, અ એટલે વિષ્ણુ અને મ એટલે મહાદેવ એ વિગ્રહ અનુસાર ત્રિદેવરૂપ હોવાથી ભગવાન કામ કહેવાય છે. | વૈવસ્વત મન્વંતરમાંનો બૃહસ્પતિનો દોહિત્ર. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( પુરાણ ) સંકલ્પનો એક પુત્ર. | હિત. | કામડી; છડી. | ટપાલ; ટપાલની થેલી. | પતંગની આડી વાળેલી કામડી. વધુ + | પત્ની; સ્ત્રી. | અર્થ; મતલબ; ઉદ્દેશ. | ઉપયોગ; જરૂર. વધુ + | એક જાતનું ઝાડ. | એક જાતનું ત્રિશાળ ઘર. જે ત્રિશાળ ઘરના મુખ આગળ બે અલિંદ હોય અને તે શાળાનું મુખ દક્ષિણ તરફ હોય તે કામ નામનું ઘર કહેવાય છે. | કળા; કારીગરી. | કારભાર; દરજ્જો. | કાર્ય; કર્મ; કૃત્ય. વધુ + | ખાતું; વિભાગ. | ધંધો; વ્યવસાય. | નોકરી. | ફરજ; ધર્મ. | ફાયદો. | બનાવેલી ચીજ; કારીગરી; બનાવટ. | બુદ્ધિ; ચાતુર્ય. | વીર્ય; શુક્ર. | સુખ. | ઇચ્છાવાળું. | કાજે; માટે.
Kãm-Dev
કામભોગની ઇચ્છાનો કલ્પિત દેવ; મદન; અનંગ; સ્મર; મનોભૂ; રતિપતિ. કામદેવનાં પાંચ બાણ છે: કેટલાકને મતે અરવિંદ, અશોક, આંબાનો મોર, નવમાલિકા અને નીલોત્પલ. બીજાના મતે સંમોહન, ઉન્માદન કે ઉન્માદક, શોષણ, તાપન અને સ્તંભન. કામદેવનાં પાંચ બાણ ઉપર કમળ, આસોપાલવનું ફૂલ, સરસવનું ફૂલ, આંબાનો મોર અને ભૂરૂં કમળ એ નામનાં પાંચ ફૂલ છે. કેટલાક ચંપો, આંબાનો મોર, નાગકેસર, કેવડો અને બીલીફૂલ એમ પણ કહે છે. કામદેવ એ કૃષ્ણ રુકિમણીનો દીકરો મનાય છે. તેની સ્ત્રી રતિ, તેનો મિત્ર વસંત, તેનું વાહન કોયલ, તેનું અસ્ત્ર ફૂલનું ધનુષ્ય બાણ છે. તેની ધજા ઉપર માછલીનું ચિહ્ન છે. કહેવાય છે કે જ્યારે સતીનો પરલોકવાસ થયો ત્યારે શિવજીએ વિચાર કર્યો કે હવે વિવાહ ન કરવો. આવો નિશ્ચય કરી સમાધિ લગાવી. તેવામાં તારકાસુરે ઘોર તપ કરી એવું વરદાન માગ્યું કે મારૂં મોત શિવજીના પુત્રથી થાય અને તે પછી તેણે દેવતાઓને સતાવવા માંડ્યા. આથી દુ:ખી થઇ દેવતાઓએ કામદેવને શિવની સમાધિનો ભંગ કરવા કહ્યું. કામદેવે શિવની સમાધિ તોડાવવા તેના ઉપર પોતાનાં બાણ ચલાવ્યાં. આથી ગુસ્સે થઇ શિવજીએ તેને ભસ્મ કરી દીધો. આથી તેની સ્ત્રી રતિ વિલાપ કરવા લાગી. શિવજીએ પ્રસન્ન થઇ કહ્યું કે કામદેવ હવે અંગ રહિત રહેશે અને દ્વારકામાં કૃષ્ણને ઘેર તેનો જન્મ થશે. કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર મનાય છે. આ દેવના સન્માન માટે મહા સુદિ પાંચમનો ઉત્સવ થાય છે. તેનાં નામ: અનન્યજ, આત્મભૂ, ઇરાજ, ઇશ્મ, કંજન, કિંકર, મદ, રમ, રમણ, સ્મર, ભવજ, મનોજ, પ્રદ્યુમ્ન, કાર્ષ્ણી, માયી, માયાસુત, શ્રીનંદન, અભિરૂપ, દર્પક, દીપક, ગદયિત્નુ, ગૃધુ, ગૃત્સ, કમન, ખરુ, કંદર્પ, કંતુ, કલાકેલિ, માર, મધુદીપ, મુહિર, મુર્મર, રાગવૃંત, રૂપાષ્ટ્ર, રતનારીચ, શમાંતક, સંસારગુરુ, શૃંગારયોનિ, તિથ, વામ, કુસુમાયુધ, પુષ્પધન્વા, પુષ્પશર, મકરકેતુ અને પુષ્પકેતન. | વિષ્ણુનાં હજાર નામ માંહેનું એક. ધર્માદિ ચારે પુરુષાર્થની ઇચ્છાવાળાઓથી તેની કામના કરાય છે તેથી તે કામ કહેવાય છે. | વીર્ય. | વૈદ્યક પ્રસિદ્ધ એક ઘીની બનાવટ. | શિવ. | સંભોગની ઇચ્છા. | સામવેદનો એક ઋષિ.
kãran
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિનીનો એક માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિનીનો એક ભેદ છે. | કરુણ સ્વર. | કારણ. | ખાતરા; માટે; વાસ્તે.
karma
આચાર; વર્તણૂક; ચાલ. | આઠ માંહેનું એક પુર. | ઇંદ્રિય. | કપાળ. | કરણના વ્યાપારનો વિષય. જેમકે, વાંસલો કરણ છે, તેનો ઊંચો નીચો કરી લાકડા ઉપર અફાળવા રૂપ વ્યાપારનો વિષય લાકડું છે, માટે લાકડું એ કર્મ કહેવાય. | ( વ્યાકરણ ) કર્તરિ પ્રયોગમાં દ્વિતીયાંત અને કર્મણિ પ્રયોગમાં પ્રથમાંત જે કારક આવે તે. | કર્તવ્ય; ફરજ; ધર્મ. ધર્મનાં કર્મો: યજ્ઞ, સ્નાન, સંધ્યા, પૂજા, પાઠ, જપ, હોમ, અર્ચન, આતિથ્ય, વૈશ્વદેવ વગેરે. મીમાંસા પ્રમાણે કર્મના બે પ્રકાર: ગુણ અથવા ગૌણ કર્મ અને પ્રધાન અથવા અર્થ કર્મ. જેથી દ્રવ્યની ઉત્પત્તિ કે સંસ્કાર થાય તે ગૌણ કર્મ. ગૌણ કર્મનું ફળ નજરે દેખાય છે. ગૌણ કર્મના ચાર ભેદ: ઉત્પત્તિ, આપ્તિ, વિકૃતિ અને સંસ્કૃતિ. જે કર્મમાં દ્રવ્યની ઉત્પત્તિ કે શુદ્ધિ ન હોય પણ તેનો ઉપયોગ હોય તે પ્રધાન કર્મ. જેમકે, યજ્ઞ. પ્રધાન કર્મનું ફળ અદૃષ્ટ હોય છે. વર્ણ અને આશ્રમ પ્રમાણે પ્રધાન કર્મના ત્રણ ભેદ: નિત્ય, નૈમિત્તિક અને કામ્ય. મીમાંસકો કર્મને પ્રધાન માને છે અને વેદાંતીઓ જ્ઞાનને પ્રધાન માની તેથી મુક્તિ માને છે. યોગસૂત્ર પ્રમાણે કર્મના ત્રણ પ્રકાર: વિહિત, નિષિદ્ધ અને મિશ્ર. સામાન્ય રીતે કર્મ બે પ્રકારનાં છે : શુભ અને અશુભ. શુભ કર્મ સુખ આપે અને અશુભ કર્મ દુ:ખ આપે. યોગના સંકેત પ્રમાણે કર્મના ચાર પ્રકાર: (૧) કૃષ્ણ એટલે પરદારાનો સમાગમ જેવાં નઠારાં કર્મ. (૨) શુકલ એટલે સકામ પુણ્ય કર્મ. (૩) મિશ્ર એટલે જેમાં પુણ્ય અને પાપ બંને હોય તેવાં સોમયાગાદિ કર્મ. (૪) અશુકલઅકૃષ્ણ એટલે કોઇ પ્રકારની કામના રાખ્યા વિના કર્તવ્ય સમજીને કરાતાં પુણ્ય કર્મ. આજની ક્ષણ સુધી કરેલાં જે કર્મ, પછી તે આ જન્મનાં હોય કે પૂર્વ જન્મનાં હોય, તે સંચિત એટલે એકઠાં થયેલાં કર્મ કહેવાય. સંચિત કર્મ એકદમ ભોગવવાં શક્ય નથી, કેમકે તેવાં કર્મનાં પરિણામ માંહેનાં કોઇ સારાં તો કોઇ નઠારાં એમ પરસ્પર વિરોધી ફળ આપનાર પણ હોઇ શેક. સંચિત પૈકી જેટલાં કર્મનાં ફળ ભોગવવાની શરૂઆત થઇ ચૂકી હોય તેટલાંને પ્રારબ્ધ કહેવાય. ક્રિયમાણ એટલે જે હાલ ચાલુ છે તે અથવા હાલ કરવામાં આવે તે કર્મ. જેના ફળનો આરંભ થયો નથી એવાં જન્માંતરનાં સંચિત અને જ્ઞાનોત્પત્તિની પૂર્વનાં આ જન્મનાં સંચિત પુણ્ય પાપ કર્મો જ્ઞાનપ્રાપ્તિથી નાશ પામે છે. જ્ઞાનીને જો અસંપ્રજ્ઞાત યોગ પ્રાપ્ત ન થયો હોય તો મંદ, મધ્યમ અને તીવ્ર વેગવાળાં ત્રણે પ્રકારનં પ્રારબ્ધ કર્મોનું ફળ ભોગવવું પડે છે. શ્રુતિમાં જણાવ્યા મુજબ જ્ઞાનીનું શુભ કર્મ તેમના ભક્તના અંત:કરણમાં સજાતીય વૃત્તિ ઉપજાવી તેની શુભ કર્મમાં પ્રવૃત્તિ કરાવી તેને શુભ ફળ આપે છે. તેથી જ્ઞાનીના પુણ્યને તેમના ભક્તે લઇ જાય અને પાપકર્મને તેમના નિંદકો લઇ જાય એમ મનાય છે. | કામગીરી; પ્રવૃત્તિ. | ( વ્યાકરણ ) કારકના છ માંહેનો એક પ્રકાર. | કુદરતી મિલ્કત. | ક્રિયા; કાર્ય. વૈશેષિક મત પ્રમાણે કર્મ પાંચ છે: ઉત્ક્ષેપણ એટલે ઊંચે ફેંકવું તે, અવક્ષેપણ એટલે નીચે ફેંકવું તે, સંપ્રસારણ એટલે ફેલાવવું તે, આકુંચન એટલે સંકોચાવું તે અને ગમન એટલે જવું તે. | ( વૈધક ) ચિકિત્સા; રોગશાંતિનો ઉપાય. કર્મ પાંચ છે: વમન, વિરેચન, આસ્થાપન કે નિરુહબસ્તિ, અનુવાસન કે સ્નેહબસ્તિ અને શિરેવિરેચન. | ( જૈન ) જીવના રાગદ્વેષાદિક પરિણામોના નિમિત્તથી કાર્મણ વર્ગણારૂપ જે પુદ્ગલસ્કંધ જીવની સાથે બંધને પ્રાપ્ત થાય તે. કર્મની ત્રણ અવસ્થા મનાય છે: બંધ અવસ્થા, સત્તા અવસ્થા અને ઉદય અવસ્થા. પ્રથમ કર્મ બંધાય છે ત્યારે બાંધવાના સમયમાં તેની બંધ અવસ્થા. બાંધેલું કર્મ અમુક વખત સુધી કંઇ પણ ફળ દર્શાવ્યા સિવાય એમને એમ પડ્યું રહે તેને કર્મની સત્તા અવસ્થા કહે છે. સત્તાનો કાળ પૂરો થતાં કર્મ ઉદય અવસ્થામાં આવે. કર્મના બે પ્રકાર: ઘાતિ અને અઘાતિ. મુક્તિને બાધક હોય તે ઘાતિ અને અબાધક હોય તે અઘાતિ કહેવાય છે. | જીવોની ઉપાધિમાં રહેલો ક્રિયા કરવાનો વેગ. | ( વ્યાકરણ ) જે ધાતુના અર્થનું અવચ્છેદક હોય અને જે ક્રિયાનું ફળ અન્યને પ્રાપ્ત થતું હોય તે જેમકે, ‘પુસ્તક લખે છે’ એમાં ‘લખ’ ધાતુનો અર્થ જે લેખનક્રિયા તેનું અવચ્છેદક પુસ્તક છે અને તે પુસ્તકલેખનનો ફલભોક્તા લેખક છે અને તે લેખક પુસ્તકથી પર છે. માટે એ લેખન ફલભોક્તાએ કરેલી લેખનરૂપ ક્રિયાનું નામ કર્મ છે. | દશ માંહેનો એક વાયુ. આંખના પલકારા મારવા એ આ વાયનું કામ છે. | દશની સંખ્યા બતાવનાર સાંકેતિક શબ્દ. | ( જ્યોતિષ ) દશમું ચાંદ્ર નક્ષત્ર. | ધંધો; રોજગાર; વ્યવસાય; વ્યાપાર. | નિર્ગુણ પદાર્થમાં રહેનારી તથા ગુણ વિષે નહિ રહેનારી એવી કર્મત્વ જાતિવાળો પદાર્થ. | પદાર્થનો સ્વાભિવક ગુણ. | પરિણામ; ઊપજ. | પાપ; નઠારાં કામ; કુકર્મ. વધુ + | મામલો. | ( વૈશષિક ) મોક્ષ મેળવવાના સાત પદાર્થ માંહેનો એક. દ્રવ્ય, ગુણ, કર્મ વગેરે છ પદાર્થો નિત્ય છે. તમામ પદાર્થોનું અવલોકન કરતાં કણાદ તેનું સાત પદાર્થોમાં પૃથક્કરણ કરે છે. | યોગનાં છ કર્મ: ધોતી, બસ્તી, નેતી, ત્રાટક, નોલી અને કપાલભસ્ત્રા. | વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઇતી ચાળીશ વસ્તુ માંહેની એક. | વાસના. | વેદના ત્રણ કાંડ માંહેનું એક. | શુભ કે અશુભ અદષ્ટને ઉત્પન્ન કરનારો વ્યાપર. નિત્ય, નૈમિત્તિક, કામ્ય, પ્રાયશ્ર્ચિત્ત અને નિષિદ્ધ એવા તેના પાંચ પ્રકાર છે. | ( ગણિત ) સરવાળો, બાદબાકી વગેરે ગણિતની કોઇ પણ ક્રિયા. | સંભોગ. | સંયોગ અને વિભાગ એ બંનેનું નિરપેક્ષ કારણ. | સંયોગથી ભિન્ન હોય તથા સંયોગનું અસમવાયી કરણ હોય તે પદાર્થ. જેમકે, ઘટાદિક મૂર્તદ્રવ્યોમાં રહેલું કર્મ સંયોગથી ભિન્ન છે તથા ઘટાદિક ઉત્તર દેશ સંયોગનું અસમવાયી કારણ પણ છે. | સંસ્કાર; નસીબ. વધુ +
Kãrtik
કારતક માસ; કૃતિકા નક્ષત્રયુક્ત પૂર્ણિમા જેમાં હોય તે મહિનો; વિક્રમ સંવતનો પહેલો માસ. તેનું નામ કૃતિકા નક્ષત્ર ઉપરથી પડ્યું છે. તે નક્ષત્ર તે માસમાં સંધ્યાકાળે ઊગે છે અને પરોઢિયે અસ્ત પામે છે. | કાર્તિકસ્વામી; સ્કંદ. | બૃહસ્પતિ કૃત્તિકા અથવા રોહિણી નક્ષત્રમાં હોય તે સંવત્સર. | કારતક મહિના સંબંધી.
kathã
ઇશ્વર કે ધર્મ સંબંધી ભાષણ, કીર્તન કે વાર્તા. વધુ + | ઉપન્યાસનો એક ભેદ. તેમાં પૂર્વપીઠિકા અને ઉત્તરપીઠિકા હોય. પૂર્વપીઠિકામાં એક વક્તા અને એક અથવા અનેક શ્રોતા બતાવવામાં આવે છે. શ્રોતા એવો ઉત્સાહ બતાવે કે વક્તાને પણ ઉત્સાહ આવી જાય. વક્તાને મોઢે સારી કહાણી કહેવડાવવમાં આવે છે. કથાની સમાપ્તિ થતાં ઉત્તરપીઠિકા હોય છે. તેમાં વક્તા અને શ્રોતનું ઊડી જવું વગેરે ઉત્તર દશા દેખાડવામાં આવે છે. | ચર્ચા; વાદવિવાદ. | ટૂચકો; આખ્યાયિકા; ઓઠું. | ધાર્મિક ઉપદેશ. | નવલકથા; વાર્તા; સંસારચિત્ર. વધુ + | ( ન્યાય ) પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષને પ્રતિપાદન કરનારાં વાક્યનો વિસ્તાર; વસ્તુવિષયક વાક્યોની ગૂંથણી.તેના ત્રણ ભેદ છે: વાદ, જલ્પ અને વિતંડા. | મૈથિનના આઠ માંહેનો એક પ્રકાર. સ્ત્રીનું ધ્યાન, કથા, સ્પર્શ, ક્રીડા, દર્શન, આલિંગન, એકાંતવાસ અને સમાગમ એ આઠ જાતનું મૈથુન કહોવય છે. | રજપૂતની એક જાતિ. | વર્ણન; બયાન; હકીકત; હેવાલ. | વૃત્તાંત; ચરિત્ર. | સમાચાર; ખબર. | રજપૂતની એ નામની એક જાતનું માણસ. | એ નામની એક જાતનું માણસ.
Kãyasth
ક્ષત્રિયથી શુદ્ર સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ પુત્ર. | જીવાત્મા. | પરમાત્મા; ઇશ્વર. | મુત્સદ્દી પુરુષ. | લેખક. | એ નામની લહીઆ અને કારકુનીનું કામ. કરનાર એક નાત પહેલાં કાયસ્થનો અલગ ભેદ ન હતો; પરંતુ પાછળથી બીજા ધંધાદારીની માફક તેમની પણ એક જુદી નાત બની ગઇ. તેઓમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું મિશ્રણ છે. સૂરજધ્વજ કાયસ્થ પોતાને શાકદ્વીપી બ્રાહ્મણ કહેવરાવે છે, જ્યારે વાલમ કાયસ્થ ક્ષત્રિય જાતિના છે. સોઢ્ઢલ રચિત ‘ઉદયસુંદરી કથા’માં તેમનો ઉલ્લેખ મળી આવે છે. કાયસ્થ કારકુનનો પર્યાય શબ્દ છે. આ લોકો રાજકાર્યમાં પણ ભાગ લેતા. સરકારી દફ્તરો જાણવાથી તેઓ ઘણી ગુપ્ત રાજકીય વાતો પણ જાણતા. | એ નામની જાતનું માણસ. | એ નામની જ્ઞાતિનું. | શરીરમાં રહેનાર.
khes
અંગવસ્ત્ર; ઉત્તરીય; ઉપરણો; પુરુષને ખભે નાખવાની પછેડી; દુપટ્ટો. વધુ + | ખાર; દ્વેષ; રીસ. | નજીકનું સગુંવહાલું; સંબંધી. | પુરુષની ઇંદ્રિય ઉપરના વાળ. વધુ +
kirtan
આનંદની બૂમ. | કથન; ઉક્તિ; કહેવું તે. | ગાયન અને સંગીત સાથેનું ઇશ્વરનું ગુણવર્ણન; ભજન; સ્તુતિ. | ભાષણ; ચર્ચા. | મંદિર; હવેલી. | મૈથુનના આઠ માંહેનો એક પ્રકાર. | મોટેથી ગાવાપણું. | યશોગાન; ગુણવર્ણન; પ્રશંસા; વખાણ.
kriyã
અનુષ્ઠાન; કામ કરવું તે. | અમલ; કામ કરવાની રીત; કૃતિ. | આચાર; કરણી. | આત્મા તથા પરલોક છે એમ માનવું તે. | આરંભ. | ( ન્યાય ) ઉત્ક્ષેપણ વગેરે કર્મ. | એ નામની એક દેવી; ચોસઠ માનસતત્ત્વદેવતમાંની એ નામની એક. | ( વ્યાકરણ ) કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન અને અધિકરણ એ દરેકનો ક્રિયાપદ સાથેનો સંબંધ. | ( પુરાણ ) કર્દમ પ્રજાપતિની નવ માંહેની એક કન્યા અને ક્રતુ ઋષિની સ્ત્રી. | ( જૈન ) કર્મબંધનહેતુ; કાયિકી આદિ પાંચ ક્રિયા; સાવધ એટલે પાપકારી વ્યાપાર. | કલા. | કૃતિ; કાર્ય; કામ; કર્મ; કરવું તે. | ક્રિયામણ; સંસ્કારવિધિ; શાસ્ત્ર પ્રમાણે વિધિ કરવી તે; ધર્માનુષ્ઠાન. વધુ + | ( જૈન ) ગતિ; એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ગમન. | ગર્ભાધાનનો સંસ્કાર. | ( વૈદ્યક ) ચિકિત્સા; ઉપાય; ઉપચાર. | ( યોગ ) છ માંહેની એક ક્રિયા. જેના શરીરમાં મેદાદિ દોષને લીધે પ્રાણાયામમાં વિધ્ન આવતું હોય તેને માટે બસ્તિ, ધૌતિ, નેતિ, નૌલિ, કપાલભાતિ અને ત્રાટક એમ છ ક્રિયા માની છે. | ( સંગીત ) તાલમાં તાળી આપવાની ક્રિયા. તાલમાં તાળી આપવાની ક્રિયા કરવામાં આવે છે તેને સશબ્દ અને ખાલી આપતી વખતે બંને હાથને છૂટા પાડવાની ક્રિયા કરવામાં આવે છે તેને નિ:શબ્દ કહે છે. | દાખલો ગણવાની રીત. | ( વ્યાકરણ ) ધાતુનો અર્થ. | નિત્યકર્મ; શૌચ, સ્નાન, સંધ્યા, તર્પણ આદિ કૃત્ય. | પદ્ધતિ; રીતિ; વિધાન; વિધિ. | પૂજા. | પ્રમાણદર્શન. | પ્રયત્ન; ચેષ્ટા. વધુ + | પ્રયોગ. | પ્રવૃત્તિ; વ્યાપાર. | પ્રાયશ્ચિત. | બનાવવાની રીત; પ્રયોગકલા. | ( પુરાણ ) બાર આદિત્ય માંહેના અંશુમાનની સ્ત્રી. | મરનારની પાછળ કરાતો વિધિ. વધુ + | વિધાતા નામના અદિત્યની એ નામની સ્ત્રી. | વિવાદના વિચારનું અંગ એક સાધન. | શિક્ષા. | શ્રાદ્ધ આદિ પ્રેત કર્મ. | ( વેદાંત ) સંયોગ અને વિભાગનો અસાધારણ હેતુ. | સામ વગેરે ઉપાય. | સોગંદ. વધુ + | સ્ત્રી પુરુષનું રેત પડવાની ખટપટ. તેના ત્રણ પ્રકાર; ચિરોદય, મધ્યોદય અને લઘુદય. લાંબા કાળ પછી રેત પતન થાય તેવી ક્રિયા કરવી તેનું નામ ચિરોદયક્રિયા, તરત રેત પડે તેમ કરવું તેને લઘુદય કહે છે અને મધ્યોદય એટલે સામાન્ય સમયમાં રેત પડે તે. | ( વ્યાકરણ ) સ્થિતિ અથવા કર્મ એ સંબંધી અર્થવાળું કાર્ય. | સ્વયંવલન; સ્વયંકૃતિ. | ( પુરાણ ) સ્વાયંભૂ માન્વંતર માંહેના દક્ષની સોળ માંહેની એક કન્યા અને ધર્મ ઋષિની તેર માંહેની એક સ્ત્રી. | સ્વાહનું એક નામ. વધુ + | હસ્તક્રિયા; દાસ્તકારી.
kriyã-shakti
પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | વિષ્ણુનું એક નામ. | ઇશ્વરની એક શક્તિ. તેથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી મનાય છે. સાંખ્યમાં આ શક્તિને પ્રકૃતિ અને વેદાંતમાં માયા કહે છે. | કામ કરવાની શક્તિ; બળ; તાકાત; પ્રભાવ. | ચપળતા; ચાંચલ્ય. | ધર્માનુષ્ઠાનરૂપી શક્તિ. તે સાત પ્રકારની છે: (૧) ઇષ્ટ, (૨) પૂર્ત, (૩) સ્વાધ્યાય, (૪) જપ, (૫) પૂજા, (૬) તપ અને (૭) દાન. | પ્રાણ.
krodh
અગ્નિના અગિયાર માંહેનો એક પ્રકાર. | આઠ માંહેનો એક નામનો એક ભૈરવ. | ( કાવ્ય ) આઠ માંહેનો એક સ્થાયીભાવ; રૌદ્રરસ. રતિ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગપ્સા અને વિસ્મય એ આઠ સ્થાયીભાવ છે. | એ નામનું એક વર્ષ. | ( પુરાણ ) કશ્યપની સ્ત્રી કાલાના ચાર માંહેનો એક પુત્ર. | ગુસ્સો; કોપ; રીસ; પ્રતિકૂળ વસ્તુ બનાવથી અથવા ઇચ્છેલ અર્થનો નાશ થવાથી મનમાં જાગ્રત થતી તીક્ષ્ણતા. | બીજાનું અનિષ્ટ કરવાની મનોવૃત્તિ. | ( પુરાણ ) બ્રહ્મદેવની ભૃકુટિમાંથી ઉત્પન્ન થયેલ એક પુત્ર. એક વખત તેણે જમદગ્નિએ પોતાના પિતરો માટે શ્રાદ્ધ સારૂ સિદ્ધ કરેલ પાયસ એટલે દૂધપાક સર્પનું રૂપ ધારણ કરીને પોતાના વિષથી દૂષિત કર્યો, તોપણ ઋષિને ક્રોધ ઉત્પન્ન થયો નહિ. પરંતુ પિતરોના શાપને લીધે તેને કેટલોક કાળ નકુળયોનિ પ્રાપ્ત થઇ અને પછી તેનો ઉદ્ધાર થયો. | વેર લેવાનો જુસ્સો. | શિવ; શંકર. | ( પુરાણ ) દક્ષની એ નામની એક દીકરી. તે તીણા દાંતાવાળા રાક્ષસોની માતા મનાય છે.
Kuber
( પુરાણ ) ઇંદ્રના નવનિધિનો ભંડારી દેવતા; યક્ષોનો રાજા; દેવોનો ખજાનચી. તે મહાદેવનો મિત્ર છે. વિશ્રવસ્ ઋષિનો તે પુત્ર થાય. કોઇ તેને પુલસ્તમ ઋષિનો પુત્ર કહે છે. તેની માતાનું નામ ઇલાવિલા છે. તેની સ્ત્રીનું નામ યાક્ષી, ચાર્વી અથવા કૌબેરી છે. મણિગ્રીવ અથવા વર્ણકવિ અને નલકુબેર તેના દીકરા અને મીનાક્ષી તેની દીકરી થાય. તે ધનનો અધિપતિ અને ઉત્તર દિશાનો રક્ષક દેવ છે. યક્ષો તેની આસપાસ વીંટાઇ વળ્યા છે. તેણે સુવર્ણમય વસ્ત્રો પહેર્યાં છે, પીળા ઘોડા ઉપર બેઠો છે અને હાથમાં સોનાની ઢાલ લીધી છે. રાવણનો તે ઓરમાન ભાઇ થાય. કુબેરની નગરી અલકા છે. અલકાને પ્રભા, વસુધરા અને વસુસ્થલિ પણ કહે છે. તેના બગીચાનું નામ ચૈત્રરક્ષ છે. બ્રહ્માએ તેને પુષ્પક વિમાન આપ્યું હતું. એણે દશ હજાર વર્ષ તપ કરવાથી બ્રહ્માએ તેના ઉપર પ્રસન્ન થઇ લંકાનું રાજ્ય આપ્યું હતું, પણ તેના પિતાએ લંકાનું રાજ્ય રાવણને અપાવ્યું તેથી તે અલકાપુરીમાં જઈ રહ્યો. જ્યારે રાવણે દેવતા ઉપર જુલ્મ કરવા માંડ્યો ત્યારે કુબેરે તેને ઠપકો આપવાથી રાવણે તેનું પુષ્પક વિમાન લઈ લીધું અને તેને અલકાપુરીમાંથી કાઢી મુક્યો હતો. કુબેરને એક આંકની જગ્યાએ પીળું ચાઠું, ત્રણ પગ અને આઠ દાંત છે. તેના નામનો અક્ષરાર્થ દુષ્ટ શરીર થાય છે. તેની પૂજા થતી નથી. તેની મૂર્તિ નથી. ધન મેળવનાર હિંદુઓ લક્ષ્મી કે ગણેશની પૂજા કરે છે. તેને કુતનુ, ધનપતિ, ઇચ્છાવસુ, યક્ષરાજ, મયુરાજ, રાજસેંદ્ર, રત્નગર્ભ, રાજરાજ, નરરાજ, વૈશ્રવણ, પૌલસ્ત્ય, ઐદવિદ, ઐલવિલ, ઈશસખા, ત્ર્યંબકસખ, ગુહ્યેકશ્વર, ગુહ્યકપતિ, મનુષ્યધર્મા, ધનદ, ધનાધિપ, કિન્નરેશ, નરવાહન, યજ્ઞ, એકપિંગ, ઐડવિલ, ઐડવિડ, શ્રીદ, પુષ્યજનેશ્વર વગેરે અનેક બીજાં નામ છે. એનું મુખ્ય નામ સોમ છે. તે ઉપરથી ઉત્તર દિશાનું નામ સૌમ્ય છે. | એ નામનો એક કોળી ભક્ત. સારસા નામના ગામમાં તેના ઘરબાર હતાં. ઘણા ઉચ્ચ વર્ગના લોકોએ તેનો ઉપદેશ માથે ચડાવ્યો હતો. | એક જાતનું ભૂત. એ ભૂત પોતાના ભોગને ઉદ્ધત અને અભિમાની બનાવે છે અને તે ઘરેણાંને માટે તીવ્ર ઇચ્છાવાળો થાય છે. | ( શિલ્પ ) એક જાતનું ષટ્દારુયુક્ત ત્રિશાળ ઘર. જે ત્રિશાળ ઘરના મુખ આગળ ચાર અલિંદ હોય, તે ઘરની જમણી તરફ એક અલિંદ અને પછીતે અલિંદ હોય અને તેનું મુખ પશ્ચિમ તરફ હોય તો તે કુબેર નામનું ઘર કહેવાય છે. જે ત્રિશાળ ઘરના મુખ આગળ બે અલિંદ હોય, ઘર વચ્ચે ષટ્દારુ હોય તથા ઘર પૂર્વ દિશાના મુખવાળું હોય તો તે પણ કુબેર નામનું ઘર કહેવાય. | ઘણો જ પૈસાદાર માણસ. | ( પિંગળ ) છ ગુરુ અને છવ્વીસ લઘુ મળી બત્રીશ વર્ણનો એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે નંદ છંદનો ભેદ છે. | નંદી વૃક્ષ. | પરમેશ્વર. તે બધાને ઢાંકે છે. | ( જૈન ) વર્તમાન અવસર્પિણીના ઓગણીશમા અર્હતના એક ઉપાસક. | વિષુવાંશ ત્રણસો પચીસ અને દક્ષિણ ક્રાંત્યંશ છવ્વીસમાં આવેલો ત્રીજો મહત્ત્વનો તારો. | ખરાબ શરીરવાળું; બેડોળ. | મૂર્ખ.
kum-kum
કેસર. | હળદર અને પારાની મેળવણી કરીને બનાવેલું રાતું ચૂર્ણ; કંકુ.

L

lav
( ગણિત ) અપૂર્ણાંકનો અંશ. | અંશ; ભાગ; કટકો; અલ્પાંશ; થોડો ભાગ; લેશમાત્ર. | આઠ ક્ષણ જેટલો વખત. સોયની અણીથી કમલદલને વીંધતાં જે વખત જાય તેને ક્ષણ કહે છે. ૨ ત્રુટિ = લવ. ૨ લવ = નિમેષ. | આંખના પલકારાનો ૬૦ મો ભાગ. | ( કાવ્ય ) એ નામનો એક અલંકાર. | એક જાતનું પક્ષી; લવા પક્ષી. | કણ; દાણો; અણુ; બીજ. | કેશ; વાળ. | ખૂણો માપવાનું એક માપ; અંશ; `ડીગ્રી`. | ચૂંટવું તે; તોડવું તે. ફુલ માટે વપરાય છે. | છસો છાંસઠ વર્ષ અને આઠ માસનો વખત. માનુષિક વર્ષ ૬૬૬ અને ૮ માસ જ્યારે થાય છે ત્યારે બ્રહ્માનું ૧ લવ થાય છે. | છેદન; કાપવું તે. | ( સંગીત ) તબલા કે બાંયામાં ચાંટ અને થાપની વચ્ચેનો તબલાનો ભાગ. | નિમેષનો છઠ્ઠો ભાગ; આંખના પલકારાના છઠ્ઠા ભાગ જેટલો સમય; એક મુહૂર્ત એટલે બે ઘડીનો સત્તોતેરમો ભાગ. | પ્રેમ; સ્નેહ. | બે અક્ષર જેટલો વખત. ૨ માત્રા = અક્ષર ૨ અક્ષર = લવ. ૨ લવ = ૧ ક્ષણ | રમત. | લણવું તે. | લાવણી. | વિનાશ. | શિવ; શંકર. | સુરાગાયના પૂંછડાના વાળ. તે ચામર બનાવવાના ઉપયોગમાં આવે છે. | ( પુરાણ ) સૂર્યવંશી ઇક્ષ્વાકૂ કુળમાં રામને સીતાની કુખે થયેલ બે માંહેનો નાનો પુત્ર. તેનો જન્મ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં થયો હતો. તે ઉત્તર કોસલની અંદર આવેલ શ્રાવસ્તીપુરીનો રાજા હતો. | ધૂન. | લવારો; બકબકાટ; લવલવાટ; બકવાટ; લવરી; લખાળો. વધુ + | ખસ. | જાયફળ. | ટીપું; બિંદુ. વધુ + | લવિંગ. | નાનું; લઘુ. વધુ + | બકવાદ કરનાર; બહુ બોલું. | લગાર; જરા; થોડુંક; લવલેશ; અલ્પ; લગરીક; કંઈક. | સુગંધીવાળો.
leelã
( પિંગળ ) એ નામે એક માત્રામેળ છંદ. તેના દરેક ચરણમાં ૨૨ માત્રા હોય છે. અંતે ગુરુ હોય છે. તેમાં ૧૧મી માત્રા ઉપર યતિ આવે છે. તેમાં ૧, ૫, ૯, ૧૨, ૧૬ અને ૨૦ માત્રાએ તાલ આવે છે. વધુ + | ( પિંગળ ) એ નામે એક માત્રામેળ છંદ. તેમાં ૨૪ માત્રા હોય છે. તેમાં ૧૨ માત્રાએ યતિ આવે છે. તેમાં ૧, ૫, ૯, ૧૩, ૧૭ અને ૨૧ માત્રાએ તાલ આવે છે. વધુ + | ( પિંગળ ) એ નામે એક વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં ભગણ, નગણ અને ગુરુ હોય છે. | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ અષ્ટિ છંદનો એક ભેદ છે. તેને નીલ છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં પાંચ ભગણ અને ગુરુ મળી સોળ અક્ષર હોય છે. | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ નિશાની છંદનો એક ભેદ છે. તેમાં ૧૦ ગુરુ અને ૩ લઘુ મળી ૫૩ અક્ષર હોય છે. | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ બૃહતિ છંદનો એક ભેદ છે. તેમાં નગણ યગણ અને જગણ મળી ૯ વર્ણ હોય છે. વધુ + | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ શર્ક્કરી છંદનો એક ભેદ છે. તેમાં તગણ, ભગણ, યગણ, જગણ, ગુરુ અને લઘુ મળી ચૌદ વર્ણ હોય છે. તેમાં સાતમા અક્ષર પછી યતિ કે વિસામો આવે છે. વધુ + | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે વર્ણદંડક કહેવાય છે. તેમાં નગણ, ગુરુ અને ચૌદ રગણ મળી ૪૬ વર્ણ હોય છે. વધુ + | ( પિંગળ ) એ નામે ચોવીશ માત્રાનો એક માત્રામેળ છંદ. તેમાં ૭, ૭, ૭ અને ૩ માત્રાએ વિરામ આવે છે એને અંતે સગણ હોય છે. | ( પિંગળ ) એ નામે બાર માત્રાનો એક છંદ. તેના અંતમાં એક જગણ હોય છે. | ( પિંગળ ) એ નામે સાત અક્ષરનો એક અક્ષરમેળ છંદ; કલ્પમુખી. તે ઉષ્ણિક છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં ભગણ, તગણ અને ગુરુ એમ સાત અક્ષર હોય છે. | ( પિંગળ ) એ નામે સાત અક્ષરનો એક અક્ષરમેળ છંદ; શંતનુ. તેના દરેક ચરણમાં ભગણ, તગણ અને એક લઘુ એમ સાત અક્ષર હોય છે. | શ્યામ રંગનો ઘોડો; આસમાની રંગની ઝાંય મારતો ઘોડો. | અદ્ભુત કરામત; અજાયબી; અદ્ભુત ખેલ; તમાશો; ચમત્કારી બનાવ. | અવતારે કરેલાં વિચિત્ર કામ. વધુ + | આનંદ; ક્રીડા; ગમ્મત; ચેષ્ટા; વિષયી રમત; વિનોદ; ભોગવિલાસ; શૃંગાર વગેરેથી થયેલી ચેષ્ટા. વધુ + | કળા; છટા; ગુણકર્મની શોભા; ઠાઠ; રચના. | ચોપન માંહેની એક વાયુદેવતા. | નાટક. વધુ + | ભાવના. | મધુર કૃતિ; રસમય સૃષ્ટિ. | મનુષ્યોના મનોરંજન માટે કરેલા ઈશ્વરાવતારોનો અભિનય; ચરિત્ર. | વિલાસબુદ્ધિ; ક્રીડાબુદ્ધિ. | સૌંદર્ય. | ( કાવ્ય ) હાવના અગિયાર માંહેનો એક ભેદ; પ્રિયાનુકરણ. પ્રેમવિવિશ થઈ પ્રિયાપ્રિયતમના અન્યોન્ય વેષ ધારણ કરવાને લીલા હાવ કહે છે.
lobh
કોઈ વસ્તુ મેળવી લેવાની તીવ્ર ઇચ્છા; તૃષ્ણા; લાલચ; લાલસા; લોલુપતા. વધુ + | ( જૈન ) જેને લીધે મનુષ્ય કોઈપણ પદાર્થનો ત્યાગ કરી શકતો નથી તેવું એક મોહનીય કર્મ. | ( પુરાણ ) બ્રહ્મદેવના પૃષ્ઠભાગથી ઉત્પન્ન થયેલા અધર્મની સંતતિમાંહેનો એક પુત્ર. | વધારે પડતી કરકસર; કૃપણતા. | ( સંગીત ) સ્કંધક ગીતિની જાતનો એક પ્રચૂર્ણ ગીતિ માત્રામેળ છંદ; ભૂપાલ.
lok
કર્મફળ ભોગવવાનાં માનેલ જુદાં જુદાં વિશ્વના સ્થાન કે જગત. ઉપનિષદોમાં બે લોક માનેલા છેઃ આ લોક અને પરલોક. નિરુક્તમાં ત્રણ લોકનો ઉલ્લેખ મળે છેઃ પૃથ્વી, અંતરિક્ષ અને દ્યુલોક અથવા સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. તે મહાવ્યાહૃતિ કહેવાય છે. આ ત્રણ મહાવ્યાહૃતિયોની જેમ મહઃ, જનઃ, તપઃ અને સત્ય એમ બીજા ચાર શબ્દ છે. જે ત્રણે મહાવ્યાહૃતિઓની સાથે મળીને સપ્તવ્યાહૃતિ કહેવાય છે. આ સાતે મહાવ્યાહૃતિઓનાં નામ ઉપરથી પૌરાણિક કાળમાં સાત લોકની કલ્પના થઈ. તે આ પ્રમાણે છેઃ ભૂલોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક અને સત્યલોક. પાછળથી તેની સાથે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ મેળવીને ચૌદ લોક કરવામાં આવ્યા. આ પ્રમાણે ચૌદ લોક કે ભુવન માનેલા છે. સાંખ્ય અને વેદાંત પ્રમાણે લોક આઠ છેઃ બ્રહ્મલોક, પિતૃલોક, સોમલોક, ઇંદ્રલોક, ગંધર્વલોક, રાક્ષસલોક, યક્ષલોક અને પિશાચલોક. | કોમ; જાતિ; વર્ગ. જેમકે, કોળીલોક, ધોબીલોક. | ખુલ્લી જગ્યા; અવકાશ. | ( પિંગળ ) ચૌદ સૂચક સાંકેતિક શબ્દ. વાસ્તવિક રીતે લોક ચૌદ હોવાનું મનાય છે. | ( જૈન ) જે સ્થાનમાં છ પદાર્થ જણાય છે તે. લોકમાં અનંતાનંત પરમાણુઓ વગેરે છ એ દ્રવ્યો છે, તે બધી ચીજોનિશ્ર્ચયથી એકત્વનિશ્ર્ચયને પ્રાપ્ત છે. | ( જૈન ) જેમાં ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો સ્થિત છે તે આકાશભાગ. | જોવું તે. | તર્કશક્તિ અને બુદ્ધિવાળાં પ્રાણીઓથી વસાયેલો દેશ, ભૂમિ, ખંડ, વગેરે. | ( પિંગળ ) ત્રણ સૂચક સાંકેતિક શબ્દ. વાસ્તવિક રીતે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણ લોક મનાય છે. | દીપવું તે. | દુનિયા; ખલક; આલમ; મૃત્યુવશ જીવસૃષ્ટિ; સંસાર; જેમાં પૃથ્વી પાણી વગેરે જીવો જોવામાં આવે છે તે. | દૃશ્ય; દેખાવ. | નહિ જાણીતાં વસતિમાંનાં માણસ; જન; સમાજ; જનતા; જનસમૂહ. | પ્રજા; રૈયત. | પ્રાણીની વસતિવાળો આકાશસ્થ જ્યોતિ. વધુ + | માનવ જાતિ; માનવ; માણસ. | શરીર. વધુ + | ( પિંગળ ) સાત સૂચક સાંકેતિક શબ્દ. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, મહઃ; જન, તપઃ અને સત્ય એમ સાત લોક મનાય છે. | સામાન્ય ઉપયોગ; લૌકિક પ્રયોગ. | સામાન્ય જીવન. | સૂર્ય આદિના પ્રકાશવાળું સ્થળ. વધુ +

M

mad
અજ્ઞાન. | અભિમાન; ખુમારી; અહંભાવ; ગર્વ; ધન, યૌવન બળ, વિદ્યા, અધિકાર વગેરેનો જુસ્સો કે તોર. બહારના પદાર્થોની પોતાને મોટા માનવો તે જેમ મદ છે, તેવી રીતે મારી જાતિ હલકી, કુળ હલકું વગેરે પ્રકારે બહારના પદાર્થોથી પોતાને હલકો ગણવો તે પણ મદ છે. અન્ય વ્યક્તિઓ સાથે પોતાના માનેલા સામર્થ્યાદિની અપેક્ષાથી પોતાને સરખાવીને પોતાનામાં ઉત્તમતાનો ભાવ ધારણ કરવો અને તેની અપેક્ષાથી અન્યને અધર્મરૂપ ગણવાં એ પ્રકારની અંતઃકરણની સ્થિતિનો અનુભવ તવો તેને પણ મદ કહે છે. વિદ્યામદ, ધનમદ અને કુળમદ એમ શાસ્ત્રમાં ત્રણ પ્રકારના મદ કહેલ છે. બીજા પણ આઠ જાતના મદ ગણાવાય છેઃ (૧) ભૂમિમદ, (૨) જલમદ, (૩) અગ્નિમદ, (૪) વાયુમદ, (૫) આકાશમદ, (૬) સૂર્યમદ, (૭) ચંદ્રમદ અને (૮) આત્મમદ. જૈન મત પ્રમાણે આઠ પ્રકારના મદ આ પ્રમાણે છેઃ (૧) જાતિ, (૨) કુળ, (૩) બલ, (૪) તપ, (૫) જ્ઞાન, (૬) રૂપ, (૭) લાભ અને (૮) ઐશ્વર્ય. વધુ + | આઠની સંજ્ઞા. | આનંદ; હર્ષ; આમોદ. | ઇશ્કનો ઉન્માદ; ઇશ્કનો જુસ્સો; કામવિકાર; કામ; મદન. | ( પુરાણ ) એ નામનો એક બ્રહ્મપુત્ર. | એ નામનો એક ભયંકર દાનવ. ઇંદ્રનો પરાભવ કરવા માટે ચ્યવન ઋષિએ તેને અગ્નિમાંથી ઉત્પન્ન કર્યો હતો. એક જડબામાં પૃથ્વી અને બીજામાં આકાશ સમાઈ જાય એવું તેનું મુખ હતું. | એ નામનો એક રોગ. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ષટ્પદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૯૪ લઘુ અને ૨૯ ગુરુ મળી ૧૫૨ માત્રા હોય છે. પ્રાકૃતમાં તેને મઅ કહે છે. | એક જાતનો મૃગ. | કલ્યાણકારક વસ્તુ. | કસ્તૂરી. | કેફ; કેફની ખુમારી; નશો; ઘેન. | ગાંડપણ. | જુવાની ખીલવાથી હાથીના ગંડસ્થલમાંથી નીકળતો રસ; મધ; મધુ; હાથીના ગંડસ્થલમાંથી છૂટતું ઝરણું. વધુ + | જોબન અને સ્વરૂપનું વિસ્તારથી ગર્વપૂર્વક વર્ણન કરવું તે. | તોર; છાક; ઉદ્ધતાઈ; છાકટાપણું. | દશ માંહેનો એક હાવ. સૌંદર્ય અને યૌવનનો જ્યાં ગર્વ બતાવવામાં આવે એ મદ હાવ કહેવાય છે. | દારૂ; મદિરા. વધુ + | નદ. | પ્રમાદ. | ફળફૂલ પાક્તાં તેમાંથી નીકળતો રસ; ફળફૂલમાંથી ટપકતો મીઠો રસ. | બુદ્ધિનો ભ્રમ. | ભરજુવાની. | મનોવિકાર; એક વ્યભિચારી ભાવ. | મરડ. | ( પુરાણ ) રામચંદ્રના સુજ્ઞ નામના મંત્રીનો એ નામનો પુત્ર. | વીર્ય. | સંચારી ભાવના તેત્રીશ માંહેનો એ નામનો એક ભેદ. મદિરાદિકના સેવનથી હર્ષાધિક્ય સહિત ક્ષોભને મદસંચારી કહે છે. | અધિકાર. | અમુક શબ્દો હિસાબમાં લખવાની ખાસ રીત. | અરબી-ફારસીમાં । અલિફ ઉપર તેનો લાંબો ઉચ્ચાર એટલે `આ` કરવા માટે લખાતી નિશાની. જ્યારે અલિફ ઉપર આ નિશાની કરવામાં આવે છે, ત્યારે તેનો ઉચ્ચાર અ ને બદલે આ થાય છે અને આવા અલિફને અલિફે મમદુદા કહેવામાં આવે છે. | કલમ. | ખાતું. | પૂરની ભરતી. | ફકરાની શરૂઆત બતાવતી નિશાની. | લંબાવવું તે; વિસ્તાર. | શીર્ષક. | હિસાબનો વિષય. | હિસાબ લખવાને મથાળે દોરવામાં આવતી લાંબી લીટી.
madhyã
( પિંગળ ) અક્ષરમેળ છંદની એક જાત; મધ્યમાં. તેના દરેક ચરણમાં ત્રણ અક્ષર આવે છે. આ જાતના મંદર, નારી, રાશી અને મૃગી પ્રસિદ્ધ છંદો છે. | ( કાવ્ય ) એક પ્રકારની નાયિકા; નાયિકાનો એક ભેદ. જે નાયિકાની અવસ્થામાં લાજ અને મદનની સમાનતા હોય, તેને મધ્યા કહે છે. આ અવસ્થા ઘણી જ સૂક્ષ્મ અને અચિરસ્થાયી હોય છે. મધ્યા અને મુગ્ધાના ભેદ કેવળ સ્વક્રિયામાં જ માનવામાં આવે છે. કેટલાક કવિ તેના (૧) ઉન્નતયૌવના, (૨) ઉન્નતમદના, (૩) પ્રગલ્ભવચના અને (૪) સુરતિવિચિત્રા એવા ચાર ભેદ બતાવે છે. | ( જ્યોતિષ ) ગ્રહોની એક જાતની ગતિ. | યુવાન સ્ત્રી; મુગ્ધા અને પ્રૌઢા વચ્ચેની સ્ત્રી કે નાયિકા; મધ્યમા; રાજસ્વલા થવા લાગેલી કન્યા; નાની યે નહિ અને આધેડ પણ નહિ એવી જુવાન સ્ત્રી. વધુ + | વચલી આંગળી. | વાણી ઉચ્ચારની ચાર માંહેની એક રીત. | શ્રુતિના પાંચ માંહેનો એક પ્રકાર. તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છેઃ દીપ્તા, આયતા, મૃદુ, કરુણા અને મધ્યા.
madhyam
( વ્યાકરણ ) ઉચ્ચારના આઠ સ્થાનકો માંહેનો એક ભાગ. | ( સંગીત ) એ નામનો રાગ. | એક ઉપપત્તિ ભેદ. | એક જાતનું હરણ. | ત્રણ માંહેના એ નામના એક પ્રકારનો ગાયક. | ( કાવ્ય ) નાયકનો એક પ્રકાર. | પ્રિયતમાને માનમાં ભરાયેલી જોઈ સમાન રહેતો પુરુષ. | મનુષ્યોમાં ષટ્પુરુષ ચરિત્રનો એક ભાગ. | મિતાહાર. | વચલો પક્ષ; વચલો ગાળો. | શિવનાં હજાર માંહેનું એક નામ. | સમાન સ્વર. | ( સંગીત ) સંગીતના સાત માંહેનો ચોથો સ્વર; મધ્યમ સ્વર બોલતાં વાયુ,, નાભિ અને હૃદય એટલે મધ્યસ્થાને સ્પષ્ટ થઈ આનંદ આપે છે તેથી મધ્યમ. તે કંઠમાંથી ઉત્પન્ન થાય છે અને ચાળીસ વર્ષની ઉમરે ઘણું કરીને પૂર્ણ રીતે નીકળી શકે છે. તેનો અવાજ કૌંચ પક્ષીનાં અવાજ સરખો છે. પાડી મધ્યમ સ્વરે બેં બેં કરે છે. ઝાલરમાંથી પણ મધ્યમ સ્વર નીકળે છે. સ્વરસ્થાન કંઠ એટલે ગળાનું છે અને રંગ શ્યામ, મિશ્રલાલ અને કવચિત્ મોગરા સરખો છે. તેનો અધિષ્ઠાતા ગ્રહ રવિ અને અધિષ્ઠાતા દેશ પશુપતિ વિકલ્પે ઈંદ્ર છે. મુખ્ય છંદ બૃહતી છે તેમ જ હાસ્ય તથા શૃંગારરસ પ્રધાન છે. આ સ્વર ઉષ્ણ અને શુષ્ક ગણાય છે. તે વર્ષાઋતુને અનુકૂળ છે. રાગોમાં તે માલકોશ, કેદારો, ભૈરવી ઇત્યાદિમાં અનુકૂળ અને ભુપાલી, કલ્યાણ તથા બિભાસ વગેરેમાં પ્રતિકૂળ છે. | એક પ્રકારનું કાવ્ય. જો વ્યંગ્ય અર્થ વાચ્યના કરતાં ઉત્કૃષ્ટ ન હોય તો કાવ્યને મધ્યમ કે ગુણીભૂત વ્યંગ્ય કહે છે. કાવ્યના સામાન્ય રીતે ત્રણ પ્રકાર ગણવામાં આવે છેઃ (૧) ઉત્તમ કે ધ્વનિ, (૨) મધ્યમ કે ગુણીભૂતવ્યંગ્ય, (૩) અધમ કે ચિત્ર. | કમર; શરીરનો વચલો ભાગ; મધ્ય. | ચંદ્રની પ્રદક્ષિણાના વખતનું મધ્યમ માન. સર્વ નક્ષત્રોમાંથી ચંદ્રની એક પ્રદક્ષિણા થવાને મધ્યમમાન લેતાં શુમારે ૨૭ દિવસ ૧૯ ઘડી ચંદ્રને લાગે છે. કોઈ કોઈ વાર તેમ કરતાં કેટલીક ઘડી ચંદ્રને લાગે છે. કોઈ કોઈ વાર તેમ કરતાં કેટલીક ઘડી કમતી થાય છે, તો કોઈ કોઈ વાર વધારે ઘડી લાગે છે. આવી રીતનાં વધતા ઓછાં મનમાંથી સરસરી જે તારવી કાઢેલું માન તેને જ્યોતિષશાસ્ત્રમાં મધ્યમ કહે છે. | ( સંગીત ) ત્રણ માંહેનું બીજું ગ્રામ. જેમ કુટુંબીઓ સંપીને એક ઘરમાં રહે છે, તેમ સ્વરો અને શ્રુતિઓ પણ એક સાથે સમૂહોમાં ગોઠવાય છે. તેઓના તે સમૂહ ગ્રામ કહેવાય છે. એવા ગ્રામ ત્રણ છેઃ ષડ્જ, મધ્યમ અને ગાંધાર. મધ્યમ ગ્રામને જીમૂત પણ કહેવાય છે. તેમાં મધ્યમ સ્વર ત્રણ શ્રુતિ લઈ મુખ્ય સ્થાને રહે છે. પંચમ ત્રણ શ્રુતિ, નિષાદ ત્રણ શ્રુતિ અને બીજા સ્વર પોતાની શ્રુતિ રાખી રહે છે. આ ગ્રામની ઉત્પત્તિ ભુવર્લોકમાંથી છે. તેના દેવ વિષ્ણુ છે. | શતપથ બ્રાહ્મણના બારમાં કાંડનું નામ. | ( ગણિત ) સરાસરી; સાધારણ; ` મીન `. | મધ્યમસરનું. | વચલા વાંઘાનું; સાધારણ. વધુ + | વચલું; વચ્ચેનું; બે છેડાની વચમાનું. | વેદમાં વપરાયેલું રુદ્રનું એક વિશેષણ. | સારું તેમ જ નરસું એવું.
madhyamã
( પિંગળ ) ત્રણ વર્ગનો એક સમવૃત્ત છંદ. તેના આઠ ભેદ છે. તેને મધ્યા પણ કહે છે. આ જાતના મંદર, નારી અને મૃગી વગેરે પ્રસિદ્ધ છંદો છે. | કમળની દાંડી. | કવિતામાં વર્ણવાતી શૂરવીર સ્ત્રીઓનો એક પ્રકાર. | કાકોલી વનસ્પતિ. | જેને નવો અચકાવ આવેલો હોય એવી નારી; યુવતી; જુવાનીમાં આવેલી સ્ત્રી; જેને ઋતુધર્મ દેખાયો હોય તેવી સ્ત્રી; પ્રથમ ઋતુ પ્રાપ્ત થયેલ સ્ત્રી; મધ્યમિકા; રાજસ્વલા સ્ત્રી. | ( ગણિત ) ત્રિકોણના શિરોબિંદુને સામી બાજુના મધ્યબિંદુ સાથે જોડનારી સુધી લીટી. | નાયિકાનો એક પ્રકાર; નહિ નવોઢા કે નહિ પ્રૌઢા એવી નાયિકા. | ( કાવ્ય ) પતિના થોડા દોષથી માન ધરે પણ પરિણામે માન તજી જનારી સ્ત્રી. | પુષ્પના ગુચ્છા માંહેનું વચલું પુષ્પ. | પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં બનતી દશ માંહેની એ નામની એક જાતની નાની હોડી. તે ૨૪ હાથ લાંબી, ૧૨ હાથ પહોળી અને ૮ હાથ ઊંચી બનાવાતી. | મધ્ય પરિમાણ; સરેરાશ. | મોંમાં થતો શબ્દોચ્ચાર. | યોગિઓની ભાષા. વધુ + | ( સંગીત ) રાગની સાત માંહેની એક જાતિ. | વચલી આંગળી. | વાણીના ચાર માંહેનું એ નામનું એક રૂપ; વાણી ઉચ્ચારવાની ચાર માંહેની ત્રીજી રીત; વચલી શબ્દોચ્ચાર પદ્ધતિ; વૈરાટ કંઠમાંની વાણી. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એમ વાણીના ચાર રૂપ છે. વૈરાટના હૃદયાકાશને પામી પશ્યંતી થાય છે, કંઠને પામી મધ્યમા થાય છે, મુખને પામી વૈખરી સંજ્ઞાને પામે છે અને પછી અકાર, ઉકાર અને મકાર એ ત્રણ વર્ણ રૂપે થઈ, ઉત્તરોત્તર બાવન અક્ષર રૂપે અને વેદ રૂપે થઈ સર્વશાસ્ત્ર રૂપે થાય છે. હૃદયના સંયોગથી ઉત્પન્ન થયેલી વાણી તે મધ્યમાં કહેવાય છે. મધ્યમા વાણીનો વાસ મુખમાં હોય છે. | ( જ્યોતિષ ) હસ્ત નક્ષત્રમાં પાંચ માંહેના ત્રીજા તારાનું નામ.
Mahã
ઉત્સવ. | છાશ. | તેજ. | બિકાનેરના તાઝીમી પટ્ટેદારો તરફથી ખેડૂતો પાસેથી લેવાતો એ નામનો કર. | ભૈરવ. | માધ માસ; વિક્રમ સંવતનો ચોથો મહિનો. | યજ્ઞ. | શિવ. | એ નામે એક જાતનો વેલો. | ગંગાનાં હજાર માંહેનું એક નામ. | ગાય. | સીતાનાં હજાર માંહેનું એક નામ. | એકસોઆઠ માંહેની એ નામની એક ઉપનિષદ. | ગંભીર. | તાજું. | પવિત્ર. | બહુ; ઘણું. | મોટું; વિશાળ; ઉન્નત; ઊંચું; શ્રેષ્ઠ. કર્મધારય અને બહુવ્રીહિ સમાસ તથા કેટલાક અનિયમિત શબ્દોના આદિમાં વપરાય છે. | ઘણું હોય તેવી રીતે.
Mahã-Mãyã
એ નામનો એક અસુર. | ( પિંગળ ) એ નામે એક આર્યા માત્રામેળ છંદ; મહામઇયા. આ છંદ આર્યા છંદનો એક ભેદ છે. તેમાં ૨૭ લઘુ અને ૧૫ ગુરુ મળી ૪૨ વર્ણની ૫૭ માત્રા હોય છે. | વિષ્ણુ. | શિવ. | આદિ માયા; દુર્ગા; ભગવતી; અંબા; જગતના કારણભૂત અધિષ્ઠાત્રી દેવી. | કજિયાખોર સ્ત્રી; કર્કશા. | કલિ નામના રાજ્યના રાજા અંજનની એ નામની દીકરી. તેને શુદ્ધોદન રાજાથી સિદ્ધાર્થ બુદ્ધ નામનો પુત્ર જન્મ્યો હતો. | કુદરત; મૂળ પ્રકૃતિ. વધુ + | ગંગાનાં હજાર માંહેનું એક નામ. | ગોકુલના નંદ રાજાની એ નામની દીકરી. તેનો અને કૃષ્ણનો જન્મ સાથે થયો હતો અને કૃષ્ણ સાથે તેને અદલબદલ કરવામાં આવી હતી. | ચોસઠ માંહેની એ નામની એક યોગિની. | જગતનું મિથ્યાપણું. | જેનાથી ભૌતિક જગત સત્ય જણાય છે તે માયા. | નર્મદાનાં હજાર માંહેનું એક નામ. | બ્રહ્મ. તેને બે રીતે કલ્પવામાં આવે છે. એક તો તેના ભયંકર રૌદ્ર સ્વરૂપમાં નાશકારક મૂર્તિ તરીકે અને બીજામાં ઉત્પાદક કલ્યાણકારી શક્તિ તરીકે. તેના કલ્યાણકારી સ્વરૂપમાં તેને સરસ્વતી અને લક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે. | મધ્યરાત્રિનો સમય. | મહાનિયતિ. | લક્ષ્મી. | સંસારનો ખોટો મોહ. | સીતાનાં હજાર માંહેનું એક નામ. | સ્ફૂર્તિની નિમિષ.
Mahãbhãrat
કૌરવ અને પાંડવ વચ્ચે થયેલા યુદ્ધ ઉપર વ્યાસે લખેલું એક લાખ શ્લોકવાળું એક સંસ્કૃત વીરરસ પ્રધાન મહાકાવ્ય. તેનાં અઢાર પર્વ આ પ્રમાણે છેઃ (૧) આદિપર્વઃ પ્રસ્તાવના, વંશવ્યાખ્યાન, પાંડવકૌરવ જન્મ, દ્રૌપદીસ્વયંવર, (૨) સભાપર્વઃ હસ્તિનાપુરમાં રાજપુત્રોની સભા, યુધિષ્ઠિરે રાજ્ય ખોવું, વનવાસ, (૩) વનપર્વઃ કામ્યક અરણ્યમાં પાંડવનિવાસ, નળ રાજાની વાત, (૪) વિરાટપર્વ; તેરમાં વર્ષમાં પાંડવોનો પરાક્રમ, (૫) ઉદ્યોગપર્વઃ પાંડવ અને કૌરવ બંને પક્ષની લડાઈની તૈયારી, (૬) ભીષ્મપર્વઃ ભીષ્મના સેનાધિપતિપણા નીચે લડાઈ, (૭) દ્રોણપર્વઃ દ્રોણના સેનાધિપતિપણા નીચે લડાઈ, (૮) કર્ણપર્વઃ કર્ણના સેનાધિપતિપણા નીચે લડાઈ, (૯) શલ્યપર્વઃ શલ્યના સેનાધિપતિપણા નીચે લડાઈ, દુર્યોધનનું ઘાયલ થવું, ત્રણ સિવાય બધા કૌરવોનું માર્યા જવું. (૧૦) શોપ્તિકપર્વઃ બાકી રહેલા ત્રણ કૌરવોનો રાત્રિનો અણચિંતવ્યો હલ્લો, (૧૧) સ્ત્રીપર્વઃ ગાંધારીનો શોક, (૧૨) શાંતિપર્વઃ રાજધર્મ ઉપર ભીષ્મનો સંવાદ, યુધિષ્ઠિરને આશ્વાસન, (૧૩) અનુશાસનપર્વઃ ભીષ્મસંવાદ ચાલુ, ભીષ્મ મૃત્યુ, (૧૪) અશ્વમેધિકપર્વઃ યુધિષ્ઠિર અશ્વમેઘ યજ્ઞ કરે છે, (૧૫) આશ્રમપર્વઃ ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનું વનવાસમાં જીવન વ્યતીત કરવા જવું, તેઓનાં મૃત્યુ, (૧૬) મૌસલપર્વઃ કૃષ્ણ અને બલરામનું મૃત્યુ, દ્વારકા ઉપર દરિયો ફરી વળવો, યાદવોનો નાશ, (૧૭) મહાપ્રસ્થાનિકપર્વઃ યુધિષ્ઠિરનો રાજત્યાગ, હિમાલય તરફ પ્રયાણ, (૧૮) સ્વર્ગારોહણપર્વઃ યુધિષ્ઠિરનું પાંડવો અને દ્રૌપદી સાથે સ્વર્ગમાં દાખલ થવું. મહાભારતમાં ૨,૨૦,૦૦૦ લીટીઓ છે. તે સુંદરતા તેમ જ લંબાઈમાં બધાં મહાકાવ્યોમાં ઉત્તમ છે. શ્રી ચિન્તામણરાવ વૈદ્ય આ ગ્રંથનાં ત્રણ રૂપ માને છે અને તેના સમર્થનમાં પ્રમાણ બતાવે છે કે, મહાભારતમાં જ કહેલું છે કે, મહાભારત સૌતિએ નૈમિષારણ્યના સત્રમાં શૌનકાદિ ઋષિઓને કહ્યું, જે સૌતિએ વૈશંપાયન પાસેથી સાંભળ્યું હતું. વળી વૈશંપાયન જનમેજયને કહે છે કે, પોતે જે કહે છે, તે એમણે વ્યાસ પાસેથી સાંભળ્યું હતું. મહાભારતના નામાભિધાન વિષે કહેવાય છે કે, સુરગણે એક પડખે ચારે વેદ અને એક પડખે ભારત તોળી જોયાં, તે વેદ કરતાં ભારત અધિક નીકળ્યું, એટલે તેને મહાભારત કહેવા માંડ્યાં. તેમ જ ભરત મહારાજના કુળનો ઇતિહાસ હોવાથી તે મહાભારત કહેવાયું. ભારતનું યુદ્ધ ઈ.સ. પૂર્વે ૩૧૦૨માં થયું. તેના ઉપર વ્યાસે જય નામની કવિતા લખી. વૈશંપાયને તેને વધારીને ભારત નામની કવિતા ઈ.સ. પૂર્વે ૧૨૦૦માં બનાવી હતી અને તેમાંથી સૌતિએ ઈ.સ. પૂર્વે ૨૫૦ના સમયમાં મહાભારત બનાવ્યું. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કેઃ મહાભારત અને મહાન રાષ્ટ્રીય ગ્રંથ છે. એ ગ્રંથમાં ભારતનો આત્મા જળવાયેલો છે. એ ગ્રંથમાં લોકોનાં દુઃખો અને યાતનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને શાંતિ માટેનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથ સૈકાઓ સુધી માનવતાના લાભ માટે એક મહાન સ્મારક તરીકે રહેશે. મહાભારત યુવાનોમાં જ્ઞાન પૂરે છે અને માનવતા સમક્ષ પડેલા અંધકારમય માર્ગો ઉપર પ્રકાશ પાથરે છે. આનંદશંકર ધ્રુવ કહે છે કેઃ મહાભારતના યુદ્ધમાં દુર્યોધન અને તેના પક્ષનો વિનાશ થાય છે, એટલું જ નહિ પરંતુ વિજયવંત પાંડવો અને કૃષ્ણની નેતાગીરી નીચેના એમના મિત્રો વૃષ્ણીઓ પણ નાશ પામે છે. યુદ્ધમાં કરેલાં રુધિરથી ખરડાયેલાં કર્મોનો પશ્ર્ચાત્તાપ તવાથી પાંડવો અવસાન પામે છે અને વૃષ્ણીઓ મદિરાથી મત્ત બનીને પરસ્પર વિનાશ કરે છે. અમર આર્યાવર્તમાં લખ્યું છે કેઃ મહાભારત ગ્રંથ બહુ જ મહત્ત્વનો હોઈને હિંદુ લોકો તેને પાંચમો વદે ગણે છે. રામાયણની માફક મહાભારત પણ દરેક હિંદુ કુટુંબમાં રસપૂર્વક સંભળાવવામાં આવે છે, કેમકે પાંડવકૌરવના યુદ્ધના વર્ણન ઉપરાંત તેમાં બીજી ઘણી રસિક અને સુબોધ આડકથાઓ આવેલી છે. શિવાજી મહારાજને હિંદુ રાજ્ય સ્થાપવાનું મન મહાભારતની કથા સાંભળીને થયું હતું. મહાભારતમાં ભીષ્મ અને શ્રીકૃષ્ણ ખાસ તરી આવે છે. ભીષ્મપિતામહ કૌરવોના પક્ષમાં હોવા છતાં શ્રીકૃષ્ણના પરમ ભકત હતા. તે અત્યંત સ્વાર્થત્યાગી, પ્રતિજ્ઞા પાળનાર, બ્રહ્મચારી અને તપસ્વી હતા. મરણ થતા પહેલાં એમણે બાણની પથારી ઉપર સૂતાં સૂતાં યુધિષ્ઠિર વગેરેને રાજધર્મ તથા મોક્ષધર્મ બહુ સારી રીતે સમજાવ્યા હતા. મહાભારતના શાંતિપર્વ માંહેનો ભીષ્મપિતામહનો આ બોધ અપૂર્વ ગણાય છે. મહાભારત વાંચવાથી તે સમયના એટલે ગીતાયુગના આર્યોની સ્થિતિનો ખ્યાલ આવે છે. તે વખતના આર્યો લગભગ આખા હિંદુસ્તાન ઉપર ફરી વળ્યા હતા. બ્રાહ્મણો પૂજ્ય ગણાતા અને ઘણાખરા બ્રાહ્મણો યુદ્ધમાં લડવા જતા, વિદ્યાર્થીઓના આશ્રમો ચલાવતા. દ્રોણ અને અસ્વત્થામા બ્રાહ્મણ છતાં ક્ષત્રિયોથી પણ ઘણું સારું લડી જાણતા. રાજાઓ ધર્મ અને નીતિ પ્રમાણે રાજ્ય ચલાવતા. શાસ્ત્ર જાણનાર બ્રાહ્મણોને તેઓ સન્માન આપતા. તેઓ મોટાં મોટાં સૈન્યો રાખતા. તે વખતનું સૈન્ય ચતુરંગ એટલે હાથી, ઘોડા, રથ ને પાયદળનું એમ ચાર અંગનું બનેલું હતું. સૈન્યની રચનામાં ચક્રાવો વગેરે જાતજાતના વ્યૂહ ગોઠવવામાં આવતા. મોટા યોદ્ધાઓ રથમાં બેસીને લડતા અને દરેક યોદ્ધો પોતાના રથ તથા ઘોડાઓને ધજા વગેરેથી શણગારતો. મહાભારતમાં દિવ્ય અસ્ત્ર એટલે બંદૂક અને તોપ જેવાં લડવાનાં હથિયારોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. વૈશ્યોનો મુખ્ય ધંધો ખેતીનો હતો. લોકો વેપારમાં પણ સારી રીતે આગળ વધેલા હતા. કપાસ, શણ, ઊન, રેશમ, લાખ, રંગ, વેગેરના હુન્નરો તેઓ જાણતા. તે વખતે આર્યો દેશાવરનો વેપાર પણ ખેડતા. સ્ત્રીઓ ભણેલી હતી અને સંગીત, નૃત્ય વગેરે કળા જાણતી. દ્રૌપદી, કુંતા, સુભદ્રા વગેરે સ્ત્રીઓ નીડર, ચતુર અને કળામાં કુશળ હતી. પુરુષો પોતાનાથી હલકી જાતિની સ્ત્રી પરણી શકતા, પણ ઊંચી જાતિની સ્ત્રી હલકી જાતિના પરુષ સાથે લગ્ન કરી શકતી નહિ. શ્રીકૃષ્ણ જેવા સરજનહાર, ભીષ્મપિતામહ જેવા પ્રતિજ્ઞાપાલક, દ્રોણાચાર્ય જેવા આચાર્ય, યુધિષ્ઠિર જેવા ધર્મરાજા, અર્જુન જેવા આજ્ઞાપાલક, ભીમ જેવા યોદ્ધા, કર્ણ સમા દાનેશ્વરી, અભિમન્યુ જેવા વીર, વિદુર જેવા નીતિમાન ચંદ્ર સમા સદાને માટે પ્રકાશિત છે. ગીતા જેવો સર્વ કાળમાં સર્વને માટે સર્વ ક્ષેત્રમાં અતિ ઉપયોગી એવો અમૂલ્ય વારસો પણ ચંદ્રવંશ તરફથી મળેલ છે. | બહુ જ મોટો કોઈ ગ્રંથ. | મહાન યુદ્ધ કે લડાઈ. વધુ + | ગહન; બહુ અઘરું; કઠણ. | બહુ મોટું; જબરું. | ભયકારક; ભયંકર.
mãlã
( પિંગળ ) ઇંદ્રવજ્રા અને ઉપેંદ્રવજ્રા મળીને થતા ચૌદ ભેદ માંહેનો અગિયાર અક્ષરનો એક છંદ. તેનું પહેલું અને બીજું ચરણ ઉપેંદ્રજ્રાના માપનું તથા ત્રીજું અને ચોથું ચરણ ઇંદ્રવજ્રાના માપનું હોય છે. | ( પિગંળ ) એ નામનો એક અક્ષરમેળ છંદ. ભારતી; માલતી; હીમાલી; મારતી. તે ત્રિષ્ટુપ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં ત્રણ મગણ અને બે ગુરુ મળી અગિયાર અક્ષર હોય છે. વધુ + | ( પિંગળ ) એ નામનો એક અક્ષરમેળ છંદ; સ્ત્રક. તેના દરેક ચરણમાં ચાર નગણ અને સગણ મળી પંદર અક્ષર હોય છે અને છઠ્ઠા અક્ષર ઉપર વિસામો આવે છે. | ( પિંગળ ) એ નામે એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તેના પહેલા પદમાં ૩૬ લઘુ, એક રગણ અને બે ગુરુ મળી ૪૫ માત્રા હોય છે અને બીજા પદમાં આર્યાના ઉત્તરાર્ધ પ્રમાણે ૧૨ અને ૧૫ મળી ૨૭ માત્રા હોય છે. પહેલા દલમાં ૧, ૫, ૯, ૧૩, ૧૭, ૨૧, ૨૫, ૨૯, ૩૩, ૩૭, ૪૦ અને ૪૪ માત્રાએ તાલ અને બીજા દલમાં ૧, ૫, ૯, ૧૩, ૧૭, ૨૨ અને ૨૬ માત્રાએ તાલ આવે છે. | ( પિંગળ ) એ નામે એક માત્રાદંડક છંદ. તેમાં ૩૮ લઘુ અને ૧૭ ગુરુ મળીને ૫૫ વર્ણની ૭૨ માત્રા હોય છે. લઘુ ગુરુની વધઘટ કરતાં તેના ૧૩ ભેદ થાય છે. | ( પિંગળ ) એ નામે એક વર્ણદંડક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં બે નગણ, સાત મગણ અને એક ગુરુ મળી અઠ્ઠાવીશ અક્ષર હોય છે. વધુ + | ( પિંગળ ) ત્રિભંગી છંદના એકસઠ માંહેનો એક ભેદ; એક માત્રામેળ છંદ. તેમાં ૯૬ લઘુ અને ૧૬ ગુરુ મળી ૧૧૨ વર્ણની ૧૨૮ માત્રા હોય છે. | ( પિંગળ ) ત્રિષ્ટુપની જાતનો એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; ગ્રાહી; વિધ્વંક; પ્રાકારબંધ; ગંભીર. તેના દરેક ચરણમાં ત્રણ તગણ અને બે ગુરુ મળી અગિયાર અક્ષર હોય છે. | ( પિંગળ ) નિશાની છંદના બાર માંહેનો એક ભેદ; એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેમાં ર ગુરુ અને ૧૯ લઘુ મળી ૨૧ અક્ષર હોય છે. | ( પિંગળ ) પંચા છંદના એકવીશ માંહેનો એક ભેદ; એ નામનો એક માત્રામેળ છંદ. તેમાં ૨૨ ગુરુ અને ૨ લઘુ મળી ૨૪ વર્ણની ૪૬ માત્રા હોય છે. | ફૂલનો હાર. | ( પિંગળ ) બરવની જાતનો એક અર્ધ સમજાતિ માત્રામેળ છંદ તેમાં ૭ ગુરુ અને ૨૪ લઘુ મળી ૩૧ અક્ષર હોય છે. | બિકાનેરના તાઝીમી પટ્ટેદારો તરફથી ખેડૂતો પાસેથી લેવાતો એ નામનો એક કર. | માજલો; માળ. | વીશથી વધારે અક્ષરનો બનેલો એક મંત્ર. ચારથી નવ અક્ષર સુધીના મંત્રને બીજ મંત્ર, દશથી વીશ સુધીનાને મંત્ર અને અધિક અક્ષરવાળા મંત્રને માલા એવું નામ અપાય છે. | આગગાડી; ` ટ્રેન `. | ઉપનામ કે ઉપાધિની પરંપરા. | એ નામની એક નદી. | એ નામનું એક અમાનુષી અનિષ્ટ તત્ત્વ. | કંઠી. | કોઈ પણ વસ્તુની તેને મળતી એકત્રિત સંકલના. જેમકે, ગ્રંથમાલા. | ( શિલ્પ ) ગોળ આકૃતિ. | જપમાળા; સુમીરની. ભિન્ન ભિન્ન સંપ્રદાયોની માલા જુદા જુદા આકાર તથા પ્રકારની હોય છે અને તેનો ઉપયોગ પણ ભિન્ન ભિન્ન હોય છે. હિંદુઓની જપ કરવાની માલા ૧૦૮ દાણા કે મણકાઓની અથવા તેના અર્ધા, ચોથા કે છઠ્ઠા ભાગની હોય છે. ભિન્ન ભિન્ન સંપ્રદાયોના લોકો જુદા જુદા પ્રકારની માલાઓ ધારણ કરે છે. જેમકે, વૈષ્ણવ તુલસીની, શૈવ રુદ્રાક્ષની, શાક્ત રક્તચંદન, સ્ફટિક કે રુદ્રાક્ષની તથા અન્ય સંપ્રદાયના લોકો બીજા પદાર્થોની માલાઓ ધારણ કરે છે. જે માલામાં અઢાર કે નવ દાણા કે મણકા હોય છે તેને બેરખો કહે છે. વધુ + | જેબલિયા કાઢી અને દક્ષિણ હિંદુસ્તાન તરફ રહેતા અંત્યજની એ નામની એક જાતિ. | પુસ્તક. | મનમાની વસ્તુ મેળવવા કેટલીય વસ્તુઓની બક્ષિશ કરવી તે. | મણકાની માળા; તસબીહ; મણકા વગેરે પરોવી કરેલો હાર. માળા સામાન્ય રીતે ફૂલ, મોતી, લાકડા કે પથ્થરના મણકાઓની અથવા સોના ચાંદી વગેરે ધાતુઓના દાણાની એમ ઘણી જાતની બનાવવવામાં આવે છે. ફૂલોને કે મણકાઓને એક દોરામાં પરોવી લેવામાં આવે છે અને તેના બંને છેડાઓને એક મોટા ફૂલ કે દાણામાં બાંધી લેવામાં આવે છે. માળાઓ શોભાને માટે પણ ધારણ કરવામાં આવે છે. | માન આપવાની અથવા પૂજા કરનાની અઢાર માંહેની એક રીત. | વેદની આઠ માંહેની એક વિકૃતિ; વેદપાઠ કરવાની એક રીત. વેદની ક્રમ, જટા, શિખા, માલા, રથક્રમ, વરુણક્રમ, દંડક્રમ અને ધન એમ આઠ વિકૃતિ કહેવાય છે. | શ્રેણી; હાર; પંક્તિ. | સમૂહ. | એ નામની જાતિનું માણસ. | નાટકના છત્રીશ માંહેનું એક લક્ષણ. | એ નામની જાતિનું. | ( વ્યાકરણ ) બહુવચનનો અર્થ બતાવનાર શબ્દને અંતે વપરાતો એક શબ્દ. વધુ +
malãr
( સંગીત ) એ નામનો એક રાગ કહે છે કે આ રાગ બરાબર પદ્ધતિસર ગાવામાં આવે તો ગમે તે ઋતુમા વરસાદ આવે છે. નરસિંહ મહેતાએ મલાર ગાઈ ને વરસાદ આણ્યો હતો. આ રાગમાં ષડ્જ અને પંચમ સ્વરો વર્જ્ય છે. ચંદ્ર સપ્તકમાં ગાંધારસ્વર સુધી અને તાર સપ્તકમાં સપ્ત એટલે નિષાદસ્વર સુધી તેની વ્યાપ્તિ છે. વધુ + | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે કુંડલિયા છંદનો એક ભેદ છે. તેમાં ૩૨ ગુરુ અને ૮૮ લઘુ મળી ૧૨૦ વર્ણની ૧૫૨ માત્રા હોય છે. | મોરનો અવાજ; મોરનું બોલવું તે. | ( સંગીત ) હનુમંત મત પ્રમાણે મેઘ રાગની પાંચ માંહેની એક રાગિણી. ચોમાસામાં હરવખત તે ગાવી દુરુસ્ત છે. બીજી ઋતુઓમાં આ રાગિણી ગાવી દુરુસ્ત નથી. વર્ષાઋતુ સિવાય બીજી ઋતુઓમાં સવારમાં અથવા અર્ધરાત્રીએ તે ગાવી એમ કેટલાક કહે છે. જાતિ સંપૂર્ણ એટલે ખરજ શુદ્ધ રિખબ તીવ્ર ગાંધાર તીવ્ર, મધ્યમ કોમળ, પંચમ શુદ્ધ ધૈવત તીવ્ર, નિખાદ તીવ્ર અને કોમલ બંને એ પ્રમાણે સાતેય સ્વર આવે છે. ગ્રહસ્વર ખરજ છે. આ રાગિણી સારંગ, સોરઠ અને બિલાવલથી મિશ્ર છે. આ રાગિણીની ૧૧ જાતિ છેઃ શુદ્ધ મલહાર, ગોડ મલહાર, ધૂલિયા મલહાર, મલ્રહુન મલહાર, રામલસી મલહાર, સુરદાસ મલહાર, અથવા સૂર મલહાર, સાવંત મલહાર, મેઘાવલી મલહાર, વસંત મલહાર, હિંડોલ મલહાર અને સોરઠ મલહાર. | એ નામનું એક પ્રાણી. તેની શરીરરચના માછલીને મળતી આવે છે. તે સસ્તન પ્રાણી છે. તેના શરીર ઉપર વાળ હોતા નથી.
man
એક જાતની વનસ્પતિ; જટામાંસી. | ( પુરાણ ) બાર માંહેનો એ નામનો એક સાધ્યદેવ. | મણ; ચાલીસ શેરનું માપ. | મણિ; એક કીમતી પથ્થર. | શહેનશાહ અકબરના વખતનો એ નામે એક સોનાનો સિક્કો. તે ઇલાહી અને જલાલીના ચોથા ભાગનો હતો. | એ નામની ખુમાણ કાઠીની એક પેટા જ્ઞાતિ. | ઇચ્છા; મરજી; ભાવ; દાનત; ઝંખના. | ઉત્સાહ. | ( જૈન ) જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિ; વિચાર કરવામાં સહાયક એક પ્રકારનું સૂક્ષ્મ પરમાણુ. મનની એકાગ્રતામાં વિલક્ષણ શક્તિ હોય છે. એકલ્વ ધનુર્વિદ્યા મન એકાગ્ર કરીને શીખ્યો હતો. મહાન પુરુષો પ્રયત્નથી અને બ્રહ્મચર્યથી મનની એકાગ્રતા મેળવે છે. | ( કચ્છી ) દાબ. | દિલ; હૈયું; કાળજું; ચિત્ત; અંતઃકરણ, જ્યાંથી લાગણીઓનો જુસ્સો ઉભરાય છે તે અવયવ; બીજી ઇંદ્રિયોને તેમના કાર્ય કરવાની પ્રેરણા કરનાર ઇંદ્રિય; જ્ઞાનેંદ્રિય; સમજવાની, વિચારવાની અને ઇચ્છા કરવાની અંતરિંદ્રિય. ડૉ. જગદીશચંદ્ર બોઝની પ્રયોગશાળામાં એક યંત્ર છે. તે ઓરડીમાં માણસ આવે કે તરત જ તેના આવવાથી ઓરડીની હવાની ગરમીમાં જે અત્યંત સૂક્ષ્મ ફેરફાર થાય તે તે નોંધે છે. એટલે કે, નોંધનાર યંત્ર જેટલું વધારે ચોકસાઈવાળું, તેટલું તે સૂક્ષ્મ અને ચોક્કસ કામ કરી શકે. આપણું મન એવું જ યંત્ર છે. વસ્તુમાત્રની અનેકવિધ છાપ આપણા મન ઉપર પડે છે. સાંખ્યદર્શન અનુસાર દશ ઇંદ્રિયો, બુદ્ધિ, અંહકાર અને મન મળી તેર પ્રકારનાં કરણો છે. દશ ઇંદ્રિયો બાહ્યકરણ કહેવાય છે. બુદ્ધિ, અંહકાર અને મન એ અંતઃકરણ કહેવાય છે. ઇંદ્રિયોના વ્યાપારમાં મનનું પ્રાધાન્ય, મનના વ્યાપારમાં અહંકારનું પ્રાધાન્ય અને અંહકારના વ્યાપારમાં બુદ્ધિનું પ્રાધાન્ય છે. મનના સંબંધ સિવાય કેવળ ઇંદ્રિયોથી જ્ઞાન થતું નથી; માટે ઇંદ્રિળો કરતાં મન મુખ્ય છે. ભગવતી ભાગવતમાં લખ્યા મુજબ ઇંદ્રિયોમાં શ્રેષ્ઠ અંતઃકરણરૂપે પરમાત્માનાં પ્રતિબિંબવાળું સંશયાત્મક ઇંદ્રિયોને પ્રેરનારૂં, સ્વાધીન કરી શકાય નહિ એવું ચંચળ, નિરૂપણ કરી શકાય નહિ એવું અને અદશ્ય, જે બુદ્ધિનું રૂપ છે તે મન છે. પદાર્થપ્રવેશિકા અનુસાર સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ,સંસ્કાર એ આઠ ગુણો મનના છે. સાંખ્યદર્શન અનુસાર મન જ્ઞાનેંદ્રિય સ્વરૂપ છે અને કર્મેંદ્રિય સ્વરૂપ પણ છે, કારણ કે તે બંને પ્રકારની ઇંદ્રિયોનું પ્રવર્તક છે. મનુસ્મૃતિમાં પણ લખ્યું છે કે, અગિયારમું મન પોતાના સંકલ્પરૂપ ગુણથી ઇંદ્રિય પણ છે અને જ્ઞાનેંદ્રિય પણ છે. વૈશેષિક દર્શનમાં મનને એક અપ્રત્યક્ષ દ્રવ્ય માનવામાં આવ્યું છે. સમસ્ત ચેતના વ્યાપારો, વિચારો, લાગણીઓ જેવી કે, રાગ, દ્વેષ, ઇચ્છા, ધ્યાન, સ્મરણ વગેરે સર્વ વ્યાપારોના અધિકરણને મન કહ્યું છે. એનો ધર્મ સંકલ્પવિકલ્પ કરવાનો બતાવ્યો છે તથા તેને ઉભયાત્મક લખેલ છે, અર્થાત્ તેમાં જ્ઞાનેંદ્રિય અને કર્મેંદ્રિય બંનેનો ધર્મ છે. યોગશાસ્ત્રમાં તેને ચિત્ત કહ્યું છે. બૌદ્ધ વગેરે તેને છઠ્ઠી ઇંદ્રિય માને છે. છાંદોગ્યોપનિષદના કહેવા પ્રમાણેઃ જે અન્ન ખવાય છે તેનું સ્થૂળ પરિણામ વિષ્ટા, મધ્યમ પરિણામ માંસ અને જે સૂક્ષ્મ પરિણામ છે તે મન છે. પંચદશી સારસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે તે જ્ઞાનેંદ્રિયોનું ને કર્મેંદ્રિયોનું પ્રેરક છે અને તે હૃત્પદ્મમાં રહે છે. તે શ્રોતાદિ જ્ઞાનેંદ્રિયોની સહાય વિના શબ્દાદિ વિષયોને ગ્રહણ કરી શકાતું નથી અને વાગાદિ કર્મેંદ્રિયોની સહાય વિના બહારની ક્રિયા કરી શકાતું નથી. એ મન શબ્દાદિ ગુણદોષનો વિચાર કરનારૂં છે. એ મનમાં સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એવા ત્રણ ગુણ રહેલા છે. સત્ત્વગુણને લીધે મનમાં વિરાગ, ક્ષમા, ઉદારતા અને શાંતિ આદિ ગુણો ઉત્પન્ન થાય છે. રજોગુણને લીધે કામ, ક્રોધ,લોભ એને કોઈ કામનો આરંભ ઉત્પન્ન થાય છે. અને તમોગુણને લીધે તેમાં આળસ, ભ્રમ અને તંદ્રા આદિ દોષો ઊપજે છે. વિરાગાદિ સત્ત્વગુણના ધર્મ વડે પુણ્યની ઉત્પત્તિ થાય છે, કામાદિ રજોગુણના ધર્મો વડે પાપની ઉત્પત્તિ થાય છે અને આલસ્યાદિ તમોગુણના ધર્મો વડે પુણ્યપાપની ઉત્પત્તિ ન થતાં આયુષ્ય નકામું વ્યતીત થાય છે. અંતઃકરણ ને ઇંદ્રિયાદિનો સ્વામી જીવ છે. પ્રશ્રોપનિષદમાં જણાવ્યા પ્રમાણે પ્રકૃતિનાં સૂક્ષ્મ રૂપોમાં મન એક છે. જીવનમાં સર્વેંદ્રિય નાયક છે. મનમાં જેવા તરંગો ઊઠે તેવો આત્મા પોતાને માને છે. આત્મા સ્વરૂપને ભાગ્યે જ જુએ છે, આથી એ મનથી જ ભરપૂર રહે છે; જ્યારે મનોમથ આત્મા વાસનામય રહે છે; કેમકે મન એ વાસનાઓનો અજબ સંગ્રહ છે. એ ભોગપ્રધાન વાસનાથી ધેરાયેલો જીવ અતૃપ્ત વાસના ભોગવવાને માટે શરીર ધારણ કરે છે અને આથી એ મનોમય આત્મા જીવાત્માએ કરેલાં કર્મ પ્રમાણે શરીર ધારણ કરે છે. ઈશ્વર અને ગુરુની ભક્તિ સિવાય તમામ વાસનાનો ક્ષય કરવો તે વિશુદ્ધ મન કહેવાય. આ બ્રહ્યરૂપી પરમાત્મા મનથી જ પ્રાપ્તવ્ય છે; પણ મન તો પરમાત્મામાં જઈ શકતું નથી તો પછી એમ કેમ બને તેનો ખુલાસો કરતાં કઠોપનિષદમાં આચાર્યદેવ કહે છે કે, સુસંરકૃત મન અર્થાત્ પવિત્ર મન આત્માભિમુખ થાય છે અને તે જ છેવટે આત્મદર્શન માટે પૂરી લાયકાત આપે છે. સાંખ્યમત પ્રમાણે જેમ લોઢામાં અગ્નિ હોવાથી લોઢું બાળે છે. એમ કહેવાય છે. પણ ખરી રીતે લોઢામાં દાહક શક્તિ અગ્નિને લઈ ને આવી છે; તેમ મન આદિ ઇંદ્રિયો પણ પરમાત્માની શક્તિથી જ પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરવા શક્તિમાન છે. ઉપનિષદમાં પણ લખ્યું છે કે ઇંદ્રિયોમાં શક્તિ મૂકનાર પરમેશ્વર છે તેથી સિદ્ધ થાય છે કે ઈશ્વર જ મહાદાદિ અંતઃકરણોના અધિષ્ઠાતા છે. વધુ + | ધારણા; વિચાર. | ( ન્યાય ) નવ માંહેનું એક દ્રવ્ય. નવ દ્રવ્યોઃ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિક્, આત્મા અને મન. | મનઃશિલ. | સંકલ્પવિકલ્પ વગેરે કરનારી ઇંદ્રિય; સંકલ્પવિકલ્પ કરવાની અંતઃકરણની ચાર માંહેની એક વૃત્તિ; સુખદુઃખાદિના સાક્ષાત્કારરૂપ ઉપલબ્ધિનું કારણ ઇંદ્રિય. વધુ + | સોળ માંહેનો એક વિકાર. | સ્મરણશક્તિ; યાદદાસ્તશક્તિ.
mãn
અનુરાગ પામેલ સ્ત્રીપુરુષની એક જાતની અવસ્થા. | અભિનય. | ઈર્ષાયુક્ત ક્રોધ. | ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અનુષ્ટુપ છંદનો ભેદ છે. તેમાં સગણ, નગણ, લઘુ અને ગુરુ મળી આઠ વર્ણ આવે છે. | ક્રિયા. | ગ્રહ. | ચિત્તની એક જાતની સમુન્નતિ; વડાઈ; મોટાઈ. ગાંધીજી લખે છે કેઃ માન એટલે ઉછાંછળાપણું નહિ, પણ ડરથી કે આળસથી જે આપણને ધરે છે તે જવા નહિ દેવું એવી મનની સ્થિતિ અને તે પ્રમાણેનું આચરણ. આવું માન તે જ માણસ જોઈ શકે છે કે જેનો ખરો વિશ્વાસ કે આધાર ખુદા કે ઈશ્વર ઉપર છે. | જમાઈ. | નૃત્યનો એક પ્રકાર; દેશરૂઢિ પ્રમાણે તાલ, માન, સમરસાનુસાર, સવિલાસ, હાવભાવ સહિત શરીરથી થતી ક્રિયા. | બીજાનું હું કરી શકું એવું અભિમાન. | મંત્ર. | મીણો. | મોભો. | વિચાર; મત. | હેતુ; આશય. | માનની; સ્ત્રી. | અવિવેકયુક્ત ચેષ્ટા; નખરાં. | ( વેદાંત ) અવિવેકી મનુષ્યે ઊભા થઈને નમસ્કારપૂર્વક સત્કાર કરવાપણું. | અહંકાર; અભિમાન; પોતાના વિચાર અને સુજનતા માટેનું અભિમાન; પોતાની આબરૂની ટેક; સ્વાભિમાન; સ્તંભ; દર્પ; ગર્વ; મદ; દુરાગ્રહ છોડવો નહિ અને ઘટિત વચન માનવું નહિ તે. માન દૂર કરવાની સામ, દામ, ભેદ, દાન, નમન અને ઉપેક્ષા એમ છ રીતિઓ છે. તેમ જ કાવ્યશાસ્ત્રમાં માન છોડાવવાના પ્રણતિ, ઉપેક્ષા, ભેદ, સામોપાય, દાનોપાય અને પ્રસંગવિધ્વંસ એમ છ ભેદ કહ્યા છે. વધુ + | ઇજ્જત; પ્રતિષ્ઠા; સ્વમાન; આબરૂ; યશ; કીર્તિ; ગૌરવ; મોટાઈ. વધુ + | ઉપાધિ. | એક જાતનું કરણ. | ( ગણિત ) એક સંખ્યાનો જેટલામો ઘાત કરવાથી તે બીજી સંખ્યાની બરાબર થાય તે ઘાત બતાવનાર અંક; `લૉગેરિધમ`. પહેલી સંખ્યાને બીજી સંખ્યાના માનનું અંગ કહે છે. જેમકે, ૩ની ૪ ઘાત = ૮૧ એમાં ૮૧ એ સંખ્યાનું “૩” સંખ્યારૂપ અંગ પ્રત્યેનું માન ૪ છે. એ સંક્ષેપમાં આ પ્રમાણે લખાય છેઃ માન ૩૮૧ = ૪. | કાટલું. | કાલાવાલા. વધુ + | કાળની ગણતરી. જ્યોતિષવિદ્યામાં વર્ષની કાળગણના માટે છ પ્રકારનાં માન કહ્યાં છેઃ સૌર, ચાંદ્ર, સાવન, નાક્ષત્ર, દૈવ અને પૈત્ર. | ટેક; ભાર; બોજ. વધુ + | ( સંગીત ) તાલના ચાર માંહેનું એક સ્થાન; સમ; તાલનું એક આવૃત્તિ આવી બીજું આવૃત્ત શરૂ થવાનું ઠેકાણું. | ( સંગીત ) તાલના વિરામનો કાલવ્યાપાર. | પુષ્કર દ્વીપનો એ નામનો એક પર્વત. | પૂજ્યભાવ; આદર; બીજા પ્રત્યે નમ્રતા. વિવેક અને અધીનત્વ બતાવી વર્તવું તે; પૂજા; સંભાવના; અર્ચા; સદ્ભાવ; સન્માન. વધુ + | પ્રત્યક્ષ પ્રમાણ. | પ્રમાણ; લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ; પરિમાણમહત્તા; કદ. | બૌદ્ધોના દશ માંહેનું એક સંયોજન. | માન સરોવર. | માપવાનું ધોરણ; ગુણ; એકમ; `યુનિટ`. | માપવું કે યોજવું તે; માપણી; માપ. | રીતિ. | રૂસણું; પ્રિયપ્રિયાનું રિસાવું તે. | ( સંગીત ) લયપ્રમાણ; ક્રિયાની વચ્ચેનો અંતરવિશ્રામ. | વિપ્રલંભનો એક ભેદ; આશા પ્રતિકૂલ પ્રિયનો અપરાધજનિત પ્રણયકોપ. તેના ત્રણ ભેદ છેઃ લઘુ, મધ્યમ અને ગુરુ. | શક્તિ; સામર્થ્ય. | શરીરનું શાસ્ત્રોક્ત પરિમાણ. | સમાનતા; સરખાપણું; મળતાપણું. | ( વેદાંત ) સર્વત્ર નહિ નમવાપણું. | ( જૈન ) સાત માંહેના એ પ્રકારનો અનુશય. | ધારો ક. | ( વ્યાકરણ ) વર્તમાન કૃદંત બનાવનાર પ્રત્યય. | ( વ્યાકરણ ) વાળું, ધરાવનાર એ અર્થનો નામ ઉપરથી વિશેષણ બનાવનાર પ્રત્યય. જેમકે, બુદ્ધિમાન.
manan
અનુમાન; અટકળ; તર્ક વડે કરેલું અનુમાન; કલ્પના. | ઉપાસનાના ત્રણ માંહેનો એક પ્રકાર; અદ્વિતીય બ્રહ્મનું ચિંતન. | તર્કવિતર્ક. | બ્રહ્મવિઘાનાં આઠ માંહેનું એક સાધન. | ( વેદાંત ) ભક્તિના નવ માંહેનો એક પ્રકાર. ભક્તિશાસ્ત્રમાં મનન, કીર્તન, ધ્યાન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય અને આત્મનિવેદન એમ નવધા ભક્તિ છે. | મતિ; બુદ્ધિ; સમજ. | યુક્તિથી પદાર્થનો નિર્ણય કરવો તે. | વિચાર્યા કરવું તે; મનમાં ને મનમાં ગોખ્યા કરવું તે; ગોખ્યા કરવું તે; વિચારણા; તર્કવ્યાપાર; ચિંતન; મનમાં ફરીફરીને સ્મરણ. | શ્રવણ કરેલાને વિચારી તથા અનુભવી મનમાં જમાવવું તે.
Manu
અંતઃકરણ; મન. | એ નામે અઢાર માંહેનો એક જ્યોતિષી. | ( પુરાણ ) એ નામે એક અગ્નિ. | ( પિંગળ ) એ નામે એક વિષમ જાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં ૮ ગુરુ અને ૪૦ લઘુ મળી ૪૮ વર્ણોની ૫૬ માત્રા હોય છે. | એક પ્રકારનો સંપ્રદાય. | કલ્પના ચૌદમા ભાગ જેટલો કાળ; ૪૩,૨૦,૦૦૦ વરસની એક ચોકડી, તેવી ૭૧ ચોકડીનો કાળ; મન્વંતર. ચૌદ મનુની ૯૯૪ ચોકડી મળીને બ્રહ્માનો એક દિવસ થાય છે. | ( પુરાણ ) કૃશાશ્વ ઋષિને ધિષણાથી થયેલા ચાર માંહેનો એ નામનો એક પુત્ર. | ચૌદની સૂચક સંજ્ઞા. | નાટયકલામાં થતું એક જાતનું કરણ. | પરમેશ્વર. | પ્રાર્થના કે મંત્ર. | બ્રહ્મા; પ્રજાપતિ. | બ્રહ્માના ચૌદ માંહેનો દરેક પુત્ર. | મનુષ્યનો મૂળ પુરુષ; વિવસ્વતનો પુત્ર; આદિમાનવ; માનવકુળનો ઉત્પાદક. વધુ + | મન્વંતરનો મૂળ પુરુષ; મનુષ્યોનો વડો કે રાજા; લોકનિયંતા. તેમાંનો દરેક એક મન્વંતર સુધી એટલે ૩૦,૬૭,૨૦,૦૦૦ મનુષ્યના વર્ષ સુધી પ્રજા ઉપર રાજ્ય કરે છે. સૌથી પહેલા મનુ સ્વાયંભૂ કહેવાય છે. બ્રહ્માએ પોતાના શરીરના બે વિભાગ કર્યાઃ સ્ત્રી અને પુરુષ. આ જોડામાંથી વિરાજ ઉત્પન્ન થયો અને તેમાંથી મનુ સ્વાયંભૂ ઉત્પન્ન થયો. આ મનુએ ૧૦ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા. આ દશ પ્રજાપતિને મહર્ષિ પણ કહેવાય છે. અમુક મત પ્રમાણે બ્રહ્માએ પોતાની દીકરી શતરૂપા સાથે નિયમભંગ કરીને સંભોગ કર્યો અને તેમાંથી મનુ ઉત્પન્ન થયો. ચાલુ જમાનાનો મનુ સાતમો મનુ છે અને તેનું નામ વૈવસ્વત છે. ચૌદ મનુનાં નામઃ (૧) સ્વાયંભુવ, (૨) સ્વારોચિષ, (૩) ઔત્તમિ, (૪) તામસ, (૫) રૈવત, (૬) ચાક્ષુષ, (૭) વૈવસ્વત અથવા સત્યવ્રત, (૮) સાવર્ણિ, (૯) દક્ષસાવર્ણિ, (૧૦) બ્રહ્મસાવર્ણિ, (૧૧) ધર્મસાવર્ણિ, (૧૨) રુદ્રસાવર્ણિ, (૧૩) રોચ્ય અથવા દૈવસાવર્ણિ, (૧૪) ઇંદ્રસાવર્ણિ. | માણસ; મનુષ્ય. | માનવકુળનો આદિપુરુષ; આર્યકુળના મુખ્ય અને પ્રારંભ વખતનો વિજયી પુરુષ. વિરાટ પુરુષે મનુને ઉત્પન્ન કર્યા. દરેક કલ્પમાં ચૌદ મનુ ઉત્પન્ન થાય છે. કલ્પમાં સ્વાયંભુવ, સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત અને ચાક્ષુષ એ છ મનુ થઈ ગયા છે. એમ વસતીની ઉત્પત્તિ છ વખત થઈ અને છ વખત નાશ પામી. હાલના સાતમા મનુનું નામ વૈવસ્વત એટલે સૂર્ય અથવા બીજો રૈવત અથવા સત્યવ્રત છે. તેનાથી વસતી ઊતરેલી છે, તેથી એ વસતી માનવ કહેવાય છે. જળપ્રલય થતી વખતે વૈવસ્વત મનુનું વહાણ સુમેરુ પર્વત ઉપર થોભ્યું. એ મનુએ પોતાનું એ સુમેરુ પર્વતના પ્રદેશનું રાજ્ય પોતાના ઇક્ષ્વાકુ, નૃગ, શયાનિ, દિષ્ટ, ધૃષ્ટ, કરૂષક, નરિષ્યંત, પૃષ્ટધ્ન, નભગ એ નવ પુત્રોને વહેંચી આપ્યું. ઇક્ષ્વાકુ સૌથી મોટા હતા. તેણે ભારતવર્ષમાં અયોધ્યામાં સૂર્યવંશી ગાદી સ્થાપન કરી અને પોતાની બહેન ઇલાને ચંદ્રના પુત્ર બુધ સાથે પરણાવી, તેનાથી પુરુરવા પુત્ર થયો. ચાલુ વૈવસ્વત મનુ આર્યોના આદિ પુરુષ અને ચક્રવર્તી રાજા હતા. તેની પાસે કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, ભરદ્વાજ અને જમદગ્નિ એ સપ્તર્ષિ હતા. સૃષ્ટિની વૃદ્ધિ થતી ગઈ ને સૌને પોતપોતાનાં કામ સોંપી દીધાં. તેમના સુખકર રાજ્યથી પ્રજા એટલી બધી સંતોષાઈ ગઈ કે પ્રજાએ પ્રેમના ઉમળકાથી તેમને ભગવાન એવું ઉપપદ આપ્યું. જે હજુ મનુ ભગવાન એવે નામે ઓળખાય છે. મનુ ભગવાન આદ્ય સ્મૃતિકાર હતા. તેમણે રચેલી સ્મૃતિને મનુસ્મૃતિ એટલે માનવધર્મશાસ્ત્ર કહે છે. તેમાંનો કાયદો એવો તો સર્વકાર્યને અનુકૂળ છે કે હાલના મહાન વિદ્વાનો તેની મહત્તા જોઈ આશ્ચર્ય પામે છે. મનુ ભગવાનનો કાયદો એવો તો સિદ્ધ છે કે આજ સુધિ ફેરવવો પડયો નથી. તેમની આજ્ઞાઓ ઉત્તમ નીતિથી ભરેલી છે. તેમાં મનુષ્ય જન્મે ત્યારથી તે મરણ કાળ સુધી વર્તવાની નીતિની આજ્ઞા કરેલી છે. વ્યભિચારિણી સ્ત્રીને રાજાએ બજાર વચ્ચે શ્વાન પાસે ચૂંથાવવી એવું સ્પષ્ટ મનુનું વચન છે. તેમણે સમુદ્રમાં લાકડું તરતું જોઈ નૌકાયંત્રની શોધ કરેલી કહેવાય છે. અંતે જગતને અજિત અને સર્વ ભ્રાંતિ સમાન જાણી સંસારથી વૈરાગ્ય પામી પુત્રોને સઘળો રાજ્યકારભાર સોંપી પ્રજાને પાળવાની ભલામણ કરી વિરક્ત થયા અને ઘણાં વર્ષ વનમાં તપ કરી પરમ પદને પામ્યા. વિનોબાજી જણાવે છે કે, વેદકાળથી માંડી મધ્યયુગ સુધીનો ઇતિહાસ નારીપ્રતિષ્ઠાનું ભાન કરાવે છે. સમાજમાં સ્ત્રીનું સ્થાન ઘણું મહત્ત્વનું હતું. એક વખત એવો હતો જ્યારે મનુ ભગવાને લખ્યું હતું કે, ગુરુથી અધિક પિતા અને પિતાથી અધિકગણું માતાનું સ્થાન છે. આવી મહાન ગણાતી સ્ત્રીજાતિને પણ આજે આપણે હીન અને રસોડાની મજૂરણ સમજી હડધૂત કરી રહ્યા છીએ. ખરેખર શૂદ્ર અને સ્ત્રીસમાજ બંનેની અવદશા જ ભારતની અવનતિનું કારણ છે. વેદોમાં મનુને યજ્ઞોનો આદિ પ્રવર્તક લખેલ છે. ઋગ્વેદમાં કણ્વ અને અત્રિના યજ્ઞપ્રવર્તનમાં મનુને સહાયક લખેલ છે. શતપથ બ્રાહ્મણમાં લખ્યું છે કે મનુ એક વખત જળાશયમાં હાથ ધોતા હતા, તે વખતે તેના હાથમાં એક નાનકડી માછલી આવી ગઈ. તેણે મનુ પાસે પોતાની રક્ષા કરવાની પ્રાર્થના કરી અને કહ્યું કે મારી રક્ષા કરશો તો હું તમારી પણ રક્ષા કરીશ. તેણે મનુને ભવિષ્યમાં આવનાર પૂર વિષે વાત કહી અને એક હોડી બનાવવાનું કહ્યું. મનુએ તે માછલીની રક્ષા કરી અને તે માછલી થોડા જ દિવસોમાં બહુ જ મોટી થઈ ગઈ. જ્યારે પૂર આવ્યું ત્યારે મનુ પોતાની હોડીમાં બેસીને પાણી ઉપર ચાલ્યા અને તે હોડીને માછલીની સાથે બાંધી દીધી. તે માછલી ઉત્તર દિશા તરફ ચાલી અને હિમાલય પર્વતના શિખર ઉપર તે હોડીને પહોંચાડી દીધી. ત્યાં મનુએ પોતાની હોડી બાંધી દીધી. તે મહાન પૂરથી મનુ એકલા જ બચ્યા હતા. ત્યારબાદ તેમનાથીજ મનુષ્ય જાતિની વૃદ્ધિ થઈ. મનુના પ્રલયની વાત યહૂદીના પ્રલયની વાતને મળતી આવે છે. મહાન પ્રલય વખતે મનુ એકલો બચી ગયો હતો અને તેની હોડી હિમાલયને શિખરે બાંધવામાં આવી હતી. જ્યારે યહૂદીમાં નોહા બચી ગયો હતો અને તેની હોડી સિનાઈ પર્વતને શિખરે બાંધવામાં આવી હતી. આ બંનેનું મૂળ શેલિયન હોઈ શકે, કેમકે શેલિયનની અંદર પણ સૌથી પહેલા પુરુષનું નામ મેનન છે. મહાન જળપ્રલયનો સમય લગભગ ઈ. સ. પૂર્વે ૭૦૦૯નો ગણી શકાય. ઐતરેય બ્રાહ્મણમાં મનુએ પોતાની સંપત્તિ પોતાના પુત્રોને વહેંચી દીધી હોવાનું વર્ણન મળી આવે છે. તેમાં એમ પણ લખ્યું છે કે તેણે નાભાનેદિષ્ઠને પોતાની સંપત્તિનો ભાગીદાર નહોતો બનાવ્યો. વાજસનેય સંહિતામાં મનુને પ્રજાપતિ લખ્યા છે. મનુસ્મૃતિમાં મનુને વિરાટનો પુત્ર લખેલ છે. | લુહાર. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શિવ; રુદ્ર. | શુકલ યજુર્વેદનો એ નામે એક ઋષિ. | સામવેદનો એક ઋષિ. | અઢાર માંહેની એ નામની એક મુખ્ય સ્મૃતિ. | પૃક્કા નામે વનસ્પતિ. | ( પુરાણ ) પ્રાધાને થયેલી અપ્સરારૂપ કન્યાઓ માંહેની એ નામની એક કન્યા. | મનુની સ્ત્રી. | તપસ્વી. | મનન કરવાવાળું.
matsar
અભિમાન; તુંડાઈ; અહંકારનો તોર; ગર્વ; ગુમાન. | આવેશ. | ગુસ્સો; ક્રોધ. | દ્વેષ; ઈર્ષા; અદેખાઈ; બીજાના શુભનો દ્વેષ કરવો તે; બીજાની સંપત્તિ નહિ સહન કરવી તે. વધુ + | પોતા ઉપર ધિક્કાર કે તિરસ્કાર. | મચ્છર; એક જાતનું જીવડું. | હંસ. | અદેખું; દ્વેષી; ઇર્ષ્યાવાળું. | ઉન્માદક. | કૃપણ; કંજૂસ; લોભી. | ક્રોધી. | દુષ્ટ. | સંતુષ્ટ કરે એવું. | સ્વાર્થી.
Matsya
નારાયણ. | મનુષ્ય. | વિષ્ણુના દશ માંહેનો પહેલો અવતાર. સત્યવ્રત રાજાને પ્રલયની લીલા દેખાડવા તથા હયગ્રીવ દૈત્યને મારી બ્રહ્યાને વેદ આણી આપવા માટે ભગવાને આ અવતાર લીધેલો કહેવાય છે. આ અવતાર સતયુગમાં થયો હતો. તેનું નીચેનું અંગ રોહૂ માછલીના જેવું, ઉપરનું અંગ મનુષ્યના જેવું અને રંગ શ્યામ હતો. તેના માથા ઉપર શિંગડાં હતાં, ચાર હાથ હતા, છાતી ઉપર લક્ષ્મી હતી અને આખા શરીરમાં કમળનું ચિન્હ હતું. મહાભારતમાં લખેલું છે કેઃ પ્રાચીન કાળમાં વિવસ્વાનના પુત્ર વૈવસ્વત મનુ એક બહુ જ પ્રસિદ્ધ અને મહાન તપસ્વી હતા. એક વખત એક નાની માછલીએ આવીને તેને કહ્યું કે, મને મોટી માછલીઓ બહુ જ સતાવે છે. આપ મારી રક્ષા કરો. મનુએ તેને એક ઘડામાં રાખી દીધી અને તે દિવસે દિવસે વધવા લાગી. જ્યારે તે બહુ જ વધી ગઈ, ત્યારે મનુએ તેને એક કૂવામાં રાખી. જ્યારે તેમાં પણ વધવા માંડી એટલે તેણે તેને ગંગામાં મૂકી. છેવટે ત્યાંથી પણ કાઢીને સમુદ્રમાં છોડી દીધી. સમુદ્રમાં પહોંચતાં જ તે માછલીએ કહ્યું કે, હવે તુરતમાં જ પ્રલયકાય થવાનો છે. તેથી તમે એક સારી અને મજબૂત હોડી બનાવી લેજો અને તેના ઉપર સપ્તર્ષિઓ સહિત બેસી જ્જો. બધી ચીજોનાં બીજ પણ પાસે રાખી લેજો અને તે હોડી ઉપર મારી પ્રતીક્ષા કરજો. વૈવસ્વત મનુએ તેના કહ્યા પ્રમાણે જ કર્યું. જ્યારે પ્રલયકાળ આવ્યો અને આખી સૃષ્ટિ જળમગ્ન થઈ ગઈ, ત્યારે તે વિશાળ માછલી તેને દેખાણી. મનુએ પોતાની હોડીને તે માછલીના શિંગડા સાથે બાંધી દીધી. થોડા દિવસો બાદ તે માછલી તે હોડીને ખેંચીને હિમાલયના સૌથી ઊંચા શિખર ઉપર લઈ ગઈ. ત્યાં વૈવસ્વત મનુ અને સપ્તર્ષિઓએ તે હોડીને માછલીના કહેવાથી તે શિખર સાથે બાંધી દીધી. તેથી તે શિખર આજે પણ નૌબંધન કહેવાય છે. તે વખતે તે માછલીઓ કહ્યું કે, હું સ્વયં પ્રજાપતિ બ્રહ્યા છું. મેં જ તમારી રક્ષા કરવા અને ફરીથી સૃષ્ટિ રચવા માટે મત્સ્ય અવતાર ધારણ કરે છે. હવે આ મનુ ફરીથી આખી દુનિયાની રચના કરશે. આમ કહીને તે માછલી ત્યાં જ અંતર્ધાન થઈ ગઈ. | એ નામની એક મુદ્રા; ચોવીશ માંહેની એ નામની એક ગાયત્રી મુદ્રા; જોડેલા હાથના અભિનયના ચોવીશ માંહેનો એક પ્રકાર. | ( જ્યોતિષ ) મીન રાશિ. | સોનેરી રંગની એક જાતિની શિલા. તેનું પૂજન કરવાથી મુક્તિ થવાનું મનાય છે. | અઢાર માંહેનું એ નામે એક પુરાણ. | એક પ્રાચીન ચંદ્રવંશી આર્ય કુળ. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે. આ કુળ ઋગ્વેદ જેટલું જૂનું મનાય છે. | દશાવતારી ગંજીફામાં એક જાતનું પાનું. | મચ્છ; જળમાં રહેનારૂં એક પ્રાણી; માછલું; મીન. એ નાનાં મોટાં અને વિવિધ પ્રકારનાં થાય છે. મીઠા પાણીમાં અને દરિયાંમાં બેઉ ઠેકાણે થાય છે. પૃથુરોમાં, ઝષ, મત્સ્ય, મીન, વૈસારિણ, અંડજ, વિસાર, શકુલિન્ એ આઠ નામ માછલીનાં છે. | મનુષ્યની હથેળીમાં માછલાનાં આકારનું એક ચિન્હ; હથેળીમાંનું એક શુભ ચિન્હ. | માછલાંનો રાજા. | શૂરસેન દેશની પશ્ર્ચિમે આવેલો એ નામે એક દેશ. હાલના જેપુર અને અલવર રાજ્યો તેમાં આવેલાં છે. | શ્રીહરિના ડાબા ચરણારવિંદમાં ત્રિકોણથી નીચે રહેલ માછલાના આકારનું એક ચિહ્ન.
mãyã
( પિંગળ ) એ નામે એક વિષમજાતિ વર્ણમેળ છંદ. તે ત્રિષ્ટુપ છંદનો એક ભેદ છે. તે ઉપેંવજ્રા અને ઇંદ્રવજ્રાના મિશ્રણથી બને છે. તેમાં પહેલું તથા ચોથું ચરણ ઇંદ્રવજ્રાનું અને બીજું તથા ત્રીજું ચરણ ઉપેંદ્રવજ્રાનું હોય છે. | ( પિગંળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; ગૌરી. તે જગતી છંદનો એક ભેદ છે. તેમાં તગણ, બે જગણ અને યગણ મળી બાર વર્ણ હોય છે. વધુ + | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; મત્તમયૂર. તેના દરેક ચરણમાં મગણ, તગણ, યગણ, સગણ અને ગુરુ એમ તેર અક્ષર હોય, તેમાં ચોથા અક્ષર પછી યતિ કે વિસામો આવે છે. | માપ. | મૂળ; અસલ કારણ. જેમકે, ફરોમાયા એટલે હલકું કે નીચ કે ગિરાનમાયા એટલે કીમતી. | વેપારનું મથક. | અક્કલ; બુદ્ધિ. | અઘટનઘટન સાધિકા શક્તિ. | અજ્ઞાન; અવિદ્યા; મિથ્યાબુદ્ધિનું કારણ એક અજ્ઞાન; મિથ્યાબુદ્ધિના અજ્ઞાનનો એક હેતુ; વિક્ષેપશક્તિપ્રધાન અજ્ઞાન. | ( જૈન ) અઢાર માંહેનું એ નામનું એક પાપસ્થાનક; ગુપ્તપણે સ્વાર્થવૃત્તિ સિદ્ધ કરવાની વાંછા. | અવ્યાકૃત પદાર્થ કે તત્ત્વ. | અસાધારણ શક્તિ કે જ્ઞાન. | અસાધ્યને સાધ્ય કરે તેવી શક્તિ; ન બની શકે તેવું બનાવે તે શક્તિ. | આદિશક્તિ; પ્રકૃતિ; જેનાથી બ્રહ્માંડ રચાયું છે કે ભાસમાન થાય છે તે આદિશક્તિ; સૃષ્ટિની ઉત્પત્તિનું મુખ્ય કારણ. સર્વ જગત પોતાના અવ્યક્ત સ્વરૂપમાંથી નિર્માણ કરવાની જે અચિંત્ય શક્તિ, તેને જ માયા એ નામ ગીતામાં આપ્યું છે. માયાનાં અવિદ્યા, શક્તિ, પ્રકૃતિ, અવ્યાકૃત, અવ્યક્ત, અજા, અજ્ઞાન, ભ્રમ, તુચ્છા, અનિર્વચનીયા. મૂલા, તુલા, યોનિ એવાં નામ છે. વિનોબા લખે છે કેઃ માયા શું છે ? માયા કહે છે પરમેશ્વરની શક્તિને, તેની કળાકુશળતાને. આત્મા અને પ્રકૃતિ અથવા જૈન પરિભાષામાં કહીએ તો જીવ અને અજીવરૂપી આ મસાલાથી જેણે આ અનંત રંગોવાળી સૃષ્ટિ રચી છે, તેની શક્તિ અથવા કલા જ માયા છે. માયા પોતાનામાં પડેલા ચેતનના આભાસ વડે જીવને તથા ઈશ્વરને નિર્માણ કરે છે એમ ઉપનિષદમાં કહેલું છે, તેથી જીવ અને ઈશ્વર એ બંને માયિક છે. તે બંને માયિક છતાં પણ તે બંનેમાં ચેતનસ્વભાવ રહેલો છે. અન્નમાંથી ઉત્પન્ન થયેલું મન એ અન્નમાંથી ઉત્પન્ન થયેલા શરીર કરતાં સ્વચ્છ છે તેમ જગત, જીવ અને ઈશ્વર માયાના કાર્યરૂપ છતાં પણ જગતના કરતાં જીવ અને ઈશ્વર વધારે સ્વચ્છ છે. શ્રુતિની દષ્ટિએ જોઈએ તો માયા તુચ્છ જણાય છે. લૌકિક દૃષ્ટિએ જોઈએ તો તે સત્ય રૂપ જણાય છે. યુક્તિની દષ્ટિએ જોતાં તે સત્ અસતથી વિલક્ષણ એટલે અનિર્વચનીય જણાય છે. જગતનો ભાસ કરાવનારી આત્માની આત્મારૂપેજ અભિન્ન રહેલી અનિર્વચનીય એ શક્તિ સત્ નથી. કેમકે, આત્મજ્ઞાન પછી એ રહી શક્તી નથી તેમ તે અસત્ પણ નથી. કારણ કે, તેનાથી જ કલ્પનારૂપ કાર્ય થાય છે. તેથી એ સત્ અને અસત્ પદાર્થથી વિલક્ષણ છે. છતાં આત્મા વિના એ એકલી રહી શકતી નથી, તેથી આત્માથી એ જુદી પણ રહી શકતી નથી. પરમાત્માની માયા નામની શક્તિમાં આ જગતને ઉપજાવવાના સામર્થ્ય પ્રમાણે અવિવેક ઉપજાવવાનું સામર્થ્ય પણ છે. અવિવેક ઉપજાવનારી માયાની તે શક્તિ જીવને અવિવેકવાળો કરે છે, તેથી જીવ પોતાના જ્ઞાન અને આનંદ આદિ સ્વરૂપને ભૂલી જાય છે; એટલે તે પ્રિય પદાર્થની પ્રાપ્તિ કરવા અને અપ્રિય પદાર્થનો ત્યાગ કરવા સમર્થ થતો નથી. અવિવેકને વશ થયેલો તે જીવ હું સ્થૂલ શરીરમાં છું એમ માને છે અને હું સુખી, હું દુઃખી, હું કર્તા, હું ભોક્તા, હું પ્રમાતા એમ પણ માનવા લાગે છે. | આબાદી; ધન; દોલત; વૈભવ; ઐશ્વર્ય; પૂંજી; માલમિલકત; દ્રવ્ય; લક્ષ્મીભંડોળ. વધુ + | ઇંદ્રજાળ; બાજીગરની વિદ્યા; શાંબરી; જાદુ; ચમત્કાર; ખેલ; જેનુ સ્વરૂપ ન સમજાય એવું કૌતુક. | ( વેદાંત ) ઈશ્વરની ઉપાધિરૂપ શુદ્ધ સત્ત્વપ્રધાન સમષ્ટિ અજ્ઞાન. આ સમષ્ટિ અજ્ઞાન ઉપહિત વા માયા ઉપહિત ચૈતન્ય ચરાચર પ્રપંચના સાક્ષીપણાવડે સર્વજ્ઞ કહેવાય છે, સર્વ જીવોને તેમના કર્માનુસાર ફળદાતાપણા વડે તે ઈશ્વર કહેવાય છે, સર્વ જીવોના કર્માનુસાર પ્રેરણપણા વડે નિયંતા કહેવાય છે, સર્વ જીવોના હૃદયમાં સ્થિત થઈને તેમની બુદ્ધિના નિયામક રૂપે સ્થિતપણા વડે તે અંતર્યામી કહેવાય છે, પ્રત્યક્ષાદિ પ્રમાણોના અગોચરપણા વડે તે અવ્યકત કહેવાય છે, ચરાચર રૂપ સર્વ પ્રપંચના વિવર્ત રૂપે અધિષ્ઠાનપણા વડે તે જગતકારણ કહેવાય છે અને વ્યાવહારિક સત્તાએ સત્ય તથા પારમાર્થિક સત્તાએ તે અસત્ હોવાથી તે સદસત્ રૂપ કહેવાય છે. | ઈશ્વરની કલ્પિત શક્તિ. તે ઈશ્વરની આજ્ઞાથી બધાં કામ કરતી હોવાનું મનાય છે. | એ નામની એક દેવી. | કપટ; દગો; છળ; પ્રપંચ; કૂટ; ઠગાઈ; દંભ; શઠતા; હૃદયમાં જુદા પ્રકારનો ભાવ રાખીને બહારથી જુદે પ્રકારે વ્યવહાર કરવો તે. દિલમાં કાંઈ, વાણીમાં કાંઈ અને કાર્યરૂપમાં કાંઈ એનું નામ માયા કહેવાય છે. વધુ + | કુદરત. | ( તાંત્રિક ) છત્રીશ માંહેનું છઠ્ઠું તત્ત્વ. | જગતનું રૂપદર્શક નાટક; વિશ્વની લીલા; વિશ્વરૂપનું દર્શન. | ( વેદાંત ) જગતનું સમષ્ટિ કારણ શરીર. | જીવને બંધનમાં નાખતા ચાર માંહેનો એક પાશ; ત્રિગુણા પ્રકૃતિ. તેનું સ્વરૂપ ત્રિગુણાત્મક છે અને અંધકારરૂપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે અને દેહ તથા દેહનાં જે સંબંધી તેમને વિષે અહં કે મમત્ત્વની કરાવનારી છે. રાગદ્વેષવાળી માયા અને દેશકાળવાળી માયા એમ તેના પ્રકાર કહેવાય છે. | ( વેદાંત ) જે પોતાના અધિષ્ઠાનરૂપ ચેતનથી ભિન્નરૂપે જોવામાં આવતી નથી તે. | ( વેદાંત ) જે વિપરીત પ્રવૃત્તિનો હેતુ હોઈને તથા વિષયોનું ઉપાદાન કારણ હોઈને વિક્ષેપ શક્તિ પ્રધાન હોય તે. | જેના વડે પદાર્થોનું માપ સમજવામાં આવે એટલે કે દેશ, કાળ અને વસ્તુથી પરિચ્છિન્ન રૂપે સમજવામાં આવે છે તે. | ( વેદાંત ) જેનું નિરુપણ કરવું અશક્ય છતાં જે સ્પષ્ટપણે ભાસમાન હોય તે. તેની બે શક્તિઓ છેઃ આવરણશક્તિ અને વિક્ષેપકશક્તિ. અસતા, જડતા અને દુઃખ એ ત્રણ માયાના સ્વભાવ છે. | તમાકું; ગડાકું. | ત્રણે કાળમાં જે સત્ છે જ નહિ એવી કાલ્પનિક અનાત્મ વસ્તુ. | દયા; દાઝ; લાગણી; કરુણા; અનુકંપા; કૃપા. | દુર્ગા. | દુષ્ટતા. | નર્મદાનાં હજાર માંહેનું એક નામ. | નશ્વરતા; નાશપણું; ખોટો કે સહેજ વારમાં લય થઈ જાય એવો ભાસ. | નામરૂપાત્મક પદાર્થ. | ( વેદાંત ) પોતાના આશ્રયરૂપ બ્રહ્મને જે મોહની પ્રાપ્તિ નથી કરી શકી તે. | પ્રાચીન હિંદની એ નામની એક નગરી. તે હસ્તિનાપુરની ઉત્તરે ગંગાને કિનારે હતી. | પ્રીતિ; મમતા; સ્નેહ; વહાલ; મમત્વ; અનુગ્રહ; પ્રેમ; મમતાનો કોઈપણ વિષય. વધુ + | બુદ્ધની માતાનું એક નામ. | ભગવાનની બાર માંહેની એક શક્તિ. તે બાર આ પ્રમાણે છેઃ શ્રી, કીર્તિ, પુષ્ટિ, ગિરા, કાંતિ, તુષ્ટિ, ઇલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા. | ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં અંતરાયરૂપ થતો પદાર્થ. | ભભકો. | ભાંગ. વધુ + | મણિદ્વીપની ચોસઠ માંહેની એક કળા. | મનની શક્તિનું જોર. | મયદાનવની એક કન્યા. તેને વિશ્રવા સાથે પરણાવી હતી. તેનાથી તેને ખર, દૂષણ, ત્રિશિરા અને સૂર્પણખા એમ ચાર સંતાન થયાં હતાં. | મા; માતા; જનની. | ( વેદાંત ) રજોગુણ અને તમોગુણથી નહિ દબાયેલી શુદ્ધ સત્ત્વગુણપ્રધાન પ્રકૃતિ. તેમાં શુદ્ધ સત્ત્વગુણ મુખ્ય અને બીજા બે ગુણ ગૌણ હોય છે. | રાજદ્વારી પ્રપંચ; રાજકીય કાવાદાવ. | લક્ષ્મીદેવીનું એક નામ. | લીલા; આભાસ; અધ્યાસ; બાહ્ય પદાર્થોનો પ્રપંચી દેખાવ; ભ્રમ; ભ્રાંતિ; ભ્રાંતિ; વિપર્યય; મરીચિકા; ભ્રમદર્શન; દષ્ટિદોષ; મૃગજળ; પ્રભુની આવરણા શક્તિ. | શરીર. | સુખભોગની ભાવના; સ્ત્રી, છોકરાં ને ધન ઉપરની લોલુપતા; સંસારનો મોહ. વધુ +
Mãyã
( પિંગળ ) એ નામે એક વિષમજાતિ વર્ણમેળ છંદ. તે ત્રિષ્ટુપ છંદનો એક ભેદ છે. તે ઉપેંવજ્રા અને ઇંદ્રવજ્રાના મિશ્રણથી બને છે. તેમાં પહેલું તથા ચોથું ચરણ ઇંદ્રવજ્રાનું અને બીજું તથા ત્રીજું ચરણ ઉપેંદ્રવજ્રાનું હોય છે. | ( પિગંળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; ગૌરી. તે જગતી છંદનો એક ભેદ છે. તેમાં તગણ, બે જગણ અને યગણ મળી બાર વર્ણ હોય છે. વધુ + | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; મત્તમયૂર. તેના દરેક ચરણમાં મગણ, તગણ, યગણ, સગણ અને ગુરુ એમ તેર અક્ષર હોય, તેમાં ચોથા અક્ષર પછી યતિ કે વિસામો આવે છે. | માપ. | મૂળ; અસલ કારણ. જેમકે, ફરોમાયા એટલે હલકું કે નીચ કે ગિરાનમાયા એટલે કીમતી. | વેપારનું મથક. | અક્કલ; બુદ્ધિ. | અઘટનઘટન સાધિકા શક્તિ. | અજ્ઞાન; અવિદ્યા; મિથ્યાબુદ્ધિનું કારણ એક અજ્ઞાન; મિથ્યાબુદ્ધિના અજ્ઞાનનો એક હેતુ; વિક્ષેપશક્તિપ્રધાન અજ્ઞાન. | ( જૈન ) અઢાર માંહેનું એ નામનું એક પાપસ્થાનક; ગુપ્તપણે સ્વાર્થવૃત્તિ સિદ્ધ કરવાની વાંછા. | અવ્યાકૃત પદાર્થ કે તત્ત્વ. | અસાધારણ શક્તિ કે જ્ઞાન. | અસાધ્યને સાધ્ય કરે તેવી શક્તિ; ન બની શકે તેવું બનાવે તે શક્તિ. | આદિશક્તિ; પ્રકૃતિ; જેનાથી બ્રહ્માંડ રચાયું છે કે ભાસમાન થાય છે તે આદિશક્તિ; સૃષ્ટિની ઉત્પત્તિનું મુખ્ય કારણ. સર્વ જગત પોતાના અવ્યક્ત સ્વરૂપમાંથી નિર્માણ કરવાની જે અચિંત્ય શક્તિ, તેને જ માયા એ નામ ગીતામાં આપ્યું છે. માયાનાં અવિદ્યા, શક્તિ, પ્રકૃતિ, અવ્યાકૃત, અવ્યક્ત, અજા, અજ્ઞાન, ભ્રમ, તુચ્છા, અનિર્વચનીયા. મૂલા, તુલા, યોનિ એવાં નામ છે. વિનોબા લખે છે કેઃ માયા શું છે ? માયા કહે છે પરમેશ્વરની શક્તિને, તેની કળાકુશળતાને. આત્મા અને પ્રકૃતિ અથવા જૈન પરિભાષામાં કહીએ તો જીવ અને અજીવરૂપી આ મસાલાથી જેણે આ અનંત રંગોવાળી સૃષ્ટિ રચી છે, તેની શક્તિ અથવા કલા જ માયા છે. માયા પોતાનામાં પડેલા ચેતનના આભાસ વડે જીવને તથા ઈશ્વરને નિર્માણ કરે છે એમ ઉપનિષદમાં કહેલું છે, તેથી જીવ અને ઈશ્વર એ બંને માયિક છે. તે બંને માયિક છતાં પણ તે બંનેમાં ચેતનસ્વભાવ રહેલો છે. અન્નમાંથી ઉત્પન્ન થયેલું મન એ અન્નમાંથી ઉત્પન્ન થયેલા શરીર કરતાં સ્વચ્છ છે તેમ જગત, જીવ અને ઈશ્વર માયાના કાર્યરૂપ છતાં પણ જગતના કરતાં જીવ અને ઈશ્વર વધારે સ્વચ્છ છે. શ્રુતિની દષ્ટિએ જોઈએ તો માયા તુચ્છ જણાય છે. લૌકિક દૃષ્ટિએ જોઈએ તો તે સત્ય રૂપ જણાય છે. યુક્તિની દષ્ટિએ જોતાં તે સત્ અસતથી વિલક્ષણ એટલે અનિર્વચનીય જણાય છે. જગતનો ભાસ કરાવનારી આત્માની આત્મારૂપેજ અભિન્ન રહેલી અનિર્વચનીય એ શક્તિ સત્ નથી. કેમકે, આત્મજ્ઞાન પછી એ રહી શક્તી નથી તેમ તે અસત્ પણ નથી. કારણ કે, તેનાથી જ કલ્પનારૂપ કાર્ય થાય છે. તેથી એ સત્ અને અસત્ પદાર્થથી વિલક્ષણ છે. છતાં આત્મા વિના એ એકલી રહી શકતી નથી, તેથી આત્માથી એ જુદી પણ રહી શકતી નથી. પરમાત્માની માયા નામની શક્તિમાં આ જગતને ઉપજાવવાના સામર્થ્ય પ્રમાણે અવિવેક ઉપજાવવાનું સામર્થ્ય પણ છે. અવિવેક ઉપજાવનારી માયાની તે શક્તિ જીવને અવિવેકવાળો કરે છે, તેથી જીવ પોતાના જ્ઞાન અને આનંદ આદિ સ્વરૂપને ભૂલી જાય છે; એટલે તે પ્રિય પદાર્થની પ્રાપ્તિ કરવા અને અપ્રિય પદાર્થનો ત્યાગ કરવા સમર્થ થતો નથી. અવિવેકને વશ થયેલો તે જીવ હું સ્થૂલ શરીરમાં છું એમ માને છે અને હું સુખી, હું દુઃખી, હું કર્તા, હું ભોક્તા, હું પ્રમાતા એમ પણ માનવા લાગે છે. | આબાદી; ધન; દોલત; વૈભવ; ઐશ્વર્ય; પૂંજી; માલમિલકત; દ્રવ્ય; લક્ષ્મીભંડોળ. વધુ + | ઇંદ્રજાળ; બાજીગરની વિદ્યા; શાંબરી; જાદુ; ચમત્કાર; ખેલ; જેનુ સ્વરૂપ ન સમજાય એવું કૌતુક. | ( વેદાંત ) ઈશ્વરની ઉપાધિરૂપ શુદ્ધ સત્ત્વપ્રધાન સમષ્ટિ અજ્ઞાન. આ સમષ્ટિ અજ્ઞાન ઉપહિત વા માયા ઉપહિત ચૈતન્ય ચરાચર પ્રપંચના સાક્ષીપણાવડે સર્વજ્ઞ કહેવાય છે, સર્વ જીવોને તેમના કર્માનુસાર ફળદાતાપણા વડે તે ઈશ્વર કહેવાય છે, સર્વ જીવોના કર્માનુસાર પ્રેરણપણા વડે નિયંતા કહેવાય છે, સર્વ જીવોના હૃદયમાં સ્થિત થઈને તેમની બુદ્ધિના નિયામક રૂપે સ્થિતપણા વડે તે અંતર્યામી કહેવાય છે, પ્રત્યક્ષાદિ પ્રમાણોના અગોચરપણા વડે તે અવ્યકત કહેવાય છે, ચરાચર રૂપ સર્વ પ્રપંચના વિવર્ત રૂપે અધિષ્ઠાનપણા વડે તે જગતકારણ કહેવાય છે અને વ્યાવહારિક સત્તાએ સત્ય તથા પારમાર્થિક સત્તાએ તે અસત્ હોવાથી તે સદસત્ રૂપ કહેવાય છે. | ઈશ્વરની કલ્પિત શક્તિ. તે ઈશ્વરની આજ્ઞાથી બધાં કામ કરતી હોવાનું મનાય છે. | એ નામની એક દેવી. | કપટ; દગો; છળ; પ્રપંચ; કૂટ; ઠગાઈ; દંભ; શઠતા; હૃદયમાં જુદા પ્રકારનો ભાવ રાખીને બહારથી જુદે પ્રકારે વ્યવહાર કરવો તે. દિલમાં કાંઈ, વાણીમાં કાંઈ અને કાર્યરૂપમાં કાંઈ એનું નામ માયા કહેવાય છે. વધુ + | કુદરત. | ( તાંત્રિક ) છત્રીશ માંહેનું છઠ્ઠું તત્ત્વ. | જગતનું રૂપદર્શક નાટક; વિશ્વની લીલા; વિશ્વરૂપનું દર્શન. | ( વેદાંત ) જગતનું સમષ્ટિ કારણ શરીર. | જીવને બંધનમાં નાખતા ચાર માંહેનો એક પાશ; ત્રિગુણા પ્રકૃતિ. તેનું સ્વરૂપ ત્રિગુણાત્મક છે અને અંધકારરૂપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે અને દેહ તથા દેહનાં જે સંબંધી તેમને વિષે અહં કે મમત્ત્વની કરાવનારી છે. રાગદ્વેષવાળી માયા અને દેશકાળવાળી માયા એમ તેના પ્રકાર કહેવાય છે. | ( વેદાંત ) જે પોતાના અધિષ્ઠાનરૂપ ચેતનથી ભિન્નરૂપે જોવામાં આવતી નથી તે. | ( વેદાંત ) જે વિપરીત પ્રવૃત્તિનો હેતુ હોઈને તથા વિષયોનું ઉપાદાન કારણ હોઈને વિક્ષેપ શક્તિ પ્રધાન હોય તે. | જેના વડે પદાર્થોનું માપ સમજવામાં આવે એટલે કે દેશ, કાળ અને વસ્તુથી પરિચ્છિન્ન રૂપે સમજવામાં આવે છે તે. | ( વેદાંત ) જેનું નિરુપણ કરવું અશક્ય છતાં જે સ્પષ્ટપણે ભાસમાન હોય તે. તેની બે શક્તિઓ છેઃ આવરણશક્તિ અને વિક્ષેપકશક્તિ. અસતા, જડતા અને દુઃખ એ ત્રણ માયાના સ્વભાવ છે. | તમાકું; ગડાકું. | ત્રણે કાળમાં જે સત્ છે જ નહિ એવી કાલ્પનિક અનાત્મ વસ્તુ. | દયા; દાઝ; લાગણી; કરુણા; અનુકંપા; કૃપા. | દુર્ગા. | દુષ્ટતા. | નર્મદાનાં હજાર માંહેનું એક નામ. | નશ્વરતા; નાશપણું; ખોટો કે સહેજ વારમાં લય થઈ જાય એવો ભાસ. | નામરૂપાત્મક પદાર્થ. | ( વેદાંત ) પોતાના આશ્રયરૂપ બ્રહ્મને જે મોહની પ્રાપ્તિ નથી કરી શકી તે. | પ્રાચીન હિંદની એ નામની એક નગરી. તે હસ્તિનાપુરની ઉત્તરે ગંગાને કિનારે હતી. | પ્રીતિ; મમતા; સ્નેહ; વહાલ; મમત્વ; અનુગ્રહ; પ્રેમ; મમતાનો કોઈપણ વિષય. વધુ + | બુદ્ધની માતાનું એક નામ. | ભગવાનની બાર માંહેની એક શક્તિ. તે બાર આ પ્રમાણે છેઃ શ્રી, કીર્તિ, પુષ્ટિ, ગિરા, કાંતિ, તુષ્ટિ, ઇલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા. | ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં અંતરાયરૂપ થતો પદાર્થ. | ભભકો. | ભાંગ. વધુ + | મણિદ્વીપની ચોસઠ માંહેની એક કળા. | મનની શક્તિનું જોર. | મયદાનવની એક કન્યા. તેને વિશ્રવા સાથે પરણાવી હતી. તેનાથી તેને ખર, દૂષણ, ત્રિશિરા અને સૂર્પણખા એમ ચાર સંતાન થયાં હતાં. | મા; માતા; જનની. | ( વેદાંત ) રજોગુણ અને તમોગુણથી નહિ દબાયેલી શુદ્ધ સત્ત્વગુણપ્રધાન પ્રકૃતિ. તેમાં શુદ્ધ સત્ત્વગુણ મુખ્ય અને બીજા બે ગુણ ગૌણ હોય છે. | રાજદ્વારી પ્રપંચ; રાજકીય કાવાદાવ. | લક્ષ્મીદેવીનું એક નામ. | લીલા; આભાસ; અધ્યાસ; બાહ્ય પદાર્થોનો પ્રપંચી દેખાવ; ભ્રમ; ભ્રાંતિ; ભ્રાંતિ; વિપર્યય; મરીચિકા; ભ્રમદર્શન; દષ્ટિદોષ; મૃગજળ; પ્રભુની આવરણા શક્તિ. | શરીર. | સુખભોગની ભાવના; સ્ત્રી, છોકરાં ને ધન ઉપરની લોલુપતા; સંસારનો મોહ. વધુ +
mãyik
જાદૂગર; મદારી. | માજુફલ. | ખોટું; મિથ્યા; નાશવંત. | માયાથી ભરેલું; કપટી; ભુલાવામાં નાખે એવું; જાદૂભર્યું કલ્પિત; મોહ ઉપજાવે એવું; માયામય; ખાલી; માયાથી ઊપજેલું; મોહમાયાથી ભરપૂર; ભ્રમરૂપ એવું; મોહરૂપ. વેદાંતદર્શન પ્રધાનપણે એક જ આત્મા અગર બ્રહ્મને વાસ્તવિક સ્વીકારી તે સિવાયના સકલ પ્રમેયને માત્ર માયિક કલ્પે છે અને મોક્ષમાં અખંડાનંદ માને છે. સંસારના માયિક પદાર્થો મનુષ્યને સુખ ઉપજાવનાર થોડા સમયને માટે થઈ પડે છે, પણ તેમાંથી આખરે તો નિરાશ થવાનો જ પ્રસંગ આવે છે. માયા પોતાનામાં પડેલા ચેતનના આભાસ વડે જીવને તથા ઈશ્વરને નિર્માણ કરે છે એમ ઉપનિષદોમાં કહેલું છે, તેથી જીવ અને ઈશ્વર બંને માયિક છે. વધુ +
moh
આનંદ; મુદ. | આશ્ર્ચર્ય; અચંબો. | ઈચ્છા; મનનું વલણ. | ( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તેમાં બત્રીશ લઘુ અને બત્રીશ ગુરુ મળી ૯૬ માત્રા હોય છે. | જે શક્તિથી સામાનું ચિત્ત તટસ્થ કે પરવશ થઈ રહે તે; કામણ; વશીકરણ. વધુ + | દુશ્મનને મૂર્ચ્છિત કરવાની એક વિદ્યા. | દુ:ખ; વેદના. | દેહ વગેરે ઉપર આત્માનું અભિમાન. | ભય, દુ:ખ ગભરામણ કે અત્યંત ચિંતા વગેરેને કારણે ઉત્પન્ન થતી ચિત્તની વિકલતા. | ભૂલ. | ભ્રાંતિ; ભ્રમ; અજ્ઞાન; ભ્રમણા. | માયા; સંસાર ઉપરનો ગાઢ અનુરાગ. | મૂર્ખતા. | મૂર્છા; બેહોશી. વધુ + | રૂપ, ગુણ અને છટા વગેરેની રઢ લાગણી તે; રૂપ ગુણ ઉપર ફિદા થઈ જવું તે; ઘેલા થઈ જવું તે; પ્રેમાસિકત; આસકિત; પ્યાર; પ્રેમ; રાગ. વધુ + | વસ્તુના યથાર્થ સ્વરૂપથી ઊલટું જાણવું તે. ઈશોપનિષદમાં જણાવ્યા પ્રમાણે આત્મવત્ સર્વ પ્રાણીપદાર્થ જોનાર આત્મજ્ઞાનીને કશો યે મોહ કે શોક હોતો નથી કેમકે, મોહ એટલે આત્મ અનાત્મની અજ્ઞાનતા કે ઊંધી સમજ. આ હું અને તે તે એવો ભેદભાવ જ ન રહેતાં મોહરૂપી ભેદાભેદનું અજ્ઞાન આત્મદર્શન થતાં આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. મોહને માયાનો વિકાર કહેલો છે. ગીતા પંચામૃતમાં જણાવ્યા પ્રમાણે મોહ એ તમોગુણનો વિકાર છે. તે ચિત્તને નિદ્રા, આળસ અને પ્રમાદની સાથે જોડે છે ત્યારે લય કહેવાય છે અને ચિત્તમાં ફરી ફરીને સરાગત ઉપજાવે છે. માટે કષાય કહેવાય છે. એ ત્રણે સમાધિમાં અંતરાય રૂપ છે. વધુ + | ( કાવ્ય ) સંચારી ભાવના તેત્રીશ માંહેનો એક ભેદ.
mugdhã
( પિંગળ ) એ નામે એક માત્રામેળ છંદ. આ છંદ. ત્રિભંગી છંદનો એક ભેદ છે. તેમાં ૮ લધુ અને ૬૦ ગુરુ મળી ૧૨૮ માત્રા હોય છે. | અવિદ્ધા; ગૌરી; કુમારિકા. | કામચેષ્ટારહિત યૌવના. તેના બે ભેદ છે. (૧) અજ્ઞાતયૌવના અને (૨) જ્ઞાતયૌવના. એક કવિ મુગ્ધાના ભેદ નીચે પ્રમાણે માને છે:-(૧) અંકુરિતયૌવના (૨) શૈશવયૌવના (૩) અજ્ઞાતયૌવના (૪) જ્ઞાતયૌવના (૫) નવયૌવના (૬) નવલઅનંગા (૭) અવિદિતકામા (૮) વિદિતકામાં (૯) નવલવધૂ (૧૦) નવોઢા (૧૧) નિશ્રબ્ધ નવોઢા (૧૨) લજ્જા આસક્ત રતિ કોવિદી. | જેને જુવાની તરતની ફૂટી હોય એવી સ્ત્રી; યૌવનમાં પ્રવેશતી પણ ભોળી અને રતિમાં થોડી સમજણાળી સ્ત્રી; પ્રેમઘેલી સ્ત્રી; મુગ્ધ સ્ત્રી. | નાયિકાનો એક ભેદ: નાયિકાના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે: મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા. તેમાં મુગ્ધાનાં પાંચ લક્ષણ છે: નવું વય, કામ, રતિમાં વામતા, ક્રોધમાં કોમળતા અને લજ્જા. વધુ + | અજ્ઞાન; મૂર્ખ. | બહુ કાબેલ; ચતુર. | મોહ પામેલી; મોહિત.
mukta
( પુરાણ ) એ નામનો એક ઋષિ. | ( જૈન ) જીવના બે માંહેનો એક પ્રકાર. | ધનુર્વેદમાં વર્ણવેલ આયુધના ઉપયોગનો એક પ્રકાર. | ( જૈન ) પરમેશ્વર; પરમાત્મા; સિદ્ધ ભગવાન. તે સર્વદા અશુદ્ધિઓથી અલગ હોય છે અને સર્વ મુમુક્ષુઓને કલેશથી છોડાવી દે છે. | મોક્ષ. | મોતી. | સંત; સાધુ. | સાંસારના બંધનથી મુક્ત થયેલ આત્મા. | અબદ્ધ; સ્વતંત્ર; અવશ; અમર્યાદ. | આનંદિત; ખુશી થયેલ. | આપેલ; દીધેલ. | છીનવી લેવાયેલ. | છૂટું; મોકળું. | છૂટેલું; બંધન રહિત; સંસારની માયાથી મોકળું થયેલું; પરબ્રહ્મરૂપી સિદ્ધ; અકર્મી; અજર; અમર; પરમાનંદી; પરમમુખી; અક્ષય; અવિનાશી; અવિકારી; નિરંજન; નિરાકાર; નિર્મળ; નિષ્કાસી; નિર્મોહી; સંસારના બંધનમાંથી કે માયાપાશમાંથી છૂટેલું; મોક્ષ પામેલું. વધુ + | તજી દેવાયેલ; ત્યક્ત; મૂકેલું; છોડેલું. | દૈવી અંશ સાથે ભળી ગયેલ. | નીચે પડેલ. | પોચું કરવામાં આવેલ; નરમ કરાયેલ. | ફેંકાયેલ. | મોક્ષ પામેલું; મુક્તિ પામેલું. | શિથિલ; અપ્રવૃત્ત.
mukti
અભેદબુદ્ધિ. | ખોલવું તે. | ચારની સંજ્ઞા; ચોગડો. | ચોસઠ માંહેની એક માનસતત્ત્વદેવતા. | છૂટાપણું; છુટકારો; મુક્તપણું; સ્વતંત્રપણું; છૂટ. | છોડી દેવું તે; મૂકી દેવું તે; ત્યાગ. | જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો ક્ષય. | દેણું વગેરે ચૂકવવું કે ભરપાઈ કરી દેવું તે. | ફેંકવું તે. | બંધથી છુટકારો; બંધનશૂન્યપણું. વધુ + | ભગ, | માફી; નિર્ભયત્વ. | મોકળાપણું. | મોક્ષ; દેહ તથા ઈંદ્રિયોથી આત્માનો છુટકારો; આત્યંતિક દુ:ખનિવૃત્તિ અને નિત્ય સુખની પ્રાપ્તિ; સંસારબંધનથી રહિતપણું; બ્રહ્મસ્વરૂપ પ્રાપ્તિ. વધુ + | રાજગરાના લોટ ઉપર ખાંડ ચડાવી બનાવેલી વાની. અપવાસમાં કેટલાક લોકો તે ખાય છે. | સંસારબંધનથી કે પાપ છૂટવાથી થતી ઈશ્વરપ્રાપ્તિ; મોક્ષ; નિર્વાણ; કૈવલ્ય; પાપમુક્તિ; અપવર્ગ; સંસારની માયાના બંધનમાંથી અને જન્મમરણના ફેરામાંથી સદાના છૂટા થઈ જવું તે; બ્રહ્મરૂપને પ્રાપ્ત કરવું તે. આત્માનું દેહ અને ઈંદ્રિયોના બંધનથી મુક્ત થવું તે.વેદાંતના મત અનુસાર જે વખતે શરીરમાં કોઈ દુ:ખનો પ્રાગભાવ ન રહે તે વખતે થનારો દુ:ખધ્વંસ એ જ મુક્તિ છે. સાંખ્ય મત પ્રમાણે ત્રિવિધ દુ:ખના અત્યંત નિરોધપૂર્વક પુરુષ પોતાના અકર્તા, ઉદાસીન, કૂટસ્થરૂપે રહે છે એ મુક્તિ કહેવાય છે. અષ્ટાંગ યોગ વડે પંચકલેશાદિની નિવૃત્તિ થયાથી સ્વતંત્રતાની જે પ્રાપ્તિ તે મુક્તિ. પાશુપત શાસ્ત્રમાં પશુપતિનાં પૂજન અર્ચન આદિક ધર્મોના અનુષ્ઠાનથી જીવરૂપ પશુના બંધનરૂપ પાશની નિવૃત્તિ થયે પુનરાવૃત્તિરહિત પશુપતિની સમીપ ગમન તે મુક્તિ એમ કહ્યું છે. વૈષ્ણવો માને છે કે, વિષ્ણુના પ્રસાદથી જીવનું પુનરાવૃત્તિથી રહિત વિષ્ણુલોકમાં ગમન તે મુક્તિ. ભગવાનના યથાર્થ સ્વરૂપનો અનુભવ તે જ જીવની મુક્તિ એમ રામાનુજ સંપ્રદાયવાળા માને છે. જગત્કર્તૃત્વ, લક્ષ્મી અને શ્રીવત્સ આ ત્રણ સિવાય બીજા જે ભગવાનના નિરતિશયાનંદાદિ ધર્મ છે તે ધર્મો જેવા ધર્મોની જીવને પ્રાપ્તિ થાય તેનું નામ મુક્તિ એમ શ્રી મધ્વાચાર્યનો મત છે. ગોલોકમાં બે હાથવાળા કૃષ્ણ ભગવાન સાથે તેના અંશરૂપ જીવોને જે રાસલીલાનો અનુભવ તે મુક્તિ એમ શ્રી વલ્લભાચાર્યજીનો મત છે. મુક્તિના બીજા પ્રકાર આ પ્રમાણે છે: જે વૈકુંઠલોકમાં ભગવાન રહે છે તે લોકની પ્રાપ્તિ તે સાલોક્ય મુક્તિ. વૈકુંઠ લોકમાં પણ વિષ્ણુ ભગવાનની સમીપતાની પ્રાપ્તિ તે સામીપ્ય મુક્તિ. સમીપતા પ્રાપ્ત થયા પછી પણ વિષ્ણુ ભગવાનના જેવા રૂપની પ્રાપ્તિ તે સારૂપ્ય મુક્તિ. વિષ્ણુ, ભગવાનના સ્વરૂપમાં જીવાત્માનો લય તે સાયુજ્ય મુક્તિ. પ્રશ્નોપનિષદમાં લખેલ છે કે, ઉપનિષદમાં મુક્તિ સમજાવવા માટે સાપનું દૃષ્ટાંત આપેલ છે. જેમ સાપ જૂની કાંચળીને સ્વયં ત્યાગે છે તેમ પાપપુણ્યથી પર થયેલ પુરુષ મુક્તિ સુખનો જીવતાં જીવંત અનુભવ કરતો હોઈ ને જાણે કાંચળી જેવા શરીરને તજે છે. તેને શરીર વગેરેનું અભિમાન રહેતું નથી. અર્થાત્ તેને સશરીર મુ્ક્તિ જ મળે છે. આ છે પરિપૂર્ણ પરમાત્માના નામ સ્મરણનું અર્થાત્ ૐકાર કે પ્રણવ જપનું ફળ. વિષયોથી ઈંદ્રિયો ઉત્તમ છે. ઈંદ્રિયોથી મન ઉત્તમ છે, મનથી બુદ્ધિસત્ત્વ ઉત્તમ છે, એ બુદ્ધિસત્ત્વથી મહત્તત્ત્વ ઉત્તમ છે. એ મહાત્તત્ત્વથી પ્રકૃતિ ઉત્તમ છે અને એ પ્રકૃતિથી પણ પુરુષ અર્થાત્ આત્મા ઉત્તમ છે. ઉત્તમતાની અવધિ આત્મામાં છે. આત્મા સર્વવ્યાપક છે, ચેતન છે, આનંદ સ્વરૂપ છે. અલિંગ છે એટલે કે કાર્યકારણ ભાવ સિવાયનો હોઈ ને નિત્ય સિદ્ધ સ્વભાવ છે; આથી સમજુ પુરુષ વિષયાનંદમાં ન રાચે, ઈંદ્રિયાનંદમાં ન મહાલે, બૌદ્ધિક આનંદમાં ન લહેર માને, મહત્તત્ત્વ અને કાર્યકારણ ભાવની અવધિરૂપ પ્રકૃતિમાં સમાધિમય થઈ તે પરિણામી નિત્ય અનાત્મ તત્ત્વોમાં આનંદ ન પામે. તે તો આ બધાનો દોષદર્શી હોઈને જ્યાં પરિણામ, તાપ કે સંસાર દુ:ખની માત્રા પણ નથી પણ કેવળ આનંદ છે. નિત્ય આનંદનું ધામ છે. એવા કુટસ્થસ્થિત આત્મામા જ પ્રતિષ્ઠા મેળવી તે બ્રહ્માનંદનો અનુભવ કરશે અર્થાત્ પરમુક્તિને પામશે. વધુ +
muni
અગથિયો. | અગસ્ત્ય, વ્યાસ, બુદ્ધ, પાણિનિ, જૈમિનિ, કપિલ, પતંજલિ વગેરેમાંનો દરેક. | અંત:કરણ. | આંબો. | ગંધર્વની એક જાત; દેવગંધર્વ; વૈવસ્વત મન્વંતરમાં કશ્પપ ઋષિએ પ્રાચેતસ દક્ષને આપેલી તેર માંહેની એક કન્યાથી જે ગંધર્વ ઉત્પન્ન થયા તે. | ચારોળીનું ઝાડ. | જિનદેવ; જિન. | જોગી. | દમનક, પરાશર વગેરે વૃક્ષ. | દશ વિશ્વદેવો માંહેનો એક. | મુનિવ્રતવાળો સાધુ પુરુષ. | ( પિંગળ ) મુનીશ; ઓગણશ અક્ષરનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં નગણ, મગણ, નગણ, સગણ, નગણ, સગણ અને લઘુ એમ ઓગણીશ અક્ષરો હોય છે. | મૌનાવલંબી માણસ; જે બોલતો નથી તે; પોતાની શક્તિનો વ્યય ન કરે તે. | યથાર્થ મનન કરનાર ઋષિ; તપસ્વી; યોગી; મૌન રહી તપ કરનાર સાધુ; સંત; વાનપ્રસ્થ; એકાંતવાસમાં રહેનારો પુરુષ; વીતરાગી સ્થિર મનવાળો મનુષ્ય; ત્યાગી; સંન્યાસી; મનનશીલ યોગી. મુનિના પાંચ પ્રકાર છે; (૧) પુલાક, (૨) બકુશ. (૩) કુશાલ, (૪) નિગ્રંથ અને (૫) સ્નાતક. યાદવોના જમાનામાં મુનઓ તપોવનમાં નદી કિનારે આશ્રમો બાંધીને રહેતા, જપ તપ કરતા, શિષ્યોને વિદ્યા આપતા. સાદું ને સદાચારી જીવન જીવતા. એ જમાનામાં આજના જેવી શાળાઓ નહોતી. બાળકો મુનિઓના આશ્રમોમાં જઈ ને રહેતા. આશ્રમ એટલે ઘરનું ઘર અને શાળાની શાળા. આશ્રમના ઝૂંપડાઓમાં રહીને બાળકો ગુરુની સેવા કરતા. ગુરુ તેમને વિદ્યા આપતા. રાજા હોય કે રંક, ગરીબ હોય કે તવંગર પર આશ્રમોમાં બધા જ બાળકો સાથે રહેતા, ભણતા, ભોજન કરતા અને એક સાથે સૂતા. આશ્રમનાં આંગણામાં ગુરુ અને શિષ્યો ઝાડની શીતળ છાયામાં બેસે. ગુરુ વેદ શીખવે, જૂના જમાનાની રસિક વાતો કહે, આકાશનું અવલોકન કરાવે, દિવસે સૂરજનો પ્રકાશ, રાતે ચંદ્ર અને તારાનું તેજ, ગ્રહોની ગતિ, ઋતુઓનો તફાવત વગેરે બનાવોની ખૂબી સમજાવે, વનવગડાનો પ્રવાસ ગોઠવે, પશુપંખીનો પરિચય કરાવે, ઝાડપાન અને ફળફૂલ ઓળખાવીને તેનો ઉપયોગ સમજાવે, રાજકારભાર, ધનુષબાણ, તલવાર ને કુસ્તીની કળા પણ શીખવે. યાદવોના જમાનમાં આપણા દેશમાં આવા અનેક આશ્રમો મુનિઓ વસાવતા હતા. વધુ + | રૈવત મન્વંતરમાંના સપ્તર્ષિ માંહેનો એક. | શિવમાં હજાર માંહેનું એક નામ. | સાતની સંજ્ઞા; સાતડો. | હોલંડ, ડેન્માર્ક, પ્રશીઅ, ગ્રેટબ્રિટન, આયર્લંડ, બેલ્જિયમ અને નોર્થસીની અંદર બૂડેલી જમીન. | કશ્યપની સ્ત્રી. | દક્ષ પ્રજાપતિની કન્યા. | મનન કરનાર; વિચાર કરનાર. | સુતિક્ષણ.

N

Nãrad
એ નામનો એક પ્રજાપતિ. | એક પરમ વિષ્ણુભક્ત દેવર્ષિ; બ્રહ્માના એ નામના માનસ પુત્ર. તે પ્રથમ પદ્મકલ્પમાં અને પછી વરાહકલ્પમાં હતા. બાળબ્રહ્મચારીરૂપે રહી પરમાત્માનાં ધ્યાન ને કીર્તનમાં તે નિમગ્ન રહેતા. દેવર્ષિઓમાં એ મુખ્ય ગણાયા હતા. એ ધર્મિષ્ઠ, હસમુખા, ચાલાક, પરાક્રમી, ભવિષ્યવક્તા, ગમતી, તત્ત્વદા અને મહામશ્કરા હતા. પ્રસંગે શુભ હેતુ માટે કે ગંમત ખાતર પ્રપંચ રચી લડાવી મારતા. સર્વને તેની ગંમત પ્રિય હતી. ધારે ત્યારે ત્રિલોકમાં આવાગમન કરી શકતા. ગાયનના આનંદમાં મગ્ન રહેતા. સંદેશો પહોંચાડવામાં વિચક્ષણ હતા. એ કળા તો એમની જ હતી. નારદકળા દષ્ટાંતરૂપે પ્રસિદ્ધ છે. આજે પણ જે માણસ બે જણની વચ્ચે લડાઈ કરાવે અને પરસ્પરની વાતો પહોંચાડે તેને નારદકળાવાળો કહે છે. સામા માણસને હાસ્ય ઉપજાવવામાં તે પંકાયેલા હતા. તેની ચોટલી ઊભી જ રહેતી એમ કહેવાય છે. તેનો આશ્રમ પ્રથમ યમુના તટ ઉપર એક મઠમાં હતો. પછીથી તે ત્રૈલોક્યમાં ફરતા હતા. સંગીતશાસ્ત્રમાં તે ઘણા પ્રવીણ હતા, વળી સમર્થ વક્તા હતા. એ ગાનતાન સાથે ઉપદેશ આપતા, તેથી મનુષ્યોને તાત્કાલિક અસર થતી. તેઓ ઈશ્વર, ધર્મ, નીતિ સંબંધી ઉપદેશ ગાયનમાં ગાતા ગાતા મધ્ય બજાર તેમ જ શેરીએ શેરીએ ફરતા હતા. દેવસભા અને રાજ્યસભામાં તેઓ ઉત્તમ માન પામ્યા હતા. વાગતી વીણા સાથે તેમનું આવાગમન અકસ્માત થતું. વિષ્ણુ ભગવાનને તે અત્યંત પ્રિય હતા એટલું જ નહિ પણ તેમની ખાનગી સલાહને પાત્ર ઠર્યા હતા તેમણે નારદ પંચરાત્રી જેવો ઈશ્વરજ્ઞાન સંબંધી ઘણો જ ઉત્તમ ગ્રંથ બનાવ્યો છે, તેમ જ ધર્મશાસ્ત્ર એટલે સ્મૃતિ, તીર્થસ્થળ, ગાયન વગેરે ઉપર ગ્રંથો કર્યા છે. તેમના નામનું એક નારદપુરાણ પણ છે. તેણે યુધિષ્ઠિરને નીતિ સંભળાવી હતી. રામના તે ધર્મશાસ્ત્રી હતા. લક્ષ્મીજીને વિષ્ણુ સાથે પરણાવનાર તેઓ જ હતા. પૂર્વજન્મમાં તે એક મુનિના દાસીપુત્ર હતા. ઋષિઓની સેવાથી તેનામાં ભક્તિનો ઉદય થયો, તેથી નાની વયમાં તેમણે ઘોર તપ કર્યું. પરમાત્માનાં તેને દર્શન થયાં અને એક વીણા આપી. તે વગાડી તે પ્રભુભજનમાં લીન રહેવા લાગ્યા. ફરતાં ફરતાં તેમને પર્વત ઋષિનો મેળાપ થયો. બંને ઘણાં વર્ષ સાથે રહ્યા. મૈત્રીને લઈ મનમાં જે વાત ઉત્પન્ન થાય તે પરસ્પર જણાવવી એવો ઠરાવ થયો હતો. પર્વત ઋષિ પોતાના મનની વાત કહેતા પણ નારદ કહેતા નહિ, તેથી પર્વત ઋષિએ શાપ આપ્યો અને નારદ વિરૂપ મુખે થયા. તેમણે પણ પર્વત ઋષિને શાપ આપવાથી તેનું દેવલોકમાં આવાગમન બંધ થયું. પર્વત ઋષિ શાપ પામી પૃથ્વીપ્રદક્ષિણાએ નીકળ્યા. ઘણો કાળ વીતી જતાં ફરી તેઓ પાછા મળ્યા, જેથી પરસ્પર શાપમુક્ત બન્યા. ઈશ્વરભક્તિ કરતાં દેહત્યાગ કર્યા પછી બ્રહ્માના માનસપુત્ર તરીકે તે અવતર્યા. અસલના પ્રવાસીઓમાં સૌથી જબરા અને જાણીતા નિત્યપ્રવાસી નારદ હતા. દેવલોક એટલે તિબેટ, ચીન, જપાનમાં, મર્ત્યલોક એટલે ભરતખંડમાં, પાતાળ એટલે અમેરિકમાં જ્યાં જુઓ ત્યાં તે સર્વવ્યાપી અને હાજરાહજૂર હોય જ. દેશવિદેશથી તેમને આમંત્રણો આવતાં અને પોતે ખરેખરી આંતરરાષ્ટ્રીય વ્યક્તિ હતા. વેદોમાં ઋગ્વેદ મંડલ ૮ અને ૯ ના કેટલાક મંત્રોના કર્તાના તરીકે નારદનું નામ મળે છે. તેમને ક્યાંક કણ્વ અને ક્યાંક કશ્યપવંશી લખેલ છે. ઇતિહાસ અને પુરાણોમાં નારદને દેવર્ષિ કહેવામાં આવેલ છે. તે જુદા જુદા લોકમાં વિચરતા રહે છે અને એક લોકના ખબર બીજામાં પહોંચાડે છે. હરિવંશમાં લખ્યું છે કે, નારદ બ્રહ્માના માનસપુત્ર છે. બ્રહ્માએ પ્રજાસૃષ્ટિની અભિલાષા કરીને પહેલાં મરીચિ, અત્રિ આદિને ઉત્પન્ન કર્યા, પછી સનક, સનંદન, સનાતન, સનત્કુમાર, સ્કંદ, નારદ અને રુદ્રદેવ ઉત્પન્ન થયા. વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે, બ્રહ્માએ પોતાના બધા પુત્રોને પ્રજાસૃષ્ટિ રચવામાં જોડ્યા, પણ નારદે તેમ ન કર્યું. તે ઉપરથી બ્રહ્માએ તેમને શાપ દીધો કે, તમે સદા બધા લોકોમાં ફર્યા કરશો, એક સ્થાન ઉપર સ્થિર થઈને રહેશો નહિ. મહાભારતમાં તેમણે બ્રહ્મા પાસેથી સંગીતની શિક્ષા મેળવ્યાનું જણાવ્યું છે. ભાગવત, બ્રહ્મવૈવર્ત આદિ પછીનાં પુરાણોમાં નારદના સંબંધમાં ઘણી મોટી કથાઓ મળે છે. બ્રહ્મવૈવર્તમાં તેમને બ્રહ્માના કંઠમાંથી ઉત્પન્ન થયાનું બતાવેલ છે અને લખ્યું છે કે, જ્યારે તેમણે પ્રજાસૃષ્ટિનો અસ્વીકાર કર્યો ત્યારે બ્રહ્માએ તેમને શાપ દીધો અને ગંધમાદન પર્વત ઉપર તે ઉપવર્હણ નામે ગંધર્વ થયા. એક દિવસ ઇંદ્રની સભામાં રંભાનો નાચ દેખી તે કામમોહિત થયા, તેથી બ્રહ્માએ તેમને ફરી શાપ દીધો કે તમે મનુષ્ય થાઓ. દ્રુમિલ નામના ગોપની સ્ત્રી કલાવતી પતિની આજ્ઞાથી બ્રહ્મવીર્યની પ્રાપ્તિ માટે નીકળી અને તેણીએ કાશ્યપ નારદને પ્રાર્થના કરી. છેવટે કાશ્યપ નારદના વીર્ય ભક્ષણથી તેણીને ગર્ભ રહ્યો. તેના ગર્ભથી ગંધર્વદેહત્યાગ નારદ ઉત્પન્ન થયા. વધુ + | ( પિંગળ ) એક સમજાતિ માત્રામેળ છંદ. તે સવૈયા છંદનો એક ભેદ છે. તેમાં ૩૯ ગુરુ અને ૪૬ લઘુ મળી ૮૫ વર્ણની ૧૨૪ માત્રા હોય છે. | એશિઅ માઇનરમાં આવેલું એ નામનું એક શિખર. | ( પુરાણ ) કશ્યપ ઋષિને મુની નામની ભાર્યાથી થયેલા સોળ માંહેનો એ નામનો એક દેવગંધર્વ; કલિ નામના પંદરમા દેવગંધર્વનો નાનો ભાઈ. એ દર વૈશાખ માસમાં સૂર્યના સમાગમમાં સંચાર કરે છે. | ( પુરાણ ) કુબેરની સભામાં વાસ કરનાર ઋષિ. યુધિષ્ઠિર ને ઇંદ્રાદ્રિ લોકપાળોની સભામાં વર્ણન આણે જ કર્યાં હતાં. એણે કહેલી નીતિ મહાભારતમાં સભાપર્વમાં નારદનીતિને નામે પ્રસિદ્ધ છે. | ( પુરાણ ) કોઈ એક બ્રહ્મર્ષિ. તેમના પિતાનું નામ મળતું નથી. એને અરુંધતી નામની બહેન હતી અને તેને મૈત્રા વરુણી વસિષ્ઠને વરાવી હતી. | ખટપટી માણસ; બે પક્ષ વચ્ચે ઝઘડો કરાવનાર માણસ; બે જણને આમતેમ કહીને લડાવી મારી, તેમાં મજા માણનાર માણસ. | ગાયત્રીના ચોવીશ માંહેનો એ નામનો એક ઋષિ. | ચોવીશ માંહેનો એ નામનો એક બુદ્ધ. | દાશરથિ રામની સભા માંહેનો એ નામનો આઠમો ધર્મશાસ્ત્રી. | મેરુકણિકા માંહેનો એક નામનો એક પર્વત. | વિશ્વામિત્ર ઋષિનો એ નામનો એક પુત્ર. જનમેજયે કરેલા સર્પપત્રમાં તે સદસ્ય હતો. | શાકદ્વીપનો એ નામનો એક પર્વત. | એ નામની એક સ્મૃતિ. | એ નામનું એક પુરાણ. તેમાં પચીસ હજાર શ્લોક છે. | દેવળમાં બેસાડવાની બહારની મૂર્તિ. | એકબીજાના સંદેશા પહોંચાડનાર. | લડાઇ કરાવનાર; તોફાન કરાવનાર.
Narak
( પુરાણ ) એ નામનો એક અસુર. તે પૃથ્વીનો પુત્ર હતો. મહાભારત અને વિષ્ણુ પુરાણમાં તે અદિતિનાં રત્ન પ્રાગ્જ્યોતિષ નામના મજબૂત કિલ્લામાં ઉઠાવી ગયાનું લખેલ છે. દેવોની પ્રાર્થનાથી શ્રીકૃષ્ણ ત્યાં ગયા અને નરકનો નાશ કરી રત્ન પાછાં મેળવ્યાં. હરિવંશમાં તેના સંબંધી જુદી દંતકથા છે કે, પ્રગ્જ્યોતિષનો રાજા નરક દેવોનો કટ્ટો દુશ્મન હતો. તે હાથીનું સ્વરૂપ લઈ વિશ્વકર્માની પુત્રી ઉપાડી ગયો. આ ઉપરાંત દેવોની, ગંધર્વોની અને મનુષ્યોની પુત્રીઓ, અપ્સરાઓ પણ ઉપાડી જવા લાગ્યો. આમ તેને ૧૬,૦૦૦ સ્ત્રીઓ થઈ. તેઓ માટે તેણે સુંદર મહેલ બંધાવ્યા. આ ઉપરાંત તેની પાસે અસંખ્ય રત્ન અને અમાપ દોલત હતી. આવાં અઘોર કૃત્યવાળો અસુર તેની પહેલાં કોઈ થયો હોવાનું જણાયેલ નથી. | ( પુરાણ ) કલિનો એ નામનો એક પૌત્ર. તે કલિના પુત્ર ભય અને કલિની પુત્રી મૃત્યુના ગર્ભથી ઉત્પન્ન થયો હતો અને તે પોતાની બહેન યાતના સાથે પરણ્યો હતો. | નરકાસુર. તેને વિષ્ણુએ માર્યો હતો. | નિકૃતના ગર્ભથી ઉત્પન્ન થયેલ અનૃતનો એ નામનો એક પુત્ર. | પાતાળ. | વિપ્રચિત્તિ દાનવનો એ નામનો એક પુત્ર. | ગંદી જગ્યા. | ( બોદ્ધ ) ચાર માંહેનો એ નામનો એક જાતનો અપાય. | ચાળીશ સૂચક સાંકેતિક શબ્દ. નરક ૪૦ મનાય છે. | દુર્ગંધવાળો ખરાબ પદાર્થ; મેલું; મળ; વિષ્ટા. | દુઃખ પડે એવું અત્યંત ખરાબ સ્થળ; ઘણી પીડાવાળી જગ્યા. | નીચ યોનિ. વધુ + | પ્રાણીને તેના મરણ પછી શિક્ષા ભોગવવા માટે રહેવાનું સ્થાન; દોજખ; જહન્નમ; નરકલોક; નરકવાસો; નારકી જીવોનું રહેવાનું સ્થાન; પાતકી લોકોની સજા સારૂ યમલોકમાં નિર્માણ કરેલ સ્થળ. અનેક પુરાણો તથા ધર્મશાસ્ત્રોમાં નરક સંબંધમાં અનેક બીના મળે છે, પરંતુ તેનાતી અધિક પ્રાચીન ગ્રંથોમાં નરકનો ઉલ્લેખ નથી. અવું જણાય છે કે, વૈદિક સમયમાં લોકોમાં નરકની ભવના નહોતી. પુરાણો વગેરેમાં જણાવેલ ૨૮ નરકોનાં નામઃ તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, શૂકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તશૂમિ, વજંકંટકશાલ્મલી, વૈતરણી, પૂયોદ, પ્રાણરોધ, વિશસન, લાલાભક્ષ, સારમેયાદન, અવીચિ, અયઃપાન, ક્ષારકર્દમ, રક્ષગમભજન, શૂલપ્રોત, દંદશૂક, અવટનિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ. ભાગવતમાં જણાવ્યું છે કેઃ નરક પાતાળની નીચે ને ગર્ભોદક નામના જળની ઉપર જેત્રીશ હજાર યોજનનું અંતર રહ્યું છે ત્યાં આવેલાં છે. પાપી પુરુશ કોઈ કોઈ વાર ઘોર નામના નરકમાં જાય છે. તો કોઈ સુઘોર નામના નરકમાં જાય છે. વળી કોઈ અતિઘોર નરકમાં, તો કોઈ મહાઘોરમાં, કોઈ ઘોરરૂપમાં, કોઈ કરાલમાં, કોઈ ભયાનકમાં, કોઈ કાલરાત્રિમાં, કોઈ ભયોત્કટમાં, કોઈ ચંડમાં, કોઈ મહાચંડમાં, કોઈ ચંડકોલાહલમાં, કોઈ પ્રચંડમાં, કોઈ પદ્મમાં, કોઈ ભીમામાં, કોઈ ભીષણમાં, કોઈ કરાલવિકરાલમાં, કોઈવજીમાં, કોઈ ત્રિકોણમાં, કોઈ પદ્માવતી પદ્મકોણમાં, કોઈ સુદીર્ઘમાં, કોઈ ગોલમાં, કોઈ સપ્તભૌમમાં, કોઈ અષ્ટભૌમમાં, કોઈ દીપ્તમાં અને કોઈ રૌરવમાં જાય છે. એ પ્રમાણે પાપીઓને વિવિદ નરકોમાં સડ્યા કરવું પડે છે. મનુસ્મૃતિમાં નરકની સંખ્યા ૨૧ બતાવી છેઃ તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, નરક, મહાનરક, કાલસૂત્ર, સંજીવન, મહાવીચિ, તપન, પ્રતાપન, સંહાત, કાલોલ, કુડ્મલ, પ્રતિમૂર્તિક, લોહશંકું, ઋજીષ, શાલ્મલી, વૈતરણી, અસિપત્રવન અને લોહદારક. ભાગવતમાં પણ ૨૧ નરકનું વર્ણન છે તેનાં નામઃ તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિતપત્રવન, શૂકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તશૂર્મિ, વજીકંટકશાલ્મલી, વૈતરણી, પૂયોદ, પ્રાણનૈધ, વિશસન, લાલભક્ષ, સારમેયાદન, અવીચિ અને અયઃપાન. તે ઉપરાંત ક્ષારમર્દન, રક્ષગમભોજન, શૂલપ્રોત, દંદશૂક, અવટનિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ એમ એમ સાત નરક પણ માનેલા છે. વળી વસાકુંડ, તપ્તકુંડ, સર્પકુંડ, ચક્રકુંડ, વગેરે ઘણાં નરકકુંડ પુરાણોમાં માનેલા છે. ભિન્ન ભિન્ન પાપ કરવાના કારણે મનુષ્યના આત્માને ભિન્ન ભિન્ન નરકમાં હજારે વર્ષ સુધી રહેવું પડે છે. ત્યાં તેને ઘણીજ પીડા દેવામાં આવે છે. મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં પણ નરકની કલ્પના છે. પરંતું તેમાં આ પ્રમાણેના ભેદ નથી. તેઓની માન્યતા પ્રમાણે નરકમાં હંમેશા ભીષણ આગ બળ્યા કરે છે. તેઓ સ્વર્ગને ઉપર અને નરકને નીચે પાતાળમાં માને છે. જૈનૌ સાત નરક ભૂમિ માને છેઃ (૧) રત્નપ્રભા (૨) શર્કરાપ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમઃપ્રભાઅને (૭) તમઃતમઃપ્રભા અથવા મહાતમઃપ્રભા. એ સાત નરકમાં પ્રાણીઓની સ્થિતિ અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સતર, બાવીશ, અને તેત્રીશ સાગરોપમની છે. આ સાતે ભૂમિ એકબીજાથી નીચે છે., પરંતું એકબીજાને અડીને રહેલી નથી. એકબીજાની વચમાં બહુ મોટું અંતર છે. આ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અને આકાશ ક્રમથી નીચે નીચે છે. પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ, તેની નીચે ઘનુવાત, તેની નીચે તનુવાત અને તેની નીચે આકાશ છે. આકાશની પછી બીજી નરકભૂમિ છે. આ પ્રમાણે સાતમી નરકભૂમિ સુધી બધી ભૂમિની નીચે એ ક્રમથી ઘનોદધિ વગેરે છે. પહેલી ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા કહેવાય છે. શર્કરા એટલે કાંકરાની બહુલાતને લીધે બીજી શર્કરાપ્રભા, વાલુકા એટલે રેતીની મુખ્યતાને લીધે ત્રીજી વાલુકાપ્રભા, પંક એટલે કાદવની અધિકતાથી ચોથી પંકપ્રભા, ધૂમ એટલે ધુમાડાની અધિકતાથી પાંચમી ધૂમપ્રભા, તમઃ એટલે અંધારાની વિશિષ્ટાથી છઠ્ઠી તમઃપ્રભા અને મહાતમઃપ્રભા એટલે ઘન અંધકારની પ્રચુરતાથી સાતમી ભૂમિ મહાતમઃપ્રભા કહેવાય છે. એ સાતેનાં નામ ક્રમપૂર્વક ઘમ્મા, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મધા અને માધવી છે. પહેલી રત્નપ્રભા નામની નરકભૂમિમાં ૩૦ લાખ, બીજીમાં ૨૫ લાખ, ત્રીજીમાં ૧૫ લાખ, ચોથીમાં ૧૦ લાખ, પાંચમીમાં ૩ લાખ, છઠ્ઠીમાં ૯૯૯૯૫ અને સાતમી ભૂમિમાં પાંચ નરકાવાસ એટલે નારકી જીવોને રહેવાનાં સ્થાન છે. બૌદ્ધધર્મી નીચે મુજબ નરક માને છેઃ અર્બુદ, નિરર્બુદ, અબબ, અહહ, અટટ, કુમુદ, સૌગંધિક, ઉત્પલક, પુંડરીક અને પદ્મ. તે ધર્મવાળા માને છે કે, વીશ ખારી તલના ગાડામાંથી દર સોમે વર્ષે એક તલ કાઢવામાં આવે તોતે ક્રમે તલ વહેલા ખલાસ ન થાય. અર્બુદથી વીશગણું નિરર્બુદ નરકમાનું આયુષ્ય, તેનાથી વીશગણું અબબ નરકનું. તેનાથી વીશગણું અહહ નરકનું. તેનાથી વીશગણું અટટ નરકનું, તેનાથી વીશગણું કુમુદ નરકનું, તનાથી વીશગણું સૌગંધિક નરકનું, તેનાથી વીશગણું ઉત્પલક નરકનું, તેનાથી વીશગણું પુંડરીક નરકનું અને તેનાથી વીશગણું પદ્મ નરકનું આયુષ્ય મનાય છે.
nãstik
આસ્થા વગરનો માણસ. | ચાર્વાક. | વેદને નહિ માનનારો પુરુષ; ઈશ્વર, પરલોક, કર્મફળ વગેરે નહિ માનનાર માણસ. હેતુશાસ્ત્ર એટલે કે તર્કનો આશ્રય લઈ વેદનો અસ્વીકાર કરે, તેનું પ્રમાણ ન માને તેને હિંદુ શાસ્ત્રમાં નાસ્તિક કહે છે. હિંદુ શાસ્ત્રકારો અનુસાર ચાર્વાક, બૌદ્ધ અને જૈન આ ત્રણ નાસ્તિક મત છે. આ મત પ્રમાણે સૃષ્ટિને ઉત્પન્ન કરનાર અને ચલાવનાર કોઈ નિત્ય અને સ્થિર ચેતન માનવામાં આવેલ નથી. નાસ્તિકોને બાર્હસ્પત્ય, ચાર્વાક અને લોકાયતિક પણ કહે છે. | ઈશ્વર નથી એવી જેની મતિ છે એવું; કર્મફળ, પરલોક તથા ઈશ્વરના અસ્તિત્વને નહિ માનનારૂં; ધર્મવિમુખ. | વેદ અને શાસ્ત્રો ઉપર જેને આસ્થા ન હોય એવું.
neti neti
અમુક બાબતો સકારણ નિષેધ કરી બાકી રહેલ ઘટી શકતી બાબત સિદ્ધ કરવી એવા પ્રકારની સાબિતી; `પ્રૂફ બાઇ એકઝોશન.` | એ નહિ; એ નહિ. પ્રકૃતિ જડ પદાર્થોમાં આ આત્મા નથી, આ આત્મા નથી, એવા પ્રકારના તત્ત્વના અભ્યાસથી જડ સાથે આત્માને જે તાદાત્મ્ય ભાસે છે તેથી ત્યાગ થાય છે. ત્યાગ થવાથી અભિમાનનો ત્યાગ થાય છે અને અભિમાનનો ત્યાગ થવાથી વિવેકજ્ઞાનની સિદ્ધિ થાય છે. તાત્પર્ય કે, આ નથી, આ નથી, એવા પ્રકારના તત્ત્વના અભ્યાસથી અભિમાનનો ત્યાગ થવાથી વિવેકજ્ઞાનની સિદ્ધિ થાય છે.
nirãkãr
ઈશ્વર; પરમાત્મા; બ્રહ્મ. | ગગન; આકાશ. | વિષ્ણુ. | શિવ. | આકાર વગરનું; જેને કાંઈ રૂપ ન હોય એવું; અવયવહીન; જડ પુદ્દગલના આકાર વગરનું વધુ + | નહિ બોલાવેલ; આહ્વાન વગરનું.
nirvikalp
ઈશ્વર. | પ્રત્યક્ષ પ્રમાણનો એક ભેદ. | એક જાતની સમાધિ; નિર્વિકલ્પ સમાધિ. | ( ન્યાય ) અવ્યક્ત જ્ઞાન; અલૌકિક અનુભવવાળું જ્ઞાન. | જીવ અને બ્રહ્માની એકતા બતાવનાર અખંડાકારવાળા એક જ વિષયનું જ્ઞાન. | સમાધિના બે માંહેનો એક પ્રકાર. | આગ્રહી; ડગે નહિ એવું. | એકાગ્ર. | કલ્પના ન હોય એવું. | નિર્બીજ. | બુદ્ધિથી પૃથક્કરણ ન થઈ શકે તેવું. | વિકલ્પ રહિત; જેમાં ભેદ રહેલો ન હોય એવું; વિકલ્પ વિનાનું; જ્ઞાતા, જ્ઞેય ઇત્યાદિ ભેદ વગરનું; જાણનાર અને જાણવાનું જે તેમાં ભેદ ન હોય એવું; વિશેષ્ય વિશેષણના સંબંધ વિનાનું; નિરપેક્ષ; વિકલ્પ, પરિવર્તન કે પ્રભેદ વગેરેથી રહિત. ધ્યાન માટે વપરાય છે. | વિચાર વિનાનું. | સ્થિર; નિશ્ચિત. | અસ્વસ્થપણે.
nishchay
( કાવ્ય ) એ નામનો એક અર્થાલંકાર. તેમાં બીજા વિષયનો નિષેધ કરી પ્રકૃત કે યથાર્થ વિષયનું સ્થાપન થાય છે. | ખાતરી; પતીજ; ભરોસો; વિશ્વાસ. | નિર્ણય. | નિવેડો; તોડ. | ( વેદાંત ) નિ:સંશય જ્ઞાન. | પરમાર્થને લક્ષમાં લેવો તે. | બુદ્ધિની એક અસાધારણ વૃત્તિ. | મનથી નક્કી કરેલું હોય તે; મનનો દૃઢ એટલે ન ફરે એવો વિચાર; પાકો વિચાર; સંકલ્પ; નિર્ણય. | મોક્ષ. | ( જૈન ) વાસ્તવિક પદાર્થને માનનાર દ્રવ્યાર્થિક નય. | સાચી દૃષ્ટિ. | સ્વઆશ્રિત સ્વભાવ. | ચોક્કસ; નક્કી. | ખાતરીથી; ખરેખર; નક્કી; નિશ્ચે.
nitya-pralay
દરરોજ થતો પ્રલય; નિદ્રા; સુષુપ્તિ. વેદાંતપરિભાષામાં ચાર જાતના પ્રલય કહ્યા છેઃ નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક. તેમાં સુષુપ્તિને નિત્યપ્રલય કહે છે. જે પ્રમાણે પ્રલયકાળમાં કોઈ કાર્યનું જ્ઞાન થતું નથી, તે પ્રમાણે સુષુપ્તિ અવસ્થામાં પણ થતું નથી. આ અવસ્થા હમેશ થાય છે. દરરોજ માણસ ઊંઘી જાય છે ત્યારે તેની નજર આગળ જગત દેખાતું નથી. તે નિત્યપ્રલય કહેવાય છે. બ્રહ્માના લવ, નિમેષ અને દિવસમાં સર્વ ઉત્પન્ન થઈને જે નાશ પામે છે તેનું નામ નિત્યપ્રલય કહેવાય છે. | પ્રાણીનો હમેશ થતો નાશ.
nivrutti
શિવનાં હજાર માંહેનું એક નામ. | અભાવ. | ( જૈન ) આરંભ વગેરે પાપથી નિવૃત્ત થવું તે. | આરો. | આશા વિરહિત પ્રવૃત્તિ. | એ નામનું એક પ્રાચીન તીર્થ. | એંગ્લો ઇજીપ્શિયન સુદાન અને લિબિઅમાં આવેલી એ નામની એક નદી. | કામ ન કરવું તે. | દૂર થવાપણું; જતું રહેવાપણું. | ( વેદાંત ) દ્વેષને વિષય નહિ કરનારો ગુણ. | નાશ પામવાપણું. | નિરાંત; શાંતિ. | નિષ્પત્તિ. | ન્યામતપ્રસિદ્ધ એક યત્ન. | ફારગત થવું તે; છુટકારો; મુક્તિ. | ફુરસદ; નવરાશ. | બંધ થવું તે; અટકવાપણું. | ( બૌદ્ધ ) મુક્તિ; મોક્ષ. વધુ + | વિરામ; ઉપરામ; ઉપશમ. | સમાપ્તિ. | સંસારની ઉપાધિમાંથી દૂર થઈ એકાંતવાસ સેવવો તે. | સીતાનાં હજાર માંહેનું એક નામ.
niyam
અવશ્ય ભાવના. | આચાર; આચરણ. | આજ્ઞા; હુકમ; આદેશ; શાસન. | આપ્તવચન; કથન. | આવશ્યક ધાર્મિક વિધિ. | ઈશ્વરમાં મન લગાડવું તે. | ( કાવ્ય ) એ નામનો એક અર્થાલંકાર. તેમાં કોઈ વાતનો એક જ સ્થાન ઉપર નિયમ કરવામાં આવે એટલે કે તે બાબત હોવાનું એક જ સ્થાને બતાવવામાં આવે. તેના બે ભેદ છેઃ અપ્રશ્નપૂર્વક અને પ્રશ્રપૂર્વક. | એક પ્રકારનો અર્થદોષ. | કબૂલત. | ચિત્તનું દમન કરવું તે; સંયમ; વશ કરવું તે; નિગ્રહ કરવો તે; અટકાવવું તે. કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, સર્વ ઉપર સમાન ભાવ રાખવો, સત્ય બોલવું, જે આવી મળે તેમાં સંતોષ રાખી કોઈની પાસે પણ માગવા ન જવું, શૌચ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન વગેરે નિત્યનાં કર્મો કરવાં એ યમનિયમનાં સ્પષ્ટ અને સરળ સ્વરૂપો ગણાય છે. | ( યોગ ) જન્મના હેતુભૂત કામ્યધર્મથી નિવૃત્ત કરીને મોક્ષના હેતુભૂત નિષ્કામ ધર્મમાં પ્રેરણા કરનાર તપ વગેરે ક્રિયા. | ટેક; વ્રત; પ્રતિજ્ઞા. સ્વામીનારાયણ સંપ્રદાયમાં મુખ્ય અગિયાર નિયમ પાળવાના કહ્યા છે: (૧) હિંસાનો ત્યાગ, (૨) પરસ્ત્રીનો ત્યાગ, (૩) માંસભક્ષણનો ત્યાગ, (૪) મદ્યપાનનો ત્યાગ, (૫) વિધવાસ્પર્શનો ત્યાગ, (૬) આત્મઘાતનો ત્યાગ, (૭) ચોરીનો ત્યાગ, (૮) મિથ્યા અપવાદનો ત્યાગ, (૯) દેવ નિંદાનો ત્યાગ, (૧૦) ન ખપતું ખાવું નહિ અને (૧૧) વિમુખના મુખની કથા સાંભળવી નહિ. પાતંજલ યોગસૂત્રમાં પાંચ નિયમ કહ્યા છેઃ (૧) શૌચ, (૨) સંતોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય અને (૫) ઈશ્વરપ્રણિધાન. આ બધી ક્રિયાના પાલનને નિયમ કહે છે. શ્રીમદ્દ ભાગવતના એકાદશ સ્કંધના ૧૯ મા અધ્યાયમાં બાર નિયમ કહેલા છે: (૧) અંતરનું શૌચ, (૨) બહારનું શૌચ, (૩) જપ, (૪) તપ, (૫) હોમ, (૬) ધર્મમાં આદર, (૭) અતિથિસત્કાર, (૮) પરમાત્માનું પૂજન, (૯) તીર્થોમાં ફરવું, (૧૦) પરના શુભને માટે ઉદ્યોગ, (૧૧) સંતોષ અને (૧૨) આચાર્યની સેવા. યોગકૌસ્તુભમાં નિયમના દશ પ્રકાર કહ્યા છે: (૧) તપ, (૨) સંતોષ, (૩) આસ્તિક્ય, (૪) દાન, (૫) ઇશ્વરપૂજન, (૬) સિદ્ધાંતવાક્યનું શ્રવણ, (૭) મતિ, (૮) લજ્જા, (૯) જપ અને (૧૦) હોમ. યાજ્ઞવલ્કય સંહિતામાં હોમને સ્થાને વ્રત કહેલ છે. યાજ્ઞવલ્કય સ્મૃતિમાં દશ નિયમ ગણાવવામાં આવ્યા છે: સ્નાન, મૌન, ઉપવાસ, યજ્ઞ, વેદપાઠ, ઇંદ્રિયનિગ્રહ, ગુરુસેવા, શૌચ, અક્રોધ અને અપ્રમાદ. જૈનશાસ્ત્રમાં ગૃહસ્થધર્મની અંદર બાર પ્રકારના નિયમ કહેલા છે: પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ, દિગ્વ્રત, ભોગોપભોગ નિયમ, અનર્થદંડનિષેધ, સામાયિક શિક્ષાવ્રત, દેશાવગાશિક શિક્ષાવ્રત, પોષધ અને અતિથિસંવિભાગ. વધુ + | ઠરાવ; નિર્ણય. | ધારો; કાયદો; ધોરણ; રિવાજ; દસ્તૂર; પ્રથા; સિદ્ધ પરંપરા; પરાપૂર્વથી ચાલતી આવેલી રીત. વધુ + | નિયમિતપણું. | નિશ્ચલ. | પરમેશ્વર; નિયંતા. | ફરજ. જેમકે, મારે આવવું જોઈએ એવો નિયમ નથી એટલે આવવાની મારી ફરજ નથી. | બંધન; નિમંત્રણ. | મર્યાદા; હદ. જૈન ગ્રંથોમાં દરરોજને માટે દ્રવ્ય નિયમ, વિનય નિયમ, ઉપાનહ નિયમ, તાંબૂલ નિયમ, આહાર નિયમ, વસ્ત્ર નિયમ, પુષ્પ નિયમ, વાહન નિયમ, શચ્ચા નિયમ વગેરે ચૌદ વસ્તુઓનો નિયમ ધારવા કહેલ છે. | મહાદેવ. | મીમાંસાની એક વિધિ. | ( યોગ ) યોગનાં આઠ માંહેનું એક અંગ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આ અષ્ટાંગયોગ વડે અસંપ્રજ્ઞાત યોગ સુખપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે. યોગનાં આઠ અંગોમાં એક નિયમ પણ છે. શૌચ, સંતોષ, તપસ્યા, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ બધી ક્રિયાઓના પાલનને નિયમ કહે છે. શૌચ બે પ્રકારના છે: બાહ્ય અને આભ્યંતર. જળ, માટી આદિથી શરીરને સાફ કરવું તે બાહ્ય શૌચ છે અને કરુણા, મૈત્રી, ભક્તિ આદિ સાત્ત્વિક વૃત્તિઓને ધારણ કરવી તે આભ્યંતર શૌચ છે. આવશ્યકથી અધિકની ઇચ્છા ન કરવી તે સંતોષ છે. ગરમી, શરદી સહન કરવી, ધર્મશાસ્ત્રોમાં લખેલ કૃચ્છ્ર, ચાંદ્રાયણ આદિ વ્રતો કરવાં તેનું નામ તપ છે. બધાં કાર્યો ઈશ્વરના નામે કરવાં તે ઈશ્વરપ્રણિધાન છે. | રીત; ચાલ. | વિષ્ણુના હજાર માંહેનું એક નામ. તે પોતપોતાના અધિકારમાં પ્રજાને નિયમિત કરે છે તેથી તે નિયમ કહેવાય છે. | વેદાભ્યાસ. | વ્રત; પ્રતિજ્ઞા; સોગન. વધુ + | શરત. | સજાતીય વૃત્તિઓના પ્રવાહ વધારી વિજાતીય વૃત્તિઓનો પ્રવાહ ઘટાડવો તે. | સિદ્ધ વાત; ઠરેલી બાબત. | સિદ્ધાંત. | સ્વીકાર.

P

pãd
અગ્નિથી ઊપજતાં પંચતત્ત્વ માંહેનું એક. | અંશ; ભાગ. હિંદુ કાયદા પ્રમાણે દાવા અથવા ફરિયાદના આ પ્રમાણે ચાર ભાગ જોઈએઃ (૧) ભાષાપાદ એટલે દાવાઅરજી કે ફરિયાદ, (૨) ઉત્તરપાદ એટલે પ્રતિવાદી અથવા બચાવપક્ષનો જવાબ, (૩) ક્રિયાપાદ એટલે સાક્ષીપુરાવા અને (૪) સાધ્યસિદ્ધપાદ એટલે ઠરાવ કે ચુકાદો. | એ નામનો એક ઋષિ. | કિરણ; રશ્મિ. | ગમન; ગતિ; જવું તે; પગની ક્રિયા. | ગ્રંથનો ભાગ. | ( જૈન ) છ અંગુલ જેટલું પ્રમાણ. ૮ જવ = અંગુલ ૬ અંગુલ = પાદ. | છવ્વીશ માંહેનું એ નામનું ચોવીશમું તત્ત્વ. | પગ; ચરણ. વધુ + | પર્વતની તળેટી. | પા ભાગ; ચોથિયું; ચતુર્થાંશ; ચોથો ભાગ. પાદ, પદ અને ચરણનો મૂળ અર્થ પગ થાય છે, પણ તેનો અર્થ પા પણ થાય છે. અગાઉ ખેતીવાડી ઉપર જ્યારે ગુજરાન ચલાવતા ત્યારે ગાય વગેરે ચોપગાં જનાવરથી બહુ પરિચય હતો. તે વખતે પદ, પગ કે ચરણ શબ્દ ગાયના ચાર પગ પૈકીના એક પગ માટે વપરાતો. તે ઉપરથી છેવટે ચાર પૈકીનું એક એટલે પા એવો અર્થ થયો. | પાણિનિના સમયમાં વપરાતો એક જાતિનો સિક્કો. | બાસઠ માંહેનો એ નામનો એક તેજસ્તત્ત્વ દેવતા. | મોટા પર્વતની પાસેનો નાનો પર્વત. | વસ્તુનું તળિયું. | વૃક્ષનું મૂળ. | શિવનાં હજાર માંહેનું નામ. | સ્તંભ; થાંભલો. | આંતરડામાં ખોરાક અને રસમાં રસાયણી ફેરફારો થવાથી, રસપડમાં બીજા રસની માફક ઉત્પન્ન થતો વાયુ; અપાનવાયુ; અધોવાયુ; પાદવું તે; વાછૂટ; ગોજ. તે ઓકસિજન, હાઈડ્રોજન, નાઈટ્રોજન વગેરેનો બનેલો હોય છે. તેની દુર્ગંધ ગંધક અને હાઈડ્રોજનના સંયોગથી થાય છે. વધુ + | કવિતાની એક કડી; ચરણ. છંદના ચાર કે છ ભાગ હોય છે ત્યારે તેને પાદ કે ચરણ કહે છે. સંસ્કૃતમાં તો છંદના ચાર ભાગ હોય છે ને તેને પાદ એટલે ચતુર્થાંશ કહે છે. | ( ગણિત ) કોઈ પણ સીધી લીટી ઉપર તેની બહારના બિંદુમાંથી છેદેલો લંબ તે લીટીને જ્યાં મળે તે બિંદુ. | ચિકિત્સાનાં ચાર અંગઃ વૈદ્ય, રોગી, ઔષધ અને ઉપચારક. | ( સંગીત ) તાલના મુખ્ય છ માંહેનું છઠ્ઠું અંગ. કાકપદ ચતુર્મુખ; ચતુરંગ; ચતુર્માત્રા; પૂર્ણકાયા. | પાવલું; રૂપિયાનો ચોથો ભાગ. | બેની સંખ્યાસૂચક શબ્દ. | બોલનારની પ્રત્યે અત્યંત સન્માનભાવ તથા શ્રદ્ધા બતાવવા નામ કે શબ્દને છેડે વપરાતો શબ્દ. જેમકે, ગુરુપાદ, આચાર્યપાદ.
pãdma
પદ્મપુરાણ; અઢાર માંહેનું એક પુરાણ. | બ્રહ્માના દિવસરૂપ એક કલ્પ.
pãgh
મોટી પાઘડી; કાંઈ પણ ઘાટ કે ઢંગઘડા વિનાનું બાંદેલું ફાળિયું. | શૃંગાર વખતે શ્રીકૃષ્ણના મસ્તકે ધરવાની પાઘડી. | ( કચ્છી ) પાઘડી; માથે પહેરવાનું વસ્ત્ર; શિરોભૂષણ; પાગ.
pal
આંખનો પલકારો. પહેલા સાધારણ લોકો પલ અને આંખના પલકારાના વખતના માપમાં કાંઈ તફાવત માનતા ન હતા. તેથી આંખના પડદાનું પ્રત્યેક પલમાં એક વાર પડવાનું માની તેને પણ પલ કે પલક કહેવા લાગ્યા. વધુ + | પળ; ઘડીનો સાઠમો ભાગ; ક્ષણ વાર; નિમિષ; જ્યોતિષપ્રસિદ્ધ અમુક કાળ; છ વખત શ્વાસ બહાર કાઢતાં લાગતો વખત; સમયનો અત્યંત નાનો ભાગ. વધુ + | કલિંગ દેશનું ૩૨૦ રતીભાર જેટલું વજન; ત્રણ તોલાભાર; ચાર કર્ષ બરાબર વજન. કર્ષ લગભગ એક તોલા જેટલું થાય છે, પણ તે પ્રામણ નક્કી નથી, તેથી પલના વજનમાં પણ મતભેદ છે. વૈદ્યકમાં તેનું માપ ૮ તોલા અને બીજે ૪ તોલા અથવા ૩ તોલા ૪ માસા પણ મનાય છે. | ચાર રૂપિયાભાર વજન; ચાર તોલા જેટલું વજન. તેને સૃષ્ટિ, આમ્ર ચતુર્થિકા, પ્રકુંચ, ષોડશી અને બિલ્વ પણ કહે છે. | ચાલવાની ક્રિયા; ગતિ. | જટામાંસી. | ઠગાઈ; છેતરપિંડી; પ્રતારણા. | ત્રાજવું; તુલા. | પરાળ; દાણા વગરનું ધાન્યનું પરાળ; જવ, ઘઉં વગેરેના સૂકેલા છોડનો ભૂકો. | પાશેર. | પાંદડું. | પુલ; સેતુ. | માટી. | માંસ. | મૂર્ખ. | મેરુદંડમાં સુષુમ્ણા માંહેની મુખ્ય ગ્રંથિ. | લાખ.
parã
( પિંગળ ) એક વિષજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૧૬ ગુરુ અને ૧૨૬ લઘુ મળી ૧૪૨ વર્ણની ૧૫૮ માત્રા હોય છે. | રેશમ ખોલનારની લાકડીનું બાર ચૌદ આંગળ લાંબુ એક ઓજાર. | ઈચ્છા; મરજી. | ઊંચામાં ઊંચી ગતિ. | એ નામની એક નદી. | એક પ્રકારનું સામગાન. | કાતરની ધાર. | ગંગા. | ગાયત્રી દેવી. | ચાર માંહેની પહેલી જાતની વાણી; વાણીનાં ચાર માંહેનું પ્રથમ રૂપ. તે નાદના સ્વરૂપવાળી અને મૂલાધારમાંથી નીકળેલી માનવામાં આવે છે. અનાહતચક્રમાં સત્વ, રજ, તમોગુણ સ્વરૂપ માયા વિષે પ્રતિબિંબિત થઈ ગયેલો જીવ પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરીના ક્રમથી હૃદયમધ્યમાં નાદ સહિત નિરંતર શબ્દ કરે છે. ચેતન પ્રાણીને અમુક અર્થ કહેવાની ઈચ્છા થવાથી તે અર્થ સમજાય એવા શબ્દો ઉત્પન્ન કરવા માટે અંતઃકરણને પ્રેરે છે. અંતઃકરણ મૂળ આધારસ્થાનમાં રહેલા અગ્નિને પ્રેરે છે. અગ્નિ તે સ્થળે રહેલા વાયુને ગતિ આપે છે. એ વાયુએ તે જ સ્થાનમાં સૂક્ષ્મરૂપે ઉત્પન્ન કરેલો શબ્દ પરાયંતી વાણી કહેવાય છે. નાભિદેશ પર્યંત ચાલેલા વાયુએ તે પ્રદેશના સંયોગથી ઉત્પન્ન કરેલો શબ્દ પશ્યંતી વાણી કહેવાય છે. એ બંને વાણી સૂક્ષ્મતર હોવાથી માત્ર યોગીને ગમ્ય છે. પછી તે જ વાયુ હૃદયદેશ તરફ જાય છે. હૃદયના સંયોગથી ઉત્પન્ન થયેલી વાણી તે મઘ્યમાં કહેવાય છે. તે પછી તે વાયુ મુખ પર્યંત થઈ કંઠ પ્રદેશને પ્રાપ્ત કરે છે અને તેને મૂર્ધસ્થાન સાથે આઘાત થાય છે, એટલે તે પ્રત્યાઘાતે કરીને પાછો ફરી મુખ વિવરમાં કંઠ વગેરે આઠ સ્થાનમાં પોતાના અભિઘાતથી જે શબ્દ ઉત્પન્ન કરે છે તે વૈખરી વાણી કહેવાય છે. આ પ્રમાણે વૈયાકરણીઓ ચાર પ્રકારની વાણી વર્ણવે છે; પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. તે ચારેમાં મૂળ અને આદિભૂત તેમ જ સૂક્ષ્મતમ પરા વાણી છે. | ચોસઠ માંહેની એ નામની એક યોગિની. | દસ્તો. | પંક્તિ; હાર. | પાંખ. | બ્રહ્મવિદ્યા; ઉપનિષદવિદ્યા. | મૂળાધારમાં થતો એક શબ્દ. | લશ્કરની ટુકડી. | વંધ્યાકકોંટી નામની વનસ્પતિ; વાંઝણી કર્કોટી. | શક્તિના બે માંહેનો એ નામનો એક ભેદ. શક્તિસંપ્રદાયમાં પરા અને અપરા શક્તિને બીજા શબ્દોમાં ચિત્શક્તિ અને માયાશક્તિ એ નામથી પણ વર્ણવવામાં આવેલ છે. | એક જાતનું ઘાસ. | છેવટનું; આત્યંતિક. | શ્રેષ્ઠ; પર; ઉત્તમ. | ઊલટું; વિરુદ્ધ. | દૂર; છેટે; આઘે. | નામ કે ક્રિયાને લાગતાં પાછું, ઊલટું, અતિશય, ખૂબ, છેવટનું એવો ભાવ બતાવતો સંસ્કૃત ઉપસર્ગ. જેમકે, પરાગતિ, પરાજય, પરાક્રમ, પરાકાષ્ઠા. | પ્રતિકુલપણું, અવળચંડાપણું, મુખ્યપણું, ઘર્ષણ, પરાભવ, ત્યાગ, વિક્રમ, પરાક્મ, અત્યંત, ગતિ, ગમન, ભંગ, તિરસ્કાર, પ્રત્યાવૃત્તિ વગેરે દર્શાવનાર અત્ર્યય.
Paramãtmã
ઈશ્વર; પરમેશ્વર; ઉત્તમ આત્મા; બ્રહ્મ; પરબ્રહ્મ; અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ; સંપૂર્ણ સત્તાવાળો મહાન દિવ્ય આત્મા; સર્વ જીવથી શ્રેષ્ઠ પ્રભુઃ ચિદાત્મા; સર્વ સૃષ્ટિના આત્મારૂપ જગદીશ. આ શબ્દોના અક્ષરોના અંક ગણીએ તો તેનો સરવાળો ૨૪ થાય છેઃ ૫ + ૨ + ૪।। + ૮ + ૪।।= ૨૪. પરમાત્મા એક જ સર્વ પદાર્થ સ્વરૂપ છે. તેમાં ઉપનિષદોમાં તે પરબ્રહ્મ શબ્દથી કહેવાય છે, યોગશાસ્ત્રમાં પરમાત્મા કે ઈશ્વર, સાંખ્યશાસ્ત્રમાં પુરુષ તથા ભક્તિશાસ્ત્રમાં ભગવાન કહેવાય છે. તે સર્વજીવાદિથી ઉત્કૃષ્ટ અને જીવ, પ્રકૃતિ તથા આકાશથી પણ અતિ સૂક્ષ્મ અને સર્વ જીવોનો અંતર્યામી આત્મા છે. દેહમાં રહેલો આત્મા એ સામાન્ય રીતે સુખદુઃખની ઉપાધિઓમાં નિમગ્ન રહે છે, પણ ઈંદ્રિયસંયમથી ઉપાધિઓનો જય કર્યા પછી તે જ આત્મા પ્રસન્ન થઈ પરમાત્મારૂપી અથવા પરમેશ્વરરૂપી બને છે. પરમાત્મા કોઈ આત્માથી જુદા સ્વરૂપનો પદાર્થ નથી. મનુષ્યના શરીરનો આત્મા તે તત્વતઃ પરમાત્મા છે એવું ગીતામાં અને મહાભારતમાં પણ કહેલું છે. સર્વત્ર, સર્વશક્તિમાન, સર્વત્ર વ્યાપ્ત, સર્વસત્તાધીશ, પરમ ચૈતન્ય, સર્વાધિષ્ઠાન, પરમ શિવ, સકલ વિશ્વનિદાન, અકલ્પ્ય અચિત્ય, અવિકાર્ય, અતર્ક્ય, અવ્યક્ત, અવ્યય, અનિર્વચનીય એવા પરામાત્મા આ અનેક કોટિ બ્રહ્માંડમાં પોતાના એક જ અંશથી વ્યક્ત થયેલ છે. ચરાચર સ્થાવર જંગમ, જડ ચૈતન્યમાં ત્રિવિધરૂપે એટલે કે અવ્યક્ત, વ્યક્તાવ્યક્ત અને વ્યક્ત, અસ્પષ્ટ, સ્પષ્ટાસ્પષ્ટ અને સ્પષ્ટ ભાવે જગદાકારરૂપે વિકાસ પામી રહેલ છે. પરમાત્મા પોતે શુદ્ધ ચૈતન્ય, નિર્વકારી, નિર્ગુણ, નિઃશેષ, અપરિણામી, અવ્યક્ત, અવિકારી, અવ્યય વગેરે છે, છતાં પોતાની સ્વાભાવિકી આત્મભૂતા અદ્ભુત શક્તિ વડે વિકારી, સગુણ, સવિશેષ પરિણામી, વ્યક્ત, વિકારી, અવયવી, મૂર્ત અપરરૂપે વ્યક્ત થયેલ છે, આવું પરમાત્માનું ચિત્રવિચિત્ર સ્વાભાવિક સ્વરૂપ લક્ષણા વડે જ જ્ઞાનગમ્ય છે. પરમાત્માની ચૈતન્ય સત્તાસ્ફૂર્તિ વડે પ્રાણ જડ છતાં ક્રિયાશક્તિવાળો થઈ શકે છે, મન જડ છતાં સંકલ્પો કરી શકે છે, ચક્ષુ જડ છતાં જોઈ શકે છે, શ્રોત્ર જડ છતાં સાંભળી શકે છે, ચિત્ત ચિતવન કરી શકે છે, બુદ્ધિ નિશ્ર્વય કરી શકે છે, સૂર્ય ચંદ્ર નિયમિત ગતિમાન રહી પ્રકાશી શકેછે, વરસાદ વરસી શકે છે, વીજળી ચમકારા કરી શકે છે, વાયુ વાઈ શકે છે, સમુદ્ર માઝામાં રહી શકે છે, નદીઓ વહન કરી શકે છે, આકાશમાં ગર્જના થઈ શકે છે, મહાન પર્વતો સ્થિર રહી પરમાત્માનું ધ્યાન કર્યા કરે છે વગેર વગેરે. સર્વ સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વો કે મહાનથી મહાન તત્ત્વો તેના ઐશ્વર્ય વડે રમણ કરી રહ્યાં છે, તે સકલ વિશ્વનું નિદાન અથવા વિશ્રાંતિસ્થાન છે. હિંદુ સનાતન ધર્મ, વેદ વેદાંત, શ્રુતિ સ્મૃતિ, પુરાણ ઈતિહાસ સર્વમાં એક જ પરમાત્માનું વ્યાપક ચિંતન વર્ણવેલ છે. જેને પરમ શિવ તરીકે કે મહાન વ્યાપક વિષ્ણુ તરીકે કહેલ છે, તે કોઈ સાંપ્રદાયિક વિશેષણો નથી, પરંતુ એક જ પરમાત્માનાં, જગતની ઉત્પત્તિકાળમાં બ્રહ્મા, સ્થિતિ સમયમાં વિષ્ણુ તથા પ્રલય સમયે રુદ્ર એવાં નામ સ્વરૂપ છે. તે પરમાત્મા આંખથી કે વાણીથી કે બીજી ઇંદ્રિયોથી કે તપ કે બીજા કોઈ કર્મથી નથી પકડાતો, પરંતુ જ્ઞાનની નિર્મલતાથી પ્રસન્ન અંતરવાળો જ્યારે માણસ થાય છે, ત્યારે ધ્યાન યોગ આચરતો તે, કલા રહિત અમૃત આત્માને જુએ છે. સત્ય, પવિત્રતા, દયા, ક્ષાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, ઇંદ્રિય, દમન, તપ, સમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્રશ્રવણ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બલ સ્મરણશક્તિ, સ્વતંત્રતા, કુશલતા, કાંતિ, ધૈર્ય, કોમળતા, ચતુરાઈ, વિનય, વિવેક, મહત્તા, શક્તિ, સંપત્તિ, ગંભીરતા, સ્થિરતા, અસ્તિકતા, કીર્તિ, માન અથવા પૂજ્યતા અને નિરભિમાનપણું આ સર્વ પરમાત્મામાં રહેલા ઉત્તમ ગુણો છે. ગીતામાં કહ્યું છે કે: અવિદ્યાથી કલ્પિત દેહ વગેરેના પ્રત્યગાત્મપણાથી ઉત્કૃષ્ટ ઉપદ્રષ્ટા વગેરે લક્ષણરૂપ આત્મા શ્રુતિમાં કહેવા પ્રમાણે આ દેહમાં અવ્યક્તથી પર ઉત્તમ પુરુષ હોવાથી પરમાત્મા કહેવાય છે. કઠોપનિષદમાં કહ્યું છે કે: સર્વ બ્રહ્માંડનો સ્વામી પરમાત્મા આકાશ અને પૃથ્વીરૂપે બે અરણીના પાત્રમાં વર્તમાન છે. અરણી યજ્ઞીય અર્થાત્ યજ્ઞ માટે ઉપયોગી કાષ્ઠ છે. આકાશ અને પૃથ્વીરરૂપી બે સૃષ્ટિ યજ્ઞનાં મહાકાષ્ટોમાં અણુઅણુમાં એ સર્વશક્તિમાન પરમાત્મા નિહિત છે. ગર્ભવતી સ્ત્રી જેમ પોતાના ગર્ભનું સારી પેઠે રક્ષણ કરે છે, તેમ આ બે દ્યો પૃથ્વીરૂપી અરણીની અંદર આ પરમાત્મા ગર્ભની પેરે વસે છે, એટલે કે સૌની અંદર વસે છે. એ સૌના અગ્રણી નેતા પરમાત્મા હમેશા પ્રબુદ્ધ અને યજ્ઞીય અર્થાત્ ભાવનાસિદ્ધ એટલે કે નિષ્કામ કર્મયોગી પુરુષો દ્વારા સ્તુત્ય છે. એટલે કે જે અજ્ઞાનરૂપી નિંદ્રામાંથી ઊઠ્યા છે અને જેમને જીવનમાં નિષ્કામ કર્મયોગ સાંપડ્યો છે, તેમને સમજાય છે કે સર્વભાવે ભગવાન પૂજ્ય છે. તે બ્રહ્મરૂપી પરમાત્મા દ્યોમાં સૂર્યરૂપે, અંતરિક્ષમાં વાયુરૂપે, પૃથ્વીમાં અગ્નિરૂપે, ગૃહમાં અતિથિરૂપે થઈને રહે છે. તે મનુષ્યોમાં, જ્ઞાનીઓમાં, હૃદયાકાશમાં રહેલ છે, પાણી, પૃથ્વી, યજ્ઞકર્મ, મેધ આદિમાં અનંતરૂપે પ્રકટ થયેલ છે. તે જાતે સત્ય છે, સૌથી મહાન છે. જીવનમાં મનુષ્ય પહેલાં તો વાણીથી પરમાત્મતત્ત્વને ઓળખવા મથે છે. પછી મનથી તેને ઓળખવા પ્રયત્ન કરે છે. છેવટે બુદ્ધિથી તેને પામવા તૈયાર થાય છે, પણ વાણી, મન અને બુદ્ધિની પકડમાં તે આવતો નથી. એક પથ્થરનું પણ યથાર્થ વાણી દ્વારા વર્ણન અશક્ય છે. મન દ્વારા મનન અધૂરૂં છે. બુદ્ધિ દ્વારા નિશ્વય પાંગળો રહે છે. સૃષ્ટિનો સાર પરમાત્મા જીવનભાર હૃદયગ્રાહ છે. સંસ્કૃત હૃદયથી જ પમાય એવો છે. આવી જ વિચારસરણીને અનુસરી કઠોપનિષદમાં એક યક્ષની આખ્યાયિકા આપી કહેવામાં આવ્યું છે કે પરમાત્માને જાણીને જ મનુષ્ય મોક્ષ મેળવી શકે છે. મોક્ષ મેળવવાનો બીજો કોઈ માર્ગ જ નથી. શ્વેતાશ્વતર શ્રુતિમાં કહ્યું છે કે: પરમાત્માને જાણીને જ સર્વ દુ:ખોથી મુક્ત થવાય છે. પ્રત્યેક મનુષ્યનો જીવ તે જીવાત્મા અને મુક્ત જીવ., શિવ કે બ્રહ્મ તે પરમાત્મા. માનસીમાં રતિલાલ ત્રિવેદીએ લખ્યું છે કે: ઋગવેદ સંહિતામાં એકેશ્વરવાદ પ્રવર્તે છે અને એમાં પ્રકૃતિપૂજા કે અનેકદેવવાદ નથી. પ્રત્યેક દેવ એ પરમાત્માનું વિશેષણ છે અને એક જ સતરૂપ પરમાત્માને વિશ્વરૂપ, વિશ્વના અંતરાત્મારૂપે અને વિશ્વની પાર રહેલા પર આત્મારૂપે વર્ણવેલો છે. આમ પરમાત્માનું વિશ્વની પાર રહેલું પરસ્વરૂપ અને વિશ્વના અને મનુષ્યના અંતરાત્મારૂપે રહેલું આંતરસ્વરૂપ એમ સમગ્ર સ્વરૂપ એક સાથે સ્વીકારવામાં આવ્યું છે. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ લખે છે કે: પરમાત્મા આ સંસારમાં દેખાય છે, પરંતુ જેટલો સંસાર પરિમિત છે, તેટલો એ પરિમિત નથી. સંસારમાં તો એનું એક પદ માત્ર છે, સંસાર પરમાત્માનું ચરણારવિદ છે, પરંતુ એ અખિલ અનંત પુરુષ સંસારથી અધિક છે. તથાપિ એમ નથી કે પરમાત્મા સંસારથી કેવળ બહાર છે. જે લોકો પરમાત્માને સંસારથી બહાર માને છે અને કહે છે કે પરમાત્માનો અવતાર કેવી રીતેં થઈ શકે ? એ લોકો પરમાત્માની અનંતતાનું વિસ્મરણ કરે છે અથવા સમજતા નથી કે પરમાત્માનો અવતાર તો આ સંસારમાં નિત્યનિરંતર થયા કરે છે. પરમાત્માનો અવતાર થાય છે એનો અર્થ એવો નથી કે પરમાત્મા આકાશમાંથી પૃથ્વી ઉપર ઊતરે છે અથવા આકાશમાં બેઠા બીજું રૂપ લઈ મનુષ્ય બને છે. પરમાત્માનો અવતાર એટલે પરમાત્માનું જગતના અનુગ્રહ અર્થે પ્રકટ થવું તે. આ કારણથી પરમાત્માને ઢુંઢવા માટે જગતની બહાર જવાનું નથી. વળી એ મારા સામે મારાથી પૃથક્ જેમ શ્રોતાજન બેઠા છે એ પ્રકારનો ભિન્ન પુરુષ નથી. એ જગતમાં પ્રકટ થાય છે અને સર્વના અંતરમાં નિકટ રહે છે. તાર્કિકો બ્રહ્મને માનતા નથી, પણ ઈશ્વરને સ્વીકારે છે. આ ઈશ્વર તે બ્રહ્મથી જુદા પ્રકારનો છે. તેઓ આત્મદ્રવ્યના બે ભેદ પાડે છે: (૧) ક્ષેત્રજ્ઞ એટલે પિંડનો અભિમાની જીવાત્મા અને (૨) સર્વજ્ઞ એટલે પરમેશ્વર. પરમાત્મા અથવા પરમેશ્વર એક છે. ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા ત્રણ અનુમાન આપે છે: (૧) કાર્યલિંગક અનુમાન, (૨) જ્ઞાનલિંગક અનુમાન અને (૩) ફલલિંગક અનુમાન. આ પૃથ્વી આદિ જગત્ કાર્ય છે; જે જે કાર્ય છે તે તે કર્તૃત્વજન્ય છે. માટે પૃથ્વ્યાદિનો કર્તા કોઈક છે. આ કર્તા તે પરમેશ્વર છે. વળી જગત્ નિયત પ્રવૃત્તિવાળું છે. અનંત પ્રાણીવર્ગથી ભરપૂર છે. પૃથ્વી, અંતરિક્ષ અને દ્યુલોકના અદ્ભૂત પદાર્થોથી ભરપૂર તે છે. તે તે પ્રાણી પદાર્થો નિયત ભોક્તા અને ભોગ્ય સંબંધથી જોડાયેલાં છે. તે તે પ્રાણીઓનાં કર્મો નિયતદેશ, નિયતકાલ અને નિયતનિમિત્તથી ફળે છે. આવું જગતરૂપ કાર્ય અનંત ભોક્તાઓનાં કર્મનાં કયાં અને કેવી રીતે ફળ આપવાં એવી સર્વજ્ઞ વ્યવસ્થાપક બુદ્ધિ વિના ઉત્પન્ન થઈ શકતું નથી. કર્તા આત્મા ઉપરાંત ફળ પ્રવર્તક આત્મા ચડિયાતી બુદ્ધિશક્તિવાળો અને વધારે સ્વતંત્ર હોય છે. આવી જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિની પરાકાષ્ઠા જ્યાં જઈને અટકે છે તેવા આત્માને પરમાત્મા અથવા પરમેશ્વર એવી સંજ્ઞા આપવામાં આવે છે. આત્મા અવિદ્યાથી મુક્ત થતાં પરમ શુદ્ધ સચ્ચિદાનંદમય સ્થિતિમાં આવે છે ત્યારે પરમાત્મા કહેવાય છે. જેમને આત્મસ્વરૂપનો વિકાસ કરવાનો અભ્યાસ પરાકાષ્ઠા ઉપર પહોંચતાં, જે ભવમાં કાર્યક્ષય થવાના પરિણામે ચૈતન્ય વિકાસ પૂર્ણરૂપે સિદ્ધ થયો છે, તેઓ તે ભવમાં પરમાત્મા થયા કહેવાય છે. | પ્રધાન. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. જગતમાં જડ અને ચેતન, સ્થાવર અને જંગમ, ચર અને અચર, વ્યક્ત અને અવ્યક્ત, નિરાકાર અને સાકાર, જે જે પ્રતિતિઓ થાય છે તે તે સર્વરૂપે પોતે જ છે. કેવળ પોતે જ એટલે પરમાત્મા સર્વરૂપે પ્રતીત થાય છે અને પરમ આત્મા એટલે શ્રેષ્ઠ અને સમષ્ટિરૂપ આત્મા, માયિક વિકારોથી રહિત અવિકારી પદ, સર્વને અસ્તિત્વરૂપ જ્ઞાન કરાવનાર, સત્ ચિત્ અને આનંદરૂપ, દૃશ્ય, દ્રષ્ટા અને દર્શન, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આદિ ત્રિપુટિઓરૂપે એક સર્વ જગતના અધિષ્ઠાન પણ પોતે હોવાથી શ્રી વિષ્ણુ પરમાત્મા કહેવાય છે. પરમાત્મામાંથી ક્રમે કરીને વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્ર વિસ્તર્યાં તેની સમજ નીચે પ્રમાણે આપી છે: | શિવ; શંકર; શિવનાં હજાર માંહેનું એક નામ. | સતત એકરસરૂપે રહનાર આત્માથી પણ પર; વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ.
Parameshvar
ઈશ્વર; જગદીશ્વર; સર્વશક્તિમાન પરામાત્મા; પ્રભુ; બ્રહ્મ; ભગવાન; સૃષ્ટિ વગેરે કરનાર; સંસારના કર્તા અને પરિચાલક સગુણ બ્રહ્મ; પરબ્રહ્મ; જેનામાં મોટું ઐશ્વર્ય હોય તે; વૃક્ષ પોતાની ડાળીઓ, પાંદડાં, ફૂલ તથા ફળાદિને ધારણ કરીને ઊભું રહે છે. તેવી રીતે પરમેશ્વર સૂર્યાદિ ગ્રહો, આ પૃથ્વી અને આખા જગતમાં વ્યાપીને રહે છે. વધુ + | કૃષ્ણ. | ચક્રવર્તી રાજા. | દેવોનો રાજા; ઈંદ્ર. | પ્રાચીન સમયમાં રાજાઓને અપાતી એ નામની એક ઉપાધિ. વધુ + | રાજા. | વિષ્ણું; વિષ્ણુના હજાર માંહેનું એક નામ. સર્વ ઐશ્વર્ય અને સર્વ વિભૂતિસંપન્ન હોવાથી તે પરમેશ્વર કહેવાય છે. | શિવ; મહાદેવ. | સગુણ ત્રિમૂર્તિક બ્રહ્મ.
pati vratã
પતિવ્રત પાળનારી સ્ત્રી; મન, વચન અને કર્મથી માત્ર પોતાના વરને ભજતી સ્ત્રી; સતી; પતિપ્રાણા. વધુ + | પતિમાં અન્નય અનુરાગ રાખનારી તથા યથાવિધિ પતિસેવા કરનારી; જેનું ઉપાસ્ય અને પ્રેમપાત્ર માત્ર એક પતિ જ હોય એવી. મનુ વગેરે સ્મૃતિઓમાં જણાવ્યું છે કે: પતિવ્રતા સ્ત્રીઓને આખી જિંદગી પતિની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ પતિને અપ્રિય હોય એવી કોઈ બાબત ન કરવી જોઈએ. પતિ ગમે તેવો દુર્ગુણી, દુરાચારી કે પાતકી હોય તો પણ પતિવ્રતાએ તો સદા પોતાના પતિને દેવતા માનવો જોઈએ. જે બાબત પતિને અપ્રિય હોય, તે બાબત પતિ મરી ગયા પછી પણ ન કરવી જોઈએ પતિના મરણ પછી પતિવ્રતા સ્ત્રીએ ફળ, મૂળ વગેરે ખાઈ ને પૂર્ણ બ્રહ્મચર્ય પાળીને રહેવું જોઈએ. પતિ પરદેશ ગયેલ હોય તો તેણે શૃંગાર, ઠ્ઠામશ્કરી, ક્રીડા વગેરે તજવાં જોઈએ અને પરઘેર જવું ન જોઈએ. સંપૂર્ણ વ્રત, પૂજા, તપશ્ચર્યા અને આરાધના કરી પતિસેવામાં તત્પર રહેવું એ પતિવ્રતાનો એક માત્ર ધર્મ છે. પુત્ર કરતાં પતિ ઉપર સોગણો પ્રેમ રાખવો જોઈએ. પતિ તેને બધાં પાપથી છોડાવે છે. પરપુરુષ ઉપર પ્રેમ કરી પતિવ્રતનું ઉલ્લંઘન કરનારી સ્ત્રી શૃગાલયોનીમાં જન્મ પામે છે.
pãyu
ઋગ્વેદના દશમા મંડલના ૭૮મા સૂક્તનો રચનાર એક ઋષિ. | ભરદ્વાજ ઋષિનો એ નામનો એક પુત્ર. | મકાનનો પાયો. વધુ + | ગુદા; મલત્યાગની ઇંદ્રિય. તે કર્મેદ્રિયમાં ગણાય છે. | ( તાંત્રિક ) છત્રીસ માંહેનું એ નામનું એક તત્ત્વ.
Posh
ખોબો; પસલી. | ઢાંકણ; રક્ષણ. વધુ + | બક્ષિસ; ભેટ. વધુ + | વિક્રમ સંવતનો ત્રીજો મહિનો. | શેષ; વધારો; પોસ. | એક કે બંને હાથની પોશ જેટલું. | ઢાંકનાર.
Pradhãn
અધ્યક્ષ; પ્રમુખ. | ઈશ્વર; પરમાત્મા. | એ નામે એક રાજર્ષિ. | જે પદાર્થ સાક્ષાત્ ફળના સાધન રૂપે શ્રુતિમાં કહેલો હોય તે પદાર્થ. | દિલ્હીના પઠાણ પાદશાહનો હિંદુ કારભારી કે એલચી. | નેતા; સરદાર; સેનાપતિ; સેનાધ્યક્ષ. | બુદ્ધિ; સમજ; બુદ્ધિતત્ત્વ. | મંત્રી; દીવાન; વજીર; મુખ્ય કારભારી. | રાજ્યના મુખ્ય આઠ માંહેનો એક કારભારી. | ( સાંખ્ય ) સર્વ પદાર્થોનું ઉત્પત્તિકારક બીજ; મૂળ તત્ત્વ; પ્રકૃતિ; સત્ત્વ. રજ અને તમોગુણવાળી પ્રકૃતિ. સાંખ્યવાદીઓ બ્રહ્મને જગતનો કર્તા કહેતા નથી પણ પ્રકૃતિ અગર પ્રધાનને જ જગતનો કર્તા માને છે. | સંસારનું ઉપાદાન કારણ; પ્રકૃતિ. | ( સંગીત ) હનુમંત પ્રમાણે હિંડોલ રાગના આઠ પુત્ર માંહેનો એક રાગ. આ રાગ પ્રસિદ્ધ નથી. | એ નામની એક મરાઠી અટક. | ભીલ લોકોની એ નામની અટક. | માયાનું એક સ્વરૂપ. તેમાં સત્વ, રજ અને તમ એ ત્રણે ગુણની સામ્યવસ્થા છે. | એ નામની અટકનું માણસ. | ઉત્તમ; ચડિયાતું; ઊંચા દરજ્જાનું; શ્રેષ્ઠ. | એ નામની અટકનું. | મુખ્ય; ખાસ; વડું; મોટું; પહેલું. | મૂળભૂત; આધારભૂત. | વખાણેલું. | સત્તા ભોગવતું.
Pradyumna
એ નામનો મેઘ. | કામદેવ; મદન; મન્મથ; માર; મીનકેતન; કંદર્પ; કુસુમાયુધ; પુષ્પધન્વા; મનોજ. | ( પુરાણ ) ચક્ષુર્મનુને નડવલાની કૂખે થયેલ અગિયાર માંહેનો એ નામનો એક પુત્ર. એને સુદ્યુમ્ન નામે પુત્ર હતો. | બહુ મોટો વીર માણસ; મહાબળવાન પુરુષ. | મન. | મનુનો એક પુત્ર. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | વૈષ્ણવ આગમમાં કહેલ ચતુર્વ્યૂહાત્મક વિષ્ણુનો એક અંશ. બાકીના ત્રણ અંશનાં નામ; વાસુદેવ, સંકર્ષણ અને અનિરુદ્ધ. | ( પુરાણ ) શ્રીકૃષ્ણના મોટા પુત્રનું નામ; અનિરુદ્ધનો પિતા; કૃષ્ણને રુક્મિણીને પેટે થયેલો પ્રથમ પુત્ર. એ મહારથી હતો. શિવના ત્રીજા નયનની જ્વાળાથી ભસ્મીભૂત થયેલા મદને આ બીજો અવતાર લીધો હતો. તે શંબરાસુરના વધ માટે નિર્માણ થયો હતો. રતિએ શંબરાસુરની પાલક કન્યા માયાવતી તરીકે જન્મ લીધો હતો. મદનનો અવતાર દ્વારકામાં થયો છે એ ખબર શંબરાસુરને પડતાં તે બાળકને ઉપાડી ગયો અને તેને દરિયામાં ફેંકી દીધો. તેને એક માછલી ગળી ગઈ. તે માછલીને એક મચ્છીમારે જાળમાં પકડી અને શંબરાસુરને ભેટ કરી. રસોડામાં માયાવતીએ ચીરતાં એમાંથી દિવ્ય બાળક નીકળ્યું. એને માયાવતીએ પ્રેમથી પાળવું શરૂ કર્યું. તેવામાં નારદે આવીને માયાવતીને એ બાળક મદન છે એમ વાત કહી. પ્રદ્યુમ્ને મોટો થતાં શંબરાસુરને માર્યો અને પ્રદ્યુમ્નના વયને અનુકૂળ સ્વરૂપ ધારણ કરી માયાવતી એને લઈને દ્વારકા જવા ઊપડી. આ વર્તમાન નારદે કૃષ્ણ અને રુક્મિણીને જણાવ્યા તેથી તેમને આનંદ થયો. પ્રદ્યુમ્ને પોતાના મામા રુકમની કન્યા રુક્મવતીને તેના સ્વયંવરમાંથી હરણ કરી આણી. એ એની બીજી સ્ત્રી હતી. એને પેટે એને અનિરુદ્ધ નામે પુત્ર થયો. એ ધનુર્વિદ્યા અર્જુન પાસે શીખ્યો હતો. મહાભારતનું યુદ્ધ પૂરૂં થતાં એને રાજ્ય મળ્યું હતું. આગળ જતાં પ્રભાસક્ષેત્રમાં સર્વ યાદવો મરણ પામ્યા તેમાં એ પણ મરી ગયો અને રતિ સહવર્તમાન દેવલોકમાં ગયો.
prãgna
એક જાતનો પોપટ. | ( પુરાણ ) કલ્કિ દેવના મોટા ભાઈનું નામ. | જીવાત્મા. | પરમાત્માનું અવિદ્યામાં પડતું પ્રતિબિંબ. બ્રહ્મનું પ્રતિબિંબ માયામાં પડે છે, તે માયોપાહિત બ્રહ્મનું પરાવર્તન સમષ્ટિસૂક્ષ્મ ઉપાધિમાં અને તેનું પુન: પરાવર્તન સમષ્ટિસ્થૂલ ઉપાધિમાં થાય છે. માયોપાહિત ચૈતન્યને ઈશ્વર, સમષ્ટિસૂક્ષ્મ શરીરના અભિમાની ચૈતન્યને હિરણ્યગર્ભ અને સમષ્ટિસ્થૂલોપાધિના અભિમાની ચૈતન્યને વિરાટ કહે છે. પ્રાજ્ઞનું વ્યષ્ટિસૂક્ષ્મોપાધિમાં પરાવર્તન તે તૈજસ અને તૈજસનું પુન: પરાવર્તન વ્યષ્ટિસ્થૂલોપાધીમાં થાય તે વિશ્વ કહેવાય છે. આ વાત દર્શાવનારો સાંકેતિક અક્ષર ૐ છે અને તેથી જ તેને શબ્દબ્રહ્મ કહે છે. | પરમેશ્વર. તે સંપૂર્ણ જ્ઞાનવાળા છે. | પંડિત; વિદ્વાન. | સુષુપ્તિ અવસ્થામાં અંત:કરણ લીન થયા છતાં જે માત્ર અજ્ઞાનનો જ સાક્ષી થઈને રહે છે તે. | કવિતાની એક જાતિ. | કુશળ; પ્રવીણ; દક્ષ; હોશિયાર; ચતુર. | જ્ઞાત; પિછાણનાર; જાણનાર. | ડાહ્યું; શાણું; બુદ્ધિમાન. | મૂર્ખ; બેવકૂફ.
prajãpati
અગ્નિ. | ( જ્યોતિષ ) અઠ્ઠાવીશ માહેંનો એક યોગ. | અથર્વવેદનો એક ઋષિ. | આકડાનો છોડ. | આઠ માંહેના એક પ્રકારનો વિવાહ. | એક જાતનો કીડો. | ( જ્યોતિષ ) બ્રહ્યહ્યદયની ઈશાને આવેલો એક બારીક તારો. | એક પ્રકારનો યજ્ઞ. | ઓગણીશમા મુહૂર્તનું નામ. | કુંભાર. | કૃત્તિકા નક્ષત્રનો સ્વામી દેવતા. | ગાયત્રીના ચોવીશ માંહેનો એક દેવતા. | ઘરનો માલિક; વડીલ. | ચિત્રાનું ઝાડ. | જમાઈ. | જૈનોના આદિ તીર્થંકર ઋષભદેવ. તેમને આદીશ્વર, બ્રહ્મા, પ્રજાપતિ, જગતસ્રષ્ટા ઈત્યાદિ અનેક નામોથી ઓળખવામાં આવે છે. | દક્ષ પ્રજાપતિ. | દશ દૈવી પુરુષોને લગાડાતું એક ઉપનામ. તેઓને બ્રહ્માએ પહેલાં ઉત્પન્ન કર્યા હતા એમ મનાય છે. | દેવોનો સુતાર; વિશ્વકર્મા; ત્વષ્ટા. | પરમેશ્વર. | પિતા. | પ્રજાને ઉત્પન્ન કરી પાળનાર માણસ. | બ્રહ્મા. | ભમરો. | મનુ. | યજ્ઞ. | રાજા; નૃપ. | રોહિણી નક્ષત્રનો અધિષ્ઠાતા દેવતા. | વિષ્ણુ. | શુકલ યજુર્વેદનો એક ઋષિ. | સાઠ માંહેનો એ નામનો એક સંવત્સર. | સામવેદ્નો એક ઋષિ. | સૂર્ય. | ( જ્યોતિષ ) સૂર્યમાળનો એક દૂરનો ગ્રહ; `યુરેનસ`. તેની કક્ષા વિષુવવૃતકોણ ૧૦૦ અંશ ૨૦ કળા છે. તેના પૃષ્ઠભાગનું આકર્ષણ પૃથ્વીનું .૯ છે. કક્ષામાં સેકંડે વેગ ૪.૨ માઈલ છે. તેનો આકાર એટલે ઘનફળ પૃથ્વીનું ૬૪ પટ છે. તેનું દ્રવ્ય પૃથ્વીનું ૧૪ પટ છે. સૂર્યબિંબ પ્રકાશ ઉષ્ણતા પૃથ્વીની ૧/૩૬ છે. તેનો સૂર્ય મધ્યવ્યાસ ૩૧,૭૦૦ માઇલ છે. તેની ઘનતા પાણીથી ૧.૨૮ પટ છે અને પૃથ્વીથી .૨૩ છે. તેનો અક્ષ પ્રદક્ષિણા કાળ જણાયો નથી. તેનો સૂર્ય પ્રદક્ષિણાકાળ ૮૪ વર્ષે, ૭ દિવસ છે. સૂર્યથી તેનું મધ્યમ અંતર ૧૭,૭૧૦ લાખ માઈલ અને પૃથ્વીથી તેનું અંતર ૧૦,૪૬૬ લાખ માઈલ છે. તેની કક્ષા કેન્દ્ર ચ્યુતિ .૦૪૬૪ છે અને વિક્ષેપ ૪૬ કળા છે. | સૃષ્ટિની ઉત્પતિનો અધિષ્ઠાતા દેવ; સૃષ્ટિકર્તા. વેદો અને ઉપનિષદો થી માંડીને પુરાણ સુધીમાં પ્રજાપતિના સંબંધમાં અનેક જાતની કથાઓ ચાલી આવેલી છે. વૈદિક કાળમાં પ્રજાપતિ એક વૈદિક દેવતા હતા અને તે બ્રહ્માના પુત્ર તથા સૃષ્ટિકર્તા માનવામાં આવતા હતા. તૈત્તિરીય બ્રાહમણમાં લખ્યું છે કે: બ્રહ્માના પુત્ર પ્રજાપતિ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માયાને વશ થઈ ભિન્ન ભિન્ન શરીરોમાં બંધાઈ ગયા હતા અને દેવતાઓએ એક અશ્વમેઘ યજ્ઞ કરી તેમને શરીરથી મુક્ત કર્યા હતા. ઐતરેય બ્રાહ્મણમાં લખ્યું છે કે: પ્રજાપતિએ પોતાની ઉષા નામની પુત્રી સાથે સંભોગ કર્યો હતો, તેથી મૃગ નક્ષત્રની ઉત્પતિ થઈ હતી અને તે પોતે અને ઉષા બંને મળી રોહિણી નામના નક્ષત્ર રૂપમાં બદલાઈ ગયાં હતાં. છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે કે ; ઈંદ્ર પ્રજાપતિ પાસેથી સૂક્ષ્મ આત્મજ્ઞાન અને વૈરોચને સ્થૂળ આત્મજ્ઞાન મેળવ્યું હતું. પુરુષમેધ યજ્ઞમાં પ્રજાપતિ આગળ પુરુષનું બલિદાન આપવામાં આવે છે. પુરાણોમાં બ્રહ્માના પુત્ર અનેક પ્રજાપતિઓનો ઉલ્લેખ છે. કેટલેક ઠેકાણે દશ પ્રજાપતિ કહેલા છે: (૧) મરીચિ, (૨) અત્રિ, (૩) અંગિરા, (૪) પુલસ્ત્ય, (૫) પુલહ, (૬) ક્રતુ, (૭) પ્રચેતા (૮) વસિષ્ઠ, (૯) ભૃગુ અને (૧૦) નારદ. કેટલેક ઠેકાણે ૨૧ પ્રજાપતિ જણાવેલા છે. (૧) બ્રહ્મા, (૨) સૂર્ય, (૩) મનુ, (૪) દક્ષ, (૫) ભૃગુ, (૬) ધર્મરાજ (૭) યમરાજ (૮) મરીચિ (૯) અંગિરા (૧૦) અત્રિ, (૧૧) પુલસ્ત્ય, (૧૨) પુલહ, (૧૩) ક્રતુ, (૧૪) વસિષ્ઠ, (૧૫) પરમેષ્ઠી, (૧૬) વિવસ્વાન, (૧૭) સોમ, ( ૧૮) કર્દમ, (૧૯) ક્રોધ, (૨૦) અર્વાક્ અને (૨૧) ક્રીત. અમરકોષમાં પ્રજાપતિના નીચે મુજબ પર્યાયો આપ્યા છે; બ્રહ્મા, આત્મભૂ, સૂરજયેષ્ઠ, પરમેષ્ઠી, પિતામહ, હિરણ્યગર્ભ, હિરણ્ય, લોકેશ, સ્વયંભૂ, ચતુરાનન, ધતા, અબ્જ્યોનિ, દ્રુહિણ, પિરચિ, કમલાસન, સ્ત્રષ્ટા, વેધા, વિધાતા, વિશ્વસૃજ, વિધિ, નાભિજન્ય, અંડજ, પૂર્વ, નિધન, કમલોદ્દભવ, સદાનંદ, રજોમૂર્તિ, સાત્વિક. વધુ +
prakruti
( પિંગળ ) એકવીશ વર્ણનો એ નામનો એક સમવૃત વર્ણમેળ છંદ. પ્રસ્તાર ભેદથી તેના ૨૦,૯૭,૧૫૨ પ્રકાર થઈ શકે છે. સ્ત્રગ્ધરા, પ્રતિમા વગેરે આ જાતના છંદ છે. | ( પિંગળ ) ગાહિની કુંડલિની છંદની ૪૬ ગુરુ અને ૬૬ લઘુ મળી ૧૧૨ વર્ણ અને ૧૫૮ માત્રા હોય છે. | આકાશ વગેરે પંચમહાભૂત. | આદિકારણ. | આરોગ્ય: તબિયત. | એકવીશની સંખ્યા બતાવનારી સંજ્ઞા. | કરણ. | ( જૈન ) કર્મબંધના ચાર માંહેનો એક પ્રકાર. વધુ + | કુદરત. | જગત; વિશ્વ. વધુ + | ( વેદાંત ) જગતના મૂળ કારણરૂપ અજ્ઞાન. વધુ + | જગતનું ઉપાદાન કારણ; જગતનું મૂળ બીજ; પુરુષથી ભિન્ન એવું જગતનું મૂળ ઉપાદાન. | જીવ. | જીવજંતુ. | જીવનશક્તિ; પ્રાણબળ. | નીતિ; પરંપરા; વિધિ; માર્ગ. | પદાર્થનો સ્વાભાવિક ગુણ. વધુ + | પાંચ ભૂત, મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ પ્રકૃતિ. | પુરુષચિન્હ; લિંગ. | પોતાથી ભિન્ન તત્વનું આરંભકપણું; બીજા તત્વનું ઉપાદાનપણું; બીજ તત્વની જનક મૂળ પ્રકૃતિ. | પ્રકૃતિના અંશરૂપ પાંચ દેવીઓરૂપ શક્તિ. | પ્રજા; લોક; રૈયત. | ( વ્યાકરણ ) પ્રત્યય લગાડવા પહેલાંનું નામ અને ધાતુનું મૂળ રૂપ; જેને રૂપાખ્યાનના પ્રત્યય લાગે તે શબ્દ; પ્રત્યય જેનું નિમિત્ત હોય તેવો કોઈ શબ્દ. | પ્રધાન, અવ્યકત, માયા; અનાદિ માયા; આધારશક્તિ. તે અવ્યકત અને સૂક્ષ્મ છે, સત્વારજસ્તમોગુણી છે. ઇશ્વરની અંદર જે કર્તાપણું છે તે પ્રકૃતિના સંયોગથી છે. જગત રચવામાં ઈશ્વરને પ્રત્યક્ષ કરવો પડતો નથી. જેમ લોહચુંબક લોઢાની પાસે આવતાં જ લોઢામાં ગતિ ઉત્પન્ન કરે છે, તેમ ઈશ્વર પ્રકૃતિ પાસે રહેવાથી જ ગતિ ઉત્પન્ન કરી શકે છે. | પ્રધાન ગુણ; ધર્મ. વધુ + | મણિદ્વીપની અંદર આવેલી ચોસઠ માંહેની એ નામની એક કલા. | મંત્રીમંડળ; પ્રધાનમંડળ. | મા; માવડી; માતા. | ( વેદાંત ) મીમાંસકોને મતે યજ્ઞમાં કરવાનો વિધિ. વિધિ વડે પ્રતિપાદિત સમગ્ર ઈતિકર્તવ્યવાળા હોવાપણું તે પ્રકૃતિપણું અર્થાત્ તે યાગપ્રકૃતિ પણ કહેવાય છે. | મૂત્રપિંડ; ગુર્દો. | મૂર્ત, અમૂર્ત, સાકાર, નિરાકાર બધું તે. આ જે પ્રત્યક્ષ સૂર્ય છે તે પ્રાણસ્વરૂપ છે અને આ જે ચંદ્ર છે તે રયિ છે. જે કંઈ આ સ્થાવર, સૂક્ષ્મ, સ્થૂલ માલૂમ પડે છે, આ જે કંઈ આકારવાળું અને આકાર વિનાનું જણાય છે તે બધું રયિ છે. રયિ શબ્દનો અર્થ પ્રકૃતિ થાય છે. તાત્પર્ય કે, જે કાંઇ મૂર્તિ અને અમૂર્તિ છે તે બધું પ્રકૃતિ છે. તાત્પર્ય કે, જે આકારવાળા પદાર્થો છે અને જે કોઈ નિરાકાર પદાર્થો છે તે બધા જ પ્રકૃતિનાં જ પરિણામો છે. વિચારદૃષ્ટિએ કોઈ નિરાકાર જેવી ચીજ નથી, કેમકે વિચારની પણ મૂર્તિ હોય છે. | યોનિ; ઉત્પત્તિસ્થાન. | રાજાઓને વિચારવા યોગ્ય મૂળ હેતુ કે કારણ. | રાજ્યાનાં સાત માંહેનું એક અંગ; અમાત્યવર્ગ. ગુરુ, પ્રધાન, દેશના લોકો, કિલ્લો, ધનસંગ્રહ, લશ્કર અને સહાયક મિત્ર આ સાત રાજાની પ્રકૃતિઓ કહેવાય છે. | રાજ્યબંધારણ. વધુ + | વંશ. | શક્તિ; તાકાત. | શરીરનો બાંધો; શરીરનું મૂળ બંધારણ; શરીર કે મનનું બંધારણ. | શિલ્પી. | સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણની સામ્યાવસ્થા. ભોગાર્થી અને અજ્ઞાની જીવાત્માને ભોગ અને જ્ઞાન થાય એ હેતુથી પ્રકૃતિમાં વિક્ષોભ થયો. વિક્ષુબ્ધ પ્રકૃતિમાંથી એક પદાર્થ બન્યો, તેનું નામ મહત. મહતમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચ તન્માત્ર અને અગિયાર ઈંદ્રિયો, પાંચ તન્માત્રમાંથી પાંચ મહાભૂતો; પૃથ્વી, પાણી, વાયુ, તેજ અને આકાશ ઉત્પન્ન થયાં. એ પ્રમાણે ચોવીશ જડ અને પરમાત્મા પુરુષ ચેતન છે. પ્રકૃતિ વકારિણી છે અને પુરુષ નિર્વિકારી છે. પ્રકૃતિ ત્રિગુણાત્મકા, સર્વશક્તિસંપન્ના અને સૃષ્ટિકાર્યમાં પ્રધાન છે. પ્રકૃતિ બે પ્રકારની છે: એક આવરણશક્તિ અને બીજી વિક્ષેપશક્તિ. રજોગુણ અને સત્વગુણથી નહિ દબાયેલો તમોગુણ તે આવરણશક્તિ અને તમોગુણ તથા સત્વગુણથી નહિ દબાયેલો રજોગુણ તે વિક્ષેપશક્તિ. તેમાંની આવરણશક્તિ એ જ જીવને ઉપાધિરૂપ અવિદ્યા છે અને વિક્ષેપશક્તિ એ જ પરમેશ્વરની માયા કહેવાય છે. તમોગુણ જેમાં પ્રધાન છે, એવી પ્રકૃતિમાંથી ઈશ્વરના સંકલ્પ વડે આકાશાદિ પાંચ મહાભૂતો ક્રમપૂર્વક ઊપજ્યાં કહેવાય છે. સાંખ્યમાં પુરુષ અને પ્રકૃતિ સિવાય ત્રીજી કોઈ વસ્તુ માનેલી નથી. જગત એ પ્રકૃતિનો જ વિકાર છે, એટલે કે અનેક રૂપોમાં તેનું પ્રવર્તન છે. પ્રકૃતિની વિકૃતિ અથવા પરિણામ એ જ જગત છે. જે પ્રમાણે એકરૂપતા અથવા નિવિશેષતાથી પરિણામ દ્વારા અનેકરૂપતા તરફ સર્ગોન્મુખ ગતિ થાય છે. તે પ્રકારે ફરી અનેકરૂપતાથી ધીમે ધીમે એ એકરૂપતા તરફ ગતિ કરે છે, જેને સામ્યાવસ્થા, પ્રલયાવસ્થા અથવા સ્વરૂપાવસ્થા કહે છે. પ્રથમ પ્રકારની ગતિપરંપરાને વિરૂપપરિણામ અને બીજા પ્રકારી ગતિપરંપરાને સ્વરૂપપરિણામ કહે છે. સ્વરૂપાવસ્થામાં પ્રકૃતિ અવ્યકત રહે છે, તે વ્યક્ત થતાં જગત કહેવાય છે. પ્રકૃતિના પરિણામ નો ક્રમ નીચે પ્રમાણે છે: પ્રકૃતિમાંથી મહત્તત્વ એટલે બુદ્ધિ. મહત્તત્વથી અહંકાર, અહંકારથી પંચતન્‍માત્ર એટલે શબ્દ, તન્‍માત્ર, રસ તન્‍માત્ર વગેરે, પંચતન્‍માત્રથી અગિયાર ઈંદ્રિય એટલે પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેંદ્રિય અને મન અને તેમાંથી ફરી પંચમહાભૂત. આ પ્રમાણે આ ચોવીશ તત્ત્વો કે જેનાથી સંસાર બન્યો છે. આ ક્રમ વિરૂપ પરિણામનો છે. સ્વરૂપ પરિણામનો ક્રમ તેથી ઊલટો છે, એટલે કે તેમાં પાંચ મહાભૂત અગિયાર ઈંદ્રિયના રૂપમાં, ઈંદ્રિય તન્માત્રના રૂપમાં, તન્‍માત્ર અહંકારના રૂપમાં, આ ક્રમે આખું જગત ફરી નષ્ટ થઈને પોતાના મૂળ પ્રકૃતિરૂપમાં આવી જાય છે. | સેના. | સ્ત્રી. | સ્વભાવ; તાસીર; મિજાજ; પૂર્વના સંસ્કારને આધીન સ્વભાવ; જન્મસ્વભાવ; જાતિસ્વભાવ. | સ્વરૂપાવસ્થા; અસલ હાલત; કુદરતી બંધારણ.
Prakruti
( પિંગળ ) એકવીશ વર્ણનો એ નામનો એક સમવૃત વર્ણમેળ છંદ. પ્રસ્તાર ભેદથી તેના ૨૦,૯૭,૧૫૨ પ્રકાર થઈ શકે છે. સ્ત્રગ્ધરા, પ્રતિમા વગેરે આ જાતના છંદ છે. | ( પિંગળ ) ગાહિની કુંડલિની છંદની ૪૬ ગુરુ અને ૬૬ લઘુ મળી ૧૧૨ વર્ણ અને ૧૫૮ માત્રા હોય છે. | આકાશ વગેરે પંચમહાભૂત. | આદિકારણ. | આરોગ્ય: તબિયત. | એકવીશની સંખ્યા બતાવનારી સંજ્ઞા. | કરણ. | ( જૈન ) કર્મબંધના ચાર માંહેનો એક પ્રકાર. વધુ + | કુદરત. | જગત; વિશ્વ. વધુ + | ( વેદાંત ) જગતના મૂળ કારણરૂપ અજ્ઞાન. વધુ + | જગતનું ઉપાદાન કારણ; જગતનું મૂળ બીજ; પુરુષથી ભિન્ન એવું જગતનું મૂળ ઉપાદાન. | જીવ. | જીવજંતુ. | જીવનશક્તિ; પ્રાણબળ. | નીતિ; પરંપરા; વિધિ; માર્ગ. | પદાર્થનો સ્વાભાવિક ગુણ. વધુ + | પાંચ ભૂત, મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ પ્રકૃતિ. | પુરુષચિન્હ; લિંગ. | પોતાથી ભિન્ન તત્વનું આરંભકપણું; બીજા તત્વનું ઉપાદાનપણું; બીજ તત્વની જનક મૂળ પ્રકૃતિ. | પ્રકૃતિના અંશરૂપ પાંચ દેવીઓરૂપ શક્તિ. | પ્રજા; લોક; રૈયત. | ( વ્યાકરણ ) પ્રત્યય લગાડવા પહેલાંનું નામ અને ધાતુનું મૂળ રૂપ; જેને રૂપાખ્યાનના પ્રત્યય લાગે તે શબ્દ; પ્રત્યય જેનું નિમિત્ત હોય તેવો કોઈ શબ્દ. | પ્રધાન, અવ્યકત, માયા; અનાદિ માયા; આધારશક્તિ. તે અવ્યકત અને સૂક્ષ્મ છે, સત્વારજસ્તમોગુણી છે. ઇશ્વરની અંદર જે કર્તાપણું છે તે પ્રકૃતિના સંયોગથી છે. જગત રચવામાં ઈશ્વરને પ્રત્યક્ષ કરવો પડતો નથી. જેમ લોહચુંબક લોઢાની પાસે આવતાં જ લોઢામાં ગતિ ઉત્પન્ન કરે છે, તેમ ઈશ્વર પ્રકૃતિ પાસે રહેવાથી જ ગતિ ઉત્પન્ન કરી શકે છે. | પ્રધાન ગુણ; ધર્મ. વધુ + | મણિદ્વીપની અંદર આવેલી ચોસઠ માંહેની એ નામની એક કલા. | મંત્રીમંડળ; પ્રધાનમંડળ. | મા; માવડી; માતા. | ( વેદાંત ) મીમાંસકોને મતે યજ્ઞમાં કરવાનો વિધિ. વિધિ વડે પ્રતિપાદિત સમગ્ર ઈતિકર્તવ્યવાળા હોવાપણું તે પ્રકૃતિપણું અર્થાત્ તે યાગપ્રકૃતિ પણ કહેવાય છે. | મૂત્રપિંડ; ગુર્દો. | મૂર્ત, અમૂર્ત, સાકાર, નિરાકાર બધું તે. આ જે પ્રત્યક્ષ સૂર્ય છે તે પ્રાણસ્વરૂપ છે અને આ જે ચંદ્ર છે તે રયિ છે. જે કંઈ આ સ્થાવર, સૂક્ષ્મ, સ્થૂલ માલૂમ પડે છે, આ જે કંઈ આકારવાળું અને આકાર વિનાનું જણાય છે તે બધું રયિ છે. રયિ શબ્દનો અર્થ પ્રકૃતિ થાય છે. તાત્પર્ય કે, જે કાંઇ મૂર્તિ અને અમૂર્તિ છે તે બધું પ્રકૃતિ છે. તાત્પર્ય કે, જે આકારવાળા પદાર્થો છે અને જે કોઈ નિરાકાર પદાર્થો છે તે બધા જ પ્રકૃતિનાં જ પરિણામો છે. વિચારદૃષ્ટિએ કોઈ નિરાકાર જેવી ચીજ નથી, કેમકે વિચારની પણ મૂર્તિ હોય છે. | યોનિ; ઉત્પત્તિસ્થાન. | રાજાઓને વિચારવા યોગ્ય મૂળ હેતુ કે કારણ. | રાજ્યાનાં સાત માંહેનું એક અંગ; અમાત્યવર્ગ. ગુરુ, પ્રધાન, દેશના લોકો, કિલ્લો, ધનસંગ્રહ, લશ્કર અને સહાયક મિત્ર આ સાત રાજાની પ્રકૃતિઓ કહેવાય છે. | રાજ્યબંધારણ. વધુ + | વંશ. | શક્તિ; તાકાત. | શરીરનો બાંધો; શરીરનું મૂળ બંધારણ; શરીર કે મનનું બંધારણ. | શિલ્પી. | સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણની સામ્યાવસ્થા. ભોગાર્થી અને અજ્ઞાની જીવાત્માને ભોગ અને જ્ઞાન થાય એ હેતુથી પ્રકૃતિમાં વિક્ષોભ થયો. વિક્ષુબ્ધ પ્રકૃતિમાંથી એક પદાર્થ બન્યો, તેનું નામ મહત. મહતમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચ તન્માત્ર અને અગિયાર ઈંદ્રિયો, પાંચ તન્માત્રમાંથી પાંચ મહાભૂતો; પૃથ્વી, પાણી, વાયુ, તેજ અને આકાશ ઉત્પન્ન થયાં. એ પ્રમાણે ચોવીશ જડ અને પરમાત્મા પુરુષ ચેતન છે. પ્રકૃતિ વકારિણી છે અને પુરુષ નિર્વિકારી છે. પ્રકૃતિ ત્રિગુણાત્મકા, સર્વશક્તિસંપન્ના અને સૃષ્ટિકાર્યમાં પ્રધાન છે. પ્રકૃતિ બે પ્રકારની છે: એક આવરણશક્તિ અને બીજી વિક્ષેપશક્તિ. રજોગુણ અને સત્વગુણથી નહિ દબાયેલો તમોગુણ તે આવરણશક્તિ અને તમોગુણ તથા સત્વગુણથી નહિ દબાયેલો રજોગુણ તે વિક્ષેપશક્તિ. તેમાંની આવરણશક્તિ એ જ જીવને ઉપાધિરૂપ અવિદ્યા છે અને વિક્ષેપશક્તિ એ જ પરમેશ્વરની માયા કહેવાય છે. તમોગુણ જેમાં પ્રધાન છે, એવી પ્રકૃતિમાંથી ઈશ્વરના સંકલ્પ વડે આકાશાદિ પાંચ મહાભૂતો ક્રમપૂર્વક ઊપજ્યાં કહેવાય છે. સાંખ્યમાં પુરુષ અને પ્રકૃતિ સિવાય ત્રીજી કોઈ વસ્તુ માનેલી નથી. જગત એ પ્રકૃતિનો જ વિકાર છે, એટલે કે અનેક રૂપોમાં તેનું પ્રવર્તન છે. પ્રકૃતિની વિકૃતિ અથવા પરિણામ એ જ જગત છે. જે પ્રમાણે એકરૂપતા અથવા નિવિશેષતાથી પરિણામ દ્વારા અનેકરૂપતા તરફ સર્ગોન્મુખ ગતિ થાય છે. તે પ્રકારે ફરી અનેકરૂપતાથી ધીમે ધીમે એ એકરૂપતા તરફ ગતિ કરે છે, જેને સામ્યાવસ્થા, પ્રલયાવસ્થા અથવા સ્વરૂપાવસ્થા કહે છે. પ્રથમ પ્રકારની ગતિપરંપરાને વિરૂપપરિણામ અને બીજા પ્રકારી ગતિપરંપરાને સ્વરૂપપરિણામ કહે છે. સ્વરૂપાવસ્થામાં પ્રકૃતિ અવ્યકત રહે છે, તે વ્યક્ત થતાં જગત કહેવાય છે. પ્રકૃતિના પરિણામ નો ક્રમ નીચે પ્રમાણે છે: પ્રકૃતિમાંથી મહત્તત્વ એટલે બુદ્ધિ. મહત્તત્વથી અહંકાર, અહંકારથી પંચતન્‍માત્ર એટલે શબ્દ, તન્‍માત્ર, રસ તન્‍માત્ર વગેરે, પંચતન્‍માત્રથી અગિયાર ઈંદ્રિય એટલે પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેંદ્રિય અને મન અને તેમાંથી ફરી પંચમહાભૂત. આ પ્રમાણે આ ચોવીશ તત્ત્વો કે જેનાથી સંસાર બન્યો છે. આ ક્રમ વિરૂપ પરિણામનો છે. સ્વરૂપ પરિણામનો ક્રમ તેથી ઊલટો છે, એટલે કે તેમાં પાંચ મહાભૂત અગિયાર ઈંદ્રિયના રૂપમાં, ઈંદ્રિય તન્માત્રના રૂપમાં, તન્‍માત્ર અહંકારના રૂપમાં, આ ક્રમે આખું જગત ફરી નષ્ટ થઈને પોતાના મૂળ પ્રકૃતિરૂપમાં આવી જાય છે. | સેના. | સ્ત્રી. | સ્વભાવ; તાસીર; મિજાજ; પૂર્વના સંસ્કારને આધીન સ્વભાવ; જન્મસ્વભાવ; જાતિસ્વભાવ. | સ્વરૂપાવસ્થા; અસલ હાલત; કુદરતી બંધારણ.
pralay
અનુભવના આઠ માંહેનો એક ભેદ. નાટકમાં વપરાય છે. | આઠ માંહેનો એક ભાવ; હદયની સ્થિતિ જણાવનાર માનસિક વિકારોમાંનો એક ભાવ. | ઉત્પતિ, સ્થિતિ અને લય એ ત્રણમાંની ત્રીજી અવસ્થા; વિનાશ; નાશ. કર્મપુરાણ પ્રમાણે પ્રલય ચાર પ્રકારનો છે: નિત્ય, નૌમિત્તિક, પ્રાકૃત અને આત્યંતિક. લોકમાં જે ચાલુ ક્ષય થયા કરે છે, તે નિત્ય પ્રલય. કલ્પને અંતે ત્રણ લોકનો જે ક્ષય થાય તે નૌમિત્તિક કે બ્રાહ્મપ્રલય. જયારે પ્રકૃતિ મહદાદિ સુધી વિલીન થાય ત્યારે પ્રાકૃતિક પ્રલય થાય. જ્ઞાનની પૂર્ણાવસ્થા થતાં બહ્મ અથવા ચિત્તમાં લીન થઈ જવાનું નામ આત્યંતિક પ્રલય છે. વિષ્ણુપુરાણમાં નિત્ય પ્રલયનો ઉલ્લેખ નથી. બ્રાહ્મ અને પ્રાકૃત પ્રલયોનું વર્ણન પુરાણોમાં એકસરખું છે. અનાવૃષ્ટિ વડે ચરાચરનો નાશ, બાર સૂર્યના પ્રચંડ તાપથી જીવનું શોષણ અને બધાનું ભસ્મ થઈ જવું, પછી ચાલુ ઘોર વૃષ્ટિ થવી અને બધું જળમય થઈ જવું, કેવળ પ્રજાપતિનું કે વિષ્ણુનું રહેવું એંમ વર્ણવેલું છે. એક હજાર ચતુર્યુગનો બ્રહ્માનો એક દિવસ અને તેટલા વખતની એક રાત થાય છે, આ રાતમાં જે પ્રલય થાય છે. તેને બાહ્મ પ્રલય કહે છે. પ્રાકૃતિક પ્રલયમાં પહેલા પાણી એ પૃથ્વીના ગંધ ગુણનો નાશ કરે છે, પછી જળના રસ ગુણનો અગ્નિ નાશ કરે છે. પછી વાયુ તેજનો નાશ કરે છે. ત્યાર પછી વાયુ જેનો ગુણ સ્પર્શનો છે તેનો આકાશ નાશ કરે છે. કેવળ આકાશ રહે છે જેનો ગુણ શબ્દનો છે. તે પછી આ શબ્દ પણ અહંકારતત્ત્વમાં અને અહંકારતત્ત્વ મહતત્ત્વમાં અને છેવટે મહત્ત્વ પણ પ્રકૃતિમાં લીન થાય છે. નૈયાયિક બે પ્રકારના પ્રલય માને છે: ખંડપ્રલય અને મહાપ્રલય. પણ નવા ન્યાયવાળાઓ મહાપ્રલયને નથી માનતા. સાંખ્યમત પ્રમાણે સૃષ્ટિ અને પ્રલય બંને પ્રકૃતિનું પરિણામ છે. પ્રકૃતિનું પરિણામ બે પ્રકારનું છે: સ્વરૂપ પરિણામ અને વિરૂપ પરિણામ. પ્રકૃતિના ઉતરોત્તર વિકાર વડે જે વિરૂપ પરિણામ થાય તેથી સૃષ્ટિ થાય અને સૃષ્ટિનું ફરી ઊલટું પરિણામ પ્રકૃતિના સ્વરૂપ તરફ થવા લાગે તેને પ્રલય કહે છે. જયારે સત્ત્વ સત્ત્વમાં, રજસ રજસમાં, તમસ તમસમાં મળી જાય ત્યારે પ્રલય થાય. સ્વરૂપ પરિણામ જયારે થવા લાગે ત્યારે પહેલાં મહાભૂત પંચ તન્માત્રમાં વિલીન થાય, પછી પંચતન્માત્ર અને અગિયાર ઈંદ્રિયો અહંકારતત્વમાં, અહંકાર મહતત્ત્વમાં અને અંતે મહતત્ત્વ પ્રકૃતિમાં લીન થાય.તે વખતે માત્ર એક પ્રકૃતિ રહે. આ પ્રમાણે સંસાર પોતાના મૂળ કારણ પ્રકૃતિમાં લય પામે છે. સૃષ્ટિનો પ્રલય થવા સંબંધમાં શ્રીમદ રાજચંદ્દ જણાવે છે કે, કેવળ મોક્ષરૂપે સર્વ જીવોની સ્થિતિ થાય કે કેવળ’ આ દુનિયાનો નાશ થાય તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય તો કોઈ વર્ધમાન થાય, તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે. તે ઉપરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા જોગ છે. સૃષ્ટિ એટલે આ જ પૃથ્વી એવો અર્થ નથી. | એ નામે એક પ્રકારનો સાત્ત્વિક ભાવ. તેમાં કોઈ બાબતમાં તન્મય થવાથી આગલી સ્મૃતિનો લોપ થાય છે. | કલ્પને અંતે જગતનો લય. કલ્પ એટલે બહ્માનો એક દિવસ અર્થાત ૪,૩૨,૦૦,૦૦,૦૦૦, વરસ. | ચાલી જવું તે; સમેટાઈ જવું તે. | છત્રીશ માંહેનું એક દંડાયુધ. | ( વેદાંત ) તમામ ભાવરૂપ કાર્યનો નાશ.. પ્રલય પાંચ પ્રકારનો છે. (૧) નિત્ય, (૨) નૈમિત્તિક, (૩) દૈનિક, (૪) મહાપ્રલય અને (૫) આત્યંતિક પ્રલય. બીજી રીતે (૧) સુષુપ્તિ, (૨) મૂર્છા, (૩) મૃતિ, (૪) પુન:શરીરપ્રાપ્તિ અને (૫) દૈનંદિન એવા પણ પાંચ પ્રકાર છે. | ( પુરાણ ) પૃથ્વી પર થતો જળબંબાકાર; પૃથ્વી ઉપર પાણી ફરી વળવું તે; સૃષ્ટિનો નાશ થવો તે. | બહ્માની રાત્રિ. સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ એ ચતુર્યુગના કુલ ૪૩,૨૦,૦૦૦ વરસો થાય છે. એવા ૧૦૦૦ ચતુર્યુગ તે બહ્માનો એક દિવસ અને બીજા ૧૦૦૦ ચતુર્યુગની એક રાત્રિ. તેમાં દિવસ તે સૃષ્ટિની સંજ્ઞા અને રાત્રિ તે પ્રલયની સંજ્ઞા છે. | મૂર્ચ્છા; બેહોશી. | મૃત્યુ. | મોટી આફત; કાળો કેર વર્તાઇ જવો તે; મોટું દુ:ખ. | વસ્તુનો તિરોભાવ. વધુ + | શરીરચેષ્ટાનો રોધ. મુખ નમાવવું, મસ્તક કંપાવવું, શરીર હલાવવું, વસ્તુઓ લેવી તથા મુકવી, મુખે બોલવું, આંખો વાંકીચૂંકી કરવી ઈત્યાદિક શરીરચેષ્ટા રૂંધાય તેને પ્રલય કહે છે. સ્તંભમાં તો શરીરચેષ્ટા છે, પણ કેવળ ગતિનો રોધ થાય છે, માટે સ્તંભ અને પ્રલયમાં ભેદ પાડયો છે. સ્તંભમાં ચેતન રહે છે અને પ્રલયમાં તો ચેતનનો તિરોભાવ થાય છે. જેને મૂર્ચ્છા કહે છે તે જ પ્રલય જાણવો. શોક, દુ:ખ, આઘાત, ક્રોધ, મોહ ઈત્યાદિક વિભાવથી મૂર્ચ્છા એટલે પ્રલય થાય છે. | સંહારકાળ; જે કાળમાં પંચમહાભૂત વગેરે નાશ પામે છે તે કાળ.
prãrabdha
( વેદાંત ) ઇચ્છા, અનિચ્છા અને મહેચ્છા કે પરેચ્છા એ ત્રણનો સમૂહ. પ્રારબ્ધના ત્રણ પ્રકાર છે: અનિચ્છા પ્રારબ્ધ એટલે ઇચ્છેલું નહિ એવું, પરેચ્છા પ્રારબ્ધ એટલે પારકાની ઇચ્છાથી પ્રાપ્ત થયેલું અને સ્વેચ્છા પ્રારબ્ધ એટલે પોતાની ઇચ્છાથી પ્રાપ્ત થયેલું પ્રારબ્ધ. | સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એવા કર્મના ત્રણ માંહેનો એ નામનો એક ભેદ; સંચિત માંહેનાં જેટલાં કર્મનાં ફળ ભોગવવાની શરૂઆત થઈ ચૂકી હોય તે કર્મ; સંચિત કર્મમાંથી જેટલાં ભોગવવાને માટે આ વર્તમાન દેહ સરજાયો છે તેટલાં કર્મ; જેનું ફળ આ જન્મમાં ભોગવવા માંડયું છે તે કર્મો; પહેલેથી અથવા જન્મથી શરૂ થતું અદષ્ટ; ભાગ્ય; નસીબ. આ વર્તમાન દેહના આરંભ થવાના સમયમાં કાળ, સંચિત કર્મોમાંથી કેટલાંક કર્મને એકઠાં કરીને તેઓને આ દેહમાં ફળ દેવા સારૂં પ્રેરે છે. એવી રીતે પ્રેરાયેલા કર્મો પ્રારબ્ધ કહેવાય છે. જ્યાંસુધી પ્રારબ્ધ કર્મ હોય ત્યાંસુધી દેહ રહે છે. મુંડકોપનિષદમાં કહ્યું છે કે: આત્મજ્ઞાનથી સંચિત ક્રિયમાણ અને પ્રાચ્બ્ધનો અસ્ત થઈ જાય છે. સંચિતા એટલે હજુ જે ફળ્યાં નથી પણ ભવિષ્યમાં જે ફળવાનાં છે એવાં એકઠાં થયેલાં અનંત જન્મોનાં કર્મ તે વંધ્યવીર્ય થઈ જાય છે. કરાતાં ક્રિયમાણ કર્મને તો કરાય છે જ એવી રીતે કે તેનો સ્પર્શ જ ન લાગે અને પ્રારબ્ધ ફળદાનમાં પ્રવૃત્ત કર્મોનો જ્ઞાનની જડીબુટ્ટીને લીધે ડંખ જ મરી જાય છે. જોકે પ્રારબ્ધ કર્મોનો વિના ભોગે ક્ષય નથી, છતાં આત્મદર્શનમાંથી નીપજતા પ્રચંડ વીર્યથી આત્મદર્શન તેને એવી રીતે ભોગવી લે છે કે જે ન ભોગવ્યાં જેવાં જ થઈ રહે છે. આમ આત્મદર્શનમાં પરિપૂર્ણ મુક્તિ અને જીવનની પરમશિવતા છુપાઈ છે. જે સંચિત હોય છે તે જ પ્રારબ્ધ બને છે અને પ્રારબ્ધ ભોગવવાં જ પડે છે. સિદ્ધાંતદર્શનમાં કહ્યું છે કે: જેમણે આત્માનો સાક્ષાત્કાર કર્યા છે એવા જ્ઞાનીઓને પણ પ્રારબ્ધનો ક્ષય થઈ રહેતાં સુધી આ જગત દેખાયા કરે છે, કારણ કે પ્રારબ્ધનો ક્ષય થતાં સુધી અવિદ્યાની વિક્ષેપશક્તિ અત્યંત લય પામતી નથી. સ્વામી રામતીર્થ કહે છે કે: મનુષ્ય પોતે જ પોતાના પ્રારબ્ધનો રચનાર છે. પ્રશ્નોપનિષદમાં કહ્યું છે કે: જે પુરુષસિંહ અવિનાશી બ્રહ્મને જાણે છે તે, તે જ્ઞાનના રૂપે જાતે સર્વજ્ઞ થાય છે અને પોતાના પ્રારબ્ધના અંતે પરબ્રહ્મ પરમાત્માને પામે છે, મુક્ત થાય છે. વધુ + | શરૂ કરેલું; સારી રીતે આરંભેલું.
prasãd
( સંગીત ) અઠ્ઠાવન માંહેનો ત્રીશમો વર્ણાલંકાર. | અનુગ્રહ; કૃપા; મહેરબાની; મહેર. | અર્થની સ્પષ્ટતા. | કાવ્યની રચનામાં રહેલું મોહક શબ્દમાધુર્ય; સાંભળવાની સાથે જ ભાવ સ્ફુરે અને હૃદયમાં ઊતરી જાય તેવો કાવ્યનો એક ગુણ; વાચકનું મન રંજન થાય એવી કાવ્યમાંની કવિની અલૌકિક રચનાશક્તિ; કવિતામાં કે વાણીમાં ચિત્તને પ્રસન્ન કરે એવું તત્ત્વ; ભાવો અને અર્થના પ્રવાહની સાથે શબ્દસમૂહ અને પદ્યના લયપ્રવાહનો મેળ. વધુ + | ખુશાલીની નજર; રાજીખુશી; પ્રસન્નતા; ચિત્તનું સ્વાસ્થ્ય. | ઠોક; માર; શિક્ષા. વધુ + | દેવને ધરાવેલું ખાવાનું તે; દેવતાની આગળ ધરાવેલું નૈવેદ્ય. વધુ + | નાગપિંગળ માંહેનો માત્રામેળવાળો એક છંદ. | નિર્મળતા; સ્વચ્છતા. | ભાત; રાંધેલા ચોખા. | ભોજન; જમવું તે. | મહાન પુરુષ અથવા ધર્મિષ્ઠ પુરુષે પાછળ રાખેલ ચીજો; દેવ, ગુરુ, રાજા, સ્વામી વગેરેએ પ્રસન્ન થઈને આપેલું જે કંઈ તે; નૈવેદ્યની શેષ; પ્રસાદી; દેવ, ગુરુ, ધણી વગેરેએ ભોગવેલા પદાર્થમાંથી શેષ રહેલો પદાર્થ. વધુ + | મહેરબાની. | માણસને ઈશ્વરી મદદ કે મૈત્રી પમાડનાર આશીર્વાદ. | વર; વરદાન; બક્ષિશ. | વીરશૈવ ધર્મમાં જણાવેલ આઠ માંહેનું એક આવરણ. | શાંતિ. | શીરો; એક જાતની મીઠી વાની. | શ્રદ્ધા. | ( સંગીત ) સંચારી માંહેનો એક આરોહી અલંકાર. | સંતોષ. | સાધુઓનો ભેળા થવાનો ઓરડો. | સ્વાદ. | ( પુરાણ ) સ્વાયંભુવ મન્વંતરમાંના ધર્મ ઋષિને મૈત્રી નામની સ્ત્રીથી થયેલો એ નામનો પુત્ર.
pratham
વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ. | ( સંગીત ) સામમાં જણાવેલ સાત માંહેનો એક સ્વર. ગાંધર્વવેદમાં જણાવેલા ષડ્જ, ઋષભ, ગાંધારાદિ સાત સ્વરો જેને સામમાં કૃષ્ટ, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, ચંદ્ર અને અતિસ્વાર્થ કહેવામાં આવ્યા છે. | પહેલું; અવ્વલ; આદિનું; ગણતરીમાં સૌથી પહેલા સ્થાનવાળું. વધુ + | પ્રધાન; મુખ્ય. | સૌથી સારૂં; સર્વશ્રેષ્ઠ. | તરત જ. | પહેલેથી; અગાઉથી. | શરૂઆતમાં; આરંભમાં.
pratyãhãr
અમૂર્ત વિચારણા. | ઉપાદાન. | કોઈ પણ બે અક્ષરોનું જોડાણ, કે જેથી કોઈ પણ વર્ગનો એક અક્ષર બને; સંક્ષેપ શબ્દ; પારિભાષિક સંજ્ઞા; સંક્ષિપ્તમાં થોડા અક્ષર લખવાની કળા; વ્યાકરણ પ્રમાણે સૂત્રના પહેલા અને છેલ્લા અક્ષરના મેળાપથી બનેલી અમુક સંજ્ઞા. | પાછું ખેંચી લેવું તે; પાછું લેવું તે. | પીછે હઠ. | પ્રપંચાકાર ભાવનાનો નિરોધ કરી આત્મભાવના કરવી તે. | પ્રલય. | ફરીથી લેવું તે. | ફરીથી લેવું તે. | ફરીથી હરણ કરવું તે. | મનોવૃત્તિનું એકત્રીકરણ. | ( યોગ ) યોગનાં આઠ માંહેનું પાંચમું અંગ; ઇંદ્રિયોનું પોતપોતાના વિષયોથી નિવારણ; વિષયમાત્રમાંથી ઇંદ્રિયોને પાછી હઠાવી એક જગ્યાએ સ્થિર કરવી તે. ઇંદ્રિયો દ્વારા તેના વિષયોનો અનુભવ કરીને પછી ઇંદ્રિયોને વિષયથી જુદી પાડવી તે પ્રત્યાહાર છે. | વિષયોમાં રમનાર ઇંદ્રિયોને વિવેક વડે રોકવી તે; સંયમ; ઇંદ્રિયનિગ્રહ; ચિત્ત વગેરે ઇંદ્રિયોને વિષયમાંથી વ્યાવૃત્ત કરી સંયમમાં રાખવી તે; વિષયમાત્રથી ઇંદ્રિયને પાછી હઠાવી ચિત્તમાં જ સમાવી દેવી તે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ એ ચાર સિદ્ધ કરીને કેવળ પ્રત્યાહારપરાયણ અધિકારી પુરુષ શ્રોત્રાદિક પાંચ જ્ઞાનેંદ્રિયોને પોતાના શબ્દાદિક વિષયોથી નિવૃત્ત કરીને સંયમરૂપ અગ્નિ વિષે હોમ કરે છે. વધુ + | હઠયોગની એક ક્રિયા. વધુ +
pravrutti
અવંતિ વગેરે દેશ; ઉજજૈન કે બીજી કોઈ પવિત્ર જગ્યા. | આરંભ; ઉત્પત્તિ. | આવિર્ભાવ; પ્રકટીભવન. | ( વેદાંત ) ઉત્કટ ઈચ્છારૂપ રાગ વડે જન્ય ગુણ. | ઉદ્યોગ; ધંધો; બહોળું કામ; વ્યવસાય; કામકાજ વગેરે સંસારની મોહમાયાની જાળમાં આમતેમ સુખ શોધતાં અથડાતા ફરવું તે; લોકવ્યવહાર સાથેની વૃત્તિ. | ( ન્યાય ) એ નામનું એક પ્રમેય. પ્રમેય બાર છે: આત્મા, શરીર, ઈંદ્રિય, અર્થ, બુદ્ધિ, ધર્મ, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફલ, દુ:ખ અને અપવર્ગ. | કાપકૂપ; શસ્ત્રક્રિયા. | કાયદાની લાગુ કરી શકાય તેવી સ્થિતિ કે મર્યાદા. | ખબર; સમાચાર; સંદેશો; વાર્તા; વૃત્તાંત્ત. | ખંત. | ( ગણિત ) ગુણક; ગુણનાર; ગુણકાંક. | જીવનને ટકાવવા અને શોભાવવા માટે કરાતો યત્ન; વ્યાપાર; વ્યવસાય. વધુ + | ધર્મમાં પ્રવૃત્તિ; કર્મમાર્ગ; શાસ્ત્રવિહિત વિષયમાં પ્રવૃત્તિ. | નિવૃત્તિથી ઊલટો વ્યવસાય; આત્માની બહિર્મુખ વૃત્તિ. વધુ + | પાણી વગેરેનો કાયમનો પ્રવાહ; વહેવું તે. | ( વેદાંત ) પોતપોતાના વિષયમાં ઈંદ્રિયો વગેરેનો સંચાર. | પ્રભાવશીલતા. | પ્રયત્ન. | ( ન્યાય ) મન, વચન અને કાયાનો વ્યાપાર. | યજ્ઞાદિ વ્યાપાર. | રજોગુણનો ધર્મ. | વલણ. | ( ન્યાય ) વાણી, બુદ્ધિ અને શરીરના કાર્યનો આરંભ. તેના ત્રણ પ્રકાર છે: (૧) વાગારંભ, (૨) શરીરારંભ અને (૩) બુદ્ધયારંભ. મનુષ્યનો વચનનું ઉચ્ચારણ કરવામાં અનુકૂળ યત્ન તે વાગારંભ. શરીરની ચેષ્ટાને અનુકૂળ યત્ન ને શરીરારંભ અને તે બંને પ્રયત્નથી ભિન્ન યત્ન તે બુદ્ધયારંભ કહેવાય છે. એ બુદ્ધયારંભ નામે પ્રયત્ન ધ્યાનાદિને અનુકૂળ હોય છે. રાગદ્વેષ સારાં નરસાં કામમાં પ્રવૃત્ત કરાવે છે. | વિધિવાકય. | ( વેદાંત ) શબ્દોની અર્થનો બોધ કરવારૂપ શકિત; શબ્દોની અર્થબોધક એક શકિત. | સંન્યાસ ન લેતાં મરણ પર્યંત ચાતુર્વણ્ય વિહિત નિષ્કામ કર્મ કરતાં રહેવું તે. | સાંસારિક વિષયોમાં મચ્યા રહેવું તે. | હાથીનો મદ; હાથીના ગંડસ્થલમાંથી ઝરતું પાણી. | હિલચાલ; મહેનત; કામકાજ.
Pruthu
અગ્નિ. | ( પુરાણ ) અજમીઢ વંશના પૌરપુત્રનો એ નામનો પુત્ર. | ( પુરાણ ) આઠ માંહેનો એ નામનો એક વસુ. | ઇક્ષ્વાકુ વંશનો એ નામનો પાંચમો રાજા. તે ત્રિશંકુનો પિતા હતો. | એ નામે એક વિશ્વદેત. | ( પુરાણ ) એક દાનવનું નામ. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાસ છંદનો એક ભેદ છે તેમાં ૧૫ ગુરુ અને ૨૬ લઘુ મળી ૪૧ વર્ણ અને ૫૬ માત્રા હોય છે. | એક હાથનું માપ. | (પુરાણ ) કાકુત્સ્થ અનેનસનો પુત્ર એક રાજા. | ( પુરાણ ) ક્રોષ્ટુવંશી ચિત્રનો પુત્ર એક રાજા. | ચિત્રક વૃક્ષ. | ( પુરાણ ) ચોથા મન્વંતરના એક સપ્તર્ષિનું નામ. | ( પુરાણ ) તામસ મન્વંતરનો એ નામનો એક ઋષિ. | ( પુરાણ ) દ્વાપરયુગમાં થયેલો સૂર્યવંશનો પાંચમો રાજા; અંગનો પૌત્ર અને વેનનો પુત્ર. તેના નામ ઉપરથી પૃથ્વીનું નામ પડયું છે. વિષ્ણુપુરાણમાં જણાવ્યું છે કે, જ્યાપે વેન રાજાએ પૂજા તથા યજ્ઞની મનાઈ કરી ત્યારે ઋષિઓએ તેને મારી નાખ્યો. તેને કાંઈ સંતાન ન હતું. જ્યારે રાજા વગર અંધેર તથા લૂંટફાટ ચાલી રહ્યાં, ત્યારે તેઓએ મરી ગયેલા રાજાનો જમણો હાથ ઘસ્યો અને તેમાંથી અગ્નિના જેવો દેદીપ્યમાન પૃથુ રાજા ઉત્પન્ન થયો. તેને તરત જ રાજા જાહેર કરવામાં આવ્યો. તેની પ્રજા જે દુકાળથી પીડાતી હતી તેણે ખાવા લાયક ફળ, છોડ કે જે પૃથ્વીએ તેમને આપવાં બંધ કર્યા હતાં તે માટે વિનતી કરી. રાજાએ ગુસ્સે થઈ ને પૃથ્વીને તે માટે ફરજ પાડવા પોતાનું ધનુષ્ય ઉપાડયું. પૃથ્વી ગાયનું રૂપ લઈ નાઠી અને રાજા પાછળ પડયો. આખરે તે શરણે આવી, પોતાને બચાવવા માગણી કરી અને પોતે દૂધ છૂટું પાડવાને શક્તિમાન થાય તે માટે જો પોતાને વાછડું આપવામાં આવે તો જરૂરિયાવાળાં ફળ, છોડ વગેરે આપવાનું વચન આપ્યું. તે ઉપરથી પૃથુએ સ્વાયંભુવ મનુને વાછડો બનાવ્યો, પૃથ્વીને દોહી દૂધ પોતાના જ હાથમાં ઝીલ્યું. તેમાંથી પોતાની પ્રજાના નિભાવ માટે બધી જાતના અનાજ, શાકભાજી, ફળ વગેરે ઉત્પન્ન થયાં. પૃથુના આ દાખલાનું અનુકરણ કરી પંદર ઋષિઓએ બૃહસ્પતિને વાછડો બનાવી વેદમય પવિત્ર દૂધ દોહ્યું. તે પછી દૈત્યો, દાનવો, ગંધવોં, અપ્સરાઓ, પિતરો, સિદ્ધો, વિઘાધરો, ખેચરો, કિન્નરો, માયાવીઓ, યક્ષો, રાક્ષસો, ભૂતો અને પિશાચો વગેરેએ પોતપોતાની મરજી પ્રમાણે સુરા, આસવ, સુંદરતા, મધુરતા, કવ્ય, અણિમા વગેરે સિદ્ધ ખેચરી વિદ્યા, અંતર્ધાન વિઘા, માયા, ફેણ વગરના સર્પ, વીંછી વગેરે અનેક પદાર્થ દોહ્યા. તે ઉપરાંત પૃથુએ સંતુષ્ટ થઈ પૃથ્વીને દુહિતા તરીકે સંબોધી અને ઘણા પર્વત વગેરે તોડી પૃથ્વીને સપાટ કરી. જેથી વરસાદનું પાણી એક ઠેકાણે રોકાઈ ન જાય. તે પછી તે ઉપર અનેક ગામ, નગર વસાવ્યાં. પૃથુએ ૯૯ યજ્ઞ. કર્યા હતા. સોમો યજ્ઞ કરતી વખતે ઇંદ્ર તેનો યજ્ઞનો ધોડો લઈ ને ભાગ્યો હતો. પૃથુ તેની પાછળ પડ્યો ઇંદ્રે અનેક જાતનાં રૂપ ધારણ કર્યાં, જેથી જૈન, બૌદ્ધ, કાપાલિક વગેરે મતોની ઉત્પત્તિ થઈ. પૃથુએ ઇંદ્ર પાસેથી પોતાનો ધોડો છોડવી તેનું નામ વિજિતાશ્વ રાખ્યું. પૃથુ આ વખતે ઇંદ્રને ભસ્મ કરી દેવા ચાહતો હતો. પણ બ્રહ્માએ આવીને બે વચ્ચે સંધિ કરાવી. આ યજ્ઞ કર્યા પછી પૃથુએ સનત્કુમાર પાસેથી જ્ઞાન મેળવ્યું અને તે પછી પોતાની સ્ત્રીને સાથે લઈ તે તપશ્વર્યા કરવા વનમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે યોગ દ્વારા પોતાના આ ભોગ શરીરનો અંત આણ્યો. | ( પુરાણ ) રામની સેનામાંનો એક પ્રસિદ્ધ વાનર. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. પ્રપંચરૂપ વિસ્તૃત હોવાના કારણે તે પૂથુ કહેવાય છે. | શિવ; શંકર. | ( પુરાણ ) સોમવંશી યદકુળના સાત્વત રાજાના વૃષ્ણિ નામના પુત્રમાં વંશમાં વૃષ્ણિપુત્ર ચિત્રરથ રાજાનો મોટો દીકરો. યાદવોમાં તે મોટો પરાક્રમી અને કીર્તિમાન હતો. | અફીણ. | એક જાતની કડવી ઔષધિ. | કાળીજીરી. | હિંગુપત્રી વનસ્પતિ. | અફીણ. | અધિક; અગણિત; અસંખ્ય. | કુશળ; ચતુર; પ્રવીણ. | દીર્ઘ; પહોળું વિસ્તીર્ણ; સ્થૂળ; વિશાળ. | મોટું; મહાન.

R

rajãi
આછું આછું રૂ ભરેલું ઓઢવાનું ગોદડું; રુયેલ સુંદર આસ્તરણ; થોડા રૂની ઓઢવાની ગોદડી; રજૈ. | આજ્ઞા; હુકમ.
ras
અન્ન. | અમૃત. | અર્ક; સત્ત્વ; તત્ત્વ; દમ. | અર્થ; લાભ; ઊપજ; નફો; આયપત; કમાઈ. | આનંદસ્વરૂપ બ્રહ્મ. વધુ + | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે મોહનવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં સાત ગુરુ અને પચાસ લઘુ મળી સત્તાવન વર્ણ અને ચોસઠ માત્રા હોય છે. | કવિતામાં થતી જુદી જુદી જાતની આનંદી સ્થિતિ; મનોવૃત્તિ ઉપર જુદી જુદી જાતની અસરો ઉત્પન્ન કરે એવા ભાવ; કાવ્ય વાંચવા સાંભળવાથી સ્થાયી ભાવોનો ઉદ્રેક થતાં થતો અલૌકિક આનંદ. તેમાં શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, અને શાંત એ નવ રસનો સમાવેશ થાય છે. મનુષ્ય પ્રાણીની મનોવૃત્તિ ઉપર વિવિધ પ્રસંગોની અસર થવાથી જે વિવિધ મનોભાવનું નિસ્સારણ થાય તે રસ માનવ પ્રકૃતિમાં રસ તે એક સ્વભાવિક તત્ત્વ છે, કારણ કે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણનું તે બંધારણ છે. એ ત્રણ ગુણના પ્રાધાન્ય ગૌણત્વ પરત્વે અમુક અમુક રસ ઉત્પન્ન થાય છે. સત્ત્વગુણનું વિશેષે ગૌણત્વ અને રજ, તમનું વિશેષે પ્રાધાન્ય હોય તેમાં શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, બીભત્સ એવા આઠ રસ છે અને સત્ત્વગુણનું વિશેષે પ્રાધાન્ય હોય તેમાં શાંત રસ એમ નવ રસ ગણાય છે. કેટલાક વત્સ રસ ઉમેરી દશ રસ પણ ગણે છે. શૃંગારરસ; સ્ત્રીપુરુષની પરસ્પર પ્રીતિના આનંદનું સાનુભાવથી થતું પ્રદર્શન. હાસ્યરસ; કથન કે ચેષ્ટાથી થતું હાસ્ય. કરુણરસ કોઈ આપત્તિથી કે ઇષ્ટ વસ્તુના વિયોગ કે નાશથી ઉત્પન્ન થતો શોક ભાવ. વીરરસ; યુદ્ધ પ્રસંગમાં કે કોઇ પીડિત પ્રાણી જોઇ ઉત્પન્ન થતો ઔદર્યશૂર. રૌદ્રરસ; ક્રોધથી વ્યાપતું ઝેર. ભયાનક રસ; ઈશ્વરી કોપ ઇત્યાદિથી ઉત્પન્ન થતો ભય. અદ્ભુતરસ; અલૌકિક કે અસામાન્ય વસ્તુ કે આકૃતિ જોઇ સાંભળી પમાતો વિસ્મય. બીભત્સરસ; અરુચિકર વસ્તુ જોઇને કે બોલવું સાંભળીને ઉત્પન્ન થતો કંટાળો. શાંતરસ; સંસારના વિષય ભોગ ઉપર થતો અભાવ અને આત્મસ્વરૂપના આનંદમાં થતી લીનતા. વત્સરસઃ માબાપ અને છોકરાંઓની વચ્ચેના પ્રીતિ ભાવનું પ્રદર્શન. વામકેશ્વર તંત્રમાં કહ્યું છે કે, પૂર્ણાભિષેકવાળા શાક્તસિદ્ધ નીચેના પંચાવન રસના ભોક્તા હોય છે: કાવ્યશાસ્ત્રના શૃંગાર, વીર, કરુણ, રૌદ્ર, હાસ્ય, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત એ નવ રસ; યોગશાસ્ત્રના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એટલા આઠ રસ; ભક્તિશાસ્ત્રના મનન, કીર્તન, ધ્યાન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય અને આત્મનિવેદન એ નવ રસ; વિષયીજનોના પુષ્પ, ગંધ, સ્ત્રી, શય્યા, વસ્ત્ર અને અલંકાર એ છ રસ; વિદ્યાપ્રસ્થાનના ચાર વેદ, ચાર ઉપવેદ, છ અંગો, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને પુરાણો મળી અઢાર વિદ્યાના રસ; પેય વસ્તુના ગૌડી, માધવી, ઇક્ષુની, ફલની અને ધાન્યની મદિરા મળી પાંચ રસ એ પ્રમાણે બધા મળી એકંદર પંચાવન પ્રકારના રસ મનાયા છે. આપણે ત્યાં આચાર્યોમાં આ વિષયમાં ઘણો મતભેદ છે કે રસ કેમાં અને કેવી રીતે અભિવ્યક્ત થાય છે. કેટલાક લોકોનો મત છે કે સ્થાયી ભાવોની વાસ્તવિક અભિવ્યક્તિ મુખ્યત્વે કરીને એ લોકોમાં હોય છે કે જેના કાર્યોનો અભિનય કરવામાં આવે છે. જેમકે, રામ, કૃષ્ણ, હરિચંદ્ર વગેરે અને ગૌણરૂપે અભિનય કરનાર નટોમાં હોય છે. તેથી તેઓમાં જ આ લોકો રસની સ્થિતિ માને છે. આચાર્યોનો એવો પણ મત છે કે અભિનય જોનાર અને કાવ્ય વાચનારની સાથે રસનો કોઈ સંબંધ નથી. તેનાથી ઊલટું ઘણા લોકોનો એવો મત છે કે અભિનય જોનાર તથા કાવ્ય વાચનારમાં જ રસની અભિવ્યક્તિ થાય છે. કેટલાક લોકોનું કથન છે કે મનુષ્યના અંત:કરણમાં ભાવ પહેલેથી જ વિદ્યામાન હોય છે અને કાવ્ય વાંચવા અથવા નાટક જોવાના સમયે તે ભાવ ઉદ્દીપ્ત થઇને રસનું રૂપ ધારણ કરે છે. આ મત ઠીક મનાય છે. તાત્પર્ય એ છે કે પાઠકો અને દર્શકોને કાવ્યો અને અભિનયોથી જે અનિર્વચનીય અને લોકોત્તર આનંદ પ્રાપ્ત થાય છે તે સાહિત્યશાસ્ત્રની અનુસાર રસ કહેવાય છે. રતિ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, આશ્ચર્ય અને નિર્વેદ એ નવ સ્થાયી ભાવો મુજબ પણ નવ રસ મનાય છે. તેનાં નામ આ પ્રકારે છે: શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત. દ્દશ્યકાવ્યના આચાર્યો શાંતને રસ નથી માનતા. તેઓ કહે છે કે એ તો મનની સ્વાભાવિક ભાવશૂન્ય અવસ્થા છે. નિર્વેદ મનનો કોઇ સ્વતંત્ર વિકાર નથી. તેથી તે રસોની સંખ્યા આઠ માને છે. વધુ + | ખાધેલા અન્ન વગેરેનું શરીરમાં થતું એક પરિણામ; શરીરના બંધારણમાં રહેલો ઢીલો અને પાણી જેવો પદાર્થ; શરીરની સાત માંહેની પ્રથમ ધાતુ; શરીરના બંધારણમાંનો મૂળ પ્રવાહી. તેથી લોહી, પરસેવો, લીંટ, આંસુ વગેરે થાય છે. | ખાર વગેરે કેટલીક ચીજો મેળવતાં થતું પાણી; જલ; વારિ; નીર. | ખારું, ખાટું, મીઠું, કડવું, મોળું અને તીખું એમ જીભથી પરખાતા સ્વાદ માંહેનો પ્રત્યેક. તે ખટરસ કહેવાય છે ને તેમાં ગળ્યું ખારું, ખાટું, કડવું, કષાણું અને તીખું એ છ રસનો સમાવેશ થાય છે. વૈદ્યકમાં મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય એ છ રસ માન્યા છે અને તેની ઉત્પતિ પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિ વગેરેના સંયોગથી પાણીમાં મનાય છે. જેમકે, પૃથ્વી અને જલના ગુણની અધિકતાથી તિક્તરસ અને પૃથ્વી તથા વાયુની અધિક્તાથી મધુરરસ, પૃથ્વી અને અગ્નિના ગુણની અધિક્તાથી અમ્લ રસ, જલ અને અગ્નિના ગુણની અધિક્તાથી કટુ રસ, વાયુ અને આકાશના ગુણની અધિક્તાથી તિકતરસ અને પૃથ્વી તથા વાયુની અધિક્તાથી કષાય રસ ઉત્પન્ન થાય છે. આ છ રસોનાં મિશ્રણથી બીજા છત્રીશ પ્રકારના રસ ઉત્પન્ન થાય છે. જેમકે, મધુરામ્લ, મધુરતિક્ત, મધુરલવણ, અમ્લકટુ, લવણકટુ, લવણતિક્ત, કટુતિક્ત, તિક્તકષાય વગેરે. જુદા જુદા રસોના જુદા જુદા ગુણ કહેલા છે. જેમકે, મધુરરસના સેવનથી રક્ત,માંસ, મેદ, અસ્થિ અને વીર્ય વગેરેની વૃદ્ધિ થાય છે. અમ્લરસ જારક અને પાચક કહેવાય છે. લવણરસ પાચક અને સંશોધક મનાય છે. કટુરસ પાચક, રેચક, અગ્નિદીપક અને સંશોધક મનાય છે. તિક્તરસ રુચિકર અને દીપ્તિવર્ધક મનાય છે અને કષાયરસ સંગ્રાહક અને મળ, મૂત્ર તથા શ્લેષ્મ વગેરેને રોકનાર મનાય છે. ન્યાયદર્શન અનુસાર રસ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારના હોય છે. પરમાણરૂપ રસ નિત્ય અને જીભ વડે ગ્રહણ કરનારા રસ અનિત્ય કહેલા છે. | ખૂબી; ગુણ; ઠાઠ. | ગમ્મત; મજા; આનંદ. | ગોળ. | ઘોડા અને હાથીનો એક રોગ. તેમાં તેમના પગમાંથી ઝેરી પાણી વહે છે. | ચડસ; મમત; હઠ; સરસાઇ. | ચણતરમાં ઉપર ચૂનો ચડી આવે છે તે. | છ અને નવમી સંખ્યા બતાવનાર શબ્દ. | જીભ. | દૂધ. | ધાતુ, માટી વગેરે કઠણ પદાર્થોને પુષ્કળ ગરમી લાગતાં થતો પ્રવાહી દ્રવ્ય. | નાટકનો એક ભાગ; વસ્તુ. રસ એક સ્થાયીભાવ અર્થાત્ આખા નાટકમાં સ્થિરતાવાળો ભાવ છે અને ઉત્કટ રીતે સર્વત્ર પ્રસરે છે. એમનો ભાવ ઉગ્ર લાગણીઓના ઊભરાથી ઉત્પન્ન થાય છે. વિભાવ, અનુભાવ, સાત્ત્વિકભાવ અને વ્યભિચારી ભાવથી પુષ્ટ બને છે અને સ્વાદ આવે છે. તે સિવાય રસ મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારના કહેવાય છે સ્થાયીભાવ નાટકમાં જે હોય તે પણ નવ પ્રકારનો ગણેલ છે: રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને નિર્વેદ. નવ સ્થાયીભાવ ઉપર નવ રસનો આધાર છે. | ન્યાયમત પ્રમાણે ચોવીશ માંહેનો એક ગુણ. ગુણ ચોવીશ છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ, શબ્દ. | પાણી જેવો પાતળો અને રેલે એવો પદાર્થ; દ્રવ; પ્રવાહી. | પારો, ગંધક વગેરે ખનિજ દ્રવ્ય. | પારો ગંધક વગેરે ખનિજ દ્રવ્યોની સાથે પારાની મેળવણીથી દવા તરીકે બનતી બનાવટ; પારો, ધાતુ વગેરેની ભસ્મ; જે ઔષધમાં પારો અથવા હિંગળો આવે તે ઔષધ. | પીગળેલી ધાતુ. | પીગાળેલું માખણ. | પુષ્પનું મધ; પુષ્પનો રસ; મકરંદ. | પ્રીતિ; અનુરાગ; પ્રેમ; સ્નેહ; હેત. વધુ + | બળદ. | બોલ નામનું ગંધ દ્રવ્ય. | રગણ અને સગણ. | રાગ. | લાગણીનો અનુભવ. રસ હમેશા આહ્લાદમય આનંદરૂપ છે. તેથી તેને ચર્વણા કે આસ્વાદન પણ કહે છે. | વનસ્પતિમાંથી નીકળતું પ્રવાહી; વનસ્પતિ કે ફળનું પ્રવાહી. | વિષ; ઝેર. | વિષયવાસના. વધુ + | વીર્ય. | વેવાઇ તરફથી આવતી ખાવાની વસ્તુ. | શરીરમાંના પ્રવાહીઓનો વિકાર; શરીરના કોઇપણ ભાગમાં સોજો થઇ આવવો તે. રતવા, ચકામાં, માંસના ગડગૂમડ, ફોલ્લા, ગોળીનો ભરાવો, સોજા અને શરદીને લીધે નાક કે આંખમાંથી પડતું પાણી, સળેખમ વગેરે રસના રોગો કહેવાય છે. | શિલારસ. | શેલડીનું પ્રવાહી. | સળેખમ; એક જાતનો રોગ. તેથી સાદ જાડો થાય, આંખમાં પાણી ભરાઈ આવે ને નાક ઘણું ગળ્યાં કરે. | સોનું. | સોનું, રૂપું વગેરે ધાતુને ઓગળીને કરેલું પ્રવાહી. | સ્વાદ; રુચિ; મીઠાશ; લહેજત. | હિંગળો. | ઉજ્જડ જમીન ઉપર ઊગતું એક જાતનું ઘાસ.
rãs
( વહાણવટું ) આગલો મોરો. વધુ + | ( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તેના દરેક ચરણમાં બાવીશ માત્રા હોય છે. તેમાં ૧, ૫, ૯, ૧૩, ૧૭ અને ૨૧ માત્રાએ તાલ આવે છે. વધુ + | એબીસિનિઅમાં રહેતી જુદી જુદી હબસી લોકોની જાતનો મુખી. | કાર્તિક મહિનામાં ગીત અને નાચ સાથે ઊજવતા હિંદુ ઉત્સવનું નામ. તે કૃષ્ણ અને ગોપીના માનમાં ઊજવાય છે. | ખિતાબ. | ખેતર માંહેનો ફોતરાંવાળો અનાજનો ઢગલો. | ગાતાં ગાતાં ગોળાકારે ફરતાં, કરાતો નાચ કે તેમાં ગવાય તેવું ગીત; ગોળ ફૂદડીએ ફરતાં ફરતાં રમવું કે ગમત કરવી તે; ગોળાકારે ફરતાં ગાવું ને દાંડિયારાસ રમવા તે. રાસ કે ગરબાનું મૂળ ગોપીઓની રાસક્રીડા હોય તેમ લાગે છે. રાસ કે ગરબા ફક્ત સ્ત્રીઓને જ માટે હોય એવું કંઇ નથી. કાઠિયાવાડમાં ખાસ તેમ જ બીજે ઘણે સ્થળે સ્ત્રીઓ અને પુરુષો સાથે રાસ લે છે. લોકનૃત્ય તરીકે તો રાસ ફક્ત નવરાત્રિના તહેવારોમાં જ જોવામાં આવે છે. રાસ હમેશ ગાયનો સાથે જ લેવાય છે. કોઇ ઠેકાણે લોટા કે ગાગર વગેરે લઈ ને પણ રાસ લઈ શકાય છે. ગાગર કે હાંડો લઇને રાસ લેવાની પ્રથા મુખ્યત્વે કાઠિયાવાડમાં જ નજરે પડે છે. તેને હીંચ કહેવાય છે. વધુ + | ( પિંગળ ) જગતી છંદનો જાતનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; મતા. તેના દરેક ચરણમાં નગણ, રગણ, નગણ અને રગણ મળી બાર અક્ષર હોય છે. તેમાં ૬, ૬ અક્ષરે યતિ આવે છે. વધુ + | જમૈયા ઉપરની કારીગરીવાળી સોના રૂપાની મૂઠ; જમૈયાનો હાથો; રાચ. | દત્તક પુત્ર. વધુ + | દત્તક લેવાની ક્રિયા. | પશુઓનું ટોળું. | ભંડોળ; મૂડી. | રસવાળું એક જાતનું નાટક; ગરબાની પેઠે મોટે રાગે ગાવાનું નાનું કથાનક; ખરી બનેલી વાર્તાની કવિતા; એક પ્રાકૃત કાવ્યપ્રબંધ. જેમકે, ચંદ બારોટનો પૃથ્વીરાજરાસ કે રાસો. | ( જૂ. ગુ. ) રાશિ; ઢગલો. વધુ + | રાસડા ગાનાર ટોળું કે મંડળ. | શબ્દ ધ્વનિ; ગડબડાળ; કોલાહલ. | બેડી; જંજીર; શૃંખલા. | ભૂશિર. | સરખાપણું; મળતાપણું; મેળ. જાત-ગુણ-રીત વગેરેની બાબતમાં વપરાય છે. | વણકરનું એક સાધન; દેશી ખાદી વણનારા કારીગરોનું દોરાને ઠપકારી બેસાડવા માટે વાપરવાનું એક જાતનું ઓજાર. તે સૂતરનો દોરો પરોવીને વણવાના કામમાં આવે છે. તેને ફણી પણ કહે છે. | અનુકૂળ; માફક; ઠીક. | જુઓ રાશ.
rãs-leelã
કૃષ્ણચરિત્ર ભજવી બતાવવું તે. | રાસધારીઓનો શ્રીકૃષ્ણલીલા સંબંધી અભિનય. | રાસનું ખેલન; દાંડિયારાસ રમતાં ગાવું અને ગોળફૂદડીએ ફરવું તે. | શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે કરેલી રાસનો ક્રીડા; વ્રજભક્તો સાથેનું પ્રભુનું ક્રીડન; રાસક્રીડા. વધુ +
rasik
( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તેમાં ૧૧ માત્રા હોય છે અને ૧, ૫ અને ૯ માત્રાએ તાલ આવે છે. વધુ + | ઘોડો. | રસને સમજનાર માણસ. | રહસ્ય જાણનાર માણસ; મર્મજ્ઞ. | સારસ પક્ષી. | સ્વાદ અને લાગણીવાળો માણસ. | હાથી. | અદ્ભુત; આશ્ચર્યજનક. | અમુક બાબતમાં આનંદ લેનાર. સમાસને અંતે વપરાય છે. | ઇશ્કની વાતોથી પોતાનું અને સામાનું દિલ ખુશ કરવાના સ્વભાવવાળું. | ગાયન, કાવ્ય વગેરે ઉપર રસવાળું. | ગુણજ્ઞ; કદરદાન. | ચાલાક; ચપળ. | ભાવિક; પ્રેમી. | મશ્કરું. | રમૂજી. | રસને જાણનાર; રસજ્ઞ. | રસયુક્ત; રસાત્મક; રસવાળું; રસપૂર્ણ. | રસિયું; શોખીન. | લંપટ; વિષયી; વ્યભિચારી. | સુંદર. | સ્વાદિષ્ટ.
rath
અખંડતા; ભાગ ન પડવાપણું. | અંગ; દેહ; શરીર. કઠોપનિષદભાષ્યમાં કહેલું છે ક: ઉપનિષદમાં દેહાદિને રથના રૂપક વડે સમજાવેલ છે. આત્માને રથી કહેલ છે અને દેહને રથ ગણેલ છે. બુદ્ધિને સારથિ અને મનને લગામની ઉપમા આપી છે. ઇંદ્રિયોને અશ્વો અને તેના વિષયોને તેના માર્ગ માનેલ છે. આ રીતે રથનું રૂપક સંપૂર્ણ છે કેમકે, રથનું ગંતવ્ય ધામ પરમ પિતા પરમાત્માનું ધામ છે. એ ગંતવ્ય ધામમાં જવા માટે આત્મા રૂપી પુરુષ દેહ રૂપી રથમાં બેઠેલો છે. પ્રત્યેક જીવ પરમધામની યાત્રાએ નીકળ્યો છે. આમ દેહ રથમાં બિરાજતા આત્મારૂપી રથીને દોરનાર તો બુદ્ધિ સારથિ છે. આટલા માટે બુદ્ધિરૂપી સારથિ કુશળ હોવો જોઇએ. | આનંદ. | ગ્રહોનું ફરવું તે. | ચાર પૈડાં અને બે ઘૂમટવાળી ગાડી; વહેલ; ઉપર ઘૂમટ જેવા છત્રવાળું એક વાહન. માનસાર શિલ્પશાસ્ત્રમાં સાત જાતના રથ કહેલ છે: નભશ્વનભદ્રક, પ્રભંજનભદ્રક, નિવાતભદ્રક, પવનભદ્રક, પ્રસાદભદ્રક, ઇંદ્રભદ્રક અને અનિલભદ્રક. વધુ + | તિનિશ વૃક્ષ. | નેતરનું ઝાડ; વેતસ વૃક્ષ. વધુ + | પગ. | ( જ્યોતિષ ) મનુષ્યના હાથમાંનું રચના આકારનું ચિહ્ન. | મનોરથ; ઇચ્છા. વધુ + | યોદ્ધો. | લડાઈની ગાડી; સ્પંદન. | વિહાર કરવાનું સ્થાન; ક્રીડાસ્થળ. | વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ. | શેતરંજનું પ્યાદું; સોગટું. તેને ઊંટ કહે છે. | સંગ્રામ; લડાઈ; યુદ્ધ.
Rudra
અગિયાર સૂચક સાંકેતિક શબ્દ. | અગ્નિ. | આકડાનો છોડ. | ( પુરાણ ) એ નામના અગિયાર માંહેનો દરેક દેવ. તેમની ઉત્પત્તિ કોઇ ઠેકાણે સ્થાણુ નામના બ્રહ્મપુત્રથી તો કોઇ ઠેકાણે ધર્મ ઋષિથી એમ સંશયાત્મક બોલી મળે છે. સામાન્ય રીતે તેઓ ભૂત, રાક્ષસ વગેરેના અધિપતિ ગણાય છે, તોપણ ભૂત વગેરેનું ખરું આધિપત્ય તો મુખ્યત્વે કરીને નિઋતિ નામના એક રુદ્રનું છે. બ્રહ્માએ સૃષ્ટિ રચવા માંડી તેનો પ્રકાર તથા એમાં શિવનું રુદ્ર નામ શાથી પડ્યું તે કહ્યું છે. બ્રહ્માના ક્રોધથી તામસ પ્રકટ થયો અને શિવે તે પોતાની પાસે રોતાં રોતાં માગ્યો તેથી રુદ્ર એવું નામ પડ્યું છે. તેને હૃદય, ઇંદ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, સૂર્ય ચંદ્ર ને તપ એ સ્થાનક વસવા આપ્યાં. તેના મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ક્રતુધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાળ, વામદેવ અને ધૃતવ્રત એવાં અગિયાર નામ પડ્યાં. તેમ જ ધી. વૃત્તિ, ઉશના, ઉમા, નિયુત, સપિ, ઇલા, અંબિકા, ઇરાવતી. સુધા, અને દીક્ષા એ રુદ્રાણી થઇ. એ રુદ્રે ભૂત, ભૈરવ વગેરે પ્રજા ઉત્પન્ન કરી છે માટે એ તામસી પ્રજા છે. રુદ્ર અગિયાર મનાય છે: વીરભદ્ર, શંકર, ગિરીશ, અજૈક પાદ, અહિર્બુધ્ન્ય પિનાકી, અપરાજિત, ભુવનાધીશ્વર, કપાલી, સ્થાણું અને ભગ. | ( સંગીત ) એ નામનો એક તાલ. તેની માત્રા સત્તર છે. | ઉષ્ણ કટિબંધની પ્રચંડ ગરમી. | ચાતુર્માસના પ્રારંભમાં ગર્જના કરતો આર્દ્રા નક્ષત્રનો મેઘ. | પરમેશ્વર કેમકે, તે દુષ્ટોને રડાવે છે. | મહાદેવ; શિવ. વેદમાં રુદ્રનાં ઘણાં ગુણ અને ઘણા નામ આપેલાં છે. કોઇ કોઇ વાર તેને અગ્નિ તરીકે પણ ગણવામાં આવે છે. રુદ્રને શ્વેત યજુર્વેદમાં મહાદેવ તરીકે કહેલ છે. જ્યારે જ્યારે આ નામ શિવજીને માટે વાપરવામાં આવે છે ત્યારે તેનો અર્થ ભયંકર અથવા નાશકર્તા તરીકે થાય છે. બૃહદારણ્યક ઉપનિષદ પ્રમાણે રુદ્ર દશ પ્રાણ અને અગિયારમું મન છે. રુદ્ર દેવમાં અલૌકિક ચમત્કાર રહેલ છે તેથી પ્રથમ તે દેવને નમસ્કાર કર્યા બાદ ચમત્કારનો અનુભવ થાય છે. વિષ્ણુપુરાણ પ્રમાણે રુદ્ર બ્રહ્માના કપાળમાં ઉત્પન્ન થયાનું જણાય છે. એકમાંથી તેઓનાં અગિયાર સ્વરૂપ થયાં. અગિયારમાં કેટલાંક સફેદ અને નમ્ર હતાં અને કેટલાંક કાળાં અને ભયંકર હતાં. પરમાત્માનાં વ્યક્ત સ્વરૂપો માંહેની જે રુદ્ર તરીકે તેમનું વર્ણન છે, તેનો અર્થ એ થાય કે, મરણ સમયે જે દેવ સર્વને રોવરાવે છે માટે તે દેવ રુદ્ર કહેવાય છે. આ રુદ્રનાં બે સાધારણ સ્વરૂપો આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યા છે: એક સ્વરૂપને ઘોરાતનું અભિધાન આપવામાં આવેલ છે. જ્યારે બીજા સ્વરૂપને શિવાતનુની સંજ્ઞા આપવામાં આવી છે. અર્થાત્ આ રુદ્ર દેવને પ્રથમ તેનાં ઉગ્ર, ભયંકર સ્વરૂપને શરણાગત થયા બાદ તેના કલ્યાણકારી સ્વરૂપની પ્રાર્થના કરવી ઇષ્ટ છે. આ પ્રાર્થના જે પ્રયોગવડે કરવામાં આવે છે તે શતરુદ્રીય તરીકે સુવિખ્યાત છે. વધુ + | રૌદ્ર રસ. | વિષ્ણુ. | સૂર્યનાં એકસોઆઠ માંહેનું એક નામ. | સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે બ્રહ્મદેવે ઉત્પન્ન કરેલ પ્રજાપતિ. વધુ + | ( શિલ્પ ) એક જાતનું ઘર. | પ્રાચીન કાળનું એક પ્રકારનું વાદિત્ર. | સુવર્ણ; સોનું. | અગિયાર. | પ્રશસ્ય; વખાણવા લાયક. | ભયંકર; ઉગ્ર. | મહાન; મોટું. | રોકાયેલું; રૂંધાએલું. | સંકટ દૂર કરનાર.

S

sabhã
( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે આનંદવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૨૮ ગુરુ અને ૩૪ લઘુ મળી ૬૨ વર્ણ હોય છે. | વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ. | ન્યાયમંદિર; `કોર્ટ`. | મંડળી; સમાજ. | વિચાર કરવાને એકઠાં થયેલા માણસોને સમૂહ; પરિષદ. આ સંબંધે ગાંધીજી લખે છે કે: આપણી સભાઓ વગેરે ખુલ્લામાં આસમાનની છત નીચે થવી જોઈએ. એવું થઈ શકે તો એ બહુ કરવા જેવું છે. એવો સામાન્ય રિવાજ થઈ જાય તો એને માટે મોટી જગ્યાઓ વગેરેનો વિચારપૂર્વક આગળથી બંદોબસ્ત કરવો જોઈએ. નાનાંમોટા શહેરોમાં એ કામને માટે મોટાં મેદાન રાખવાં જોઈશે. સાથે આપણી કેટલીક આદતો પણ આપણે બદલાવવી રહેશે. આપણે શોરબકોર કરવાને બદલે શાંતિ રાખતાં અને ગેરવ્યવસ્થાને બદલે વ્યવસ્થાથી બેસતાં શીખવું પડશે. આપણી ટેવો સુધારી આપણે બોલવાની જરૂર હશે ત્યારે જ બોલતાં શીખીશું અને બોલતી વખતે પ્રસંગે જરૂર હોય તેનાથી જરા યે વધારે ઊંચો એટલો જરૂર પૂરતો જ અવાજ કાઢીશું. પછી આપણે આપણા પડોશીનું ભાન રાખતાં થઈ જઈશું અને વ્યક્તિગત રીતે અથવા સમૂહમાં બીજા લોકોના રસ્તામાં આડા નહિ આવીએ, બીજાઓના કામમાં દખલ નહિ કરીએ. આ બધું કરવાને માટે કેટલીયે વાર આપણે આપણી જાત પર કાબૂ રાખવો પડશે. વધુ +
sãdhu
( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે જગતી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં રગણ, નગણ, જગણ અને રગણ મળી બાર અક્ષર હોય છે. | જિનદેવ. | જૈન ધર્મની દીક્ષા લીધી હોય તે પુરુષ. તેઓને પાંચ મહાવ્રત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ; પાંચ સમિતિ: ઈર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને પરિષ્ઠાપન અને ત્રણ ગુપ્તિ: મન, વચન અને કાયાનું ગોપન; તથા ચાર ભાવના: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ-એ બધાં વ્રતોનું કડક રીતે પાલન કરવાનું હોય છે. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | બાવો; ત્યાગી; વૈરાગી. | મુનિ. | વિષ્ણુ. | વ્યાકરણની રીતે સિદ્ધ થયેલો શબ્દ. | શૈવમતનો એ નામનો એક વિભાગ. | સજ્જન; સત્પુરુષ. પર કાર્ય સાધે તે સાધુ એટલે કે, પારકાનાં દુ:ખ મટાડવાનું કાર્ય કરે તે સાધુ, અથવા પરલોક એટલે મોક્ષને માટે જે પ્રયત્ન કરે તે સાધુ કહેવાય છે. ગૃહસ્થ આદિ આશ્રમમાં રહીને તે તે આશ્રમના ધર્મનું યર્થાથ પાલન કરવાવાળા મનુષ્યનું નામ પણ સાધુ કહેવાય છે. વાયુ પુરાણમાં લખ્યું છે કે: ગુરુની પાસેથી વિદ્યાનું અધ્યયન કરનાર બ્રહ્મચારી કહેવાય છે. ગૃહસ્થધર્મની ક્રિયાઓનું અનુષ્ઠાન કરનાર ગૃહસ્થ પણ સાધુ કહેવાય છે. જંગલમાં અથવા ગામની બહાર રહીને તપ કરનાર વાનપ્રસ્થાશ્રમીને પણ સાધુ કહેવાય છે તથા ચતુર્થાશ્રમમાં રહીને પરમાત્માની પ્રાપ્તિના સાધનરૂપ યોગસાધન આદિ યત્ન કરનાર યતિને પણ સાધુ કહેવાય છે. વધુ + | ( શિલ્પ ) સાઠ આંગળ ઊંચો ઘોડો. | સાથવો; શેકેલ ઘઉં ને ચણાનો લોટ. | સાધુ પુરુષ. | સ્વામિનારાયણ ધર્મનો ત્યાગી પુરુષ. આ સંપ્રદાયના ત્યાગીઓમાં ત્રણ ભેદ છે. બ્રહમચારી, સાધુ અને પાર્ષદ. બ્રાહ્મણ વર્ગના ત્યગીઓ બ્રમચારી કહેવાય છે; ક્ષત્રિય અને વૈશ્ય અને સાધુ થઈ શકે છે. એ બને પ્રકારના ત્યગીઓને અષ્ટ પ્રકારનું બ્રહ્યચર્ય પાળવું પડે છે અને ધનનો ત્યગ રાખવો પડે છે. પણ બ્રહ્યચારીઓ ધાતુપાત્રનો ઉપયોગ કરી શકે છે. જ્યારે સાધુઓ કાષ્ટ પાત્ર અને તૂંબડીનો જ ઉપયોગ કરે છે. બ્રહ્મચારી સફેદ ધોતિયું અને ભગવું ઉપવસ્ત્ર પહેરે છે અને લાલ ટોપી રાખે છે; સાધુઓ સર્વાંગે ભગવાં રાખે છે. | ઉત્તમ; યોગ્ય; સારુ; શ્રેષ્ઠ. | ઉત્તમ કુળમાં જન્મેલ. | ધાર્મિક; ઈશ્વરભક્તિપરાયણ. | પ્રામાણિક; શીલવાળું. | મનોહર; સુંદર. | મોક્ષમાર્ગ સાધક. | ( વ્યાકરણ ) શિષ્ટ; શુદ્ધ. તે શબ્દ કે ભાષા માટે વપરાય છે. | સદ્દગુણી; સદાચરણી. | સાધનાર; સાધનારું. સમાસને અંતે તે વપરાય છે. જેમકે સ્વાર્થ સાધુ. | ધન્ય; શાબાશ.
sãkar
એક જાતની કૂંઢી ભેંસ. તેનું દૂધ એટલું મીઠું હોય છે કે તેમાં સાકર ન નાખવી પડે તેમ હોઈને તેને સાકર કહે છે. વધુ + | એક જાતની મીઠી વસ્તુ; ગોળ કે ખાંડને ધોઈને પાડેલા પાસાદાર ગાંગડા. તેની પતરી, દોમ, ખડી સાકર, કુજા મીસરી એવી ઘણી જાતો છે; ખાંડમાંથી બનેલ પહેલદાર પાસાવાળા ગાંગડા. સાકરથી પહેલવહેલા ગ્રીસીયનો હિંદુઓ પાસેથી જાણીતા થયા. સાકરનું નામ `શુગર` એ સંસ્કૃતમાંથી નીકળેલું છે. આ વસ્તુ સાથે એ નામ અરેબિયા તથા ઈરાનમાં પ્રવેશ્યું અને ત્યાંથી યુરોપની ભાષામાં પ્રવેશ્યું. વધુ +
samãdhi
( કાવ્ય ) કારણાંતરના યોગથી કાર્યની સફળતા હોય એવો કાવ્યાલંકાર. | ( યોગ ) અખંડ બ્રહ્માકારમાં વૃત્તિ રહેવી તે. આત્મા પરમાત્માની જે લગની લાગે છે અને એક દૃષ્ટિ થાય છે તે યોગ અને તે યોગની એ દૃષ્ટિ લાંબો કાળ ટકે તેનું નામ સમાધિ. | ઇંદ્રિયોનો નિરોધ. | ચિત્તનું એકાગ્રપણું; અવધાન; ચિત્તવૃત્તિનો નિરોધ. સંયમ વગરની સમાધિ એ કુંભકર્ણની નિદ્રા છે અને સમાધિ વિના સંયમ મુશ્કેલ છે. અહીં સમાધિનો અર્થ વ્યાપક લેવો. સામાન્ય સમાધિ એટલે ધારેલી વસ્તુને વિષે તન્મય થવાની શક્તિ. ઇંદ્રિયસંયમ વિના યોગની સાધનાઓ નિરર્થક છે એટલું ભુલાવું ન જોઈએ. સ્વામી શ્રી શિવાનંદજી લખે છે કે: સમાધિ બે પ્રકારની છે: (૧) સવિકલ્પ, સંપ્રજ્ઞાત અથવા સબીજ અને (૨) નિર્વિકલ્પ, અસંપ્રજ્ઞાત અથવા નિર્બીજ સાધક સવિકલ્પ સમાધિ પ્રાપ્ત કરે છે તો પણ તેને કર્તા, કર્મ અને કરણની ત્રિપુટીનો અનુભવ થાય છે; કેમકે સવિકલ્પ સમાધિમાં જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારો નાશ પામતા નથી. સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર, નિર્વિચાર, સસ્મિતા, આનંદ એ સવિકલ્પ સમાધિના જ પ્રકારો છે. અસંપ્રજ્ઞાત સમાધિમાં ત્રિપુટી નાશ પામે છે. કર્તા, કર્મ અને કરણનું અસ્તિત્વ જ રહેતું નથી. સંસ્કારોનો પણ લય થાય છે. જે રીતે ભક્ત ભાવ-સમાધિ અને જ્ઞાની લય-સમાધિ મેળવે છે તે જ રીતે યોગી નિરોધ-સમાધિ મેળવે છે. જ્યારે સ્થૂલ તત્ત્વોને લઈ ભાવના સ્થિર થવા માંડે ત્યારે સવિર્તક સમાધિ, જ્યારે સૂક્ષ્મ તત્ત્વોને લઈ સ્થિરતા થાય ત્યારે વિચાર સમાધિ, જ્યારે રજસ્તમોયુક્ત ચિત્ત માત્રની ભાવનાથી સ્થિરતા બને ત્યારે આનંદ સમાધિ અને જ્યારે રજસ્તમોનો પરાજય થઈ કેવળ સત્વરૂપે પુરુષ દૃષ્ટિમાં સ્થિત થઈ જાય ત્યારે અસ્મિતા સમાધિ કહેવાય છે. આ ચારે પ્રકાર સંપ્રજ્ઞાત સમાધિના છે. છેવટની જે સત્ત્વવૃત્તિ તે સહિતનો નિરોધ થઈ જાય, તે કૈવલ્ય-ચિન્મયતા પ્રાપ્ત થાય તે અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાતને સવિકલ્પ અને અસંપ્રજ્ઞાતને નિર્વિકલ્પ સમાધિ પણ કહે છે. ધ્યાન અને સમાધિમાં ભેદ માત્ર એટલો જ છે કે, ધ્યાનમાં મનની વૃત્તિ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનાકાર હોય છે,જ્યારે સમાધિમાં તો માત્ર પરમેશ્વરના સ્વરૂપમાં જ મગ્ન હોય છે. ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણે જ્યારે એકત્ર થાય ત્યારે તેને સમાધિ કહે છે. એક જ વિષયનાં ત્રણે સાધનો હોવાથી તેને યોગશાસ્ત્રની પરિભાષા પ્રમાણે સંયમ કહે છે. | ( જૈન ) જે જે સાધન વડે આત્મા મોક્ષ પ્રત્યે વ્યવસ્થિત થાય તેવાં સાધન. | ( યોગ ) ધ્યાતા અને ધ્યાનનો ખયાલ લુપ્ત થઈ ધ્યેયનું સ્વરૂપ જ ચિત્તમાં રહે છે તેવું ઊંડું ધ્યાન. વધુ + | સાધુસંતને દાટ્યા હોય તે જગ્યા ઉપર કરેલી દેરી. વધુ + | સાધુ સંન્યાસી; મરણ.
sanskãr
અવસ્કાર તેમ ઉપસ્કાર. વધુ + | અંશ; ભાગ. | આગલી જિંદગીનાં કામોની અસર; પૂર્વજન્મની વાસના. | ( વેદાંત ) આત્માના વિશેષ ગુણમાં રહેનારી તથા મૂર્ત દ્રવ્યોમાં રહેનારા ગુણમાં રહેનારી તથા ગુણત્વ જાતિની વ્યાપ્ય એવી જે ( સંસ્કારત્વ ) જાતિ છે, તે જાતિવાળો ગુણ; જીવાત્મામાં રહેનારો જે ભાવનાખ્ય સંસ્કારરૂપ વિશેષ ગુણ છે તે. ભાવનામાં સંસ્કારત્વ જાતિ રહે છે, માટે સંસ્કારત્વ જાતિ આત્મ વિશેષ ગુણવૃત્તિ કહેવાય છે અને પૃથ્વી, જળ, તેજ, વાયુ અને મન આ પાંચ મૂર્ત દ્રવ્યોમાં રહેનારો જે વેગ નામે સંસ્કાર છે, તે વેગમાં પણ સંસ્કારત્વ જાતિ રહે છે, માટે સંસ્કારત્વ જાતિ મૂર્ત દ્રવ્ય વૃત્તિ કહેવાય છે. એ સંસ્કારત્વ જાતિ ગુણત્વ જાતિની વ્યાપ્ય પણ છે, એવી સંસ્કારત્વ જાતિ બધા સંસ્કારોમાં સમવાય સંબંધથી રહે છે માટે સંસ્કારનું ઉક્ત લક્ષણ સંભવે છે. | ઇંદ્રિયોના પરિણામોનું સૂક્ષ્મરૂપે હોવાપણું; ઇંદ્રિયોનો પદાર્થ સાથે સંબંધ થવાથી ઉત્પન્ન થયેલી સૂક્ષ્મ વૃત્તિ. | ઈસુ ખ્રિસ્તે સ્થાપેલ સાત માંહેની એક ધર્મવિધિ. તે સાત વિધિ આ પ્રમાણે છેઃ સ્નાન સંસ્કાર, બળ સંસ્કાર, ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર, પ્રાયશ્ચિત સંસ્કાર, અંત્યાભ્યંગ સંસ્કાર, યાજ્ઞિક દીક્ષાનો સંસ્કાર અને લગ્ન સંસ્કાર. | ( કાવ્ય ) એ નામનો એક જાતનો અલંકાર. અનુભૂત અર્થાત્ અનુભવ કરેલની વાસના એ સંસ્કારઅલંકાર ગણાય છે. | કેળવણી. વધુ + | કોઈ પણ જાતની ક્રિયા. | ખયાલ; અનુભવ; છાપ; અસર. વધુ + | જેથી મનુષ્ય કે પદાર્થ શુદ્ધ થઈ ઉચ્ચ તત્વને પામે તે ક્રિયા; જેથી શુદ્ધ એટલે પવિત્ર કરવામાં આવે તે વિધિ. | દુઃખ; મુશ્કેલી; સંકટ; કષ્ટ. વધુ + | ( બૌદ્ધ ) દુઃખ તત્વના પાંચ માંહેનો એક સ્કંધ. પાપ થકી થયેલા પરિણામને સંસ્કાર કહે છે. | ( વૈદ્યક ) દ્રવ્યની મિલાવટથી જે બીજો ગુણ ઉત્પન્ન થાય છે તે. | ધર્મશાસ્ત્ર પ્રમાણે માણસના સારા માટે કરવામાં આવતા સોળ વિધિ કે ધાર્મિક રિવાજ; અભિમંત્રણથી સારી છાપ પાડવાનો વિધિ; મનુષ્યનું જીવન સુધારવા, માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી શરૂ થઈ પરલોકમાં સુખી થાય તે સારૂ મરણ પછી પણ કેટલોક વખત કરવામાં આવતી ધાર્મિક ક્રિયાઓ. તે વિધિ સોળ આ પ્રમાણે ગણાય છેઃ (૧) ગર્ભાધાન, (૨) પુંસવન, (૩) અનવલોભન, (૪) વિષ્ણુબલિ, (૫) સીમંતોન્નયન, (૬) જાતકર્મ, (૭) નામકરણ, (૮) નિષ્ક્રમણ, (૯) સૂર્યાવલોકન, (૧૦) અન્નપ્રાશન, (૧૧) ચૂડાકર્મ, (૧૨) ઉપનયન, (૧૩) ગાયત્ર્યુપદેશ, (૧૪) સમાવર્તન, (૧૫) વિવાહ અને (૧૬) સ્વર્ગારોહણ. આ સોળ માંહેના ત્રીજા, ચોથા, નવમા અને સોળમા સિવાયના ૧૨ સંસ્કાર મનુસ્મૃતિ કહે છે. મનુ ૧૨ સંસ્કાર આ પ્રમાણે વર્ણવે છેઃ ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, (બ્રહ્મચર્યાદિ ચાર વ્રત), સમાવર્તન, વિવાહ. મીમાંસા શાસ્ત્ર અનુસાર ૧૬ વૈદિક સંસ્કાર મુખ્ય માન્યા છે. તેમાંના ૮ પ્રવૃત્તિના અને આઠ નિવૃત્તિના કહેવાય છે. આ ૧૬ સંસ્કાર ઉપર આધાર રાખીને બીજા પણ અનેક સંસ્કારોનું વર્ણન સ્મૃતિમાંથી મળી આવે છે તેમાંના ગર્ભાધાન, પુંસવન, સીમાંતોન્નયન, જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન, સમાવર્તન અને વિવાહ એ દશ સંસ્કાર અત્યારે વિશેષ પ્રચલિત હોવાનું મહામંડલ ડાઇરેક્ટરીમાં જણાવેલ છે. આ સંસ્કારો ચાર શ્રેણીમાં આ પ્રમાણે વહેંચાયેલા છેઃ ગાર્ભ સંસ્કાર, શૈશવ સંસ્કાર, કૈશોર સંસ્કાર અને યૌવન સંસ્કાર. ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયન એ ગાર્ભ સંસ્કાર; જાતકર્મ, નામકરણ અને અન્નપ્રાશન એ શૈશવ સંસ્કાર; ચૂડાકરણ, ઉપનયન ને સમાવર્તન એ કૈશોર સંસ્કાર અને વિવાહ એ યૌવન સંસ્કાર છે. આ દરેક સંસ્કાર વેળાએ નાંદીમુખ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ એમ કહેવાય છે. અત્યારે હિંદુઓમાં આ ઉપયોગી ક્રિયાઓ લગભગ બંધ પડી ગઈ હોવાથી સમાજને અત્યંત હાનિ પહોંચી હોવાનું મનાય છે. ફક્ત જનોઈ અને વિવાહ એ બે અત્યારે પ્રચલિત છે. અંગિરા ઋષિના મત મુજબ ૨૫ સંસ્કારો આ પ્રમાણે ગણાય છેઃ ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, વિષ્ણુબલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, શાક્કવર, વ્રાતિક, ઔપનિષધ, કેશાંત, સમાવર્તન, વિવાહ, આગ્રપણ, અષ્ટકા, શ્રાવણી, આશ્વપુજી, માર્ગશીર્ષી, પાર્વણ, ઉત્સર્ગ, ઉપાકર્મ, પંચ મહાયજ્ઞ વગેરે. શિલ્પશાસ્ત્ર પ્રમાણે દરેક વસ્તુના સોળ સંસ્કાર આ પ્રમાણે ગણાય છે. ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, વેધન, દર્શન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંકર, કર્મ પ્રવેશ, પ્રસ્થાન, અંત્યવિધિ, પિંડીકરણ અને શ્રાદ્ધ. જૈન મત પ્રમાણે સોળ સંસ્કાર આ પ્રમાણે કહેવાય છેઃ ગર્ભાધાન, પુંસવન ( અઘરણી ), જન્મસંસ્કાર, સૂર્યચંદ્રદર્શન, ક્ષીરાસન, ષષ્ટીપૂજન, સૂચિકર્મ, નામકરણ, અન્નપ્રારાશન, કર્ણવેધ, કેશવપન, ઉપનયન, વિદ્યારંભ, વિવાહ, વ્રતરોપ સંસ્કાર, અંતકર્મ સંસ્કાર. કોઈ વળી ગર્ભાધાનથી માંડી મોક્ષ પ્રાપ્તિ સુધીના ૫૩ સંસ્કાર હોવાનું જણાવે છે. | ન્યાય મત પ્રમાણે ચોવીસ માંહેનો એ નામનો એક ગુણ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ એ ચોવીશ ગુણ મનાય છે. | પવિત્રતા; સ્વચ્છપણું. | પંદર પરાદિ તથા પ્રયત્નાંત ગુણો માંહેનો એ નામનો એક ગુણ જુઓ ગુણ. | પુનર્જન્મ. | પૂર્વે જાણેલા પદાર્થની ધારણા. | પૃથ્વી વગેરેમાંનો `વેગ` નો ગુણ. | ( વેદાંત ) પોતાના આશ્રયને પ્રથમ ઉદ્દભૂત અવસ્થાના જેવી બીજી અવસ્થા પ્રાપ્ત કરાવે એવો ઇંદ્રિયાતીત ધર્મ. | પ્રતિપ્રત્યક્ષ; અન્વાદર્શ. | બોધના; સનસનાટી. | મન કે મગજ ઉપર થતી, પડેલી કે પાડેલી સારી કે ખોટી છાપ; સ્વભાવરૂપ થઈ ગયેલી અસર; સંસ્કારિતા; સંસ્કૃતિ. વધુ + | ૨૬.મનુષ્ય તથા પશુનો ભેદ બતાવનાર તત્વ. | મનુષ્યની શારીરિક તેમ જ આત્મિક ઉત્તમતાને ઉન્નત કરે તે. | મનુષ્યને જંગલી પશુની દશામાંથી મનુષ્યની દશામાં મૂકનાર જુદી જુદી ધાર્મિક ક્રિયાઓ. વધુ + | રસોઈ કરવી તે. | ( પિંગળ ) વર્ણદંડકની જાતનો એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેમાં ૨ નગણ અને ૨૯ રગણ મળી ૯૩ અક્ષર હોય છે. | વાસના. | વાસનાઓ કે કર્મોની મન ઉપર પડતી છાપ. દરેક સંસ્કાર આપણાં શરીર, ઈંદ્રિયો, મન, બુદ્ધિ વગેરેમાં ફેરફાર કરે છે. | વિચાર સંગતિ. | વ્યાકરણશાસ્ત્ર પ્રસિદ્ધ શબ્દ બનાવવાની રીત. | શણગારવું તે. | શાસ્ત્રના અભ્યાસથી થયેલું જ્ઞાન. | શીખ ધર્મની એક રીત. શીખ ધર્મમાં અમૃત સંસ્કારની રીત એવા પ્રકારની છે કે શ્રી ગુરુગ્રંથસાહેબની સન્મુખ અમૃત-અભિલાષીઓ પ્રેમથી કેશસ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી કડું, કિરપાણ, કછહરા અને કંગા ધારણ કરી હાજર થાય અને ત્યાં અમૃતની માગણી કરે. આવી રીતે રીત કે મર્યાદામાં પૂર્ણ એવા પાંચ શસ્ત્રધારી સિંહ ( નામવાળા ) કેશ સહિત સ્નાન કરી, સાદાં વસ્ત્ર પહેરી અકાળ પુરુષ આગળ પ્રાર્થના કરે કે `` હે ઈશ્વર, તમારી આજ્ઞા વડે આ જિજ્ઞાસુઓને આ પંથમાં જોડવા અમે આ ધર્મામૃત તૈયાર કરી રહ્યા છીએ. હે ભગવાન તમે અમારા અવગુણોને માફી બક્ષી આ પવિત્ર અમૃતની મર્યાદાને જાળવી રાખવા અમને યોગ્ય શક્તિ અને બળ આપો.`` આવી રીતની પ્રાર્થના બાદ ગ્રંથસાહેબના અભ્યાસી શીખે ( સિંહ ) ગ્રંથસાહેબના પુસ્તકમાંથી ગુરુમંત્ર વાંચી સંભળાવવો અને ફરી પાછા પાંચે લોખંડી ધર્મ-પુરુષોએ ધર્માંમૃતને પોતાની મધ્યમાં રાખી દૃઢ આસન વાળી ફરતા કુંડાળામાં બેસી જવું. પછી એક વાટકામાં પવિત્ર જળ અને પતાસાં નાખી જપ, જાપ કરી, અંગદ સાહિબના સ્તોત્રોનું ઉચ્ચારણ કરી આ અમૃત સમા ઘટને પાન માટે ચોપાસ ફેરવવો. આ સમયે અમૃત-અભિલાષીઓએ ધ્યાનમગ્ન રહી હરિસ્મરણ કરવું. મુખપાઠ કરવા ઉપરાંત પાંચ ધર્મવીરોએ ઊભા થઈ પ્રાર્થના કરવી કે, `` હે કાળોના યે કાળ પરમ કૃપાળુ પરમાત્મા ! તમારી કૃપાથી આ અમૃત તૈયાર થયું છે. હવે હે ઈશ્વર, તમે અમૃતાધિકારીઓને તથા તેનું પાન કરાવનાર આપના આ દાસને યોગ્ય શક્તિ આપવા કૃપા કરજો ``. પ્રાર્થના પૂરી થયા બાદ અમૃતાધિકારીઓને દૃઢાસને કુંડાળામાં બેસાડી પાંચ ચમચા અમૃતના પાવા, પાંચ ચમચા આંખો ઉપર માર્જન કરી છાંટવા અને આવી રીતે પાંચ વખત તેના ( અમૃત ) વડે તેમના કેશ ભીંજવવા. સમસ્ત જિજ્ઞાસુઓના અમૃત પાન પછી જે બાકી વધે તે એક પાત્રમાં રેડી તેમને પિવડાવવું અને ફરી પાછી સિંહજીવનની રીત કે મર્યાદા સમજાવવી. | સંબંધ; યોગ; યોગ રૂપ સ્થિતિ; વિનિયોગ. | સારું કરવું તે; સંપૂર્ણ કરવું કે સુધારવું તે; શુદ્ધિકરણ; શુદ્ધ કરવાનો પ્રકાર તે; શુદ્ધિ. વધુ + | સોળની સંજ્ઞા બતાવનાર એક સાંકેતિક શબ્દ.
sarvagna
ઇશ્વર; પરમેશ્વર. | જિનદેવ. | બુદ્ધદેવ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શિવ; મહાદેવ. | ( શિલ્પ ) એક જાતનું ત્રિશાળ ઘર. વધુ + | બધું જાણનાર; સર્વ પદાર્થો અને તત્વોનાં સંપૂર્ણ જ્ઞાતા. | ( જૈન ) રાગદ્વેષનો અભાવ હોય તેવું; કેવળજ્ઞાની.
sat
શિવનાં હજાર માંહેનું એક નામ. | અસ્તિત્વ. | પરબ્રહ્મ; પરમાત્મા. | સતીત્વનો જુસ્સો. વધુ + | સાચાપણું; સત્ય. વધુ + | સાર; કસ; દૈવત; સત્વ. વધુ + | અસ્તિત્વવાળું. | કલંક રહિત. | યથાર્થ. | સાચું. સમાસની શરૂઆતમાં વપરાય છે. | સારું.
sati
દાન. | નાશ.
satya
( પુરાણ ) અંગિરસ. | આત્મા. મુંડકોપનિષદમાં કહ્યું છે કે, બધાં સાધનો માંહે સત્યની આરાધના જ મુખ્ય છે. કેમકે, સત્યમાં જ સૌ સાધનોનો સમાવેશ વિચાર દૃષ્ટિએ કરતાં થઈ જાય છે. સત્ય જ પરમાત્મા છે. સર્વત્ર સત્ય જ જીતે છે, દેહાદિ છેવટે વિચારદૃષ્ટિએ જૂઠાં ઠરે છે, એટલે જીવનમાં છેવટે આત્માનો અર્થાત્ સત્યનો જ જય થાય છે. ઉપનિષદમાં લખ્યું છે કેઃ વધુ + | ( પુરાણ ) ઉત્તાનપાદ વંશીય હવિર્ધાન રાજાનો પાંચમો પુત્ર. | ( પુરાણ ) ઉંછવૃત્તિ કરનાર એ નામનો એક બ્રાહ્મણ. તેની સ્ત્રીનું નામ પુષ્પમાલિની હતું. | ( ન્યાય ) એ નામનો એક પ્રકારનો હેત્વાભાસ; જેને પ્રતિપક્ષી છે એવો હેતુ. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. ગણપ્રસ્તાર પ્રકાશ પ્રમાણે આ છંદ ષટપદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૩૫ ગુરુ અને ૮૬ લઘુ અને ૧૨૧ વર્ણની ૧૫૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે આનંદ વસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩૧ ગુરુ અને ૨૮ લઘુ મળી ૫૯ વર્ણની ૯૦ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પંક્તિ છંદનો ભેદ છે. તેના દરેક ચરણમાં રગણ, નગણ, ભગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ હોય છે. | ચાર માંહેનો એક યુગ; સત્યયુગ; કૃતયુગ. | ( પુરાણ ) દશ માંહેનો ચોથો વિશ્વદેવ. | નાંદીમુખ શ્રાદ્ધનો એક દેવ. | પરમાત્મા; બ્રહ્મ. | પીપળો. | ( પુરાણ ) બ્રહ્મ સાવર્ણિ મન્વંતરમાં હવે પછી થનારો સપ્ત માંહેનો એક ઋષિ. | ( પુરાણ ) બ્રહ્માનો નવમો દિવસ. | ( પુરાણ ) ભીમસેને મારેલા કલિંગ રાજાના બેમાંનો એક ચક્રરક્ષક. | યમના પાંચ માંહેનો એક નામ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | સત્યલોક. | સૂર્યનાં ૧૦૮ માંહેનું એક નામ. | અપરિમિત સત્ય; પરિમિતથી ઉચ્ચત્તર સત્ય; વાચાના સ્થૂળ સત્યથી અન્ય સત્ય; વાચા, વિચાર ને આચારનું પરંસત્ય; ચિરઃસ્થાયી સ્વતંત્ર સત્ય; સર્વ સમર્થ સત્તા; શુદ્ધ સત્ય. ઈશોપનિષદમાં લખ્યું છે કેઃ હે પૂર્ણ પરમાત્મા ! આપ સત્ય સ્વરૂપનું મુખ સોનાના ઢાંકણથી ઢંકાયેલું છે. હે સર્વપોષક પરમાત્મન્ ! સત્યપરાયણ એવા મારા દર્શન માટે આપ એ માયા એટલે અજ્ઞાનરૂપી સોનેરી ઢાંકણને કૃપાથી દૂર કરો ! અર્થાત્ પરમાત્મા પરમ સત્ય છે. એ પરં સત્ય, અસત્યનાં ચકચકતાં અને લોભાવનારાં ઢાંકણથી ઢંકાયેલું છે ! ઋષિ જીવનભર સત્યની આરાધના કરી ચૂકેલા છે. આથી હવે હૃદયપૂર્વક પ્રાર્થે છે કે હે ભગવત્ ! આપ પરમ સત્યનાં મને દર્શન થાઓ ! અસત્ય ખરી પડો ! હિરણ્યમયી પાત્રેથી આવર્યું સત્યનું મુખ, તે પરમાત્મ ! ઉઘાડ દર્શને બ્રહ્મનિષ્ઠના. સુવર્ણ કેરા ચળકિત પાત્રે, ઢાંકી દીધું છે મુખ સત્યનું એ; ઉઘાડ તે તું મુજ દૃષ્ટિ અર્થે, પરં કૃપાળુ પરમેશ સત્ય ! માયારૂપે છે ચળકિત સોનું, ભમાવતું તે મન લાલચોમાં; છે ઈશ રૂપે પરમેશ સત્ય, સદા વિરાજે પરિપૂર્ણ બ્રહ્મ. વિનમ્ર ભાવે ઋષિરાજ પ્રાર્થે, ઉઘાડને બારણું સત્યનું આ; વિશુદ્ધ હો હે પરિપૂર્ણ સત્ય ! હિરણ્યરૂપી મુજ દોષદૃષ્ટિ ! ગાંધીજી કહે છે કે, હરિશ્ચંદ્ર પોતે જાણતો હતો તે સત્યને સારુ ખુવાર થયો ને અમર થયો ઈમામ હુસેને પોતે જાણ્યું ને સત્યને સારુ પ્યારો દેહ દીધો. પણ આવા કાળમાં એક જ રૂપે હસ્તી માત્ર પરમાત્માની છે. પરિમિત સત્ય ઉપરાંત એક શુદ્ધ સત્ય છે જે અખંડ છે, સર્વવ્યાપક છે પણ તે અવર્ણનીય છે, કેમકે સત્ય એ જ પરમેશ્વર છે, અથવા પરમેશ્વર જ સત્ય છે, બીજું બધું મિથ્યા ખોટું છે. સત્ય શબ્દની ઉત્પત્તિ સતમાંથી છે. સત્ એટલે હોવું. ત્રણે સત્ય જગતના જેટલું જ પુરાતન છે. મારે મન સત્ય જ સર્વોપરી છે અને એમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થાય છે. સત્યમાં પ્રેમ હોય, સત્યમાં અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય આદિનો સમાવેશ થઈ જાય છે. સત્યને જાણ્યા પછી હિંસા કરે તે સત્યને છોડે, સત્યને જાણ્યા પછી જે વ્યભિચાર કરે તે તો સૂરજ છતાં અંધારાની હસ્તી માનવા જેવું થયું. સત્ય સ્વયંપ્રકાશ છે અને સ્વયંસિદ્ધ છે એવું સત્યાચરણ આ વિષકાળને વિષે કઠિન છે પણ અશક્ય નથી એ હું જાણું છું એવા સત્યના આગ્રહી આપણે ઘણા થોડે ઘણે અંશે પણ થઈએ તો સ્વરાજ મેળવીએ. સત્ય વિના નિર્દોષતા સંભવે જ નહિ. આથી જ સત્યાચરણ મુક્તિનું દ્વાર છે. જેનું જીવન સત્યમય છે એ તો શુદ્ધ સ્ફટિકમણિના જેવું હોય તેની પાસે અસત્ય એક ઘડી પણ ન સંભવે. જેનામાં સત્ય અને સેવા પૂર્ણપણે પ્રગટ થાય તે જગતના હૃદયનું સામ્રાજ્ય જરૂર ભોગવે અને ધારેલાં કાર્ય પાર પાડે. સત્યનો જ જય છે, એવું ઈશ્વર વચન છે, તેને અપવાદ નથી. સત્યમેવ જયતે ! જગતમાં આકરામાં આકરું વ્રત સત્યનું છે. લાખો મથે છે તેમાંથી કોઈક જ એ જ જન્મમાં પાર ઊતરે. જે સત્યને જાણે છે અને મન, વચન, કાયાથી સત્ય જ આચરે છે તે પરમેશ્વરને ઓળખે છે. તેથી તે ત્રિકાળદર્શી થાય છે. તેને આ દેહે મોક્ષ છે. આ જ વિચારણા ગાંધીગીતામાં એમ કલ્પેલ છે કેઃ આ મારા સૌ સિદ્ધાંતોને પ્રયોગો સત્યના ગણું, ટિપાયા છે કસાયા છે અનુભવની એરણે. આ સત્યના પ્રયોગોમાં સત્યથી ભિન્ન જે બીજ, અહિંસા બ્રહ્મચર્યાદિ નિયમોના પ્રયોગ છે. તો યે છે મન મારે એ સત્ય સર્વોપરી સદા, અગણિત નીતિઓનો તેમાં સમાસ થાય છે. આ સત્ય નથી વાચાનું સ્થૂળ સત્ય ન સંભવે, વાચા વિચાર આચારે જે સત્ય એ જ સત્ય છે. કલ્પેલું આપણે જે તે આ સત્ય નહિ સંભવે, આ સત્ય તો ચિરઃસ્થાયી ને સ્વતંત્ર ગણાય છે. પરમેશ્વરની વ્યાખ્યા અગણિત અપાય છે, અગણિત વિભૂતિઓ મનાય તેની યે વળી. ઘણીવાર કરે મુગ્ધ મને એ સૌ વિભૂતિઓ, છતાં યે હું પૂજારી તો એ સત્યરૂપ ઈશનો. ઈશ સત્ય બીજું મિથ્યા એ સત્ય સાંપડ્યું નથી, તેનો શોધક નિત્યે હું હોમાઉં શોધયજ્ઞમાં. સત્યના શોધકો સૌને રજકણથી યે નીચે, રહેવું જ પડે છે તો એ રીતે સૌ રહો તમે. જગત કચરે આખું રજકણ ડગે ડગે, પૂજારી સત્યનો નમ્ર રજકણે દબાય છે. સત્યના શોધકોને તો આવું અલ્પ થવું પડે, સ્વતંત્ર સત્યની ઝાંખી નહિ તો છે સુદુર્લભ. સત્ય શબ્દની ઉત્પત્તિ સતમાંથી સંભવિત છે, `હોવું` શબ્દાર્થ તેનો છે લક્ષ્યાર્થે `પરમાત્મ` એ. એકરૂપે ત્રિકાળે જે અવિનાશી અખંડ છે, પરમેશ્વર છે સત્ય સત્ય એ પરમેશ્વર. સર્વ સમર્થ સત્તાને સત્ય નામથી ઓળખું, ઓળખાવું ય તે નામે તે મારે મન ઈશ્વર. સત્યના બે પ્રકારો છે પરિમિતાપરિમિત, દૃશ્યમાન પરિમિત અપરિમિત ઈશ છે. એ પરિમિત સત્યાર્થે હરિશ્ચંદ્રે બધું તજ્યું, ને ઈમામ હુસેને યે અર્પ્યો છે નિજ દેહને. તે પરિમિતથી અન્ય અપરિમિત શ્રેષ્ઠ છે, શુદ્ધ સત્ય કહેવાયે સર્વવ્યાપક ઈશ્વર. બ્રહ્મ સત્ય જગત મિથ્યા સત્ય એ જ પરં ઈશ, જાણે છે સત્ય છે એમ ત્રિકાળદર્શી તે જ છે. સત્યાચરણી તેવાને સાક્ષાત્કાર પ્રભુ તણો, તેને છે મોક્ષ આ દેહે ઓળખે પરમેશને. નિર્દોષતા વિના સત્ય સંભવે જ નહિ કદી, સત્યાચરણ તેથી જ મુક્તિનું નિજ દ્વાર છે. સત્ય સેવા પ્રકાશે છે જેમાં પૂર્ણપણે અહીં, જગનાં હૃદયોનું એ સામ્રાજ્ય ભોગવે નક્કી. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે, યથાર્થ અને આનંદ ઉત્પન્ન થાય એવી રીતનું બોલવું અને ગોબ્રાહ્મણ અથવા બીજાને નુકસાન ન થતાં પોતાના અસત્ય બોલવાથી સામાનું ભલું થતું હોય તે વચન સત્ય કહેવાય છે. એને માટે ત્રાજવામાં સત્ય તથા અસત્ય બંનેને મૂકી વજન કરતાં જેમાં પુણ્યની વિશેષ પ્રાપ્તિ થાય તેને સત્ય સમજવું. ગીતા રહસ્યમાં કહ્યું છે કે, સત્ય શબ્દનો ધાત્વર્થ હોનાર એટલે કોઈ દિવસ પણ નષ્ટ ન થનાર અથવા ત્રિકાલમાં અબાધિત એવો છે. સત્ય તે જ પરબ્રહ્મ એવું સત્યનું યથાર્થ મહત્વ વર્ણવેલું છે. એક હજાર અશ્વમેધ યજ્ઞ અને સત્ય એ બેને ત્રાજવામાં નાખીએ તો હજાર અશ્વમેધના કરતાં સત્યનું ત્રાજવું નમે. જગતમાં સર્વદેશ અને સર્વ ધર્મમાં આબાલવૃદ્ધ સ્ત્રી પુરુષોને સર્વથી વધારે માન્ય અને પ્રમાણભૂત થયેલું તત્ત્વ સત્ય છે, સત્યથી જ પૃથ્વીનું ધારણ થઈ રહેલું છે, સત્યથી જ સૂર્ય તપે છે, સત્યથી જ વાયુ વાય છે; મતલબ કે આ સર્વનું સત્ય એ જ અધિષ્ઠાન છે. સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેને જેમ સેવે તેમ તેમાંથી અનેક ફાળો નીપજતાં જોવામાં આવે છે. તેને અંત જ હોતો નથી. જેમ જેમ તેમાં ઊંડે ઊતરીએ તેમ તેમ તેમાંથી રત્નો મળ્યા કરે છે. | જૈનોનાં બાર માંહેનું એક વ્રત. સત્ય અહિંસા આદિ વ્રતથી શૂન્યતા સાધીને આ દેહે જ મુક્ત કેમ બની શકાય છે એ દર્શાવતાં પ્રસંગોપાત ગાંધીજીએ યથાર્થ કહ્યું છે કેઃ (૧) સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. (૨) સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક માર્ગ છે. (૩) સત્યનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે. (૪) આવા વ્યાપક સત્યનારાયણના દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્ પ્રેમની પણ આવશ્યકતા છે. (૫) આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. (૬) આત્મશુદ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. (૭) અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે-એટલે જીવનમાર્ગનાં બધાં ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે. (૮) પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે. (૯) શુદ્ધ થવું એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું, રાગદ્વેષાદિ રહિત થવું. (૧૦) તેને સારુ મારે શૂન્યવત્ બનવાનું છે. (૧૧) મનુષ્ય જ્યાં લાગી સ્વેચ્છાએ પોતાને સૌથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. (૧૨) અહિંસા એ નમ્રતાની પરાકાષ્ટા છે. (૧૩) અને એ નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી. (૧૪) નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય. (૧૫) આ જગતમાં જીવમાત્ર એક રજકણ કરતાં પણ કંઈ નથી. (૧૬) શરીરરૂપે ક્ષણજીવી છીએ. (૧૭) કાળના અનંત ચક્રમાં સો વર્ષનું પ્રમાણ કાઢી જ ન શકાય. (૧૮) પણ જો એ ચકરાવામાંથી નીકળી જઈએ-એટલે કંઈ નથી થઈ જઈએ તો બધું થઈ જઈએ. (૧૯) કંઈ થવું એટલે ઈશ્વરથી-પરમાત્માથી, સત્યથી વિખૂટા થવું. (૨૦) કંઈ ટળી જવું એટલે પરમાત્મામાં ગળી જવું. (૨૧) સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રની મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. (૨૨) સમુદ્રથી વેગળું થયું ને પોતાનો દાવો કરવા બેઠું એટલે તે જ ક્ષણે સુકાયું. (૨૩) આ જીવનને પાણીના પરપોટાની ઉપમા આપી છે એમાં હું મુદૃલ અતિશયોક્તિ જોતો નથી. (૨૪) આવી નમ્રતા-શૂન્યતા-કેળવવાથી કેમ આવી શકે ? (૨૫) પણ વ્રતને ખરી રીતે સમજવાથી નમ્રતા પોતાની મેળે આવતી જાય છે. (૨૬) આ નમ્રતા એટલે પુરુષાર્થરહિતતા ન હોય ! (૨૭) ખરું જોતાં નમ્રતા એટલે તીવ્રતમ પુરુષાર્થ અને બધો પરમાર્થને કારણે હોય. તાત્પર્ય કે પરમાર્થને કારણે તીવ્રતમ નમ્રતા કે જે વ્રતને ખરી રીતે સમજવાથી સધાય છે તે દ્વારા જ સત્ય સાધી આ દેહે જ પરમ મુક્તિ પામી શકાય છે. | પાંચ માંહેનું એક સંવર. | પ્રમાણિકપણું. | બોધિસત્ત્વને પ્રાપ્ત કરવાની દશ માંહેની પારમિતા. તે આ પ્રમાણે છેઃ (૧) દાન, (૨) શીલ, (૩) નૈષ્કર્મ્ય, (૪) પ્રજ્ઞા, (૫) વીર્ય, (૬) ભ્રાંતિ, (૭) સત્ય, (૮) અધિષ્ઠાન, (૯) મૈત્રી અને (૧૦) કક્ષા. | યથાર્થ; બરાબર; યોગ્ય; વ્યાજબી. | સાચું; ખરૂં; વાસ્તવિક. | ખરે; સાચે; અકલ્પિત.
savikalp
વેદાંત પ્રસિદ્ધ એક સમાધિ. જુઓ સવિકલ્પ સમાધિ. | જ્ઞાતા અને જ્ઞેય વચ્ચે તફાવત માનતું. | વિકલ્પવાળું; જ્ઞાતા અને જ્ઞેય કે કર્તા અને કર્મના ભેદવાળુ. વધુ + | સાપેક્ષ સંબંધી. વધુ + | સ્પષ્ટ; ચોખ્ખું.
sevak
ભક્ત; ઉપાસક. | સેવા કરનારો માણસ; ચાકર; દાસ. મિતાક્ષરા પાંચ જાતના દાસ અથવા સેવક ગણાવે છે: (૧) શિષ્ય, (૨) અંતેવાસી, (૩) ભૃતક, (૪) કિંકરાધ્યક્ષ અને (૫) દાસ. આમાંના પહેલા ચાર દાસ શુભ કાર્યમાં રોકાય. ખરું જોતાં તેઓ આજ્ઞા પામે માટે જ એમને દાસ ગણ્યા હોવા જોઇએ. બાકી તેમનાં કાર્ય ઊંચી જાતનાં જ હોવાનાં. ગાંધીજી લખે છે કે, ગામડામાં જઇ સેવક પોતે નિયમિત રીતે કાંતતો હશે. કાંતતો નહિ હોય ત્યારે વાંસલો ચલાવતો હશે, હથોડો ચલાવતો હશે કે હાથપગની ગમે તે મજૂરી કરતો હશે. એ કામમાં એ વેઠ નહિ ઉતારતો હોય, પોતે જ પોતાનું રૂ ઉગાડવા અને સાફ કરવા મહેનત કરતો હશે. એની એક મિનિટ નકામી નહિ જતી હોય. ઊંઘના આઠ કલાક સિવાયન બાકીના એના સોળ કલાક કામ અને કામમાં જ જતા હશે. ભોગો ભોગવવાને, તડાકા મારવાને, પડ્યા રહેવાને એને ફૂરસદ નહિ જ હોય. એ લોકોને બતાવતો હશે કે, મારે તો યજ્ઞ કરવાનો છે, શરીરનું પોષણ શરીરના કામથી કરવાનું છે. મનના પોષણ માટે મનની કેળવણી જોઇએ. શારીરિક કામમાં ભલે શ્રમ વિભાગ હોય;પણ એક વર્ષ શરીરશ્રમ કર્યા કરે અને બીજો માનસિક શ્રમ જ કરે એ યોગ્ય નથી. વધુ + | બ્રાહ્મણની એ નામની એક જ્ઞાતિ. | એ નામની જ્ઞાતિનું માણસ. | એ નામની જ્ઞાતિનું.
shabda
( વ્યાકરણ ) અર્થયુક્ત એક કે વધારે અક્ષરનો સમુચ્ચય તે. વ્યાકરણ આદિમાં જે વાચક છે તે શબ્દ કહેવાય છે. વૈયાકરણોના મત પ્રમાણે શબ્દ અને અર્થનો સંબંધ નિત્ય છે. જેમ ઇંદ્રિયોમાં પોતાના અર્થો ગ્રહણ કરવાની યોગ્યતા સ્વાભાવિક છે, જેમ આંખ સ્વભાવથી જ રૂપનું, કાન શબ્દનું, એમ ઇંદ્રિયો પોત પોતાના વિષયનું ગ્રહણ કરે છે તે જ પ્રમાણે શબ્દને અર્થ સાથે સ્વાભાવિક આનાદિ કાળથી ચાલતો આવેલો સંબંધ છે અને અર્થનો બોધ કરવાની યોગ્યતા છે. જેમ આંખ રૂપનું જ ગ્રહણ કરી શકે છે; શબ્દનું નહિ, તેમ ૐ શબ્દમાંથી અર્થનો બોધ કરવાની એવી સ્વાભાવિક યોગ્યતાને લીધે, બ્રહ્મનો જ અર્થ નીકળે છે: બીજો નહિ. આ પ્રમાણે વૈયાકરણો અમુક શબ્દમાંથી અમુક અર્થ નીકળવો જોઈએ એવી ઇશ્વરેચ્છાને કે અનાદિ કાળથી ચાલી આવેલી ઇચ્છાને પ્રાધાન્ય આપે છે; એટલે કે, સ્વાભાવિક રીતે શબ્દમાં જ અર્થનું જ્ઞાન ૭ સાધનથી પણ પ્રાપ્ત થાય છે: ( ૧ ) ક્રોષ, ( ૨ ) વ્યાકરણ, ( ૩ ) આપ્ત પુરૂષનું વાક્ય, ( ૪ ) પૂર્વાપરના સંબંધ, ( ૫ ) ઉપમાન, ( ૬ ) પ્રસિદ્ધ શબ્દનો સંબંધ અને ( ૭ ) વ્યવહાર. વધુ + | અવાજ; સૂર; ઘોષ; સ્વર; ધ્વનિ; આકાશ તત્ત્વનો ગુણ; નાદ. શબ્દના બે પ્રકાર છે. (૧) અબુદ્ધિહેતુક અને (૨) બુદ્ધિહેતુક. મેઘની ગર્જના, સમુદ્રમાં મોજાં એ અબુદ્ધિહેતુક ધ્વનિ છે. એથી ઊલટું ચેતન પ્રાણીઓના કંઠમાંથી નીકળતો ધ્વનિ વગેરે બુદ્ધિહેતુક છે. આ બુદ્ધિહેતુક ધ્વનિના બે ભેદ છે: (૧) સ્વાભાવિક અને (૨) કૃતિસાધ્ય, અનિચ્છાએ પણ ઉત્પન્ન થતો ધ્વનિ તે સ્વાભાવિક છે. માત્ર એમાં કોઈપણ વર્ણ વ્યક્ત ન થવો જોઈએ. જો કોઈપણ વર્ણ વ્યક્ત થાય તો એ કૃતિસાધ્ય લેખાય. એમાં હેતુ એ છે કે, વર્ણો અનેક છે. પ્રજ્ઞા જે જાતનો વર્ણ ઉચ્ચારવાની સૂક્ષ્માતિસૂક્ષ્મ ઇચ્છા કરે છે, તેટલા પૂરતો શ્રમ તો થાય જ અને ધ્વનિ ઉત્પન્ન થાય. માટે જ એ કૃતિસાધ્ય, છે નહિ કે સ્વાભાવિક. પ્રાણી માત્રમાં રોવું, હસવું એ સ્વાભાવિક છે. તે તે ક્રિયામાં જે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે સ્વાભાવિક છે. આ પશુપક્ષી વગેરેનો ધ્વનિ તે પણ સ્વાભાવિક છે. કૃતિસાધ્યને કોઈ કાલ્પનિક કહે છે. કાલ્પનિક એટલે કલ્પનાજન્ય કિંવા મિથ્યા. આ ધ્વનિ મિથ્યા તો નથી જ હોતો કેમકે, જો એમ ઠરે તો એમાંથી ઉત્પન્ન થતા વર્ણ પણ મિથ્યા કરતાં વિવક્ષિત અર્થ જ ન અર્પી શકે. માત્ર એમાં ઉચ્ચારણ કરતી વખતે કાંઈ કૃતિ કે ક્રિયાની આવશ્યકતા રહે છે, એટલા માટે એ કાલ્પનિક નહિ પણ કૃતિસાધ્ય છે. આ કૃતિસાધ્ય ધ્વનિના બે ભેદ છે: (૧) વાદિત્રોના ધ્વનિ અને (૨) વર્ણાત્મક સ્કુટ ધ્વનિ.વાદિત્રોના ધ્વનિના બે ભેદ છે: (૧) ઢોલ, નગારાં મૃદંગ વગેરેના અને (૨) સા, રિ, ગ, મ, પ, ધ, નિ એવો રાગ ઉત્પન્ન કરનારો ધ્વનિ. આ બીજા ભેદને ગતિરૂપ ધ્વનિ પણ કહેવામાં આવે છે. વર્ણાત્મક સ્કુટ ધ્વનિ તે માનવપ્રાણીના મુખમાંથી કંઠ, તાલુ વગેરે સ્થાનોમાં અથડાઈ ઉત્પન્ન થતો ધ્વનિ છે. પોપટ, કૌઆ, મેના વગેરે મનુષ્યપ્રાણીના શબ્દોની નકલ કરે છે, તેટલા પૂરતો તેઓના ધ્વનિનો આ વર્ગમાં સમાવેશ થઈ શકશે. વધુ + | આઠ માંહેનો એક સ્વાભાવિક ગુણ. જે ગુણ શ્રોત ઇંદ્રિયજન્ય જ્ઞાનનો વિષય હોય છે, તે ગુણ શબ્દ કહેવાય છે. શ્રોત્ર ઇંદ્રિયવડે ગ્રાહ્ય વસ્તુમાં રહેનારી તથા ગુણત્વ જાતિ વ્યાપ્ય એવી જે શબ્દત્વ જાતિ છે, તે જાતિવાળો ગુણ શબ્દ કહેવાય છે. | આપ્ત પુરુષનું વચન. | આબરૂ. | ( પિંગળ ) એ નામે એક વિષયજાતિ માત્રામેળ છંદ. તે ષટ્પદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૧૫૨ લઘુ અને સાત ગુરૂ મળી ૧૬૬ માત્રા હોય છે. | એક અર્થાલંકાર લક્ષણ. | ( તાંત્રિક ) છત્રીસ માંહેનું એ નામનું સત્તાવીસમું તત્ત્વ. | ઠપકો; મહેંણું. વધુ + | નયના સાત માંહેનો પાંચમો પ્રકાર. | ન્યાયમત પ્રમાણે ૨૪ માંહેનો એક ગુણ. ગુણ ચોવીસ આ પ્રમાણે છે:- રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામ, પૃથકત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરૂત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. | પડઘો. | મુખમાંથી નીકળેલો બોલ; વચન; સખુન; વાણી. | પ્રમાણના આઠ માંહેનો એક પ્રકાર શબ્દથી જે યથાર્થ જ્ઞાન થાય છે તે શબ્દપ્રમાણ કહેવાય છે. | વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઈતી ૪૪ માંહેની એક વસ્તુ. શબ્દના બે પ્રકાર છે: ધ્વનિમય અને વર્ણમય. પશુઓનો શબ્દ ધ્વનિમય અને આપણો વર્ણમય છે.
sharabh
( પિંગળ ) અતિશકર્કરીની જાતનો એ નામનો એક સમવૃત્‍ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં ચાર નગણ અને સગણ મળી પંદર અક્ષર હોય છે. તેમાં પાંચમે અને દશમે અક્ષરે યતિ આવે છે. | આઠ પગવાળું એક કાલ્‍પનિક બળવાન પ્રાણી. આ પ્રાણી હિમાલયમાં વસતું હોય એમ મનાય છે. એ સિંહથી પણ વધારે બળવાન કહેવાય છે. વધુ + | ઊંટ. | ( પુરાણ ) એ નામના એક રાજર્ષિ. | ( પુરાણ ) એ નામનો એક સર્પ. | ( પિંગળ ) કાવ્‍ય છંદની જાતોન એક માત્રામેળ છંદ. તેમાં ૨૪ લઘુ અને ૩૬ ગુરુ મળી ૯૬ માત્રા હોય છે. | ( પિંગળ ) ચુડાણા ઉપદોહાની જાતનો એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૨૬ ગુરુ અને ૫૬ લઘુ મળી ૮૨ વર્ણની ૧૦૮ માત્રા હોય છે. | તાર્ક્ષ્ય અને યામિનીનો પુત્ર. | તીડ, જુઓ શલભ. | ( પુરાણ ) દનુપુત્ર એક દાનવ. | ( પિંગળ ) દોહરાની જાતનો એક અર્ધસમ માત્રામેળ છંદ. તેમાં ૨૦ ગુરુ અને ૮ લઘુ મળી ૪૮ માત્રા હોય છે. | પતંગિયું. | ( પુરાણ ) રામની સેના માંહેનો એક પ્રખ્‍યાત વાનર. | વિષ્‍ણુનું એક નામ. | ( પુરાણ ) શકુનિનો એક ભાઇ. તેને રાત્રિયુદ્ધમાં ભીમસેને માર્યો હતો. | ( પુરાણ ) શાલવેય પર્વત પર રહેનાર એક વાનર. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( પુરાણ ) શિશુપાલનો એક દીકરો. જયારે પાંડવોના અશ્વમેધનો ઘોડો એના દેશમાં ગયો ત્‍યારે એણે એનું પૂજન કરી સૈનિકોનો સત્‍કાર કર્યો હતો. | ( પિંગળ ) ષટ્પદી છપ્‍પયની જાતનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. | ( પિંગળ ) સ્‍કંધકની જાતનો એ નામનો એક પ્રચૂર્ણ ગીતિ માત્રામેળ છંદ. | હાથીનું બચ્‍ચું; મદનિયું. | અથર્વ વેદનું એક ઉપનિષદ. | એક જાતનું પંખી. નકુળના ધ્‍વજ ઉપર ભયંકર શરભ પક્ષીનું ચિત્ર રહેતું એમ કહેવાય છે.
Shãradã
( પિંગળ ) ધૃતિની જાતનો એ નામનો એક સમવૃત વર્ણમેળ છંદ; સરસ્વતી. તેના દરેક ચરણમાં તગણ, ભગણ, રગણ, સગણ અને બે જગણ એમ અઢાર અક્ષર હોય છે. તેમાં નવમા અક્ષર ઉપર વિસામો આવે છે. | એક જાતની પ્રાચીન લિપિ. એક વખત તે વાયવ્ય હિંદુસ્તાનના પહાડી પ્રદેશમાં પ્રચલિત હતી. જુઓ શારદા લિપિ. | એક જાતની વીણા. | કલાદેવી; કાવ્યદેવી. | ( પુરાણ ) ગંગા નદીને મળનારી એ નામની નદી; ગોગ્રો. | સરસ્વતી; વિદ્યાની અધિષ્ઠાતા દેવી; વિદ્યાદેવી. | સ્થળકમળ.
shãstra
આજ્ઞા; હુકમ; ફરમાન. | આજ્ઞા અને બોધનાં વચનો જેમાં હોય તે પુસ્તકો; હિત શીખવનાર ગ્રંથ. | કોઈ પણ વિષયનું તાત્ત્વિક તેમ જ વ્યવસ્થિત જ્ઞાન. | ( પિંગળ ) છ; છની સંજ્ઞા; ૬ સૂચક સાંકેતિક શબ્દ. | જે કાંઈ અદૃષ્ટ છે અને અજ્ઞાત છે તે વસ્તુને યથાર્થ જણાવનાર ગ્રંથ. | ( વેદાંત ) જેના વડે શિષ્યોને શાસન કરાય છે એટલે તત્ત્વનું પ્રતિપાદન કરી સમજાવાય છે તે. | ( વેદાંત ) જેમાં મનુષ્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિના તથા તેમના ધર્મોનો ઉપદેશ કર્યો હોય તે પુસ્તક. | ધર્મશાસ્ત્ર; ધાર્મિકશાસ્ત્ર; ધર્મપુસ્તક; કોઈ પણ વિદ્યા કે વિષયનું ધોરણસર કરેલું નિબંધન તે; મનુષ્યોને સદાચારમાં ચલાવવા ઋષિમુનિઓએ બાંધેલા નિયમો. તે નિયમોના ગ્રંથો છ છેઃ ૧. ન્યાય, ૨. વૈશેષિક, ૩. પૂર્વમીમાંસા, ૪. વેદાંત, ૫. સાંખ્ય અને ૬. પાતંજલ. વધુ + | વેદશાસ્ત્ર; સ્મૃતિઓમાં લખેલ શિક્ષારૂપ વિષય.
shikhã
( પિંગળ ) એ નામે એક માત્રામેળ છંદ. તેના પહેલા દળમાં છ ચોકલિયા ડગણ અને જગણ મળી ૨૮ માત્રા હોયછે, તથા બીજા દળમાં સાત ડગણ અને જગણ મળી ૩૨ માત્રા હોય છે, તથા પહેલા દળમાં ૧, ૫, ૯, ૧૩, ૧૭, ૨૧ અને ૨૫ માત્રાએ તાલ તથા બીજા દળમાં ૧,૫, ૯, ૧૩, ૧૭, ૨૧, ૨૫ અને ૨૯ માત્રાએ તાલ હોય છે. વધુ + | અથર્વવેદની એક ઉપનિષદ. | અંકુશ. | ઉપરથી શંકવાકાર ટોચ હોય તે. | કલગી; છોગું. | કામજ્વર. | કિરણ. | ચોટલી; પુરુષના માથા પરની ગાંઠ વળે એવા લાંબા કેશ; વાળની લટ. વધુ + | ઝાળ; જ્વાળા; જોત; શગ; અગ્નિની શિખા. વધુ + | ટોચ; શિખર. | ધૂમકેતુ આસપાસ ધુમસ જેવી જે નાનકડી ચોટલી હોય છે તે. | પગનો ફણો. | ભાલો. | મોરની કલગી. | વેદની આઠ માંહેની એક વિકૃતિ; વેદપાઠ કરવાની એક રીત. વેદની ક્રમ, જટા, શિખા, માલા, રથક્રમ, વરુણક્રમ, દંડક્રમ અને ઘન એમ આઠ વિકૃતિ કહેવાય છે.
shikhar
હાથના અઠ્ઠાવીશ માંહેના દશમા પ્રકારનો અભિનય; મુષ્ટી વાળતી વખતે અંગૂઠો ઊંચો રાખવો તે. મદન થાંભલો, શાંતિ, પતિ, દાંત, પ્રવેશ, આલિંગન, ખાંડવું વગેરે બતાવવા વગેરે તેનો પ્રયોગ થાય છે. | ઊભી વસ્તુનો છેલ્લો ઉપરનો છેડો; શીર્ષ બિંદુ; સર્વોચ્ચ બિંદુ; શિખાટોચ; મથાળું; ટોચ. વધુ + | એક જાતનું રત્ન. | એક પ્રકારનું ભયંકર અસ્ત્ર. | કળશ. | દેવળનો ઉપરનો ભાગ; ઇંડું. | શૃંગ; પર્વતની ટોચ.
Shiv
અગિયાર માંહેનો એ નામનો એક રુદ્ર. | ( પિંગળ ) અગિયાર સૂચક એક સાંકેતિક સંજ્ઞા. | ( પુરાણ ) અંગિરા કુળનો એ નામનો એક ઋષિ. | આદ્રા નક્ષત્રનો સ્વામી. | ( પુરાણ ) ઉત્તમ મન્વંતરમાંના સપ્તર્ષિઓ માંહેનો એક ઋષિ. | એ નામના એક તિથિદેવ. | એ નામનો એક પંચાક્ષર મંત્ર; નમઃશિવાય. | ( પિંગળ ) એ નામે એક પ્રચૂર્ણગીતિ માત્રામેળ છંદ. તે સ્કંદ ગીતિનો એક ભેદ છે. તેમાં ૨૪ ગુરુ અને અને ૧૬ લઘુ મળી ૪૦ અક્ષપની ૬૪ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૨૯ ગુરુ અને ૩૮ લઘુ મળી ૬૭ વર્ણની ૯૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક સમજાતિ માત્રામેળ છંદ. તે તોમર છંદનો એક ભેદ છે. તેમાં ૨૦ ગુરુ અને ૮ લઘુ મળી ૨૮ વર્ણની ૪૮ માત્રા હોય છે. | એક કે બે ગાલ ઉપર ભમરો હોય તેવો ઘોડો. | કાલ, માયા અને કર્મ એ ત્રણ પાશ વિનાનું સ્વતંત્ર ચેતન. | કાળો ધંતૂરો. | ગૂગળ. | ( તાંત્રિક ) છત્રીસ માંહેનું પહેલું તત્ત્વ. | જ્યોતિષના સતાવીશ માંહેનો એ નામનો વીસમો યોગ. | દેવતા. | ધોળો ટંકણખાર. | પરમાત્મા. | પશુને બાંધવાનો ખીલો. | પારો. | ( પુરાણ ) પ્રિયવ્રતના પુત્ર ઇદ્મજિહ્યના સાત માંહેનો મોટો પુત્ર. તેનો દેશ તેને જ નામે પ્રસિદ્ધ છે. | પુંડરીક વૃક્ષ. | પ્લક્ષદ્વીપનો એ નામે એક ખંડ; યુરોપી દક્ષિણ રશિઆ અને યુક્રેઈન. શિવ, યવસ, ભદ્ર, શાંત, ક્ષેમ, અમૃત અને અભય એ પ્લક્ષદ્વીપના સાત ખંડ છે. | બ્રહ્મા. | મહાદેવ; શંકર; શંભુ; સંહાર શક્તિરૂપ ઈશ્વર. શિવ એવું નામ વેદોમાં જણાતું નથી. પણ વેદોમાં એ દેવને રુદ્ર કહ્યો છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. ઋગ્વેદમાં રુદ્રને ભાવનામાંથી ઉદ્દભવ્યા છે. ઋગ્વેદમાં રુદ્રને રોગશામક, સૂર્ય સમાન તેજસ્વી, સુંદરમાં સુંદર અને વરપ્રદાન કરનાર દેવ તરીકે વર્ણવ્યા છે. યજુર્વેદમાં શતરુદ્રિયસ્તવનમાં પણ એને દયાવાન દેવ તરીકે વર્ણવ્યા છે. એનો વર્ણ રક્ત અને કંઠ નીલ છે. તેને પશુઓના પાલક અને ત્ર્યંબક કે ત્રિનેત્ર કહેલ છે. બ્રાહ્મણ ગ્રંથોમાં લખ્યું છે કે, જ્યારે રુદ્ર જનમ્યા ત્યારે એ રડ્યા તેથી તેનું નામ રુદ્ર પડયું ઉપનિષદમાં તેને એક જ દેવ તરીકે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ રૂપ વર્ણન વર્ણવ્યા છે રામાયણમાં શિવને મોટા દેવ કહ્યા છે છતાં એ રામનું પ્રભુત્વ સ્વીકારે છે. મહાભારતમાં પણ સમગ્ર રીતે વિષ્ણુ કરતાં તેને વિશેષ માન મળે છે. આવી રીતે વેદમાંના રુદ્રદેવ મહાન અને શક્તિમાન શિવનું રૂપ ધર્યું છે અને એને ત્રિમૂતિમા પદ પ્રાપ્ત થયું છે. આખરે એ સંહાર કરનાર દેવ મનાઇ એની શક્તિઓ ઘણી વિસ્તૃત બની ગઇ છે. સંહાર પછી સર્જન દેવ હોય છે જે, એટલે શિવ શંકર રૂપે પાછું પુન: સર્જન પણ કરે છે. આ પ્રમાણે શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાવા માંડ્યા અને એને મહાદેવ કે સૌથી શ્રેષ્ઠ દેવ એવી ઉપાધિ પ્રાપ્ત થઈ. ઘણાખરા ધર્મમાં હોય છે એમ સર્જનહાર તરીકે ઉત્પાદક શક્તિના ચિહ્ન તરીકે એ લિગં રૂપે પૂજાય છે. એ રૂપે જ અગર ઉત્પાદક શક્તિના બીજા સ્ત્રીશક્તિ રૂપ તરીકે યોનિના ચિહ્ન તરીકે પણ એની પૂજા થાય છે. પ્રજોત્પત્તિ એ ગૂઢ ખયાલમાં ન આવે એવી બાબત હોઈ જ્યાં જ્યાં સર્જન સંબંધી વાત આવે ત્યાં ત્યાં એનાં જ રૂપક અપાય છે. શિવનું ત્રીજુ સ્વરૂપ મહાયોગી તરીકે છે. યોગી રૂપે એ સદા ધ્યાનમગ્ન જ રહે છે. સદા ઉગ્ર તપ કરનાર એ મહા તપસ્વી છે. એમના ચમત્કાર અને શક્તિઓ અગાધ હોઈ, શુદ્ધ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી તેઓ બ્રહ્મસ્વરૂપ જ બન્યા છે. આ સ્વરૂપે એ દિગંબર છે, ધૂર્જટિ છે. એમના સંહારક શક્તિને અંગે એ ભૈરવ છે. ભૂત, પિશાચ વગેરે યોનિઓના અધિપતિ તરીકે તે ભૂતપતિ કહેવાય છે. એમનો વાસ બહુધા શ્મશાનમાં હોય છે. સર્પો એ એમનાં આભૂષણો છે. એ રુંઢમાળા ધારણ કરે છે. ભૂતગણો એમની હજૂરમાં હમેશ રહે છે. કેટલીક વખત ભાંગ, ધતૂરો, આકડો વગેરે માદક પદાર્થોથી ઉન્મત બની પોતાની દેવી શક્તિની સાથે નૃત્ય કરે છે. એમનું નૃત્ય લાસ્ય ન હોતાં તાંડવ છે. તેમના વાદ્યો પણ શૃંગી, ડમરુ, રણશિંગું વગેરે છે. પોઠીઓ કે નંદી એ એમનું વાહન છે. ત્રિશૂળ, શૂળ, ધનુષ્ય એ તેમનાં આયુધો છે. તેમના ધનુષ્યનું નામ પિનાક છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ છે. એમના ભાલમાં ભમરોની વચ્ચે ત્રીજું નયન છે. એમાંથી નીકળતો અગ્નિ ઘણો પ્રચંડ છે. પોતાના જટાજૂથ પર અર્ધચંદ્ર ધારણ કરે છે. પોતે ધ્યાનસ્થ હતા તે વખતે દેવોનું હિત કરવાના આશયથી કામદેવે એમના મનમાં પ્રવેશી વ્યથા કરી પાર્વતી સંભરાવ્યાં. આ ઉપરથી ક્રોધ કરી કામદેવ એટલે મદનને એમણે પોતાના ત્રીજા નયનના અગ્નિ વડે જ બાળીને ભસ્મીભૂત કર્યો હતો. પ્રલયકાળે પણ એ જ ત્રીજા નયનમાંથી નીકળતો અગ્નિ જ બધાનો નાશ કરશે. કાશીમાં વિશ્વેશ્વર નામની એમની વિભૂતિ ઘણી જ પવિત્ર અને પૂજનીય મનાય છે. તેને પાંચ મુખ તથા ચાર હાથ છે અને તેના ગળામાં નાગકુંડળ છે. તેના હાથમાં પિનાક નામનું ત્રિશૂળ છે. તેનું વસ્ત્ર, વાઘ, હરણ અથવા હાથીનું ચામડું છે. તેથી તેને કૃત્તિવાસસ કહેવામાં આવે છે. નંદી નામનો આખલો સામાન્ય રીતે તેની સાથે રહે છે. તે અજગવ નામનું ધનુષ તથા ડમરુ રાખે છે. ખટ્વાંગ નામની ગદા રાખે છે. ગુનેગારને પકડવા પાશ હાથમાં રાખે છે. તેણે બ્રહ્માનું એક માથું કાપી નાખ્યું છે; કેમકે બ્રહ્મા અસભ્ય રીતે વર્તતા હતા. શિવનાં હજાર નામ આ પ્રમાણે છેઃ સ્થિર, સ્થાણુ, પ્રભુ, ભીમ, પ્રવર, વર, વરદ, સર્વાત્મા, સર્વવિખ્યાત, સર્વ, સર્વકર, ભવ, જટી, ચર્મી, શિખંડી, સર્વાંગ, સર્વભાવન, હર, હરિણાક્ષ, સર્વભૂતહર, પ્રભુ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, નિયત, શાશ્વત, ધ્રુવ, સ્મશાનવાસી, ભગવત્, ખેચર, ગોચર, અર્દન, અભિવાદ્ય, મહાકર્મા, તપસ્વી, ભૂતભવ, ઉન્મત્તવેષપ્રચ્છન્ન, સર્વલોકપ્રજાપતિ, મહારૂપ, મહાકાય, વૃષરૂપ, મહાયશા, મહાત્મા, સર્વભૂતાત્મા, વિશ્વરૂપ, મહાહનુ, લોકપાલ, અંતર્હિતાત્મા, પ્રસાદ, હયગર્દભિ, પવિત્ર, મહત્, નિયમ, નિયમાશ્રિત, સર્વકર્મા, સ્વયંભૂત, આદિ, આદિકર, નિધિ, સહસ્ત્રાક્ષ, વિશાલાક્ષ, સરૂપ, નક્ષત્રસાધક, ચંદ્ર, સૂર્ય, શનિ, કેતુ, ગ્રહ, ગ્રહપતિ, વર, અત્રિ, અત્ર્યાનમસ્કૃત, મૃગબાણાર્પણ, અનાગ, મહાતપા, ઘોરતપા, અદીન, દીનસાધક, સંવત્સર, મંત્ર, પ્રમાણ, પરમતપ, યોગી, યોજ્ય, મહાબીજ, મહારેતા, મહાબલ, સુવર્ણરેતા, સર્વજ્ઞ, સુબીજ, બીજવાહન, દશબાહુ, અનિમિષ, નીલકંઠ, ઉમાપતિ, વિશ્વરૂપ, સ્વયંશ્રેષ્ઠ, બલવીર, અબલ, ગુણ, ગણકર્તા, ગણપતિ, દિગ્વાસા, કામ, મંત્રવિદ્, પરમ, મંત્ર, સર્વભાવક, હર, કમંડલધુર, ધન્વી, બાણહસ્ત, કપાલવત્, અશની, શતઘ્ની, ખંડી, પટ્ટિશી, આયુધી, મહત્, સ્ત્રુવહસ્ત, સુરૂપ, તેજસ, તેજસ્કરનિધિ, ઉષ્ણીષી, સુવકત્ર, ઉદગ્ર, વિનત, દીર્ઘ, હરિકેશ, સુતીર્થ, કૃષ્ણ, શૃગાલરૂપ, સિદ્ધાર્થ, મુંડ, સર્વશુભકર, અજ, બહુરૂપ, ગંધધારી, કપર્દી, ઊર્ધ્વરેતા, ઊર્ધ્વલિંગ, ઊર્ધ્વશાયી, નભસ્થલ, ત્રિજટ, ચીરવાસા, રુદ્ર, સેનાપતિ, વિભુ, અહશ્ચર, નકતંચર, તિગ્મમન્યુ, સુવર્ચસ, ગજધ્ન, દૈત્યધન, કાલ, લોકધાતા, ગુણાકર, સિંહશાર્દૂલરૂપ, આર્દ્રચર્મામ્બરાવૃત, કાલયોગી, મહાનદા, સર્વકામ, ચતુષ્પથ, નિશાચર, પ્રેતચારી, ભૂતચારી, મહેશ્વર, બહુભૂત, બહુધર, સ્વર્ભાનુ, અમિત, ગતિ, નિત્યપ્રિય, નિત્યનર્ત, નર્તક, સર્વલાલસ, ઘોર, મહાતપા, પાશ, નિત્ય, ગિરિરુહ, નભ, સહસ્ત્રહસ્ત, વિજય, વ્યવસાય, અતંદ્રિત, અઘર્ષણ, ઘર્ષણાત્મા, યજ્ઞધ્ન, કામનાશક, દક્ષયાગાપહા, સુસહ, મધ્યમ, તેજોપહારી, બલઘ્ન, મુદિત, અર્થ, અજિત, અવર, ગંભીરઘોષ, ગંભીર, ગંભીર બાલવાહન, ન્યગ્રોધરુપ, ન્યોગ્રોધ, વૃષકર્ણસ્થિતિ, વિભુ, સુતીક્ષ્ણદશન, મહાકાય, મહાનન, વિષ્વકસેન, હરિ, યજ્ઞ, સંયુગાપીડવાહન, તીક્ષ્ણતાપ, હર્યશ્વ, સહ, કર્મકાલવિદ, વિષ્ણુ પ્રસાદિત, યજ્ઞ, સમુદ્ર, વડવામુખ, હુતાશનસહ, પ્રશાંતાત્મા, હુતાશન, ઉગ્રતેજા, મહાતેજા, જન્ય, વિજયકાલવિદ, જ્યોતિષામયન, સિદ્ધિ, સર્વવિગ્રહ, શિખી, મુંડી, જટી, જ્વાલી, મૂર્તિજ, મૂર્દ્ધગ, બલી, વેણવી, પણવી, તાલી, ખલી, કાલકકંટક, નક્ષત્રવિગ્રહમતિ, ગુણબુદ્ધિ, લય, અગમ, પ્રજાપતિ, વિશ્વબાહુ, વિભાગ, સર્વગ, અમુખ, વિમોચન, સુસરણ, હિરણ્યકવચોદ્ભવ, મેઢ્રજ, બલચારી, મહીચારી, સ્ત્રુત, સર્વતૂર્ય, નિનાદી, સર્વાતોદ્યપરિગ્રહ, વ્યાલરૂપ, ગુહાવાસી, ગુહ, માલી, તરંગવિદ, ત્રિદશ, ત્રિકાધૃક, કર્મસર્વબંધવિમોચન, અસુરેંદ્રાણાંબંધન, યુધિશત્રુવિનાશન, સૌખ્યપ્રસાદ, દુર્વાસા, સર્વસાધુનિષેવિત, પ્રસ્કંદન, વિભાગજ્ઞ, અતુલ્ય, યજ્ઞભાગવિદ, સર્વવાસ, સર્વચારી, વાસવ, અમર, હૈમ, હેમકર, અયજ્ઞસર્વધારી, ધરોત્તમ, લોહિતાક્ષ, મહાક્ષ, વિજયાક્ષ, વિશારદ, સંગ્રહ, નિગ્રહ, કર્તા, સર્પચીરનિવસન, મુખ્ય, અમુખ્ય, દેહ, કાહલિ, સર્વકામદ, સર્વકાલપ્રસાદ, સુબલ, બલરૂપધૃક, સર્વકામવર, સર્વદ, સર્વતોમુખ, આકાશનિર્વિરૂપ, નિપાતી, અવશ, સ્વગ, રૌદ્રરૂપ, અંશુ, આદિત્ય, બહુરશ્મિ, સુવર્ચસ, વસુવેગ, મહાવેગ, મનોવેગ, નિશાચર, સર્વવાસી, શ્રિયાવાસી, ઉપદેશકર, આકાર, મુનિ, આત્મ નિરાલોક, સંભગ્ન, સહસ્ત્રદ, પક્ષી, પક્ષરૂપ, અતિદીપ્ત, વિશાંપતિ, ઉન્માદ, મદન, કામ, અશ્વત્થ, અર્થકર, યશ, વામદેવ, વામ, પાચ, દક્ષિણ, વામન, સિદ્ધયોગી, મહર્ષિ, સિદ્ધાર્થ, સિદ્ધસાધક, ભિક્ષુ, ભિક્ષુરૂપ, વિપણ, મૃદદવ, અવ્યય, મહાસેન, વિશાખ, પષ્ટિભાગ, ગવાંપતિ, વજ્રહસ્ત, વિષ્કંભી, ચમૂસ્તંભન, વૃત્તાવૃત્તકર, તાલ, મધુ, મધુકલોચન, વાચસ્પત્ય, વાજસન, નિત્યમાશ્રમપૂજિત, બ્રહ્મચારી, લોકચારી, સર્વચારી, વિચારવિદ, ઈશાન, ઈશ્વર, કાલ, નિશાચારી, પિનાકવાન, નિમિત્તસ્થ, નિમિત્ત, નંદિ, નંદિકર, હરિ, નંદિશ્વર, નંદી, નંદન, નંદિવર્ધન, ભગહારી, નિહંતા, કાલ, બ્રહ્મ, પિતામહ, ચતુર્મુખ, મહાલિંગ, ચારુલિંગ, લિંગાધ્યક્ષ, સુરાધ્યક્ષ, યોગાધ્યક્ષ, યુગાવહ, બીજાધ્યક્ષ, બીજકર્તા, અધ્યાત્માનુગત, બલ, ઇતિહાસ, સંકલ્પ, ગૌતમ, નિશાકર, દંભ, અદંભ, વૈદંભ, વશ્ય, વશકર, કલિ, લોકકર્તા, પશુપતિ, મહાકર્તા, અનૌષધ, અક્ષર, પરમબ્રહ્મ, બલવાન, શક્ર, નીતિ, અનીતિ, શુદ્ધાત્મા, શુદ્ધ, માન્ય, ગતાગતિ, બહુપ્રસાદ, સુસ્વપ્ન, દર્પણ, અમિત્રજિત, વેદકાર, મંત્રકાર, વિદ્વાન, સમરમર્દન, મહામેઘનિવાસી, મહાઘોર, વશી, કર, અગ્નિજ્વાલ, મહાજ્વાલ, અતિધૂમ્ર, હુત, હવિ, વૃષણ, શંકર, નિત્યંવર્ચસ, ધૂમકેતન, નીલ, અંગલુબ્ધ, શોભન, નિરવગ્રહ, સ્વસ્તિદ, સ્વસ્તિભાવ, ભાગી, ભાગકર, લઘુ, ઉત્સંગ, મહાંગ, મહાગર્ભપરાયણ, કૃષ્ણવર્ણ, સુવર્ણ, સર્વદેહિનામિંદ્રિય, મહાપાદ, મહાહસ્ત, મહાકાય, મહાયશા, મહામૂર્ધા, મહામાત્ર, મહાનેત્ર, નિશાલય, મહાંતક, મહાકર્ણ, મહોષ્ઠ, મહાહનુ, મહાનાસ, મહાકંબુ, મહાગ્રીવ, શ્મશાનભાજ, મહાવક્ષા, મહોરસ્ક, અંતરાત્મા, મૃગાલય, લંબન, લંબિતોષ્ઠ, મહામાપ, પયોનિધિ, મહાદંત, મહાદંષ્ટ્ર, મહજિહ્વા, મહમુખ, મહાનખ, મહારોમા, મહાકેશ, મહાજટ, પ્રસન્ન, પ્રસાદ, પ્રત્યય, ગિરિસાધન, સ્નેહન, અસ્નેહન, અજિત, મહમુનિ, વૃક્ષાકાર, વૃક્ષકેતુ, અનલ, વાયુવાહન, ગંડાલી, મેરુધામા, દેવધિપતિ, અથર્વશીર્ષ, સામાસ્ય, ઋક્સહસ્ત્રમિતેક્ષણ, યજુઃપાદભુજ, ગુહ્ય, પ્રકાશ, જંગમ, અમોઘાર્થ, પ્રસાદ, અભિગમ્ય, સુદર્શન, ઉપકાર, પ્રિય, સર્વ, કનક, કાંચનછવિ, નાભિ, નંદિકર, ભાવ, પુષ્કરસ્થપતિ, સ્થિર, દ્વાદશ, ત્રાસન, આદ્ય, યજ્ઞ, યજ્ઞસમાહિત, નક્ત, કલિ, કાલ, મકર, કાયપૂજિત, સગણ ગણકાર, ભૂતવાહનસારથિ, ભસ્મશય, ભસ્મગોપ્તા, ભસ્મભૂત, તરુ, ગણ, લોકપાલ, અલોક, મહાત્મા, સર્વપૂજિત, શુક્લ, ત્રિશુક્લ, સંપન્ન, શુચિ, ભૂતનિષેવિત, આશ્રમસ્થ, ક્રિયાવસ્થ, વિશ્વકર્મમતિ, વર, વિશાલશાખ, તામ્રોષ્ઠ, અંબુજાલ, સુનિશ્ચલ, કપિલ, કપીશ, શુક્લ, આયુષ, પર, અપર, ગંધર્વ, અદિતિ, તાર્ક્ષ્ય, સુવિજ્ઞેય, સુશારદ, પરશ્વધાયુધ, દેવ, અનુકારી, સુબાંધવ, તુંબવીણ, મહાક્રોધ, જલેશય, ઉગ્ર, વંશકર, વંષ, વંશનાદ, અનિંદિત, સર્વાંગરૂપ, માયાવી, સુહૃદ, અનિલ, અનલ, બંધન, બંધનકર્તા, સુબંધનવિમોચન, સયજ્ઞારિ, સકામારિ, મહાદંષ્ટ્ર, મહાયુધ, બહુધાનિંદિત, શર્વ, શંકર, સંકર, અધન, અમરેશ, મહાદેવ, વિશ્વદેવ, સુરારિઘ્ન, અહિર્બુધ્ન્ય, અનિલાભ, ચેકિતાન, હવી, અજૈકપાદ, કાપાલી, ત્રિશંકુ, અજિત, શિવ, ધન્વંતરિ, ધુમકેતુ, સ્કંદ, વૈશ્રવણ, ધાતા, શક્ર, વિષ્ણુ, મિત્ર, ત્વષ્ટા, ધ્રૂવ, ધર, પ્રભાવ, સર્વગવાયુ, અર્થમા, સવિતા, રવિ, ઉષંગુ, વિધાતા, માંધાતા, ભૂતભાવન, વિભુ, વર્ણવિભાવી, સર્વકામગુણાવહ, પદ્મગર્ભ, મહાગર્ભ, ચંદ્રવક્ર, અનિલ, અનલ, બલવાન, ઉપશાંત, પુરાણ, પુણ્યચંચુ, કુરુકર્તા, કુરુવાસી, કુરુહુત, ગુણૌષધ, સર્વાશય, દર્ભવારી, સર્વપ્રાણિપતિ, દેવદેવ, સુખસક્ત, સદસત, સર્વરત્નવિદ, કૈલાસગિરિવાસી, હિમવદ્ગિરિસંશ્રય, કૂલહારી, ક્લકર્તા, બહુવિદ્ય, બહુપ્રદ, વણિજ, વર્ધયી, વૃક્ષ, બકુલ, ચંદન, છંદ, સારગ્રીવ, મહાજત્રુ, અલોલ, મહૌષધ, સિદ્ધાર્થકારી, છંદોગ્યાકરણોત્તરસિદ્ધાર્થ, સિંહનાદ, સિંહદંષ્ટ્ર, સિંહગ, સિંહવાહન, પ્રભાવાત્મા, જગત્કાલસ્થાન, લોકહિત, તરુ, સારંગ, નવચક્રાંગ, કેતુમાલી, સભાવન, ભૂલાય, ભૂતપતિ, અહોરાત્ર, અનિંદિત, સર્વભૂતવાહિતા, સર્વભૂતનિલય, વિભુ, ભવ, અમોઘ, સંત, અશ્વ, ભોજન, પ્રાણધારણ, ધૃતિમાન, મતિમાન, દક્ષ, સત્કૃત, યુગાધિપ, ગોપાલ, ગોપતિ, ગ્રામ, ગોચર્મવસન, હરિ, હિરણ્યબાહુ, પ્રવેશિનાંગુહાપાલ, પ્રકૃષ્ટારિ, મહાહર્ષ, જિતકામ, જિતેંદ્રિય, ગાંધાર, સુવાસ, તપઃસક્ત, રતિ, નર, મહાગીત, મહાનૃત્ય, અપ્સરોગણસેવિત, મહાકેતુ, મહાધાતુ, નૈકસાનુચર, ચલ, આવેદનીય, આદેશ, સર્વગંધસુખાવહ, તોરણ, તારણ, વાત, પરિધી, પતિખેચર, સંયોગવર્ધન, ગુણાધિકવૃદ્ધ, અતિવૃદ્ધ, નિત્યાત્મસહ, દેવાસુરપતિ, પતિ, યુક્ત, યુક્તબાહુ, દિવિસુપર્વદેવ, આષાઢ, સુષાઢ, ધ્રુવ, હરિણ, હર, આવર્તમાનષુષ, વસુશ્રેષ્ઠ, મહાપથ, વિમર્શશિરોહારી, સર્વલક્ષણલક્ષિત, અક્ષરથયોગી, સર્વયોગી, મહાબલ, સમામ્નાય, અસમામ્નાય, તીર્થદેવ, મહારથ, નિર્જીવ, જીવન, મંત્ર, શુભાક્ષ, બહુકર્કશ, રત્નપ્રભૂત, રત્નાંગ, મહાર્ણવનિપાનવિદ, મૂલ, વિશાલ્લ, અમૃત, વ્યક્તાવ્યક્ત, તપોનિધિ, આરોહણ, અધિરોહ, શીલધારી, મહાયશ, સેનાકલ્પ, મહાકલ્પ, યોગ, યુગકર, હરિ, યુગરુપ, મહારુપ, મહાનાગહન, વધ, ન્યાયનિર્વપણ, પાદ, પંડિત, અચલોપમ, બહુમાલ, મહામાલ, શશિહરસુલોચન, વિસ્તારલવણકૂચ, ત્રિયુગ, સફલોદય, ત્રિલોચન, વિષણ્ણાંગ, મણિવિદ્ધ, જટાધર, બિંદુ, વિસર્ગ, સુમુખ, શર, સર્વાયુધ, સહ, નિવેદન, સુખાજાત, સુગંધાર, મહાધનુ, ગંધપાલિભગવાન, સર્વકર્મોત્થાન, મંથાનબહુલવાયુ, સકલ, સર્વલોચન, તલસ્તાલ, કરસ્થાલી, ઊર્ધ્વસંહનન, મહાન, છત્ર, સચ્છત્ર, વિખ્યાતલોક, સર્વાશ્રયક્રમ, મુંડ, વિરુપ, વિકૃત, દંડી, કુંડી, વિકુર્વાણ, હસ્ત્રક્ષ, કંકુભ, વસ્ત્ર, શતજિહ્વા, સહજ્રીપાદ, સહર્યમૂર્ધા, દેવેંદ્ર, સર્વદેવમય, ગુરુ, સહસ્ત્રબાહુ, સર્વાંગ, શરણ્ય, સર્વલોકકૃત, પવિત્ર, ત્રિકુકુન્મંત્ર, કનિષ્ઠ, કૃષ્ણપિંગલ, બ્રહ્મદંડવિનિર્માર્તા, શતઘ્નપાશશક્તિમાન, પદ્મગર્ભ, મહાગર્ભ, બ્રહ્મગર્ભ, જલજોદ્ભવ, ગભસ્તિ, બ્રહ્મકૃત, બ્રહ્મા, બ્રહ્મવિદ, બ્રાહ્મણ, ગતિ, અનંતરુપ, નૈકાત્મા, સ્વયંભુવસ્તિગ્મતેજા, ઊર્ધ્વગાત્મા, પશુપતિ, વાતરંહસ, મનોજવ, ચંદની, પદ્મનાલાગ્ર, સુરભ્યુતરણ, નર, કર્ણિકારમહાસ્ત્રગ્વિન, નીલમૌલિ, પિનાકધૃત, ઉમાપતિ, ઉમાકાંત, જાહ્નવીધૃક, ઉમાધવ, વરવરાહ, વરદ, વરેણ્ય, સમુહાસ્વન, મહાપ્રસાદ, દમન, શત્રુહા, શ્વેતપિંગલ, પીતાત્મા, પરામાત્મા, પ્રયતાત્મા, પ્રધાનધૃક, સર્વપાર્શ્વમુખ, ત્ર્યક્ષ, સર્વસાધારણવર, ચરાચરાત્મા, સૂક્ષાત્મા, અમૃતગોવૃષેશ્વર, સાધ્યર્ષિ, આદિત્યવસુ, વિવસ્વત્સવિતૂમૃત, વ્યાસ, સર્વસુસંક્ષેપવિસ્તાર, પર્યયનર, ઋતુ, સંવત્સર, માસ, પક્ષ, સંખ્યાસમાપન, કાલ, કાષ્ઠા, લવ, માત્રા, મુહૂર્તાહઃક્ષપા, ક્ષણ, વિશ્વક્ષેત્ર, પ્રજાબીજ, લિંગ, આદ્યનિર્ગમ, સત, વ્યક્ત, અસત, અવ્યક્ત, પિતા, માતા, પિતામહ, સ્વર્ગદ્વાર, પ્રજાદ્વાર, મોક્ષદ્વાર, ત્રિવિષ્ટપ, નિર્વાણ, હ્લાદન, બ્રહ્મલોક, પરાગતિ, દેવાસુરવિનિર્માતા, દેવાસુરપરાયણ, દેવાસુરગુરુ, દેવ, દેવાસુરનમસ્કૃત, દેવાસુરમહાપાત્ર, દેવાસુરગણાશ્રય, દેવાસુરગણાધ્યક્ષ, દેવાસુરગણાગ્રણી, દેવાતિદેવ, દેવર્ષિ, દેવાસુરવરપ્રદ, દેવાસુરેશ્વર, વિશ્વ, દેવાસુરમહેશ્વર, સર્વદેવમય, અચિત્ય, દેવતાત્મા, આત્મસંભુ, ઉદભિદ, ત્રિવક્રમ, વૈદ્ય, વિરજ, નીરજ, અમર, ઈડ્ય, હસ્તીશ્વર, વ્યાઘ્ર, દેવસિંહ, નરર્ષભ, વિબુધ, અગ્રવર, સૂક્ષ્મ, સર્વદેવ, તપોમય, સુયુક્ત, શોભન, વજાં, પ્રાસનાંપ્રભવ, અવ્યય, ગુહ, કાંત, નિજસર્ગ, પવિત્ર, સર્વપાવન, શ્રૃંગી, શ્રૃંગિપ્રિય, બભ્રુ, રાજરાજ, નિરામય, અભિરામ, સુરગણ, વિરામ, સર્વસાધન, લલાટાક્ષ, વિશ્વેદેવ, હરિણ, બ્રહ્મવર્ચસ, સ્થાવરપતિ, નિયમેંદ્રિયવર્ધન, સિદ્ધાર્થ, સિદ્ધાભૂત, અચિંત્ય, સત્યવ્રત, શુચિ અને વ્રતાધિપ. વધુ + | મોક્ષ. | ( પુરાણ ) વિતસ્ત્યનો પુત્ર એક બ્રાહ્મણ. તેનો પુત્ર શ્રવા હતો. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | વેદ. | શક્તિગ્રહ, શમિરૌહ. | બોતેર માંહેની એક આકાશતત્ત્વ દેવતા. | યોગશાસ્ત્ર પ્રમાણે એખ જાતની ઉપાસના. વધુ + | આંબળા. | એ નામનું એક ઉપપુરાણ; મુખ્ય અઢાર માંહેનું એક પુરાણ. | કલ્યાણ; ભલું; મંગળ; શુભ. | પાણી. | ( શિલ્પ ) પૂર્વ પશ્મિમ અલિંદ હોય અને અંદર બે પાટડા અને ચાર સ્તંભો હોય તેવું ઘર. વધુ + | સિંધાલું. | ઉપદ્રવ રહિત. | શુભ; કલ્યાણકારી. | સારું; માંગલિક; સુખકારક. | સૌમ્યરૂપ.
shlok
અનુષ્ટુભ છંદનું પદ. તેના દરેક ચરણમાં આઠ અક્ષર હોય છે અને તેનો પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો ગુરુ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ પણ બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે. | ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અનુષ્ટુપ છંદનો એક ભેદ છે. તેમાં મગણ, રગણ અને બે ગુરુ મળી આઠ અક્ષર આવે છે. વધુ + | કવિતાનું લગભગ પૂરા વિચારવાળું બે અથવા ચાર ચરણનું પદ. | નામ; કીર્તિ; યશ. આ અર્થમાં સમાસને અંતે વપરાય છે. જેમકે, પુણ્યશ્લોક. | વખાણ.
shraddhã
આસ્થા; યકીન; ભરોંસો; વિશ્વાસ. જેમ વિજ્ઞાન જે પ્રત્યક્ષનો વિષય છે તેમાં પણ કાર્યકારણનો સિધ્ધાંત અગાઉથી સ્વીકારીને આગળ ચાલવું પડે છે, તેમ ધર્મ જે પરોક્ષનો વિષય છે તેમાં અમુક સિધ્ધાંત આગળથી સ્વીકારીને ચાલવું પડે તો આશ્ચર્ય નથી. ગણિતમાં ક્ષ નામનો કોઈ અજ્ઞાત પદાર્થ સ્વીકારવો પડે છે. પ્લેગ અને કેન્સરનાં સર્વ કારણો વૈજ્ઞાનિકો શોધી શકયા નથી, તથાપિ પ્રત્યેકને કાર્યને કારણ હોય છે અને સમાન કારણ સમાન કાર્યને ઉત્પન્ન કરે છે એ પોતાના નિયમમાં વિજ્ઞાનશાસ્ત્રીની શ્રધ્ધા અચલ છે. આ જ રીતે આ જીવનમાં સુખ અને કર્તવ્ય કદાપિ સાથે ન જોડાય તો જન્માંતરે પણ સાથે જોડાવાનાં જ એ પ્રકારની આત્માની નિત્યતાની ધાર્મિક આત્માની શ્રધ્ધા અચલ છે. સદ્ગુરુના અને સત્શાસ્ત્રના વચનમાં જે પ્રમાણિકપણાનો નિશ્ચય તે શ્રધ્ધા કહેવાય છે. શ્રધ્ધા મુખ્ય ત્રણ પ્રકારની છે. (૧) સાત્વિકીશ્રધ્ધા: સદગુરુના ને સત્શાસ્ત્રના વચનમાં વિવેકવિચારપૂર્વક પ્રામાણિકપણાનો પરિપૂર્ણ નિશ્ચય તે સાત્ત્વિકીશ્રદ્ધ. (૨) રાજસીશ્રદ્ધ: સદ્ગુરુના ને સત્શાસ્ત્રના વચનમાં પોતાના વિવેકવિચારની ન્યુનતાને લીધે જ પ્રમાણિકપણાનો અસ્થિરવાળો નિશ્ચય તે રાજસીશ્રધ્ધા. (૩) તામસીશ્રધ્ધા: સદ્ગુરુના ને સત્શાસ્ત્રના વચનમાં જે વિવેકવિચારથી રહિત મૂઢતાયુકત પ્રામાણિકપણાનો નિશ્ચય તે તામસીશ્રધ્ધા. સાત્વિકીશ્રધ્ધા પોતાના સદ્ભાવથી સાધકનાં સર્વ સાધનો અનાયાસે સિદ્ધ કરી આપે છે. અલૌકિક તથા અનુપમ ચિત્તનિરોધને પરમતત્વનો સંશયવિપર્યરહિત સ્પષ્ટ અનુભવ પણ તેજ કરાવી આપે છે અને પ્રત્યગાત્માંથી અભિન્ન બ્રહ્મના અનુભવ વડે પ્રાપ્ત થતો દુ:ખાભાવ ને પરમાનંદના લાભરૂપ મોક્ષ પણ તે જ સંપાદન કરાવી આપે છે. હૃદયમાં સાત્વિકીશ્રધ્ધા હોય તો જ સત્યધર્મરૂપ સુદઢ નૌકામાં સ્થિર રહી બ્રહ્મ પ્રાપ્તિ કરી શકાય છે. | ચિત્તની પ્રસન્નતા; મનની શાંતિ. | તીવ્ર ઇચ્છા; સ્પૃહા. | ( પુરાણ ) દક્ષઋષિની એ નામની દીકરી. તે ધર્મદેવની પત્ની અને કામદેવની માતા હતી. | દઢ સંકલ્પ. | ( પુરાણ ) વૈવસ્વત મનુની સ્ત્રી. | સૂર્યની પુત્રી.
Shree
( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત છંદ; મૌકિતકમાલા. તેના દરેક ચરણમાં ભગણ, તગણ, નગણ અને બે ગુરુ મળી અગિયાર અક્ષર હોય છે અને તેમાં પાંચમાં અક્ષર ઉપર વિસામો હોય છે. | તાડપત્રીય પુસ્તકમાં પાનાંની ગણતરી માટે કરેલા એકમ અંકો માંહેનો ત્રણ સૂચક અંક. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | લખાણના વપરાતો મંગળ શબ્દ. ચોપડામાં શરૂઆતમાં જે આવું :- ચિહ્ન કરવામાં આવે છે તે શ્રી નું ટૂંકું રૂપ છે. | શ્રીમાન, શ્રીમતીનો સંક્ષેપ અક્ષર; નામની આગળ લગાડાતો આદર બતાવનારો એક શબ્દ. | ( સંગીત ) હનુમંતમત પ્રમાણે છ માંહેનો એક મુખ્ય રાગ. તે ગાવાનો વખત સાંજનો છે. તેની જાતિ સંપૂર્ણ એટલે ખરજ, રિખવ કોમળ, ગાંધાર તીવ્ર, મધ્યમ તીવ્ર, પંચમ, ધૈવત કોમળ, નિખાદ તીવ્ર એ પ્રમાણે સાતે સ્વર તેમાં આવે છે. પંચમગ્રહ સ્વર છે, રિખવ ન્યાસ સ્વર અને વાદી સ્વર પણ છે. હેમંત ઋતુમાં એટલે માગશર અને પોષ માસમાં હરવખત ગાવો તે દુસ્તર છે. આ રાગ સુંદર રીતે ગાવાથી સૂંકું વૃક્ષ લીલું થાય એમ કહેવાય છે. મહાદેવજીના પશ્ચિમ તરફ રહેલા મુખથી અથવા શેષનાગના મુખથી તે ઉત્પન્ન થયેલ મનાય છે. | આબાદી; ચડતી ઉન્નતિ. | ઐશ્વર્ય; વૈભવ; જાહોજલાલી. વધુ + | કમળ. | કાંતિ; શોભા; ભભક; સૌંદર્ય; સુંદરતા. | કીર્તિ; ખ્યાતિ; મહિમા; ગૌરવ; પ્રતિષ્ઠા. | ચંદ્રની સોળ માંહેની એ નામની એક કલા. અમૃતા, માનદા, પૂષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા એ ચંદ્રની કલાના નામ છે. | ( જૈન ) છપ્પન માંહેની એ નામની એક દિક્કુમારિકા. | ( જૈન ) જંબુદ્વીપના હિમવત પર્વત ઉપર આવેલ પદ્મકુંડમાં વસતી એ નામની દેવી. | ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ. | પરમેશ્વર. | પાર્વતી. | બીલીનું ઝાડ. | બુદ્ધિ. | માયા. | રાજસત્તા. | લક્ષ્મીદેવી; વિષ્ણુ ભગવાનનાં પત્ની. તે ક્ષીરસાગરમાં ઉત્પન્ન થયાં હતાં. વધુ + | લવિંગ. | લોબાન. | વિભૂતિ. | વૃદ્ધિ નામની ઔષધિ. તે ઘરમાં રાખવાથી લક્ષ્મીની વૃદ્ધિ થતી હોવાનું મનાય છે. | સાધન. | સીતા; રામચંદ્રજીનાં પત્ની. વધુ + | સ્ફૂર્તિ; ચંચળતા. | ( પુરાણ ) સ્વાંયભુવ મન્વંતરમાંના ભૃગુ ઋષિની ખ્યાતિ નામની સ્ત્રીને પેટે જન્મેલી એક કન્યા. તેને ધાતા અને વિધાતા નામે બે બેન હતી. શ્રીને જન્મકાળથી જ ભૃગુએ વિષ્ણુને આપી હતી. | અણિમા વગેરે આઠ પ્રકારની સિદ્ધિઓથી સંપન્ન; આઠ મહાસિદ્ધિવાળું.
shrotra
કાન; શ્રવણ; શ્રવણેંદ્રિય; જેનાથી સાંભળી શકાય છે તે અવયવ; પાંચ માંહેની એક જ્ઞાનેંદ્રિય. વધુ + | આકાશથી ઊપજતાં પાંચ માંહેનું એક તત્ત્વ. | એ નામનું ૨૪ માંહેનું એક તત્ત્વ. | કાનનું છિદ્ર. | છત્રીશ માંહેનું એ નામનું સત્તરમું તત્ત્વ. વધુ +
Shruti
( પુરાણ ) એ નામના એક બ્રહ્મર્ષિ. | કાટખૂણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ. | કાન; શ્રવણેંદ્રિય; શ્રોત. વધુ + | ( પિંગળ ) ચારની સંજ્ઞા. | ( વેદાંત ) જે પદને પોતાનો અર્થ કહેવાને બીજા પદની અપેક્ષા ન હોય તે; પોતાના પ્રમાણ માટે કોઈની અપેક્ષા ન રાખનાર શબ્દ. | ( સંગીત ) દરેક રાગમાં કોમળ કરતાં પણ જે વધારે કોમળ અને તીવ્ર કરતાં પણ વધારે તીવ્ર સ્વરનો ઉપયોગ કરવામાં આવે તે. | ધ્વનિ; અવાજ. | નાદનો એક ભેદ. ઉત્પત્તિસ્થાન પ્રમાણે આહત નાદના ત્રણ પ્રકાર માન્યા છેઃ હૃદયનો તે મંદ્ર, કંઠનો તે મધ્ય અને માથાનો તે તાર. એ દરેક સ્થાનથી જેટલા જુદી જુદી જાતના નાદ થઈ શકે છે તેને શ્રુતિઓ કહે છે. જુદા અવાજોને તે ભિન્ન છે એમ પારખી શકાય છે માટે જ એને શ્રુતિઓ કહી છે. કેટલાક સમર્થ વિદ્વાનો ૨૨ શ્રુતિઓને માન્ય ગણે છેઃ (૧) તીવ્રા, (૨) કુમુદ્વતી, (૩) મંદા, (૪) છંદોવતી ( આ ચાર શ્રુતિ ઉપર ષડ્જ સ્વરનું સ્થાન છે. ), (૫) દયાવતી, (૬) રંજની, (૭) રક્તિકા ( આ ત્રણ શ્રુતિ ઉપર ઋષભ સ્વરનું સ્થાન છે. ), (૮) રૌદ્રી, (૯) ક્રોધા ( આ બે શ્રુતિ ઉપર ગાંધાર સ્વરનું સ્થાન છે. ), (૧૦) વજ્રિકા, (૧૧) પ્રસારિણી, (૧૨) પ્રીતિ, (૧૩) માર્જની ( આ ચાર શ્રુતિ ઉપર મધ્યમ સ્વરનું સ્થાન છે. ), (૧૪) ક્ષિતિ, (૧૫) રક્તા, (૧૬) સંદીપિની, (૧૭) આલાપિની ( આ ચાર શ્રુતિ ઉપર પંચમ સ્વરનું સ્થાન છે. ), (૧૮) મદંતિ, (૧૯) રોહિણી, (૨૦) રમ્યા ( આ ત્રણ શ્રુતિ ઉપર ધૈવત સ્વરનું સ્થાન છે. ), (૨૧) ઉગ્રા અને (૨૨) ક્ષોભિણી ( આ બે શ્રુતિ ઉપર નિષાદ સ્વરનું સ્થાન છે ). કેટલાક વળી ૬૬ ભેદ સ્વીકારી જુદી જુદી ૬૬ શ્રુતિઓ છે એમ કહે છે. તેમાં મંદ્ર સ્થાનીય ૨૨ શ્રુતિ આ પ્રમાણે છેઃ (૧) મંદ્રા, (૨) અતિ મંદ્ર, (૩) ઘોરા, (૪) ઘોરાતરા, (૫) મંડના, (૬) સૌમ્યા, (૭) સુમના, (૮) પુષ્કરા, (૯) શંખિની, (૧૦) નીલા, (૧૧) ઉત્પલા, (૧૨) અનુનાસિકા, (૧૩) ઘોષાવતી, (૧૪) નીલનાદા, (૧૫) આવર્તિની, (૧૬) રણદા, (૧૭) એક ગંભીન, (૧૮) દીર્ઘતારા, (૧૯) નદિની, (૨૦) મંદ્રજા, (૨૧) સુપ્રસન્ના અને (૨૨) નિનદા. મધ્યસ્થાનીય ૨૨ શ્રુતિ આ પ્રમાણે છેઃ (૧) નાદીંતા, (૨) નિષ્કલા, (૩) ગૂઢા, (૪) સકલા, (૫) મધુરા, (૬) ગલી, (૭) એકાક્ષરા, (૮) ભૃગજાતિ, (૯) રસગીતી, (૧૦) સુરજિકા, (૧૧) પૂર્ણા, (૧૨) અલંકરિણી, (૧૩) વાંશિકા, (૧૪) વૈણિકા, (૧૫) ત્રિસ્થલી, (૧૬) સુસ્વરા, (૧૭) સૌમ્યા, (૧૮) ભાષાંગી, (૧૯) વાર્તિકા, (૨૦) સંપૂર્ણા, (૨૧) પ્રસન્ના અને (૨૨) સર્વવ્યાપિનિકા. તાર સ્થાનીય ૨૨ શ્રુતિ આ પ્રમાણે છેઃ (૧) ઈશ્વરી, (૨) કૌમારી, (૩) સવરાલી, (૪) ભોગવીર્યા, (૫) મનોરમા, (૬) સુસ્નિગ્ધા, (૭) દિવ્યાંગા, (૮) સુલલિતા, (૯) વિદ્રુમા, (૧૦) મહાર્કા, (૧૧) શઙ્ગિની, (૧૨) રાકા, (૧૩) લજ્જા, (૧૪) કાલી, (૧૫) સૂક્ષ્માતિસૂક્ષ્મા, (૧૬) પુષ્ટા, (૧૭) સુપુષ્ટિકા, (૧૮) વિસ્પષ્ટા, (૧૯) ફોકરી, (૨૦) કરાલી, (૨૧) વિસ્ફોટાંતા અને (૨૨) ભેદિની એ પ્રમાણે ૬૬ શ્રુતિઓ માને છે. સ્વરની અપેક્ષાએ પ્રાચીન ૨૨ શ્રુતિઓ આ પ્રમાણે છેઃ (૧) શુદ્ધ સ, (૨) પૂર્વ રિ, (૩) કોમળ રિ, (૪) શુદ્ધ રિ, (૫) કોમળ ગ, (૬) શુદ્ધ ગ, (૭) સાધારણ ગ, (૮) અંતર ગ, (૯) મૃદુ મ, (૧૦) શુદ્ધ મ, (૧૧) તીવ્ર મ, (૧૨) તીવ્રતર મ, (૧૩) તીવ્રતમ મ, (૧૪) શુદ્ધ પ, (૧૫) પૂર્વ ધ, (૧૬) કોમળ ધ, (૧૭) શુદ્ધ, (૧૮) કોમળ નિ, (૧૯) શુદ્ધ નિ, (૨૦) કૌશિક વિ, (૨૧) કાકલી નિ અને (૨૨) મૃદુ સ. | બાહ્ય વસ્તુદ્વારા બોધ પામી મોક્ષે જનાર સ્ત્રી. | લોકવાયકા; સાંભળેલી વાત; ક્વિંદંતી. | વેદ. વેદ એટલે જ્ઞાન. તે જ્ઞાનનો અનુભવ પરમાત્મા પાસેથી તપશ્ચર્યાદિ બળે પોતાના અંતરાત્મામાં આવ્યો એટલે અંતઃકરણમાં સંભળાયો તેથી તેને શ્રુતિ કહે છે. શ્રુતિ શબ્દમાં મૂળ શ્રુ ધાતુ છે એનો અર્થ સાંભળવું એવો થાય છે. એ અર્થ તરફ દૃષ્ટિ કરતાં જે સંભળાય તે શ્રુતિ, એવો શ્રુતિ શબ્દનો અર્થ થાય છે. એટલે કે, આ અર્થ પ્રમાણે તો દુનિયામાં જેટલા માદો માણસ જાતથી સાંભળી શકાય છે તે બધાને શ્રુતિ કહી શકાય. શ્રુ સાંભળવું ધાતુને કરણ અર્થમાં કારક પ્રત્યય લગાડવાથી શ્રુતિ શબ્દ સિદ્ધ થાય છે. સૃષ્ટિના આરંભકાળ બ્રહ્માથી આજ સુધીના મનુષ્યો સર્વ વિદ્યાઓ સાંભળતા આવ્યા છે તેને લીધે વેદનું નામ શ્રુતિ નામ છે. વધુ + | સાંભળવું તે. | સીતાનાં સહસ્ત્ર માંહેનું એક નામ.
Siddh
ઉપાધિના બે માંહેનો એક પ્રકાર. | ( પિંગળ ) એ નામનો એક પ્રચૂર્ણગીતિ માત્રામેળ છંદ. આ છંદ સ્કંધક ગીતિનો એક ભેદ છે. તેને શુદ્ધ પણ કહે છે. | એ નામે એક અર્ધદેવ જાતિ. તેઓ પૃથ્વી અને આકાશ વચ્ચે રહે છે. તેઓ અઠ્ઠાશી હજાર હોય તેમ મનાય છે. વધુ + | કાળો ઘંતૂરો. | ગોળ. | ( પિંગળ ) ચોવીશની અંક સંજ્ઞા. | ( પુરાણ ) પ્રાધાના ગાંધર્વ માંહેનો એ નામનો એક પુત્ર. | મુક્ત પુરુષ. | ( જૈન ) મુક્તાત્મા; સિદ્ધ ભગવાન. વધુ + | રાંધવા માટે તૈયાર કરેલો સામાન. | ( જ્યોતિષ ) વિષ્કંભક વગેરે સત્તાવીશ માંહેનો બાવીશમો યોગ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | વ્યાપાર. | વ્યાસ વગેરે મુનિ. | શંભુ; શિવ. | ( વૈદ્યક ) સંમોહિની કલાથી રોગ મટાડનાર વૈદ્ય. | સિદ્ધ થયેલો મંત્ર. | સિદ્ધ પુરુષ. વધુ + | સિદ્ધિઓ મેળવી હોય તેવો યોગી કે દૈવી પુરુષ. | સિદ્ધિવાળો મંત્ર. | અજર; અમર; અચળ. | ઈશ્વરી. | કુશળ. | તૈયાર; સજ્જ. | નિત્ય; હંમેશનું; કાયમનું. | નિરંજન; નિરાકાર. | નિશ્ર્વિત; નિશ્રયવાળું; નક્કી થયેલું. | નિષ્ણાત. | પવિત્ર. | પાર પડેલું. | પુત્ર, પૌત્ર, પશુ, ધનધાન્યથી સંપન્ન. | પ્રમાણ વગેરેથી પુરવાર કરેલું; સાબિત થઈ ચૂકેલું; સ્થાપિત. | પ્રસિદ્ધ. | બનાવેલું. | મંત્ર તંત્ર સંબંધી; તાંત્રિક. | મુક્ત. | રાંધેલું. | સફળ; પ્રાપ્ત. | સારી રીતે કહેલ. | સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવું. | સુભાષિત.
siddhi
( પિંગળ ) આર્યાની જાતનો એ નામનો એક માત્રામેળ છંદ. તેને સિદ્ધા કે મુદ્દા કહે છે. તેમાં ૩૧ લઘુ અને ૧૩ ગુરુ મળી ૪૪ વર્ણની ૫૭ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામનો એક અર્દ્ધ સમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૬ ગુરુ અને ૩૬ લઘુ મળી ૪૨ વર્ણ હોય છે. | ( પિંગળ ) ત્રિષ્ટુપની જાતનો અગિયાર અક્ષરનો એક સમવૃત વર્ણમેળ છંદ. તેનું પહેલું ચરણ ઈંદ્રવજ્ર અને બીજું, ત્રીજું ને ચોથું ચરણ ઉપેંદ્રવજ્રના માપનાં હોય છે. ગણપ્રસ્તાર પ્રકાશમા આ છંદને ઋદ્ધિ અને પ્રાકૃત પિંગલસૂત્રના કર્તાએ બુદ્ધિ નામ આપેલ છે. | ( પિંગળ ) પ્રકૃતિની જાતનો એ નામનો એક અક્ષરમેળ છંદ; શશિવાદના; સિદ્ધિકા. તેનાં દરેક ચરણમાં નગણ, જગણ, ભગણ, ત્રણ જગણ અને રગણ એમ અકવીસ અક્ષર હોય છે. | ( પિંગળ ) માગધી પિંગળ પ્રમાણે એક સમજાતિ માત્રામેળ છંદ. આ દ્રૌપદી છંદનો ભેદ છે. તેમાં ૨૨ ગુરુ અને ૬૮ લઘુ મળી ૯૦ વર્ણ હોય છે. | વિષ્ણુનાં હજાર માહેનું એક નામ. કેમકે, તે યોગીઓને સિદ્ધિઓ આપનારા અને સર્વ સિદ્ધિઓના સ્વામી છે. વળી તે ચમત્કારિક શક્તિરૂપ છે કાર્યોમાં પરિપૂર્ણતારૂપ અને જ્ઞાનપ્રાપ્તિ કે ફળપ્રાપ્તિરૂપ હોવાથી તે સિદ્ધિ કહેવાય છે. | ( પુરાણ ) વીર નામના અગ્નિને શરયૂ નામની સ્ત્રીથી થયેલ એ નામનો એક દીકરો. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( પિંગળ ) ષટ્પદી છપ્પયની જાતનો એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૯૬ લઘુ અને ૨૮ ગુરુ મળી ૧૫૨ માત્રા હોય છે. | ( જયોતિષ ) સત્તાવીસ માંહેનો એ નામનો એક યોગ; વિષ્વકુંભથી ૨૧ મો યોગ. | અનુભવ; પ્રત્યક્ષીકરણ. | અંત; સમાપ્તિ. | અંતર્ધાન થવું તે. | ( પિંગળ ) આઠના અંકની સંજ્ઞા. | ઈશ્વરની પ્રસાદી. વધુ + | ઋદ્ધિ નામે ઔષધિ. | ( સાંખ્ય ) એક પ્રકારનું ઐશ્વર્ય. ઊહ આદિ ભેદોથી આઠ પ્રકારની સિદ્ધિ થાય છે: ૧. ઊહ, ૨. શબ્દજ્ઞાન, ૩. અધ્યયન, ૪. ગુરુપ્રાપ્તિ, ૫. બાહ્ય અને આંતરિક શુદ્ધિ. ૬. આધ્યાત્મિક દુ:ખનો નાશ, ૭. આધિભૌતિક દુ:ખનો નાશ, અને ૮. આધિદૈવિક દુ:ખનો નાશ. એ આઠ સિદ્ધિઓનાં નામો અનુક્રમે તાર, સુતાર, તારતાર રમ્યક, સદામુક્તિ, પ્રમોદ, મુદિત અને મોદમાન રાખવામાં આવ્યાં છે. પૂર્વજન્મના સારા સંસ્કારને લઈ થોડા જ ઉપદેશથી તત્ત્વજ્ઞાન થવું તે ઊહ, પોતે સાક્ષાત્ ગુરુ પાસે ભણવાં ન જતાં બીજાનો પાઠ સાંભળવાથી જે તત્વજ્ઞાન થાય તે અધ્યયન, ગુરુ પોતે જ ઘેર આવી ભણાવી જાય અને તેથી તત્ત્વજ્ઞાન થાય તે ગુરુપ્રાપ્તિ; બાહ્ય સદાચાર અને અંત:કરણની પવિત્રતાથી જે તત્ત્વજ્ઞાન થાય તે બાહ્ય અને આંતરિક શુદ્ધિ એ પાંચ સિદ્ધિઓ કહેવાય છે. વિવિધ દુ:ખના નાશથી ત્રણ સિદ્ધિઓ થાય છે એ બધી મળી આઠ સિદ્ધિઓ થાય છે. | કરજમાંથી મુક્ત થવું તે. | કલ્યાણ; પ્રકર્ષ; અભ્યુદય; આબાદી; ચડતી. વધુ + | ગણેશની પાસે રહેતી બે માંહેની એક શક્તિ. | છેવટની મુક્તિ; જન્મ મરણના ફેરામાંથી છુટકારો; મુક્તિ; નિર્વાણ. | (યોગ ) તપ, મંત્ર વગેરેથી પ્રાપ્ત થતી ધારણાપૂર્વક અલૌકિક શક્તિ; યોગથી મળતી આઠ માંહેની દરેક શક્તિ. તેનાં નામ: (૧) અણિમા: પરમાણુના રૂપપર્યંત નાના થઈ જવાની શક્તિ. (૨) મહિમા: આકાશ જેવા વિભૂ થઈ જવાની શક્તિ. (૩) લઘિમા: રૂના જેવા હલકા થઈ જવું તે. (૪) ગરિમા: અત્યંત ભારે થઈ જવું તે. (૫)પ્રાપ્તિ: અત્યંત દૂર પદાર્થ ને સ્પર્શ કરવાની શક્તિ. (૬) પ્રાકામ્ય: ઇચ્છા થાય તે સિદ્ધ કરવાની શક્તિ. (૭) ઈ શિત્વ: શરીર ને અંત:કરણ ઉપરનું પૂર્ણ પ્રભુત્વ અને (૮) વશિત્વ: સર્વત્ર વશ વર્તાવનાર સામર્થ્ય. એ આઠ શક્તિઓ ગણાય છે. બૌદ્ધ મત પ્રમાણે ખડ્ગ, અંજન, પાદલેપ, અંતર્ધાન, રસરસાયણ, ખેચર, ભૂચર, પાતાલ એમ આઠ પ્રકારની સિદ્ધિ ગણાય છે. | તૈયાર રસોઈ. | દક્ષની એક કન્યા. | નાટકનાં ૩૬ માંહેનું એક લક્ષણ. | નિષ્ઠા. | પરિપૂર્ણ. સફળ કે સાબિત થવું તે. | પાદુકા; પાવડી; ચાંખડી. | પ્રભાવ વગેરે ત્રણ શક્તિ. | પ્રમાણ; નિર્ણય. | ફતેહ; વિજય; જીત. | ફલપ્રાપ્તિ; કાર્ય કે ધારણાની પરીપૂર્ણતા. | બુદ્ધિ; જ્ઞાન. | બ્રહ્માની આઠ માંહેની એક કલા. | ( પુરાણ ) ભગ નામના આદિત્યની સ્ત્રી. આશી તેની દીકરી થાય. | ભાંગ. | મરડાશીંગીનું ઝાડ. | રસોઈ કરવી તે; રાંધવું તે. | લબ્ધિ; પ્રાપ્તિ. | વિવાદિત બાબતનું છેલ્લું નિર્બાધ પરિણામ. | ( પુરાણ ) વિશ્વરૂપી એ નામની એક પુત્રી. તે અને તેની બહેન બુદ્ધિ ગણેશની સ્ત્રીઓ છે. | શુદ્ધિ; પવિત્રતા. | સફળતા. વધુ + | સંપત્તિ. | સાબિતી. | ( જૈન ) સિદ્ધ શિલા.
Smruti
( કાવ્ય ) એ નામે એક અલંકાર; સ્મૃતિ અનુભવ કરેલ પદાર્થના સદૃશ્ય જોવાથી જે સ્મૃતિ થાય તે; અમુક વસ્તુ જોઇને તત્સદ્દશને લગતી કોઇ વસ્તુનું સ્મરણ થાય તે. | કાવ્યશાસ્ત્ર પ્રમાણે સ્નેહનો એક પ્રકાર. | ( પુરાણ ) ચાલુ મન્વતરમાં થયેલ અંગિરા કુલોત્પન્ન એક ઋષિ. | ( કાવ્ય ) સંચારીભાવના તેત્રીશ માંહેનો એક ભેદ. | ( પુરાણ ) સ્વાયંભુ મન્વંતરમાં ધર્મઋષિને મેધાની કૂખે થયેલ પુત્ર. | કાર્યાકાર્યને લગતા જ્ઞાનની યાદી. | ગીતા. બ્રહ્મસૂત્રમાં શાંકરભાષ્ય પ્રમાણે સ્મૃતિ શબ્દથી ગીતાનો જ ઉલ્લેખ છે. શ્રી બાળગંગાધર ટિળક કહે છે કે, ઉપનિષદો અને બ્રહ્મસૂત્રો એ બંને ગીતાની પૂર્વનાં હોવાં જોઇએ એ સ્પષ્ટ છે. તેમાં મુખ્ય મુખ્ય ઉપનિષદો બાબત તો કાંઇ જ વાદ નથી. કારણ, આ ઉપનિષદો માંહેના શ્લોક જ ગીતામાં શબ્દેશબ્દ આવેલ મળી આવે છે. પરંતુ બ્રહ્મસૂત્રને માટે સંશય લેવાની જગા છે કારણ, બ્રહ્મસૂત્રમાં ભગવદ્રીતા શબ્દ જો કે સાક્ષાત્ આવતો નથી તો પણ કંઇ નહિ તો છેવટ કોઇ સૂત્રમાં ` સ્મૃતિ ` એ શબ્દથી ભગવદ્રીતાનો જ નિર્દેષ કરેલો છે એવું ભાષ્યકાર માને છે. | ચિત્તવૃત્તિનો એક પ્રકાર. પ્રમાણદિ વડે અનુભવેલા વિષયથી અધિકનું અગ્રહણ તે સ્મૃતિ કહેવાય છે. અથવા સંસ્કાર જાગ્રત થવાથી પૂર્વે અનુભવેલ વિષયને આકારે ચિત્તનું થવું તે સ્મૃતિ કહેવાય છે. સ્મૃતિના બે પ્રકાર છે : (૧) જેના વિષયો કલ્પિત છે એવી. જેમકે, સ્વપ્નમાં કલ્પિત છે વિષયોની સ્મૃતિ છે. (૨) જેના વિષયો અકલ્પિત છે એવી. જેમકે, જાગ્રતમાં અકલ્પિત વિષયોની સ્મૃતિ છે. | જ્ઞાન. | તુલ્યદર્શન, સ્પર્શન, શ્રવણ, અભ્યાસ, પરિધાન, ઇત્યાદિક વિભાવ થકી સુખદુ:ખનાં કારણોનાં સ્મરણ થાય છે તેને સ્મૃતિ કહે છે. તે સ્મૃતિ ભ્રુક્ષેપ, શિર:કંપ, મુખોગમન, શુન્યાવલોકન, અંગુલીચાલન ઇત્યાદિ અનુભવ વડે વર્ણવી શકાય છે. | ન્યાય; નિયમ; કાયદો. | પરંપરાની યાદદાસ્ત ઉપરથી ઋષિઓએ બનાવેલા ધર્મ; ધર્મશાસ્ત્ર; આર્યોના નિયમનાં શાસ્ત્રો; હિંદુઓનાં ધર્મશાસ્ત્ર માંહેનું દરેક; અસલના ઋષિએ ઇશ્વરોક્ત વેદ ઉપર પોતાની યાદદાશ્તથી લખેલો ગ્રંથ; આચાર, નીતિ વગેરેને લગતાં ગ્રંથો; પ્રાચીન શાસ્ત્રકારોએ રીત, રિવાજ, ક્રિયા, ધર્મશાસ્ત્ર, રાજનીતિ વગેરેના ચાલતા આવેલા નિયમો યાદદાશ્ત ઉપરથી જેમાં લખ્યાં છે તે ગ્રંથો. જુદા જુદા યુગની જુદી જુદી સ્મૃતિ છે. ધર્મ સંહિતા, સ્મરણ પુરાણ, શ્રુતિ કરતાં સ્મૃતિનું અને સ્મૃતિ કરતાં પુરાણનું પ્રમાણ ઊતરતું ગણાય છે. પૃથ્વીચંદ્ર ચરિત્રમાં લખ્યા પ્રમાણે આ પ્રમાણે ૧૮ સ્મૃતિ : (૧) માનવી સ્મૃતિ, (૨) આત્રેયી સ્મૃતિ, (૩) વૈષ્ણવી સ્મૃતિ, (૪) હારિતકી સ્મૃતિ, (૫) યાજ્ઞવલ્કી સ્મૃતિ, (૬) શનૈશ્વરી સ્મૃતિ, (૭) અંગિરા સ્મૃતિ, (૮) આપસ્તંબી સ્મૃતિ, (૯) સાંવર્ત્તકી સ્મૃતિ, (૧૦) કાત્યાયની સ્મૃતિ, (૧૧) બૃહસ્પતિ સ્મૃતિ, (૧૨) પારાશરી સ્મૃતિ, (૧૩) શંખી સ્મૃતિ, (૧૪) લિખિતા સ્મૃતિ, (૧૫) દાક્ષી સ્મૃતિ, (૧૬) ગૌતમી સ્મૃતિ, (૧૭) શાતાતપી સ્મૃતિ, અને (૧૮) વાસિષ્ઠી સ્મૃતિ. કોઇ વળી વીસ સ્મૃતિ આ પ્રમાણે ગણાવે છે. (૧) મનુ, (૨) બૃહસ્પતિ, (૩) દક્ષ, (૪) ગૌતમ, (૫) યમ, (૬) અંગિરા, (૭) અત્રિ, (૮) વિષ્ણુ, (૯) યાજ્ઞવલ્કય, (૧૦) ઉશનસ, (૧૧) આપસ્તંબ, (૧૨) વ્યાસ, (૧૩) શંખ, (૧૪) લિખિત, (૧૫) વાસિષ્ઠ, (૧૬) યોગીશ્વર, (૧૭) પ્રચેતા, (૧૮) શાતાતપ (૧૯) પારાશર (૨૦) હારિત. વધુ + | પાંચ માંહેનો એક આત્મગુણ. | પૂર્વમાં અનુભવેલી વસ્તુનું સ્મરણ; પ્રત્યભિજ્ઞા; યાદ. | પ્રેમની બીજી અવસ્થા તે. | યાદ; સ્મરણ; યાદદાશ્ત; ધારણા; ગ્રાહકશક્તિ; યાદશક્તિ. | યોગશાસ્ત્રમાં વર્ણવેલી ચિત્તની પાંચ માંહેની એક વૃતિ. ચિત્તની પાંચ વૃત્તિઓ આ પ્રમાણે છે : (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા, (૫) સ્મૃતિ. | વિવેક અને જાગૃતિ. બૌદ્ધ ધર્મ શાસ્ત્રોમાં આનો મહિમા ઘણો મોટો છે. તેનો અર્થ વિવેક અને જાગૃતિ એવો થાય છે. સ્મૃતિથી સંપ્રજન્યની સ્થિતિ પ્રાપ્ત થાય છે. | ( પુરાણ ) સપ્તર્ષિ માંહેના અંગિરસ નામના ઋષિની ચાર માંહેની એ નામની એક સ્ત્રી.
sneh
અંતરનું વળગણ; અંતરનો કોમળ ચીવટભાવ. | ( પિંગળ ) એક પ્રચૂર્ણગીતિ માત્રા મેલ છંદ. આ સ્કંધકનો એક ભેદ છે. તેમાં ૭ ગુરુ અને ૫૦ લઘુ મળી કુલ ૫૭ અક્ષરો હોય છે. | ખરો પ્રેમ; પ્રીતિ; હેત; રાગ; અનુરાગ; માયા; મમતા; વાત્સલ્ય; વહાલ; પ્યાર. વધુ + | ઘી; ઘૃત. | ચરબી; હાડકાંની અંદરનું તેલ; મેદ. | ચીકણો પદાર્થ; તેલ. | ચીકાશ. | ( ન્યાય ) ન્યામત પ્રમાણે ચોવીશ માંહેનો એક ગુણ. તે નીચે પ્રમાણે છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. | ( વેદાંત ) જેનાં દર્શન, સ્પર્શન, શ્રવણ, કે ભાષણ થી અંત:કરણ દ્રવે છે તે. | પ્રેમનો એક પ્રકાર. કાવ્યશાસ્ત્રમાં પ્રેમનાં, સ્નેહ, આસક્તિ, વ્યસન અને તન્મય એવા મુખ્ય ચાર પ્રકાર કહ્યા છે. | મૈત્રી, દોસ્તી. | લેપ, મર્દન દ્રવ્ય, ચોપડવા, ઘસવાનો પદાર્થ. | શરીરમાં સાત માંહેની એક ઉપધાતુ.
sparsh
આઠ માંહેનો એક સ્વાભાવિક ગુણ. વધુ + | અસર. | આભાસ. | ( યોગ ) કુંડલિની શક્તિ. વધુ + | ગુપ્તચર. | ચામડીની દ્વારા બીજી વસ્તુનું જ્ઞાન થવું તે; સ્પર્શેંન્દ્રિયથી થતું જ્ઞાન. | ચેપ. | ( ન્યાય ) ચોવીશ માંહેનો એક ગુણ. તે ગુણો આ પ્રમાણે છેઃ રૂપ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ, શબ્દ. | છત્રીસ માંહેનું એ નામનું આઠ્ઠાવીશમું તત્ત્વ. | ( વેદાંત ) પાંચ માંહેનો એક વિષય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ વિષય ગણાય છે. | મૈથુનના આઠ માંહેનો એક પ્રકાર. સ્ત્રીનું ધ્યાન, કથા, સ્પર્શ, ક્રીડા, દર્શન, આલિંગન, એકાંતવાસ અને સમાગમ એ આઠ પ્રકારનું મૈથુન કહેવાય છે. | યુદ્ધ. | રોગ. | લવ; લેશ. | લાગણી. સ્પર્શ બહુ પ્રકારનો છેઃ ઊનો, શીતળ, સુખકારક, દુઃખકારક, સ્નેહવિશિષ્ટ, વિષદ, કોમળ, લઘુ, રૂક્ષ, ગુરુ એ બધા સ્પર્શના પ્રકાર છે. | લાગવું તે; અડકવું તે. વધુ + | વ્યંજનનો એક પ્રકાર; કંઠ, તાલુ, મૂર્ધ, દંત અને ઔષ્ઠ એ પાંચ સ્થાનનો કોઈ પણ વ્યંજન. વધુ + | સંયોગ; સંસર્ગ; સંનિકર્ષ. વધુ + | દવા. | હિંદુ વૈષ્ણવોમાં દેવસેવા કરવાને સ્નાન કર્યા પછી કોઈને પણ ન અડકવાની સ્થિતિ.
sthãvar
( જૈન ) જીવનો એક પ્રકાર. જૈન મત પ્રમાણે જીવના મુખ્ય બે પ્રકાર છે: સંસારી અને અસંસારી. સંસારીના સમનસ્ક અને અમનસ્ક ભેદો છે. અમનસ્કના સ્થાવર અને ત્રસ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવ આ બધાંમાં માનવ જેવું ચૈતન્ય છે. તે બધાં આહાર કરે છે, શ્વાસોચ્છવવાસ લે છે, અને તે બધાંને મનુષ્યની પેઠે આયુષ્ય મર્યાદા હોય છે. તે બધાં એકેંદ્રિય જીવો છે એટલે કે તેઓ માત્ર એક સ્પર્શેન્દ્રિયથી પોતાનો વ્યવહાર ચલાવે છે. તે બધાંમાં આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા અને ક્રોધ, માન, માયા તથા લોભ એ ચારે કષાયો છે. તેઓ સ્પેર્શેદ્રિય દ્વારા ખોરાક મેળવે છે. તે બધાં મરણ પામે ત્યારે પોતાની એ પાંચ યોનિ માંહેની કોઈ એક યોનિમાં આવવાની કે બે, ત્રણ, ચાર અને પાંચ ઇંદ્રિયોવાળા જીવોની યોનિમાં આવવાની પણ યોગ્યતા ધરાવે છે. માત્ર અગ્નિ અને વાયુના જીવો મનુષ્યની યોનિમાં આવવાની યોગ્યતા ધરાવતા નથી. સ્થાવરના પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એવા ત્રણ ભેદ છે. ત્રસના તેજ:કાય અને વાયુકાય એવા બે ભેદ તથા દ્વિંદ્રિય, ત્રિંદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેદ્રિય એવા પણ ચાર ભેદ છે. | ધનુષની દોરી. | પર્વત. | અચલ; સ્થિર; સ્થિતિવાળું. | એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસે કે ખસાડી શકાય નહિ એવું; સંચાર શક્તિ રહિત; અડગ; જંગમથી ઊલટું. | વનસ્પતિ તથા ખનિજ વિષયક.
sthitapragna
આત્મજ્ઞાનમાં જેની મતિ સ્થિત થઈ છે તે; બ્રહ્મનિર્વાણને પાત્ર આધ્યાત્મિક અવસ્થાનું ઉત્કર્ષ સ્વરૂપ; સ્થિર બુદ્ધિવાળો પુરુષ. સ્થિતપ્રજ્ઞની બે અવસ્થા છે: એક સમાધિની અને બીજી વ્યુત્થિત દસાની. સમાધિસ્થ એ સ્થિતપ્રજ્ઞની પહેલી અવસ્થા દર્શાવે છે. સ્થિતધી એ સ્થિતપ્રજ્ઞની બીજી એટલે વ્યુત્થિધી ચિતની અવસ્થા દર્શાવે છે. ગીતામાં કહેલ સામ્યબુદ્ધિના આ યોગનો ઉપયોગ કરી સર્વ સુખદુ:ખ શાંતપણે આવો આદર્શ પુરુષ સદા સર્વદા સહન કરે છે. આ સંબંધે લોકમાન્ય તિલક કહે છે કે: બ્રહ્મ અને આત્મા એક છે એટલે કે બ્રહ્માત્મૈક્યનું પૂર્ણ જ્ઞાન થયા પછી આત્મા બ્રહ્મમાં પીગળી જાય છે અને બ્રહ્મજ્ઞાની પુરુષ તે જ ક્ષણે અને તે જ સ્થળે પોતે જ બ્રહ્મરૂપ થાય છે અને આ આધ્યાત્મિક અવસ્થાનું ’ બ્રહ્મનિર્વાણ ’ મોક્ષ એવું નામ કહેવાય છે. મોક્ષ એ અમુક કોઈ ઠેકાણે રહેલો છે અથવા તો કોઈ બીજો દેશ અથવા બીજું ગામ છે એમ નથી; આપણા હૃદયમાં રહેલી અજ્ઞાન ગ્રંથિનો નાશ તેનું નામ જ શાસ્ત્રમાં મોક્ષ કહેલ છે. મનુષ્યના આત્માની જ્ઞાનદૃષ્ટિએ જે આ પૂર્ણ અવસ્થા તેને જ બ્રહ્મભૂત અથવા બ્રાહ્મીસ્થિતિ એમ કહે છે અને સ્થિતપ્રજ્ઞ, ભક્તિમાન અથવા ત્રિગુણાતીત પુરુષોનાં ભગવદ્રીતામાં બીજાં સ્થળોમાં જે વર્ણનો છે તે પણ આ આદર્શ અવસ્થા જ છે.ગીતામાં લખ્યું છે કે: સ્થિતપ્રજ્ઞઃ અર્જુન ઉવાચ: શાં શાં લક્ષણ સ્થરબુદ્ધિ પ્રભુ! એ એવા સમાધિસ્થનાં, શું બોલે સ્થિરબુદ્ધિ કેમ વરતે તે કેમ ચાલે અહા ! શ્રી ભગવાન ઉવાચ: જ્યારે કામ સહુ મનોગત તજે, સંતુષ્ટ આત્મા વડે, આત્મામાં જ પૃથાસૂનુ! સ્થિરમતિ ત્યારે જ કહેવાય છે. દુ:ખમાં મન તેનું ખિન્ન નહિ ને સ્પૃહા સુખોમાં નહિ; જેને રાગ નહિ ન ક્રોધ ભય તે છે સ્થિરબુદ્ધિ મુનિ. જે આસક્તિ રહિત છે સરવમાં પામી શુભાશુભને, સ્તુતિ જેહ કરે ન દ્વેષ ન કરે તેની મતિ સ્થિર છે. સંકેલે જ્યમ કૂર્મ અંગ ત્યમ આ જ્યારે સહુ યે દિશે, સંકેલે સહુ ઇંદ્રિયો વિષયથી તેની મતિ સ્થિર છે. નિરાહારી શરીરીના વિષય સૌ વિરામતા સ્વાદ રહે, એની તો પરમાત્મ જોઈ શમતી એ સ્વાદ ઇચ્છા ય તે. હે કૌંતેય ! છતાં ય યત્ન કરતાં સુજાણ પુરુષની, ઇંદ્રિયો મથી નાખતી મન હરી લે છે બળાત્કારથી. રહેવું મુક્ત બની પરાયણ મને ખાળી સહુ તેહને, કાં કે ઇંદ્રિય જેહને વશ સહુ તેની મતિ સ્થિર છે. ઇંદ્રિયો ભમતી મહીંથી મન તો જે જેની પૂંઠે ભમે, તે એની હરી બુદ્ધિ લે જ્યમ જળે વાયુ હરે નાવને. તેથી ઇંદ્રિય હે મહાભુજ ! સહુ દિશાથી સર્વે રીતે, જેની સૌ અટકાઈ છે વિષયથી તેની મતિ સ્થિર છે. પ્રિયભક્ત: અર્જુન ઉવાચ: ભક્તો સંતત યુક્ત એમ કરતા જે તારી ઉપાસના, ને અવ્યક્ત જ જેહ અક્ષરતણી યોગજ્ઞ એમાં કયા ? શ્રી ભગવાન ઉવાચ: અદ્વેષી જે સરવ ભૂતનો મિત્ર કૃપાળુ ક્ષંતા, સુખે દુ:ખે સદૃશ મમતા ને તજે છે અહંતા; સંતોષી જે સતત દૃઢ છે નિશ્ચયે સંયમી જે, અર્પે યોગી મન મતિ મને ભક્ત વ્હાલો મને તે. દુભે જેથી ન જન, જનથી જે દુભાયે નહિ ને, ક્રોધોદ્વેગે હરખ ભયથી મુક્ત વ્હાલો મને તે. વાંછા ત્યાગી પુનિત અદુ:ખી દક્ષ ઉદાસી છે જે, સૌ આરંભો રહિત મુજ જે ભક્ત વ્હાલો મને તે, ના શોચે જે વળી ન હરખે દ્વેષ વાછા ન રાખે, જે ત્યાગી છે શુભ અશુભનો ભક્ત વ્હાલો મને તે. શત્રુ મિત્રે સમ સમ વળી જેહ માનાપમાને, શીત ઉષ્ણે સમ સમ દુ:ખે ત્યાગી આસકિત જેણે; જેને નિંદા સ્તુતિ સમ, મુનિ તુષ્ટ જે કૈ મળ્યે જે, જેને સ્થાને નહિ, સ્થિરમતિ ભક્ત વ્હાલો મને તે. શ્રદ્ધાળુ જે કથિત રીત આ ધમપીયૂષ સેવે, ર્હે મારામાં રચીપચી અતિ પ્રિય ભક્તો મને તે. ગુણાતીત: અર્જુન ઉવાચ: ગુણો આ ત્રણથી અજીત જન તેશાં લક્ષણે જાણવો ? શા આચાર જ કેમ ગુણ ત્રણ એ વિભુ ! તરી તે જતો. શ્રી ભગવાન ઉવાચ: યાંતા પ્રાપ્ત પ્રકાશ તેમ પ્રવૃતિ ને પાર્થ ! મોહે વળી, પામ્યે દ્વેષ કરે નહિ સમી જતાં વાંછા ય રાખે નહિ; ઉદાસી સમ જે ર્હે વળી ગુણે જે ના ચળાવાય ને, ગુણો માત્ર કરે જ કર્મ, ગણી એ રહે સ્થિર ને ના ડગે; માટી પથ્થર હેમ તુલ્ય સમ છે દુ:ખો સુખો જેહને, નિંદા સ્તુતિ અપ્રિય પ્રિય સમ છે જે સ્વસ્થ ને ધીર છે; શત્રુ મિત્રતણો ય પક્ષ સરખો માનાપમાને તથા, ગુણાતીત ગણાય તેહ તજતાં આરંભ સૌ કર્મના. ભક્તિયોગ અનન્યથી જ વળી જે સેવા કરે માહરી, તે છે યોગ્ય જ બ્રહ્મભૂત બનવા આ ગુણ સર્વે તરી. કાં કે બ્રહ્મ અમૃત અવ્યયતણી ને શાશ્વતે ધર્મની, ને ઐકાંકિત સુખની પણ છઉં હું તો પ્રતિષ્ઠા વળી. આ રીતે શિષ્યોરૂપી સૌ કોઈ જિજ્ઞાસુને શ્રીમદ્ ભગવન્દ્રીતા ભિન્ન ભિન્ન નામે આદર્શ પુરુષનાં લક્ષણો આપી મનુષ્યમાત્રને સનાતન શિક્ષણ આપે છે કે: લાભઅલાભ, જય પરાજય, સુખદુ:ખ, રાગદ્વેષ, સ્તુતિનિંદા વગેરે દ્વંદ્વોને જે પુરુષ તરી જાય છે તેને આ દેહે અહીં જ મોક્ષ છે. આ દ્વદ્વો તરી જવા એટલે કે તેના પોતાના ઉપર તેની અસર ન થવા દેવી. જે પુરુષ સુખમાં છકી જતો નથી, દુ:ખમાં ડરી જતો નથી, તે પુરુષ આદર્શ પુરુષ છે. જે પુરુષ સ્તુતિથી ફુલાઈ જતો નથી અને નિંદાથી ડઘાઈ જતો નથી તે જ પુરુષ આદર્શ પુરુષ છે. અર્થાત ગીતાજ્ઞાનનું તાત્પર્ય તો એ છે કે: રાગદ્વેષથી પર રહો, સુખદુ:ખમાં સમ રહો, માનાપમાને નિર્લેપ રહો, જયપરાજયે સમતોલ બનો. આનું નામ જ મુક્તિ, મોક્ષ કે જે કહો તે-પુરુષની પરમ ગતિ ! વધુ + | દૃઢ અને શાણો માણસ. | તત્ત્વવેત્તા. | સંયમી. વધુ +
sthiti
અવસ્થા; હાલત; દશા. | અંગવિન્યાસ; અવયવ સંસ્થાન; ’ પોઝ ’. વધુ + | આસન; શાંત સ્થિતિમાં બે ઘડી બેસવું તે. | ઊભા રહેવું તે. | એક સ્થાન કે અવસ્થામાં સ્થિર રહેવું તે; કાયમ એક ઠેકાણે અડગ રહેવાપણું; સ્થિરાવસ્થા. | ( જૈન ) કર્મબંધના ચાર માંહેનો એક પ્રકાર. વધુ + | ( ગણિત ) કોણ અંશ. | ચોગઠું; રચના. | ચોસઠ માંહેની એ નામની એક માનસતત્ત્વદેવતા. | ( જૈન ) જીવિતકાળ; આયુમર્યાદા. ભવ અને કાય ભેદથી સ્થિતિ બે પ્રકારની છે: કોઈ પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી શકાય છે તે ભવસ્થિતિ અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મ ગ્રહણ ન કરતાં કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું તે કાયસ્થિતિ. મનુષ્ય તથા તિર્યંચની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય ભવસ્થિતિ અંતમુઁહૂર્ત પ્રમાણ જ છે. તેમની કાયસ્થિતિ ભવસ્થિતિની માફક જધન્ય અંતમુઁહર્ત છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યની સાત અથવા આઠ ભવગ્રહણ પરિમાણ છે. બધાં તિર્યંચોની કાયસ્થિતિ અને ભવસ્થિતિ એકસરખી નથી. પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીશ હજાર વર્ષ, જળકાયની સાત હજાર વર્ષ, વાયુકાયની ત્રણ હજાર વર્ષ અને તેજ:કાયની ત્રણ અહોરાત્ર સુધી ભવસ્તિત છે. એ ચારેયની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણી, ઉત્સર્પિણી, પ્રમાણ છે. વનસ્પતિકાયની ભવસ્થિતિ હજાર વર્ષ અને કાર્યસ્થિતિ અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રમાણ છે. દ્વીંદ્રિયની ભવસ્થિતિ બાર વર્ષ, ત્રીંદ્રીયની ઓગણપચાસ અહોરાત્ર અને ચતુરિંદ્રિયની છ માસ પ્રમાણ ભવસ્થિતિ છે. એ ત્રણેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. પંચેદ્રિય તિર્યંચોની ગર્ભજ અને સંમૂર્છિમની ભવસ્થિત જુદી જુદી છે. ગર્ભજમાં જળચર, ઉરગ અને ભુજગની કરોડ પૂર્વ, પક્ષીઓની પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ચારપગાં સ્થલચરની ત્રણ પલ્યોપમ ભવસ્થિતિ છે. સંમૂર્છિમમાં જલચરની કરોડ પૂર્વ, ઉરગની ત્રેપન હજાર, ભુજગની બેતાલીશ હજાર વર્ષની ભવસ્થિત છે. પક્ષીઓની બોતેર હજાર, સ્થલચરોની ચોરાશી હજાર વર્ષ પ્રમાણ ભવસ્થિતિ છે. ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચોની કાયસ્થિતિ છે. સાત અથવા આઠ જન્મગ્રહણ અને સંમૂર્છિમની સાત જન્મગ્રહણ પરિમાણ છે. | ઠેકાણું; જગા. | ( બૌદ્ધ ) દશ માંહેનો એ નામનો કલેશ. | નિવાસ; મુકામ; રહેઠાણ; વસવાટ. વધુ + | નીતિ માર્ગે ચાલવું તે. | પદ; પદવી; દરજ્જો; કોટિ. | પેઢી. | પૌર અથવા જાનપદ, ગ્રામ્ય કે શહેરી હક્ક સિવાયની બાબતોને લગતો કરેલ ઠરાવ. વધુ + | ભરતીની મર્યાદા. | મગદૂર; ધારણશક્તિ; ક્ષમતા. | મણિદ્વીપની અંદર આવેલી ચોસઠ માંહેની એક કળા. | મર્યાદા; કાર્યમર્યાદા. | લોકસંગ્રહ. | સત્તા. | સંભોગનાં સાત માંહેનું એક આસન. | સંરક્ષણ. | સ્પર્શકાળથી મોક્ષકાળ સુધીનો વખત. | હકીકત.
Sud
શુકલપક્ષ; અજવાળિયું. સુદિ. સુદનાં કરણો આ પ્રમાણે છે. | શુક્લ પક્ષમાં.
sudarshan chakra
રેંટિયો. વધુ + | વિષ્ણુનું એક હથિયાર. કાર્તિક સુદ ૧૪ને દિવસે વિષ્ણુએ શિવપૂજન કરી મહાદેવ પાસેથી આ ચક્ર મેળવ્યું હતું.પૂજા માટે વિષ્ણુ હજાર કમળ લાવ્યા હતા. પણ પરીક્ષા માટે મહાદેવે એક સંતાડી દીધું. છેવટે પૂજામાં એક કમળ ઘટતાં વિષ્ણુએ નેત્રકમળ ઉખેડી અર્પણ કર્યું. તેના બદલામાં શંકરે આ ચક્ર તેને આપ્યું.
svabhãv
અવગ્રહ. | આદત; ટેવ. વધુ + | ગુણ; વિશિષ્ટતા. | તાસીર; પ્રકૃતિ; લક્ષણ; મિજાજ. | ( જૈન ) પર નિમિત્તના આશ્રય વિના એકરૂપ ટકી રહેવું તે. | પરિણામનો હેતુ. | ( વેદાંત ) પૂર્વ જન્મોમાં કરેલ ધર્મ કે અધર્મ આદિના શુભ કે અશુભ સંસ્કાર. | મનુષ્ય કે પ્રાણીના અંતરનું જે કુદરતી વલણ તે; કુદરતથી જ મળેલો ગુણ; ખાસ ગુણ; સદા જળવાઈ રહેનારો મૂળ અથવા પ્રધાન ગુણ; કર્મવૃત્તિ; ધર્મ; ખાસિયત; જાતિ; દેહ અને દેશ કાળને લઈ બંધાયેલ પ્રાણીઓનો જે કુદરતી મનોભાવ. કુદરતથી જ મળેલો ગુણ. સારો માઠો સ્વભાવ, સારા માઠા સંસ્કારો પ્રમાણે ઘડાય છે. સંસ્કારો દૃઢ થાય તેનું સ્વભાવ. વધુ + | મનોવૃત્તિ; મનની પ્રવૃત્તિ; સ્વ એટલે પોતાનો અને ભાવ એટલે જન્મ. પોતાના જન્મથી જે બનેલો છે તે સ્વભાવ. | ( વેદાંત ) વસ્તુના જે સ્વરૂપમાં બીજાની અપેક્ષા હોય નહિ એવું વસ્તુનું સ્વરૂપ. | વ્યાપાર. | સર્ગ.
svãd
ચાખવું તે. | જીભથી સમજાતો સારો નરસો રસાદિક પરિપાક; રસનો અનુભવ; રસનેંદ્રિયથી થતો અનુભવ. ગાંધીજી લખે છે કે, જેણે સ્વાદને જીત્યો નથી તે વિષયને જીતી શકતો નથી. સ્વાદને જીતવો કઠિન છે. પણ એ વિજયની સાથે જ બીજો વિજય સંભવે છે. | મજા; આનંદ. | મોહ. | રસ; લહેજત; મીઠાશ. વધુ + | શોખ. | એક જાતનું અગરનું લાકડું.
svadharma
પોતાની ફરજ; પ્રસંગને લઇ પોતાને પ્રાપ્ત થયેલું કર્તવ્ય અને તેને અનુસરવાપણું. વધુ + | પોતાનો પરંપરાગત આચાર. | શાસ્ત્ર વિહિત આચાર કે કર્તવ્ય. લોકમાન્ય ટિળક લખે છે કે, સ્વધર્મ એટલે સ્મૃતિકારો એ ચાતુર્વર્ણ્ય વ્યવસ્થાથી પ્રત્યેકને માટે શાસ્ત્રથી નિર્ધારી મૂકેલો ધંધો એવો અર્થ છે, મોક્ષ ધર્મ એવો અર્થ નથી. ગુણધર્મ વિભાગથી કરેલી ચાતુર્વણ્ય વ્યવસ્થા સર્વના કલ્યાણ માટે જ શાસ્ત્રકારો પ્રવૃત્ત કરેલી છે અને તેથી બ્રાહ્મણ ક્ષત્રિયાદિ જ્ઞાની થાય તો પણ તેમણે પોતાનો ધંધો કરવો તેમાં જ તેમનું અને સમાજનું કલ્યાણ સમાયેલું છે અને દરેક વખતે આ વ્યવસ્થામાં ઘાલમેલ કરવી યોગ્ય નથી એમ ભગવાનનું કહેવું છે. વધુ +
svapna
એક વ્યભિચારી ભાવ. | માનસિક એક ભાવ. | ( કાવ્ય ) સંચારી ભાવના તેત્રીશ માંહેનો એક ભેદ. | દર્શનનો એક પ્રકાર. | નિંદ્રામાં જે માયિક પ્રપંચ વ્યવહાર દેખાય છે તે ; સમણું; ઊંઘમાં ભાસતો દેખાવ; સોણું. સ્વપ્ન એ કુદરતની અનેક અમૂલ્ય બક્ષિસોમાંની એક છે. પુખ્ત ઉમરની વ્યક્તિ કે બાળક, પુરુષ કે સ્ત્રી, ભણેલ કે અભણ, સંસ્કારી કે જંગલી-સર્વ દરજજા અને પ્રકારનાં માણસોને સ્વપ્ન આવે છે. સ્વપ્ન સિવાયનું મનુષ્યજીવન શક્ય નથી. માનસશાસ્ત્રીઓ તો આપણને એમ કહે છે કે, કૂતરા, હાથી અને ઘોડા જેવાં પ્રાણીઓનાં પણ તેમના જીવન સાથે સંકળાયેલા પ્રસંગોને કે શારીરિક જરૂરિયાતોનાં સ્વપ્ન આવે છે. દરેક સ્વપ્નની પાછળ કંઇક ગૂઢાર્થ રહેલો હોવો જોઇએ એમ તો પ્રાચીન લોકો પણ માનતા હતા. તેઓ એમ માનતા હતા કે, સ્વપ્ન આપણને ભવિષ્યમાં બનનારા બનાવોની ઝાંખી કરાવે છે. અથવા તો ભગવાન સ્વપ્ન દ્વારા માંદા માણસની માંદગી દૂર કરે છે. આ સામાન્ય માન્યતાને અદ્યતન માનસશાસ્ત્ર ટેકો આપતું નથી સત્ય હકીકત એ છે કે, સ્વપ્નાં મનના એક અજ્ઞાત પણ મહત્ત્વના ભાગમાંથી ઉદ્ભવે છે, ભવિષ્યની આપણી ઇચ્છાઓ અને વાંછનાઓ સાથે એમનો ઘણો નિકટનો સંબંધ છે. સ્વપ્નાને માનવજીવનનાં સુખદુ:ખ સાથે ગાઢ સંબંધ છે. આપણા મનના ત્રણ કાલ્પનિક વિભાગ પાડી શકાય: સચેત, અર્ધસચેત અને અચેત. આપણને માત્ર સચેત મનનો અનુભવ થાય છે. આ સચેત મનની નીચે એક વિશાળ અચેત મન રહેલું છે. બંનેની વચ્ચે અર્ધસચેત મન છે એમ ઘડીભર માનીએ. વાસ્તવિક રીતે મન પદાર્થ નહિ હોવાથી તેમાં આવા વિભાગો હોઇ શકે જ નહિ. જાગ્રત અવસ્થામાં આપણને સચેત મન દ્વારા અનેક પ્રકારના અનુભવ થાય છે. આપણે ઊંઘતા હોઇએ ત્યારે સચેત મન નિષ્ક્રિય રહે છે. કોઇ વખતે ઊંઘમાં મન જાગ્રત અવસ્થા અનુભવે છે. આ અનુભવને આપણે સ્વપ્ન કહીએ છીએ. સ્વપ્નાવસ્થામાં આપણને જે અનુભવ થાય છે તેના ખરાપણા વિષે આપણને સહેજ પણ શંકા થતી નથી; તે ખરા છે એમ આપણે માની લઇએ છીએ. આવા અનુભવનાં કારણોના ત્રણ પ્રકાર પાડી શકાય: બાહ્ય, શારીરિક અને માનસિક. બાહ્ય કારણો સ્વપ્નસ્થ માણસની આસપાસના અવાજો અથવા બીજા ખલેલો છે. બહારના અવાજના મોજાં સચેત અને મનને જાગૃત કરવાને બદલે અચેત મનના ઊંડાણમાં રહેલી કોઇ ઇચ્છા કે વિચારને તેના તખ્તા ઉપર લાવી જાગ્રત અવસ્થા જેવો અનુભવ કરાવે છે. અપચો થયો હોય, વધારે ભારે ભોજનથી બેચેની લાગતી હોય, તબિયત સારી ન હોય, આવાં શારીરિક કારણો હોય ત્યારે આપણને ગાઢ નિંદ્રા આવતી નથી સ્વપ્નાં પણ આવે છે. આવાં કારણો સચેત મનને જાગ્રત નહિ કરી શકવાથી તેને અચેત મનની કોઇ ઊંડી ઇચ્છા કે વાંછના અથવા ગ્રંથિ સાથે જોડીને આપણને સ્વપનાંનો અનુભવ કરાવે છે; આવાં સ્વપ્નાં ઘણીવાર બિહામણાં હોય છે કારણકે, શારીરિક બેચેની આપણા મનને ચિંતાતુર બનાવે છે અને આપણને સ્વપ્નામાં પડી જવાના, કોઇના મૃત્યુના, કોઇને સખત ઇજા થયાના કે અકસ્માતના અનુભવો થાય છે. ત્રીજા પ્રકારનું કારણ મન પોતે જ છે. બહારના આવેગ સિવાય પણ ઘણીવાર સ્વપ્નાંની ઉત્પત્તિ મનમાંથી જ થાય છે. આપણે કોઇ અઘરો દાખલો ગણતા હોઇએ, ઘણો વિચાર કરીએ પણ તેની રીત બેસતી ન હોય; આમ મોડી રાત્રે વિચાર કરતાં કરતાં ઊંઘી જઇએ, ઊંઘમાં પણ વિચારની પરંપરા ચાલુ રહે અને આપણને સ્વપ્નમાં તે ગણવાનો અનુભવ થાય છે. આપણાં ઘણાખરાં સ્વપ્નાંનું ઉદ્ભવસ્થાન આપણું અચેત મન છે. મહાન માનસશાસ્ત્રી ફ્રોઇડ જણાવે છે કે, આ અચેત મનના ઊંડાણમાં આપણી અસંખ્ય અતૃપ્ત વાંછનાઓ તેમ જ વાસનાઓ, જેમને આપણે બાલ્યવસ્થામાં અંદર હડસેલી મૂકેલી તે રહેલી હોય છે. આમાંની ઘણી વાસનાઓ આપણા જાતીય જીવન સાથે સંબંધ ધરાવે છે. આવી બધી વાંછનાઓ અને ઇચ્છાઓ અચેત મનના ઊંડાણમાં રહે છે. આ અચેત મનમાંથી સચેત મનમાં આવવા તેઓ ભારે ધમાલ મચાવે છે. અચેત મન સમરાંગણ બને છે અને તેમાં આવી અતૃપ્ત વાંછનાઓ અને નૈતિક ભવનાઓ વચ્ચે દારુણ ઘર્ષણ થાય છે. અચેત મનમાંથી સચેત મનમાં જવાના પ્રવેશદ્વાર આગળ રહેલો ચોકીદાર તેમને અંદર પાછી ધકેલી મૂકે છે. આપણે જ્યારે નિદ્રાવશ હોઇએ ત્યારે ચોકીદાર પણ ઝોકાં ખાતો થઇ જાય છે. તેની આવી અસાવધ સ્થિતિનો લાભ લઇને કેટલીક વાંછનાઓ તેની નજર ચુકાવી સચેત મનના તખતાં ઉપર આવી જાય છે. તે વખતે આપણે ઊંઘમાં હોવા છતાં આપણું સચેત મન જાગ્રત અવસ્થાનો અનુભવ કરે છે. આ પ્રકારના સ્વપ્નમાં આપણી અતૃપ્ત વાંછનાઓની તૃપ્તિ થાય છે, જેને પરિણામે માનસિક ઘર્ષણ પણ ઓછું થાય છે અને આપણને શાંતિ મળે છે, ફ્રોઇડ સ્વપ્નને ઊંઘના રખેવાળ તરીકે ઓળખે છે. બાહ્ય, શારીરિક તેમ જ માનસિક કારણો આપણી ઊંઘમાં ખલેલ જ પહોંચાડે એટલા માટે કુદરેતે સ્વપ્નરૂપી નિદ્રારક્ષકો સર્જ્યા છે ફ્રોઇડ એમ માને છે કે, દરેક સ્વપ્ન આપણી અચેત વાંછનાતૃપ્તિનું સાધન છે. તેમજ અચેત મનના ઊંડાણમાં શું છે તે જોવાની એક બારી છે. માણસના સ્વપ્નનો શાસ્ત્રીય અભ્યાસ કરવાથી તેના અચેત મનના ઊંડાણમાં શી શી ઇચ્છાઓ તેમ જ વાસનાઓ રહેલી છે તે આપણે જાણી શકીએ છીએ. ફ્રોઇડે બતાવ્યું છે કે, આપણાં અનેક દર્દોનું મૂળ અચેત મનમાં છૂપાવેલી અતૃપ્ત વાસના છે. દર્દીનાં સ્વપ્નાંનો અભ્યાસ કરીને, માનસચિકિત્સકો દર્દના મૂળમાં કઇ અતૃપ્ત વાંછના રહેલી છે તે શોધી કાઢે છે. દર્દીને તે વાંછનાનું ભાન કરાવવામાં આવે કે તરત તે સારો થઇ જાય છે. વાયુ, લકવો, ઊંઘમાં ચાલવું વગેરે અનેક દર્દોનું કારણ અચેત મનના ઊંડાણમાં રહેલી કોઇ અતૃપ્ત વાંછના હોય છે. દર્દીનાં સ્વપ્નમાં તે વાંછના ગુપ્ત વેશે દેખાય છે. માનસચિકિત્સકો સ્વપ્નાંનો લાંબા વખત સુધી અભ્યાસ કરી મૂળ વાંછનાને તેના ખરા રૂપમાં પકડી પાડે છે અને દર્દીને તે જણાવે છે. દર્દીને તેનું ભાન કરાવવામાં આવે છે એટલે તેની માઠી અસર નાબૂદ થાય છે અને દર્દ મટી જાય છે. સ્વપ્નાં આપણને આશીર્વાદરૂપ છે. નિદ્રારક્ષકો તરીકે બાહ્ય, શારીરિક કે માનસિક ખલેલોથી તેઓ નિદ્રાનું રક્ષણ કરે છે. સ્વપ્ના ન હોય તો ઊંઘમાં વારંવાર ખલેલ પહોંચે અથવા માનસિક ઘર્ષણો આપણને બિલકુલ ઊંઘવા ન દે. ઊંઘ સિવાય જીવન બોજારૂપ અને નિરસ થાય. સ્વપ્નમાં આપણી અતૃપ્ત વાંછનાઓને તૃપ્તિ મળે છે તેથી તેમનું માનસિક ઘર્ષણ ઓછું થાય છે અને આપણને શાંતિ મળે છે. સ્વપ્નાં દ્વારા માનસચિકિત્સકો અતૃપ્ત વાંછનાઓને શોધી કાઢે છે અને તેના પરિણામે ઉત્પન્ન થયેલાં દર્દો નાબૂદ કરી શકે છે. આમ સ્વપ્નાં માનવજાતના સુખમાં વૃદ્ધિ કરવામાં અને દુ:ખોને નાબૂદ કરવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. | ( જૈન ) સાત માંહેની એ નામની એક અજ્ઞાત ભૂમિકા.
svastik
અઠ્ઠાસી માંહેનો એ નામનો એક ગ્રહ. | ( શિલ્પ ) આઠ પાસાવાળો સ્તંભ. | એક પ્રકારનો વેલો. તેમાં ચચ્ચાર પાન ચોગઠ કે ચોકડીની પેઠે આવેલાં છે. ફૂલ ફીકાં આસમાની ધોળાં કે ગુલાબી રંગનાં હોય છે. | જોડલા હાથથી થતા ચોવીસ માંહેનો એક પ્રકારનો અભિનય. | ( શિલ્પ ) નંદાવર્તક; એક જાતના ગોખનું નામ; પંદર માંહેનો એક જાતનો ગવાક્ષ; મારલુંબી વાળો ગવાક્ષ. | ( જ્યોતિષ ) રાશિચક્ર અથવા નક્ષત્રચક્રની દક્ષિણે આવેલ એક તારા સમુદાય. તેનું ભારતીય નામ ‘ત્રિશંકુ’ છે તેનો આકાર ત્રિશૂળ જેવો છે. તેમાં માત્ર ચાર જ તારાઓ હોય છે. ચારે તારાઓને સામસામી લીટીએ સાંકળી દઈએ તો જિસસ ક્રાઈસ્ટના ક્રોસ જેવો એ બની જાય. પાશ્ચાત્યો એને દાક્ષિણસ ક્રોસ-સધર્નક્રોસ કહે છે. ચારે ય તારાઓનાં યરપિયન નામ આ પ્રમાણે છે. ૧. ડેલ્ટાક્રુક્સ, ૨. આલ્ફાક્રુક્સ, ૩. ગ્યામાક્રુક્સ, અને ૪. બીટાક્રુક્સ. બાર રાશિઓ સિવાય છ સાત રાશિઓ સંસ્કૃત ગ્રંથોમાં છે તે માંહેની સ્વસ્તિક નામની રાશિમાંના ચાર સુંદર તેજસ્વી તારા મે અને જૂન માસમાં સંધ્યાકાળ પછી અને જાન્યુઅરીમાં પરોઢિયામાં મધ્યાહ્ન વૃત્તમાં તદ્દન દક્ષિણ તરફ ક્ષિતિજથી સુમારે ૮।। અંશ ઉપર દેખાય છે. તેમાં તદ્દન નીચેનો તારો પહેલા વર્ગનો છે. સ્વસ્તિકની એક બીજી ભારે ઉપયોગિતા છે. એના ઉપરનીચેના બંને તારા સાથે જ યામ્યોત્તર રેખા ઉપર આવે છે. એ વખતે તેના બાકીના બે આડા તારા પૂર્વ – પશ્ચિમ દિશામાં આવી જાય છે. આ કારણે સ્વસ્તિકને નિરખીને જુદી જુદી ઋતુમાં સમય અને દિશા ઓળખવાનું અભ્યાસીઓને સુગમ પડે આ કારણે તેને સધર્ન સીલેશ્યિલ ક્લોક એટલે દક્ષિણનું દૈવી ઘડિયાળ પણ કહે છે. | શિવ. | સાથિયો; મંગળસૂચક અંક ચિહ્ન; ચોકડી; ચતુષ્પથ. તે ૐનું અપભ્રંશ રૂપ છે. તે ધાર્મિક નિશાની ગ્રીકના ક્રોસને તે મળતી છે. તેના છેડાઓ કાટખૂણે વળેલા છે. કોઈવાર તે ગોળની અંદર પણ રાખવામાં આવે છે. આ ચિહ્ન હિંદ અને ચીનમાં શરૂ થયેલ છે. બૌદ્ધ ધર્મની તે અજ્ઞાત નિશાની છે. મધ્યયુગમાં તે શણગાર કરવામાં વપરાવા લાગ્યું છે. જર્મનિમાં એડોલ્ફ હિટલરના પક્ષકારોઈ પોતાના ચિહ્ન તરીકે તેને વાપર્યું છે અને આર્યત્વસૂચક ચિહ્ન તરીકે ઓળખાવ્યું છે. વધુ + | ( શિલ્પ ) એક જાતની વેદિકા; ચાર ખૂણાવાળી વેદી. તે લગ્નમાં બનાવવામાં આવે છે. વધુ + | ( જૈન ) ઇંદ્રક વિમાન. | એક જાતનું પત્ર શાક. | એક પ્રકારનું દ્રવ્ય. | ( શિલ્પ ) એક પ્રકારનું દ્વિશાળ ઘર. તેના મોઢા આગળ અલિંદ અને તેમાં ષટ્દ્વારવાળી હસ્તિનીશાળા હોય છે. વધુ + | એ નામનું એક પકવાન્ન. વધુ + | એ નામનું માથાનું એક ઘરેણું. | છ માંહેના એ નામના એક વિભાગનું યંત્ર, સાણસી, પકડ. યંત્રો ૧૦૫ છે. તેના છ વિભાગ કરવામાં આવ્યા છે. સ્વસ્તિક, સુંદર, તાલ નાડી, શલાકા, ઉપયંત્ર. | ( શિલ્પ ) વીસ માંહેનું એ નામનું એક નગર. વધુ + | સાથિયા સરખું શ્રી હરિના જમણા ચરણાર્વિદનું એક ચિહ્ન. | કલ્યાણ કરનાર.
svedaj
પરસેવામાંથી ઉત્પન્ન થયેલ જીવ કે જંતુ; ભૂતગ્રામના ચાર માંહેનો એક પ્રકાર. જેમકે, જૂ, માંકડ વગેરે. જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ્જ એમ ચાર પ્રકારના જીવ ગણાય છે. | ચરબીમાંથી જન્મેલ. | તાપ અને ભેજમાંથી ઉત્પન્ન થનાર; પરસેવામાંથી ઉત્પન્ન થયેલું.

T

Taijas
આહારને રસમાં અને રસને ધાતુમાં ફેરવનાર શારીરિક શક્તિ. | ઓમ્કારનો બીજો પાદ. | કારણ શરીરનો અભિમાની પ્રાજ્ઞ; રાજસ અવસ્થામાં થતો અહંકાર. તે જ્યારે સૂક્ષ્મ શરીરમાં અભિમાન રાખનારો થાય છે ત્યારે તે તૈજસ કહેવાય છે. | તેજસ્વી લોક. | મણિ અથવા એવા પ્રકારનો કોઇ ચળકતો પદાર્થ. | સાંખ્યપ્રસિદ્ધ રજોગુણ વિકાર. | સુમતિનો એ નામનો એક પુત્ર. | અંતઃકરણ. | એ નામનું એક તીર્થ. અહીં દેવોએ તારકાસુરના વધ માટે કાર્તિકેયને અભિષેક કર્યો હતો. | ઘી. | રજોગુણથી ઉત્પન્ન થયેલ પદાર્થ. | વ્યષ્ટિ સૂક્ષ્ણ શરીરનું અભિમાની ચૈતન્ય. તૈજસ તથા હિરણ્યગર્ભનું સ્વરૂપ સમજવા માટે જીવ તથા ઈશ્વરનાં ઉપાધિભેદે થતાં ચાર સ્વરૂપો જાણવાની અગત્ય છે. જેમ સૂર્યનું પ્રતિબિંબ શુદ્ધ કાચ ઉપર, શુદ્ધ કાચ ઉપરના તે પ્રતિબિંબનું પરાવર્તન કોઈ ધાતુના ચળકતા પતરા ઉપર અને તેનું પુનઃ પરિવર્તન ચૂનો દીધેલી લીસી ભીંત ઉપર થાય છે, તેમ બ્રહ્મનું પ્રતિબિંબ માયામાં પડે છે, તે માયોપાહિત બ્રહ્મનું પરાવર્તન સમષ્ટિ સૂક્ષ્મ ઉપાધિમાં અને તેનું પુનઃ પરાવર્તન સમષ્ટિ સ્થૂલ ઉપાધિમાં થાય છે. માયોપાહિત ચૈતન્યને ઈશ્વર, સમવિષ્ટ સૂક્ષ્મ શરીરના અભિમાની ચૈતન્યને હિરણ્યગર્ભ અને સમષ્ટિ સ્થૂલોપાધિના અભિમાની ચૈતન્યને વિરાટ કહે છે. પ્રત્યક્ ચૈતન્યનું પ્રતિબિંબ અવિદ્યામાં પડે છે તે પ્રાજ્ઞ, પ્રાજ્ઞનું વ્યષ્ટિ સુક્ષ્મોપાધિમાં પરાવર્તન તે તૈજસ અને તૈજસનું પુન; પરાવર્તન વ્યષ્ટિ સ્થૂલોપાધિમાં થાય તે વિશ્વ કહેવાય છે. આ વાત દર્શાવનારો સાંકેતિક અક્ષર ૐ છે, તેથી જ તેને શબ્દબ્રહ્મ કહે છે. | અગ્નિનું; અગ્નિ સંબંધી. | ચાલવામાં વેગવાળું. | તેજમાંથી ઉત્પન્ન થતું; તેજ સંબંધી; તેજનું બનેલું. | તેજવાળું; તેજસ્વી; પ્રકાશતું; રૂપાળું. | પરાક્રમી; જોરાવર.
tap
એ નામનો એક સૌર માસ. હિંદુસ્તાનમાં તે વખતે શિશિર ઋતુ અને ઉત્તર ગોળાર્ધમાં હેમંત ઋતુ તેમ જ સૂર્ય કુંભ રાશિમાં હોય છે. | જેઠ અને અષાડ માસ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શાસ્ત્રોપદિષ્ટ માર્ગથી શરીર, ઇંદ્રિય આદિનું શોષણ; આત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે શરીરનું શોષણ કરવું તે. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( પુરાણ ) સાત માંહેનો એક લોક. | શરીર ધીકવું તે; તાપ; તાવ; સહેજ સાજ તાવ; તપત. વધુ + | અગ્નિ. | આકડાનો છોડ. | આ સંસાર શું છે ? હું કોણ ? મને સંસારની પ્રાપ્તિ જ કેવી રીતે સંભવી શકે ? એવો નિત્યપ્રતિ વિવેકયુક્ત વિચાર થવો તે. | એક કલ્પનું નામ. | એક પ્રકારનું વાદ્ય. | ( વેદાંત ) કૃચ્છ્રચાંદ્રાયણાદિક વ્રત. વ્યાકરણ પ્રમાણે તપ્ ધાતુનો અર્થ સંતાપ કરવો થાય છે, એટલા માટે શરીરને સંતાપ આપવામાં ચાંદ્રાયણ વગેરે વ્રતો તપ શબ્દથી કહેવાય છે. શાસ્ત્રોક્ત રીતે કૃચ્છ્ર્ચાંદ્રાયણ આદિ વ્રત વડે શરીરને સુકાવવું તેનું નામ તપ છે. આ પ્રમાણે સૂત સંહિતામાં તપનું લક્ષણ કહ્યું છે. આ તપ કોઈ પાપ કર્યું હોય તેની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિતરૂપ છે. મુમુક્ષુ માટે ચાંદ્રાયણાદિ તપ ધાતુની વિષમતા દ્વારા હાનિકારક હોવાથી શરીરમાં ઉપદ્રવ થવાનો સંભવ છે; એટલા માટે ભગવાને મુમુક્ષાઓ માટે શરીર, વાણી અને મનથી થતાં ત્રણ પ્રકારનાં તપ ગીતાના સત્તરમા અધ્યાયમાં કહ્યાં છે. દેવનું, દ્વિજનું અને જ્ઞાનીનું પૂજન, પવિત્રતા, સરલતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ બધાં શારીરિક અથવા કાયિક તપ છે. કોઈને ઉદ્વેગ ન થાય તેવી, સત્ય, પ્રિય અને હિતકર વાણી બોલવી અને વેદાદિનું અધ્યયન કરવું તથા મંત્રાદિનો જપ કરવો તે બધું વાણીનું તપ છે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, ઇંદ્રિયોનો નિગ્રહ અને અંતઃકરણની શુદ્ધિ એને માનસિક તપ કહે છે. એ રીતે તપમાં શારીરિક, વાચિક અને માનસિક એવા ત્રણ ભેદ છે અને પ્રત્યેકમાં સાત્ત્વિક, રાજસ અને તામસ એવા ત્રણ ત્રણ ભેદ હોય છે. તપથી પાપ દૂર થાય છે, તપથી બ્રહ્મપ્રાપ્તિ થાય છે, તપથી મનુષ્ય દેવત્વ પ્રાપ્ત કરી શકે છે. તપથી ઋષિઓએ સ્વર્ગ પ્રાપ્ત કર્યું અને તપથી જ શત્રુઓને નસાડી શકાય છે. અધ્યયન કરવું, વ્યાખ્યાન કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, સત્યપાલન કરવું, સરલતાનું આચરણ કરવું, શાંત રહેવું, ઇંદ્રિયદમન કરવું, વિકારોનું શમન કરવું, યજન કરવું, અનશન કરવું, બ્રહ્મચર્ય પાલન કરવું, વૈરાગ્ય ધારણ કરવો એ બધું તપ છે. યજ્ઞ અને દાન પણ તપ છે. યજ્ઞ કરવામાં અને દાન દેવામાં જે પરિશ્રમ થાય છે તેથી તે તપ છે ધાર્મિક કર્તવ્ય કરતી વખતે જે કષ્ટ થાય છે. તેને આનંદથી સહન કરવું તેનું નામ તપ છે. શીતોષ્ણ સહન કરવાની શરીરની શક્તિ વધારવી તેનું નામ તપ છે. જે તપ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે છે તેના પણ ત્રણ ભેદ છે. જે તપ મનમાં ફળભોગની ઇચ્છા વગર કરવામાં આવે છે તે સાત્ત્વિક તપ કહેવાય છે. જે ઘણા દંભથી કરવામાં આવે છે, પોતાનો સત્કાર થાય, માન વધે અને ચારે તરફ પોતાની પૂજા થાય, એ ઉદ્દેશથી જે તપ કરવામાં આવે છે તેવા અસ્થિર અને ચંચળ તપને રાજસ તપ કહેવામાં આવે છે. મૂઢતાથી પોતાની જાતને પીડા કરીને જે કરવામાં આવે છે તથા જેમાં બીજાનો નાશ કરવાનો ઉદ્દેશ હોય છે તેને તામસ તપ કહે છે. અહીં જે તામસ તપની વ્યાખ્યા કરવામાં આવી છે, તેમાં દૈવી ભાવ ઘણો જ થોડો છે, આસુરી ભાવ જ એમાં ભરેલો છે. આ જાતનું તપ દૈવી સંપત્તિમાં આવી શકે નહિ. આ જાતનાં કાર્યને તપ તો કહેવાય, પરંતુ તે આસુરી તપ કહેવાય. કેટલાક બ્રાહ્મણાદિ ગૃહસ્થો ચાંદ્રાયણાદિ વ્રત, ઉપવાસ વગેરે કરે છે; અને કેટલાક સાધુઓ કાંટા ઉપર સૂવું, ઝાડની ડાળે ઊંધા લકટવું, મૌન ધારણ કરવું, પંચધૂણી તાપવી, દૂધાહાર કે ફળાહાર કરવો વગેરે ક્રિયા કરી લોકોને પોતાનું ધાર્મિકપણું તથા તાપસી વૃત્તિ બતાવે છે. જૈનમતાનુસાર તપના બાર પ્રકારમાં છ બાહ્ય અને છ અભ્યંતર તપ છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસંલીનતા એ છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ય, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અભ્યંતર તપ છે. વધુ + | ગ્રીષ્મ ઋતુ; ઉનાળો. | તડકો; ગરમી. | તૃષ્ણાનો લોપ. | દશ માંહેનો એક શ્રવણધર્મ. | દેહકષ્ટ; આત્મસંયમ; કર્મક્ષય કરવા માટે સહન કરાતી તકલીફ; દેહને કષ્ટકારી વ્રત કે નિયમ; તપસ્યા; કોઈ એક કાર્ય સિદ્ધ કરવાના પક્કા ઠરાવથી જેટલું પડે તેટલું દેહકષ્ટ વેઠી લેવું તે; તપશ્ચર્યા; વન વગડામાં રહી કષ્ટ વેઠવું તે; ઇંદ્રિયદમન; મલિન વૃત્તિઓ નિર્મૂળ કરવા જોઈતું બળ કેળવવા માટે કરવામાં આવતું આત્મદમન. આપણા જૂના આદર્શોમાં વિદ્યા અને તપનું મહત્ત્વ સરખું હતું. તપમાં જ સામર્થ્ય છે, તે આપણા લોકો જાણતા હતા. તેઓ તો એટલે સુધી કહે છે કે તપ એટલે ખડતલપણું, તપ એટલે ઇંદ્રિયનિગ્રહ, તપ એટલે સંકલ્પબળ, તપ એટલે ઉદ્યમ, તપ એટલે પ્રાણ અને વીર્ય, તપ એટલે અવિશ્રાંત ઉદ્યોગ, તપ એટલે દુષ્ટ વાસનાનો નાશ. તપ શબ્દના અનેક અર્થભેદ છે એમ વેદ કહે છે, અને એવા અનેક ભેદ માહેનો એક અર્થ આલોચન થાય છે. એવા આ આલોચનથી આત્માની ભવસુખ સમૃદ્ધિ વધી જાય છે. વળી તપ એટલે તપશ્ચર્યા, એ પણ આ તપનો બીજો અર્થ છે. એવી તપશ્ચર્યા એટલે સંસાર અને મિથ્યા વસ્તુ કે પ્રવૃત્તિથી સ્વાત્માને અલગ કરી દેવાથી મનુષ્યને આત્માનંદ અનુભવવાની સુગમતા પ્રાપ્ત થાય છે. એવી તપશ્ચર્યા કરનારો તપસ્વી કહેવાય છે. એવો ખરો તપસ્વી એ જ છે કે જે સ્વહિતવિચારશીલ સારી પેઠે હોય. અધ્યાત્મશાસ્ત્ર પણ તેને જ જ્ઞાત થઈ જાય છે અને તેની તેવી તપશ્ચર્યા ફલપ્રદ બની જાય છે. તપ એટલે વિચાર. એવો વિચાર એટલે સાધારણ નહિ પણ વારંવાર, અનેક વાર એક વસ્તુનું સાધારણ જ્ઞાન થતાં તે ઉપર ફરી ફરી વિચાર કરવાથી તેનું અધિકતર જ્ઞાન થાય છે. આવી રીતે ઘડી ઘડી વિચાર કરવાથી મનુષ્યને સત્ય તત્ત્વના સાંનિધ્યમાં પહોંચે છે. દૃષ્ટાંતરૂપે ભૃગુવલ્લી ઉપનિષદમાં વરુણ દેવે ભૃગુને આવું તપ કહેતાં ઘડી ઘડી વિચાર કરવાનું કહી પંચકોશ શીખવી દીધો અને એ પંચકોશના જ્ઞાનથી તેણે આત્મા એટલે બ્રહ્મને ઓળખી લીધો. પ્રાચીન કાળમાં હિંદુઓ, બૌદ્ધો, યહૂદીઓ, ઈસાઈઓ વગેરેમાંથી ઘણા લોક એવું કરતા હતા કે પોતાની ઈંદ્રિયો વશ રાખવા તથા દુષ્કર્મોમાંથી બચવા માટે તેઓ પોતાના ધાર્મિક વિશ્વાસ અનુસાર વસતી છોડી જંગલમાં તથા પહાડોમાં રહેતા. ત્યાં પોતાને રહેવા માટે ઘાસની નાની મોટી ઝૂંપડી બનાવી લેતા અને કંદમૂળ વગેરે ખાઈને તથા તરેહ તરેહનાં કઠણ વ્રત આદિ કરીને રહેતા હતા. કોઈ વાર તે લોકો મૌન રહેતા, કોઈ વાર ગરમી તથા શરદી સહેતા અને ઉપવાસ કરતા. તેઓનાં આ બધાં આચરણ તપ કહેવાય છે. પુરાણ વગેરેમાં આ પ્રકારનાં તપ તથા તપસ્વીઓની અનેક કથાઓ છે. કોઈ વાર કોઈ અભિષ્ટની સિદ્ધિ માટે અથવા કોઈ દેવતા પાસેથી વરદાન મેળવવા માટે પણ તપ કરવામાં આવતું. પાતાંજલ દર્શનમાં આવા તપને ક્રિયાયોગ કહ્યો છે. ધર્મમંથનમાં ઉલ્લેખ છે કેઃ હિંદુ ધર્મમાં ડગલે ડગલે તપ છે. પાર્વતીને શંકર જોઈએ તો તેણે તપ કર્યું, શિવથી ભૂલ થઈ તો તેમણે તપ કર્યું. વિશ્વામિત્ર તો તપની મૂર્તિ હતા. રામ વનમાં ગયા તો ભરતે યોગારૂઢ થઈ ઘોર તપશ્ચર્યા આદરી અને શરીરને નીચોવી નાખ્યું. ઈશ્વર બીજી રીતે મનુષ્યની કસોટી જ નથી કરી શકતો. જો આત્મા દેહથી ભિન્ન છે તો દેહને કષ્ટ આપીએ છતાં આત્મા પ્રસન્ન રહે. અન્ન શરીરનો ખોરાક છે, જ્ઞાન અને ચિંતન આત્માનો. આ વસ્તુ પ્રસંગોપાત દરેકે પોતાને સારૂ સિદ્ધ કરવી રહી છે. પણ જો તપાદિની સાથે શ્રદ્ધા, ભક્તિ, નમ્રતા ન હોય, તો તપ એ મિથ્યા કષ્ટ છે. તે દંભ પણ હોય. એવા તપ કરતાં સુખપૂર્વક ખાનારા પ્રભુભક્ત હજારગણા સારા છે. વધુ + | ( વેદાંત ) દ્વંદ્વ સહન કરવાની શક્તિ; શીતોષ્ણાદિક દ્વંદ્વ ધર્મનું સહન. પુરુષાર્થબોધિનીમાં કહ્ળું છે કેઃ તપનો અર્થ શીતોષ્ણ સહન કરવું, એ છે. સત્કર્મ કરતી વખતે જે કષ્ટ થાય તે સહન કરવાં એનું નામ તપ છે. પ્રત્યેક કર્મ કરવા માટે શીત ઉષ્ણ, લાભ હાનિ, જય પરાજય, ભૂખ તરસ આદિ સહન કરવાં જ જોઈએ. આ સહન કરવાનું નામ જ તપ છે. | નિયમનના પાંચ માંહેનો એક પ્રકાર. | ( જૈન ) પ્રાયશ્ચિતના નવ માંહેનો એક પ્રકાર; અનશન આદિ બાહ્ય તપ કરવું તે. | બાર વર્ષનો વખત. | બ્રહ્મ. વધુ + | ( વેદાંત ) મન અને ઇંદ્રિયોની એકાગ્રતા. | મન, વચન અને કર્મથી પાપકર્મ ન કરવાપણું. | મનની ઇચ્છા પૂરી પાડવા દેવ કે દેવીની કૃપા મેળવવાને કરવામાં આવતું દેહકષ્ટ. | માઘ માસ. | ( જ્યોતિષ ) લગ્નથી નવમું સ્થાન. | વિચારણા; આલોચન; ઈક્ષણ. વધુ + | વિદ્યાના પાંચ માંહેનું એક પર્વ. | શરીર અથવા ઇંદ્રિયને વશ રાખવાનો ધર્મ. | સાત માંહેની એક ક્રિયાશક્તિ. ક્રિયાશક્તિ સાત છેઃ (૧) ઈષ્ટ, (૨) પૂર્ત, (૩) સ્વાધ્યાય, (૪) જપ, (૫) પૂજા, (૬) તપ અને (૭) દાન. | સૂર્ય. | સૃષ્ટિસંકલ્પ. વધુ + | ( વેદાંત ) હિતમિત અને પવિત્રતાન્નનું ભોજન. | તપ કરનાર. | તપાવનાર; બાળનાર.
tattva
બ્રહ્માનું એક નામ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. જગત સર્વમાં તત્ત્વ એટલે સાર વસ્તુ પણ આપ જ છો. પુનઃ બ્રહ્મ એટલે આત્મતત્ત્વ પણ આપ જ છો. પુનઃ વસ્તુપણામાં આપ જ વસ્તુ છો. પુનઃ સૂક્ષ્મતમ સર્વત્ર સર્વવ્યાપક ચૈતન્યતત્ત્વ પણ આપ જ છો. પુનઃ તત્ત્વ એટલે મુદ્દાની વાત અથવા નિજજ્ઞાન અહમસ્મિપદ પણ આપ જ છો. એટલે કે સંસાર સર્વ અનિષ્ટ અથવા અનિશ્ચિત છે અને સંસારમાયાથી રહિતપણું ઇષ્ટ છે. | શિવનાં હજાર માંહેનું એક નામ. | અણુ. | આત્માનું ખરૂં સ્વરૂપ; મૂળ કે અસલ રૂપ. | ઇંદ્રજાળ. | ગુરુતત્ત્વ, મંત્રતત્ત્વ, મનસ્તત્ત્વ, દેવતત્ત્વ અને ધ્યાનતત્ત્વ એ પાંચ માંહેનું દરેક. વૈષ્ણવો આ અર્થમાં આ શબ્દ વાપરે છે. | ચોવીશ માંહેનું દરેક તત્ત્વ. તે નીચે પ્રમાણે છેઃ (૧) પૃથ્વી, (૨) જળ, (૩) તેજ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) શ્રોત્ર, (૭) ત્વક્, (૮) ચક્ષુ, (૯) જિહ્વા, (૧૦) ઘ્રાણ, (૧૧) શબ્દ, (૧૨) સ્પર્શ, (૧૩) રૂપ, (૧૪) રસ, (૧૫) ગંધ, (૧૬) વાક્, (૧૭) પાણિ, (૧૮) પાદ, (૧૯) પાયુ, (૨૦) ઉપસ્થ, (૨૧) મન, (૨૨) બુદ્ધિ, (૨૩) ચિત્ત અને (૨૪) અહંકાર. માયા, મહત્તત્ત્વ, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ આઠ પ્રકૃતિ ગણાય છે. સત્ત્વ, રજ અને તમ એ માયાના ત્રણ ગુણો છે. અગિયાર ઇંદ્રિયો તથા પાંચ ભૂત મળીને સોળ વિકારો થાય છે. આઠ પ્રકૃતિ તથા સોળ વિકારો એકઠા થતાં ચોવીશ તત્ત્વો બને છે. તેમાં એક જ આત્મા સાક્ષીરૂપે રહે છે. ગીતા પંચામૃતમાં તેનો ઉલ્લેખ છે કેઃ ચાર્વાક વગેરે ચાર તત્ત્વ માને છેઃ પૃથ્વી, અપ્, તેજ અને વાયુ. યોગથી જીવ પેદા થાય છે. જીવ કે ચૈતન્ય ચારેના અમુક પ્રકારના એવું જડ તત્ત્વોથી જુદું કંઈ છે નહિ. જૈનો મુખ્ય બે તત્ત્વ માને છે. વિસ્તારથી તે ૭ કે ૯ થાય છે. જીવ બે પ્રકારનો છેઃ સમનસ્ક અને અમનસ્ક. અમનસ્ક બે પ્રકારનો છે: સ્થાવર અને ત્રસ. ત્રસ જીવ બે, ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયોવાળા છે. એમ વિસ્તારથી જીવના ૫૬૩ ભેદ છે. અજીવ તત્ત્વ પાંચ છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાલ પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ એટલે જીવનો પ્રદેશ અને કર્મપુદ્દગલ એ બંનેનું સંમેલન, મોક્ષ એટલે સમગ્ર કર્મનો ક્ષય થઈ જીવનું જે સ્વરૂપમાં અવસ્થાન થાય તે જૈનોના સાત તત્ત્વ છે, અને તેમાં જીવ અને અજીવ બે તત્ત્વ ઉમેરવાથી નવ તત્ત્વ થાય છે. ન્યાયમાં ૧૬ તત્ત્વ છેઃ પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન, વૈશેષિક મતે સાત તત્ત્વો છેઃ પહેલાં ૬ ભાવરૂપ અને ૭મો અભાવઃ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. સાંખ્યમતે પચીશ તત્ત્વો છેઃ મૂલપ્રકૃતિપ્રધાનથી મહત્તત્ત્વ પેદા થાય છે; મહત્ એટલે બુદ્ધિ કે અંતઃકરણ તેમાંથી અહંકાર થાય છે. અહંકારના તમાંશથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પાંચ તન્માત્રા થાય છે. આ ૭ માંથી બીજાં ૧૬ થાય છે. અહંકારના સત્ત્વાંશથી વાકૃ, પાણિ, પાદ, પાયુ, ઉપસ્થ એ પાંચ જ્ઞાનેંદ્રિય તથા શ્રોત્ર, ત્વક્, અક્ષિ, રસના, ઘ્રાણ એ પાંચ કર્મેંદ્રિય અને જ્ઞાન તથા કર્મ ઉભયાત્મક મન એ ૧૧ થાય છે. પંચતન્માત્રાથી અનુક્રમે આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી એ પંચમહાભૂત થાય છે, એમ સોળ પદાર્થ બને છે. જે ૭ કહ્યાં તે પ્રકૃતિની વિકૃતિ છે અને આ સોળની પ્રકૃતિ છે. આ ૧૬ કોઈ બીજાંની પ્રકૃતિ નથી. આ સર્વેથી બધું વિશ્વ બને છે. યોગ મતે છવ્વીશ તત્ત્વો છેઃ સાંખ્યમાંનાં ૨૫ તત્ત્વ માનતાં પુરુષને મોક્ષબુદ્ધિ આપનાર પરમ જ્ઞાનવાન, નિત્ય, શુદ્ધ એવા એક ઈશ્વરની જરૂર સ્વીકારી છે, જેથી તેના શાસ્ત્રમાં ઈશ્વર સહિત ૨૬ તત્ત્વ થાય છે. શાક્તશાસ્ત્રમાં છત્રીશ તત્ત્વો સ્વીકારાયેલાં છે. તે બધાં તત્ત્વોના ત્રણ વ્યૂહ, પાડવામાં આવ્યા છે. જેમકે, શિવ વ્યૂહ, વિદ્યા વ્યૂહ અને આત્મ વ્યૂહ. શુદ્ધ મિશ્ર અને અશુદ્ધ જેવી ત્રણ અધ્વા કલ્પવામાં આવી છે અને દરેક અધ્વામાં અમુક અમુક તત્ત્વો આવેલાં છે. ૧૨ થી ૩ તત્ત્વો સાંખ્યદર્શનમાં મનાય છે તે જ છે અને તેમને આ શાક્તદર્શનમાં સ્વીકાર્યાં છે. એ તત્ત્વોમાં ક્ષેત્રજ્ઞ એટલે જીવનું સઘળું સાંસારિક સ્વરૂપ સમાય છે, માટે એ બધાંને આત્મતત્ત્વવ્યૂહ કહે છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ની ન્યૂનાધિક ભાવરહિત જે સામ્યસ્થિતિ છે તેને પ્રકૃતિ કહે છે. પ્રકૃતિનું કાર્ય મહત્તત્ત્વ, મહત્તત્ત્વનું કાર્ય અહંકાર, અહંકારનું કાર્ય પાંચ તન્માત્રા અને અગિયાર ઇંદ્રિયો, પાંચ તન્માત્રાનું કાર્ય પાંચ સ્થૂલ મહાભૂતો એ ચોવીસ જડતત્તવ છે અને એક ચેતનતત્ત્વ પુરુષ છે; એટલે બધાં મળી પચીશ તત્ત્વ છે. ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યસરિકામાં પણ આજ પચીશ તત્ત્વો માન્યાં છે. પુરુષાર્થબોધિનીમાં કહ્યું છે તેમઃ તત્ત્વ કુલ પચ્ચીસ છેઃ સત્ત્વ, રજ તથા તમ. આ ત્રણ ગુણોની સમઅવસ્થાનું નામ પ્રકૃતિ છે. આ જ સામ્યાવસ્થાને માટે પ્રકૃતિ, પ્રધાન, અવ્યક્ત, કારણ, મૂલ પ્રકૃતિ આદિ શબ્દ યોજાય છે. આ ૧લું તત્ત્વ છે. આ પહેલા તત્ત્વ પ્રકૃતિમાંથી મહત્તત્ત્વ નામનું ૨ જું તત્ત્વ ઉત્પન્ન થાય છે. મહત્તત્ત્વ એટલે સર્વ જગતમાં વ્યાપનારૂં બુદ્ધિતત્ત્વ. જાગૃતિક બુદ્ધિ એવું પણ એનું નામ છે. મૂળ પ્રકૃતિમાંથી પહેલું કાર્ય આ બન્યું છે. આ મહત્તત્ત્વ, નામના બીજા તત્ત્વમાંથી અહંકાર નામના ત્રીજા તત્ત્વની ઉત્પત્તિ થઈ. અહંકારનો અર્થ `હુંપણું` છે. `હું ભિન્ન છું અને બીજા ભિન્ન છે` આ પ્રતીતિનું નામ અહંકાર છે. આ જ અહંકારના કારણે આ જગતમાં મર્યાદા, ભેદભાવ, દ્વૈતભાવ આદિ ઉત્પન્ન થાય છે. આ ત્રીજા તત્ત્વ અહંકારથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ તન્માત્રા થઈ. તન્માત્રાનો અર્થ મૂળ સૂક્ષ્મતત્ત્વ, જેથી આ પાંચ ગુણોનો બોધ થાય છે. એ મૂળ શુદ્ધ તત્ત્વ છે. એનાથી પાંચ જ્ઞાનેંદ્રિય તથા પાંચ કર્મેંદ્રિય બની છે. કર્ણ, ત્વચા, ચક્ષુ, જિહ્વા, તથા નાસિકા એ પાંચ જ્ઞાનેંદ્રિય છે; અને વાક્, હાથ, પગ, ગુદા તથા ઉપસ્થ એ પાંચ કર્મેંદ્રિય છે. આ દશ ઇંદ્રિયો પૂર્વોક્ત તન્માત્રાઓથી ક્રમપૂર્વક બની છે. આ દશ ઇંદ્રિયોને બાહ્યઇંદ્રિયો કહે છે; બીજી અભ્યંતર ઇંદ્રિય મન છે; એ પણ અહંકારથી જ બન્યું છે. આ બધામાં અહંકાર હોવાથી પ્રત્યેક ઇંદ્રિયનાં ગુણ, કર્મ, સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. ગુણ, કર્મ, સ્વભાવોથી અર્થાત્ ધર્મકર્મની ભિન્નતા જ અહંકારનું લક્ષણ છે. પાંચ તન્માત્રા, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેંદ્રિય તથા મન મળી સોળ પદાર્થ અહંકારથી બન્યા છે. પાંચ તન્માત્રાઓથી પાંચ સ્થૂલ ભૂત બન્યા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ સ્થૂલ ભૂત છે. આ રીતે મૂલ પ્રકૃતિ, મહત્તત્ત્વ, અહંકાર, પાંચ તન્માત્રા, પાંચ કર્મેંદ્રિય, પાંચ જ્ઞાનેંદ્રિય, મન, પાંચ મહાભૂત અને આત્મા મળીને પચીશ તત્ત્વ છે. | ( જૈન ) જીવ અને અજીવ. | દ્રવ્ય અને અદ્રવ્ય. રામાનુજ સંપ્રદાયમાં વપરાય છે. | ધોરણ; નિયમ. | ( જૈન ) નવ માંહેનું દરેક તત્ત્વ. તેનાં નામઃ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. | નાચવું, ગાવું અને બજાવવું તે. | નિષ્કર્ષ; અર્ક; મૂળ વસ્તુ ; સાર; સાર વસ્તુ. | પચીશસૂચક એક સાંકેતિક શબ્દ; પચીશની સંખ્યા, કારણ કે વાસ્તવિક રીતે તત્ત્વ પચીશ છે. | પંચમહાભૂત માંહેનું દરેક; પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકશ માંહેનું દરેક. | પાંચની સંખ્યાઃ પાંચસૂચક સાંકેતિક શબ્દ, કારણ કે વાસ્તવિક રીતે તત્ત્વ પાંચ છે. | પોષક વસ્તુ; પોષણ આપનાર સત્ત્વ. `વંદે માતરમ્` આરોગ્ય પૂર્તિમાં લખે છે કેઃ ખોરાકમાં દર અધોળે એટલે અઢી રૂપિયાભારે નીચેનાં સત્ત્વ રહેલાં છેઃ વધુ + | પ્રલયના સમય સુધી માત્ર પોતાના સ્વરૂપમાં જે ટકી રહે તે. | બ્રહ્મ; પરમાત્મા; ચૈતન્ય; જગતનું મૂળ કારણ. | ભાગ; પ્રમાણ. | ભ્રાંતિજનક વસ્તુ. | મજ્જા; ચરબી; ગર્ભ; ગર; મગજ. | ( શાક્ત ) મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા ને મૈથુન એ પાંચ માંહેનું દરેક. | માલમિલ્કત. | મુખ્ય ભાગ. | રહસ્ય; સારાંશ; છેલ્લામાં છેલ્લો સાર. | વસ્તુ; પદાર્થ. | વાસ્તવિકતા; અસલિયત; યથાર્થતા; વાસ્તવિક સ્થિતિ; વસ્તુપદાર્થસંભવ ઈત્યાદિનું સ્વરૂપ કેવું તે; યથાર્થ સમજવું તે; કોઈ પણ વસ્તુનું વસ્તુત્વ. | શૂન્ય. | સત્ય; કેવળ સત્ય; માયા રહિત મૂળ અસ્તિત્વ; તથ્ય; અમૃત. | ( યોગ ) સમાધિ; આત્મા અને મનનું એકપણું. રાજયોગ, ઉન્મની, મનોન્મની, ચિત્તવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિત્તપ્રલય, અમરત્વ, લય, તત્ત્વ, શૂન્યાશૂન્ય, પરમપદ, અમનસ્કભાવ, અદ્વૈત, નિરાલંબ, નિરંજન, જીવન્મુક્તિ, સહજાવસ્થા અને તુર્યાવસ્થા એ સમાધિના પર્યાય છે. | સંગીતનું એક વાદ્ય. | સંગીતમાં ધીમી હલકે ગાવું તે. | સ્વભાવ; ચિત્ત; મન.
tej
અગ્નિ; ચૈતન્યાત્મક જ્યોતિ. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે મોહનવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૨૩ ગુરુ અને ૧૮ લઘુ મળી ૪૧ અક્ષર અને ૬૪ માત્રા હોય છે. | ગંજીફાનાં પાનાનો આઠ માંહેનો એ નામનો એક રંગ. | વિષ્ણુના સત્તર અવતાર માંહેનો દશમો અવતાર. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ. | અપમાન વગેરે ન સહન કરવારૂપી નાયકના આઠ માંહેનો એક સાત્ત્વિક ગુણ. | ઉત્સાહ; હોંશ; ખંત. | ગરમી; ઉષ્ણતા; તાપ. | ગુસ્સો. | ઘોડાનો વેગ. | ( જૈન ) છ માંહેની એક લેશ્યા. કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ એ છ પ્રકારની લેશ્યા છે. | જળ; પાણી. | જોસ; બળ; જોર; પરાક્રમ; વીર્ય; પ્રભાવ. | તેજી; પ્રચંડતા. | દબદબો; દમામ; ભભકો; દાબ. | પાંચ માંહેનું એક ઝગઝગતું તત્ત્વ; પંચમહાભૂતોમાંનું એક તત્ત્વ; અગ્નિતત્ત્વ. | પિત્ત. | પ્રકાશ; રોશની; ઝગઝગાટ; ચળકાટ. તેજનાં મોજાંની ગતિ દર સેકંડે ૧,૮૬,૩૨૫ માઈલ છે. તેજ પદાર્થ નથી, પરંતુ તે એક શક્તિ અથવા ગતિ છે. તેજોમય વસ્તુના ઘણા જ ઝીણા અણુઓ કંપી રહે છે. આ કંપન ઇથમાં ગતિ ઉપજાવે છે. આ ગતિ પાણીનાં મોજાંઓને મળતી છે. સાંખ્ય મતમાં તેજમાં ત્રણ ગુણ માનેલા છે: રૂપ, શબ્દ અને સ્પર્શ. ન્યાય કે વૈશેષિક મત પ્રમાણે તેજના બે પ્રકાર છે: નિત્ય અને અનિત્ય. પરમાણુરૂપમાં તે નિત્ય અને કાર્યરૂપમાં તે અનિત્ય છે. શરીર, ઇંદ્રિય અને વિષયના ભેદથી અનિત્ય તેજ ત્રણ પ્રકારનું થાય છે. આખા શરીરમાં વ્યાપ્ત તે શરીરતેજ. જેમકે, આદિત્યનું તેજ. જેથી રૂપ આદિનું જ્ઞાન થાય તે ઇંદ્રિયતેજ. જેમકે, નેત્રનું તેજ. વિષયતેજ ચાર પ્રકારનું છે; ભોમ, દિવ્ય, ઔદાર્ય અને આકરજ. લાકડાં વગેરે બાળવાથી થતું તેજ તે ભૌમ તેજ. દૈવી શક્તિથી કે આકાશમાં દેખાય તે દિવ્ય તેજ. જેમકે, વીજળી. ઉદરમાં રહેતું અને ખોરાક પચાવતું તેજ તે ઔદાર્ય તેજ. ખનીજ પદાર્થોમાનું તેજ તે આકરજ તેજ. જેમકે, સોનાનું તેજ. શરીરમાં તેજ રહેવાથી સાહસ અને બળ આવે છે, ખોરાક પચે છે અને શરીર સુંદર બને છે. વધુ + | બીજાને અભિભવ પમાડવાનું સામર્થ્ય. | માખણ. | માન; પ્રતિષ્ઠા; શેહ; છાયા; શરમ. તેજવિસ્તા, તેજસ્વી વૃત્તિ દરેક મનુષ્યમાં હોવી જોઈએ. અપમાન સહન નહિ કરવું જોઈએ. અહિંસા, અક્રોધ, ક્ષમા વગેરે શબ્દોથી તથા ખાસ કરીને `નાતિમાનિતા` શબ્દથી અપમાન સહન કરવું તથા દુઃખ, કષ્ટ, અપમાન સહન કરવું એવો કેટલાક લોકો અર્થ કાઢે છે; પરંતુ ગીતાને એ અર્થ અભીષ્ટ નથી. તેજસ્વિતા સાથે નાતિમાનિતાનો સંબંધ હોવો જોઈએ. તેજસ્વીપણું એ દૈવી સંપત્તિનું પ્રધાન અંગ છે. દૈવી સંપત્તિવાળા ઉત્તમ પુરુષોની અમુક પ્રકારની પ્રભા પડે છે, જેને લઈને તેમની હાજરીમાં આસુરી પ્રકૃતિવાળા વિષયી પુરુષો પોતાનાં ખરાબ આચરણ કરતા રોકાઈ જઈને, તેવા શ્રેષ્ઠ પુરુષોના કહેવા પ્રમાણે સારાં કામ કરે છે. આનું નામ તેજ કહેવાય છે. વૈરાગ્યવાન દૈવી સંપત્તિવાળા પુરુષ કે જેની વિવેક દ્વારા વિષયાદિક માયિક પદાર્થોમાં દોષની દૃષ્ટિ થઈ ગઈ હોય છે. તે પુરુષોને જે પ્રભાને લીધે સ્ત્રીધનાદિક માયિક તુચ્છ પદાર્થો લલચાવી શકતા નથી, તેને પણ તેજ કહે છે. | શોભા; દેદીપ્યમાનપણું. | સત્ત્વ ગુણથી થનાર લિંગ દેહ. | સમવાય સંબંધે કરીને ઉષ્ણ સ્પર્શવાળું દ્રવ્ય. | સાર; સત્ત્વ. | સોનું. | તે ખરૂં; એજ; માત્ર તે. | ચંચળ; સ્ફૂર્તિવાળું; જાગૃતિવાળું. | જીવંત; નહિ મંદ એવું; ભભૂકતું. | જોશવાળું; ઘણું આતુર; ઘણું ઉત્સુક. | તીક્ષ્ણ; તીખું; આકરૂં; ઉગ્ર; જલદ. | સાચું. ફૂલની સામાન્યત: બે જાત હોય છે: સાચાં ને ખોટાં. જેમકે, ગુલાબ, ડોલર, ચમેલી આદિ સાચાં ફૂલો કહેવાય છે અને કરેણ, તગડ વગેરે ખોટાં પુષ્પો કહેવાય છે. વધુ +
thãl
કાંસાની મોટી છીછરી રકાબી. | કોઈ રકમ વ્યાજે લેતાં બદલામાં મુકાતી માલમિલકત; બાનું. | મોટી થાળી; ખૂમચો.
til
( જ્યોતિષ ) અઠ્યાશી માંહેનો ત્રીશમો ગ્રહ. | આંખનો ડોળો. | કોઈ વસ્તુનો થોડામાં થોડો જથ્થો; તલના જેવડું અલ્પ પ્રમાણ. | ક્ષણ; મિનિટ; પળ. | ( પિંગળ ) છ અક્ષરનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; કર્મદા. તે ગાયત્રી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં રગણ અને સગણ મળી છ અક્ષર હોય છે. | જેમાંથી તેલ કાઢવામાં આવે છે તે બી; તલ; હવનનું ધાન્ય. તલના કણ ચપટા અને બહુ નાના હોવાને લીધે અલ્પત્વ બતાવવાને વપરાય છે. ઉદ્ભિજ્જ શાસ્ત્રવેત્તાનું એવું અનુમાન છે કે, તલનું આદિસ્થાન આફ્રિક છે. ત્યાં આઠ નવ જાતના જંગલી તલ થાય છે. પણ તિલ શબ્દનો વ્યવહાર સંસ્કૃતમાં પ્રાચીન છે. એટલો પ્રાચીન કે જ્યારે બીજી કોઈ ચીજમાંથી તેલ કાઢવામાં નહોતું આવતું ત્યારે તલમાંથી કાઢવામાં આવ્યું હતું. તેથી તેનું નામ તલમાંથી કાઢેલું તેલ પડ્યું. અથર્વવેદમાં તલ અને ધાન્ય દ્વારા તર્પણ કરવાનો ઉલ્લેખ છે. વૈદ્યકમાં તલ ભારે, સ્નિગ્ધ, ગરમ, કફપિત્તકારક, બલવર્ધક, સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર, મળરોધક અને વાતનાશક માનેલ છે. તલનું તેલ વધારે પિવાય તો રેચક છે. | તલ જેવું ચામડી ઉપરનું લાખું; શરીર ઉપરની તલના જેવી નિશાની; ચામડી ઉપરનો કાળા રંગનો નાનો ડાઘ. પુરુષને જમણી બાજુ અને સ્ત્રીને ડાબી બાજુ આવો ડાઘ હોય તો તે શુભ મનાય છે. હથેળીમાં તે હોય તો તે સૌભાગ્યસૂચક મનાય છે. | રજ; કણ. | એક જાતનું વજન; તલભાર.
torã
પ્રકરણ. જેમકે, કુરાન ૧૧૪ સુરા કે તોરામાં છે. | હુકમ. | વિવાહ પ્રસંગે પૈસાદાર માણસોને ત્યાંથી ભેટ અપાતી જુદી જુદી જાતની વાનીઓની રકાબીઓ. | અભિમાન. વધુ +
tvak
સોળ માંહેનો એક વિકાર. | ( તાંત્રિક ) છત્રીસ માંહેનું એ નામનું અઢારમું તત્ત્વ. | છાલ. | તજ; દાલચીની. | પાંચ જ્ઞાનેંદ્રિય માંહેની એક; ચામડી; ત્વચા.
tyãg
આપી દેવું તે; બીજાના લાભમાં જતું કરવું તે. | કાઢી મૂકવું તે; છૂટાછેડા કરવા તે. | તજી દેવું તે; છોડવું કે મૂકી દેવું તે. ત્યાગ એટલે પદાર્થોનો અંતર અને બહિર બંને પ્રકારનો ત્યાગ. અંતર્ત્યાગ એટલે ઘર, ખેતી, ધન આદિ દશ પ્રકારના પરિગ્રહની ઇચ્છાનો અભાવ. બહિર્ત્યાગ એટલે પદાર્થોનો ત્યાગ કરવો તે. શ્રુતિમાં કહે છે કેઃ સર્વ વર્ણાશ્રમીઓને માટે ત્યાગ જ મોક્ષનું ઉત્તમોત્તમ સાધન છે. હિંદુઓના ધર્મગ્રંથોમાં ત્યાગનું બહુ જ માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ત્યાગ કરનાર મનુષ્ય નિષ્કામભાવી હોવાથી પરોપકાર તથા અન્યાન્ય શુભ કર્મ કરે છે તેમ જ વિષયવાસના કે સુખોપભોગ આદિ કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતો નથી. આવો મનુષ્ય મુક્તિનો અધિકારી મનાય છે. ગીતા અનુસાર ત્યાગને એક સંન્યાસની અવસ્થા માનવામાં આવે છે. એ અનુસાર આર્ય ધર્મનો પરિત્યાગ તે સંન્યાસ અથવા કર્મોની ફળથી આશા ન રાખવી તે ત્યાગ. મનુ અનુસાર બીજી ચીજનો ત્યાગ થઈ શકે, પરંતુ માતા, પિતા, સ્ત્રી, પુત્ર ત્યાજ્ય નથી. ગાંધીજીના વિચારરત્નોમાં કહ્યું છે કેઃ ધનનો, માનનો, કુટુંબનો, પ્રાણનો ત્યાગ કરવો પણ સત્યનો ને અહિંસાનો ત્યાગ કદી ન કરાય એવું સર્વ ધર્મોનું દોહન છે. | દાન. વધુ + | રાજીનામું. | લગ્ન વગેરે પ્રસંગે અપાતો બારોટનો લાગો. | વિષયવિરાગ પામેલ તપસ્વી. | સંન્યાસ; વૈરાગ્ય; સંસાર અને માયાની ભાવનાઓથી અળગા રહેવાપણું. | હરકોઈ કર્મ કર્યા પછી `ન મમ` કરવું તે; દશ માંહેનો એક શ્રવણધર્મ; તે મારૂં નથી એવું જ્ઞાન કે ઇચ્છા.

U

upãsanã
ઈજા. | ઇષ્ટદેવનું સ્મરણ; ધ્યાન. | ઈશ્વરની આસ્થા. | ઈશ્વર સાથેનો સંબંધ. | ઈશ્વરની મરજીને અધીન થવાની મનની વૃત્તિ. તેના બે પ્રકાર: પ્રતીક એટલે મૂર્તિની ઉપાસના અને અહંગ્રહ એટલે હું બ્રહ્મ છું એવી ઉપાસના. | ખિદમતમાં રહેવાપણું. | ગુરુ પાસેથી મંત્ર લઈ દીક્ષાનું કરાતું પાલન. | તીર ફેંકવાનો મહાવરો કરવાપણું. | પવિત્ર અગ્નિ. | પાસે જઈ બેસવું તે. | પૂજા; સેવા; ભક્તિ. ઈશ્વરની ઉપાસનાથી મનમાં શાંતિ થાય અને શરીરની આરોગ્યતા વધે. કેવલાદ્વૈતના મતે ઉપાસનાના ત્રણ પ્રકાર: કર્મોપાસના, આત્મોપાસના અને જ્ઞાનોપાસના. સારાં કાર્ય કરવાં, નીતિ પાળવી તે કર્મોપાસના. અંત:કરણથી ઈશ્વરનું સ્મરણ, પૂજન અને ધ્યાન કરવું તે આત્મોપાસના. શાસ્ત્રના જ્ઞાનથી સ્વરૂપને ઓળખવું તે જ્ઞાનોપાસના. વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે ઉપાસનાના પાંચ પ્રકાર: અભિગમન, ઉપાદાન, ઇજ્યા, સ્વાધ્યાય અને યોગ. દેવસ્થાનમાં સાફસૂફી કરવી તે અભિગમન, ગંધ પુષ્પાદિ પૂજાસામગ્રી મેળવવી તે ઉપાદાન, પૂજન તે ઇજ્યા, મંત્ર જપ સૂક્તાદિ પાઠ તે સ્વાધ્યાય અને અંતર્યામીનું ધ્યાન તે યોગ. વેદશાસ્ત્ર પ્રમાણે ઉપાસનાના પાંચ ભેદ: (૧) નિર્ગુણ ઉપાસના, (૨) સગુણ પંચોપાસના એટલે વિષ્ણુ, સૂર્ય, શક્તિ, ગણપતિ અને શિવની ઉપાસના, (૩) લીલા વિગ્રહ ઉપાસના અર્થાત્ અવતાર ઉપાસના, (૪) ઋષિ, દેવતા અને પિતૃ ઉપાસના અને (૫) ભૂતપ્રેતાદિની તામસિક ઉપાસના. પ્રકૃતિ ને પ્રવૃત્તિ પ્રમાણે સાધકની રુચી ઉપાસનામાં ચોંટે છે. | મુક્તિના કારણરૂપ વિદ્યા. | ( વેદાંત ) હલકી વસ્તુમાં ઊંચી વસ્તુનું આરોપણ.
upastha
ખોળો. | ( તાંત્રિક ) છત્રીશ માંહેનું એ નામનું છવ્વીશમું તત્ત્વ. | નીચલો ભાગ. | મધ્યભાગ. | સોળ માંહેનો એક વિકાર. | સ્ત્રી કે પુરુષની ગુહ્યેન્દ્રિય. | ગુદા; મલદ્વાર. | ચોવીશ માંહેનું એક ગાયત્રી તત્ત્વ. | નિતંબ; થાપો; કૂલા; ઢેકો. | પાસે રહેલું; સમીપનું; નજીકનું.
utpatti
આરંભ; શરૂઆત. | આરંભસ્થાન; મૂળ. | ઉદ્ભવ; સંભવ; જન્મ; જીવનું દેવ માથે મળવાપણું; જનન; સૃષ્ટિમંડાણ. વધુ + | ઊંચે જવાનું કામ. | કારણ એટલા કામના મૂળમાંથી કાર્ય એટલે કામનો ઉદ્ભવ એટલે જન્મ. કારણમાંથી કાર્ય ઉત્પન્ન થવા વિષે ચાર જુદા મત છે: (૧) બૌદ્ધો અસત્માંથી સત્ની ઉત્પત્તિ માને છે. તેઓ કહે છે કે કારણનો નાશ થઈ કાર્યનો જન્મ થાય. જેમકે, બીજનો નાશ થાય ત્યારે અંકુર થાય, દૂધનો નાશ થાય ત્યારે દહીં થાય. (૨) નૈયાયિકો સત્માંથી અસત્ની ઉત્પત્તિ માને છે. બૌદ્ધોને મતે કારણ અસત્ અને કાર્ય સત્ છે. નૈયાયિકોને મતે કારણ સત્ અને કાર્ય અસત્ છે. નૈયાયિકો માને છે કે ઉત્પત્તિ પહેલાં કાર્ય અસત્ એટલે ન હતું. તે કારણને લીધે ઉત્પન્ન થાય છે. અભાવ ન હોય તેમાંથી ભાવ એટલે હોવાપણારૂપ કાર્ય બની શકે નહિ. કારણરૂપ વસ્તુ તો હોવી જાઈએ, પણ તેમાં કાર્યનું હોવાપણું માની શકાય નહિ, કેમકે કારણમાં કાર્ય રહેલું હોય તો પછી ઉત્પન્ન થવાનું કાંઈ રહ્યું નહિ. માટે કારણમાં કાર્ય ન હતું. તે તદ્દન નવું ઉત્પન્ન થયું. (૩) સાંખ્યોના મત કારણ તેમ જ કાર્ય સત્ છે, એટલા કાર્ય કારણમાં રહેલું છે. કારણના વ્યાપાર એટલે ક્રિયાથી કારણમાં રહેલ કાર્ય પ્રકટ થાય છે. જેમકે, તલમાં તેલ રહેલું છે. તલને પીલીને માત્ર તેલ ખુલ્લું કરવામાં આવે છે, નવું ઉત્પન્ન થતું નથી. કમોદને ખાંડીને તેમાં રહેલા ચોખા પ્રત્યક્ષ કરાય છે. દોહીને ગાયમાં રહેલું દૂધ બહાર કઢાય છે, કંઈ નવું થતું નથી, માટે કારણમાં કાર્ય રહેલું જ છે. કારણમાં કાર્ય રહેલું ન હોય તો રેતીને પીલવાથી તેલ નીકળવું જોઈએ. માટે કારણમાં કાર્યનું અસ્તિત્વ એટલે હોવાપણું સ્વીકારવું જ જોઈએ. અભાવથી ભાવની ઉત્પત્તિ થતી હોય તો માટીમાંથી લૂગડું અને તાંતણામાંથી ઘડો ઉત્પન્ન થવાનો પ્રસંગ આવી પડે, જે દેખીતી રીતે વિરુદ્ધ છે. માટે કારણમાં વિદ્યમાન કાર્ય પ્રકટ હોય એનું નામ ઉત્પત્તિ એવો સાંખ્યમત છે. આ મતવાળા ઉત્પત્તિને આવિર્ભાવ અને નાશને તિરોભાવ એટલે અદૃશ્યતા કહે છે. (૩)માયાવાદીઓ સાંખ્યોની પેઠેજ ઉત્પત્તિનો અર્થ સ્વીકારે છે, પણ ફેર એટલો કે સાંખ્યો કારણ કાર્ય રૂપે બદલાય એમ માને છે, જ્યારે માયાવાદીઓ સતરૂપી કારણના રૂપાંતર કાર્યને માને છે. છીપમાં રૂપાનો ભ્રમ થાય છ તેમ કારણમાં કાર્યનો ભ્રમ થાય છે. બ્રહ્મ જગતનું કારણ છે, પણ બ્રહ્મ ખરી રીતે જગતરૂપે બદલાતું નથી. બ્રહ્મમાં જગતનો ભ્રમ થયો છે તેમ માયાવાદીઓનું માનવું છે. ટૂંકમાં બૌદ્ધને મતે શૂન્યમાંથી કાર્ય ઉત્પન્ન થાય, ન્યાયમતે જૂની વસ્તુમાંથી નવી વસ્તુ પેદા થાય, સાંખ્યમતે કારણમાં ગુપ્ત રહેલા ધર્મોની અભિવ્યક્તિ એટલે સ્પષ્ટતા થાય અને માયાવાદમાં કાર્ય એ માત્ર માનસિક કલ્પના છે. | કાર્તિક માસની અંધારી અગિયારશ. શ્રીકૃષ્ણના શરીરમાંથી હથિયારબંધ શક્તિ મુર નામના દૈત્યનો વધ કરવા આ દિવસે ઉત્પન્ન થયેલી, માટે તે દિવસને ઉત્પત્તિ નામ અપાયું છે. | કાર્તિક માસનું કૃષ્ણપક્ષનું પખવાડિયું. | ( વેદાંત ) કાર્યના પોતાના અધિકરણ એટલે સાધનની ક્ષણ સાથે કાર્યનો સંબંધ. | ( વેદાંત ) કાર્યની પહેલી ક્ષણની સત્તાની સંબંધ. | જાતિ; મૂલ. | નિદાન; રોગની ઓળખને લગતી વૈદ્યક શાસ્ત્રની શાખા. | ( વેદાંત ) પછીની ક્ષણનો સંબંધ. | ( સાંખ્ય ) પરિણામ. | ( વેદાંત ) પહેલવહેલી પ્રતીતિ એટલે ખાતરીના વિષયની પ્રવૃત્તિ એટલે કાર્યનું સાધન. | પેદાશ; ઊપજ. | ( વેદાંત ) પોતાના કારણની સાથે સંસર્ગ. | પ્રલય; કયામત. | બહાર આવવાપણું; ઉદય; આવિર્ભાવ. | મીમાંસામાં જણાવેલ વિધિવાક્ય એટલે શાસ્ત્રની આજ્ઞા. | સૃષ્ટિ.
uttam
( પુરાણ ) ઉત્તાનપાદ રાજાને સુરુચિથી થયેલ એ નામનો દીકરો; ધ્રુવનો ઓરમાન નાનો ભાઈ. એ લગ્ન થયા પહેલાં જંગલમાં મૃગયા સારૂ જતાં ત્યાં યક્ષનો હાથે મરણ પામ્યો હતો. | એક જાતનો ઘોડો. | ( પુરાણ ) ચૌદમાંનો એ નામનો ત્રીજો મનુ; સ્વાયંભુવ મન્વંતરમાં પ્રિયવ્રત રાજાને બીજી રાણીથી થયેલ ત્રણ માંહેનો સૌથી મોટો દીકરો. એની સત્તાના કાળને ઔત્તમી મન્વંતર નામ આપેલું છે. તેને દશ દીકરા હતા. તેમાંનો સૌથી નાનો સહ ઘણો ઉદાર અને કીર્તિમાન હતો. | દહીં; દધિ. | ( પુરાણ ) ભારતવર્ષનો એ નામનો એક દેશ. | વાદ્ય અથવા વાજિંત્રની મદદ વિના પોતે એકલો ગાઈ શકનાર ગાયક. | વિષ્ણુ, કેમકે તેઓ ઉત્તમ છે. | સૂર્યનું એક નામ. | ( કાવ્ય ) સૌથી સારો નાયક. | કાંત ઘરના મોઢા આગળ અને તેની પછી તે એક એક આલિંદ હોય, એ આલિંદો આગળ એક એક આલિંદ વધારી કાંતમાં પાટડો નાખવામાં આવે તેવું એક જાતનું ઘર. | ( સંગીત ) તાલનાં મુખ્ય છ અંગ માંહેનું બીજું; દ્રુતઅંગ; શૂન્ય; દોદ્રુત; વલય; કૂપ; બિંદુ; અર્ધમાત્રિક; સુવૃત્ત; આકાશ; વ્યંજન; અક્ષરદ્વય; વૃત્ત; દ; બે માત્રાને અંતરે તાલ આવે તે ભાગ; બે માત્રાનું અંગ. | ત્રણ સ્વરસ્થાન માંહેનું એક; તાર સ્વર. વધુ + | ( ડિંગળ ) દૂધ. | વિરલ. | સૌથી આગળનું; મુખ્ય; પહેલું. | સૌથી ચડિયાતું; બધાથી સારૂં; ઉત્કૃષ્ટ. વધુ +

V

vachan
ઉચ્ચાર. વધુ + | ઉપદેશ. | ( વ્યાકરણ ) એક અને અનેક એવી સંખ્યા બતાવવાની સંજ્ઞા. | કબૂલત; બોલની દ્દઢતા ઉપર બીજાને વિશ્વાસ આપવો તે. | પાઠ કરવો તે. | પ્રતિજ્ઞા; પણ; ટેક; કોલ. વધુ + | પ્રમાણ વાક્ય; આધારભૂત વાક્ય. | મહેણું; ટાણો; મર્મનો બોલ; કડવા બોલ. વધુ + | વાણી; ભાષણ; કથન; બોલવું તે; કહેવું તે; લાક્ય. વધુ + | વિનતિ. | શબ્દ; બોલ; વેણ. | શબ્દનો અર્થ. | સૂચન; સલાહ. | સૂંઠ. | હુકમ; આજ્ઞા.
Vachanãmrut
ઉત્તમ વચન; મીઠાં વચન; વચનરૂપી અમૃત. | વલ્લભી સંપ્રદાયનું એ નામનું સાદી વાર્તાના સંગ્રહનું એક પુસ્તક; શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત વૈષ્ણવોના નિયમોનો એક સંગ્રહ. | સહજાનંદ સ્વામીના વચનના ઉપદેશનું પુસ્તક. સ્વામીનારાયણ સંપ્રદાયનું એક મુખ્ય ધર્મશાસ્ત્ર. સ્વામીનારાયણ સંપ્રદાયનાં એવાં શ્રીજીમુખનાં ધર્મશાસ્ત્રો બે ગણાય છેઃ વચનામૃત અને શિક્ષાપત્રી. તે વખતની એની ભાષા બહુ મુદ્દાસર, ટૂંકી, એક જ અર્થ દર્શાવનારી, થોડું ભણેલાંઓને પણ સમજાય તેવી, સહેલા શબ્દો અને દૃષ્ટાંતોવાળી છે. એ સંગ્રહ મૂળ ગુજરાતીમાં જ થયેલો હોઈ સંસ્કૃતમાં એનો અનુવાદ પણ થયો છે. | સુભાષિત; યાદ રાખવા જોગ વચન; મહાપુરુષોનાં અમૃત સમાં સત્ય, સિદ્ધ વચન.
vad
વદિ;કૃષ્ણપક્ષ; અંધારિયું; મહિનાનું બીજું પખવાડિયું. તેમાં ચંદ્રની કળા ઘટતી જાય છે. વદ એ સંસ્કૃત શબ્દ બહુલ એટલે કૃષ્ણપક્ષનું ટૂકું રૂપ છે. બહુલમાંથી વહુલ થયું. આમ વહુલનો વ અને દિવસનો દિ મળી વ. દિ. લખાતું હતું. કાળાંતરે બંને ટપકાં લખાતાં બંધ થયાં અને વદિ એ પ્રમાણે લખવાની પ્રથા પડી. વદના કરણો આ પ્રમાણે છેઃ- | કૃષ્ણપક્ષનું. | કૃષ્ણપક્ષમાં.
vairãgya
( વેદાંત ) દૃષ્ટ એટલે આ લોકના અને અદૃષ્ટ એટલે પરલોકના વિષયોમાં સ્પૃહાનું વિરોધી એવું એક પ્રકારનું ચિત્તનું પરિણામ. તે બે પ્રકારનું છેઃ પરવૈરાગ્ય અને અપરવૈરાગ્ય. | ( વેદાંત ) બ્રહ્મલોક સુધીના ભોગને કાકવિષ્ટાવત્ ગણી તેમાં ઉદાસીનતા રાખવી તે; આ લોકના તેમજ પરલોકના પણ સુખની ઇચ્છા ન હોવી તે. | રાગ કિંવા પ્રીતિનો અભાવ; રાગશૂન્યતા; નિરિચ્છપણું. | વિશેષ રક્તતા; અતિ પ્રીતિ. | ( વેદાંત ) વિષયોના ત્યાગની ઇચ્છા; વિષયેચ્છા દબાવવી તે; વેરાગ; ત્યાગ. | ( વેદાંત ) વિષયોમાં તૃષ્ણા રહિતપણું તે. | સંયમવૃત્તિ; તપસ્વિતા. વધુ + | સંસારની માયા મમતા રહિતપણું; સંસાર ઉપરની આસક્તિનો અભાવ; વિરક્તિ; સંસાર ઉપરની પ્રીતિનો અભાવ; અનાસક્તિ; અનેક પ્રકારના દુઃખ તથા દોષોને જોઈને વિષયભોગની કામના રોકવી તે.
Vaishãkh
એ નામે એક ગુરુ વર્ષ. | રવૈયો; મંથદંડક; રવઈ. | હિંદુના બાર માંહેનો કાર્તિકથી સાતમો મહિનો. તેનું નામ વિશાખા નક્ષત્ર ઉપરથી પડેલ છે. તે નક્ષત્ર આ માસમાં સંધ્યાકાળે ઊગે છે અને પરોઢિયે અસ્ત થાય છે. વૈશાખ મહિનો અંગ્રેજી મે મહિનાના અરસામાં આવે છે. વસંત ઋતુમાં આનો સમાવેશ કરેલો છે, તો પણ ગ્રીષ્મ ઋતુનો સખત તાપ આ મહિનામાં જણાય છે. વધુ + | ધનુર્ધારીઓનું એ નામનું એક આસન. | નાટ્યકળામાં થતું એક જાતનું કરણ.
vaishvãnar
અગ્નિ; દેવતા; વહ્નિ; પાવક; વાયુસખ. વધુ + | અગ્નિલોકનો અધિપતિ અગ્નિ. | ( પુરાણ ) એ નામનો એક દાનવ. તેને ઉપદાનવી, હયશિરા, પુલોમા અને કાલકા નામની ચાર કન્યા હતી. | ( જ્યોતિષ ) ગ્રહોનું દક્ષિણ તરફનું સ્થાન. શ્રીમદ્ ભાગવતમાં લખેલ છે કે, સર્વ ગ્રહોનાં ત્રણ જ સ્થાન હોય છે; ઉત્તરનું, વચ્ચેનું ને દક્ષિણ તરફનું. તેમાનું દક્ષિણ તરફનું સ્થાન વૈશ્વાનર કહેવામાં આવે છે. તેને દક્ષિણમાર્ગ પણ કહે છે. આ દક્ષિણમાર્ગમાં અજવીથિ, મૃગવીથિ તથા વૈશ્વાનરી એમ ત્રણ વીથિઓ આવેલી છે. વધુ + | ચિત્રાનું ઝાડ; ચિત્રકનું ઝાડ. તે અગ્નિના ભડકા જેવું લાલચોળ હોવાથી તેને વૈશ્વાનર કહે છે. | ચેતન; ચેતના. | જઠની અંદર રહેલો અગ્નિ; જઠરાગ્નિ; જાઠર; પ્રાણીમાત્રના શરીરમાં રહીને ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એમ ચાર પ્રકારનાં અન્ન પાચન કરનાર અગ્નિ. વધુ + | જાગૃદભિમાની જીવ. | પરમેશ્વર. | ( પુરાણ ) પ્રાણીમાત્રના શરીરમાં રહીને અન્ન પાચન કરનાર અને નિત્યયજ્ઞ સંબંધી અન્ન દેવને પહોંચાડનાર અગ્નિ; વિશ્વાનર સૂર્યનો પુત્ર. | બ્રહ્મના ચાર માંહેનો એક પાદ. વધુ + | વાસ્તવિક રીતે તે ત્રણ હોવાથી ત્રણ સૂચક સાંકેતિક શબ્દ. | વિશ્વના નેતા સૂર્ય. પ્રશ્નોપનિષદમાં લખ્યું છે કેઃ આ સૂર્યરૂપ આત્મા વૈશ્વાનર છે, વિશ્વરૂપ છે, સૌનું જીવન છે, પ્રતિદિન પૂર્વમાં ઊગે છે. સૂર્ય સ્થૂળ જગતમાં વૈશ્વાનર એટલે સૌનો નેતા અર્થાત્ સૌને પોતપોતાના કાર્યમાં પ્રેરિત કરે છે. વધુ + | ( પુરાણ ) શાંડિલ્ય ગોત્રનો એ નામનો એક ઋષિ. પ્રાણીમાત્રના શરીરમાં રહીને અન્ન પાચન કરનાર અને જેના યોગ વડે દેવને વૈશ્વદેવ સંબંધી અન્ન મળે છે એ અગ્નિનું દેવતાપણું આને હોય એમ જણાય છે. કેમકે, એ અગ્નિને શાંડિલ્યગોત્રી કહ્યો છે. | ( વેદાંત ) સ્થૂલ દેહાભિમાની વિરાટ. વધુ + | મહર્ષિ નારદે રચેલું એ નામનું એક શાસ્ત્ર. વધુ + | ( વેદાંત ) સમષ્ટિ સ્થૂલ શરીર વડે ઉપહિત ચૈતન્ય; વિરાટ. સમષ્ટિ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર તથા તે બંનેનું કારણ માયા, એ ત્રણ વડે ઉપહિત ચૈતન્ય તે વૈશ્વાનર. | બધાં માણસને સામાન્યરૂપ; બધાં માણસને યોગ્યરૂપ.
vaishya
આર્યોના વર્ણાશ્રમધર્મ પ્રમાણે ત્રીજો વર્ગ; વેપાર, કૃષિ અને ગોરક્ષા કરનારો વર્ગ. વૈશ્યોનું મુખ્ય કાર્ય પશુપાલન, દાન, યજ્ઞ, અધ્યયન, વાણિજ્ય, કુસીદ એટલે, વ્યાજવૃત્તિ અને કૃષિ હતાં. બૌદ્ધકાળમાં વર્ણવ્યવસ્થા શિથિલ પડવાથી તેમાં રૂપાંતર થઈ ગયું. બૌદ્ધો અને જૈનોના મતાનુસાર કૃષિ કરવી પાપ ગણાયું. આથી વૈશ્યોએ સાતમી સદીની શરૂઆતમાંથી જ કૃષિને નીચ કાર્ય ગણીને છોડી દીધી. હ્યુએન્ત્સંગ લખે છે કે, ત્રીજો વર્ણ વૈશ્યો અને વેપારીઓનો છે. તેઓ પદાર્થનો વિનિમય કરીને લાભ મેળવે છે. વૈશ્યોએ પણ ખેતી છોડીને બીજા ધંધાઓ શરૂ કર્યા. વૈશ્યોનાં રાજ્યકર્તા કરવાનાં, રાજમંત્રી બનવાનાં, સેનાપતિ બનવાનાં અને યુદ્ધોમાં લડવાનાં અનેક ઉદાહરણો મળી આવે છે. મધ્યયુગના અંતિમ ભાગમાં તેઓમાં જાતિભેદ ઉત્પન્ન થવા લાગ્યો એ પ્રમાણે શિલાલેખોમાં મળે છે. | ( પુરાણ ) કૌશિક ઋષિનો એ નામનો એક શિષ્ય. | વણિક; વાણિયો. | વેપારી; વેપાર ધંધો કરનાર એક જાતિ. | પીળા રંગનું એક જાતનું મોતી. વધુ +
vajra
આડાં લાકડાંનો એક સાંધો. | ( પુરાણ ) ઉપાસંગંધર નામના યાદવનો પુત્ર. | એ નામનો એક જૈન આચાર્ય. | ( પિંગળ ) એ નામનો એક સમજાતિ ત્રણ માત્રાનો માત્રાભેદ છંદ. તે મત્ત છંદનો એક ભેદ છે. | એક જાતનો પથ્થર; ` ગ્રેનાઈટ `. તેને ઘસવાથી ઉત્તમ ઓપ ચડે છે જેથી સુંદર દેખાય છે. | ( જ્યોતિષ ) એક જાતનો યોગ; સત્તાવીશ માંહેનો પંદરમો યોગ. વધુ + | ( પુરાણ ) કિષ્કિંધાની પશ્ચિમે આવેલો એક પર્વત. | કોકિલાવૃક્ષ. | ધોળો દર્ભ. | લશ્કરનો એક જાતનો વ્યૂહ. વધુ + | વાસ્તુવિદ્યા અનુસાર જેનો મધ્યભાગ અષ્ટકોણ હોય એવો થાંભલો. | ( પુરાણ ) વિશ્વામિત્ર ઋષિનો એ નામનો એક પુત્ર. | સામવેદપ્રસિદ્ધ એક યજ્ઞ. | ( પુરાણ ) સૂર્યવંશી ઈક્ષ્વાકુકુલોત્પન્ન કુશ વંશમાં જન્મેલ સ્થલ નામના રાજાનો પુત્ર; વજ્રનાભ. | ( પુરાણ ) સોમવંશી યદુકુલોત્પન્ન શ્રીકૃષ્ણનો પ્રપ્રૌત્ર, પદ્યુમ્નનો પૌત્ર, અનિરુદ્ધનો પુત્ર વજ્રનાભ. કૃષ્ણના નિધન પછી અર્જુન તેને હસ્તિનાપુર લઈ આવ્યો અને તેને ઈંદ્રપ્રસ્થનું રાજ્ય આપ્યું. | હીરામાં આંકા, છેદ વગેરે પાડવા માટેનું એક સાધન. | હીરો; બીજાથી ઘસાય છેદાય નહિ પણ બીજાને ઘસે છેદે એવું એક ઝવેરાત. | લલિતવિસ્તરમાં નિર્દેશ કરેલ ચોસઠ માંહેની એક લિપિ. | અતિ ઉગ્ર વચન. | અભ્રક; કાળું અબરખ. | એક જાતનું લોઢું; પોલાદ. | એક પ્રકારની ભાવવાહી પૂજા. | કાંજીક; કાંજી. | છોકરું; બાલક. | તલના છોડનું ફૂલ. | દધિચિ ઋષિના હાડકાનું બનેલું ઈંદ્રનું એક આયુધ. તેની ઉત્પત્તિ સંબંધે કહેવાય છે કેઃ વૃત્રાસુરની પીડાથી ત્રાસ પામી તેનો નાશ કરવાના ઉપાય માટે યાચના કરવા સર્વ દેવો બ્રહ્મા પાસે ગયા. તેમણે સર્વ દેવોને દધિચિ નામના મહાન ઋષિ પાસે જઈ તેમનાં અસ્થિ માટે માગણી કરવા અને તેનું વજ્ર બનાવી વૃત્રને મારવા કહ્યું. દેવોએ દધિચિને પ્રાર્થના કરતાં તેમણે પોતાના હાડકાં આપ્યાં. વિશ્વકર્માએ તેનું છ બાજુઓ અને ખૂણાવાળું મોટું વજ્ર કરી આપ્યું. વધુ + | દીટું; ફૂલની દાંડી; જે સળેખડીને ફૂલ લાગેલું હોય તે; ટોપી; બાહ્યકોષ. વધુ + | ધાવડી નામનો છોડ. | ફૂલના કળી. | ભાંગે, તૂટે, વળે કે ખંડિત થાય નહિ અને જેના ઉપર પછાડે તેનો ભૂકો કરી નાખે એવું એક અતિ કઠણ મજબૂત હથિયાર. વધુ + | વિદ્યુત; વીજળી; વાદળના ઘસારા કે અફાળનો અગ્નિ; ચપળા. | વિશ્વામિત્રે રામને આપેલ દિવ્ય અમોઘ શસ્ત્ર માંહેનું એક. | ચોકડીના આકારનું; x જેવું. | તજવા લાયક; વર્જિત. | ભીષણ; દારુણ. | મજબૂત; કઠણ. | રહિત. | વાંકુંચૂકું. | શ્રેષ્ઠ; પ્રધાન.
Vãman
અંકોટ વૃક્ષ. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. ગણપ્રસ્તાર પ્રકાશમાં આ છંદ ષટ્પદી છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં ૧૨ ગુરુ અને ૧૩૨ લઘુ મળી ૧૪૪ વર્ણની ૧૫૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે ગાહિની કુંડલિની છંદનો એક ભેદ છે. તેમાં ૫ ગુરુ અને ૧૪૮ લઘુ મળી ૧૫૩ વર્ણની ૧૫૮ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાલ છંદનો એક ભેદ છે તેમાં ૧૯ ગુરુ અને ૧૮ લઘુ મળી ૩૭ વર્ણની ૫૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩૮ ગુરુ અને ૨૦ લઘુ મળી ૫૮ વર્ણની ૯૬ માત્રા હોય છે. | ( પુરાણ ) કદ્રુપુત્રો માંહેનો એ નામનો એક નાગ. | કામશાસ્ત્ર નામનો ગ્રંથ લખનાર એ નામનો એક પંડિત. | કાવ્યાલંકાર સૂત્ર નામના કાવ્યશાસ્ત્રના પુસ્તકનો કર્તા. | કાશિકા વૃત્તિકાર એક પંડિત. | કૌંચદ્વીપનો એક પર્વત. | ( પુરાણ ) ગરુડ પુત્ર. | ( પુરાણ ) ચાલુ મન્વંતરના સાતમા પર્યાયમાં ત્રેતાયુગમાં ઇંદ્રને સહાય કરવા માટે કશ્યપથી અદિતિની કૂખે થયેલો વિષ્ણુના દશ માંહેનો પાંચમો અવતાર. જુઓ વામનાવતાર. | ઠીંગણો માણસ; વામનજી; વામનમૂર્તિ. | દક્ષિણ દિશાના લોકપાલ યમનો ઐરાવત; દક્ષિણ દિશાનો દિગ્ગજ. | દંડીનો શિષ્ય. વધુ + | ( પુરાણ ) દાશરથિ રામના યજ્ઞ માંહેનો એક ઋત્વિજ. | પીરીનીઝ પર્વત; પન્દગમાં આવેલો એક પર્વત. | બ્રહ્મદેવના ચાર માંહેનો એ નામનો એક હાથી. વધુ + | લુચ્ચો માણસ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | વ્યાકરણ ઉપર લિંગાનુશાસન નામનો ગ્રંથ લખનાર એક મધ્યકાલીન પંડિત. | શિવ. | સૂર્ય. | હાથીની એક જાત. જેનું શરીર ઠીંગણું અને ખરસટ હોય, કોઈ વખતે મદ ઝરે, ખોરાકને લઈને જ બળયુક્ત રહે, બહુ જળ નહિ પીનાર, લમણામાં ઘણો રૂંવાડાવાળો, દાંત કરૂપડાં હોય, તથા કાન અને પૂછડું ટૂંકાં હોય તે હાથી વામન સમજવો. | અઢાર માંહેનું એ નામનું એક પુરાણ. | ગંડકી નદીમાં થતું એ નામનું એક ચક્ર. વધુ + | ( જૈન ) છ માંહેનું એ નામનું‌ પાંચમું સંઠાણ; કુબ્જ સંઠાણથી વિપરીત લક્ષણવાળું શરીરનું સંઠાણ. | દશાવતારી ગંજીફાના પાનાની જાત. | ઠીંગણું; ટૂંકું; નીચું; ઊંચું નહિ તેવું. | નીચ.
Varãh
અઢાર માંહેનો એ નામનો એક નાનો દ્વીપ. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ રોલાવસ્તુનો એક ભેદ છે. તેમાં ૪૨ ગુરુ અને ૧૨ લઘુ મળી ૯૬ માત્રા હોય છે. | એક જાતનું માપ. | ( પુરાણ ) કિષ્કિંધાની પશ્વિમ દિશાએ આવેલો એક પર્વત. તેની તળેટીમાં જરાસંધની રાજધાની હતી. | જોડેલા હાથના ૨૪ માંહેનો એક પ્રકારનો અભિનય. | દશાવતારી ગંજીફાનાં પાનાની એક જાત. | ભૂંડ; ડુક્કર; સૂવર; સૂકર; કોલ; કિટિ; દંષ્ટ્રી; ધોણી; સ્તબ્ધરોમા; ક્રોડ; ભૂધર. વધુ + | મોથ. | વારાહીકંદ. | ( પુરાણ ) વિષ્ણુનાં દશ માંહેનો ત્રીજો અવતાર. બ્રહ્મદેવના નાકમાંથી હિરણ્યાક્ષને મારવા માટે આ અવતાર થયો અને તેને મારી નાખી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. ચાલુ કલ્પ શરૂ થતાં જ તેણે ઉત્પન્ન થઈ પૃથ્વીને સ્વસ્થાનમાં સ્થિત કરી. તેથી આ કલ્પનું નામ વરાહકલ્પ પડયું. તેના આદિવરાહ, યજ્ઞવરાહ ને શ્વેતવરાહ એવાં ત્રણ નામાંતરો છે. વધુ + | શિશુમાર; એક જાતનું જલજંતુ. | એકસો આઠ માંહેની એક ઉપનિષદ. | ગાયત્રીની ચોવીશ માંહેની એ નામની એક મુદ્રા.
Vãsudev
આત્મા. | ( જૈન ) ચક્રવર્તી કરતાં અર્ધું બળ ધરાવનાર ત્રણ ખંડનો રાજા. દરેક કાળચક્રમાં નવ વાસુદેવ થાય છે. તેમનાં નામ આ પ્રમાણે છેઃ ત્રિપૃષ્ટ, કિન્નર, સ્વયંભૂ, પુરુષોત્તમ, સિંહપુરુષ, પુંડરિક, દત્ત, લક્ષ્મણ અને શ્રીકૃષ્ણ. | પીપળો. | લીલાવતારમાં વાસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ. આચાર્ય આનંદશંકર ધ્રુવ લખે છે કેઃ મહાપુરુષનું જીવનચરિત એ જગતનો કૂટપશ્ન છે. એમાં પણ પરમ પુરુષ શ્રીકૃષ્ણનું જીવન એમની માયા જેવો અલૌકિક કૂટપ્રશ્ન છે. કાર્યાકાર્યવિચારણાપરાયણ કેટલાંક જનોને એમનાં કેટલાંક કાર્યો અનુચિત જણાય છે અને એમની પરમ પુરુષતાની સાથે અવિરોધ કરવો કઠિન લાગે છે. પરંતુ વસ્તુતઃ જેટલા પ્રમાણમાં શ્રીકૃષ્ણનો ભારતજનોના હૃદય ઉપર પ્રભાવ પડ્યો છે તેટલા પ્રમાણમાં તે તે જનોએ શ્રીકૃષ્ણની કલ્પના વધારી છે. એમના ચરિત્રમાં વાસ્તવિક ઇતિહાસ અને રૂપક બંનેનું સંમિશ્રણ કરેલું છે. કેટલાક વિદ્વાનો રૂપકનો અંશ માનતા નથી પરંતુ, મહાભારતના કૃષ્ણ અને હરિવંશ, વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, ભાગવતપુરાણ, વગેરેના કૃષ્ણ એમ બે કૃષ્ણને જુદા કરે છે અને એકને મહાપુરુષ અને બીજાને તેનાથી વિપરીત માને છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ભાગવતાદિના કૃષ્ણનો ત્યાગ કરી મહાભારતના કૃષ્ણનું બહુ ગૌરવ કરે છે. ડૉ. રામકૃષ્ણ ભાંડારકર ભાગવત ( ભક્તિ ) ધર્મપ્રવર્તક સાત્વત ક્ષત્રિયવર વાસુદેવ કૃષ્ણ અને ગોકુલનિવાસી ગોપાલકૃષ્ણ એમ ભેદ માને છે અન એક પ્રાચીન મહાભારતના અને બીજા પાછળથી રચાયેલા હરિવંશાદિના છે એમ કહે છે. પરંતુ ભાગવતધર્મનો આરંભ અતિ પ્રાચીન છે. બૌદ્ધ અથવા જૈન ધર્મથી પણ એ પ્રાચીન છે. બૌધધર્મના સુત્તમાં પણ એ જાતનું સૂચન છે અને પતંજલિમહાભાષ્ય, મેગેસ્થનીસ, ભાસનાં નાટકો અને અનેક શિલાલેખોના પ્રમાણ ઉપરથી એ ધર્મની પ્રાચીનતા-ખ્રિસ્તી ધર્મથી એની પૂર્વતરતા-હવે નિર્વિવાદ રીતે સિદ્ધ થઈ છે. પરંતુ ગોપાલકૃષ્ણના વિષયમાં મોટી શંકા રહી છે. ડૉ. રામકૃષ્ણ એમ બતાવે છે. કે, મહાભારતની દક્ષિણ હિંદુસ્તાનની પ્રતમાં ઘણો ભેદ છે. એમાં એક ભેદ એ છે કે, સભાપર્વમાં ગોકુલનું જીવન દક્ષિણ મહાભારતમાં મળી આવે છે; પરંતુ ઉત્તરના મહાભારતમાં મળતું નથી. કૃષ્ણ ગોપ છે એટલે જરાસંધ એની સાથે લડવાનું સ્વીકારતો નથી એમ દક્ષિણની પ્રતમાં કહ્યું છે; ઉત્તરની પ્રતમાં નહિ. વિષ્ણુના અવતારના વર્ણનમાં દક્ષિણની પ્રતમાં ગોપાલકૃષ્ણનો ઉલ્લેખ છેઃ ઉત્તરની પ્રતમાં એ નથી. સભાપર્વમાં શિશુપાલ કહે છે કે, કૃષ્ણે પૂતનાને મારી અને ભીષ્મે ગોકુલમાં કરેલાં કાર્યોની સ્તુતિ કરી; પરંતુ ભીષ્મની એ સ્તુતિમાં એ ભાગ મળતો નથી. મહાભારતમાં ગોવિંદ શબ્દ આવે છે પરંતુ એ શબ્દનો અર્થ ભાગવત ગોપેંદ્ર કરે છે એવો મહાભારતમાં અર્થ નથી; પરંતુ નષ્ટાં ચ ધરણીં પૂર્વમવિન્દ વૈ ગુહાગતમ્ ઇત્યાદિ વચનમાં ગાં ધરણીં પૃથ્વીં વિન્દતિ લભતે અસૌ ગોવિંદઃ એવો અર્થ નજરે આવે છે. આ ઉપરથી ડૉ. ભાંડારકર એવો તર્ક કરે છે કે, મહાભારતકારને ગોપાલકૃષ્ણનું ભાન હોત તો ગોવિંદ શબ્દનો અર્થ ભાગવતની રીતથી ગોપેંદ્ર કર્યો હોત અને ગામવિન્દમ્ એવો કર્યો ન હોત. હરિવંશમાં ગોપાલકૃષ્ણનું ભારે ગૌરવ કર્યું છે. પરંતુ એ પુસ્તક ઈસવીસન પછી ત્રીજા શતકમાં રચાયું છે કારણ, એમાં રોમનસિક્કા દીનારનો ઉલ્લેખ દેખાય છે. ગોપાલકૃષ્ણની આભીર જાતિ હિંદુસ્તાનમાં ખ્રિસ્તી સન પછી પહેલી સદીમાં આવી અને એણે ક્રાઈસ્ટ શબ્દને સ્થાને કૃષ્ણ શબ્દ મૂકી દીધો. આ કથનને હું પૂર્વપક્ષરૂપર અર્થાત્ વિચાર કરવા યોગ્ય પણ ખંડન કરવા યોગ્ય ગણું છું. હરિવંશને પરમ પૂજ્ય વિદ્વદ્વર દીનારક પ્રયોગના કારણે ત્રીજા સૈકામાં મૂકે છે તે ઠીક નથી. જે અધ્યાયમાં એ શબ્દ મળી આવે છે તે બીજા અધ્યાયમાં એ શબ્દ મળી આવે છે તે બીજા અધ્યાયોની સરખામણીમાં બહુ જ લાંબો ૧૨૫ શ્લોકનો બનેલો છે અને એના આરંભના શ્લોકનો એના પહેલાંના અધ્યાયની સાથે કંઈ પણ સંબંધ નથી; એથી એમાં એ ક્ષેપક છે એમ સકારણ શંકા થાય છે. અર્થાત્ એક અધ્યાય અથવા અધ્યાયના શ્લોકથીસમસ્ત હરિવંશની અર્વાચીનતા સિદ્ધ થઈ શકતી નથી. પતંજલિના મહાભાષ્યમાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ૧૫૦ વર્ષ ઉપર કંસવધનો ઉલ્લેખ છે એની પણ કંઈ કીમત હોવી જોઈએ; વળી ભાસનાં નાટક પણ આમાં બહુ જ પુષ્ટિ આપે છે. એક બીજી વાતઃ બૌદ્ધગ્રંથ ઘટજાતકમાં કંસની બહેન દેવગભ્ભાના પુત્ર વાસુદેવને અંધકવેણ્હુ અને એની પત્નિ નંદગોપાને સુપ્રત કરેલ છે એમ કહ્યું છે. બધાં જાતકો પ્રાચીન નથી એમ કહેવું કબૂલ છે; પરંતુ કૃષ્ણ જે અંધક અથવા વૃષ્ણિ વંશના હતા તેને અંધવંશ બનાવી દીધા છે અને નંદના સ્થાને નંદગોપા નામની સ્ત્રી બનાવી દીધી છે. આવી ગરબડ શક્ય હોઈ શકે તે માટે મૂળ કથા અને જાતક વચ્ચે સારું અંતર રાખવું જોઈએ. આ પ્રમાણે મહાવીર સ્વામીની કથામાં પણ દેવાનંદાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં ગયાની કથાનો ભાગ છે. એ પણ કૃષ્ણજન્મની પ્રાચીનતર કથાનું જ રૂપાંતર છે અને આ બંને વચ્ચે પણ અંતર જોઈએ ઇત્યાદિ અનેક રીતે પૂર્વોક્ત પૂર્વપક્ષને શિથિલ કરી શકાય. પરંતુ આથી પણ વિશેષ વિચારવા લાયક સ્થિતિ છે કૃષ્ણની ગોપકથાને હું ઈસવીસનના પહેલા સૈકામાં આભીર લોક હિંદુસ્તાનમાં આવ્યા તે પહેલાં મૂકું છું. મારું સવિનય માનવું છે કે, કૃષ્ણ-ગોપની કથા તો ભૂતકાળમાં વેદથી ચાલી આવે છે. ઋગ્વેદ સંહિતાના વિષ્ણુસૂક્તમાં વિષ્ણુર્ગોપા અદાભ્યઃ- વિષ્ણુ કોઈથી દબાય નહિ એવો ગોપ છે એમ કહ્યું છે. વળી વિષ્ણુલોકમાં યત્ર ગાવો ભૂરિશૃંગા અયાંસઃ- મોટાં શીંગડાંવાળી ગાયો છે એવું વર્ણન કર્યું છે. અર્થાત્ કૃષ્ણ અને અર્જુનનું સખ્ય, નરનારાયણ દ્વારા દ્વા સુપર્ણા સયુજા સખાયા ઇત્યાદિ ઉપનિષદ વાક્યમાં થઈને છેક ઋગ્વેદ સંહિતા પર્યંત લઈ જઈ શકાય તેમ છે. આ પ્રમાણે કૃષ્ણનું ગોપ બનવું તે વેદમૂલક છે, ખ્રિસ્તી આભીર લોકની જનશ્રુતિ મૂલક નથી. વળી કૃષ્ણનું ક્રિસ્ત થાય છે પણ ક્રિસ્તનો કૃષ્ણ તો માત્ર કલ્પના છે. હજી એક પ્રશ્ન થાય કે, કૃષ્ણની કથાને હું ઐતિહાસિક માનું છું કે રૂપક માનું છું. કૃષ્ણ દેવકીપુત્રનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે અને ત્યાં સિદ્ધાંત પ્રતિપાદન કરવામાં આવ્યો છે તે ભગવદ્દગીતાના સિદ્ધાંતને અનુકૂળ છે. શતપથબ્રાહ્મણમાં મહાભારતના બીજા કેટલાક પુરુષોનો ઉલ્લેખ છે. આ બધું વિચારતાં હું કહી શકું છું કે, કૃષ્ણ ઐતિહાસિક પુરુષ છે. પરંતુ કેટલાક અંશમાં એની કથા ઉપર બતાવ્યું તે પ્રકારનું રૂપક પણ છે. કેટલાક અંશ કેવળ રૂપક અને કેટલાક ઐતિહાસિક છે, કેટલાક બંને છે. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. બધાં પ્રાણી તેમનામાં વસે છે તથા બધાં પ્રાણીઓમાં તે વસે છે તેથી વિષ્ણુ ભગવાન વાસુદેવ કહેવાય છે. | એકસો આઠ માંહેનું એ નામનું એક ઉપનિષદ. | શ્રવણ નક્ષત્ર.
vãyu
૧.( પુરાણ ) એ નામના એક બ્રહ્મર્ષિ. | એ નામના તિથિદેવ; પવનદેવ. | એ નામનું ૨૪ માંહેનું એક તત્વ. | એ નામનો એક વિભાગ. | એક જાતનો રોગ. | ગાયત્રીના ચોવીસ માંહેના એક દેવ. | છત્રીસ માંહેનું એ નામનું તેત્રીસમું તત્ત્વ. | બાદી; અપચો; વાત, કફ ને પિત્ત એ ત્રણ માંહેનો એક દોષ; શરીરના પ્રવાહીમાંનો એક વિકાર. વાયુદોષ ધાતુ, મળ વગેરેને એક સ્થળમાંથી બીજા સ્થળમાં લઈ જાય છે. શરીરની ક્રિયામાં ઝડપ આવે છે. વાયુ વિકાર પામેલો ન હોય તો શરીરમાં ઉત્સાહ અને ચેષ્ટાઓની પ્રવૃત્તિ કરીને ધાતુઓને ગતિ આપી ઇંદ્રિયોમાં ચપળતા લાવે છે. તે કંઠમાં, હૃદયમાં આંતરડાંમાં, મળાશયમાં અને આખા શરીરમાં રહે છે. પેટમાં વાયુ થયો હોય તે ઉપાર્ અસર કરનાર દવાઓ નીચે પ્રમાણે છે: મીઠું, સાજીખાર, અજમો, આદું, ચિત્રકમૂળ, ઝેરકોચલું, તજ, પીપર, મેથી, લવિંગ લસણ, વાવડિંગ, સૂંઠ, સુવા, હિંગ વગેરે. વધુ + | વા; હવા; પવન. તે વાય છે અથવા ગંધ કરે છે માટે વાયુ કહેવાય છે. એને રૂપ કે આકાર નથી પણ એ લાગે છે તેથી જણાય છે. શબ્દ અને સ્પર્શ ગુણવાળું દ્રવ્ય. નવ દ્રવ્ય આ પ્રમાણે છે: પૃથ્વી, જલ તેજ, વાયુ, આકાશ, કાલ, દિક્, આત્મા અને મન. પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજ્ય એ પ્રકારના દશ વાયુઓ આ નાડીઓને માર્ગે સંચાર કરી રહ્યા છે. તે પંચ મહાભૂતમાંનું બીજું મહદ્ભૂત ગણાય છે. તેના અધિષ્ઠાતા દેવ વાયુદેવ કહેવાય છે. કલ્પારંભે બ્રહ્મદેવે એને પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેનું આધિપત્ય આપ્યું હતું. એટલે એ દિશાનું નામ વાયવ્ય પડેલું તે હજુ પણ ચાલે છે. વળી એણે સીતાનું નિર્દોષપણું જાહેર કર્યું હતું. એણે ધર્મોપદેશ કર્યો હતો. એનાથી કુંતીને પેટે ભીમસેન જન્મ્યો હતો. વાયુમાં સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, સંસ્કાર એમ નવ ગુણો છે વૃક્ષાદિકને કંપાવવાપણું તૃણાદિક ભેળા કરવાપણું અને શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ, રસ એ પાંચ વિષયને શ્રોત્રાદિક પાંચ ઇંદ્રિયો પ્રત્યે પમાડવાનું અને સર્વ ઇંદ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે. વધુ + | વાદળ માંહેનું એ નામનું આઠમું વાદલમંડળ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ. | કોલેરા; કોગળિયું. | જૈન સૂત્ર પ્રમાણે રાત્રિ દિવસનાં ત્રીસ માંહેનું એક મુહૂર્ત. | પિત્તળ કે કલઈનો મોટામાં મોટો વાટકો. | મન. કેમકે, વાયુ સદા ગતિશીલ ને પ્રચંડવેગી છે અને મન પણ સદા ગતિશીલ ને પ્રચંડવેગી છે. તેથિ મન વાયુરૂપ કહેવાય છે. | વાઈ; મૃગી. વધુ + | શિવ સંબંધી એ નામનું એક પુરાણ.
Ved
આર્ય પ્રજાનું સૌથી પ્રાચીન ધર્મપુસ્તક. વિદ્ જાણવું એ ધાતુ ઉપરથી વેદ શબ્દ થયો છે. જેને જાણવાથી યથાર્થ વિદ્યાનું જ્ઞાન થાય છે, જેનાથી મનુષ્યને સત્યાસત્યનો વિચાર થાય છે તે વેદ જ્ઞાનમાત્રનો ભંડાર એ અર્થનો વાચક છે સર્વજ્ઞ ચેતનઆશ્રિત નિત્યસિદ્ધ જ્ઞાનનું નામ વેદ એમ મનાય છે તેથી એ અનંત કહેવાય છે કારણ કે, ઈશ્વરના જ્ઞાનની મર્યાદા નથી. તે ક્યારે ઉત્પન્ન થયો તે કોઈ જાણતું નથી, તેથી તેને અનાદિ કહે છે. તેમ તે કોણે કીધો તે કોઈ કહી શકતું નથી, તેથી તે અપૌરુષેય મનાય છે. વળી આપણે તે પૂર્વથી સાંભળતા આવ્યા છીએ તેથી શ્રુતિ કહેવાય છે. વેદ ચાર છેઃ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદમંત્ર ત્રણ પ્રકારના છે. ઋક્મંત્ર, યજુષમંત્ર અને સામમંત્ર. ગાયત્ર્યાદિ છંદ વિશેષ ઋગ્વેદ ઋચાબદ્ધ છે. એને ગાનમાં ગોઠવ્યાથી સામ થાય છે. યજુષ્ એ બેથી જુદો છે. તે બહુધા ગદ્યરૂપ છે. અથર્વવેદની પણ વેદમાં જ ગણના છે પણ તેમાં જ્ઞાન સાથે વ્યાવહારિક વિષયો પણ નિર્દિષ્ટ છે. તેથી સીધી રીતે તે જ્ઞાનનો ઉત્પાદક ન હોવાથી અને સન્નિપત્યોપકારક હોવાથી વેદત્રયી કહેવાય છે. બાકી મુંડકોપનિષદમાં, ચરણવ્યૂહમાં, પુરાણોમાં અને સ્મૃતિઓમાં અથર્વને ચોથો વેદ જ માન્યો છે. વેદની ઋચાઓમાં ત્રણ પ્રકારના સ્વરભાર વપરાય છેઃ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. દરેક વેદમંત્ર કોઈ દેવતાને ઉદ્દેશીને હોય છે. તેનો દર્શનકાર અમુક ઋષિ હોય છે અને અમુક છંદમાં તે ગોઠવાયો હોય છે માટે મંત્ર માત્રને દેવતા, ઋષિ ને છંદ હોય છે. એ મંત્રો સંધિ સહિત ઉચ્ચારાયેલા હોવાથી તે સંહિતા કહેવાય છે. સંધિ વિના વેદમંત્રોનાં પદ જુદાં પાડી તેનો પાઠ થાય અને એકવડી, બેવડી, ત્રેવડી એમ આઠ રીતે ભણાય છે. તેથી વેદની ક્રમ, જટા, શિખા, માલા, રથક્રમ, વરુણક્રમ, દંડક્રમ, ઘન એમ આઠ વિકૃતિ કહેવાય છે. એનું ફળ એ છે કે, અનાદિ કાળથી ભણાતા વેદમાં આજ લગીમાં એક માત્રા કે સ્વરનો ભેદ પડ્યો નથી. વેદમાં અષ્ટક, મંડલ, અધ્યાય, સૂક્ત, ષટ્ક, કાંડ, વર્ગ, દશી, ત્રિક, પ્રપાઠક તથા અનુવાક એટલા માટે કર્યા છે કે, પઠનપાઠન તથા મંત્રની ગણના કરવામાં સુગમતા થાય અને અમુક પ્રમાણમાં અમુક વિદ્યા છે એમ માલૂમ પડે. લોકમત પ્રમાણે બ્રહ્માના ચાર મુખમાંથી વેદ એકી વખતે નીકળ્યા તેથી તેમાં આ પહેલો, આ બીજો એમ પૂર્વાપરીભાવ કે કાળભિન્નતા આર્યો માનતા નથી. વેદમંત્રોનો શામાં ઉપયોગ કરવો એ બ્રાહ્મણ ગ્રંથોથી જણાય છે અને કેવી રીતે ઉપયોગ કરવો એ કલ્પ ગ્રંથોથી જણાય છે. આ રીતે મંત્રબ્રાહ્મણકલ્પાત્મક વેદમાં પૂર્વોત્તર ક્રમ આર્યલોક સ્વીકારતા નથી. પ્રવચન ભેદે પ્રતિ વેદમાં ભિન્નભિન્ન શાખા છે. વેદવાક્ય અનંત રહસ્યથી આભરિત છે તેથી તેના અબાધિત અર્થનો નિર્ણય કરવા ઋષિમુનિઓએ તેના અંગઉપાંગનું શાસન કીધું છે, તેથી વેદનો અર્થ કલ્પનાના ઘોડા દોડાવ્યાથી અથવા કોષ ને વ્યાકરણની સહાયતાથી કરવો સાહસરૂપ ગણાય છે. પ્રાચીન ઋષિઓનો અર્થ સ્વીકારવા પાત્ર ગણવામાં આવે છે. શિષ્ટ પરિગૃહીત વેદાર્થ જાણવો આવશ્યક છે. વેદમાં કેટલાંક વચન જ્ઞેય એટલે બ્રહ્મનું બોધન કરે છે ને બાકીનાં કર્મનાં બોધક છે. વેદમાં ચાર વિષય છેઃ વિજ્ઞાનકાંડ, કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ. ચાર વેદનો અર્થ સમજવામાં સહાયકારી ચાર ઉપવેદ છે. વેદનાં અંગ પુરાણ, ન્યાય, મીમાંસા ને ધર્મશાસ્ત્ર એ સઘળાં મળી વૈખરી વાણીરૂપ વિદ્યાનાં અઢાર પ્રસ્થાન કહેવાય છે. વેદ એ દુનિયામાં જૂનામાં જૂનો ગ્રંથ છે. આપણા ઋષિમુનિઓને ધ્યાનમાં જે ઈશ્વર સંબંધી જ્ઞાન સ્ફુર્યું તે તેમણે તે વખતની લૌકિક ભાષામાં અને તે વખતની કથાઓ અને માન્યતાઓમાં ગોઠવી દીધું છે તેને જ વેદ કહે છે. આ વેદમાં ઈંદ્ર, મિત્ર, વરુણ, સવિતા, અર્યમા, વિષ્ણુ, ઉષા, અગ્નિ, દ્યાવાપૃથિવી, સોમ, રૂદ્ર, મરુત, અશ્વિની વગેરે અનેકરૂપે પ્રકટ થનાર ઈશ્વરની અનેક જાતની પ્રાર્થનાઓ છે. આપણા ધર્મોનાં બધાં તત્ત્વોનું મૂળ એ વેદમાં છે. પુરાણોની કેટલીક વાર્તાઓનું મૂળ પણ વેદમાં મળી આવે છે. વેદમાં જૂનામાં જૂનો ઇતિહાસ પણ જડે છે. આર્ચિક, ગાથિક, સામિક અને સ્વરાંતર એવા વેદગાનના ચાર પ્રકાર છે. તેમાં સ, ઉષ્ણિકનો રિ, અનુષ્ટુપનો ગ, બૃહતીનો મ, રિ, ગ, મ, પ, ધ, નિ એ સાત સ્વરોની યોજના કરવામાં આવી છે. એક સ્વરને અંતરે ગાવું તે આર્ચિક ગાન, બે સ્વરને અંતરે ગાવું તે ગાથિક ને ત્રણ સ્વરને અંતરે ગાવું તે સામિક. વળી ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતમાં પણ સાતે સ્વરોને વહેંચી દીધેલા છે. ઉદાત્તમાં નિ અને ગ, અનુદાત્તમાં રિ અને ધ તથા સ્વરિતમાં સ, મ અને પ છે. તે સિવાય ગાયત્રી છંદનો સ્વર સ, ઉષ્ણિકનો રિ, અનુષ્ટુપનો ગ, બૃહતીનો મ, પંક્તિનો પ, ત્રિષ્ટુભનો ધ અને જગતી છંદનો સ્વર નિ કહેલો છે. આ પ્રમાણે વેદો છંદોમય અને ઉદાત્તાદિ સ્વરોમય હોઈને સરિ ગમમાં ગાઈ શકાય છે. વેદ એ આર્ય જાતિનો પ્રથમ ગ્રંથ હોવાથી આર્ય સંસ્કૃતિના દરેક અંગનું મૂળ સૂક્ષ્મરૂપે તેમાં જડી આવે છે. વેદ એટલે સર્વ સૃષ્ટિની પૂર્વે ઉત્પન્ન થયેલો એવો શબ્દ એટલે શબ્દબ્રહ્મ. વેદ શબ્દમાં સંહિતા, બ્રાહ્મણો અને ઉપનિષદોનો સમાવેશ થાય છે. વેદોનો રચનાર કોઈ જીવાત્મા ન હોવાથી તે પૌરુષેય એટલે પુરુષના રચેલ નથી. વેદોમાં પ્રકૃતિ, આત્મા આદિ અતીંદ્રિય પદાર્થોનું વર્ણન આવે છે, તેનું જ્ઞાન અલ્પજ્ઞ જીવાત્મામાં ન હોવાથી કોઈ પણ જીવાત્મા વેદોનો રચનાર નથી. વેદનો જૂનામાં જૂનો સમય એક મતે ઈ. સ. પૂર્વે ૬૦૦૦ થી ૪૦૦૦ સુધીનો મનાયો છે. વેદના સમયમાં વસંતસંપાત મૃગશીર્ષ નક્ષત્રમાં થતો હતો પણ હાલમાં ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થાય છે એટલે કે તે છ નક્ષત્ર જેટલો પાછળ હઠ્યો છે. આ ઉપરથી ૨૬૦૦૦ વર્ષની વાયુયાન ગતિને હિસાબે ગણતરી કરીને વિદ્વાનો વેદકાળને લગભગ ૫૮૦૦ વર્ષ પહેલાં મૂકે છે. ચાર વેદ અને તેમની પત્નીનાં પણ નામ ગણાવાય છે. ઋગ્વેદની પત્ની ઇતિ, યજુર્વેદની પત્ની ધૃતિ, સામવેદની પત્ની શિવા અને અથર્વવેદની પત્ની શક્તિ. મનાય છે. ચાર વેદના ઉપવેદ, શાખાઓ વિગેરેની કેટલીક માહિતી આ પ્રમાણે છેઃ ઉપવેદ ચાર છેઃ આયુર્વેદ (વૈદ્યક), (૨) ધનુર્વેદ (ધનુર્બાણ વિદ્યા), (૩) ગાંધર્વવેદ (સંગીતશાસ્ત્ર) અને (૪) શિલ્પશાસ્ત્ર (બાંધકામ અને ચિત્રકળા). ઋગ્વેદની શાખા નવ છેઃ (૧) શાકલ, (૨) બાષ્કલ, (૩) આશ્વલાયન, (૪) શાંખાયન, (૫) માંડક, (૬) ઐતરેય, (૭) કૌષીતકી, (૮) શૈશરી અને (૯) પૈંગી. ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથ ત્રણ છેઃ (૧) શાંખાયન, (૨) કૌષીતકો અને (૩) ઐતરેય. ઋગ્વેદી બ્રાહ્મણને હોતા કહે છે. યજુર્વેદની બે શાખા છેઃ શુકલ યજુર્વેદ અને કૃષ્ણયજુર્વેદ. શુકલ યજુર્વેદની શાખા સોળ છેઃ (૧) કાણ્વ, (૨) માધ્યદિન, (૩) જાબાલ, (૪) બુધેય, (૫) શાપેય, (૬) સ્થાપાયનીય, (૭) કપોલ, (૮) પૌંડ્ર, (૯) વત્સ, (૧૦) આવટિક, (૧૧) પરમાવટિક, (૧૨) પારાશરીય, (૧૩) વૈણેય, (૧૪) વૈધેય, (૧૫) વૈનતેય અને (૧૬) વૈજવ. શુકલ યજુર્વેદનો બ્રાહ્મણગ્રંથ શતપથ છે. કૃષ્ણ યજુર્વેદની શાખા ૨૯ છેઃ (૧) ચરક, (૨) આવહરક, (૩) કઠ, (૪) પ્રાચ્ય કઠ, (૫) કપિલષ્ટક, (૬) ચારાયણીય, (૭) વારતંતવીય, (૮) શ્વેતાશ્વતર, (૯) ઔપમન્યવ, (૧૦) પાતા, (૧૧) ઐડિનેય, (૧૨) માનવ, (૧૩) વારાહ, (૧૪) દુંદુભ, (૧૫) છાગલેય, (૧૬) દારિદ્રવીય, (૧૭) શ્યામ, (૧૮) શ્યામાયણીય, (૧૯) તૈત્તિરીય, (૨૦) ઐખીય, (૨૧) ખાંડિક્ય, (૨૨) કાલેય, (૨૩) શાય્યાયનીય, (૨૪) હિરણ્યકેશીય, (૨૫) ભારદ્વાજીય, (૨૬) આપસ્તંબીય, (૨૭) ઔઢેય, (૨૮) મોનેય અને (૨૯) મૈત્રાયણીય. કૃષ્ણ યજુર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ તૈત્તિરીય છે. યજ્ઞમાં આહુતિ આદિ અર્પણ કરનાર યજુર્વેદી બ્રાહ્મણને અધ્વર્યૂ કહે છે. સામવેદની શાખા સાત છેઃ (૧) રાણાયનીય, (૨) સાત્યમુગ્ર્ય, (૩) કાલાપ, (૪) માહાકાલાપ, (૫) લાંગલિક, (૬) શાર્દૂલીય અને (૭) કૌથુમ. કૌથુમ શાખાના છ ભેદ છેઃ (૧) આસુરાયણ, (૨) વાતાયન, (૩) પ્રાંજલીય, (૪) વૈનધૃત, (૫) પ્રાચીનયોગ્ય અને (૬) નેગેય. સામવેદના બ્રાહ્મણ ગ્રંથ આઠ છેઃ (૧) પ્રૌઢ, (૨) ષડ્વિંશ, (૩) સામવિધાન, (૪) મંત્રબ્રાહ્મણ, (૫) આર્ષેય, (૬) દેવતાધ્યાય, (૭) વંશ અને (૮) સંહિતોપનિષદ્દ. યજ્ઞમાં આવાહન કરેલા દેવોને ગાનથી સંતોષ પમાડવાનું કામ કરનાર સામવેદી બ્રાહ્મણોને ઉદ્દગાતા કહે છે. અથર્વવેદની શાખા નવ છેઃ (૧) પિપ્પલાદ, (૨) શૌનકીય, (૩) દામોદ, (૪) તોત્તાયન, (૫) જાયલ, (૬) બ્રહ્મપાલાશ, (૭) કુનખ, (૮) દેવદર્શી અને (૯) ચારણ. અથર્વવેદના બ્રાહ્મણ ગ્રથનું નામ ગોપથ છે. વેદનાં છ અંગ આ પ્રમાણે છેઃ (૧) શિક્ષા, (૨) કલ્પ, (૩) વ્યાકરણ, (૪) નિરુક્ત, (૫) છંદ અને (૬) જ્યોતિષ. તેમાં છંદ વેદના પગ છે; કલ્પ વેદના હોય છે; જ્યોતિષ વેદનાં ચક્ષુ છે; નિરુક્ત વેદના કાન છે; શિક્ષા વેદનું નાક અને વ્યાકરણ વેદનું મુખ છે. ચારે ય વેદનાં ગોત્ર આ પ્રમાણે છેઃ અગ્નિ ગોત્ર ઋગ્વેદનું, કાશ્યપ ગોત્ર યજુર્વેદનું, ભારદ્વાજ ગોત્ર સામવેદનું, વૈખાનસ ગોત્ર અથર્વવેદનું છે. વધુ + | ( પુરાણ ) એ નામનો ભૃગુકુળનો એક ઋષિ. ઉપમન્યુ કે ઉત્તંગ તેનો શિષ્ય હતો. | ચારની સંજ્ઞા. વધુ + | જાતિ; લિંગ. | જ્ઞાન. | દર્ભની જૂડીનો કરેલો પદાર્થ. | ધૌમ્ય મુનિનો એ નામનો એક શિષ્ય. | બ્રહ્મા. | યજ્ઞનું અંગ. | ( જૈન ) વિષયાભિલાષાને પેદા કરનાર પુદ્દગલ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શાસ્ત્રીય જ્ઞાન.
vidhi
( વેદાંત ) અજ્ઞાત અર્થને જણાવનારો વેદનો ભાગ. | ( વેદાંતે ) ઈષ્ટ સાધનાના બોધક પ્રત્યયથી ઘટિત થતું વાક્ય. | ઉપાય; ઇલાજ. | એ નામનો એક અર્થાલંકાર. જેમકે, મણિ પગે અથડાય અને કાચ મસ્તકે ધારણ કરવામાં આવે તો પણ રૂપની દૃષ્ટિએ કાચ તે કાચ અને મણિ તે મણિ. | ( પિંગળ )એ નામનો એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તે નંદ છંદનો એક ભેદ છે. તેમાં ૪ ગુરુ અને ૩૦ લઘુ મળી ૩૪ વર્ણ હોય છે. | ( પિંગળ ) એ નામનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૩૬ ગુરુ અને ૨૪ લઘુ મળી ૬૦ વર્ણની ૯૬ માત્રા હોય છે. | ક્રમ. | ક્રિયાપદનું આજ્ઞાર્થ રૂપ. | ચંદ્ર. | દૃશ્યકાવ્ય રૂપે રૂપકનો એ નામનો એક ભેદ. | ધારો; નિયમ. | ( વેદાંત ) પુરુષને પ્રવૃત્તિ કરાવનાર વાક્ય. | બ્રહ્મદેવ; પ્રજાપતિ; બ્રહ્મા. | ભાગ્યદેવતા; દૈવ; ભાગ્ય; નસીબ. વધુ + | વિધાન; પ્રતિજ્ઞા; વિધિવાક્ય. | વિશ્વકર્મા. | વિષ્ણુ. | વૈદ્ય. | વ્યવસ્થા; યોજના. | સંસ્કાર. | હાથીને માટે કરેલો લાડુ; વિધાન. | આજ્ઞા; શાસ્ત્રાજ્ઞા; શાસ્ત્રપ્રમાણ. | કરવાનું તે ક્રિયા. | કાર્ય કરવાની રીત; પ્રણાલિ; રંગઢંગ; પ્રકાર; પદ્ધતિ. | છઠ્ઠીને દિવસે ભવિષ્ય આલેખનાર સ્ત્રી.
vidyã
( પિંગળ ) એ નામે એક અક્ષરમેળ છંદ. તેમાં તગણ, જગણ, લઘુ અને ગુરુ મળી આઠ અક્ષર હોય છે. વધુ + | ( પિંગળ ) એ નામે એક અર્ધ સમજાતિ માત્રામેળ છંદ. તે જગણવાળી આર્યા છંદનો એક ભેદ છે. તેમાં ૨૩ ગુરુ અને ૧૧ લઘુ મળી ૩૪ વર્ણ આવે છે. | ચૌદ સૂચક સાંકેતિક શબ્દ. | આયુર્વેદ, ધનુર્વેદ અને ગાંધર્વવેદ એ ત્રણનો સમૂહ. શરીર સંબંધી શાસ્ત્રીય જ્ઞાન અથવા ઔષધની વિદ્યા જાણવાનું શાસ્ત્ર તે આયુર્વેદ કહેવાય છે. ધનુષ્ય અથવા શસ્ત્રો સંબંધી વિદ્યા જાણવાનું શાસ્ત્ર તે ધનુર્વેદ કહેવાય છે. ગાંધર્વની એટલે સંગીતની વિદ્યા જાણવાનું શાસ્ત્ર તે ગાંધર્વવેદ કહેવાય છે. આ ત્રણે વિદ્યા જાણવાનું અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ મુખ્ય વેદના ઉપવેદ છે. તેવી જ રીતે સ્થાપત્ય એટલે બાંધકામ સંબંધી વિદ્યા તે અથર્વવેદનો ઉપવેદ છે. | આવડત. | ઈશ્વરની સર્વજ્ઞતા; ઈશ્વરની બાર માંહેની એક શક્તિ. | ઉપાસના; ભક્તિ. વધુ + | એક જાતની વેલ; બ્રાહ્મી. કૂંડાં અને ક્યારીમાં તે વવાય છે. | કર્મ રહિત કેવળજ્ઞાન. | કોઈ વસ્તુ કે કામની માહિતી અથવા જ્ઞાન. | જાદૂઈ ગોળી. | જીવ અને બ્રહ્મના અભેદને વિષય કરનારી અંત:કરણની વૃત્તિ. વિદ્યા બે પ્રકારની મનાય છે. પરા અને અપરા. જે વિદ્યા દ્વારા બ્રહ્મજ્ઞાન થાય છે તે પરા વિદ્યા અને તે સિવાયની બીજી લૌકિક કે પદાર્થવિદ્યાઓ છે તે બધી અપરાવિદ્યા કહેવાય છે. વધુ + | જ્ઞાનનું શાસ્ત્ર કે કળા. જેમકે, સમાજવિદ્યા. ઋક્, યજુસ્, સામ અને અથર્વ એ ચાર વેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ એ છ અંગ, ધર્મશાસ્ત્ર, મીમાંસા, તર્ક અથવા ન્યાય અને પુરાણ એમ ચૌદ વિદ્યા કહેવાય છે. વધુ + | દુર્ગાદેવી. | ( વેદાંત ) પુરુષાર્થનું સાધન. | બરૂમાંના રેસા. તે ખાવાથી વિદ્યા આવે છે એમ સમજી બાળક ચાવે છે. | ભણતર: શિક્ષણ; કેળવણી; ઇલમ. પૂજ્ય ગાંધીજી કહે છે કે : જ્યાં લગી દેશમાં વિદ્યાદાન ચારિત્ર્યવાન શિક્ષકોની મારફતે નહિ થાય, જ્યાં સુધી ગરીબમાં ગરીબ હિંદીને સારામાં સારી વિદ્યા પહોંચી શકે એવી સ્થિતિ નહિ હોય, જ્યાં સુધી વિજ્ઞા અને ધર્મનો સંપૂર્ણ સંગમ નહિ થયો હોય, જ્યાં સુધી વિદ્યાને હિંદની પરિસ્થિતિની સાથે સંબંધ નહિ જોડ્યો હોય, જ્યાં સુધી પરભાષાની મારફતે શિક્ષણ આપી બાળકો અને જુવાનોમાં મનની ઉપર અસહ્ય બોજો પડે છે તે દૂર કરવામાં નહિ આવ્યો હોય, ત્યાં સુધી પ્રજાજીવન કદી ઉછળવાનું નથી એ નિ:શંક છે. એ જ વિદ્યા છે કે જે, ત્રિવિધ- આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક-મુક્તિ અપાવે. જે વિદ્યાથી આપણી મુક્તિ દૂર થાય છે તે વિદ્યા ત્યાજ્ય છે, તે વિદ્યા રાક્ષસી છે, તે વિદ્યા અધર્મ્ય છે; માટે જે મુક્તિ અપાવે તેનું નામ વિદ્યા. જેને પ્રથમ પ્રકારની મુક્તિ નથી તેને બીજી અસંભવિત છે. વિદ્યાના મોહને હું વખોડતો નથી. વિદ્યાનો મોહ હોવો એ જુવાનોનો ધર્મ છે; એ મને સ્વીકાર્ય છે. પણ એ મોહની ખાતર આપણા દેશને-આપણા ધર્મને હોમવો નહિ જોઈએ. `સા વિદ્યા યા વિમુક્તયે` એટલે જે વિદ્યાથી ધર્મને સાચવી શકીએ તે જ વિદ્યા. `સા વિદ્યા યા વિમુક્તયે` એ ગુજરાત વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર છે. મોટી મુક્તિમાં નાની પણ આવી જ જાય. એ ન્યાયે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય અને ભૌતિક મુક્તિનો આધ્યાત્મિકમાં સમાવેશ થાય છે. એટલે કેળવણી ની સંસ્થાઓમાં જે જ્ઞાન મળે તેણે આવી આઝાદીનો રાહ શીખવવો જોઈએ અને તે તરફ વિદ્યાર્થીને લઈ જવો જોઈએ. | યુક્તિ; છેતરપીંડી. | વધ; વદ્યા; સરવાળા કે ગુણાકારમાં, એકમ દશક વગેરે કોઈ એક સ્થાનના સરવાળા કે ગુણાકારની આવેલી રકમમાંથી એકમનો આંકડો રાખી બાકીના સ્થાનના અંક આગળના સ્થાનની રકમમાં ઉત્તરોત્તર ઉમેરવામાં આવે છે તે. | વિજ્ઞાન; `સાયન્સ`. | સારી રીતે જાણવાનું જે હોય તે. | સીતાનાં હજાર માંહેનું એક નામ.
vimãn
ઘોડો. | અપમાન; અનાદર. | આકાશમાં ઊડે એવું વાહન; વાયુયાન; આકાશયાન; હવાઈ જહાજ; `એરોપ્લેન`. વિમાનના ત્રણ પ્રકાર છે: (૧) માંત્રિક વિમાન, (૨) તાંત્રિક વિમાન અને (૩) કૃત્રિમ વિમાન. વિમાનનું બાંધકામ કરતી બ્રિસ્ટલ એરક્રેફટ કંપનીએ આસમાનમાં આજ પર્યંત ન ઊડ્યું હોય તેવું જંગી વિમાન હાલમાં તૈયાર કર્યું છે. આ વિમાનનું વજન ૧૨૬ ટનનું છે. તેમાં ૩,૦૦૦ અશ્વશક્તિનાં એંજિનો મુકાયેલાં છે અને ૨૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ કલાકના ૩૦૦ માઇલની ઝડપે ચાલે તેવાં વિશિષ્ટ યંત્રો પણ એમાં ગોઠવાયેલાં છે. આ વિમાનમાં ૧૨૦ મુસાફરોની જોગવાઈ રહેલી છે. એમાંના ૧૦૦ મુસાફરો માટે તો સૂવાની પણ સગવડો રચાયેલી છે. આ વિમાનમાં બે માળની વ્યવસ્થા હોઇને ઉપલા મજલ ઉપર રસોડાની, જમવાની અને બીજી વ્યવસ્થા છે. નીચેના ભાગમાં આરામગાહો તથા પ્રસાધન ખંડોની યોજના કરવામાં આવેલ છે. દુનિયાનું આ સૌથી મોટું વિમાન ગણાય છે. વધુ + | ( જૈન ) ચક્રવર્તીનું એક પ્રકારનું ઘર; વૈમાનિક; દેવતાનું ઘર; દેવનું નિવાસસ્થાન. | દેવી વાહન; દેવતાઈ રથ. | પરિમાણ; માપ. | શબને ઉપાડવાની પાલખી. | સાત મજલાનું મકાન. | અભિમાન વગરનું. | તોલ વિનાનું; ભાર વિનાનું. | માનભ્રષ્ટ; માનરહિત; અપમાનિત. | હવામાં ઊડી શકે તેવું. | અભિમાન વગરનું.
vishay
અધિકરણનું એક અંગ. વધુ + | સંશય; શક.
vishva
એ નામનો એક ક્ષત્રિય. | ( પુરાણ ) એ નામે એક ગંધર્વ. | એ નામે એક દેવ. તે પૂર્વાષાઢા નક્ષત્રના સ્વામી છે. | એ નામે એક શ્રાધ્ધદેવ. | દશ દેવોનો સમૂહ. તે દશ દેવો આ પ્રમાણે છે: ૧ વસુ, ૨ સત્ય, ૩ ક્ર્તુ, ૪ દક્ષ, ૫ કાલ, ૬ કામ, ૭ ધૃતિ, ૮ કુરુ, ૯ પુરુરવા અને ૧૦ માદ્રવ. | દેહ; શરીર. | નવ ગણદેવો માંહેનો એક દેવ. | ( પુરાણ ) ભારતીય યુદ્ધમાં દુર્યોધન પક્ષનો એક રાજા. | મરણક્રિયામાં પૂજાતા એક ખાસ વર્ગના દેવ. | વિષ્ણુનાં હજાર માહેનું એક નામ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( પુરાણ ) શ્રીમન્નારાયણ. | સંસાર; સ્થૂલરચના; બૃહદ્દરચના. | સૂર્યનું એક નામ. | ( શિલ્પ ) એક જાતનું ત્રિશાળ ઘર. | જગત; દુનિયા; બ્રહ્માંડ; સૃષ્ટિ. વિશ્વની ઉપ્તત્તિ વિષે શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે: માયાના ત્રણ ગુણથી મહત્તત્ત્વ થાય છે. તથા રજોગુણ છે મુખ્ય જેમાં એવા; મહત્તત્ત્વથી સાત્ત્વિક, રાજસ તથા તામસ એવી રીતે ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. અહંકારથી પાંચ તન્માત્રા, પાંચ ભૂતો, પાંચ જ્ઞાનેદ્રિય, પાંચ કર્મેંદ્રિય, પાંચ જ્ઞાનેદ્રિયના દેવતાઓ તથા પાંચ કર્મેંદ્રિયના દેવતાઓ, એવી રીતે પાંચ પાંચ વસ્તુઓના સમુદાયો સર્જ્યા. તેઓ એક બીજાથી જુદા રહીને બ્રહ્માંડ રચવાને અશક્ત હોવાથી તેમણે એકઠા થઈ ને દૈવેચ્છાથી સોનાનું આ બ્રહ્માંડરૂપ ઈંડું રચ્યું. તે આત્મા વગરનો બહ્માંડ ગોળ સમુદ્રના પાણી પર રહ્યો. ને તેમ ઈશ્વર એક હજાર વર્ષ ઉપરાંત રહ્યા. નાભિમાંથી કમળ થયું, તેમાંથી બ્રહ્મા થયા ને તેણે જળશાયી ભગવાનની આજ્ઞાથી પૃર્વરૂપ પ્રમાણે વિશ્વ કર્યું. વધુ + | તેરની સાંકેતિક સંજ્ઞા. | તમામ; બધું; સર્વ; સઘળું. નાગરિક; સમગ્ર.
vivek
( વેદાંત ) આત્મા નિત્ય છે અને આત્માથી ભિન્ન સર્વ અનિત્ય છે એવો વિચાર. | ( કાવ્ય ) એક એ નામે જાતનો અલંકાર. વધુ + | કરકસર; સંભાળીને ખરચવાની રીત. | ખરું ખોટું જાણવાની શક્તિ; સારાસાર સમજવાની બુદ્ધિ; સદસદ્ વિચાર; સમજશક્તિ; બુદ્ધિતારતમ્ય. ગાંધીજી લકે છે કે: જીવનમાં મને અનુભવ થયો છે કે, એકલી ભલાઈ બહુ કામ આવતી નથી. આધ્યાત્મિક હિંમત અને ચારિત્ર્યની સાથે સંકળાયેલો સૂક્ષ્મ વિવેકનો ગુણ હરેક જણે કેળવવો જોઈએ. કોઈપણ કટોકટી ભરેલી પરિસ્થિતિમાં ક્યારે બોલવું અને ક્યારે મૂંગા રહેવું, ક્યારે કંઈક કરવું અને ક્યારે કંઈપણ કરવાનું માંડી વાળવું એનું જ્ઞાન આવશ્યક છે. આવા સંજોગોમાં કર્મ અને અકર્મ પરસ્પર વિરોધી નથી રહેતાં; કર્મ તે જ અકર્મ, અને તે જ કર્મ બને છે. | ચાતુર્ય; ડહાપણ. | ન્યાયાધીશ. | ( જૈન ) પરિગ્રહનો ત્યાગ; અતિ પ્રિય વસ્તુને તજવી તે. | પાણીનો ધરો. | બોધ; જ્ઞાન. | વિનય; સુશીલતા; શિષ્ટતા; સભ્યતા. | ( વેદાંત ) સાક્ષી અત્માને પાંચ કોશથી જુદો કરીને નિશ્ચય કરવો તે. ઉપનિષદ્ ભાષ્યમાં કહેલ છે કે, સંસારમાં સરવાળે સુખ કરતાં દુ:ખની માત્રા જ વધુ હોવાથી વિવેકીઓએ નિર્ણય કર્યો છે કે, આ દુ:ખના મહાનર્કમાંથી છૂટવાને માટે આત્મજ્ઞાન સિવાય બીજું સાધન નથી. આત્મજ્ઞાન વિવેક સિવાય ઊપજતું નથી અને વિવેક વિચારમંથન સિવાય પ્રકટતો નથી. વિવેકના બે પ્રકાર છે: (૧) નિત્યાનિત્યવસ્તુ વિવેક. (૨) આત્મઅનાત્મ વિવેક.
vrat
( પુરાણ ) યક્ષુ અને નડ્વલાને એક પુત્ર. | અમુક કરવા ન કરવાનો ધાર્મિક નિશ્ચય; પણ. વધુ + | દોરડું. | નિયમપૂર્વક આચરવાનું પુણ્યક્રમ; સારી રીતે કરેલા સંકલ્પથી ઉત્પન્ન થયેલી અનુષ્ઠાન કરવા યોગ્ય અમુક ક્રિયાનું રૂપ. | ( જૈન ) પાપની ક્રિયાને રોકે તે નિયમ; પાપના ક્ષય અથવા ફળ પ્રાપ્તિ માટે ઉપોષણાદિક નિયમ પાળવા તે; બાધા; પાપ રોકનારો નિશ્ચય. વ્રતના બે પ્રકાર છેઃ (૧) મહાવ્રત એટલે સાધુનાં વ્રત અને (૨) અણુવ્રત એટલે શ્રાવકનાં વ્રત. સાધુનાં વ્રતમાં કોઈ જાતનો આગાર હોતો નથી એટલે કે, તે અખંડિત લેવાનાં હોય છે, પણ અણુવ્રતમાં આગાર હોય છે આથી તેને સાગારી ધર્મ કહે છે. જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે તે વ્રત કહેવાય છે. જૈનધર્મમાં બાર વ્રત છે. પંચ મહાવ્રત અને સાત ગુણવ્રત. અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્પરિમાણ, દેશાવકાસિક, ભોગોપભોગ પરિણામ, અનર્થદંડ, સામાયિક, પૌષધ અને અતિથિ સંધિભાગ. ગાંધીજીનાં અગિયાર મહાવ્રત આ પ્રમાણે છેઃ સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું; બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું; અભય, સ્વદેશી, સ્વાદ ન કરવો, સર્વ ધર્મી સરખાં ગણવાં, એ અગિયાર મહાવ્રત સમજી, નમ્રપણાથી આચરવાં. તેઓ લખે છે કે, જગતમાં આકરામાં આકરું વ્રત સત્ય છે. લાખો મથે તેમાંથી કોઈક જ એ જ જન્મમાં પાર ઉતરે. | રાજ્યકારોબાર.
vrutti
( પિંગળ ) જાતિ માત્રામેળની રચનાથી થનારી પદ્ય રચના. | ( પિંગળ ) ત્રણ અક્ષરનો એક અક્ષરમેળ છંદ; શશી. તેના દરેક ચરણમાં એક મગણ હોય છે. | અંતઃકરણનનું વલણ; મનનો ભાવ; ભાવના; મનનું વલણ. વધુ + | આજીવિકા; ઉદ્યમ; વ્યાપાર રોજગાર; ગુજારા માટે જે ધંધો વગેરે કરવાનું તે; જીવનોપાય; જીવાઈ; રોજી; નિર્વાહ; ટકવું તે. | આહાર. | ઇચ્છા; રૂચિ; લાગણી; મરજી; ભાવ. | ગોળ; વર્તુળ. | ચારિત્ર. | ચાલચલણ; સ્વભાવનું આચરણ; પ્રકૃતિ; વર્તણૂક. | ચિત્તમાં ઊઠતો વિચાર; ચિત્તનો વ્યાપાર. | ટિપ્પણ; ટીકા; વિવરણ; વ્યાખ્યા. | દેણગી; વજીફો; વેતન; તનખ્વાહ. | ધર્માદિ છ માંહેનો એક પદાર્થ. | નિષ્ઠા. | પ્રકાર; પદ્ધતિ. | ભાવના; વાસના; `સેંટિમેંટ`. વૃત્તિના ત્રણ પ્રકાર છેઃ ઘોર, મૂઢ, શાંત, તૃષ્ણા, રાગ, લોભ, સ્નેહ, ઈત્યાદિ ઘોરવૃત્તિ છે, ભય, સંમોહ ઈત્યાદિ મૂઢ વૃત્તિ છે અને ઔદાર્ય, વૈરાગ્ય, શાંતિ ઈત્યાદિ શાંત વૃત્તિ છે. | ભિન્ન રસોમાં ઉપયોગી માનેલી વર્ણન કરવાની શૈલી; રસનું મિશ્રણ; એક પ્રકારની નાટક રચના; અમુક રસનો મેળાપ. તે ચાર છેઃ કૌશિકી, આરભટી, ભારતી અને સાત્વતી. જ્યાં શૃંગાર અને કરૂણ રસ અતિ કોમળ સંદર્ભથી વર્ણવાય ત્યાં કૌશિકીવૃત્તિ. જ્યાં રૌદ્ર અને બીભત્સ અતિ પ્રૌઢ સંદર્ભથી પ્રતિપાદન કરાય ત્યાં અરભટીવૃત્તિ. જ્યાં અતિ સુકુમાર નહિ એવા હાસ્ય, શાંત અને અદ્દભુત રસ અતિ સુકુમાર નહિ એવા સંદર્ભથી વર્ણવાય ત્યાં ભારતીવૃત્તિ અને જ્યાં અતિ પ્રૌઢ નહિ એવા વીર અને ભયાનક રસ અતિ પ્રૌઢ નહિ એવા સંદર્ભથી ગૂંથાય ત્યાં સાત્વતી વૃત્તિ છે. વૃત્તિનો મૂળ અર્થ અંગહાર, અંગચેષ્ટા, શરીરનું જુદી જુદી રીતે વાળવું એ છે. પાછળથી તેનો અર્થ એવી ચેષ્ટા સાથે જુદા જુદા પ્રકારની વાણી, રચના થયો. અંગ રચનામાંથી અંગરચનાયુક્ત વાણીની રચના એવો અર્થ ક્રમે થયો. | ( પુરાણ ) મનુ નામના રૂદ્રની પત્ની; અગિયાર માંહેની એક રૂદ્રાણી. | રહસ્ય. | રીતિ. | વર્તન; વર્તવું તે. | વર્તુલની હદ બાંધનારી એક વક્ર લીટી; પરિઘિ. | ( જૈન ) વાડ; ઘેરેલી જમીન; વાડો. | વાણીની અમુક અમુક પ્રકારની રચના. | વિશ્વમિત્રની બહેને બનાવેલી કૌશિકી નદી. | શબ્દની અર્થ બતાવવાની શક્તિ. વૃત્તિઓ પાંચ પ્રકારની છે. (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ. તેના બે ભેદ છે. કલેશ રહિત અને ક્લેશ સહિત. એકને કિલિષ્ટ એટલે રજોગુણી અને તમોગુણી અને બીજીને અકિલિષ્ટ એટલે સત્ત્વગુણી કહે છે. આ વૃત્તિઓની નિવૃત્તિથી જ સ્વસ્થ થવાય છે. | શબ્દાર્થનો બોધ કરનારો પ્રકાર. | સગુણ બ્રહ્મ ઈશ્વરના છ માંહેનો એક ગુણ. | સમજૂતી; ટીકા. | ( જૈન ) સૂત્રનું વિવર.
Vyãs
અઢાર માંહેનો એ નામે એક જ્યોતિષી. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે કામઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં ૧૧ ગુરુ અને ૩૮ લઘુ મળી ૪૯ વર્ણની ૬૦ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં ૯ ગુરુ અને ૩૮ લઘુ મળી ૪૭ વર્ણની ૫૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૧૩ ગુરુ અને ૭૦ લઘુ મળી ૮૩ વર્ણની ૯૬ માત્રા હોય છે. | ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે શ્યામઉલ્લાલ છંદનો એક ભેદ છે. તેમાં ૭ ગુરુ અને ૩૮ લઘુ મળી ૪૫ વર્ણની ૫૨ માત્રા હોય છે. | કથા પુરાણ વાંચનાર બ્રાહ્મણ. | જાડાઈ; વિસ્તાર. | પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. | મહાભારત અને પુરાણોના કર્તા એક ઋષિ. આ નામ સામાન્યતઃ વેદવ્યાસને લાગુ પડે છે. તેને શાશ્વત પણ કહેવામાં આવે છે. પરાશર અને ઉપરિચર નામના વસુની દીકરી સત્યવતીના તે ગેરકાયદેસર દીકરા હતા. ગેરકાયદેસર બાળક હોવાથી તેને કાનીન પણ કહેવાય છે. કાળા હોવાથી તે કૃષ્ણ કહેવાય છે. તેની જન્મભૂમિ ઉપરથી દ્વૈપાયન કહેવાય છે. તેમણે પુરાણો બનાવ્યા છે. આ સમર્થ ગ્રંથકાર કૃષ્ણદ્વૈપાયન કહેવાય છે. જન્મ્યા પછી તે તપ કરવા ચાલ્યા ગયા અને બદરિકાશ્રમમાં ગયા. તે પરથી બાદરાયણ પણ કહેવાય છે. વેદ વ્યવસ્થાનો વિસ્તાર કર્યો તેથી તે વ્યાસ કહેવાય છે. તેમણે ભાગવત તથા મહાભારત નામે ગ્રંથો લખી તે વખતના રીતરિવાજ આબાદ સમજાવ્યા છે. વ્યાસે બ્રહ્મસૂત્ર લખી ઉપનિષદની વાક્યતા સિદ્ધ કરી છે. એમના પુત્ર શુકદેવજી ચિરંજીવ ગણાય છે. એમના સિદ્ધાંતો ઉપર યોગી ધર્મ ચાલ્યો છે. એ એક રાજનીતિજ્ઞ હતાં. તે પરમાત્માનો એક અવતાર પણ મનાય છે. તે સાત માંહેના એક ચિરંજીવી ગણાય છે. | રચના. | રચના કરનાર. | વર્તુલના મધ્યબિંદુમાંથી પસાર થઈ તેના પરિઘને બે બાજુ અડતી લીટી; મધ્યરેખા; `ડાયેમીટર`. | શિવનાં હજાર માંહેનું એક નામ. | સમાસ વગેરેનું સમાનાર્થક વિગ્રહવાક્ય. | એ નામની એક જ્ઞાતિ. તેઓ ભવાયાનો ધંધો કરે છે. | પંજાબમાં આવેલી એ નામની એક પ્રાચીન નદી. | બ્રાહ્મણની એ નામની એક અટક.
vyatirek
અપર વૈરાગ્યના ચાર માંહેનો એક અવાંતર ભેદ. વધુ + | ( વેદાંત ) અભાવ; ન હોવું તે; વ્યાવૃત્તિ. જેમ સ્વપ્નમાં જાગ્રતના સ્થૂલ શરીરાદિનું ભાન થતું નથી, સુષુપ્તિમાં સ્વપ્નના સૂક્ષ્મ શરીરનું ભાન થતું નથી, સમાધિમાં સુષુપ્તિના કારણ શરીરનું ભાન થતું નથી, એવી રીતે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરોનો તે તે અવસ્થા સાથે વ્યતિરેક છે. | ઉત્તમતા; શ્રેષ્ઠતા. | ઉલટાવવું તે. | ( કાવ્ય ) એ નામનો એક અર્થાલંકાર. જ્યાં કોઈ વિશેષથી અતિરેક કથન કરવામાં આવે એ વ્યતિરેક અલંકાર છે. સામાન્ય રીતે ઉપમાનમાં ઉપમેય કરતાં અધિક ગુણ હોય છે, છતાં કવિ ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું વર્ણવે તે વ્યતિરેક અલંકાર થાય છે, કેમકે ઉપમેયમાં ઉપમાન કરતાં આધિક્ય વર્ણવ્યું છે. એટલે જેમાં ઉપમાન કરતાં ઉપમેયની અધિક્તા હોય તેવી ઉપમાને વ્યતિરેક કહે છે. જેમકે, આ સુંદર નેત્રવાળી સ્ત્રી, જેણે કમળની કાંતિને દાસી બનાવી છે. અર્થાત્ જે કાંતિમાં કમળથી ચડિયાતું છે. એવા નિષ્કલંક મુખ વડે કલંકિત ચંદ્રને જીતે છે. આ અલંકારમાં કોઈ એક અસાધારણ અન્ય ધર્મ વડે ઉપમાન કરતાં ઉપમેયનો અપકર્ષ કિવાં ઉત્કર્ષ વર્ણવવામાં આવે છે. | ( ન્યાય ) એકના ન હોવાથી બીજાનું ન હોવાપણું; અમુક એક વસ્તુ ન હોય તો બીજી અમુક વસ્તુ પણ ન હોય એવો સંબંધ કે નિયમ; એકના અભાવથી બીજાનો પણ અભાવ હોવો તે જેના હોવાથી જે હોય તે અન્વય કહેવાય છે, જેમ સૂર્ય હોવાથી દિવસ હોય અને જેના અભાવથી જેનો અભાવ હોય તે વ્યતિરેક કહેવાય છે, જેમ સૂર્યના અભાવથી દિવસનો અભાવ હોય છે. અન્વય વ્યતિરેકથી દિવસનું કારણ સૂર્ય એમ સિદ્ધ થાય છે. | ત્યાગ; વર્જન. | નહિ મળતાપણું. | ભિન્નત્વ; જુદાપણું; પૃથક્ત્વ. | રેચ વાળવો તે. | વિશેષતા; અતિશયપણું; આધિક્ય. | ( વેદાંત ) સંબંધ ન હોવો તે. | સંસારથી જુદું હોવાપણું. | જુદું; અલગ. | વગર.
vyom
( પુરાણ ) મયાસુર નામના રાક્ષસનો એ નામનો માયાવી પુત્ર. તે આકાશમાં રહી માયા ચલાવતો. તેને કૃષ્ણે માર્યો હતો. | ( પુરાણ ) સોમવંશી યદુપુત્ર ક્રોષ્ટાના વંશમાં જયામઘ કુળમાંના ક્રય વંશમાં જન્મેલા દશાર્હ રાજાનો એ નામનો પુત્ર; દાશાર્હ. તેને જીમૂત નામે પુત્ર હતો. | બોતેર માંહેની એક આકાશતત્ત્વદેવતા. | આકાશ; ગગન; નભ; અંબર; અંતરિક્ષ, ખ; વિહાયસ; અભ્ર. તે ચાર પ્રકારનું ગણાય છેઃ (૧) મહાકાશ, (૨) મેઘાકાશ, (૩) જલાકાશ અને (૪) ઘટાકાશ. વધુ + | પાણી; જળ. | વસ્તુતઃ આકાશ એ કંઈ ન હોવાથી શૂન્યસૂચક સાંકેતિક શબ્દ. | શ્રીહરિના ડાબા ચરણારવિંદમાં અર્ધચંદ્રની સમીપમાં રહેલ એ નામનું ગોળ ચિહ્ન. | હૃદયાકાશ. વધુ +

Y

yagna
અગ્નિનું એક નામ. | અગ્નિને પૂજવાનું અને તેને બલિદાન આપવાનું એક વેદોક્ત કર્મ; વેદમાં કહેલા વિધિ પ્રમાણે વેદમંત્રથી અગ્નિમાં હોમ કરવાનું કર્મ; યાગ; મખ; મેઘ; ક્રતુ; ઇષ્ટ; હોમ. આ શબ્દ સંસ્કૃત યજ ધાતુ ઉપરથી નીકળેલો છે. યજ્ ધાતુના દેવપૂજા, સંગતિકરણ, દાન આ ત્રણ અર્થ છે. નિર્ભયતા, પવિત્રતા, જ્ઞાનમાં નિષ્ઠા, દાન, શમ, દમ, સ્વાધ્યાય, તપશ્ર્ચર્યા, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, શાંતિ, ભૂતદયા, નિર્લોભવૃત્તિ વગેરે દૈવી સંપત્તિવાળા લોકોનું નામ દેવ છે. તેઓનો સત્કાર કરવો, સંગતિકરણ કરવું અર્થાત્ સંગઠન કરવું અને દાન કરવું આ ત્રણે વાત જ્યાં હોય તે કર્મનું નામ યજ્ઞ સત્કાર, સંગઠન અને ઉપકાર આ ત્રણ યજ્ઞનાં લક્ષણ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં જે યજ્ઞ શબ્દ છે તે આત્મસમર્પણ રૂપ સામાન્ય યજ્ઞનો વાચક છે. યજ્ઞના વિવિધ પ્રકાર કહેલાં છે: જ્ઞાનયજ્ઞ, તપયજ્ઞ, દાન, જપ, સ્વાધ્યાય, દૈવ, પિતૃ, મનુષ્ય, ભૂત, ઋષિ, બ્રહ્મયજ્ઞ, ઇંદ્રસંયમ વગેરે. આ સર્વ યજ્ઞ જીવનનાં કર્માંગો સાથે જોડાયેલ છે. યજ્ઞનો પ્રચાર બહુધા બંધ થઈ ગયો છે, છતાં અગ્નિહોત્ર, ચાતુર્માસ્ય આદિ શ્રૌતયજ્ઞો તથા ગૃહ્યસૂત્ર માંહેના યજ્ઞો હજુ પણ પ્રચલિત છે. યજ્ઞો મુખ્ય બે પ્રકારના છે: શ્રૌત અને સ્માર્ત. શ્રૌતયજ્ઞોમાં વળી બે વર્ગો પાડવામાં આવ્યા હાવિર્યજ્ઞ અને સોમયજ્ઞ. અગ્ન્યાધાન, અગ્નિહોમ, દર્શપૌર્ણમાસ, પિંડપિતૃયજ્ઞ, આગ્રયણ, ચાતુર્માસ્ય અને દાક્ષાયણ એ સાત હવિર્યજ્ઞો છે. અગ્નિષ્ટોમ, ઉકથ્ય, ષોડશી, અત્યગ્નિષ્ટોમ, અતિરાગ, વાજપેય અને આપ્તોર્યામ એ સાત સોમયજ્ઞો છે. સર્માતયજ્ઞોને પાકયજ્ઞો કહે છે. તેના ચાર વર્ગ પાડવામાં આવ્યા છેઃ હુત, અહુત, પ્રહુત અને પ્રાશિત. અગ્નિમાં આહુતિ આપી હોમ કરવો તે હુત. યજ્ઞની વેદી ઉપર દર્ભો પાથરવા તે અહુત. નિકૃષ્ટ પ્રાણીવર્ગને બલિદાન આપવું તે પ્રહુત અને બ્રાહ્મભોજન તે પ્રાશિત. ગૌતમસ્મૃતિમાં અષ્ટકા, દર્શપૌર્ણમાસ, પિંડપિતૃયજ્ઞ, શ્રાવણ, આગ્રાયણી, ચૈત્રી અને આશ્વયુજી એ સાત પ્રકારના યજ્ઞોને પાકયજ્ઞો કહ્યા છે. શ્રૌત યજ્ઞમાં એક દિવસના યજ્ઞને એકાહ, બેથી બાર દિવસના યજ્ઞને અહીન તથા તેથી વધારે મુદ્દતના યજ્ઞને સત્ર યજ્ઞ કહેવાય છે. જે શ્રૌત યજ્ઞ વ્રીહિ, યવ, તલ, દૂધ, ઘી, ઔષધિ વડે કરાય તે હવિષ, સાધ્ય, પશુવડે કરાય તે પશુ સાધ્ય તથા સોમ વડે કરાય તે સોમસાધ્ય શ્રૌતયજ્ઞમાં આહિતાગ્નિ, અગ્નિહોત્ર, નિત્ય, દર્શપૂર્ણ, આગ્રાયણ વગેરે નૈમિત્તિક તથા જ્યોતિષ્ટોમ, અગ્નિષ્ટોમ, રાજસૂય, અશ્વમેધ વગેરે કામ્ય યજ્ઞો છે. તેમાં નિત્ય તથા નૈમિત્તિક યજ્ઞો કર્યા બાદ કામ્ય યજ્ઞો થઈ શકે છે. યજ્ઞના અંતમાં હુત:શેષનું ઇડાભક્ષણ થાય છે. તે ઇડારૂપી વાકદેવી બ્રહ્મવિદ્યા છે. તે આ મર્ત્ય લોકમાં અમૃત વરસાવે છે. વૈદિક કાળમાં આજ્ય, પરિધિ, બ્રહ્મ અને પ્રતિમા એ યજ્ઞનાં અંગ મનાતાં. બ્રાહ્મણ કાળમાં પોતાના દુશ્મનને મારવાને માટે પણ યજ્ઞ કરવામાં આવતો અને દુશ્મનને માટે ભ્રાતૃવ્ય એટલે કે પિત્રાઈ ભાઈ શબ્દ વપરાતો. આ બતાવે છે કે, કૌરવ ને પાંડવોની માફક પિત્રાઈઓ વચ્ચે ઘણા કલહ થતા હશે. બ્રાહ્મણ કાળમાં પ્રજાપતિ વગેરે દેવતાઓ પોતાની શક્તિ યજ્ઞ દ્વારા મેળવે છે તેમ જ બધા દેવતાઓ યજ્ઞ મારફત જ સ્વર્ગ મેળવે છે એવી માન્યતા હતી અને વિષ્ણુને યજ્ઞરૂપ કહેવામાં આવ્યા છે એવું યજ્ઞનું માહાત્મ્ય હતું. યજ્ઞમાં દક્ષિણા ગાયની આપવામાં આવતી અને તેને વર કહેવામાં આવતી. મોટા યજ્ઞની અંદર હજારો ગાયો સુધીની દક્ષિણા અપાતી. યજ્ઞો પાંચ જાતના પણ કહ્યા છે: (૧) બ્રહ્મ યજ્ઞ-વેદ ભણવો અને ભણાવવો તે, (૨) પિતૃ યજ્ઞ-પાણીથી પિતૃઓનું તર્પણ કરવું તે, (૩) દેવયજ્ઞ-અગ્નિમાં હોમ કરવો તે, (૪) ભૂત યજ્ઞ-પ્રાણી માત્રને બલિ આપવાં તે અને (૫) મનુષ્ય યજ્ઞ-અતિથિઓનો સત્કાર કરવો તે. | ઇંદ્રનું એક નામ. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોળાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૧૭ ગુરુ તથા ૬૨ લઘુ મળી ૭૯ વર્ણની માત્રા હોય છે. | ( પિંગળ ) એક સમવૃત વર્ણમેળ છંદ. તે અતિજગતી છંદનો ભેદ છે. તેમાં નગણ, યગણ, જગણ, રગણ અને ગુરુ મળી તેર વર્ણ આવે છે. | પાંચની સંજ્ઞા. | પૂજન; પૂજા. | બલિદાન; દેવોપહાર; હવ્ય; આહુતિ. | બ્રહ્મ. | લોકકલ્યાણ અર્થે કરેલી શારીરિક મજૂરી; નિષ્કામ ભાવે કરેલું કર્મ; સેવાર્થે કરેલું કર્મ. વધુ + | વિષ્ણુ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( પુરાણ ) સ્વાયંભુ મન્વંતરમાં રુચિ નામના ઋષિને આહુતિ નામની સ્ત્રીની સૂખે થયેલો પુત્ર. તેને સ્વાયંભુ મનુએ રુચિઋષિ પાસેથી પાછો લીધો હતો. તેને દક્ષિણા નામની સ્ત્રી હતી. અને તેની કૂખે તેનાથી બાર દેવ ઉત્પન્ન થયા હતા. તે તુષિત નામથી જાણીતા છે. આ યજ્ઞ વિષ્ણુનો અવતાર હતો.
Yagna
અગ્નિનું એક નામ. | અગ્નિને પૂજવાનું અને તેને બલિદાન આપવાનું એક વેદોક્ત કર્મ; વેદમાં કહેલા વિધિ પ્રમાણે વેદમંત્રથી અગ્નિમાં હોમ કરવાનું કર્મ; યાગ; મખ; મેઘ; ક્રતુ; ઇષ્ટ; હોમ. આ શબ્દ સંસ્કૃત યજ ધાતુ ઉપરથી નીકળેલો છે. યજ્ ધાતુના દેવપૂજા, સંગતિકરણ, દાન આ ત્રણ અર્થ છે. નિર્ભયતા, પવિત્રતા, જ્ઞાનમાં નિષ્ઠા, દાન, શમ, દમ, સ્વાધ્યાય, તપશ્ર્ચર્યા, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, શાંતિ, ભૂતદયા, નિર્લોભવૃત્તિ વગેરે દૈવી સંપત્તિવાળા લોકોનું નામ દેવ છે. તેઓનો સત્કાર કરવો, સંગતિકરણ કરવું અર્થાત્ સંગઠન કરવું અને દાન કરવું આ ત્રણે વાત જ્યાં હોય તે કર્મનું નામ યજ્ઞ સત્કાર, સંગઠન અને ઉપકાર આ ત્રણ યજ્ઞનાં લક્ષણ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં જે યજ્ઞ શબ્દ છે તે આત્મસમર્પણ રૂપ સામાન્ય યજ્ઞનો વાચક છે. યજ્ઞના વિવિધ પ્રકાર કહેલાં છે: જ્ઞાનયજ્ઞ, તપયજ્ઞ, દાન, જપ, સ્વાધ્યાય, દૈવ, પિતૃ, મનુષ્ય, ભૂત, ઋષિ, બ્રહ્મયજ્ઞ, ઇંદ્રસંયમ વગેરે. આ સર્વ યજ્ઞ જીવનનાં કર્માંગો સાથે જોડાયેલ છે. યજ્ઞનો પ્રચાર બહુધા બંધ થઈ ગયો છે, છતાં અગ્નિહોત્ર, ચાતુર્માસ્ય આદિ શ્રૌતયજ્ઞો તથા ગૃહ્યસૂત્ર માંહેના યજ્ઞો હજુ પણ પ્રચલિત છે. યજ્ઞો મુખ્ય બે પ્રકારના છે: શ્રૌત અને સ્માર્ત. શ્રૌતયજ્ઞોમાં વળી બે વર્ગો પાડવામાં આવ્યા હાવિર્યજ્ઞ અને સોમયજ્ઞ. અગ્ન્યાધાન, અગ્નિહોમ, દર્શપૌર્ણમાસ, પિંડપિતૃયજ્ઞ, આગ્રયણ, ચાતુર્માસ્ય અને દાક્ષાયણ એ સાત હવિર્યજ્ઞો છે. અગ્નિષ્ટોમ, ઉકથ્ય, ષોડશી, અત્યગ્નિષ્ટોમ, અતિરાગ, વાજપેય અને આપ્તોર્યામ એ સાત સોમયજ્ઞો છે. સર્માતયજ્ઞોને પાકયજ્ઞો કહે છે. તેના ચાર વર્ગ પાડવામાં આવ્યા છેઃ હુત, અહુત, પ્રહુત અને પ્રાશિત. અગ્નિમાં આહુતિ આપી હોમ કરવો તે હુત. યજ્ઞની વેદી ઉપર દર્ભો પાથરવા તે અહુત. નિકૃષ્ટ પ્રાણીવર્ગને બલિદાન આપવું તે પ્રહુત અને બ્રાહ્મભોજન તે પ્રાશિત. ગૌતમસ્મૃતિમાં અષ્ટકા, દર્શપૌર્ણમાસ, પિંડપિતૃયજ્ઞ, શ્રાવણ, આગ્રાયણી, ચૈત્રી અને આશ્વયુજી એ સાત પ્રકારના યજ્ઞોને પાકયજ્ઞો કહ્યા છે. શ્રૌત યજ્ઞમાં એક દિવસના યજ્ઞને એકાહ, બેથી બાર દિવસના યજ્ઞને અહીન તથા તેથી વધારે મુદ્દતના યજ્ઞને સત્ર યજ્ઞ કહેવાય છે. જે શ્રૌત યજ્ઞ વ્રીહિ, યવ, તલ, દૂધ, ઘી, ઔષધિ વડે કરાય તે હવિષ, સાધ્ય, પશુવડે કરાય તે પશુ સાધ્ય તથા સોમ વડે કરાય તે સોમસાધ્ય શ્રૌતયજ્ઞમાં આહિતાગ્નિ, અગ્નિહોત્ર, નિત્ય, દર્શપૂર્ણ, આગ્રાયણ વગેરે નૈમિત્તિક તથા જ્યોતિષ્ટોમ, અગ્નિષ્ટોમ, રાજસૂય, અશ્વમેધ વગેરે કામ્ય યજ્ઞો છે. તેમાં નિત્ય તથા નૈમિત્તિક યજ્ઞો કર્યા બાદ કામ્ય યજ્ઞો થઈ શકે છે. યજ્ઞના અંતમાં હુત:શેષનું ઇડાભક્ષણ થાય છે. તે ઇડારૂપી વાકદેવી બ્રહ્મવિદ્યા છે. તે આ મર્ત્ય લોકમાં અમૃત વરસાવે છે. વૈદિક કાળમાં આજ્ય, પરિધિ, બ્રહ્મ અને પ્રતિમા એ યજ્ઞનાં અંગ મનાતાં. બ્રાહ્મણ કાળમાં પોતાના દુશ્મનને મારવાને માટે પણ યજ્ઞ કરવામાં આવતો અને દુશ્મનને માટે ભ્રાતૃવ્ય એટલે કે પિત્રાઈ ભાઈ શબ્દ વપરાતો. આ બતાવે છે કે, કૌરવ ને પાંડવોની માફક પિત્રાઈઓ વચ્ચે ઘણા કલહ થતા હશે. બ્રાહ્મણ કાળમાં પ્રજાપતિ વગેરે દેવતાઓ પોતાની શક્તિ યજ્ઞ દ્વારા મેળવે છે તેમ જ બધા દેવતાઓ યજ્ઞ મારફત જ સ્વર્ગ મેળવે છે એવી માન્યતા હતી અને વિષ્ણુને યજ્ઞરૂપ કહેવામાં આવ્યા છે એવું યજ્ઞનું માહાત્મ્ય હતું. યજ્ઞમાં દક્ષિણા ગાયની આપવામાં આવતી અને તેને વર કહેવામાં આવતી. મોટા યજ્ઞની અંદર હજારો ગાયો સુધીની દક્ષિણા અપાતી. યજ્ઞો પાંચ જાતના પણ કહ્યા છે: (૧) બ્રહ્મ યજ્ઞ-વેદ ભણવો અને ભણાવવો તે, (૨) પિતૃ યજ્ઞ-પાણીથી પિતૃઓનું તર્પણ કરવું તે, (૩) દેવયજ્ઞ-અગ્નિમાં હોમ કરવો તે, (૪) ભૂત યજ્ઞ-પ્રાણી માત્રને બલિ આપવાં તે અને (૫) મનુષ્ય યજ્ઞ-અતિથિઓનો સત્કાર કરવો તે. | ઇંદ્રનું એક નામ. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોળાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૧૭ ગુરુ તથા ૬૨ લઘુ મળી ૭૯ વર્ણની માત્રા હોય છે. | ( પિંગળ ) એક સમવૃત વર્ણમેળ છંદ. તે અતિજગતી છંદનો ભેદ છે. તેમાં નગણ, યગણ, જગણ, રગણ અને ગુરુ મળી તેર વર્ણ આવે છે. | પાંચની સંજ્ઞા. | પૂજન; પૂજા. | બલિદાન; દેવોપહાર; હવ્ય; આહુતિ. | બ્રહ્મ. | લોકકલ્યાણ અર્થે કરેલી શારીરિક મજૂરી; નિષ્કામ ભાવે કરેલું કર્મ; સેવાર્થે કરેલું કર્મ. વધુ + | વિષ્ણુ. | શિવનાં હજાર માંહેનું એક નામ. | ( પુરાણ ) સ્વાયંભુ મન્વંતરમાં રુચિ નામના ઋષિને આહુતિ નામની સ્ત્રીની સૂખે થયેલો પુત્ર. તેને સ્વાયંભુ મનુએ રુચિઋષિ પાસેથી પાછો લીધો હતો. તેને દક્ષિણા નામની સ્ત્રી હતી. અને તેની કૂખે તેનાથી બાર દેવ ઉત્પન્ન થયા હતા. તે તુષિત નામથી જાણીતા છે. આ યજ્ઞ વિષ્ણુનો અવતાર હતો.
yam
અર્થવવેદનો એ નામનો એક ઋષિ. | અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચેનો સમૂહ અથવા એ પાંચમાંથી ગમે તે એક. તેના દશ પ્રકાર પણ છે.: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ક્ષમા, ધૃતિ, દયા, આર્જવ, મિતાહાર અને શૌચ. શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધના ઓગણીશમા અધ્યાયમાં બાર યમ કહેલા છે: અહિંસા, સત્ય, અસ્તેય, અસંગ, લજ્જા, અસંચય ( અપરિગ્રહ ), ધર્મમાં વિશ્વાસ, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા અને અભય. | ઇંદ્રિયોને જીવતી તે; નિગ્રહ; સંયમ. ઇંદ્રિયોના જયદ્વારા આહાર, નિદ્રા, શીત, વાત અને આતપનો જય કરવો તેને પણ સિદ્ધરાજનો યમ કહે છે. યોગકૌસ્તુભમાં કહેલું છે કે પરમાણુથી માંડીને આકાશ પર્યંતનું જે જગત છે તેનો બાધ કે મિથ્યાપણાનો દૃઢ નિશ્ર્ચય કરીને એક બ્રહ્મનાં જ સત્યપણાનો નિશ્ર્ચય કરવો અને મન સહિત અગિયાર ઇંદ્રિયો વશ રાખવી તે યમ કહેવાય છે. | ઋગ્વેદના દશમા મંડલના ચૌદમા સૂક્તનો કર્તા એક ઋષિ. | ઋતુ; સમય. | એ નામનો એક દેવ. તે ભરણી નક્ષત્રનો સ્વામી છે. | એક જાતનું ભૂત. તે હમેશ સમરાંગણમાં હોય છે અને પોતાના ભોગને ઉગ્ર બનાવે છે. | ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે કોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૧ ગુરુ અને ૯૪ લઘુ મળી ૯૫ વર્ણ અને ૯૬ માત્રા હોય છે. | કલાક. | કશ્યપના અદિતિથી થયેલા બાર માંહેનો એક દીકરો; એ નામનો એક આદિત્ય. જુઓ આદિત્ય. | કાગડો. | દક્ષિણ દિશાના લોકપાલનું નામ; મરણ પછી જીવને તેનાં કૃત્ય પ્રમાણે શિક્ષા કરનાર દેવ; પ્રેતપતિ; મૃત્યુનો દેવ. માર્કંડેય પુરાણમાં લખ્યું છે કે જ્યારે વિશ્વકર્માની કન્યા સંજ્ઞાએ પોતાના પતિ સૂર્યને જોઇને ભયથી આંખો બંધ કરી લીધી, ત્યારે સૂર્યે ગુસ્સે થઈને તેને શાપ આપ્યો કે તને જે પુત્ર થશે તે બધા લોકોનું સંયમન કરનાર થશે. આથી જ્યારે સંજ્ઞાએ તેની તરફ ચંચળ દૃષ્ટિથી જોયું ત્યારે ફરીને તેણે કહ્યું કે તને જે કન્યા થશે, તે આ પ્રકારે ચંચળતાપૂર્વક નદીનાં રૂપમાં વહ્યા કરશે. પુત્ર તે યમ થયા અને કન્યા યમી થઈ, તે પાછળથી યમુનાના નામથી પ્રસિદ્ધ થઈ. એમ મનાય છે કે, તે રંગે શ્યામ અને લાલ વસ્ત્ર પહેરે છે, પાડાની સ્વારી કરે છે અને હાથમાં દંડ ધારણ કરે છે. કર્બૂર ને શ્યામ નામના કૂતરા તેના ચોકીદાર છે. તે યમપુરીના રાજા છે. ચિત્રગુપ્ત ચંડ અને કાળપુરુષ નામના સેવકો અને વૈધ્ય તેના દ્વારપાળ છે. એકવીશ નરક તેના તાબામાં છે. ઋગ્વેદમાં તેમને હવિ અને સન્માન આપવા સૂચવ્યું છે. તેને દક્ષિણાશાપતિ, શીર્ણપાદ, મૃત્યુ, કાલ, અંતક, કૃતાંત, શમન, દંડી અથવા દંડધર, ભીમશાસન, પાશી, પિતૃપતિ, પ્રેતરાજ, શ્રાદ્ધદેવ, ધર્મરાજ ઔદુંબર વૈવસ્વત વગેરે અનેક નામો આપવામાં આવ્યાં છે. પુણ્યવાનો તરફ સૌમ્ય હોઈ ધર્મરાજ એવું પણ એનું નામ કહ્યું છે. માંડવ્ય ઋષિના શાપે કરીને તે વિદુરરૂપે પૃથ્વી ઉપર અવતર્યો હતો. વધુ + | દરિયો. | દિવસ. | ધર્મશાસ્ત્ર રચનાર એક ઋષિ; એ નામનો એક સ્મૃતિકાર. | નિર્દય કે ઘાતકી પુરુષ; ભયંકર અને ઉગ્ર દેખાવવાળો માણસ; ચંડાળ; નરાધમ. | પરમેશ્વર; ઈશ્વર. | ભાદરવા માસમાં તપતા સૂર્યનું નામ; એ નામના એક સૂર્ય. | મંગળ ગ્રહ. | યુગ્માક્ષર; જોડાક્ષર. વધુ + | ( યોગ ) યોગનાં આઠ માંહેનું એક અંગ. તે માત્ર મનથી જ સિદ્ધ થઈ શકે એવું હોઈને તેને એક પ્રકારનું નિવૃત્તિ લક્ષણ માનેલું છે. અસંપ્રજ્ઞાત યોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગ વડે સુખપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે. | રુદ્ર, કેમકે વિનાશ કરવો એ તેનું કામ છે. | વિષ્ણુ. | શનિનું એક નામ. | સેતાન; પિશાચ; અસુર; દાનવ. | સ્વર. | હરિ. | હવા; વાતાવરણ. | અઢાર માંહેની એક મુખ્ય સ્મૃતિ. જુઓ સ્મૃતિ. | જોડું; જોડલું; બેડલું. | બેની સંખ્યા; બેની સંખ્યા બતાવનારી સંજ્ઞા. | ભરણી નક્ષત્ર. | મૃત્યુ; મોત. | બેલડામાં અવતરેલ; જોડિયું. | જેમ; જે રીતે.
yati
આકરા નિયમાદિ પાળનાર તપસ્વી; જિતેંદ્રિય; જેની ઇંદ્રિયો સંપૂર્ણ કાબૂમાં છે તેવો ઋષિ; જેણે મનના જોસ્સાને વશ કર્યો હોય તે. વધુ + | એક જાતનો હંસ. | જૈન સાધુ. | તાલના દશ માંહેનો એક પ્રાણ. અમુક તાલના પિંડમાં જેટલી ખાલી ભરી હોય તે સર્વે યતિ કહેવાય છે. દરેક તાલના પિંદમાં સરખી તાલો આવતી નથી. કોઈમાં એક, કોઈમાં બે, તો કોઈમાં ત્રણ ઇત્યાદિ ચોવીસ સુધી તાલ આવે છે. તે સર્વે યતિઓ કહેવાય. તેના પાંચ ભેદ છે: સમયતિ, વિષમયતિ, મૃદંગયતિ, પ્લુતયતિ અને ગોપૂચ્છયતિ. | ત્યાગી; યોગી; સંત; સાંસારિક ઉપાધિ અલગ કરી મોક્ષને માટે યત્ન કરનારો સંન્યાસી. | ( પુરાણ ) બ્રહ્મવેદના માનસપુત્રોમાંનો એ નામનો એક. | ( પુરાણ ) વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાંનો એ નામનો એક. | ( પુરાણ ) સોમવંશી આયુપુત્ર નહુષ રાજાના છ માંહેનો મોટો પુત્ર. તે વિરક્ત હતો. | કવિતાની એક લીટી વચ્ચે આરામ ખાતર જ્યાં થોભવાનું હોય છે તે; છંદ કે રાગમાં આવતો વિરામ; વિરામસ્થળ; વિસામો. અટક યતિનું સ્થાન નક્કી હોય છે. યતિને ઠેકાણે હૃસ્વ અક્ષર હોય તો તેને આરામ ખાતર લંબાવવાની ભૂલ ઘણા કરે છે પણ તે ખોટું છે. વિરામ, અવરતિ, ઉપરતિ, વિચ્છેદ, શ્વસ, ભેદ એ બધાં યતિનાં નામ છે. | આરામ; અટકાવ. | જીભનું ઇષ્ટ વિશ્રામસ્થાન. | દોરવણી. | રાગ. | રાંડીરાંડ; વિધવા. | વાક્યમાં આવતી ટાંપ. | સંધિ. | સંયમ.
yãtrã
આજીવિકા. | ઉપાય. | ગમન; કૂચ કરવી તે. | ( વહાણવટું ) ગોસ. | ગ્રામાંતર ગમન; દેશાંતરમાં ફરવું તે; પવિત્ર તીર્થસ્થાનોમાં દેવદર્શન અને સ્નાનાદિક માટે ફરવું‌ તે; જાત્રા; મુસાફરી; સફર. યાત્રાથી હવા બદલ થાય છે એટલું જ નહિ, પરંતુ તેની સાથે ધર્મશ્રદ્ધાથી ચિત્તશુદ્ધિ પણ થાય છે. અંત:કરણ શુભ માર્ગે પ્રેરાય છે. શ્રમિતને વિશ્રામ મળે છે. પાપનો પશ્ચાત્તાપ કરવાની તક મળે છે અને ભવિષ્ય માટે મનુષ્ય જાગ્રત થઈ પોતાની યોગ્ય ફરજ બજાવવા તત્પર થાય છે. દેશાટનના સર્વ પ્રકારના લાભ યાત્રા નિમિત્તે પણ પ્રાપ્ત છે. | જીતવાની ઇચ્છાથી રાજાનું જવું તે; પ્રસ્થાન. | તહેવાર ઉપર અથવા દેવપ્રતિષ્ઠાની યાદ માટે કે કોઈ વ્રતના માહાત્મ્ય માટે અમુક દેવસ્થાનમાં ઘણા લોકોને સાથે મળીને ઉત્સવ કરવો તે; દેવ કે મહાપુરુષને નિમિત્તે થતો સમારંભ કે મેળો; સરઘસ. | નાટ્ય મનોરંજનનો એક પ્રકાર. | ભરણ પોષણનો માર્ગ. | યાત્રાળુઓનો સમૂહ. | રસ્તો; માર્ગ. | રીત; રૂઢિ; પ્રથા. | વાહન. | વ્યવહાર. | સમયનું પસાર થવું‌ તે. | સમાગમ. | સૈન્યનું એકથી બીજી જગ્યાએ જવુ તે; ચડાઈ.
yog
અભિધાવૃત્તિના ત્રણ માંહેનો એક પ્રકાર; વ્યુત્પત્તિથી થતા શબ્દનો અર્થ; વાચ્યાર્થ. | ( પિંગળ ) આઠની સંજ્ઞા. | આદેશ; આજ્ઞા. | ઉદ્યોગ; ઊદ્યમ. | ઉપયોગમાં લગાડવું તે; યોજના. | ઉપયોગીતા; ઉપયોગી હોવાપણું. | ઉપાય; ઇલાજ; સાધન; સાહિત્ય; સામગ્રી. | ( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તેમાં અંતે યગણ આવે છે. તેમાં ૧૩, ૧૭ અને ૧૯ માત્રાએ તાલ આવે છે. | કર્મ બાંધવાનાં અનેક માંહેનું એ નામનું એક કારણ. મન, વચન અને કાયાને અશુભ કાર્યમાં પ્રવર્તાવવાથી જે અધ્યવસાયની મલિનતા જણાય છે તેથી કર્મબંધ થાય છે. તે યોગ નામનું કર્મબંધનું ચોથું કારણ છે. | ખંત; ઉત્સાહ. | ચંદ્ર કે સૂર્યના અમુક સ્થાનમાં આવવાથી થતા સત્તાવીશ વિશિષ્ટ અવસરમાંનો પ્રત્યેક. દરેક યોગ આશરે ૬૦ ઘડી સુધી રહે છે. ચંદ્ર સૂર્યની ગતિનો સરવાળો ૧૩ અંશ ૩૦ કળા થવાને જેટલો કાળ લાગે છે તે યોગ કહેવાય છે. ચંદ્ર સૂર્યના ભોગનો સરવાળો કરીને તેના ઉપર ૮૦૦ કળાનો સરવાળો થવાને જે કાળ લાગે છે તેને યોગ કહે છે. પંચાગમાં યોગનાં અંગનો સમાવેશ કરવાની પદ્ધતિ વરાહમિહિર પછી પ્રચારમાં આવી એવો તજ્જજ્ઞોનો મત છે. યોગ સત્તાવીશ છે: વિષ્કંભ, પ્રીતિ, આયુષ્યમાન, સૌભાગ્ય, શોભન, અતિગંજ, સુકર્મા, ધૃતિ, શૂળ, ગંડ, વૃદ્ધિ, ધ્રુવ, વ્યાઘાત, હર્ષણ, વજ્ર, સિદ્ધિ, વ્યતિપાત, વરીયાન, પરિધ, શિવ, અસૃફસિદ્ધિ, સાધ્ય, શુભ, શુકલ, બ્રહ્મા, ઐંદ્ર, અને વૈધૃતિ. વળી આનંદ, કાળદંડ, પ્રજાપતિ, શુભ, સૌમ્ય, ધ્વાંક્ષ, ધ્વજ, શ્રીવત્સ, વજ્રયોગ, મુદ્દગર, છત્રયોગ, મિત્ર, મનોજ્ઞ, કપ, લુંબક, પ્રવાસ, મરણ, વ્યાધિ, સિદ્ધ, શૂલ, અમૃત, મૂશલ, ગજ, માતંગ, ક્ષય, ક્ષિપ્ર, સ્થિર અને વર્ધમાન એવાં પણ યોગનાં અઠ્ઠાવીસ નામ છે. | ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો તે; આસન, પ્રાણાયામ, ધ્યાન વગેરે દ્વ્રારા અં:તકરણની ઈશ્વર સાથે એકાગ્રતા કરવાનો માર્ગ; પતંજલિ મુનિએ શોધી કાઢેલી બ્રહ્યૈક્ય સાધવાની એક રીત. યોગ-દર્શનકાર પતંજલિએ આત્મા અને જગતના સંબંધમાં સાંખ્યદર્શનના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન અને સમર્થન કર્યું છે. પતંજલિના યોગદર્શનને સમાધિ, સાધન, વિભૂતિ અને કૈવલ્ય એ ચાર પાદ કે ભાગમાં વિભક્ત કરવામાં આવેલ છે. સમાધિ પાદમાં એ બતાવવામાં આવ્યું છે કે, યોગના ઉદ્દેશ્ય અને લક્ષણ શું છે અને તેનું સાધન કયા પ્રકારે થાય છે. સાધન પાદમાં કલેશ, કર્મવિપાક અને કર્મફલ વગેરેનું વિવેચન છે. વિભૂતિ પાદમાં યોગનાં કયાં કયાં અંગ છે, તેનું પરિણામ શું આવે છે અને તેના દ્વ્રારા અણિમા, મહિમા વગેરે સિદ્ધિઓની કેવી રીતે પ્રાપ્તિ થાય છે વગેરે આપેલ છે. કૈવલ્ય કે મોક્ષનું વિવેચન કરવામાં આવેલું છે. સંક્ષેપમાં યોગદર્શનનો મત એવો છે કે: મનુષ્યને અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ પ્રકારના કલેશ થાય છે અને તેને કર્મના ફળો અનુસાર જન્મ લઈને આયુષ્ય વિતાવવું પડે છે અને ભોગ ભોગવવા પડે છે. પતંજલિએ આ બધાથી બચવાનો અને મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય યોગ બતાવ્યો છે અને કહ્યું છે કે, ક્રમાનુસાર યોગનાં અંગોનું સાધન કરતાં મનુષ્ય સિદ્ધ થઈ જાય છે અને છેવટે મોક્ષ મેળવી લે છે. યોગ આચરનાર સંસારને દુ:ખમય અને હેય માને છે. આર્યમહારથીઓએ અધિકારભેદથી જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, રાજયોગ, હઠયોગ, લયયોગ વગેરે અનેક માર્ગ પ્રવર્તિત કર્યા છે. યોગવાસિષ્ઠમાં યોગ શબ્દનો અર્થ સંસારસાગરમાંથી તરવાની યુક્તિ એમ કરેલો છે. વાણીનો નિરોધ, પરિગ્રહનો પરિત્યાગ, આશારહિતપણું, બુદ્ધિપૂર્વક ક્રિયા કરવાનો અભાવ અને સર્વદા એકાંતમાં રહેવાનો સ્વભાવ એ બધાં યોગનાં પ્રથમ દ્વાર છે. તેઓ પુરુષ કે જીવાત્માના મોક્ષને માટે યોગ જ એક માત્ર ઉપાય માને છે. પતંજલિએ ચિત્તની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, નિરુદ્ધ અને એકાગ્ર એ પાંચ પ્રકારની વૃત્તિઓ માની છે અને તેનું નામ તેઓએ ચિત્તભૂમિ રાખ્યું છે કહ્યું છે કે, શરૂઆતની ત્રણ ચિત્તભૂમિઓમાં યોગ થઈ શકતો નથી. ફક્ત છેલ્લી બેમાં જ થઈ શકે છે. આ બે ભૂમિઓમાં સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એવા બે પ્રકારના યોગ થઈ શકે છે. જે અવસ્થામાં ધ્યેયનું રૂપ પ્રત્યક્ષ રહે છે તેને સંપ્રજ્ઞાત કહે છે. અસંપ્રજ્ઞાત અવસ્થામાં કોઈ પણ પ્રકારની વૃત્તિનો ઉદય થતો નથી અર્થાત્ જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ નથી રહેતો, માત્ર સંસ્કાર બાકી રહે છે. આને જ યોગની અંતિમ ભૂમિ માનવામાં આવે છે અને તેની સિદ્ધિ થવાથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. ચિત્તની વૃત્તિઓને રોકવાના ઉપાય તરીકે અભ્યાસ અને વૈરાગ્ય, ઈશ્વરનું પ્રણિધાન, પ્રાણાયામ અને સમાધિ, વિષયોથી વિરક્ત થવું વગેરે બતાવ્યાં છે. એમ પણ કહ્યું છે કે, જે લોકો યોગનો અભ્યાસ કરે છે તેઓમાં અનેક પ્રકારની વિલક્ષણ શક્તિઓ પણ આવી જાય છે. તેને વિભૂતિ કે સિદ્ધિ કહે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠે ય યોગનાં અંગ કહેવાય છે અને યોગસિદ્ધિને માટે આ આઠે ય અંગોનું સાધન આવશ્યક અને અનિવાર્ય કહેલું છે. યોગના બે પ્રકાર છે: એક સબીજયોગ અને બીજો નિર્બીજયોગ. નિર્બીજયોગની સાધનામાં ચંચળ અને અસ્થિર એવું મન જ્યાં જ્યાં ભટકતું ફરે ત્યાં ત્યાંથી તેને પાછું વાળી કેવળ આત્મામાંજ વશ કરવું એમ ગીતામાં કહેલું છે. આ પ્રમાણે સમાધિ થવી દુષ્કર થઈ પડે છે; પણ સબીજયોગમાં સમાધિ સુકર થાય છે, કેમકે, તેમાં પરમાનંદમૂર્તિ શ્રીહરિનું ધ્યાન કરવાથી ચિત્ત ઉપરામ પામે છે. | છ દર્શનમાંનું એક યોગદર્શન. તેમાં ચિત્તને એકાગ્ર કરીને ઈશ્વરમાં લીન કરવાનું વિધાન છે. | છલ; દગો; વિશ્વાસઘાત. | ( વૈદ્યક ) જુદાં જુદાં દ્રવ્યોની આરોગ્ય માટે યોજના કે પ્રયોગ. | જોગ; અનુકૂળ સમય; શુભકાળ; અવસર; પ્રસંગ; લાગ. વધુ + | જોડાણ; મિલન; સંબંધ; સંયોગ; બેનું જોડાવું તે; એકઠા થવું તે; મળવું તે; મેળ; સંગમ; મેળાપ. | તિથિ અને વાર સાથે આવે તે. | દલીલ. | દવા; ઔષધ. | દશા; હાલત; સ્થિતિ. | દૂત; ચર; ચાર; જાસૂસ. | દ્રોહી; દગો દેનાર માણસ. | ધન; મિલકત; દોલત. | ધનસંપત્તિ પ્રાપ્ત કરવી અને તેને વધારવી તે. | ધૂંસરી. | ધ્યાન; બ્રહ્મ સાથે જોડાઈ જવું તે; ઈશ્વરમાં એકાગ્ર ચિત્ત રાખવું તે. | નક્ષત્ર માંહેનો મુખ્ય તારો. | નિયમ; કાયદો. | પરિણામ. | પાતંજલ યોગને અનુસરનાર માણસ. | પ્રવૃત્તિ; ક્રિયા; વ્યાપાર. | પ્રાપ્તિ; મળવું કે મેળવવું તે. | પ્રેમ; સ્નેહ; સદ્ભાવ. | બખતર. | બખતર ધારણ કરવું તે. | બંદોબસ્ત; ગોઠવણ. | બંધબેસતા થવું તે; યોગ્યતા; બંધબેસતાપણું. | મંત્ર; જાદૂ. | ( જૈન ) માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ. તેના પંદર ભેદ છે: ૪ મનોયોગ: સત્યમનોયોગ, અસત્યમનોયોગ, ઉભયમનોયોગ અને અનુભયમનોયોગ ૭ કાયયોગ: ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયક, વૈક્રિયકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્મણ તથા ૪ વચનયોગ: સત્યવચનયોગ, અસત્યવચનયોગ, ઉભયવચનયોગ, અનુભયવચનયોગ. શ્રીમદ્ રાજચંદ્ર અનુસાર યોગના બત્રીશ પ્રકાર આ પ્રમાણે છે: (૧) શિષ્યને સૂત્રાદિકનું જ્ઞાન આપવું,(૨) પોતાના જ્ઞાનનો બીજાને બોધ કે પ્રકાશ કરવો, (૩) આપત્તિકાળે પણ ધર્મનું દૃઢપણું તજવું નહિ (૪) આ લોક તથા પરલોકનાં સુખના ફળની વાંછા વિના તપ કરવું, (૫) શિક્ષા પ્રમાણે સંભાળથી વર્તવું અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી, (૬) મમત્વનો ત્યાગ કરવો, (૭) ગુપ્ત તપ કરવું, (૮) નિર્લોભતા રાખવી, (૯) પરિષહ તથા ઉપસર્ગને જીતવા, (૧૦) સરલ ચિત્ત રાખવું, (૧૧) આત્મસંયમ શુદ્ધ પાળવો, (૧૨) સમક્તિ શુદ્ધ રાખવું, (૧૩) ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી, (૧૪) કપટ રહિત આચાર પાળવો, (૧૫) યોગ્ય પુરુષોનો યોગ્ય વિનય કરવો, (૧૬) સંતોષ વડે તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી, (૧૭) વૈરાગ્ય ભાવનામાં નિમગ્ન રહેવું, (૧૮) માયારહિત વર્તવું, (૧૯) શુદ્ધ કરણીમાં સાવધાન થવું, (૨૦) સંવરને આદરવો, પાપને રોકવાં, (૨૧) પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા, (૨૨) સર્વ પ્રકારના વિષમથી વિરક્ત રહેવું, (૨૩) મૂળગુણે પંચમહાવૃત્ત વિશુદ્ધ પાળવાં, (૨૪) ઉત્તમગુણે પંચમહાવૃત્ત વિશુદ્ધ પાળવાં (૨૫) ઉત્સાહપૂર્વક કાર્યોત્સર્ગ કરવો, (૨૬) પ્રમાદ રહિત જ્ઞાનધ્યાનમાં પ્રવર્તન કરવું, (૨૭) હમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું (૨૮) એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું, (૨૯) મરણાંત દુ:ખથી પણ ભય પામવું નહિ, (૩૦) સ્ત્રી વગેરેના સંગને ત્યાગવો, (૩૧) પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરવી અને (૩૨) મરણકાળે આરાધના કરવી. | યાન; વાહન. | રીત; પ્રકાર; રૂઢિ; ઢબ. | લાભ; ફાયદો. | વશીકરણ; કોઈને વશ કરવાનો ઉપાય. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | વ્યુત્પત્તિ. | શક્યતા; સંભવ. | શસ્ત્રસરંજામ; યુદ્ધની સામગ્રી. | શિવનાં હજાર માંહેનું એક નામ. | શ્રેણી; સાંકળ; સંકલના. | સમુદાય શબ્દનો અવયવાર્થ સાથે સંબંધ; શબ્દ વગેરેનો પ્રયોગ. | સરવાળો; ઉમેરવું તે; અસમાન સંખ્યાનો સરવાળો. | સંધિ; સંબંધ; સંયોગ; સમાગમ. | સૂત્ર. | સ્વાયંભૂવ મન્વંતરમાં ધર્મઋષિને ક્રિયાની કૂખે થયેલો પુત્ર. | યોગ્ય; વાજબી. | વિશ્વાસઘાતી; દગાબાજી. | મારફત; દ્વારા, લીધે; વડે.
yojan
પરમાત્મા. | યોગ. | આર્ય ગણનાનો એક પ્રકાર; લંબાઈનું એક માપ કે ભરત; ચાર ગાઉનું અંતર. ૪ અંગુલ = ગ્રહ ૨ ગ્રહ = મુષ્ટિ ૧૩ આંગળા = વિતસ્તિ ૨ વિતસ્તિ = હસ્ત ૪ હસ્ત = દંડ ૨૦૦૦ દંડ = કોશ ૪ કોશ = યોજન રાજવલ્લભ પ્રમાણે: ૯૬ આંગળ = ધનુષ્ય ૧૦૦૦ ધનુષ્ય = કોશ ૨ કોશ = ગવ્યૂતિ ૨ ગવ્યૂતિ = યોજન | ઉત્તેજના; ઉશ્કેરણી. | ચાર માઇલનું અંતર. | ચિત્તની એકાગ્રતા. | જોડવું તે; સંયોગ; મેળ; જોડણી. | પ્રયત્ન. | માર્ગ; રસ્તો. | રચના. | વ્યવસ્થા.
yug
અવતાર; જિંદગી; ભવ. વધુ + | કાલ; સમય; જમાનો; વખત; જુગ; મોટો લંબાણ કાળ વિભાગ. | કાલ ગણનાનો એક પ્રકાર; પાંચ વર્ષનો કાળ. કેટલાંક કોષ્ટકો: | કૃત, સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ એવા પૌરાણિક રીતે પાડેલા કાળના ચાર મોટા ભાગ માંહેનો દરેક ભાગ. તે દરેક અનુક્રમે ૧૭૨૮૦૦૦, ૧૨૯૬૦૦૦, ૮૬૪૦૦૦ અને ૪૩૨૦૦૦ મનુષ્ય વર્ષનો છે. ચારે મળીને ૪૩૨૦૦૦૦ વર્ષ થાય છે અને તે એક મહાયુગ કહેવાય છે. દરેક યુગની પહેલી સંધ્યા અને પાછળ સંધ્યાંશ આવે છે. સંધ્યા અને સંધ્યાંશ યુગથી ૧/૧૦ ભાગના હોય છે. દરેક યુગનાં સંધ્યા અને સંધ્યાંશનો સમય આ પ્રમાણે છે: દેવતાઓનાં બાર હજાર વર્ષો પૂરાં થાય છે ત્યારે સંધ્યા અને સંધ્યાના અંશની સાથે જ સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ એમ ચાર યુગ પૂરા થાય છે. તેનાં અનુક્રમે ચાર હજાર, ત્રણ હજાર, બે હજાર અને એક હજાર દેવતાઈ વર્ષો જાણવાં અને તે જ પ્રમાણે અનુક્રમે તે તે યુગની સંધ્યા તથા સંધ્યાના અંશનાં તે તે હજારથી બેવડાં સો સો વર્ષ જાણવાં. એમ આઠસો, છસો, ચારસો અને બસોની એકંદર સંખ્યાવાળાં સંધ્યા તથા સંધ્યાના અંશની વચ્ચેનો જે કાળ તેને જ યુગ કહે છે. | ચાર હાથનું માપ. | ચારની સંજ્ઞા.યુગ ચાર છે. | જોડું; યુગલ; યુગ્મ. વધુ + | ધૂંસરું રથ અથવા ગાડાની ઝૂંસરી. | પાસાની રમતની ગોળ સોગઠીઓ. | પાસાની રમતમાં બે સોગઠીઓ જે એક જ ઘરમાં આવી બેસે છે તે. | બેની સંખ્યા. | વર્ષોનો લાંબો ગાળો; જમાનો. | વૃદ્ધિ નામે ઔષધિ. | શક; સંવત. | કવિતાની બે કડી. | છાંડવું. | ત્યાગવું; છોડવું.